Ghadiyal books and stories free download online pdf in Gujarati

ઘડિયાળ

ઘડિયાળ

ટિક, ટિક, ટિક.

ઘડિ,પળ, વિપળ નો હિસાબ રાખતું યંત્ર ! જે પોતે એક કદમ ચાલવાની તકલિફ લેતું નથી પણ સમગ્ર વિશ્વને સદા ધબકતું, દોડતું અને ચાલતું રાખે છે. નિર્જીવ હોવા છતાં સજીવને બરાબર દોડાવે છે. તેના વગર જીવી ન શકે ! કેટલી તાકાત છે તેનામાં ! જેનો ગણવા બેસીએ તો પાર ન આવે ! જેમ સૂરજ અને ચંદ્ર ઉગવાના એ નક્કી, તેમ ઘડિયાળ ૨૪ કલાક પોતાની ટિક, ટિક દ્વારા ગુંજતી રહેવાની. સમગ્ર જગતને તેના બે કાંટા દ્વારા થઈ થઈ નચાવતી રહેવાની.

તેને કદી થાક ન લાગે !' મારે કેમ ચાલતા રહેવાનું એવો બેહુદો સવાલ પણ ન પૂછે '! ફરજ બજાવવામાં નિપુણ ! ત્યારે જ બિમાર પડે જ્યારે "બેટરી" બદલવાની થાય. મરી ત્યારે જાય, જ્યારે પછડાય અને એકાદ સ્ક્રૂ ઢીલો થઈ જાય યા ટૂટી જાય.

એને લાગણી સાથે નજીકનો નાતો છે. મને નાનપણમાં મારા દાદાએ સુંદર ઘડિયાળ અપાવી હતી. જેને દરરોજ સવારે ચાવી આપવાની. દાદાએ ખાસ કહ્યું હતું, 'બેટા દર ૧૨ કલાકે ચાવી ભરવાની." જો વધારે વાર ફેરવીશ તો તેની કમાન છટકી જશે ! ઓછી વાર ફેરવીશ તો બરાબર ૨૪ કલાક નહી ચાલે. ' હવે 'કમાન છટકવી' એ શબ્દ મારા માટે નવો હતો.

મેં દાદાને પૂછ્યું, 'દાદા કમાન છટકવી એટલે શું '?

દાદા જોરથી હસ્યા. 'મારી આંગળી પકડ, આપણે રસોડામાં જઈએ.

અમે બન્ને રસોડામાં આવીને બેઠાં, દાદીને કહે, 'મારે ચા પીવી છે. મુન્નીને ને દૂધ'.

દાદી નાહીને નિકળી હતી. સેવાનું મોડું થતું હતું. દાદાને પ્રેમથી કહે, 'હમણાં તો તમે ચા અને નાસ્તો કરીને ગયા. મુન્નીએ પણ દૂધ અને કેળું ખાધું.'

'અમારું પેટ ભરાયું નથી '.

હવે દાદી ગુસ્સે થઈ, 'તમને ખબર નથી ,મારે લાલાને ( કૃષ્ણ) જગાડવાનો સમય થઈ ગયો છે.

દાદાએ હસતાં હસતાં કહ્યું, 'મુન્ની આને કમાન છટકી એમ કહેવાય'. અમે બન્ને રસોડાની બહાર હાથ ઝુલાવતા નિકળી ગયા. ત્યાર પછી મારે,' ક્યારેય સવાલ કરવો ન પડ્યો' !

એ જ ઘડિયાળ જોવા જ્યારે દાદા મને શિખવતા ત્યારે મારું માથું ફરી જતું. દાદા જરાય ધિરજ ખોયા વગર મને શિખવે. હું, કંટાળીને કહું દાદા હવે કાલે '.

દાદા કહેશે કાલ કરવાનું કામ આજે કરવાનું. સમય કોઈને માટે થોભતો નથી. આજે જ્યારે સમય જોંઉ તારે દાદા વિચારોઆં ઝબકી જાય. કેટલા બધા વર્ષો અને મહિના થઈ ગયા ! આ ઘડિયાળ ક્યાં ટક ટક કરતી બંધ થાય છે. બસ ચાલ્યા જ કરે !

ઘડિયાળ છે ને તેના તો કાંટા જ ગોળ ગોળ ફરે છે. પેલો સેંકડનો કાંટો એક મિનિટમાં આખું ચક્કર મારે. તેને તો જાણે શ્વાસ લેવાનો સમય ન હોય. મિનિટનો કાંટો ૬૦ સેકંડ પછી માંડ માંડ એક કાપો ખસે. અને કલાકનો કાંટો તો એટલો આળસુ ૬૦ મિનિટ થાય પછી એક આંકડો ખસે. આમ જ્યરે બાર આંકડા પૂરા થાય ત્યારે હજુ માંડ અડધો દિવસ ગુજર્યો હોય. ફરીથી જ્યારે આ બાર આંકડા બધા કાટા ચક્કર પૂરા કરીને શ્વાસ લે ત્યારે એક દિવસ પસાર થયો એમ કહેવાય.

ઘડિયાળ જો બગડે તો નવી આવે. બેટરી ખલાસ થઈ ગઈ હોય તો નવી મૂકીએ એટલે મેમ સાહેબ ફરીથી ટિક ટિક કરવાનું ચાલુ કરે. પેલી વિજળીથી ચાલતી ઘડિયાળને જ્યાં સુધી વિજળીનો પ્રવાહ સતત વહેતો રહે તો તેને વાંધો ન આવે. હવે પેલું નવું તૂત નિકળ્યું છે. 'સોલર પાવર'. સુરજ તો કોઈ દિવસ રજા પર હોય જ નહી એ ઘડિયાળને કાંઇ થાય જ નહી !

આપણા દેશમાં તો વળી 'સૂરજના પ્રકાશ ને આધારે ઘડિયાળ ' ચાલતી જોવા મળે છે. મોટા પથ્થર ઉપર ઘડિયાળ દોરેલું છે. જેમ સૂરજ ફરે તેમ તેના પરથી સમય નક્કી થતો. આવું ઘડિયાળ શ્રી જગન્નાથપુરી પાસે કોનારક ગામ છે, ત્યાં તેને "સન ડાયલ" કહેવામાં આવે છે.

૨૪ કલાક ઘડિયાળની આંગળીએ નાચતો માણસ ,ક્યારેય વિચારતો નથી કે આ ઘડિયાળ તો સદાય ચાલતી રહેવાની. પોતાની ઘડિયાળ (શ્વાસ) ક્યારે બંધ પડી જશે તેનાથી તે અજાણ છે. છતાંય દિવસ રાત જોયા વગર સમયનો સદ ઉપયોગ કરતો નથી. અરે કામ પર જાય ત્યારે પણ ઘડિયાળ પર અંદર જવાનો અને નિકળે ત્યારે ઘરે જવાનો સમય નોંધતો હોય છે. ના નોંધે તો પગાર કપાઈ જાય.

એક અગત્યની વાત કહ્યા વગર નહી રહેવાય. ઘડિયાળના પ્રકાર કેટલાં? પેલા નરસિંહ મહેતા યાદ આવી ગયા, " ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ હોયે" !

અ ધ ધ ધ પ્રકારની ઘડિયાળ. સમજુ માણસો વાંચે છે તે સહુ જાણે છે. જો તેના નામ ગણાવીશ તો તમને ઉંઘ આવી જશે !

ખબર નથી આ "ઘડિયાળ"ની શોધ કયા ફળદ્રુપ ભેજાની ઉપજ છે ? જેણે પણ કરી હોય તેણે નિયમિતતા જાળવવાના સદ વિચારથી કરી હશે ? સવારના પાંચ વાગે ઉઠવું હોય તો ઘડિયાળ ટીન ટીન કરીને ઉઠાડે. માનવી દસ મિનિટમાં ઉઠું છું કહી બીજો અડધો કલાક લાંબી નિંદર તાણે અને પછી જોઈ લો મજા, આખા ઘરમાં દોડમ દોડ. જે અડફટે આવે તેનું આવી બને ! પછી આખા દિવસમાં થતા બવાલની સજા ભોગવે !

યાદ છે, ભારતમાં બચપનમાં ટેલિફોન વગર જીંદગી આરામથી ગુજરતી હતી. પણ તેને ઠેકાણે જો ઘડિયાળ ન હોય તેવો પ્રશ્ન ખડો થાય તો ? યાદ રહે ઘડિયાળ એ એક એવી બલા છે કે તેના વગર ચાલે નહી તે હોય તો ખમાય નહી.

એક પળની કિમત પેલા અકસ્માત થનારને પૂછી જો જો ! જેણે જાન ગુમાવ્યો !

મિનિટની કિમત જેણે ટ્રેન ગુમાવી હોય તેને પૂછજો. નોકરી પર પહોંચતા મોડું થવાને કારણે શેઠનો ઠપકો સાંભળવાનો !

એક મહિનાની કિમત પેલી માતાને જેનું બાળક મહિનો વહેલું આવ્યું , જેને કારણે સ્વસ્થ થવા કેટલા વર્ષો લાગ્યા ?

એક વર્ષની કિમત જે બાળકે પરિક્ષામાં ચોરી કરતાં પકડાતા નપાસ થયો !

મૂકો ને માથાકૂટ એવી વાહિયાત વાતમાં શું કામ કિમતી સમય બરબાદ કરવો. આ મમ્મીની બૂમ સંભળાઈ, ઉઠ શાળાએ જવાનો સમય થઈ ગયો છે ! ક્યારનું ઘડિયાળ ટીન ટીન કરે છે તને સંભળાતું નથી ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED