Speechless Words - 31 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words - 31

|| 31 ||

પ્રકરણ 30 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિમાં દિયા આદિત્યને મળવા માટે બહાર આવતી નથી. આથી આદિત્ય દુ:ખી થઈ જાય છે અને પછી થોડા દિવસ પછી દિયા સાથે આદિત્યની વાત પણ થાય છે ત્યારે આદિત્યને ખૂબ ગમે છે કારણ કે ઘણા સમય પછી વાત કરી રહ્યો હતો. એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * *

હું મારા માસીના ઘરે મારી બેનના સીમંત પ્રસંગમાં અમદાવાદ ગયો હતો. ઘણા સમયથી મારે દિયા સાથે વાત નહોતી થઈ. હું માણસ જ એવો છું. દિયાને મારી સાથે વાત ના થઈ હોય તો કઈ જ ફર્ક ના પડતો પણ મને બહુ જ ફર્ક પડતો. દરેક સેકન્ડ અને દરેક મિનિટ મને દિયા જ યાદ આવ્યા કરતી. હવે શું કરવું ? ભલે ને મને ગણકારતી ના હોય પણ છે તો મારી જ ને ! હા, આમ તો મારી નહોતી. મને પણ નહોતી ખબર કે એના મગજમાં શું ચાલ્યા કરતું પણ બસ, મને એવું લાગતું કે આ વખતે તો એની લાઈફમાં મારી એન્ટ્રી થઈ ગઈ છે એનું છેલ્લું ફેસબુક સ્ટેટસ વાંચીને અને જે હતું,

“ તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તું ભગવાન નથી તો પણ બધી જ જગ્યાએ તું જ દેખાય છે.. each and every second of my life… “

હું બહુ જ ખુશ હતો પણ મને ખુદને નહોતી ખબર કે મારી આ ખુશી માત્ર થોડી જ ક્ષણોની દાવેદાર છે. હું બહુ જ રોમેન્ટીક અનુભવ કરી રહ્યો હતો અને એટલે જ મેં દિયાને વ્હોટ્સ એપ પર મેસેજ કર્યો. આજે ઘણા દિવસ વીતી ગયા હતા અમારે છેલ્લે વાત થઈ અને આથી હું વાત કરવા માટે આતુર હતો. મેં શું વાત કરી ? એ આ મુજબ હતી.

Aditya : Hi Baby (Backspace) Hi Cutiepie (Backspace) (મનમાં વિચાર આવ્યો કે શું લખું ?) Hi Diya…

Diya : Bol

Adiya : Hows you ?

Diya : Good

Aditya : Shu kare ?

Diya : Nothing

Aditya : Maja ma ?

Diya : Hmm

Aditya : Diya aaje Ghana samaye aapne vaat kari rahya chhie. Yaar kaik sarkhi rite vaat to kar.

Diya : Haa pn

Aditya : (મને દિયાના શોર્ટ રીપ્લાયવાળા મેસેજથી બહુ જ ચીડ ચડતી) Ek question puchhvo chhe aaje mare tane (ઉત્સાહ સાથે મેં દિયાને કહ્યું)

Diya : Hmm bol

Adiya : Do you love me ?

(દિયાને મારી વાતમાં રસ પણ નહોતો તે તેના મેસેજ પરથી જ જણાય આવતું હતું છતાં આ તો પ્રેમ છે ને ! મેં આજે ફરીવાર પૂછી જ લીધું)

Diya : Roj roj shu ek j question you know that

Aditya : Still aaje k ne yaar

Diya : But Aaditya pella tu tari job nu to kaik kar pachhi mane k

Aditya : Job pan mali jashe badhu j thai jashe tu job side ma rakhi mara mate opinion aap

Diya : Naa mare kai nathi kevu

Aditya : Okay mare aunty ne malvu chhe yaar enu to kaik kar

Diya : Tare mummy ne mali ne shu kam chhe ?

Aditya : Bas em j e bahane e mane olkhe to khara

Diya : Aditya tu khota sapna naa jo ahiya badhi j game change thai jashe.

Aditya : Kem pan shu thayu ?

Diya : Jo Aaditya, I love someone

ખરેખર હો યાર ! જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમતું હોય દિલથી તમે કોઈ વ્યક્તિને ચાહતા હોય અને તમે પ્રેમ કરતાં હોય ત્યારે તેના તરફથી તમને આવો જવાબ મળે એટલે કેવું થાય ? મારા દિલમાં ખરેખર કોઈએ આગ ચાંપી હોય એવું મારૂ દિલ સળગી રહ્યું હતું. હાથ પગ શિયાળો ના હોવા છતાં ધ્રુજી રહ્યા હતા. અમદાવાદી ઉનાળો હતો આમ છતાં મને શરીર આખું તાવથી ભરેલું થઈ ગયું હતું. સારું હતું કે ઘરના બધા જ લોકો ધાબા પર (અગાસી પર, ટેરેસ પર) સુતા હતા આથી હું દિલથી હૈયાફાટ રડી રહ્યો હતો પણ મારે દિયાને આ વાતની ખબર નહોતી પાડવા દેવી. ડિયર દિયા, જો તું આ ડાયરી અત્યારે વાંચી રહી છો તો પ્લીઝ મને માફ કરી દે આ વાત સો ટકા સાચી છે એને મેં તારી સાથે ક્યારેય શેર નથી કરી એ પણ સાચું છે. હવે આગળ વાત કરું તો જ્યારે તમને તમારી જિંદગીમાં સૌથી વધુ દુ:ખ થાય ને ત્યારે તમે કોઈને ભેટીને રડવા માંગતા હોય. તમારે હંમેશા આવા સમયે કોઈ એવા વ્યક્તિની જરૂર હોય છે કે જે તમને સમજી શકે, તમારા આંસુને સમજી શકે પણ અહીંયા મારી સાથે તો કોઈ જ ના હતું હું એકલો જ હતો. બાલ્કનીના પીલોરને બાથ ભરીને જાણે નાના બાળકને અચાનક મૂકીને એની માં જતી રહે અને તેને કેવું દુ:ખ થાય સાહેબ એવું જ દુ:ખ આજ મને થઈ રહ્યું હતું. હું દિયાને આ વાત જણાવવા નહોતો માંગતો. મારે તેને કહેવું જ નહોતું કે મને તારી આ વાતથી બહુ જ દુ:ખ થયું છે. સીધી વાત છે સાહેબ દુ:ખ તો એ વ્યક્તિ સાથે વહેંચે જે તમારા આંસુ લૂંછે અને તમને ભેટીને તમને હગ કરીને તમને હુંફ આપે. તમને વ્હાલ કરે. મેં તો દિયા સાથે જાણે મારી સાથે કઈ જ ના બન્યું હોય ને એમ વાતો કરવાનું ચાલુ રાખ્યું.

Aditya : Ohho To velu na kvay biladi

Diya : Oyyyy tu bilado

Aditya : Ok chal em k kyan chhe e ? Family Relatives, College, Swimming ?

Diya : Hmmm

Aditya : What hmm ? Arey k ne

Diya : Shu pan

Aditya : Family ma chhe koi ?

Diya : Naa pan ena sivay badhe j chhe.

Aditya : Ohho (મોકલ્યું હતું સ્માઇલી પણ અહીંયા એટલો જ રડી રહ્યો હતો. આઈ એમ ઓકે પણ આઈ એમ બ્રોકન જેવી પરિસ્થિતી થઈ ગઈ હતી. એક એવી છોકરી જેને મેં બહુ જ પ્રેમ કર્યો તે છોકરી મને નહીં ને કોઈ બીજાને પ્રેમ કરે છે. આ વાત તો કેવી કહેવાય ? તમને પણ દુ:ખ થાય ને ? હું દુ:ખી હતો.)

Diya : Haa and NO ONE CAN TAKE HIS PLACE

ફરીવાર દિયાએ એક એવું વાક્ય કીધું જેણે બાકી રહેલી લાગણીનો પણ કચરો કરી નાખ્યો સાહેબ. કેટલો પ્રેમ હાં... એક માણસ કોઈ છોકરી માટે રાત જાગીને બુક લખે, એના બધા જ પ્રોફાઇલ પીકચર ભેગા કરીને એના માટે એક વિડીયો બનાવે. એક એવી છોકરી માટે જેણે ક્યારેય આ છોકરા સાથે સરખી રીતે વાત પણ ના કરી હોય. હવે, વિચારો “સેલ્ફ રિસ્પેક્ટ” શબ્દની પોતાની પણ એક સેલ્ફ રિસ્પેક્ટ હોય કે નહીં ? આમ છતાં આ તો ‘આદિત્ય’ હતો બોસ. આદિત્યના પ્રેમમાં તાકાત જ એવી હતી. ક્યારેય હાર જ ના માને એવો વ્યક્તિ. જે ફેસબુક સ્ટેટસ દિયાએ કોઈ બીજા માટે રાખ્યું હતું એ મને મારૂ લાગતું હતું બોલો હવે આનાથી વધુ તો બીજું શું હોય ? મેં વાત કરવાનું આગળ ચાલુ રાખ્યું.

Aditya : Hmm to olu status ena mate chhe em ne waah..

Diya : Hmm

Aditya : Okk Name to k

Diya : He is Jigar and tara sivay badhane aa vat ni khabar j chhe. Ghare pan badhane mummy ne pan and e mara ghare pan aavi gayo chhe. Madhav no saro friend chhe.

Aditya : Hmm saru to marriage nu shu chhe ?

Diya : I can’t

Aditya : Km ? Arey hu marriage karavi daish tara bas ? I promise chal.

Diya : Naa ena mate to hu khali just as a good friend j chhu baki kai nay.

Aditya : But tu bive chhe km friendship tuti javana dart hi ne ? chal hu kahish. Hu samjavish jigarne bas ?

Diya : Naa tare koine kai j nathi kevanu Adi please.

Aditya : Naa evu thodu chale. Tane game chhe to shu kaam nay ? Ena ghare to at least kahi de or bija koine.

Diya : Jo mara mummy ne j badhi khabar chhe to hu ene j na kahi dav k le tu mane.

Aditya : Okay as your wish to mane pella kem na kidhu te ? Hu aatli badhi wait j na karat tari.

Diya : Bas Em j

Aditya : Okay and congratulations dear. Mane bolavje ho marriage ma.

Diya : Tane to bolavu j ne. Thanks

Aditya : And hu biju shu kav chhu

Diya : Oii now bye good night

હું કઈક થોડુંક આગળ બોલું એ પહેલા તો દિયા બાઈ કહીને જતી રહી. આ વાતના લીધે મેં ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું.

“ તારું કોઈ પણ કારણ વગર બાઈ કહીને ચાલ્યા જવું પણ ‘સર્જીકલ સ્ટ્રાઈક’ જ કહેવાય ને ? “

થોડીવાર થઈને તરત જ દિયા ફરીવાર ઓનલાઇન થઈ હું તો અતિશય આનંદમાં આવી ગયો. દિયાને મેં ફરીવાર સામેથી મેસેજ કર્યો.

Aditya : Sui ja ne kem pachi online

Diya : Thodu kam che

Aditya : Shu

Diya : Oii taru aa status mane send karne ‘surgical strike’ valu

Aditya : Haa karu “તારું કોઈ પણ કારણ વગર બાઈ કહીને ચાલ્યા જવું પણ ‘સર્જીકલ સ્ટ્રાઈક’ જ કહેવાય ને ?“ (sent)

Diya : Thanks

Aditya : Bol biju

( Diya Offline )

ખબર નહીં કેમ મારુ દિલ આવું જ છે. દિયા અહીંયા કદાચ જિગર માટે આ સ્ટેટસ માંગતી હતી પણ હું એટલો ગાંડો કે મોજમાં આવી ગયો મને લાગ્યું મારા માટે માંગે છે. દિયાએ મને સામે કહી જ દીધું કે તે જિગરને પ્રેમ કરે છે આમ છતાં હું ખબર નહીં કેમ હજી દિયાને જ પ્રેમ કરતો હતો. કારણ કે મેં બસ નક્કી કરી લીધું હતું કે દિયા મારી સાથે લગ્ન કરે કે ના કરે એ જ્યાં સુધી લગ્ન કરે નહીં ત્યાં સુધી તો હું એને જ પ્રેમ કરીશ અને પછી પણ દિયા જ્યાં રહે ત્યાં બસ ખુશ રહે. ક્યારેય પણ દુ:ખી ના થવી જોઈએ. દિયાની આંખમાં આંસુ આવે તો બસ તેના લગ્નની વિદાયમાં જ આવવા જોઈએ બાકી ક્યારેય નહીં જ. કારણ કે દિયાને મેં પહેલેથી જ કહેલું કે તું તો સ્વતંત્ર જ છે. હું ક્યારેય એવું દબાણ નથી કરવા માગતો કે તું મને જ પ્રેમ કર પણ હા, હું તો તને જ પ્રેમ કરીશ. માત્ર ને માત્ર તને જ. તારા સિવાય બીજા કોને કરું ? તું એક જ દિલને સ્પર્શી છે. કારણ કે સુંદર ચહેરાવાળી છોકરીઓ તો દિયા પછી પણ ઘણી આવી જિંદગીમાં પણ મારે તો દિયા જ જોઈએ છે. દિયાનો સ્વભાવ, દિયાની વાતો બધુ જ મને ગમતું હતું. બસ, એવું લાગતું હતું જાણે મારા નસીબમાં દિયા ના હોય તો કઈ નહીં પણ છે તો મારી જ ને ! અને બીજી એ વાતનું પણ ગર્વ હતું કે દિયાને જિગરે તો પ્રેમ જ નથી કર્યો ને ? અને મેં બસ આગળ કઈ નથી લખી શકતો. મારા દ્વારા લખાયેલું ‘મેં’ જ આ વાતની સાક્ષી પૂરે છે. દિયા ખુદ આ વાત સ્વીકારી શકે છે. તમે ક્યારેય પૂછી શકો છો દિયાને કે તને દિલથી પ્રેમ કોણે કર્યો ? અથવા તો તે જિગરને પ્રેમ કર્યો એનાથી વધુ તને કોઈએ પ્રેમ કર્યો તો ? સાહેબ સવાલ ગમે તે પૂછો જવાબ એક જ રહેશે અને એ છે ‘આદિત્ય’. આ નામ, આ વિચાર અને નિર્દોષ પ્રેમ બસ.

આદિત્યને દિયા પાસેથી કઈ જ અપેક્ષા જ નહોતી. આદિત્ય ચાહતો હતો કે દિયા બસ એ જ રીતે તેને પ્રેમ કરે જે રીતે આદિત્ય ખુદ દિયાને પ્રેમ કરે છે. દિયા હંમેશા એક જ વાત પકડી રાખતી કે બધાની પ્રેમ કરવાની રીત અલગ અલગ હોય છે. ફરી આદિત્ય પાસે એક જ સવાલ આવી જાય કે તો પછી તું મને હું તને કરું છું એવી રીતે પ્રેમ ના કરી શકે ? હું જ તને હંમેશા સામેથી મેસેજ કરું ? હું જ તને હંમેશા સામેથી કોલ કરું ? હું જ તને મિસ કરું ? હું જ તને ગાંડાની જેમ પ્રેમ કરું એ જરૂરી તો નથી ને તું પણ આ બધુ જ કરી શકે એમ છે તો કર ને. થોડા સમય પછી મારી અને દિયાની વચ્ચેનું અંતર વધતું ગયું અને હું દિયાને થોડા સમય માટે ભૂલવા અમદાવાદ જતો રહ્યો અને ખાસ તો નોકરી માટે જતો રહ્યો. મારા ઘરેથી મમ્મી પપ્પાનું પણ નોકરી કરવા માટે દબાણ હતું અને બીજું દિયાને મારે એ વાત સાબિત કરવી હતી કે જો હું પણ કઈક કરી શકું એમ છું. થોડા સમય પછી મારે દિયા સાથે અમદાવાદથી ફોન કોલિંગમાં વાત થઈ.

આદિત્ય : હેલો હાઇ..

દિયા : ઓફિસ છું પછી વાત કરું ?

આદિત્ય : કેમ ? અરે થોડી વાર તો વાત કર.

દિયા : હા તો બોલ ફટાફટ

આદિત્ય : કેમ છે ?

દિયા : બસ મજા ખાલી આવી વાતો માટે કોલ કર્યો હોય તો બાઈ..

આદિત્ય : અરે સાંભળ તો ખરા ! તને ખબર છે મને અમદાવાદમાં નોકરી મળી ગઈ ?

દિયા : ઓહહ સરસ કોંગ્રેચ્યુલેશન. હવે ફોન મૂકું ?

આદિત્ય : ના સાંભળ ને મને પૂછ તો ખરા કેવી છે જોબ ? કંપની અને સેલેરી કેટલી ? પૂછ ને.

(ખબર નહીં કેમ હું જ મને પ્રશ્ન પૂછતો હતો. અરે સોરી મને પ્રશ્નો પૂછાવતો હતો)

દિયા : ઓકે બોલ શું છે જોબ ? સેલેરી ? કંપની કેવી છે ? બધુ તારી જ જાતે બોલી જા.

આદિત્ય : મસ્ત જોબ છે. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ છું. અઢાર હજાર સેલેરી છે. હવે કે જે આંટીને તૈયાર રહે.

દિયા : શેના માટે પણ ?

આદિત્ય : મેરેજ માટે બીજું શું હોય ? હું મમ્મી પપ્પાને લઈને તને જલ્દી જોવા આવું જ છું.

દિયા : હે હે હે નાઇસ જોક.

આદિત્ય : ઓકે. શું કરે જિગર ?

દિયા : ખબર નહીં.

આદિત્ય : તું એના મમ્મીને કહી દે ને પણ. હું હેલ્પ કરું.

દિયા : હા પણ એના મમ્મીને એવું થોડું મારે કહેવાય કે તમારો છોકરો મને ગમે છે ?

આદિત્ય : અરે પણ હું હેલ્પ કરું તને પાક્કુ.

દિયા : ના આમ તો હમણાં એના પપ્પાનો બર્થ ડે આવશે એટલે મારે જવાનું થશે જ એમાં.

( બે મિનિટ સુધીનો અલ્પ વિરામ, મારી આંખમાં આંસુ અને મારા હાથ પગમાં એ તરવરાટ. સ્વાભાવિક વાત છે ને તમારી ગમતી છોકરી પોતાને ગમતા વ્યક્તિના પિતાના જન્મદિવસમાં જવાની વાત કરે તો થોડું દુ:ખ તો થાય ને ? પણ હું કઈક અલગ હતો. હાર માનવાની વાત તો મારામાં આવે જ નહીં. )

દિયા : હેલો... આદિત્ય.. ક્યાં ગયો ?

આદિત્ય : દિયા મારો ટાઈમ થઈ ગયો પોણા બે વાગ્યા છે તો હું જાવ છું. હમણાં બે વાગ્યે મારે જોબ સ્ટાર્ટ થઈ જશે પછી એમાં તો ફોન અલાઉડ જ નથી.

દિયા : ઓકે બાઈ. (Call Cut)

દિયાને તો આમ પણ મારી વાતમાં રસ જ નહોતો. આ તો વાત કરવા ખાતર વાત થતી એવું લાગતું. હું તો દિયા સાથે વાત થતી એમાં પણ રાજી થઈ જતો. આખો દિવસ સારો જતો. હું દિયા માટે જે જોક લાગતો એમાં પણ મારી ફિલિંગ્સ મારી લાગણી શેર કર્યા જ કરતો કે કદાચ દિયાને મારા માટે લાગણી થઈ જાય અને એના દિલમાં મારા માટેનો પ્રેમ જાગે અને દિયા મને કહે કે આદિ હું તને લવ કરું છું. જિગર હવે મારા માટે કઈ નથી તો ખરેખર એક સપનું પૂરું થઈ જાય પણ ‘વાણંદના વાંકા હોય ત્યારે કોથળીમાંથી પણ કરડે’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. મારા નસીબ એવા જ વાંકા હતા. દિયા મારા નસીબમાં તો હતી જ પણ મારા પ્રેમમાં નહોતી એવું લાગતું હતું. મને એવું અંદરથી જ લાગ્યા કરતું કે કઈક તો કારણ હશે જ કે જેના લીધે મને દિયા સાથે દિયાની આટલી બધી વખત ના કરવા છતાં અને તે કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે એવું કહેવા છતાં હું એને જ પ્રેમ કરું છું. બાકી હું એવો વ્યક્તિ છું કે જે કોઈ એકવાર જમવાની ના પડે તો બીજી વાર માગું પણ નહીં તો આ તો મારો પ્રેમ હતો અને દિયાએ તો મારી લાગણીને દુભાવી હતી. આમ છતાં હું કેમ દિયાને જ પ્રેમ કરતો હતો ? મને સમજાતું નહોતું પણ બસ એક જ ધ્યેય હતું કે દિયા મને પ્રેમ તો કરશે જ એ પણ દિલથી કરેશે. મારા કહેવા પ્રમાણે નહીં. હું કહું કે મને મેસેજ કર ત્યારે મેસેજ કરે તે પ્રેમ ના કહેવાય. મારે તો આદાન પ્રત્યાદાન વાળો પ્રેમ જોઈએ છે. હું જેટલો પ્રેમ કરું એટલો જ પ્રેમ મને સામે મળે તો વાત બને. આવી ભગવાન પાસે હું રોજ માગણી કર્યા કરતો.

પછી એક દિવસ મેં દિયાને બે ઓપ્શન આપ્યા. મારી જિંદગીનો સૌથી મોટો સવાલ કદાચ આ જ હશે. હા, બરાબર વિચારો છો તમે એન્જીનિયરીંગનું કેરિયર સિલેક્ટ કરવા કરતાં પણ અઘરો સવાલ મારા માટે હતો. કદાચ દિયા માટે આ સવાલની કોઈ વેલ્યૂ ના હોય શકે પણ હા મારા માટે આ સવાલની બહુ જ વેલ્યૂ હતી અને આ સવાલ મેં એક વખત નહીં બે વખત પૂછ્યો. (ક્રમશ:)

* * *

હવે આદિત્ય એક અગત્યનો સવાલ દિયાને કરશે. શું હશે આ પ્રશ્ન ? ક્યારે આદિત્ય પૂછશે ? કેવી રીતે ? જોઈશું આવતા ચેપ્ટરમાં, ત્યાં સુધી તમે વિચારો અને હા, કઈક યાદ આવે તો મેઈલ આઈ ડી : rjravi3205@gmail.com પર મસ્ત મજાનો તમારો વિચાર અને તમને લગતા બે ઓપ્શન મને મોકલજો. હા, એવું બને કે આવતા ચેપ્ટરમાં તમારા અને મારા વિચાર સરખા થઈ જાય.

* * *