Pin code - 101 - 72 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 72

પિન કોડ - 101

પ્રકરણ-72

આશુ પટેલ

પોતાનુ મ્રુત્યુ નિશ્ચિત છે એ જાણ્યા પછી અન્દરથી હચમચી ગયેલી નતાશાને સાહિલ વિશે વિચારતા વિચારતા અચાનક તેને તેની મમ્મીની યાદ આવી ગઈ. તેની મમ્મીને જ્યારે ખબર પડશે કે તેની દીકરી કમોતે મરી છે ત્યારે તેના પર પણ શું વિતશે એ વિચારે તેની મન:સ્થિતિ ઓર ખરાબ કરી નાખી. તે અન્ધેરીની પેલી હોટેલના રૂમમાં કોઈ અજાણ્યા માણસે કોલ કર્યો એ વખતે તે ખૂબ ડરી ગઈ હતી ત્યારે તેને સાહિલ અને પોતાની માતા જ યાદ આવ્યા હતા. સાહિલનો કોલ ન લાગ્યો અને તેણે મમ્મીને કોલ કર્યો ત્યારે તે કશું બોલ્યા વિના રિસિવર પકડીને બેસી રહી હતી એ વખતે સામે પોતાની દીકરી જ છે એ મહેસૂસ કરીને મમ્મીએ તેનું નામ લઈને કહ્યું હતું કે ‘તુ બોલતી કેમ નથી નતાશા? મારી સાથે વાત કર બેટા!’ નતાશાને થયું કે પોતે પોતાની માતાની લાગણીની પરવા કર્યા વિના ઘર છોડીને નીકળી ગઈ એની સજા જ ઈશ્વર તેને આપી રહ્યો છે.

નતાશાને તેના પપ્પા માટે પણ લાગણી ઊભરાઈ આવી. તેને પહેલીવાર લાગ્યું કે પપ્પા કદાચ તેમની જગ્યાએ સાચા હતા! તેમણે દીકરી માટે જે સપના જોયા હશે એના બદલે તે બગાવત કરીને હિરોઈન બનવા માટે તેમની સાથે ઝઘડો કરીને મુંબઈ ભાગી આવી એટલે સમાજભીરુ પપ્પાને એક બાજુથી પોતાની આબરૂ ગઈ એ વિચારીને કેટલીય રાતો સુધી ઊંઘ નહી આવી હોય, તેમનો અહમ પણ ઘવાયો હશે અને પોતે જેને લાડ લડાવ્યા હતા એ દીકરી પોતાની લાગણીની પરવા કર્યા વિના હિરોઈન બનવા ચાલી નીકળી એટલે તેમનું હ્રદય પણ દુભાયુ જ હશે. નતાશાને થયુ કે પોતાને ફરી જીવવાની તક મળે તો કોલેજ પૂરી કરી એ પછીના સમયથી નવી રીતે જિંદગી શરૂ કરે. પણ હવે એવી તક મળવાની નહોતી. માણસની સામે અચાનક મોત આવી જાય ત્યારે ભલભલા માણસોને અફસોસ થઈ આવતો હોય છે કે પોતે કોઈ જુદી રીતે જિંદગી પસાર કરી હોત તો સારું થાત!

નતાશાને ક્યાંક વાંચેલા શબ્દોનું સ્મરણ થઈ આવ્યું કે જિંદગી એ રીતે જીવી જાઓ કે મૃત્યુ અગાઉ છેલ્લીવાર અરીસા સામે જવાની તક મળે તો એ વખતે તમને તમે જે રીતે જીવ્યા છો એ માટે અફસોસ ના થાય! નતાશાને એ તક મળી હતી. તેણે થોડી વાર પહેલા જ અરીસા સામે ઘણી મિનિટો વીતાવી હતી. અને અત્યારે પણ તે અરીસા સામે જઇ શકે એમ હતી. પેલા લોકો તેને થોડા કલાકો પછી ક્યાંક લઇ જવાના હતા અને તેને મારી નાખવાના હતા.એટલે તેની પાસે સમય હતો, પણ અત્યારે નતાશાની અરીસા સામે જવાની હિંમત નહોતી. અને અરીસા સામે ગયા પછી પણ અફસોસની લાગણી જ અનુભવવાની હતી કે પોતે જિંદગી વેડફી નાખી!

ધસમતા વિચારોને ખાળવાની કોશિશ કરી રહેલી નતાશાને થયું કે તે જીવનની છેલ્લી ક્ષણોમાં પોતાની માતાના ખોળામાં માથું નાખીને રડી લે. એ વિચાર મનમાં ઝબક્યો એ સાથે તે નાના બાળકની જેમ રડી પડી. તેને થોડી વાર સાહિલ યાદ આવી જતો હતો અને થોડી વાર મમ્મીની યાદ આવી જતી હતી. અને વચ્ચે વચે પિતાની યાદ આવી જતી હતી. નતાશા ફરી એક વાર રડી પડી. તે ક્યાંય સુધી રડતી રહી. તે રડીને થાકી એ પછી ક્યાંય સુધી છતને તાકીને પલંગ પર પડી રહી. તેને થયું કે આના કરતા તો આ માણસોએ તેને બેહોશીમાં જ મારી નાખી હોત તો સારું થાત. માણસ માટે પ્રતીક્ષાની ક્ષણો ઘણી વાર થકવી દેનારી કે કટોકટીભરી બની રહેતી હોય છે, પણ મૃત્યુની પ્રતીક્ષા કરવી પડે એ સમય સૌથી વધુ ખરાબ હોય છે. મ્રુત્યુનો સમય નિશ્ચિત થઈ ગયા પછી મ્રુત્યુની ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે ઇચ્છા ના હોય છતાં માણસ મૃત્યુની ઘડી ક્યારે આવશે એની પ્રતીક્ષા કરી બેસતો હોય છે. મૃત્યુ કરતા મૃત્યુનો ડર વધુ ખોફનાક હોય છે. નતાશાને થયું કે કદાચ આ માણસોએ તેને મારવાની જરૂર નહીં પડે. પોતાના પર મૃત્યુ ઝળુંબી રહ્યું છે એ વાસ્તવિકતા અને તેના કારણે મનમાં ઘુમરાઇ રહેલા વિચારોને કારણે જ પોતાનું હૃદય બંધ પડી જશે એવું તેને લાગી રહ્યું હતું. તેને થયું કે સાહિલ કદાચ સાચો હતો ઇશ્વર જેવું કંઇ હશે જ નહીં, નહીં તો પોતે જીવનમાં ક્યારેય કોઇનું કશું ખરાબ નહોતું ર્ક્યું છતાં તેને અકાળે મોતની સજા મળી રહી હતી!

આ માણસો તેને છેલ્લી ઇચ્છા પૂછશે તો પોતે એવું કહેશે કે મારા માતા-પિતા અને મારા પ્રેમી સાહિલને એટલો સંદેશો આપી દેજો કે બધા જેને મોહિની મેનન માની રહ્યા છે એ વાસ્તવમાં તમારી નતાશા હતી અને મરતા અગાઉ તેણે તમને મળવા માટે વલખાં માર્યા હતા!

નતાશાને યાદ આવ્યું કે પોતે ફાંસીએ ચડવા જઇ રહેલી કેદી નથી અને આ બધા માણસો કંઇ તેને પૂછવાના નથી કે ‘બોલ બેન તારી આખરી ઇચ્છા શું છે!’

નતાશાને અચાનક ઈશ્વર પર ગુસ્સો આવી ગયો. તેને થયુ કે સાહિલ કદાચ સાચો હતો. ભગવાન જેવુ કશુ હશે જ નહી, નહી તો પોતાના જેવી આસ્તિક, ધર્મભીરુ અને જિન્દગિમા ક્યારેય કોઈનુ ખરાબ ના કરનારી વ્યક્તિ આવી રીતે કમોતે શા માટે મરે? નતાશાએ મનોમન ઈશ્વરને કહી દીધુ કે તુ નાલાયક છે. ખરાબ લોકોને તુ મદદ કરે છે અને તારા ભરોસે બેઠેલાઓને તુ પીડે છે!

નતાશા ક્યાય સુધી ઇશ્વરને ફરિયાદ કરતી રહી, મનોમન આક્રોશ ઠાલવતી રહી. ઈશ્વર સામે બળાપો ઠાલવીને થાક્યા પછી નતાશાના મનમાં ગ્લાનિ થઇ કે પોતે ઇશ્વરને ગાળો આપી બેઠી. કદાચ ઇશ્વર પોતાને પૂર્વજન્મના પાપોની સજા આપી રહ્યો હોય. કસોટીના, મુસીબતના સમયમા ઘણા નાસ્તિક માણસો જેમ આસ્તિક બની જતા હોય છે એથી વિપરીત રીતે અપવાદરૂપ કિસ્સાઓમા આસ્તિક માણસો નાસ્તિક બની જતા હોય છે, પણ મોટે ભાગના કિસ્સાઓમા આસ્તિક માણસો પણ ઇશ્વરને ક્યારેક ઉશ્કેરાઇને ફરિયાદ કરી બેસે પણ છેવટે તો તે ઇશ્વરના શરણે જતા રહેતા હોય છે. ઘણીવાર આજીવન નાસ્તિક રહેલા લોકોને પણ કોઇ આરો ના સૂઝે ત્યારે તેઓ પણ ઇશ્વરને શરણે જતા રહેતા હોય છે. ઈશ્વરને ફરિયાદ કરી રહેલી નતાશાને કલ્પના પણ નહોતી કે જે સાહિલ ઇશ્વરમાં માનતો નહોતો અને ઈશ્વરમા આસ્થાને મુદ્દે તે અનેક વાર નતાશા સાથે ઝઘડા કરી ચૂક્યો હતો, પણ છતાં તેને જ્યારે નતાશાનું અપહરણ થયું છે એ ખબર પડી ત્યારે તે બોરીવલીના છેવાડે આવેલા ગોરાઈ વિસ્તારથી છેક પ્રભાદેવી વિસ્તારસ્થિત સિદ્ધિવિનાયકના મન્દિરે ઉઘાડા પગે ચાલીને જવાની માનતા માની બેઠો હતો!

નતાશાને ફરી એક વાર તેની મમ્મી યાદ આવી ગઈ. તેની મમ્મી જેટલી આસ્તિક વ્યક્તિ તેણે પોતાના જીવનમા બીજી કોઈ જોઈ નહોતી. નતાશાના પિતાને એક વાર આર્થિક ફટકો પડ્યો ત્યારે તેના પિતા જીવન ટૂંકાવી દેવાના વિચારો કરતા થઈ ગયા હતા. એ વખતે નતાશાની માતાએ તેમને કહ્યુ હતુ કે આપણા હાથમા કઈ ના હોય ત્યારે ઉપરવાળા પર છોડી દેવુ. એ અંતે તો સૌ સારા વાના કરશે.

માતાપિતાની વિચારસરણીની સંતાનો પર થોડીઘણી તો અસર રહેતી જ હોય છે. નતાશા પણ તેની માતાને કારણે જ આટલી આસ્તિક હતી. ક્ષણિક આવેશમા ઈશ્વરને ફરિયાદ કર્યા પછી, તેની સામે આક્રોશ ઠાલવ્યા પછી નતાશા છેવટે ઇશ્વરને શરણે ગઇ. તેના હૃદયના ઉંડાણથી શબ્દો ફૂટ્યા અને તેના હોઠો વચ્ચેથી શબ્દો સરી પડ્યા: ‘હે સિદ્ધિ વિનાયક, મને આ મુસીબતમામાંથી ઉગારી લો. મારા માટે નહીં તો મારા માતાપિતા માટે, મારા સાહિલ માટે મને જીવાડો.!’

***

ખતરનાક અંડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયાના અડ્ડામા ફસાયેલી નતાશાની ધા સામ્ભળીને સિદ્ધિવિનાયક જાણે તેની વહારે આવ્યા હોય એવી સ્થિતિ નતાશાથી થોડા ફૂટ દૂર જ સર્જાઈ રહી હતી!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED