Triji Laykat books and stories free download online pdf in Gujarati

ત્રીજી લાયકાત

THIRD QUALIFICATION...

ત્રીજી લાયકાત...... નોકરી ...નોકરી ....નોકરી ....

નિશીથના મનમાં એક ને એક પ્રશ્ન વારંવાર ઘુમરાયા કરતો હતો. હવે નોકરી શી રીતે મેળવવી.?

```લો આ ૧૦૦ રુપિયા અને લખાવો નામ.' કાઉન્ટર પર બેઠેલ વ્યક્તિ બોલી. નિશીથ પોતાના વિચાર માથી બહાર આવી હાથમાં ૧૦૦ રુપિયાની નોટ લેતા બોલ્યો લખો નિશીથકુમાર એમ. મહેતા.અવાજ સાંભળીને પૈસા આપનાર વ્યક્તિએ ક્યાંક અવાજ સાંભળેલ છે એવો ભાસ થતા નિશીથને ઓળખવા એક ધારદાર દ્રષ્ટિએ નિશીથ તરફ જોયું પરંતુ નિશિથે તેના તરફ જોયું ના જોયું કરિ દ્રષ્ટિ નિચે ઢાળી દઇ રજિસ્ટરમા સહી કરિ પાછું જોયા વગર જ ચાલતી પકડી .

મનમા વિચાર્યું હાશ આજ તો ઓળખાતા ઓળખાતા માંડ બચ્ચોં. કારણ આ એકજ મહિનામા તેણે ખોટા-ખોટા નામ લખાવી લાગલગાટ ત્રીજી વાર લોહી વેચીને પૈસા મેળવેલ. તેથી ક્યાંક પકડાઇ ન જવાની મનમાં બીક તો હતી જ. 'જમાનો પણ કેવો અવ્યો છે કે ખુદનુ લોહી વેચીને પ્રામાણિકતાથી પૈસા મેળવનાર ને જ ડરતુ ફરવુ પડે અને બીજાનુ લોહી પી જનાર પીશાચો, ગેરકાયદેસર નાણા કમાનાર તો જગતમાં ખુમારીથી માથું ઉચુ રાખી ફરે છે'.

ગરીબાઇમા જીવનાર ગરીબ માં-બાપે પોતે પેટે પાટા બાંધી ને પણ પોતાને ગામડે થી ભાવનગર શહેરમાં એક જ્ઞાતિના છાત્રાલયમા દાખલ કરી દાતાઓની સહાયથી એન્જિનિયરીંગ કોલેજમા અભ્યાસ કરાવેલ. અને એમાંજ એમનુ જીવન ખર્ચી નાખેલ. પરંતુ પોતાનો દિકરો ખુબખુબ ભણી ઉચી નોકરી મેળવી સુખી થશે એ સ્વપ્નો સિધ્ધ થાય તે પહેલાં જ બન્ને સ્વર્ગે સિધાવી ગયા. અને નિશીથ એકલો, અટુલો, નિરાધાર, નિસહાય બની ગયો.

છેલ્લા બે માસથી પોતે નોકરી મેળવવા માટે ભાવનગર છોડી અમદાવાદ શહેરમાં જ આવી ગયેલ પરંતુ એના કમનસીબે એ ટેક્ષટાઇલ એન્જીનિયર થયો ત્યાંજ મુ્ંબઇ પછિ ગુજરાતના માનચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરની પણ એક પછી એક કાપડની મિલો ટપોટપ બંધ થવા લાગી અને પોતે એન્જીનિયર થયો હોવા છતાં બેકારીના પડળ નિચે પિસાવા લાગ્યો .

જ્યારથી તે અમદાવાદમાં આવેલ ત્યારથી જ પોતાની પાસે ખાસ પૈસા ન હોવાથી એણે રેલ્વે સ્ટેશનને પોતાનું ઘર બનાવી દિધેલ.સ્ટેશનની હોટેલ જ તેનું પત્ર વ્યવહારનું સરનામું હતું .તે રાતભર સ્ટેશનના કોઇ બાકડે રેલ્વે સ્ટાફની મહેરબાનીથી પડી રહેતો અને સવારે જાગી સ્ટેશનના પ્રતિક્ષાલયમા જ નાહી ધોઇ હોટલમાં ઍડ્ધી ચા પીતો અને ત્યાં જ સવારના અખબારમા આવતી જીણામાજીણી ટચુકડી જાહેર ખબર વાંચીને નોકરી માટે અરજીઓ કરતો. અત્યાર સુધીમા નહી નહીં તો પચાસેક સ્થળે તેણે અરજી કરી દિધેલ પરંતુ જવાબ માત્ર ચાર કે પાંચ જ જગ્યાએથી આવેલ, ને ત્યાં પણ લાગવગ અને ડોનેશનવાળાને આગળ તે પસંદ ના થયેલ.દિવસભર શહેરમાં અહી તહી નોકરી માટે ભટકી રાત્રે ફરી સ્ટેશને આવી જતો. મારા નામનો કોઈ પત્ર આવેલ છે ? હોટલ પર આવિને પ્રશ્ન પુછતો અને રોજનો લગભગ એકજ જવાબ 'ના' મેળવતો.એ જાણે એક નિત્યક્રમ બની ગયેલ.

અનેક પ્રયત્નો છતાં ક્યાય નોકરી ન મળતાં ને પૈસા ની ખુબ જ તંગી થતા આખરે એણે એક દિવસ છાપાની જા.ખ.પરથી એક શ્રીમંત શેઠને તેના દિકરા માટે પોતાની કીડની ૫૦૦૦ રુપિયામા ડોનેટ કરી દીધેલ જેનાથી તે આજ સુધી દિવસો ગુજારતો હતો ને અરજીઓ કર્યા કરતો હતો.પરંતુ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી તો એ પૈસા પણ ખુટી જતા તેને બે દિવસે એક ટંક ખાવાના સાસા પડવા લાગ્યા હતાં .અને ખુબ મથામણ બાદ પૈસા મેળવવા એક બીજો જોખમી ધંધો શરુ કરેલ પોતાનું લોહી સામાન્ય રીતે દુર્લભ એવા 'o' ઓ નેગેટીવ ગ્રુપનુ છે તે જાણ થતા તેણે દર ૧૫ દિવસે ખોટા નામે લોહી વેચવા માંડ્યું ને તેનાથી જે પૈસા મળતાં તેમાંથી જ દિવસો ગુજારવા લાગ્યો .પરંતુ તેમનો આ ધંધો જાજા દિવસ ચાલી શકે તેમ નહોતો કારણ અપુરતા પોષણ અને લોહીની કમિ થવાથી તેનુ શરિર દિન-પ્રતિદિન લથડવા લાગ્યું .હવે તે મહેનત મજુરિનુ કાર્ય પણ કરિ શકે તેમ ન હતો.છતાંય એક ન એક દિવસ પોતે પ્રથમ વર્ગ સાથે એન્જીનિયર થયેલ હોય નોકરી જરૂર મળિ જશે એ આશએ જીવતો હતો.

પરંતુ લાગવગશાહી અને ડોનેશન ના જમાનામાં તેને ક્યાંય નોકરી મળતી નહીં .ક્યાંક લાગવગવાળા તો ક્યાંક ડોનેશન આપનારને તો વળી ક્યાંક 'અનામત' બેઠક વાળાને નોકરી મળી જતી.ને પોતે રહી જતો. પોતાની પાસે ન તો લાગવગ હતી કે ન તો ડોનેશન આપવા જેટલાં પૈસા હતા. વળી જન્મે જ ઉચ્ચ કુળનો હોય ઉચ્ચકુળ જ અભિશાપરુપ હોય તેમ અનામત બેઠક નો પણ લાભ મળી સકતો નહિ. પોતાની પાસે લાયકાત છે પણ ઉપરના ત્રણ માની એકય લાયકાત નથી તેથી નોકરી નહિ જ મળે. તેવો વિશ્વાસ થઈ જતા તેણે વિચાર્યું કે પહેલાં બે લાગવગ અને ડોનેસન તો પોતાના માટે શક્ય નથી પરંતુ કોઇ પણ રિતે અપંગ બનિ જાય તો તેને ત્રીજી લાયકાત મળતાં જરૂર નોકરી મળી જાય.હા હવે તો મારી માટે આ એકજ રસ્તો છે એમ ખુબ વિચારને અંતે એ એક નિર્ણય પર આવ્યો .અને મહાપ્રયત્ને કાળજુ કઠણ કરિ. 'ત્રીજી લાયકાત' પ્રાપ્‍ત કરવા તેણે પોતાના હાથે જ ચપ્પુ લઇ એક જ જાટકે ડાબા હાથની બે આંગળી ઉડાડી દીધી. લોહીની ધારા સાથે આંસુઓની ભિનાશ પણ આંખમાં આવી ગઇ. પરંતુ એ ભિનાસમા પણ સાથે એક ચમક આવી ગઇ.અને હવે તો મને ચોક્કસ નોકરી મળી જસે એવો આનંદ રહી રહીને આંખમાં ડોકાઇ જતો હતો. ડોકટર પાસે અક્સમાતનુ બહાનું ઉપજાવી ડ્રેસિંગ કરાવિ અપંગનુ પ્રમાણપત્ર મેળવી લીધું. અને અપંગોની અનામત બેઠક કેટેગરીમા પેપરની જા.ખ.ના અનુસંધાનમાં બે ત્રણ સ્થળે અરજીઓ કરિ દીધી. હવે તો પોતાને નોકરી મળશે જ એ આનંદ અને ઉત્સાહમા તે આંગળી કપાયાનુ દુ:ખ દર્દ ને વેદના પણ તે ભુલી ગયો.

આજે એક કંપનીમાં નીશીથનો ઇન્ટરવ્યુ હતું સમય પહેલાં જ એક કલાક આગળથી નોકરી પોતાને જ મળી જશે તે ઉત્સાહમા તે ઇન્ટરવ્યુ સ્થળે પહોંચી ગયો.પરંતુ સમય જતા ત્યાં પણ તેની જેવાજ અન્ય અપંગ ઉમેદવાર આવવા લાગ્યા તે જોઇને નીશીથ નો ઉત્સાહ ધીમે ધીમે મંદ થવા લાગ્યો. મહાપ્રયત્ને સ્વસ્થતા જાળવી તેણે ઇન્ટરવ્યુ પુરુ કર્યુ. પરંતુ પરિણામ જાણ્યું કે અહીં પણ તેના જેવાજ એક અન્ય અપંગ ઉમેદવાર જેમની પાસે લાગવગ તેમજ ૧૦૦૦૦ રુપિયા ડોનેશન મની આપેલ તેને નિમણુક મળિ ગયેલ છે ને પોતે ફરી એક વખત અંતિમ પ્રયત્નમા પણ નિષ્ફળ નીવડેલ છે. જાણી આધાતને આધાતમા તે ત્યાં જ બેસુધ્ધ થઇ ઢળી પડે છે.

ફાટેબાજ કુદરતની કરામત તો જુવો - જીવનભર સંઘર્ષ ખેડનાર નોકરી મેળવવા પોતાનું લોહી અને અંગ પણ ગુમાવનાર નીશીથને અપંગ બનવા છતાં નોકરી ન મળતાં નીરાશ થઇને સ્ટેશન પર વિચારમાં બેઠો છે. હવે અપંગ બનવા છતાં પણ નોકરી ન મળી તો નોકરી શી રીતે મળશે ? અને નોકરી વગર શી રીતે જીવાશે.? એક બાજુ અથાગ પ્રયત્ન છતાં નોકરી ન મળવાની હતાશા તો બીજી તરફ ત્રણ ત્રણ દિવસથી ખાવાનું ન મળતાં પેટમા સળગતી ભૂખની જ્વાળાનુ દર્દ હતું તો ત્રીજી તરફ અપુરતી સારવારને લીધે કપાયેલ આંગળીમા ફરિ દર્દ ઉપડ્યુ હતું. ત્રીપાખિયુ દર્દ સહન ન થતા હવે તો 'આપઘાત' એ જ માત્ર માર્ગ રહ્યો છે એમ વિચારીને દૂરથી ઘસમસતી આવતી ટ્રેન તળે તે હિમત કરિ જંપલાવી દે છે..એક આછિ મરણચીસ ટ્રેન ના ઘોંઘાટમા ડુબી જાય છે. પળભર તરફડીને તેનો દેહ ત્યાં જ શાંત થઈ જાય છે.... અને એજ ટ્રેનમા આવેલ ડિલિવરીમાથી નીશીથના નામનો એક પત્ર હોટેલના સરનામે આવે છે. જેમાં નીશીથને એક અન્ય કંપનીમાં નિમણુક મળી હોય તેના સમાચાર હોય છે. પણ રે...એમને તો એ પહેલાં જ કાયમી નિમણુક ઉપર મળી ગઇ હોય છે.

`-આકાશ``

( યશવંત શાહ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED