|| 32 ||
વૈધાનિક ચેતવણી : ધૂમ્રપાન અને દારૂનું સેવન સ્વસ્થ્ય માટે હાનિકારક છે.
પ્રકરણ 31 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
***
હું અમદાવાદ નોકરી કરતો હતો. આ વાત છે ડિસેમ્બર – 2016 ના સમયની અને હા, કોઈને કઈ કહેતા નહીં પણ આ નોકરી તો હું માત્ર દિયા માટે જ કરતો હતો. મને એવું હતું કે હું દિયાથી થોડો દૂર થઈ જાવ તો કદાચ એનામાં પ્રેમની લાગણીનો ઉદ્ભવ થશે અને દિયા મને પ્રેમ કરશે. હું 23મી ડિસેમ્બર – 2016ના રોજ કંપનીમાં હાજર થયો. એક કસ્ટમર સર્વિસ રીપ્રેઝન્ટેટીવ તરીકે મેં ચાર્જ સંભાળ્યો. અઢાર હજાર રૂપિયા પગાર અને પાંચ દિવસ કંપની એકોમોડેશન પણ આપવામાં આવેલુ હતું. રાજકોટ મમ્મી પપ્પાને મળવા આવવાનો અને મારા કપડાં વગેરે ચીજ વસ્તુઓ લેવા આવવાનો પણ સમય નહોતો મળ્યો. બે દિવસ રજા આવી અને હું ઘરે આવીને બધુ લઈ ગયો. મને એવું હતું કે આ હું છેલ્લી વખત રાજકોટ આવ્યો છું દિયા મને મળવા આવવા માટે આમ તલપાપડ થતી હશે પણ... એવું કઈ થયું નહીં. આ નોકરીમાં ને નોકરીમાં હું દરરોજ છૂટીને થાકી જતો, આમ છતાં કંપનીની કારમાં દરરોજ ઘરે જતી વખતે મેસેજમાં દિયા સાથે વાતો કરતો. દિયાનો ક્યારેય સામેથી તો એક પણ મેસેજ ના હોય પણ તમે મને તો જાણો જ છો. એક દિવસ મેં દિયાને બે ઓપ્શન આપ્યા. મારી જિંદગીનો સૌથી મોટો સવાલ કદાચ આ જ હશે. હા, બરાબર વિચારો છો તમે એન્જીનિયરીંગનું કેરિયર સિલેક્ટ કરવા કરતાં પણ અઘરો સવાલ મારા માટે હતો. કદાચ દિયા માટે આ સવાલની કોઈ વેલ્યૂ ના હોય શકે પણ હા મારા માટે આ સવાલની બહુ જ વેલ્યૂ હતી અને આ સવાલ મેં એક વખત નહીં બે વખત પૂછ્યો. કેવી રીતે ? આવી રીતે.
20 જાન્યુઆરી – 2017 – શુક્રવાર
હું અમદાવાદમાં જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં હિન્દી ભાષા બોલવી ફરજિયાત હતી કારણ કે અહીંયા નોકરી કરનારા બધા જ કર્મચારીમાં ગુજરાતી ભાષા ના સમજનારા લોકોની સંખ્યા વધુ હતી. એક દિવસ હું મારા બધા ઓફિસમેટ્સ સાથે વાતો કરી રહ્યો હતો.
“હેય, આદિ તુને કભી પી નહીં હૈ યાર.. ઉસ દિન થર્ટી ફર્સ્ટ કો ભી ના બોલ રહા થા. ચક્કર ક્યા હૈ ?”, કિર્તિએ મને દારૂ પીવા બાબતે પૂછ્યું. ગુજરાત બહાર દારૂની પરમીશન હોવાને લીધે મારી ઓફિસ ફ્રેન્ડ કરીના જે મૂળ રાજસ્થાની હતી અને દારૂ પીવાની શોખીન હતી.
“નહીં યાર, મુજે પસંદ હી નહીં હૈ, યે સબ દારૂ, સિગારેટ ઔર ફાકી ગુટખા જેસી કોઈ ભી ચીઝકા સેવન મેં નહીં કરતાં એન્ડ ડોન્ટ માઇન્ડ હાં, આપ લૉગ કર શકતે હો પર ગુજરાતમેં કભી ગલતી સે ભી દારૂ મત પીના”, મેં કિર્તિને એની ટેવ વિશે થોડું ટોન્ટમાં કહ્યું.
“એ આદિ વોહ સલોની તુજે ઢૂંઢ રહી થી”, દૂરથી દોડીને મને કેન્ટીનમાં કરીના સાથે વાતો કરતી વખતે અચાનક વચ્ચે આવીને વિનિતે કહ્યું.
“કોન સલોની ભાઈ ?”, મેં નામ ભૂલી ગયો હોવાથી પૂછ્યું.
“અરે વોહ યાર કલ જો બડિંગ મેં તેરી કોચ થી ઔર તુજે તેરી બુક કે બારેમેં કુછ પૂછ રહી થી..”, વિનિતે મને સલોની યાદ અપાવતા કહ્યું.
“અચ્છા કરીના અનિશ કો બોલના મેં જલ્દી આ જાઉંગા, યે સલોની ના બડી પઝેસિવ ટાઈપ લડકી હૈ, અગર મુઝે યહાં દેખ ગઈ ને તો મેં ગયા સમજો.”, હું આટલું બોલીને જેકેટ પહેરીને નીકળ્યો મસ્ત ગુલાબી ઠંડીમાં કંપનીનો ગેટ ખોલીને બહાર.
અમદાવાદ એટલું મસ્ત ફૂલગુલાબી શહેર છે ને બોસ અહીંયાનું ફૂડ બહુ જ સસ્તું ચોખ્ખું અને સ્વાદિષ્ટ છે. મને સ્લાઈસ બહુ જ ભાવે તો હું મારી બડિંગ કોચ સલોની સાથે બહાર સ્લાઈસ ખાવા માટે આવ્યો. સાલોની ગાંધીનગર શહેરથી દરરોજ અપડાઉન કરીને અમદાવાદ હતી. સાલોની દેખાવમાં બહુ જ સુંદર હતી અને મારી ટ્રેનીંગ કોચ. હવે, મારે ઘણા સમયથી તેની સાથે બડીંગમાં બેસવાનું થતું હોવાથી બહુ સારો પરિચય થઈ ગયો હતો. જે રીતે તે પેનને પોતાના શેમ્પૂ કરેલા મસ્ત લહેરતા ખુલ્લા વાળમાં ગોળ ગોળ ફેરવતી એ જોઈને ‘આહહા...’ થઈ જતું. મારા કલીગ્સ મને લકી ગણાવતા કારણ કે સલોનીને સૌથી વધુ મારી સાથે બનતું. હું અને સલોની એકબીજા સાથે વાત કર્યા વગર બહાર આવ્યા અને..
“મહેન્દ્રભાઈ બે સ્લાઈસ આપજો”, એલિસ બ્રિજના પૂલ નીચે દાબેલી માટે વખણાતા મહેન્દ્રભાઇને મેં બે સ્લાઈસ બનાવવા ઓર્ડર આપ્યો.
“શું થયું ? કેમ આમ ઉદાસ છે ?”, મેં મોં ફેરવીને ઊભેલી સલોનીને પૂછ્યું.
“નથી બોલવું તારી સાથે મારે”, સલોનીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો.
“અરે પણ કેમ ?”, મેં જરાક અમથું સ્મિત સાથે પૂછ્યું.
“કઈં નહીં. તું જા તારી એ સ્વિમિંગ ચેમ્પિયન પાસે. હું ગમે તે કરું તારા માટે પણ તારા દિલમાં દિયા જ છે. મને ખબર છે કે તું હજી એને એટલો જ લવ કરે છે. મને જરા પણ નહીં”, સલોનીએ ઇન્ડાયરેક્ટ્લિ પ્રપોઝ કરતી હોય એમ પૂછ્યું.
દિયાના ચહેરા પર મેં ક્યારેય મારા માટે આટલી સારી લાગણી અને આટલી પ્રેમભરી લાગણી નથી જોઈ. સલોનીના ચહેરા પર અને તેની આંખ નીચે મારા માટે જાગેલી રાતોના કારણે પડેલા કુંડાળાં સાફ દેખાય આવતા હતા. દિયા જિગર માટે જાગતી, હું દિયા માટે જાગતો અને સલોની મારા માટે જાગતી હતી. આ બધામાં હું સૌથી વધુ પ્રેમી હતો એ તમે જાણો જ છો. દિયા તો મારી પાસેથી સ્ટેટસ લઈને વોટ્સ પર સ્ટેટ્સ રાખી દેતી જિગરને બતાવવા માટે. મને બહુ દુ:ખ થતું. કારણ કે સ્વાભાવિક વાત છે ને તમે જેને દિલથી સાચો પ્રેમ કરો છો અને ઘણા વર્ષોથી કરો છો તે છોકરી તમારી જગ્યાએ કોઈ બીજાને પ્રેમ કરે તો દુ:ખ તો થવાનું જ. હું દરરોજ મોડે સુધી જાગતો. ક્યારેક દિયા મેસેજના રિપલાય કરતી સરખી રીતે તો ક્યારેક જરા પણ સરખી રીતે નહીં. રિપલાય આપવામાં બહુ જ ટાઈમ લગાવી દેતી. કારણ કે.. બસ હવે બોલીશ તો હું અત્યારે ઈમોશનલ થઈ જઈશ. સલોની મારી સાથે વિડીયો કોલમાં વાત કરતી તો ક્યારેક કોલ કરીને વાતો કરતી. મારી પાસે જુદા જુદા સોંગ્સ ગવડાવતી. હું વિડીયો કોલમાં તેની સામે સોંગ્સ ગાઈને મારી દિયા પ્રત્યેની દૂરીને દૂર કરતો અને છેલ્લે બાર વાગ્યે દિયાનું લાસ્ટ સીન ચેક કરી સૂઈ જતો. સાહેબ બહુ દુ:ખ થાય જ્યારે લાસ્ટ સીન પણ તે જ દિવસનું હોય પણ તમે જેની રાહ જોવો છો તે તમને એક પણ મેસેજ ના કરે. કોમ્પ્લિમેંટ્સ આપતી બસ, નાઇસ ડીપી અને નાઇસ સ્ટેટ્સ અને એવું બધુ બાકી કઈ જ નહીં. ક્યારેક સામેથી હું કોલ કરું તો પાંચ થી દસ મિનિટ વાતો કરીને ‘હું મૂકું છું’ કહીને કોલ કટ કરી દેતી.
“અરે પણ એવું નથી યાર. જો મને દિયા બહુ ગમે છે. હું દિયાને પ્રેમ કરું છું. તેના માટે લવની ભાષા કઈક અલગ છે એવું દિયા કહે છે. ભલે ને કહે મને એનાથી કઈ મતલબ નથી. મને ખબર છે તે કોઈ બીજાને પ્રેમ કરે છે તો શું થઈ ગયું હું તો દિયાને જ પ્રેમ કરું છું. આજ સુધી ક્યારેય દિયાએ મને કોલ નથી કર્યો, ક્યારેય ‘થ્રી મેજિકલ વર્ડ્સ’ સામેથી નથી કીધા. હા, હું ફોર્સ કરું તો બોલે બાકી નહીં પણ તોય મને દિયા બહુ ગમે છે. હા, કદાચ મારા નસીબમાં દિયા નથી પણ.. છે તો મારી જ ને ! તેની ઈચ્છા નથી કે મારા મેરેજ એની સાથે થાય તો શું થયું હું થોડો દિયાને મેરેજ માટે લવ કરું છું ? હા, કરવા છે મેરેજ દિયા સાથે જ કરવા છે પણ એવું નથી કે મેરેજ માટે તેને લવ કરું છું. હું તો દિયાના વ્યક્તિત્વ નહીં પણ અસ્તિત્વને ચાહું છું. દિયા છે એ જ મહત્વનું છે મારા માટે કોની છે અને કોને પ્રેમ કરે છે એનાથી કશો ફરક નથી પડતો. દિયા મને લવ ના કરે તો કઈ નહીં પણ મને તો દિયાને લવ કરવામાંથી જ સમય નથી મળતો. આઈ જસ્ટ લવ હર”, દિયા વિશે ઘણું બધુ બોલ્યા પછી મેં સ્લાઈસનું એક બટકું ચાખ્યું. સલોની મારી સામું જ જોઈ રહી હતી.
“આદિ એક વાત કહું?”, સલોનીએ મને કઈક અગત્યની વાત કરતી હોય એમ પુછ્યું.
“હા, બોલ ને. પ્લીઝ બોલ”, મેં સલોનીને વાત કરવા કહ્યું.
“જો આદિ, તું છે ને બહુ ભોળો છે. કોઈ છોકરી મસ્ત રીતે તારી ફિલિંગ્સ સાથે રમી રહી છે. તને ખબર પણ છે અને તે એટલી સારી છે કે એને તને કહી દીધું કે તેને તારી સાથે સંબંધ રાખવો જ નથી અને તું ? હજાર વખત નાક કાપ્યા પછી પણ નક્ટો થઈને એની પાછળ પાછળ ફરે છે. તને તારું સ્વમાન વ્હાલું નથી ? અહીંયા ઓફિસમાં તો પોતાના ડેસ્ક પર કોઈને બેસવા પણ નથી દેતો અને તને જ ગમતી છોકરી કોઈ આરામથી લઈ જાય છે અને તું કઈ જ કરી શકતો નથી. તું તે છોકરીને કહી શકે કે જવા દે મારે નથી જોઈતી તું. હવે ક્યારેય તારો ચહેરો મને ના બતાવતી. તે મારા પ્રેમની કદર નથી કરી. મેં તને નિર્દોષ પ્રેમ કર્યો પણ તે આ પ્રેમ સામે પણ ના જોયું ? બોલ કહી શકે. ઓકે ચાલ તને એક ચેલેન્જ કરું હું કહું એવો મેસેજ કર તું એને.. જો દિયા તને સાચો પ્રેમ કરતી હશે તો તને રોકવાની કોશિશ કરશે. તને એનાથી દૂર નહીં જ થવા દે. આજે જ કર. દિયા રાત્રે ફ્રી થશે જ જિગર સાથે વાતો કરવા માટે ત્યારે મેસેજ કરી દે જે”, સાલોનીએ દિયા મને પ્રેમ કરે છે કે નહીં એ જોવાનો એક માર્ગ બતાવ્યો.
અમે સ્લાઈસ ખાઈને અંદર ઓફિસમાં ગયા અને હું ગયો સીધો મારા લૉકર તરફ અને મેં મારો મોબાઇલ લોકરમાંથી મોબાઇલ કાઢ્યો અને દિયાને મેસેજ કર્યો.
“ Hi Diya, I know I feel very bad to write this but I will have to. Diya hu tane bahu j love karto to pan te mane mara thi addho pan prem naa aapyo. So it’s time to leave everything. Darek vyakti tamari life ma ek expiry date laine aave chhe em aapna relation ni pan expiry aavi gai chhe. Hu taro enemy nathi so hu tari sathe vato karish pan bahu j ochhi. But have biju badhu puru. All other relations over. “
આ મેસેજ કરીને હું તો ચાલ્યો ગયો ઓફિસમાં અને થોડીવાર પછી દિયાનો રિપલાય આવ્યો. હા, આ રિપલાય મે ઓફિસમાંથી છૂટીને જોયો.
દિયા (reply) : Hmm Okay. Then block me ok bye.
કોઈ પણ છોકરો જે કોઈ છોકરીને દિલથી ચાહતો હોય એને એના દિલમાં ક્યાંક એવી આશા રહેલી હોય છે કે તેને ગમતી છોકરી તેને જ્યારે તે છોકરો ગુસ્સે થાય ત્યારે મનાવે. છોકરો ગમે એટલો થાકીને આવ્યો હોય પણ છોકરી થોડી વાતો કરે તો એનો થાક ઉતરી જાય પણ અહીંયા તો દિયાની વાત હતી. દિયા મને પ્રેમ કરતી હોય તો મને મનાવે ને ? મારી તો જિંદગીભર અમુક વિશ રહી ગઈ. જેમ કે ‘દિયાની માટે ક્યારેક હું someone special બની શકું, દિયાના મોબાઇલનો પાસવર્ડ બની શકું, મારી ઈચ્છા હતી હંમેશા માટે કે દિયા ક્યારેક મારા માટે ફેસબુક પર સ્ટેટસ લખે. હું કહું ને કરે એમાં મજા નથી. દિયા એની મેળે કરે તો મજા આવે. હું હંમેશા રાહ જોઈશ દિયાની કે તે પાછી આવે અને મારા માટે એ બધુ જ કરે જે મારી ઈચ્છા છે અને મારૂ દિયા માટેનું સપનું છે. હવે, જોઈએ ભવિષ્યમાં શું થાય છે એ તો. સમય ઘણો વીતી જાય છે. હવે, સમય આવ્યો જ્યારે અમદાવાદથી જોબ છોડીને હું રાજકોટ શિફ્ટ થયો અને ફાઇનલી લાઈફનો સૌથી સુંદર દિવસ કહી શકાય એ દિવસ આવી ગયો અને આ દિવસ હતો 12 ફેબ્રુઆરી – 2017 અને સમય બરાબર સવા આગિયાર વાગ્યે અને સ્થળ મારુ ઘર.
12th February – 2017
11:15 am
હું અને દિયા રિલેશનશિપમાં હતા. મેરેજ ફાઇનલ નહોતા કારણ કે એવી ઈચ્છા હતી કે જ્યાં પેરેન્ટ્સ નક્કી કરે ત્યાં મેરેજ કરીશું. આ ભારત દેશ છે. અહીંયા બે પરિવારના લગ્ન થાય છે. છોકરી અને છોકરો ચાહે ગમે એટલો પ્રેમ કરી લે પણ છેલ્લે તો ફેમિલી જે નક્કી કરે તેમ જ થાય છે. અમારા કેસમાં પણ એવું જ હતું. દિયા આજે મારા ઘરે આવવાની હતી અને અમે બંને એક બીજાને સરપ્રાઈઝ આપવાના હતા. દિયા આવી ગઈ. મને તે ડ્રેસ પહેરે એ બહુ જ ગમે આથી ડ્રેસ પહેરીને આવી હતી. સૌથી પહેલા મેં તેને મારા બેડ પર બેસાડી અને અમે વાતો શરૂ કરી. આજે મમ્મી એક ફેમિલી ઈવેન્ટમાં બહાર ગયા હતા. ભાઈ નીચે હતો કારણ કે મેં તેને મારો ફોન ગેમ રમવા આપી દીધો હતો અને એને બીજું શું જોઈએ ? આજે મેં દિયા સાથે મન ભરીને વાતો કરી અને તે મારા માટે જમવાનું લાવી હતી. મને તેના હાથે જમાડયો. હું એના ખોળામાં સૂતો અને થોડીવાર પછી તે મારા ખોળામાં સૂતી. તમે વિચારો છો એવો રોમાન્સ પણ અમે નહોતો કર્યો. કારણ કે મને મારા કરતાં તેની આબરૂ વધુ વ્હાલી હતી. હા, અરીસાની સામે જોઈ રણબીર અને દીપિકાની માફક બેક હગ તો કર્યું અને બહુ બધા સેલફી ક્લિક કર્યા. બસ, પછી સારા કામમાં સો વિઘ્નની જેમ મારા કાકી અને મમ્મીના કોલ્સ આવવા લાગ્યા અને પછી મેં દિયાના કપાળ પર મસ્ત કીસ કરી અને હું છેલ્લે આટલું જ બોલ્યો, “ખુશ રહે”, કારણ કે ખબર જ હતી કે હવે જે થશે તે જોયું જશે. ત્યારબાદ કઈક બહાનું તો બનાવવું ને એટલે દિયાને એક નોવેલ આપી અને ઘરે જવા રવાના કરી. આથી ભાઈને મારા પર કોઈ શંકા ના જાય અને પછી...
હવે શરૂ થઈ એક રોમેન્ટીક સફર 12 ફેબ્રુઆરીએ થી લઈને 16 માર્ચ સુધી એક દમ રોમેન્ટીક લાઈફ હતી. દરરોજ મસ્ત મેસેજમાં વાતો કરવાની અને ફ્યુચર પ્લાનિંગ તો એમાં પહેલા આવી જતું. મારા ઘરે પણ મેં બધી જ વાત કરેલી કે મને દિયા ગમે છે અને મારે તેની સાથે મેરેજ કરવા છે પણ વાત જ્યારે મેરેજની આવે ને ત્યારે બધુ જ વિચારવું પડે ને ! બધુ ફાસ્ટ ફાસ્ટ જઇ રહ્યું હતું અને અંતે મારી વાત થઈ દિયાના મમ્મી સાથે. બહુ મજા આવી વાતો કરવાની પણ છેલ્લે તો એક દીકરીની માં કહેવાય ને ! જન્માક્ષર સહિત બધી જ વાતો કરી પણ છેલ્લે તો બધુ જ પગાર પર આવીને અટકે છે. મારી સેલેરી માત્ર 12000 હતી. દિયાના મમ્મીએ દિયાના પપ્પાને મારી વાત કરી અને તેમણે આ મેરેજ માટે ‘ના’ કહી. કારણ હતું બસ, સેલેરી. હા, આ કારણે મેરેજ ના થયા અને દિયાના મેરેજ થયા એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સાથે. હા, આ છોકરો એનાથી ઉંમરમાં ઘણો મોટો હતો. આમ છતાં એના માતા – પિતા કેમ માની ગયા એ હવે એમને જ ખબર પણ જે થયું એ સારા માટે થયું. હું ખૂબ જ ખુશ હતો. કારણ કે દિયા ખુશ હતી. કારણ કે દિયાની આ મેરેજ માટે હા હતી એટલે જ તેના માતા – પિતાએ હા, પાડી હોય ને ! એપ્રિલ – 2017માં સગાઈ થઈ અને 24 મી મે – 2018 ના રોજ લગ્ન. દિયાએ મને સગાઈમાં આમંત્રણ મોકલેલું પણ મેં તેને વોટ્સએપ પર બ્લોક કરેલી આથી મને કોઈ મેસેજ નહોતા મળ્યા.
એક દિવસ મને તેનો કોલ પણ આવેલો પણ મેં આડા આવડું બહાનું બનાવી મનાવી લીધી. થોડા સમય સુધી તો મારી પણ ઈચ્છા હતી કે સગાઈમાં જઇ આવું પણ કદાચ જાવ તો પણ કોના માટે ? કોણ હતું જેને ધ્યાનમાં રાખીને હું એની સગાઈમાં જાવ એના લગ્નમાં જાવ. લગ્નમાં જવાનું મન જરૂર હતું પણ પછી સમય સમયની વાત હોય છે. મૂડ નહોતો કે લગ્નમાં તૈયાર થઈને મારી ડ્રીમગર્લને કોઈ બીજા સાથે ફેરા ફરતો જોવ. હવે, મારી પાસે લક્ષ્ય હતું અને એ હતું બસ કઈક બનીને બતાવવાનું. જેને જોઈને દિયા અને તેના ફેમિલીને થવું જોઈએ કે તેમણે શું ભૂલ કરી મને રિજેક્ટ કરીને ?
આ સ્ટોરી અહીં જ અધૂરી રહી ગઈ પણ ઓયે... આ ભારત દેશ છે અહીંયા લવસ્ટોરી આમ પૂરી તો ના જ થાય ને બાકી સ્ટોરીમાં હીરોનું શું કામ હતું ? હવે મળીશું સીધા આજથી બાર વર્ષ પછી એટ્લે કે 2029 માં જ્યાં જોઈશું શું થાય છે આગળ ?
ક્રમશ :
હવે આવશે છેલ્લું પ્રકરણ. તો મળીશું જલ્દી સ્પીચલેસ વર્ડ્સમાં અને જોઈશું આદિત્યના મેરેજ કેવી રીતે અને ક્યાં થાય છે ? દિયાના મેરેજ થાય પછી શું થયું ? બધુ જ.