સુંદરતા સાચવવાની સાચી સલાહ
- મિતલ ઠક્કર
ભાગ-૧
* એક કેળાંને યોગ્ય રીતે મસળીને તેમાં બે ચમચી મલાઇ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને ધોઇ લો. આનાથી તમારી ડ્રાય સ્કિન બનશે સોફ્ટ અને ચહેરામાં પણ ગ્લો આવશે.
* ગોરી સ્કિન મેળવવા માટેની એક સામાન્ય રીત છે બેસન. જો તમારી સ્કિન ઓઇલી છે, તો પણ તમે તેની મદદ લઇ શકો છો. ૧ ચમચી બેસનમાં ચપટી હળદર, એક ચતુર્થાંશ કેસર અને ફેટ વગરનું દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીને તમારાં ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો, અઠવાડિયામાં ૨થી ૩ વખત આવું કરવાથી લાભ થશે.
* તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તે તમને વ્હાઇટ સ્પોટ્સથી છૂટકારો અપાવવામાં પણ મદદ કરે છે. થોડાક તુલસીના પાન લો અને તેમાં ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વ્હાઇટ સ્પોટ્સ પર લગાવો. ૧૦ મિનટ બાદ તેને ધોઇ લો, દરરોજ આવું કરો. જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો તેના ઉપયોગ પહેલાં પેચ ટેસ્ટ કરી લો.
* હળદર આંખોની આસપાસના અસમાન રંગને યોગ્ય બનાવીને તેને મોઇશ્ચર કરે છે. વળી, પાઇનેપલ ડાર્ક સર્કલ્સ અને સ્પોટ્સ જેવી પરેશાનીઓ દૂર કરે છે. ૧ ચમચી હળદર અને ૧ ચમચી પાઇનેપલ જ્યૂસ મિક્સ કરીને આંખોની આસપાસ એરિયા પર યોગ્ય રીતે લગાવો. ૫ મિનિટ બાદ તેને ધોઇ લો.
* લીમડાથી જૂ અને ખોડામાં રાહત મળે છે, ઉપરાંત તેનાથી વાળમાં આવતી ખંજવાળ પણ દૂર થશે. લીમડાના પાન લો અને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારાં સ્કાલ્પ પર યોગ્ય રીતે લગાવો અને સૂકાઇ ગયા બાદ શેમ્પુ કરી લો. તમે ઇચ્છો તો લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
* તમે ઉતાવળમાં હોવ અથવા પાર્ટીનો અચાનક પ્રોગ્રામ બની જાય, તો વાળની ચિકાશ દૂર કરવા માટે બેબી પાઉડરની મદદ લો. થોડો બેબી પાઉડર લો અને તેને વાળ પર લગાવીને ૫ મિનિટ બાદ કાંસકાથી વાળ ઓળી લો. ધ્યાન રાખો કે કોમ્બ કર્યા બાદ વાળમાંથી પાઉડર યોગ્ય રીતે સાફ થઇ જાય.
* વાળને જલદી કોરા કરવા માટે જ્યારે તમે વાળને ધોઇ લો તો નહાવાના બાકી સમયમાં આંગળીઓથી વાળને ઝાટકતા રહો. આનાથી વાળમાં મોજૂદ પાણી નિકળશે. છેલ્લે આખા વાળમાં હળવા હાથે યોગ્ય રીતે નિચોવી લો. આ માટે ટૂવાલથી વાળને લૂછતી વખતે વધારે મહેતન નહીં કરવી પડે અને વાળ ઝડપથી સૂકાઇ જશે.
* મલાઇ તમારો રંગ નિખારવામાં મદદ કરે છે. આ માટે મલાઇમાં ચપટી કેસર મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક સુધી એમ જ રહેવા દો અને પછી ધોઇ લો. દર બીજા દિવસે તેનો ઉપયોગ કરો અને મેળવો ગોરી સ્કિન. શિયાળામાં તમે મલાઇ અને હળદરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી તમને ડ્રાય સ્કિનમાં પણ રાહત મળશે.
* આઇબ્રોઝ અથવા અપર લિપ્સના વધારાના વાળ દૂર કરવા માટે ટિઝરનો ઉપયોગ કરો ત્યારે તેના દર્દથી બચવા માટે ગરમ પાણીની મદદ લો. જ્યારે પણ ટિઝરથી આઇબ્રોઝ અથવા અપર લિપ્સના વાળ દૂર કરો ત્યારે ગરમ પાણીથી આ ભાગ ભીનો કરી લો. આનાથી સ્કિનના પોર્સ ખૂલી જશે અને દર્દ વગર વાળ સરળતાથી નિકળી જશે.
* ગરદનની કાળાશથી મુક્તિ મેળવવા એક ટૂવાલને ગરમ પાણીમાં ડૂબાડીને યોગ્ય રીતે નિચોવી લો. હવે તેને ગરદન પર ૫ મિનિટ સુધી રાખો. ગરમ પાણીથી તમારી સ્કિનના પોર્સ ખૂલી જશે. આનાથી ગંદકીની સાથે ડેડ સેલ્સ સરળતાથી બહાર આવી જશે. આ રીત ૨ થી ૩ વખત કરો. ત્યાર બાદ કોઇ સારાં સ્ક્રબથી ગરદનને એક્સફૉલિએટ કરો. તમે ઇચ્છો તો પોતાનું સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ માટે ૧ ચમચી મીઠું, ૧ ચમચી બેકિંગ સોડા અને ૨ ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરી શકો છો. તેને ગરદન પર લગાવીને હળવા હાથથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. પછી ગરમ પાણીથી ધોઇ લો. જો ગરદન પર ઘા કે વાગ્યું હોય તો મીઠાંથી ત્યાં બળતરાં થઇ શકે છે. છેલ્લે વ્હાઇટનિંગ માસ્કનો ઉપયોગ કરો. ૧ ચમચી ચંદન પાઉડર, ૧ ચમચી મુલતાની માટી (ઓપ્શનલ), અડધા લીંબુનો રસ અને એક ચતુર્થાંશ કટોરી દૂધ લો. તેને યોગ્ય રીતે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે તેને ગરદન પર લગાવો,. તે સૂકાઇ જાય તો હાથથી મસાજ કરતા ધોઇ લો. ધ્યાન રાખો કે તમારી સ્કિન સેન્સિટિવ ના હોય. લીંબુથી તમને રેશિઝ થઇ શકે છે. આ માટે પહેલાં એક પેચ ટેસ્ટ જરૂર લો.
* સૂકા વાળના પોષણને માટે એક કપ દૂધમાં ઈંડું ફીણી નાખો અને આ મિશ્રણને ખોપરી પર લગાવીને પાંચ મિનિટ સુધી રહેવા દો. એના પછી વાળને સાદા પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગને અઠવાડિયામાં બે વાર કરો.
* સૂર્યથી ચામડી દાઝી ગઈ હોય તો રાત્રે રૂનું પુમડું દૂધમાં પલાળીને હળવા હાથે આખા ચહેરા પર ફેરવતા રહો. એમ કરવાથી ચામડી નરમ બનશે, મુલાયમ બનશે અને તેને પોષણ પણ મળશે.
* કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી તેનાથી મેકઅપ રીમૂવ કરવાથી ચહેરો સ્વચ્છ રહેશે.
* ચહેરાની ત્વચાને નરમ બનાવવાની સાથે તેને તેજસ્વી એટલે કે બ્રાઈટ બનાવવી પણ જરૂરી હોય છે. ચહેરો જોતાં જ સૌંદર્યનો ઝગારો અનુભવી શકાય એ માટે આ ઓર્ગેનિક પેક અજમાવી જુઓ. મધમાં લીંબુનો રસ મિક્સ કરી પેક બનાવો અને તેને ચહેરા પર ૧૫ મિનિટ લગાવી રાખો. ૧૫ મિનિટ પછી ચહેરો સાદા પાણીથી ધોઈ લો. તમે જાતે જોઈ શકશો કે ચહેરો ચમકવા લાગ્યો છે.
* ગુલાબજળ અને ગ્લિસરીનને એક સાથે મિક્સ કરીને તેમાં પગની બંને પાની પલાળો. ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી પાનીને એવી જ મુકો. તેનાથી ત્વચાનો કડક ભાગ નરમ થશે. આ મિશ્રણનો ઉપયોગ સતત થોડા દિવસ કરો.
* આઈલાઈનર પહેલાં બ્લેક અને પછી લાઈટ શેડ લગાવવાથી આંખો આકર્ષક લાગશે.
* મોટી ઉંમરે ચામડી કોરી પડી જતી હોય તો રોજેરોજ ક્રીમ અથવા બદામનું તેલ હળવા હાથે લગાવીને મસાજ કરતા રહો. રાત્રે સૂવા જતાં પહેલાં તો આ ખાસ કરવું.
* કાચા પપૈયાનાં થોડા ટુકડા કાપો અને તેની પેસ્ટ બનાવો. પછી તેમાં એક ચપટી હળદર નાખો. આ પેસ્ટને તે જગ્યાએ લગાવો જ્યાં વાળ ઊગે છે. જ્યારે પેક સુકાઇ જાય ત્યારે સ્ક્રબ કરી કાઢી દો. સારું રિઝલ્ટ મેળવવા માટે આમ અઠવાડિયામાં એકવાર જરૂર કરો.
* શુષ્ક હોઠ માટે મલાઇમાં મધ મિક્સ કરીને લગાવો. સૂકાઇ ગયા બાદ હળવા હાથે મસાજ કરતાં ધોઇ લો.
* શિયાળામાં ડ્રાય સ્કિનને કારણે તમારા ચહેરા પર ગ્લો ઓછો થઇ જાય છે. તમારા આ ખોવાયેલા ગ્લોને પાછો લાવવા માટે હળદર, બેસન અને મલાઇ મિક્સ કરીને ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ ધોઇ લો.
* ભીના વાળને કાંસકો કરવાનું ઠીક નથી. પરંતુ માઇક્રો ફાઇબરથી બનેલા પહોળા દાંતાવાળા કાંસકાનો તમે ઉપયોગ કરી શકો છો. આનાથી વાળમાંથી એક્સ્ટ્રા પાણી નિકળી જશે અને સાથે જ માઇક્રો ફાઇબર એક સુપર એબ્ઝોર્બેન્ટ હોય છે. તે વાળમાંથી પાણીને શોષીને તેને ઝડપથી સૂકવવામાં મદદ કરશે.
* વાળની ચિકાશ દૂર કરીને તેને સોફ્ટ અને સ્મૂધ બનાવવા એક ઇંડાની જર્દી લો અને તેમાં ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તમે ઇચ્છો તો તેમાં 1 ચમચી દહીં પણ મિક્સ કરી શકો છો. હવે તેને તમારાં વાળ પર યોગ્ય રીતે લગાવો અને ૫ થી ૧૦ મિનટ બાદ તેને ધોઇને શેમ્પુ કરી લો.
* જૂથી બચવાની એક અસરદાર રીત છે પેટ્રોલિયમ જેલી. સૂતા પહેલાં તમારા સ્કાલ્પ પર યોગ્ય રીતે પેટ્રોલિયમ જેલીનું એક પાતળું લેયર લગાવો. હવે શાવર કેપથી માથુ ઢાંકીને સૂઇ જાવ. સવારે ઉઠીને બેબી ઓઇલ લગાવીને પેટ્રોલિયમ જેલી હટાવો અને પછી શેમ્પુ કરી લો. જ્યારે વાળ સૂકાઇ જાય ત્યારે જૂ કાઢવાના કાંસકાથી યોગ્ય રીતે કોમ્બ કરી લો.
* ઇંડામાં મોજૂદ વિટામિન અને પ્રોટીન તમારી આંખોની વધતી ઉંમરની નિશાનીઓથી બચાવે છે અને તેને મોઇશ્ચર કરે છે. એક ઇંડાને ફોડીને તેના સફેદ ભાગ અને જર્દીને અલગ કરી લો. હવે સફેદ ભાગને સાફ મેકઅપ બ્રશની મદદથી આંખોની આસપાસના એરિયા પર યોગ્ય રીતે લગાવો. જ્યારે તે સૂકાઇ જાય તો એક ભીના કોટનની મદદથી દૂર કરો અને પછી આંખોને નોર્મલ પાણીથી ધોઇ લો.
* સ્કિન કલરને જાળવી રાખવા તાજા પપૈયાનો ટૂકડો લો અને તેને વ્હાઇટ સ્પોટ્સ ઉપર ઘસો. બીજું પપૈયાની પેસ્ટનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ એરિયા પર લગાવો. ૧૦ મિનિટ બાદ તેને ધોઇ લો. અમુક અઠવાડિયા સુધી આવું દરરોજ કરો.
* ગોરી ત્વચા માટે ઓઇલી સ્કિન ધરાવતી યુવતીઓએ કાકડીની મદદ લેવી જોઇએ. ૨ ચમચી કાકડીનો રસ, ૧ ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને યોગ્ય રીતે ધોઇ લો. અમુક અઠવાડિયા સુધી આવું દરરોજ કરો.