Samay khutyo ane niyam tutuyo books and stories free download online pdf in Gujarati

સમય ખુટ્યો અને નિયમ તુટ્યો

સમય ખૂટ્યો નિયમ ટૂટ્યો

'મમ્મી તને કહ્યું ને સમય નથી. 'આ રોજની રામાયણ . કાયમ સમય ઓછો જ પડે. અરે, ઉઠવાનું એક કલાક વહેલું કર્યું તો પણ એજ દશા. જેને કારણે એરોજ ૨૦ મિનિટ કસરત અને ૧૦ મિનિટ પ્રાણાયામ કરવાનું તે નિયમ પણ ટૂટ્યો. સમય અને નિયમ એક સિક્કાની બે બાજુ છે. બન્નેના મુખ અલગ દિશામાં છે. સાથે હોવા છતાં મજબૂર છે. માનવ માત્રનો સ્વભાવ છે,'સમય નથી કહી બહાનું બતાવી છટકી જવાનું.

"સમય સમયનું કામ કરે નિયમ પાળે સદા

નિયમ અને સમય જીવનમાં હર કાળે સગા"

હવે અંહી કઈ અલગ દાસ્તાન છે. જો જો રખે માનતાં કે કોઈના પર આરોપ છે. આ તો સમય અને નિયમના જીવનનું ચિત્રણ છે. એકદમ સ્વભાવિક રીતે જીવતાં બે પાત્રોની કહાની ઃએ.

શું સુંદર નામ અને કેવી સુંદર બે જોડિયા ભાઈ. મમ્મી અને પપ્પાએ નામ વિચારીને રાખ્યા હતાં.જ્યાં નિયમ અટવાય ત્યાં સમય હાથ લંબાવી માર્ગ સરળ બનાવે. જ્યાં સમય અટવાય ત્યાં નિયમ વિના આમંત્રણે માર્ગ ચિંધે. નામ પ્રમાણે ગુણ બહુ ઓછામાં જોવા મળે છે. અંહી કિરતારે એ શિરસ્તો બદલ્યો. જાણે સોનામાં સુગંધ ભળી. નિયમનું બધું જ કામ નિયમ સર હોય. સમય પાકો સમયનો પાબંધી. માત્ર પાંચ મિનિટનો તફાવત અને નિયમ, સમયનો મોટોભાઈ. તેમાં પણ નિયમ. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે બરાબર ૧૧ ને ૫૮ મિનિટે નિયમ આ જગે અવતર્યો. સમય સવારના ૧2 ને ૩ મિનિટે. તફાવત માત્ર પાંચ મિનિટનો પણ દિવસ બદલાઈ ગયો.

*
નિયમ અનુસાર વર્ગમાં પણ 'એન" , 'એસ' કરતાં પહેલો આવે એટલે નિયમ આગળ અને સમય તેની પાછળની બેંચ ઉપર બેસે. નિયમ અંહી ટૂટ્યો. સમય, નિયમ કરતાં દરેક વખતે પાંચથી સાત માર્ક્સ વધારે લાવે . એટલે સમય પહેલો નંબર પામે . નિયમ જો વચમાં કોઈ ન હોય તો બીજો અથવા ત્રીજો નંબર લાવે. બન્ને ભાઈઓ વચ્ચે અનહદ પ્રેમ. ક્લાસમાં ભલેને આગળ કોઈ પણ આવે, અદેખાઈ નહી. મમ્મી અને પપ્પા બન્ને ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોઈ હરખાય .મિત્રો નામ એવા છે કે કદાચ ગુંચવણ ઉભી કરે. તેનું કશું મહત્વ નથી. મહત્વ છે જીવનમાં નિયમ અને સમયનું.

*
જો બન્ને હળીમળીને કામ કરશે તો જીવન સુંદર બનશે એમાં નવાઈ નથી. જીવનમાં સમય સાચવવો અને નિયમપૂર્વક જીવવું તો આનંદ અને મંગલનું પ્રસરણ થશે. જેમ શ્વાસ અને ઉચ્છવાસ એક સિક્કાના બે પહલુ છે. તેમ સમય અને નિયમ જીવનના બે પહેલુ છે.

*
સમય અપાર છે. વિતેલો સમય પાછો ફરીને આવતો નથી. સમય નથી એ માત્ર બહાનું છે. જેનો દરેક વ્યક્તિ છૂટ પૂર્વક ઉપયોગ કરે છે. અંતર આત્માને પૂછી જોજો. માંહ્યલો કદી અસત્યનું ઉચ્ચારણ નહી કરે. જવાબ શું મળે છે એ ધ્યાનથી સાંભળજો. સમય કદી કસમય હોતો નથી. દરેક વ્યક્તિ જેવું વિચારે છે. તેવું પામે છે. તમે બસ ચૂકી ગયા તેમાં સમયનો વાંક નથી. બસ તો સમયસર ઉપડી હતી. તમે હાથ રૂમાલ લેવાનું ભૂલી ગયા તેથી બે મિનિટ મોડા પડ્યા. હવે નિયમ મુજબ જ્યારે નોકરી પર જવાનાં કપડા તૈયાર કર્યા ત્યારે હાથ રૂમાલ, પાકિટ, ચાવી અને મોજાં બધું સાથે કાઢ્યું હોત તો બસ ચૂકી ન જવાત અને નોકરી પર અડધો કલાક મોડા ન પહોંચતે. સહુ પહેલાં નિયમને નક્કીકરીએ તે સમયે નિયમ પાળીશું કે નહી તે વિચાર જરૂરી છે.મારા જેવીને મિઠાઈ ભાવે,

*દર વખતે નિયમ લે અઠવાડીયામાં બે દિવસ ગળ્યું નહી ખાવાનું. એક અઠવાડિયુ ચાલે બીજે અઠવાડિયે નિયમ ટૂટી જાય ! નિયમ લેવો સહેલો છે તેનું પાલન જરા અઘરું લાગે. વાત કરતી હતી બે ભાઈઓની અને ગાડી પાટા પરથી ઉતરી ગઈ. સમય અને નિયમ મોટા થતા ગયા. નિયમે નક્કી કર્યું હતું ડૉક્ટર થવાનું. સમયે વિચાર્યું, ઘણો સમય છે ચાલને જીવ ગણિતમાં પી.એચ.ડી. કરી સી.એ. કરું બન્ને ભાઈ મરજી મુજબનું ભણ્યા. નિયમની જીંદગી ખૂબ નિયમિત હતી. મોટો સર્જન હતો. જરા પણ સમય બગાડતો નહી. નિયમ અનુસાર બધા ઓપરેશન કરતો. તેના હાથમાં જશ રેખા હતી. તેનું સહુથી શ્રેષ્ઠ કારણ નિયમ અનુસાર જીંદગી. કિમતી સમયને વેડફવાનો નહી. તેનો અર્થ એમ ન કાઢશો કે એની જીંદગી શુષ્ક હતી. વેકેશન લેવાના નિયમને વળગી રહેતો જેને કારણે કુટુંબ સાથે સુંદર સમય પસાર થાય.

*
સમયને અનુરૂપ સરસ ભણી સમયકુમારે સરકારી નોકરી શરૂ કરી. જીવનમાં લાંચ નહી લેવાની. સત્યને વળગી નોકરી ઈમાનદારીથી કરવાની. ચોક્કસ સમયે કામ પર અને પછી સીધા ઘરે. ઘરે આવ્યા પછી ખોટો સમય ્નહી બગાડતાં કુટુંબ સાથે હળીમળી બાળકોને પ્રેમ આપી સાથે રહેવું. પ્રેમ આપવો અને પ્રેમ પામી સમયનો સદ ઉપયોગ કરવો !

*

સમય અને નિયમનો પરિવાર માતા અને પિતાના વિદાય થયા પછી હળીમળીને સંપથી જીવન ગુજારતાં. આ થઈ સમય અને નિયમની કહાની. સંપ ત્યાં જંપ એ બાળપણથી જાણતા. જે સમયની કિમત કરતાં નથી તેને માટે સમય ઉભો રહેતો નથી. જે નિયમ પ્રમાણે જીવન ગુજારે છે તે જીવનમાં સુખ અને શાંતિ આમે છે. સમય અને નિયમ બે જોડિયા બહેનોને પરણ્યા. મોટીનું નામ મરજી અને નાનીનું નામ કાળજી.

*

નિયમને કાળજી પસંદ પડી અને સમયને મરજી. કાળજી ખૂબ સરસ રીતે નિયમ સાથેની જીંદગીમાં ગોઠવાઈ ગઈ. સમય અને મરજી બન્ને એકબીજાને અનુરૂપ થવા અથાગ પ્રયત્ન કરતાં. સમય કદી થંભતો નથી. તેથી મરજીને જરા અઘરું પડતું. હમેશા પોતાની મરજી પ્રમાણે ચાલવા ટેવાયેલી મરજી મન મૂકીને પ્રયત્ન કરી રહી. સમય તેને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતો. એક તો મરજી મોટી બહેન હતી. ખૂબ લાડકોડમાં ઉછરી હતી. સમય ધીરજ ધરી શક્તો . બાકી અટકવાનું તેના વશમાં ન હતું. મરજી તેની મરજી મુજબ વર્તે તો સમય કાંઇ તેની રાહ ન જોઈ શકે ! મરજીના દિમાગમાં આ વાત કોઇ પણ હિસાબે ઉતરતી નહી. નિયમ અને કાળજી એકબીજામાં એવા ઘુલમિલ ગયા હતાં કે વાત ન પૂછો ! જીવન રથ તેનો જ વ્યવસ્થિત ચાલે જ્યાં સ્વાર્થ ન હોય અને સમજનું સામ્રાજ્ય છવાયું હોય !

**

આમ સમય, કાળજી. નિયમ અને મરજી જીવનનો રાહ કંડારી પોતપોતાની રીતે આગળ વધી રહ્યા. હવે જોવાનું એ છે કે આ જીંદગીની હરિફાઈમાં તેમની દોડ ક્યાં સુધી ટકે છે. સમય નથી એ એક ફાવતું બહાનું છે. નિયમ પળાતો નથી એ આળસની આગાહી છે. જીવનમાં શિસ્ત હોય તો આ બન્ને સુગંધ ઉમેરે છે. જેને સમય વાપરવાને બદલે વેડફવામાં રસ છે એને કશું કહેવું યોગ્ય નથી. તેને અણમોલ જીવનની કોઈ કિમત નથી. જે જીવન નિયમ અનુસાર ગુજારી સમયનું સન્માન કરી તેની કદર કરે છે એ આ જીવનમાં કશું પ્રાપ્ત કરી ્તેને સફળ બનાવે છે. બાકી આ ધરતી પર કંઈક આવ્યા કંઈક આવશે નામ નિશાન ભુંસાઈ જાશે એ સત્ય છે.

*

એક વાત ચોક્કસ છે જ્યાં નિયમ, કાળજી, સમય અને મરજી જેવા વસતાં હોય ત્યાં છૂટાછેડાનો એરૂ આભડી ન જાય. આતંકવાદના ઓળા ત્યાં ન ઉતરે, પરિવાર પર માતા અને પિતાની અસર સ્પષ્ટ જણાય. ઘરમાં અને સમાજમાં શાંતિ ફેલાય. સહુને આ વાત થોડે ઘણે અંશે લાગુ પડે છે. કાળજીથી ભરપૂર સમય અને અંકુશવાળી મરજી પ્રમાણેના નિયમની આ જીવનની નૈયા મધદરિયે પહોંચી છે. ચાલો શુભેચ્છા પાઠવીએ કે તેમની મુસાફરી સફળતા પૂર્વક પાર પડે ! ગોળીબારના અવાજો કાનમાં ધાણીની જેમ ફૂટે છે તે બંધ થાય. બળાત્કારના ચિત્કાર કાનને ન અથડાય.

સમય, કાળજી, નિયમ , મરજી આ બધા આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને હાનિ કરે છે યા પથદર્શક બને છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED