હાસ્યના પાઉચ... Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

હાસ્યના પાઉચ...

પોટલી મળશે, પણ ‘ હાસ્ય ‘ ના પાઉચ નથી મળવાના...!


પેલ્લ્લ્લેથી કહી દઉં, કે આ લેખમાં ' ખીખીખીખી ' કરવા જેવું મુદ્દલે નથી. આગળ નહિ વધો તો પણ પાડ માનીશ. હસવા જેવું કંઈ હોય નહિ, ને ખોટી ' એનર્જી ' શું વાપરવાની...! ખોટું હાસ્યની ઈજ્જત પણ જોવાનીને ભઈલા.....? કારણ વગર ખોટી જગ્યાએ હસ...હસ કરો, ને પછી હાસ્યનો સ્ટોક ખલ્લાસ થઇ જાય, તો પણ બુમાબુમ....! દોષનો ટોપલો સીધો મોદીસાહેબ ઉપર જ નાંખવાનો....! “ કે શું ધૂળ અચ્છે દિન આવ્યાં....? અમારા વંકાઈ ગયેલાં મોઢાં પણ હવે તો સીધા થઈને મલકાતા નથી....! ‘ પઅઅઅણ ક્યાંથી મલકાય બાવા ....? સ્ટોકમાં હસવાનું તમે બાકી રાખ્યું હોય તો મલકાય ને.....? ગાડીમાં ટીપું ગેસ જ નહિ રાખ્યો હોય, તો ગાડી અગાડી ક્યાંથી ચાલવાની....? માર્કેટમાં પોટલીની માફક ‘ હાસ્ય ‘ ના પાઉચ થોડાં મળે છે કે, મોદીસાહેબ ટનબંધી મોકલી આપવાના....!


દેખો તો સહી, આગે આગે હોતા હૈ ક્યા....? પેટ્રોલ પંપની માફક ઘરઘર પાટિયું પણ લાગે કે, ‘ઘરમાં હાસ્યનો સ્ટોક ખલ્લ્લાસ થઇ ગયો છે. માટે કોઈએ પણ અમને હસતાં જોવાની અપેક્ષા રાખવી નહિ....! તા.ક. : કોઈ હાસ્ય કલાકાર હોય તો એક અઠવાડિયા માટે ભાડે જોઈએ છે.....! '


આ એકવીસમી સદીને હજી તો સતર સાલની યુવાની ચાલે છે. એને સીતેર સાલની ડોશી તો થવા દો. પછી જુઓ એનો છણકો....! ‘ હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ‘ ની માફક બજારમાં ‘ હાસ્ય સ્પેશ્યાલીસ્ટ ‘ પણ આવશે. સવાર/બપોર/સાંજ હાસ્યની કેપ્સ્યુઅલ ગળવાના દિવસો પણ આવે તો નવાઈ નહિ. એટીએમની માફક, ‘ હાસ્ય સ્પેશ્યાલીસ્ટ ‘ પાસે, હાસ્યની અછતવાળાની લાઈન પણ લાગશે. ને ‘ ઓન લાઈન બુકિંગ ‘ ની સિસ્ટમ હોય તો, બબ્બે મહિના સુધીના તો હાસ્યદર્દીના બુકિંગ ચાલતાં હશે....! “ નો એપોઇન્ટમેન્ટ “ ના પાટિયાં પણ લટકતા હશે....!



ને હાસ્યના દર્દીને તપાસવાની સિસ્ટમ તો એ પેટના પટારાને ટકોરાં મારીને મોઢામાં થર્મોમીટર નહિ મુકે. પણ મોઢામાં ' હાસ્યોમીટર ' મુકીને હસતાં હસતાં પૂછશે કે, ‘ છેલ્લે કઈ સાલમાં હસેલા વડીલ....? લગન પહેલાં હસતાં હતાં ખરાં....? લગન પછી હસવાના ઉબકા આવે છે ખરા...? લગન પહેલાં તમારો હસવાનો ' ફોર્સ ' કેવો હતો...? ટીપું ટીપું કે, નાઈગ્રરાના ધોધ જેવો....? વાઈફ સાથેના તમારા સંબંધો હાલ કેવાં છે....? વણસેલા છે, ઉપસેલા છે, કે ઉપરછલ્લા છે....? હસવા માટે ક્યારેક વાઈફ પાસે મેન્યુલી ગલીપચી કરાવવાનો પ્રયાસ કર્યો છે ખરો....? અંતે ' હાસ્યોગ્રાફી ‘ કરવા મોકલીને એ નક્કી કરશે કે, તમે કેટલા કેરેટ સુધી ‘ લાફી ‘ શકો છો...? પછી એ એમ કહેશે કે, મામલો ગંભીર છે. તમારે એક મહિના સુધી હાસ્ય કલાકાર રમેશ ચાંપાનેરીની હ્યુમર થેરેપી લેવી પડશે....!


હરખાવા જેવું છે કે, ‘ કુત્તેકા ભી એક દિન આતા હૈ ‘ ની માફક, હાસ્ય કલાકારના ભવિષ્ય પણ પછી તો ઉજળા. નવા નિર્મલબાબા જેવાં બાબા પણ ઉભાં થવાના. કોઈ કહેશે કે, ‘ બાબા મુઝે દશ સાલસે હસી નહિ આતી હૈ....! તો બાબા કહેશે કે, ‘ ઘરકી એક દીવાર પે હાસ્ય કલાકાર રમેશ ચાંપાનેરીકી ફોટુ રખો....! હસી ખુદ ચલકે આ જાયેગી.....! “

આમાં ક્યાં કોઈનો વાંક કાઢવાના....? ખુદ માણસે જ પોતે પોતાની પથારી એવી ફેરવી નાંખી છે કે, કરોળીયાની માફક એ જ એમાં ભેરવાતો ગયો. પોતે પોતાના કાવાદાવાથી ત્રસ્ત અને વ્યસ્ત થઇ ગયો. મગજ એનું એવું બહેર મારી ગયું કે, ક્યારેક તો ખુદની વાઈફને પણ એ ક્યારેક એમ પૂછી નાંખે કે, ‘ બહેન તમે કોણ છો.....? એ ‘ સેલ્ફી ‘ લેતી વખતે જ હસતો થઇ ગયો. એને એરહોસ્ટેસનું હાસ્ય મધુરું લાગે છે, અને વાઈફનું હાસ્ય કડવું ઝેર લાગે છે. સેલ્ફીમાં ને સેલ્ફીમાં એ એટલો સેલ્ફીસ થઇ ગયો, કે હાસ્યના શણગારને બદલે એ

રોજનો હાસ્યનો અગ્નિસંસ્કાર કરતો થઇ ગયો. સારું છે કે, મોબાઈલની માફક માણસમાંથી બેક રીંગટોન નથી વાગતી કે, ‘ ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ, થોડી દેરકે બાદ મુઝે ‘ છંછેડને ‘ કી કોશિશ કીજીયે.....!


કહેવાય છે ને કે, ‘ હાથે કરીને ઉપાધી વ્હોરે એનું નામ માણસ. અલ્યા, ગેસનું કનેક્શન લેવાં માટે પણ, કંપની આપણને હજાર પ્રશ્નો પૂછીને ઝભ્ભો ભીનો કરી નાંખે. પણ વાઈફ લાવવી હોય તો, “ નો પ્રશ્નોતરી, ઓન્લી પ્રશ્નાલીટી....! “ બહુ બહુ તો રાશીમેળનો ‘ ટેસ્ટ-રીપોર્ટ ‘ કઢાવવાનો...! પણ જેણે પાકું જ કરી લીધું હોય કે, ‘ પરણું તો આને જ પરણું ‘ નહિ તો હું એનો બાવો. અને એ મારી બાવી....! તો ખલ્લ્લાસ.....! એવાં ખડડુસનો તો ટેસ્ટ રીપોર્ટ કઢાવીને પણ શું કરવાના...? સુતેલા દેવની પણ ઐસી કી તૈસી કરીને હાડકે પીઠી લાગતી હોય, તો મનગમતો રાશી-મેળનો રીપોર્ટ પણ ક્યાં નહિ નીકળે....? બાકી લગનની પહેલી શરત તો એ હોવી જોઈએ કે, બંનેના બ્લડ ગ્રુપ મળવા જોઈએ. એકબીજામાં હેમોગ્લોબિન વધતું/ઓછું હોય તો ચલાવી લેવાનું, પણ ' હાસ્ય ' નું હેમોગ્લોબિન પૂરતું હોવું જોઈએ.....! જે લોકો સાસુ/વહુની રાશી જોવડાવીને લગનનું પાકું કરે છે, એના જેવા તો એકવીસમી સદીના બીજા કોઈ શ્રેષ્ઠ માબાપ નથી....! એની કોમેન્ટ મી. ચમનિયા....?

ચારેયકોર આજે બધું સળગેલું છે. લોકોને વસંતઋતુમાં અગન લાગે છે. પૈસાની લ્હાયમાં હાસ્ય સ્વાહા થવા માંડ્યું છે. શાંતિલાલને પણ હવે શાંતિ માટે ‘ કમાન્ડો ‘ રાખવા પડે, એવી અશાંતિ છે. ધનસુખલાલ પાસે ધન નથી, ને મનસુખલાલનું મન નથી. તનસુખલાલ બારેય દિવસનો હોસ્પિટલમાં માંદો, ને શાંતિલાલ ઊંઘવા માટેની ગોળી લઈને ઘોરે છે. ક્યાં ઘડિયાળ ચાલે, ક્યાં લોલક ચાલે, ક્યાં સમય ચાલે, ને ક્યાં માણસ ચાલે....? કાગડાઓ જાણે કોયલની જેમ રાગ તાણવા બેઠાં છે. ને ભુંડકાઓ શેઠીયાઓને ત્યાં કુતરાની જેમ ચોકી કરવા માંડ્યાં છે. ગધેડાઓ માણસ બનવા જાય છે, ને માણસ....! જવાદો યાર, એના કપાળમાં કાંદા ફોડું.....!

બધાને હાસ્યના ભોગે કંઈક ‘ હટકે ‘ કરવાની દૌડ છે. દૌડતા દૌડતા થાંભલા સાથે પણ જો અથડાય જાય, તો થાંભલાને પણ ‘ સોરી ‘ કહે, એટલો એ વિવેકી, પણ માણસને સોરી નહિ કહે....! બધે લુખ્ખો વિવેક છે ને લુખ્ખું હાસ્ય છે. દુનિયાના તમામ સુખોને ' કર લો દુનિયા મુઠ્ઠીમેં ' કરવાની એને ઉતાવળ છે. એ તો એનાંથી પહોંચી નથી વળાતું, બાકી ચાંદ અને સુરજનું પણ, એણે તો શોપિંગ કરવું છે....!

બસ....! કારણ વગરની દૌડમાં એ દોડે છે. શરીરમાં અસ્થમા મુદ્દલે નથી, છતાં કારણ વગર એ હાંફે છે. સંપતિ માટે એ સ્વાસ્થ્યનું બેલેન્સ પૂરું કરે, ને પછી સ્વાસ્થ્ય માટે એ બેન્કમાંથી સંપતિની લોન લે છે. છેલ્લે નહિ રહે એની પાસે સ્વાસ્થ્ય, નહિ રહે

સંપતિ. અને સંપતિના વ્યાજનો બોજ પછી એનો ગાળીયો બને....! માણસ બની ગયો, સમયનો ગુલામ ને આકાંક્ષાઓનો ભિખારી. એમાં ને એમાં એ હસવાનું ભૂલી ગયો.

મહાભારતનો પ્રચલિત એક શ્લોક છે કે, “ યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિ: ભવતિ ભારત । અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।। પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ । ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।। “ શ્લોકમાં વાત તો છે, ધર્મના સંસ્થાપન માટેની. પણ મારે એને મરોડીને હાસ્ય વિષે કંઈક કહેવું છે. કારણ હાસ્યની પણ આજે ધર્મ જેવી જ હાલત થઇ ગઈ. જેમ કે, “ યદા યદા હી હાસ્યસ્ય, ગ્લાનિ: ભવતી માનવ, અભ્યુત્થાનમ અહાસ્યસ્ય તદા આત્માનં સૃજામિ અહમ....! ( સંસ્કૃતની ભાષા નહિ જોવાની. મારી ભાવના જોવાની....! )

આજે માણસ સર્કસના જોકરની જેમ હાસ્યનો મુખવટો લગાવી ફરે છે. રેશમી મોંજા નીચે ખરજવા ઢાંકીને ફરે છે. પરિવાર એના હૃદયમાં નહિ, રેશનકાર્ડ અને આધારકાર્ડમાં છે. મિલકતોનો માલિક હોવા છતાં, એ પોતાના હાસ્યનો માલિક નથી. બધાના અલગ ચૂલ્હા છે, બધાની અલગ ઓળખ છે. બધાના અલગ મિજાજ છે. બધાના અલગ મહોલ્લા, ને અલગ અલગ ઘર નંબરોમાં એ વહેંચાયો છે. એટલે તો ત્રણ મીનીટ પણ એ એન્જોય માટે નથી કાઢતો, એટલે, ૭૦ વર્ષે ‘ એન્જોયગ્રાફી ‘ ના દિવસો એ જુએ છે....!


જે લોકો એલોપેથી જેવાં છે, એને ખાતરી છે કે, આ ટ્રીટમેન્ટથી હું હસવાનો જ છું. જે આયુર્વેદ જેવાં છે, એને પણ ખાતરી છે કે, હું હસવાનો છું, પણ ધીરે ધીરે.....! ત્યારે હોમિયોપેથીનું કંઈ નક્કી નહિ. એ એકવાર હસ્યો તો કાયમ માટે હસવાનો, અને ના હસ્યો તો ક્યારેય નહિ હસવાનો. પછી આપણે નક્કી કરવાનું કે, મારે જીવનની શૈલીમાં કઈ થેરેપીમાં જવું છે....! જિંદગીની આ જ તો મઝા છે રમેશ, મૃગલું બનીને જીવ, નાભિમાં કસ્તુરી પડેલી છે, અને તે પણ હાસ્યની.....!!

*****