હવે આપણે Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવે આપણે

હવે આપણે

'હું એક પળ પણ હવે રહી શકીશ નહી' !

'દરવાજા ખુલ્લા છે' .

'આ રોજની રામાયણ હવે મારાથી સહન નહી થાય'.

'તને એમ છે કે મને ગમે છે'?'

'તો પછી દરરોજ સવારના આ શું માંડ્યું છે'?

'આગ તું લગાવે ને ઢોળે મારા માથા પર'?

'શું કહ્યું ? મેં આગ લગાવી'?

'ના તેં તો ખાલી બળતામાં ઘી હોમ્યું'.

'હા, હા બધો વાંક મારો જ છે'?

'ના, તારા મત અનુસાર બધો વાંક મારો છે'.

રેશ્મા સાથે લગ્ન કર્યા પછી રોહનને લાગ્યું, 'પ્રેમ કરીને પરણવું કે પરણ્યા પછી પ્રેમ કરવો' ? આ વાત નો ઉત્તર ખોળવા બેસીશું તો આ ૮૦ વર્ષની જીંદગી પણ ટુંકી પડશે. બિચારો રોહન! મોઢાનું નૂર ગાયબ થઈ ગયું. નોકરી પર રોજ પેલા, 'બૉસ'નું ભાષણ સાંભળવાનું . કામમાં ઢંગ ધડો ન હોય તો પરિણામ ભોગવવું પડે. મન શાંત હોય તો કામ સરખું થાય ને ? આજે રવીવારની રજા હતી. રેશ્મા બન્ને બાળકો સાથે બાલકન્જી બારી તરફથી મમ્મીઓની મિટિંગમાં ગઈ હતી.

રોહનને રેશ્મામાં આસમાન જમીનનો તફાવત જણાતો. બા્ળકો થયા પછી જાણે તેની કોઈ જરૂરિયાત ન હોય. આખો વખત રેશ્મા બાળકોમાં ગુંથાયેલી રહેતી. રોહનને બધી બાતમાં અવગણે. તેને કાયમ કહે 'આટલું તારાથી નથી થતું?' 'તને દેખાતું નથી હું બાળકોમાં વ્યસ્ત છું'. વિ.વિ. રોહન પોતાની મમ્મીને એકનો એક લાડકો દીકરો હતો. તેના પડ્યા બોલ ઝિલાતાં. ૨૧મી સદીની રેશ્મા માનતી, 'મને જેમ બે હાથ છે, તેમ તેને પણ છે. શામાટે રોહન 'તે હલાવવાને બદલે આખો દિવસ જીભ હલાવે છે'?

રોહનને થતું સવારનો ગયેલો થાકીને ઘરે આવું તો શું મને કોઈ પણ વસ્તુ તૈયાર ન મળે? રેશ્માને કામ કરવાની તેણે જ ના પાડી હતી. જેથી તેને તકલિફ ઓછી પડે. સારા નસિબે રોહનની આવક ઘણી સારી હતી. રેશ્માના બધા અમન ચમન એમાંથી પોસાતા હતાં. રોહન કાંઈ પણ બોલે, સાંભળ્યા વગર જવાબ 'ના' આવી જાય.

બન્ને બાળકો જોડિયા હતા. એક દીકરો એક દીકરી. રોહન પણ તેમને ખૂબ પ્યાર આપતો. ઘરે આવે એટલે બાળકો તેના રાજમાં હોય. તેના મમ્મી અને પપ્પા રહે વડોદરા . રેશ્માના મમ્મી અને પપ્પા મુંબઈમાં રહેતા હતાં. વારે ઘડિયે બાળકોને તેમને ત્યાં મુકી રેશ્મા બહેનપણીઓ સાથે લંચમાં કે સિનેમામાં પહોંચી જાય. રેશ્મા ખૂબ લાડમાં ઉછરી હતી. બાળકો તેને બંધન લાગતાં. છેલ્લા ત્રણેક મહિનાથી રેશ્માનું વર્તન અસહ્ય થઈ ગયું હતું. રોહન કાંઈ પણ બોલે એટલે એનો પારો સાતમા આસમાને પહોંચી જાય. રોહન ચૂપ થઈ પોતાના બેડરૂમમાં ભરાઈ જાય.

આજે રેશ્મા ઘરે ન હતી. રોહન કૉલેજના દિવસો યાદ કરી રહ્યો હતો. આ શું ચાલી રહ્યું છે? ક્યાં ગયો એ પ્રેમ? શું એ પ્રેમ હતો કે ખાલી ભૌતિક આકર્ષણ? રોહન નાનપણમાં ખૂબ લાડમાં ઉછર્યો હતો. સદા પોતાના મમ્મી અને પપ્પાને સ્મિત રેલાવતાં ઘરમાં નિહાળ્યા હતા. ઘરમાં દાદા અને દાદી પણ હતા, પપ્પા અને મમ્મીને આંખ ચુરાવતા ઘણીવાર ભાળ્યા હતાં. તેથી તો જ્યારે રેશ્માનો 'પારો સાતમા આસમાને' હોય ત્યારે તે બેડરૂમમા ભરાઈ જતો કે ઘરની બહાર નિકળી જતો. ઓફિસથી આવે કે સવારના પહોરમાં વાણી નિર્બંધ વહે ત્યારે તેનાથી જવાબ આપાઈ જતો. છતાં પણ રેશ્મા પ્રત્યે પ્રેમ હોવાથી તેની દિમાગી હાલત અવગણતો. આજે તેણે માઝા મૂકી હતી. કંઈક ગરબડ છે ! પોતાની જાતને સમજાવી રહ્યો. 'તેની રેશ્મા આવી ન હતી.'

એકદમ યાદ આવ્યું ગયા અઠવાડિયે ડૉ. આડતિયા પાસે ગઈ હતી. અજય આડતિયા અને રોહન ,શાળા તેમજ કૉલેજના મિત્ર હતા. રોહનને મેડિકલમાં રસ ન હતો. છૂટા પડ્યા પણ મૈત્રી ચાલુ હતી.

'હલો વિજય હું રોહન'.

'અરે, યાર આજે મારી યાદ કેમ આવી?'

ગયા અઠવાડિયે રેશ્મા આવી હતી?'

'હાં. તેણે તને કહ્યું નહી. જે ગાંઠ હતી તેની સર્જરી કરાવવી પડશે!''તારિખ તને પૂછીને નક્કી કરવાની છે'

હવે રોહનને થયું, શામાટે રેશ્માનું વર્તન આવું છે. તેની તબિયત, બાળકોની અને મારી ચિંતા. 'મારે તેને પ્રેમ આપી વાત કરવી જોઈએ. નહી કે ઉગ્ર થઈ બોલાચાલી કરીને. આજે રોહનને નારાજગી થઈ. અરે, રેશ્મા તેનો પ્યાર હતી, દિલદાર હતી. બેચેન બની રેશ્મા અને બાલકોના આવવાની રાહ જોઈ રહ્યો. જ્યારે ગાડીનો હોર્ન સંભળાયો ત્યારે બહાર આવ્યો. રેશ્માના મોઢા પર થાક સ્પષ્ટ પણે જણાતો હતો. બાળકો તો દોડીને પોતાના રૂમમાં ભરાઈ ગયા. બાલકન્જી બારીમાં બાળકોની રમતમાં બન્ને જણા જીત્યા હતાં એટલે ખુશ હતાં.

'લે પાણી પી, આરામ કર તું થાકી ગયેલી દેખાય છે'.

રેશ્મા રોહનને તાકી રહી. હાથમાંથી પાણીનો ગ્લાસ લેવાનું પણ વિસરી ગઈ.

'અરે, તું પાણી પી ત્યાં સુધીમાં ચા તૈયાર થઈ જશે. પછી આરામ કરજે. આજે ડીનર બહાર લઈશું.'

રેશ્માને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. રોહનને કહે,'જરા બાજુમાં બેસ તો?'

'કેમ?'

'હું કહું છું એટલે'.

રોહન બાજુમાં બેઠો. તને તાવ છે ? એમ કહી કપાળ પર હાથ મૂકવાની ચેષ્ટા કરી.

રોહને તેને પડખામાં ખેંચી, 'તને શું એમ લાગે છે આપણે એક બીજા વગર રહી શકીશું? પ્રેમ કર્યો છે મજાક નહી. ભવભવના બંધન છે, હવે આપણે આખી જીંદગી------

રેશ્માએ રોહનને બોલતો અટકાવ્યો