Speechless Words CH. 30 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH. 30

|| 30 ||

પ્રકરણ 29 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આદિત્ય પોતાના મિત્રો સાથે એક દિવસ ગરબા જોવા અને પછી બે દિવસના વરસાદના વિધ્ન બાદ ચોથા નોરતે રમવા માટે જાય છે પણ દિયા આદિત્યની સામું જોવા છતાં બોલાવતી નથી. આદિત્ય પોતાના મિત્ર ઋષિને બીજા એક દિવસની પણ વાત કરે છે, જ્યારે આદિત્ય દિયાને મળવા માટે બગીચે બોલાવે છે અને દિયાને રિંગ આપીને પ્રપોઝ કરે છે પણ દિયા ના કહી દે છે. વાર્તામાં ટ્વીસ્ટ આવવાનો છે એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

***

એક દિવસ નવરાત્રી દરમિયાન આદિત્યની ઈચ્છા હોય છે કે નવમા નોરતે એટલે કે નવરાત્રી મહોત્સવના છેલ્લા દિવસે દિયાને જોઈ શકે તેને રૂબરૂ મળી શકે. તમે જ વિચારો કોઈ છોકરો એક છોકરીને જ્યારે પૂરા દિલથી ખૂલીને પ્રેમ કરતો હોય અને ખૂલીને ચાહતો હોય ને ત્યારે જ એને આવી ઈચ્છા થાય અને આદિત્ય માટે આવું થવું એ તો સ્વાભાવિક હતું. આદિત્ય પોતાના મિત્રો સાથે જોવાના પાસ તો હતા જ, તે પાસ લઈને પહોંચી જાય છે ‘બામ્બૂ બિટ્સ સ્પેશ્યલી ફોર દિયા’. આદિત્ય અને તેના મિત્રો હવે શું કરે છે તે જાણીએ ખુદ એમની પાસેથી.

***

મારી એવી ઈચ્છા હતી કે ભલે મને દિયા ઇગ્નોર કરતી હોય પણ છેલ્લું નોરતું છે તો લાવ ને જોવ હું એને. છેલ્લા નોરતે તો મસ્ત તૈયાર થઈને આવી હશે મારી ક્યુટી પાઇ. બસ, આવું વિચારીને અમે નવમા નોરતે રાત્રે પહોંચી ગયા ‘બામ્બૂ બિટ્સ’. મેં દિયાને શોધવાનું શરૂ કર્યું અને મળી પણ ગઈ. બરાબર વચ્ચે પોતાના ગ્રુપ સાથે અને હા ખાસ કરીને એ જિગર સાથે ગરબા રમતી હતી. કેવું કહેવાય હેં ? હું ઓળખતો જ નથી કે એ છોકરો કોણ છે પણ જે મારૂ એ તો મારૂ ને યાર ! પછી એવા પણ વિચાર આવતા કે એ તો દિયાનો જસ્ટ ફ્રેન્ડ છે લાઈક મારા માટે ભવિશા પણ હું કેટલો ભોળો હતો મને રિયાલીટી તો ખબર જ નહોતી. કઈ પણ હોય એક વસ્તુ તો હતી કે મેં ક્યારેય દિયા માટે એવો વિચાર તો નહોતો જ કર્યો કે ‘તું મારી નહીં તો કોઇની નહીં’ એમ, મારા માટે તો ‘દિયા જ્યાં પણ રહે જેની પણ સાથે રહે બસ ખુશ રહે, કોઈ માટે ખરાબ શું કામ વિચરવું જોઈએ, જિગર સાથે એને રમતા જોતો પણ ક્યારેય આજ સુધી જિગર વિશે મેં ખરાબ નહીં વિચાર્યું હોય, હું કરી શકતો હતો એવું પણ મેં નથી કર્યું કારણ કે હું પ્રેમ કરતો હતો અને પ્રેમમાં ક્યારેય આવું ના આવે. જો પ્રેમમાં તમે હોય ને તમે હિંસા તરફ વાળો તો એને પ્રેમ નહીં વિકૃતિ કહેવાય અને હું વિકૃત નથી.

મેં દિયાને કોલ કર્યો કારણ કે મારે તેને મળવું હતું. દિયા આજે કેવી લાગે છે એ જોવું હતું. મને એવું લાગતું હતું કે આજે તો દિયા મારા ઇમોશનને સમજશે અને બહાર આવશે, મારી સાથે વાતો કરવા અને એક સેલફી લેવા માટે. મેં કોલ કર્યો.

આદિત્ય : હેલો, ક્યાં છો તું ?

દિયા : અંદર જ છું. શું હતું ? બોલ ને.

આદિત્ય : બહાર આવ ને. મારે મળવું છે તને. (મસ્ત સ્માઇલ સાથે એક દમ હસતાં હસતાં)

દિયા : ના, હવે મારે કઈ બહાર નથી આવવું.

આદિત્ય : પ્લીઝ યાર દિયા હું કેટલો દૂરથી એક તો આવ્યું છું આજે અને એ પણ સ્પેશ્યલી તને જોવા માટે.

દિયા : એ તો તે મને રમતા જોઈ હશે ને ! બસ તો પછી બહાર શું કામ છે ?

આદિત્ય : આવ ને પ્લીઝ યાર. એક જ વાર બસ ખાલી પાંચ મિનિટ આવજે. હું વધારે નહીં રોકું તને પ્લીઝ દિયા. ઇટ્સ રિકવેસ્ટ આવ ને.

દિયા : ના હું અત્યારે નહીં આવું.

આદિત્ય : પણ જસ્ટ..

દિયા : મૂકું છું બાઈ..

આદિત્ય : અરે પણ...

દિયા : બાઈ..

હું કઈ બોલું એ પહેલા તો કોલ પણ કટ થઈ ગયો. હું અંદર ગયો અને માંડ માંડ ખુરશી બેસવા મળી. આવું જ્યારે થાય આઈ મીન તમારો પોપટ થાય ને ત્યારે તમારા ફ્રેન્ડ્સ તમારી જ રાહ જોતાં હોય કે ક્યારે ભાઈનો પોપટ થાય ને મજાક ઉડાવીએ મારી સાથે આવું જ થયું. આ વાત દિયાને તો ના ખબર હોય ને !

ઋષિ : શું થયું ? આમ ઉતરેલું મોઢું કેમ ? ફરીવાર આવીને જતી રહી તરત એવું થયું ?

આદિત્ય : ના હવે ભાઈ..

જીત : તો એક જ વાર હગ કરવા દીધું હશે એવું ને ?

આદિત્ય : એ.... ડોબા... મૂંગો બેસ તું. અહીંયા મગજનો અઠઠો થઈ ગયો છે અને આ નવરાને હગની પડી છે. તું ભાઈ શાંતિ રાખ.

ઋષિ : પણ થયું શું એ તો કે હવે..

આદિત્ય : દિયા, બાર જ ના આવી. મને કીધું કે નથી આવવું. મેં કેટલી વાર રિકવેસ્ટ કરી. આમ, માણસ આજીજી કરે પણ નહીં. જરા પણ કેર નથી મારી દિયાને. ઋષિ બહુ થયું હો યાર. હવે આ બધુ છે ને વધુ પડતું થાય છે. મારે ડિયાને રોજ સામેથી એક તો મેસેજ કરવાના દરરોજ સામેથી કોલ કરવાના અને આમ છતાં આટલી હદે ખરાબ રિસ્પોન્સ. હવે, મારી જગ્યાએ કોઈ બીજો છોકરો હોય તો ? તું જસ્ટ વિચાર.

જીત : તારી જગ્યાએ કોઈ બીજો છોકરો હોય તો આ છોકરીને ધક્કો મારીને મૂકી દે.

આદિત્ય : પણ એલા ખુરશીને તો પાડમાં તું..

જીત : અરે ! તને જસ્ટ એકઝામપલ આપું છું.

આદિત્ય : મારામાં અને બીજા છોકરાઓમાં આ જ તો તફાવત છે. જેટલો લવ વધુ કરો એટલું જ કોઈ તમને રમાડી જાય. યાર ઋષિ હું કેવો લવ કરું છું. તને આઇડિયા પણ નહીં હોય. તું ક્યારેય કોઈ છોકરી સાથે પ્રેમ કરવામાં વિચારી પણ ના શકે એટલી હદે હું દિયાને લવ કરું છું ભાઈ અને એ ? જો ત્યાં સેલફી ક્લિક કરવવામાં પડી છે.

ઋષિ : આ છોકરો કોણ છે ?

આદિત્ય : જિગર છે એ તો. દિયાનો ક્લોઝેસ્ટી ફ્રેન્ડ જસ્ટ લાઈક હું અને ભવિશા.

ઋષિ : ભવિશા તારા માટે તારી બેન જેવી છે આદિ અને આ દિયા જે રીતે જિગર સાથે સેલફી ક્લિક કરી રહી છે, એના પોઝ પરથી મને પાંચ ટકા પણ એવું નથી લાગતું કે દિયા માટે આ છોકરો ખાલી એક ફ્રેન્ડ હોય શકે. કઈક બીજું છે આદિ ભાઈ. તું જોઈ લે. તારી રીતે ચેક પણ કરી લે, આ છોકરી તારી સાથે જસ્ટ વાત કરે છે એટલું જ તને લવ કરે છે એવું વિચારવાનું બંધ કરી દે બોસ. આ તો ગઈ હવે.

જીત : મને પણ એવું જ લાગે છે આદિ. સંભાળ, એના દિલમાં તારા માટે જો થોડોક પણ પ્રેમ હોત અને થોડીક પણ લાગણી હોત ને તો તને મળવા બહાર આવી હોત. જે રીતે અત્યારે જિગર સાથે સેલફી ક્લિક કરાવી રહી છે એ જ રીતે તારી સાથે સેલફી ક્લિક કરી રહી હોત. તને કારણ સમજાણું ? દિયા જિગર સાથે સેલફી ક્લિક કરાવવા હતા એટલે જ તને મળવા બહાર નથી આવી.

આદિત્ય : યાર.. શું બોલો છો તમે લોકો ? ભાન પડે કઈ ? આજે તમે બે મારા ફ્રેન્ડ્સ ના હોત તો એક મારી હોત. યાર એ મને લવ કરે છે પણ એવું બને ક્યારેક કે હંમેશા બધાનો લવ સરખો નથી હોતો એમ એની મને પ્રેમ કરવાની રીત કઈક અલગ હશે. હું એને આમાં કઈ કહી તો ના શકું ને. (ફરીવાર હું ખુરશી પર બેસીને કપાળ પર હાથ ફેરવવા લાગ્યો) મગજનું દહીં થઈ ગયું છે. ભગવાને એવી જ છોકરી સાથે પ્રેમ શું કામ કરાવ્યો જે મને આવી રીતે ટ્રીટ કરે છે ? દિયા યાર ક્યારેક તો તારા દિલ પર હાથ રાખીને પૂછ એને કે તને સાચો લવ કોને કર્યો છે ?

( ઋષિ અને જીત મારી પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. )

ઋષિ : આદિ, બહાર જઈશું. બહાર હાલ અને ‘લીંબુ’માં જઈને સોડા પીને છુટ્ટા પડીએ.

અમે ‘લીંબુ’ નામથી વિરાણી ચોકમાં એક સોડાની દુકાન છે, ત્યાં સોડા પીવા માટે ગયા. સોડા પીને છુટ્ટા પડ્યા અને મને રાત્રે 4 વાગ્યા સુધી ઊંઘ જ ના આવી. બસ, દિયાના જ વિચાર આવતા હતા. હવે, દિયાએ ફોટોસ પણ અપલોડ કર્યા ફેસબુક પર મસ્ત મજાનાં અને અમુક જિગરે પણ અપલોડ કર્યા વીથ ટેગમાર્ક ‘Bye Bye Navratri 2016’. મારે તો એ જોઈને જીવ જ બાળવાનો હતો. કારણ કે મારી સાથે તો દિયા વાત પણ નહોતી કરતી. ખબર નહીં કેમ ? હું બહુ જ ઉદાસ હતો. ખાસ કરીને દિયાના ફેસબુક સ્ટેટસ અને એના વ્હોટ્સ એપ સ્ટેટ્સ વાંચીને. મારા મિત્રોએ તો કહ્યું કે બ્લોક કરી દે એને અને કહી દે કે તું મારી લાઈફમાં આવી થેન્ક યુ સો મચ પણ લાઈફમાં અને દુનિયામાં બધા જ એક લાસ્ટ ડેટ સાથે આવે છે અને તારી મારી જિંદગીમાંથી જવાની ડેટ હવે આવી ગઈ છે. મેં દિયાને મેસેજ કરીને આ બધુ જ કહી દીધું પણ તમને હવે તો મારી ખબર જ હશે કે મારો સ્વભાવ જ એવો મારાથી તો રહી જ ના શકાય. મને એક જ વિચાર આવતો કે ‘કઈ વાંધો નહીં, હશે! ક્યારેક તો મને યાદ કરશે ને! ક્યારેક તો મારા માટે એના દિલમાં હુંફ લાગણી જન્મશે’. એક દિવસ દિયાએ સવારે ઓફિસ જતી વખતે રસ્તામાં ટ્રેનમાં જિગરને કોલ કર્યો.

જિગર : ગુડ મોર્નિંગ

દિયા : ગુડ મોર્નિંગ. શું કરે ?

જિગર : બસ, હજી ઉઠ્યો છું. હવે, ફ્રેશ થઈશ. કેમ કઈ કામ હતું ?

દિયા : ના, બસ એમ જ કોલ કર્યો. કેમ ના કરાય ?

જિગર : કરાય જ ને કેમ નહીં. બોલ ને શું કરે ?

દિયા : બસ, જો વિચારું છું કે મનાલી કેમ્પ છે તો જાવ કે ના જાવ એમ.

જિગર : હું તો કહું જા, આખી જિંદગી નોકરી તો કરવી જ છે.

દિયા : મારે જાવું છે પણ ‘હા’ કરતાં પણ ‘ના’ જેવુ છે. પપ્પા ના પાડે છે મને.

જિગર : હું તો કહું જઇ આવજે. પછી જ્યારે તું લગ્નના મંડપમાં બેઠી હોય ત્યારે તને અફસોસ ના થવો જોઈએ કે તે લગ્ન પહેલા મારે આ કરવાની જરૂર હતી અને મેં ના કર્યું.

હવે, આ મનાલી કેમ્પ પાછળનું એક રહસ્ય છે. મનાલી કેમ્પનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થયું હતું. આ સમયે દિયાને એના પપ્પાએ ના પાડેલી કે કેમ્પમાં નથી જવું. કારણ કે બહુ બધા છોકરાઓ આ કેમ્પમાં જતાં હતા અને સવાભાવિક છે કદાચ આ કારણથી એક બાપને પોતાની દીકરીની ચિંતા થઈ શકે. આથી ના પાડી હશે. આ સમયે જ દિયા અને મારી વ્હોટ્સ એપ મેસેજમાં વાત થઈ.

Diya : Hu jav chhu manali farva mate

Me : Haa to ja saru

Diya : Ghana badha boys sathe

Me : Naa javay diyu

Diya : badha naa pade. Papa pan naa pade and tu pan. Mare shu kyay javanu j nay. Ema kai na thai jay. Marriage thai jay pachhi mane thodu kyay java malvanu chhe ?

Me : Maru naa maan chalshe but uncle e naa padi ne tane to bas nathi javu. Uncle e to kaik vicharine j naa padi hashe ne. Tu maanthi nathi sache diya badha j boys sara hoy evu jaruri nathi.

Diya : YJHD ma to batave chhe ane you know I love deepika.

Me : Diyu, it’s just a film yaar, ema to badhu batave. Evu jaruri nathi k evu sachu bane ? Nakamu na karvanu thai jay ane tara papa ni reputation ne dhakko lage diya. Evu na karay ne ? Sache Uncle nu maan ne don’t go manali. Tu family sathe to badhe j jay j chhe ne. Family is the best part of our life. To emni sathe jalsa kar ne yaar. Please Uncle k em kar. Sorry but he is right.

Diya : Ok

Me : and

Diya : Bye

Me : Pan sambhad ne

Diya : Gn sd tc nathi sambhadvu by

Me : Ohh shitt mare to vat j na thai kai. Pachhi vat.

થોડા દિવસ થયા અને બરાબર તારીખ 8th નવેમ્બર – 2016 બધાને યાદ હશે. આ સમયે ભારત દેશમાં પંચશો અને એક હજારની નોટ બંધ કરવામાં આવી. રાત્રે નવ વાગ્યાથી બધા લોકો 100 રૂપિયાની નોટો શોધવામાં લાગી ગયા અને 500 અને 1000ની નોટો જમા કરવવામાં. આ સમયે દિયા ગાંધીનગર હતી ટ્રેનિંગમાં પોતાની ઓફિસ મેટ્સ છોકરીઓ સાથે. દિયાએ કોલ કર્યો જિગરને.

જિગર : હા, બોલ ને દિયા

દિયા : શું કરે ?

જિગર : બસ, ટીવી જોતો હતો. નોટ બંધ થઈ ગઈ છે એ ન્યૂઝ જોયા અને પછી અત્યારે અહિયાં રાજુમામાને ત્યાં આવ્યો છું એમને કઈક વધારે પૈસા છે થોડા બેન્કમાં મૂકવા માટે તો એ મૂકવા મારે જવાનું છે તો...

દિયા : ઓહહો તો કાલે તું પણ લાઇનમાં ઊભો હઇશ એમ ને !

જિગર : હા, ઊભું તો રહેવું પડશે ને ! તમારી જેમ જલ્સા તો છે નહીં તમારે !

દિયા : બસ, હો.. કઈં નહીં મારો મૂડ ઓફ થઈ ગયો એક તો..

જિગર : કેમ ?

દિયા : ના પાડી પપ્પાએ તો હવે હું નહીં જાવ મનાલી.

જિગર : સારું તો. હું તો તારા સારા માટે કહેતો હતો કે બધા જલ્સા કરી લે જે. પછી આવું કઈ કરવા નહીં મળે.

દિયા : હા.. એ તો હું કરીશ જ. પછી જે થાય એ મંજૂર છે નહીં પણ રાખવું તો પડશે ને !

અચાનક Call Waiting : Aditya Clg ( અહીંયા clg એટલે ‘કોલેજ’, દિયા બધાના નામ આ રીતે જ સેવ કરતી )

દિયા : અરે... ! ( ચહેરો થોડો અપસેટ જેવો થઈ ગયો. થાય આવું જ્યારે તમે તમાર ગમતા વ્યક્તિ સાથે વાત કરતાં હોય અને અચાનક જેની સાથે વાત કરવાથી તમને ચીડ ચડે છે એનો કોલ આવે ત્યારે )

જિગર : કેમ ? શું થયું ? અંકલનો કોલ છે ?

દિયા : ના.. જિગર, હું તને થોડી વાર પછી કોલ કરું મને એક બીજો કોલ આવે છે.

જિગર : ઓકે સારું.

સાચું કહું ને તો આ જિગર મારા ટાઈપની નોટ નહોતો. કારણ કે હું તો જો દિયા સાથે વાત ચાલુ હોય અને મને બાય કહે તો બીજી પંદર મિનિટ તો એમનેમ વિતાવી દેતો. કારણ કે મને દિલથી બહુ જ ગમે છે, એની સાથે મેસેજમાં વાતો કરવી, એની સાથે કોલમાં વાતો કરવી. તમને ખબર જ હશે કે એવું કહેવાય છે કે કદાચ તમારી તબિયત ખરાબ હોય અને તમે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરો જે તમને બહુ જ ગમે છે અને એની વાતના શબ્દો એટલા સરસ લાગે ને કે ચહેરા પર સ્માઇલ આપો આપ આવી જાય. આમ, મન પ્રફુલ્લિત થઈ જાય. જો મારૂ ગુજરાતી શુદ્ધ થવા લાગ્યું અને હું ધ્રૂજવા પણ લાગ્યો અને હાથની રુવાટી પણ ઊભી થઈ ગઈ. આ ફિલિંગને જ કહેવાય સાચો પ્રેમ. જિગર માટે તો દિયા એની સાથે વાત કરે ના કરે શું ફેર પડે. મારા માટે જેમ ભાવિશા છે અને જિજ્ઞાશા છે એ જ રીતે જિગર માટે દિયા હતી પણ દિયાનું કામ એવું હતું કે જે વ્યક્તિ એની આટલી કાળજી રાખતો એને તે ભાવ ના આપતી અને જે માણસને એના હોવા ના હોવાથી કઈ ફેર નહોતો પડતો એની સાથે વાતો કર્યા કરતી.

Call Waiting : Aditya Clg

આ વાંચીને દિયાએ મારો કોલ રીસીવ કર્યો.

આદિત્ય : હાઇ.. શું કરે ?

દિયા : બોલો, બસ જો આ રઇ. એક તો આ પાનસો અને હજારની નોટો બંધ થઈ ગઈ તો અમે અત્યારે ગાંધીનગરના રોડ પર આંટા મારીએ છીએ. એ. ટી. એમ. એક તો મળતું નથી. બધા એ.ટી. એમ. બંધ થઈ ગયા છે.

આદિત્ય : ઘણો સમય થઈ ગયો તારી સાથે વાત નહોતી થઈ એટલે કોલ કર્યો.

દિયા : હું તારી સાથે પછી વાત કરું હો બાઈ..

આદિત્ય : અરે વાત કર ને ! એક તો મારે જમવા બેસવું છે.

દિયા : એવું છે ને તો હાલ હવે તો વટની વાત આવી ગઈ. હવે, ફોન ના મૂકતો હો ને ?

આદિત્ય : હું તો તું કે તો આખી જિંદગી તારો ફોન પકડવા તૈયાર છું.

દિયા : હા, બોવ સારું. હવે મૂકું છું ફોન બાઈ.

આદિત્ય : ઓકે બાઈ.

થોડી વાર પછી તરત જ દિયાએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું અને તે કઈક આવું હતું.

“ તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તું ભગવાન નથી તો પણ બધી જ જગ્યાએ તું જ દેખાય છે.. each and every second of my life… “

હું તો ખુશ થઈ ગયો કે ફાઇનલી જે વિચારતો હતો એ જ થયું. મારૂ દિલથી સપનું હતું કે ક્યારેક દિયા મારા માટે કોઈ સ્ટેટસ અપડેટ કરે. ફેસબુકમાં જેમ હું એના વિશે ભરી ભરીને લખું છું એમ એ પણ મારા વિશે કઈક સારું એવું લખે તો આથી આવું સ્ટેટસ મારી સાથે વાત કર્યાના બરાબર એક કલાક પછી વાંચતાં મને તો મજા આવી ગઈ. ચહેરા પર ખુશી છવાઈ ગઈ. હવે તો હું દિયા સાથે વાત કરવા તલપાપડ થતો હતો અને હા, એ સમય આવી ગયો. બીજા દિવસે હું મારી બેનના સીમંત પ્રસંગમાં અમદાવાદ ગયો અને ત્યાંથી મેં દિયાની સાથે મેસેજમાં વાત કરી. લાઈફની સૌથી ખરાબ વાતચીત આ હતી. જેને મારો મૂડ જેટલો સારો બન્યો હતો એનાથી અતિશય ખરાબ કરી દીધો.

***

હવે, આદિત્ય અને દિયા વચ્ચે બહુ જ મસ્ત વાંચવા લાયક વાતચીત થશે. આદિત્ય ખુશ થશે કે દુ:ખી એ તો તમે જાણો જ છો. તો હવે, અહીંયા સ્ટોરી ટ્વિસ્ટ થઈ રહી છે. કઈક એવું જે ખબર છે પણ ખબર નથી. આદિત્યને દિયાને એવી કઈ વાતની ખબર પડશે જેનાથી આદિત્યને સૌથી મોટો આઘાત લાગશે ? હવે, ફરીવાર બંને વચ્ચે મેસેજમાં એક બહુ જ અગત્યની વાત થવાની છે. શું થયું હતું તે દિવસે ? કઈ વાતની આદિત્યને ખબર પડી ? તે આવતા પ્રકરણમાં બધા જ પ્રશ્નોના જવાબ મળશે પરંતુ આવતા પ્રકરણમાં. સ્પીચલેસ વર્ડ્સ વિશેના ફિડબેક આપ રિવ્યુ દ્વારા આપો છો તેમ મને મેઈલ પણ કરી શકો છો.

E-mail: rjravi3205@gmail.com. See you soon till then bye bye.