સિક્કાની બીજી બાજુ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્કાની બીજી બાજુ

સિક્કાની બીજી બાજુ

***

કરતી હતી માત્ર આઠથી પાંચની નોકરી.'

કોઈ એવો મિત્ર મળ્યો ન હતો કે દિલ દેવાનું મન થાય.

અમેરિકામાં રહીને ભણતર પુરું કર્યું. ભારત ફરવા ગઈ અને આંખ મળી ગઈ. ખરેખર પ્રેમકોઈ દિવસ પૂછીને થતો નથી. હા, એ થઈ જાય છે ખરો. તેની પાછળનું કારણ શોધવું મુશ્કેલ છે. ઘણીવાર એવું બને છે, ને જુવાન હ્રદય પ્રેમમાં ધોખો પણ ખાય છે, ત્યારે એ સંબંધ બહુ લાંબો ટકતો નથી. ઝરણાં કમપ્યુટરમાં માસ્ટર્સ કરી દાદીને મળવા આવી હતી. બાજુમાં રહેતાં શાંતિકાકાનો દીકરો નિરવ એમ. બી. બી.એસ કરી અમેરિકા આવવાના સ્વપના જોતો હતો.

દાદી મારી હતી ૭૫ ્વર્ષની પણ તેનો રૂઆબ જોયો હોય તો દંગ થઈ જવાય. ઘરમા અને ભારત આવું ત્યારે ગુજરાતી બોલવાની આદતે મને દાદી સાથે ખૂબ ફાવતું. દાદી મારી ગુજરાતી, મરાઠી ,હિંદી બધી ભાષામાં પારંગત. માત્ર અંગ્રેજી તેને પલ્લે ન પડે. દાદી મારા પર ખૂબ ખુશ. ઘણીવાર મને કહે,

'મારી ડાહી દીકરી અમેરિકામાં જન્મી, મોટી થઈ અને ભ્ણી પણ ગુજરાતી ભાષા સારી આવડે'

મારો વળતો જવાબ તેને પણ હવે મોઢે થઈ ગયો હતો. "મને મારી દાદી બહુ ગમે છે ને એટલે'.

આ વખતે આવી ત્યારે દાદી જરા ઢીલી લાગી. નિરવ બાજુમાંજ રહેતો હતો. દાદીનું સારું ધ્યાન રાખે. પહેલાંતો દાદીના પાડોશી કોઈ વેપારી હતાં. ધંધામાં ખોટ આવી એટલે મોકાની જગ્યાના રોકડાં કરી પરામાં રહેવા જતા રહ્યાં. નિરવ તેના માતા અને પિતા સાથે રહેતો હતો. પિતા વકિલ અને માતા શાળામાં પ્રિન્સિપાલ. દાદીને નિરવ ખૂબ ગમી ગયો હતો. મુંબઈમાં જગ્યાના ભાવ આસમાને છે. તેથી તો કહેવાય છે,'મુંબઈમાં રોટલો મળે ઓટલો ન મળે'.

નિરવ આમ ઓછાબોલો પણ તેની પ્રતિભા સુંદર હતી. હસમુખો અને જોનારની નજરમાં પહેલી દૃષ્ટીએ સમાય તેવો. દાદા વગરની દાદી પોતાનું ગાડું સુંદર રીતે ચલાવતી. તેના મ્હોંની મિઠાશને કારણે મકાનના ગુરખા, ચપરાશી બધાં તેનો પડ્યો બોલ ઝિલતાં. રસોઈવાળી બાઈને તો ખબર જ હોય દાદીને શું ભાવે અને ક્યારે શું બનાવવાનું કહે. અનાજપાણી તેણે જ લાવવાના હોય. દાદીને ત્યાં વર્ષોથી હતી. સંતોક પરણી અને બે વર્ષમાં વર અકસ્માતમાં મરી ગયો. ખોળામાં નાની સંગીતા હતી. પાંચ વર્ષની ઉમરે તેને બળિયા નિકળ્યાને વિદાય થઈ. બસ ત્યારથી દાદી પાસે છે. તેને પણ હવે માથે ધોળા આવ્યા હતાં.

દાદીનો એક ગુણ મને ખૂબ ગમે.'હાથ મૂકે પોલાં તો કામ કરે ગોલાં'. દાદી સાધન સંપન્ન હતી. મારા પપ્પા અને ફોઈ બન્ને અમેરિકા. તેથી અંહી તેની દેખરેખ આ બધાં કરતાં. દાદીને અમીરિકા બહુ ગમતું નહી. તેથી તો દાદીની લાડલી લગભગ દર વર્ષે તેની પાસે રહેવા આવતી.

નિરવ દાદીને જોવા આવતો. દાદીએ મારી ઓળખાણ કરાવી. મારી સાથે ઉપરછલ્લી વાતો કરતો. બહુ રસ દાખવતો નહી. મને સંગિતમાં પણ રસ હતો. અંહી આવું ત્યારે ઘરે ખાસ મારા માટે સંગિતના સર આવતા હોય. અમેરિકામાં આવી બાદશાહી મળતી નહી. પપ્પા અને મમ્મી તેમના કાર્યમાં ગળાડૂબ હોવાથી મારા બધાં શોખ મુંબઈ આવું ત્યારે દાદી પાસે રહીને પૂરાં કરું. દાદા હતા ત્યારે તો અમારી ત્રિપુટી બધે સાથે જતી. મારો નાનો ભાઈ થોડો અમેરકન હોવાથી મુંબઈ હું એકલી આવતી અને લાડની હકદાર બનતી.

આજે સાંજે નિરવ દાદી માટે દવા લઈને આવ્યો હતો. મને ચા પીવાનું મન હતું. દાદીએ ચા પીવા રોકાવાનું કહ્યું તો કહે ,'દાદીમા, ઝરણાંને 'રેશમ ભવન'માં ચાપીવા લઈ જાંઉ ? હું પણ આજે આખો દિવસ ઘરમાં રહીને કંટાળી હતી.

'હા, તમે બન્ને જાવ નીચે મહેશ ગાડીમાં જ બેઠો હશે. '

મલબારહિલથી ગાડી પાણીના રેલાની જેમ સરતી ચર્ચગેટ આવી પહોંચી. મેરિકામાં 'સ્ટારબક્સ્ની' સરખામણીમાં રેશમભવ્ન ખૂબ મસ્ત હતું. ચા સાથે પેસ્ટ્રી ખાવાની મઝા માણી અમે બન્ને ઘરે આવ્યા. ખબર નહી કેમ મને નિરવનો સાથ ગમ્યો. ઓછા બોલો પણ પ્રેમાળ. ત્યાર પછી તો આદત થઈ ગઈ, નિરવ સાથે મુંબઈ ફરવાની. નિરવનું સામાન્ય જ્ઞાન ખૂબ હતું. તેની વાતો સાંભળવી ગમતી. તેના વર્તનમાં કોઈ આછકલાઈ જણાતી નહી. અમેરિકામાં બેથી ત્રણ દોસ્ત હતાં પણ જાણે ખાવું ,પીવું અને પાર્ટીઝમાં રચ્યા પચ્યા રહેતાં.

દાદીને કે નિરવને ખબર ન પડવા દીધી કે મને નિરવ ગમવા લાગ્યો છે. ચબરાક નિરવ પણ એવી રીતે પેશ આવતો કે જાણે બાજુવાળા દાદીની પૌત્રીને સાથ આપી દાદીનું કામ કરી રહ્યો છે. નિરવને તેના ભવિષ્ય વિષે પૂછતી ત્યારે ગલ્લાંતલ્લાં કરતો. મને કોઈની વાતમાં ઝાઝું માથું મારવું ગમતું નહી.

હવે અઠવાડિયામાં હું પાછી હ્યુસ્ટન જવાની હતી. આ વખતે દાદીએ તો બહુ સાથ ન આપ્યો પણ નિરવ સાથે સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન રહી. નિરવને મારી વર્તણુક પરથી અંદાઝ આવી ગયો હતો કે ,' મને તે ગમે છે'. આમ તો જો કે પહેલ છોકરાએ કરવી જોઈએ. એટલે મારે લાગણી વ્યક્ત કરવાનો સવાલ ઉભો ન થયો. કદાચ તેના મનમાં હશે કે ,'હું અમેરિકાથી આવી છું એટલે એકરાર કરી લઈશ"

સાચું કહું,'મારું મન માંડમાંડ કાબૂમાં રાખ્યું હતું. ' રાહ જોતી હતી કે ક્યારે નિરવ મને કહીને અંતરના ભાવ બતાવે'. નિરવ ભણવામાં ડૉક્ટર હતો. સાહિત્ય અને સામાન્ય જ્ઞાન પુષ્કળ હતાં. સંગીતમાં ચાંચ ન ડૂબે પણ હું જ્યારે પ્રેક્ટિસ કરતી ત્યારે કોઈ કોઈ વાર સાંભળીને દાદ દેતો.

અમેરિકા જવાને દિવસે દાદીને કહે , 'હું ઝરણાને એરપોર્ટ મૂકવા જઈશ'.

એરપોર્ટ પર પણ નિરવ થોડો અલિપ્ત લાગ્યો. મારું હૈયું હાથ ન રહ્યું.

'નિરવ, તારે કાંઇ નથી કહેવું'?

'શું કહેવું હોય'?

'આપણને બન્નેને મુંબઈમાં ફરવાની મઝા આવી કે પછી મારી સાથે દિવસો ક્યાં પસાર થઈ ગયાં તે ખબર પણ ન પડી'.

'હા, તેમાં શું કહેવાનું. આપણે બન્ને જાણીએ છીએ'.

'તારા માટે નાની ગિફ્ટ લાવ્યો છું' કહી મને હાથમાં થમાવી અને હું સિક્યોરિટિ તરફ ચાલતી થઈ. બધું ચેકિંગ પતાવીને બોર્ડિંગની રાહ જોતી બેઠી હતી ત્યાં તેની આપેલી ગિફ્ટ ખોલી.

' એક કાગળની ચબરખીમાં લખેલું હતું. " કાલે હ્યુસ્ટનના એરપોર્ટ પર મને લેવા આવજે. આ વખતની તારી ટ્રીપ મારી અને દાદીની કારિગરી હતી. જ્યારે મને દાદીએ તારી વાત કરી હતી ત્યારથી હું તારી રાહ જોતો હતો. દાદી બિમાર હતી જ નહી, એ તો એક નાટક હતું' તારા દિલના ભાવ વાંચવામાં સફળ રહ્યો છું.

કાલે મળીશું ........