isgwarne... books and stories free download online pdf in Gujarati

ઇશ્વરને.....

[ 1 ]

શબ્દો ના શુન્યાવકાશમા શોધુ છુ હું તને.

અર્થો ના ઉપન્યાસ મા શોધુ છુ હું તને.

જગતમાં કયાય જ ન મળતા તુ મને ,

કલ્પના ની સ્રુષ્ટીમા જ શોધુ છુ હુ તને.

સંગીત ને ગીતના શૂરોમા શોધુ છુ હું તને.

પંખીઓ ના કલરવમા શોધુ છુ હું તને.

બાળકોના ખિલખિલાટ હાસ્યમા શોધુ છું તને.

તો કોઇક ની આછેરી મુશ્કાનમા શોધુ છું તને.

વસંત ના આગમનમા પણ શોધુ છું હુ તને.

તો ઉપવનના ફુલોમા પણ શોધુ છુ હુ તને.

જન્મ અને મ્રુત્યુમા તો શોધુ જ છુ હુ તને.

તો બન્ને વચ્ચેના જીવનમા પણ શોધુ છુ તને

લાગણીઓના સંબંધ મા શોધુ છુ હું તને.

પ્રેમીઅોના પ્રેમ મા પણ શોધુ છુ હુ તને.

રસ્તાઓને મંજિલો મા શોધુ છુ હુ તને.

આકાશ ના તારલાઓમા શોધુ છુ હુ તને.

કાળના આ ચક્રમા સતત શોધુ છુ હુ તને

દિવસ-રાત અહર્નિસ બસ શોધુ છુ હું તને.

કયાય ન મળતા તુ યાદ આવે છે મને,

તુ તો છુપાયેલ છો મારા મા જ `પ્રભુ `.

ને અહિ-તહિ સર્વત્ર શોધુ છુ હુ તને.

***

[ 2 ]

હે ઇશ્વર....!

તું પોતે અદ્રશ્ય રહી સર્વત્ર જોઇ સકે.

હું સર્વત્ર દેખાવ પણ કઇ ન જોઇ સકુ..?

તું સર્વ શક્તિમાન છે પણ કઇ ન કરે.

હું નિર્બળ જ છું છતાં બધું મારે જ કરવાનુ..?

તું ઇચ્છે તે બધું જ થાય છતાં કંઇ જ ન ઇચ્છે.

હું ઘણું ઘણું ઇચ્છુ છતાં કશુજ ના થાય તે કેવું ?

તું તમામ મુશ્કેલી સહેવા સમર્થ છતાં

ઇશ્વર બની આસાન જિંદગી જીવે છે ને

હું માણસ સાવ અસમર્થ છું છતાં

મુશ્કેલ જિંદગી જીવુ તે કેવુ.?

***

[ 3 ]

ઇશ્વર થવું આસાન છે...

સ્થિતપ્રગ્ન બનિ બેસી રહેવું ,

જે થાય તે બસ જોયા કરવું

કંઇ જ ન કરવું,

આસાન છે.

પણ....

માનવી બનવું બહુ મુશ્કેલ છે.

કોઇનું બુરુ થાય છે.

જાણવા છતાં ,

ખુશ થવું .

કોઈનુ સારું થાય છે.

જાણવા છતાં ,

દુ:ખી થવું .

આસાન તો નથી જ.

માટે જ

હે ઇશ્વર

તુ

માણસ બનિ પ્રુથ્વી પર નથી અવતરતો...?

ઇશ્વર બનવુ આસાન લાગ્યું

તેથી જ સ્વર્ગ જઇ

સ્થિર થયો ....?

***

[ 4 ]

મંદિર માં ઈશ્વર બોલે છે....

મંદિર માં ઈશ્વર બોલે છે-

મારે પણ છે એક વેદના....

મારે મારાજ બનાવેલ સંસારમાં

મારા માણસો વચ્ચે રહેવું હતું .

એટલેજ મે માણસ-સંસાર બનાવ્યો હતો .

મારે પણ એમનાં આનંદ-ઉત્સવ માં

આનંદ-ઉલ્લાસ ના રંગે રંગાવુ હતું .

મારે પણ સુખ-દુ:ખની વાતો કરી

દુ:ખીના અશ્રું મારા હસ્તે લુછવાં હતા .

મારે એમના હ્લદયમાં જ બિરાજવું હતું ,

પણ રે ! મારો બનાવેલ જ માનવી,

આજે મને જ બનાવી-બનાવી ને

મોટા-મોટાં આરસ મહેલો ચણીને,

તેમાં જ ઉચ્ચ આસને સ્થાપે છે.

મારાથિ દુર રહી ને જ બે હાથ જોડે છે

દૂર થી જ પ્રાર્થના -આરતી કરી જાય છે.

તે પોતાનું દુ:ખ મારી પાસે રડે છે

પણ મારે મારું આ દુ:ખ ક્યાં રડવું ?

***

[ 5 ]

હે ઇશ્વર !

તું પણ આમ-

દરેક મંદિરમાં ,દેવળો માં

પગ પર પગ ચઢાવી

બે હાથ જોડી

સ્થિતપ્રગ્ન બનિ

કોનું ધ્યાન /તપ ધરી રહ્યો છે..?

માનવી નું જ......? કે......

***

[ 6 ]

બને ઇશ્વર

શ્રદ્ધા -ભક્તિ ભાવથી

પાષાણ મુર્તિ .

***

ઇશ્વર શોધે

જગતમાં બધે જ

માનવી ક્યાં છે?

***

વિજ્ઞાન વડે

શોધે માનવી આજ

ઇશ્વર ક્યાં છે ?

***

[ 7 ]

છે

કોણ

મહાન

વિગ્નાન કે

ઇશ્વર આજે ?

***

શું

પ્રભુ

પુછે છે

જગતમાં

માનવી ક્યાંછે ?

*** રે

સ્રુષ્ટી

સર્જક

લીલા તારી

અ પ રં પા ર

કીડી ને મણ છે

ને' હાથી ને કણ પણ

નથી જગતમાં આજ ।

***

હે

પ્રભુ

તારોજ

બનાવેલ

માનવી આજ

તને બનાવે છે.***

હે

પ્રભુ

માંગીશ

વરદાન

તુ જ પાસ હું

ક્ષમા-મૈત્રી તણી

જ્યોત જલાવી વિશ્વે

બની શકું -યશવંત.

***

[8]

એક દિવસની વાત કહું.

એક મંદિરમાં બેઠો હતો જ્યાં,

એક નવયોવના આવી ત્યાં.

એક હાથમાં ફુલછાબ લઇને,

એક એક કદમ માંડતી જાણે,

એક આનંદ મિલન હોય ન.

એક સાથ બે કર જોડી તેણે,

એક હાથે ફુલ ચડાવી પ્રભુ ને,

એક દુ:ખ દૂર કરવા પ્રાથ્રિ જયાં.

એકા એક પ્રભૂ વદી ઉઠયાં...

એક તમે ( માનવી ) દુ:ખ રડો મુજ પાસ

એક હું જ કયા જઇ રડું મારું દુ:ખ ?

એક મારે પણ દુ:ખ છે આજ.

એક પણ ભકત સમજી શકસે ખરો ?

એક 'હું ' અને એક 'એ' બે જ હતા ત્યાં.

એક `એ` હતિ કદાચ 'અશ્રુત' જ ને.

એક હું હતો 'અબોલ' જ્યાં .

***

[9]

ઇશ્વર પૂછે છે.....

માનવી પુછે છે આજે ઇશ્વર ક્યાં છે ?

એમ ઇશ્વર પણ કદાચ પુછતો હશેને -

આજે માનવી ક્યાં છે.?

***

મંદિરમાં બેઠેલી

પથ્થરની પ્રતિમા જ

શું ઇશ્વર છે....? - 'ના'

દુનિયામાં રહેલ

દેહધારી માણસ જ

શું માનવી છે..? - 'ના'.

પણ હા,

પથ્થરની પ્રતિમા પણ

શ્રદ્ધા ને ભક્તિ ભાવથી

ઇશ્વર બની શકે છે.

તેમ -

દેહધારી માણસ પણ

સત્ય અને પ્રેમ ભાવના થી

માનવી બની શકે છે.

  • ***
  • [ 10 ]
  • એક દિવસ મે બે શક્તિ વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો-

    માનવશક્તિ : અહીં મારી મર્યાદા આવી જતી લાગે છે.

    ઇશ્વરી શક્તિ : તો પછી હવેની શક્તિ ને મારું નામ આપી દઉ ને.?

    ***

    [ તાનકુ ] વિજ્ઞાન વડે

    શોધી રહ્યો માનવી

    ઇશ્વર ક્યાં છે.?

    જેમ વિજળી દિવે

    શોધાય ચંદ્ર .

    ***

    [ 11 ]

    ઇશ્વર ની વેદના ....

    જરૂર નથી આજે ઇન્સાનને ભગવાન ની

    જરૂર છે આજે ઇન્સાન ને ઇન્સાન ની.

    ઇશ્વર શું કરશે દૂર મુશ્કેલીઓ ઇન્સાન ની.

    ઇશ્વર તો છે ખુદ પરેશાન ઇન્સાનથી.

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED