madari pan premad hoy chhe books and stories free download online pdf in Gujarati

મદારી પણ પ્રેમાળ હોય છે.....!

મદારી પણ પ્રેમાળ હોય છે.....!

* રમેશભાઈ ચાંપાનેરી

[ પ્રેમ.....એટલે પ્રેમ બોસ... ! આ જંતુ એકવાર ચોંટયા પછી , સિકંદર જેવાં અચ્છા ભૂપનું, પાવલું પણ નહિ ઉપજે. એની મસ્તી જ એવી કે, જાણે ધરતી રસાતાળ થઇ હોય ને, એ બે ના જ શ્વાસ ધમણની માફક હાંફતા ના હોય...? જેની પ્રેમની ઇન્દ્રિય જાગૃત નહિ થઇ હોય, એમણે તો આ લફરાં સમઝવા ગાઈડ કરવો પડે. જો કોઈ બળપ્રયોગ કરવા ગયું, તો તેના ફનાફાતિયા કરવાનું આ લોકો નહિ ચૂકે. યે પ્રેમકા મામલા ઔર સબ અંદરકી બાત હૈ. પ્રેમલા-પ્રેમલીના અનેક ઈતિહાસ આપણે ત્યાં મૌજુદ છે. પ્રેમી પ્રેમમાં પડે છે કે, ડેમમાં પડે છે, એનું ભલે એમને ભાન નહિ હોય, ‘ સાત સમંદર પાર તેરે પીછે પીછે આ ગઈ એટલે આ ગઈ....! નહિ તો એને કોઈ જાતિ નડે, કે નહિ તો એને કોઈ અંતર નડે, નહિ તો એને કોઈ રૂપ નડે કે, નહિ તો એને કોઈનો પ્રાણ કે પ્રતિષ્ઠા નડે. બસ.... ! ‘ આજા તુઝકો પુકારે મેરે દિલ ‘ કહીને એ યાહોમ જ કરે...! જેમ કે દિલ લગા....( બધું મારે જ કહેવાનું યાર..? )

સમય બદલાય કે, સદી બદલાય, પણ આ માળો જ એવો કે, પ્રેમની તાસીર કે પ્રેમની ખુમારી નહિ બદલાય. ‘ રૂકાવટકે લિયે ખેદ હૈ ‘ જેવું એમાં કંઈ આવે જ નહિ. જેને જેવી ઉપલબ્ધી મળી, ત્યાં પ્રેમ ઉભરવા માંડે. શેણી-વિજાણંદ, રોમિયો-જુલિયેટ, લયલા-મજનુ બિચારા ઈલેક્ટ્રીક મીડિયા વગર પ્રેમ કરીને મરી ગયાં. બાકી ‘ ઓલ્ડન ‘ જમાનામાં આ ‘ ગોલ્ડન ‘ પ્રેમીઓની પડખે હતું કોણ....? વીસમી સદીમાં તો બાગમાં માંડ પલાંઠીવાળીને બેઠાં હોય, અને બાવો ભીખ માંગવા આવે તો પણ પરસેવો છૂટી જતો. જાણે રાવણ મારી પ્રેમિકાનું હરણ કરવા તો ના આવ્યો હોય....? સાલું...ડરી ડરીને જ ચાલવાનું.....! સરકારે પણ આ માટે ‘ મુક્ત પ્રેમાલાપ ‘ નાં ઝોન બનાવી, પ્રેમીઓના વોટ કબજે કરવા જેવાં છે.

અહી પણ વાત છે એક આવા જ ‘ ઓલ્ડન ‘ જમાનાના પ્રેમીની...! જેનો નાયક છે મદારી, ને નાયિકા છે જંબુરી....! આજની પેઢીએ તો હમણાં ‘ પ્રેમ રતન ધન પાયો....! બાકી આ લોકોએ તો વર્ષો પહેલાં, ધન પાયેલો, ને હવે લુખ્ખા થઈને ફરે છે...! ધંધો મદારીનો એટલે ડુગડુગી તો વાગવાની જ. એ જમાનામાં મદારી ડુગડુગી વગાડીને માત્ર કરંડિયામાંથી સાપોલિયાં જ નહિ કાઢતાં. પ્રેમ પણ કાઢતાં....! મદારી મહોલ્લામાં આવીને મનોરંજન કરતાં, ટીવીમાં નહિ. આજકાલ તો મદારી હાંસિયામાં જતા રહ્યાં. ને પેલો જંબુરો, ભોજલું, સાપ, ચકલી ને ડુગડુગી પણ છૂઊઊઊ થઇ ગઈ. ‘ આજની કેન્ડી ક્રેશ ‘ ની પેઢીના નશીબમાં આવા મદારી કે મદારીના ખેલ જોવાના બચ્યા નથી. બાકી મદારીનો પણ એક સાલો જમાનો હતો. અરે...? વેશભૂષાની સ્પર્ધામાં બાળકો મદારીનો વેશ પહેરીને ‘ વેશભૂષા ‘ ના ઇનામ ખેંચી લાવતાં. મદારી એટલો લોકપ્રિય હતો. જેમ કાનાની મોરલી વાગે, અને ગોપી ઘરની બહાર આવી જતી, એમ મદારીની ડુગડુગી વાગે, એટલે કપડાં પહેર્યા હોય કે, નહિ પહેર્યા હોય, છોકરાઓ દૌડીને ઘરની બહાર....! મદારીની ભાષા જ ટીપીકલ....! નહિ હિન્દી, નહિ ગુજરાતી, પણ સાંભળનારને ઘેલી-ઘેલી કરી દેતી. ધારો કે, મદારી જો પ્રેમમાં પડે તો, એની ભાષામાં એ એની પ્રેમિકાને કેવો પ્રેમપત્ર લખે....? આવો માણીએ.....! ]

જીનલ ઉર્ફે જંબુરી ઉર્ફે ડુગડુગી....!

ડુગડુગડુગડુગડુગડુગ.....! ડુગડુગડુગડુગડુગડુગ.....!! દુગુગ..દુગુગ...ડુઊઊગ....!! મહેરબાન-કદરદાન- જીગરદાન....! દિલમે જો હોતા હૈ, વો બતલાયેગા, જો નહિ હોતા હૈ, વો કભી નહિ બતલાયેગા.....! જંબુરી તુને, રોમિયો ઔર જુલિયેટકા લવ સુના હોગા, તુને, શીરીં ઔર ફરહાદ, શેણી ઔર વિજાણદકા લવ ભી સુના હોગા, આજ મેં અપના પ્યારકા બયાન કરતા હું. યા મેરી માતા મેરે બાવા યાદ રખ્ખ, દુશ્મનકો ધોકે રખ્ખ....! સબ બચ્ચે લોગ તાલિયાં બજાયેંગે.....! ડુગડુગડુગડુગ ....ડુગડુગડુગડુગ ... ડુગુડ...ડુગુડ...ડુગુડ...!! ધાંઆઆઆઈ.....!

એ સબ ડુગડુગીકા મેજિક હૈ જંબુરી.....! ખેલ હો, યા પ્રેમપત્ર હો. જહાં તક સાલી યે ડુગડુગી નહિ બજતી, મદારીકો સ્ટાર્ટ મિલતા જ નહિ. યાર ખત લિખનેમેં મુડ ભી આના ચાહિયે ને....? ખુદ સાંપ જૈસા સાંપ ભી કરંડિયામેં ડુગડુગી નહિ બજતી તો, બરફ બનકે કરંડિયામેં પડા રહેતા, તો યે તો લવલેટર હૈ. અપને દિલકા મામલા હૈ. તું શૌચ તો સહી, તું કિધર મૈ કિધર....? ઔર બીન તો સાંપકે મુંહકી પાસ હી બજાના પડતા હૈ ન....? મૈ જાનતા હું કી, મૈ ચાહે કિતના ભી ઇધર ડુમક..ડુમક કરું ઇસકા કોઈ મતલબ નહિ. ફિર ભી મેરા હોંશલા બુલંદ હૈ. અચ્છા તો ખત લિખનેકા ખેલ શુરૂ કરતાં હું ભાઈ.....! સબ બચ્ચે લોગ તાલી બજાયેંગે. તાલિયાં.....!

અબ મઝા આયા જંબુરી.....! દેખ, મૈને તેરા નામ બદલ દિયા હૈ. જીનલકી જગહ પે જંબુરી રખ દિયા હૈ. યાર...અપનેકૂ ભી કુછ અચ્છા લગના ચાહિયે ન...? જિસકે સાથ પ્રેમ કરવાના, પ્રેમકે બાદ શાદી કરકે જીવવાના, તો ફિર નામ ભી ઐસા હી પાડવાના ને, જંબુરી.....? જૈસે લકડીકી ચકલી પાનીમે ડૂબક....ડૂબક હોતી હૈ, ઐસે મેરા દિલ ભી તેરા નામ લેતે હી ડૂબક...ડૂબક હો જાતા હૈ....!

એક સચ્ચી બાત બતાઉં જંબુરી....? મૈ તેરે પ્યારમે ઐસે ડૂબ ગયાં હૂં કી, મેરા મદારીકા ખેલ ભી ભૂલને લગા હૂં....! મેરી ધડકનસે બસ એક હી આવાઝ નિકલતી હૈ, ‘ જંબુરી...જંબુરી...જંબુરી....! સાલા મેરા જંબુરા ભી ચિલ્લાતા હૈ કી. ‘ એ તુઝે કયા હો ગયા હૈ ઉસ્તાદ....? તું ધંધેપે કયું નહિ ધ્યાન દેતા...? અબ મૈ ઉસે કૈસે જવાબ દૂ, કી યે મદારી ઉસ્તાદને “ પ્રેમ રતન ધન પાયો “ હૈ....!

મૈ સબ સમઝતા હૂં જંબુરી, કી, પ્રેમ કરના કોઈ મામૂલી ખેલ નહિ હૈ. બડા અગનખેલ હૈ અગનખેલ...! જલતી રીંગસે કુદનેકા ખેલ હૈ....! બહુત ખતરનાક ખેલ હૈ. મગર મૈ ભી ક્યાં કરું....? દિલ તો પાગલ હૈ ન...? ઔર મદારી ઉસે કહેતે હૈ, કી જો ખતરનાક ખેલ હી ખેલતે હૈ. હમકો તો ઐસે ખેલ ખેલનેકી આદત પદ ગઈ હૈ. ઔર લોગ ભી ઉસે હી મદારી કહેતે હૈ....!

છોડ એ બાતેં.....! જહાં તક મદારી હૈ, વહાં તક એ ખેલ તો ચલતા રહેગા. એક બાત બોલું જંબુરી....? બાર...બાર કિતની બાર મૈ તેરે મહોલ્લેમે ખેલ કરનેકુ આઉં...? અબ તો બચ્ચે લોગ ભી જાન ગયાં હૈ કે, યે આદમી મદારીકા ખેલ કરને કે લિયે નહિ, યે ઉનકા ખેલ દિખાનેકે લિયે આતા હૈ....! એ કોઈ મદારી નહિ, મજનુ હૈ મજનુ.....! સમઝો કી, મહોલ્લેકે કુત્તે ભી મુઝે જાન ગયે હૈ. સાલા મુઝે દેખકર હી ભોંકતા હૈ...! મૈ ભી ક્યા કરું જંબુરી....? જહાં તક તુઝે દેખું નહિ, વહાં તક મેરા યે મદારીકા ખેલ ઝમતા હી નહિ...! તુમ બીન જાઉં કહાં....!!

તુને વો સલમાનખાન વાલી “ મૈને પ્યાર કિયા “ ફિલ્મ દેખી થી...? ઉસમેં ભાગ્યશ્રી કબુતરકે સાથ ચિઠ્ઠીયાં ભેજતી હૈ, ઇસી તરહ મૈને ભી, કબુતરકો ‘ ટ્રેઈન્ડ ‘ કિયા હૈ. એકબાર મૈને મેરે કબુતરકે સાથ તુઝે ચિઠ્ઠી ભેજી થી. લેકિન શો ફ્લોપ હો ગયા. ઐસા હુઆ કી, ઉસ દિન તેરી અમ્માને તેરા ડ્રેસ પહેના થા. ઔર કબુતરને સમઝા કી વો તું હૈ, ઔર ચિઠ્ઠી સીધી તેરી અમ્માકે પાસ પહુંચ ગઈ. ખેલ ખલ્લાસ....! ઉસ દિનસે તેરે મહોલ્લેમે મેરા આના હરામ હો ગયા જંબુરી.....!

તુને એકબાર લિખા કી, મદારી તો જાદુગર હોતા હૈ. તો તુમ કુછ ઐસા જાદુ કરો ન, કી અપની શાદી જલ્દીસે હો જાય....? પગલી...! એ મદારી ભી સબ નેતા જૈસા હોતા હૈ...! એ હોગા, વો હોગા સબ બોલતે હૈ સહી, લેકિન જબ હુઆ તબ હુઆ....! ફર્ક ઇતના હૈ, કી હમ લોગ ડુગડુગી બજાતે હૈ, ઔર વો લોગ ભાષણ દેતે હૈ. ભલા બંદા જો જાદુ જાનતા તો યે ખેલ લમ્બા થોડાં ચલતા....?

દેખ, મૈ યે પ્રેમપત્ર તુઝે સફેદ તાવીજમેં મેરા જંબુરાકે સાથ ભેજ રહા હૂં.....! ઇસકે સાથ એક લાલ તાવીજ ભી હૈ. વો મૈને મેરા એક ખાસ ઉસ્તાદકે પાસ બનવાયા હૈ. વો તેરી અમ્માકે લિયે હૈ. વો તેરી અમ્માકો બાંધ દેના. તો વો જલ્દીસે અપની શાદીકે લિયે હા બોલ દેગી. લેકિન એક બાત ખાસ ધ્યાનમેં રખના કી, સફેદવાલા તાવીજ અમ્મકે પાસ ઔર લાલવાલા તાવીજ તેરે પાસ ના રહે. તો પ્રેમપત્ર તેરી અમ્મા પઢેગી.....! સમઝી જંબુરી....?

અચ્છા...તો ખેલકા સમય હો રહા હૈ. ઔર મેરા જંબુરા ભી આ રહા હૈ. વો જરા ટેડા હૈ. જબ ખેલમે મૈ ઉસે પૂછતાં હૂં કી, “ લડકા લડકીસે કૈસે પતાતા હૈ. તો વો જવાબ દેતા હૈ કી, “ જૈસે ઉસ્તાદ જંબુરીકો પતાતા હૈ.....! “ હરામી કહીંકા....!

અચ્છા તો ચિઠ્ઠીકા ખેલ યહાં પર ખતમ કરતા હું. ઔર તાવીજ વાલી બાત બરાબર ધ્યાનમેં રખના. અબ તો શાદીકી રાહ દેખ રહા હું. તું દેખ તો સહી, શાદીકે દિન એ મદારી કૈસા ખેલ દિખાતા હૈ....? યા મેરી માતા..મેરે બાવા યાદ રખ, જંબુરીકો બીબી બનાકે રખ્ખ....! સબ બચ્ચે લોગ તાલી બજાયેંગે...! ડુગડુગડુગડુગ.....ડુગડુગ....ડુગડુગ...ડુગુગ..ડુગુગ..ડુગ....!!

_________________________________________________________________________________

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED