Prem Sambandh books and stories free download online pdf in Gujarati

પ્રેમ - સંબંધ .

[ 1 ]

સંબંધ ...

સંબંધ સઘળાં

વિજળી ના ગોળાની જેમ

ઇચ્છીએ ત્યારે શરુ કરી

ઇચ્છા મુજબ

બંધ કરી સકાતા હોત તો.?

તો...

તુ કદાચ

સુખી હોત તારા સંસારમાં

ને 'હું' પણ

સુખી હોત મારા વિશ્વમા

પરંતુ .....

આપણા સંબંધોનુ તો

અસ્તિત્વ જ ન રહ્યુ હોત

તું જ કહે,

તે આપણને ગમેત...?

[ 2 ]

સંબધ સઘળા.ઉકળતા લોહીનો પરપોટોબનીફુટી જતા હોત તો...?કદાચ.તુ વિચારી સકેતતારા વિશેઅને

હુ પણ વિચારિ સકેતમારા વિશે.પણ

આપણા સંબધ વિશેવિચારવાનુકૈઇ જ ના રહેતતુ જ કહે.તે

આપણને ગમેત..?

( 3 )

સંબંધ આપણો

નદીનાબે કિનારા જેવો છે.જે બન્ને ક્યારેયએક નથી થઇ સકતા

પણ હા,જ્યા સુધીતેમા પાણી છે.ત્યા સુધીતેની કિમત છેતેમઆપણી બન્ને વચ્ચેપ્રેમ છેત્યા સુધી જસંબંધ છે.

[ 4 ]

સંબંધ આપણો

રેલના

બે પાટા

સરીખો હોત તો..?

તું કયારેય

મારાથી દૂર ન થાત

ને હું પણ

તારાથી દૂર ન થાત

બન્ને વચ્ચે સદાય

ચોક્કસ અંતર

જળવાઇ રહેત

પરંતુ

આપણે બન્ને

કયારેય

મળી પણ

ન શક્યા હોત

તું જ કહે

આપણને તે મંજુર હોત.?

( 5 )

માનવીના સંબંધો

રોડ જેવાં

સીધા ને સમાંતર હોવા

ખુબ જરુરી છે

કારણ ..

તેમાં આવતાં

પ્રત્યેક વણાંક

અકસ્માતની

સંભાવના દર્શાવે છે.

વળી

સીધા સમાંતર ની

સાથોસાથ

તેમાં

યોગ્ય નિશ્ચિત અંતરે

સ્પીડ-બ્રેકર

પણ

એટલાં જ

જરૂરી છે.

જેનાથી

માણસને

સ્થળ-કાળનું

ભાન રહે.

( ગતિ મર્યાદા રહે)

ને ' અકસ્માત '

અટકી જાય.

( 6 )

સંબંધ - વણાકમા

થતા અકસ્માતો

હમૈશા

દુ:ખદ જ

નથી હોતાં

કયારેક

અકસ્માતો પણ

સુખદ

બની રહે છે

જેવી રીતે

' આપણા '......

( 7 )

પ્રેમ સંબંધ

વન - વે - સ્ટ્રીટ

જેવો છે

જેમાં

કયારેય

પાછુ

નથી વળી શકાતું

તેમાં તો

આગળ વધ્યેજ

છુટકો.

[ 8 ]

સંબંધ - વર્તુળ

વિસ્તરતું રહે

તે સારું

પરંતુ

તેમાં પણ

કેન્દ્ર તો

એક જ

રહેવું જોઇએ

ને તે

આપણે જ.

[ 9 ]

સંબંધ નુ સામ્રાજ્ય

વિસ્તારવુ

ખુબ જ સહેલુ છે.

પણ

એ વિસ્તરતા જતા

સામ્રાજ્ય પર

પોતાનું

પ્રભુત્વ જાળવી રાખવુ

એટલુ જ

મુશ્કેલ છે.

[ 10 ]

પ્રત્યેક તસવીર ને

જગત સમક્ષ મુકવા

એક અનુરૂપ ફ્રેમની જરુરત રહે છે

તેમ

પ્રત્યેક સંબંધ ને પણ

જગત સમક્ષ દર્શાવવા

તેને અનુરૂપ

નામરુપી ફ્રેમની જરુરત છે.

તસવીરનુ મુલ્ય

તેની ફ્રેમથી નહિ પરંતુ -

તેમાં રહેલ કલા- સુંદરતાથી આંકવુ જોઇએ .

તેમ

પ્રત્યેક સંબંધ નુ મુલ્ય પણ

તેને આપેલ નામથી નહિ પરંતુ -

તેમાં રહેલી ભાવનાઓ થી આંકવુ જોઇએ .

[ 11 ]

માણસે ( આપણે )

કોઈ પણ સંબંધ ને

નામરુપી ફ્રેમમાં મઢતા પહેલાં

ખુબ જ વિચારવું જરૂરી છે.

કારણ ,

જો સંબંધ ને અનુરૂપ

નામ નહિ હોય તો

કોઇ ખુબસુરત તસ્વીર ને

ગમે તેવી ચીલાચાલુ ફ્રેમમાં મઢેલી જોતાં

જે લાગણી આપણે અનુભવીયે છીયે

તે જ લાગણી

આપણા સંબંધ ને જોતા

અન્યને ઉદભવશે.

ખરું ને...?

[ 12 ]

કેટલાક સંબંધો ને

નામરુપી ફ્રેમમાં મઢ્યા પછી પણ

સમય જતાં

માત્ર તે ફ્રેમ ( નામ ) જળવાઇ રહે છે

તેમાનો સંબંધ લુપ્ત થઈ જાય છે

જ્યારે

કેટલાક એવા પણ સંબંધ હોય છે

જેને

કોઇપણ નામરુપી ફ્રેમમાં મઢ્યા ન હોય

( મઢી શક્યા જ ન હોય )

છતાં

તે અનંત કાળ સુધી

આપણા હ્રદયમાં જ સચવાય રહે છે

જેવી રિતે

આપણા સંબંધ ....

[ 13 ]

સંબંધ એ દર્પણ છે

જેમ દર્પણ પર રહેલ થોડા પણ ડાઘ

જોનારના પ્રતિબિંબ પર રહી

વ્યક્તિ ઉપર જ ડાઘ દર્શાવે છે

તેમ સંબંધ પર પડેલ થોડા પણ ડાઘ આખરે ..

જોનાર સમાજની નજરે

વ્યક્તિના વ્યક્તિત્વ પર જ દેખાય છે.

પ્રતિબિંબ સ્વચ્છ મેળવવા

આયનો સ્વચ્છ રાખવો જરૂરી છે તેમ

વ્યક્તિ એ વ્યક્તિત્વ સ્વચ્છ રાખવા

સંબંધ દર્પણ પણ સ્વચ્છ રાખવુ

એટલુ જ જરૂરી છે.

[ 14 ]

વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેનો સંબંધ

નાજુક તંતુઓ નો બનેલો છે.

આ નાજુક તંતુઓને

વિશ્વાસ ની મજબુતાઇ હોય છે

પરસ્પર જેટલો વધુ વિશ્વાસ

તેટલો સંબંધ વધુ મજબુત

અને જે દિવસે તંતુઓમાથી

વિશ્વાસ રુપી મજબુતાઇ ચાલી જાય છે

તે દિવસે નાજુક તંતુઓ ને

તુટતા સમય નથી લાગતો.

[ 15 ]

પ્રેમ સંબંધ ટલે..

જેમાં 'હું" (મારા પણુ) નથી

'તું "( તારા પણુ) નથી.

આપણે (-મેકમા ગળી જવું) છી.

જગત નથી.....

જ્યારે લગ્ન ટલે સહ અસ્તિત્વ નો સંબંધ

લગ્ન વો સંબંધ ..છે...

જેમાં બે પાત્ર સાથે તો હોય...

પરંતુ....તે

રેલ્વે ના બે પાટા જેમ હોય છે...

બન્ને સાથે રહેવા છતાં બન્ને વચ્ચે ચોક્કસ અંતર પણ હોય છે.

બન્ને ક્યારેય થય ભેગા નથી સકતા.

બન્ને નું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે.

બન્ને થવું પણ ના જોઇએ ..

કારણ ... જાય તો..જીવન ટ્રેન થંભી જશે કે...

અક્સમાત થઈ જશે....

[ 16 ]

તું અને હું પછી જોઇએ શું ?

તું છે તો હું છું .

હું છું તો સર્વ છે.

તુ નથી તો હુ નથી

હુ નથી તો કઇ નથી .

[ 17 ]

તું અને હું પછી જોઇએ શું ?

તુ 'તુ' ન રહે

હુ 'હુ' ન રહુ

'આપણે' બનીયે

જગત જ ન રહે..

[ 18 ]

તું અને હું પછી જોઇએ શું ?

તું એટલે તારામા રહેલ હું

હું એટલે મારામા રહેલ તું .

તું એટલે મારો શ્વાસોચ્છવાસ

હુ એટલે તારો જ વિશ્વાસ.

[ 19 ]

તું અને હું પછી જોઇએ શું ?

તું અને હું એટલે બને મારુ વિશ્વ .

તું અને હું એટલે આપણુ જગત.

તું અને હું એટલે `તું નથી હું નથી .

તું અને હું એટલે જાણે શુન્યાવકાશ.

[ 20 ]

તું અને હું પછી જોઇએ શું ?

તારું એવુ કશું ન હોય જેમા હું ન હોવ.

મારું એવુ કશું ન હોય જેમાં તુ ન હોય

તારું કે મારું એવુ બચ્યુ છે ક્યાં જે હોય.

જે પણ છે હવે તો તે 'આપણું'જ હોય.

[ 21 ]

તું અને હું પછી જોઇએ શું ?

તારું સરનામું એટલે હું

મારું સરનામું એટલે તું

પુછે જો સરનામું આપણું

એક-મેકનુ દિલ જ હોય

.

[ 22 ]

હું અને તુ એટલે એવુ સ્વરુપ જેમા

‘`હુ’ `નથી `’તુ’ `નથી આપણે છીયે. જગત નથી.

[ 23 ]

કોણે કહ્યું કે આપણી વચ્ચે

પ્રણય નથી

એતો એ માટે

તમને 'સમય' નથી

ને મારો 'સમય' નથી .

કયારેક ભુલાવિ દો છો મને

કયારેક યાદ કરિ લો છો મને

કયારેક રડાવિ દો છો મને તો

કયારેક હસાવિ લો છો મને

પણ ખરું કહું તો

હસાવા રડાવાની એ પળમાજ

જીવિલઉ છુ હું હવે.

કારણ એ પળતો સાથ હો છો તમે.

[ 24 ]

સંબંધ વ્રુક્ષને

ઉછેરવા માટે

પ્રેમ ની લાગણી નુ સિંચન.

વિશ્વાસ રુપી ટેકો

અને

ધિરજરુપી માવજત ની

હમેંશા જરુરી છે.

આ ત્રણેય ના

અભાવમા

સંબંધ વ્રુક્ષ

કયારે કરમાઇ જાય

ખબર જ નથી પડતી .

- આકાશ. યશવંત શાહ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED