Speechless Words CH - 1 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH1


DESCLAIMER

All characters and incidents portrayed and the names used in this story are fictitious and any resemblance to reality is pure coincidence.

Any similarity or resemblance to the name,

character or history of any person (living or dead),

is entirely and purely co-incidental and un intentional.

Neither the contents of this story, nor the writer or any other person associated with

the story intend to outrage, insult, wound,

offend or hurt any religion or religious sentiments,

beliefs or feelings of any person(s), community or class of person(s)


રવિ રાજ્યગુરુ “ સ્પીચલેસ વર્ડ્સ – અ લવ સ્ટોરી બિયોન્ડ રોમાન્સ “ નોવેલના એકવીસ વર્ષના યુવા લેખક છે. તેઓ મૂળ રાજકોટના વતની છે . તેમણે આ પહેલા “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર નામની નવલકથા લખી છે અને હાલમાં તેઓ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યૂઝપેપર ફૂલછાબના જાણીતા ફિલ્મસમીક્ષક છે . રવિ રાજ્યગુરુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ કાર્યરત છે .

, , , ,



special thanks...

  • મારા માતા-પિતા કે જેમના કારણે મારૂ અસ્તિત્વ છે , જેમણે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે . મારો ભાઈ રાજ , જે મારા મિત્રથી પણ વિશેષ છે.
  • ભગવાન જે મારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય એની સંભાળ રાખે છે.
  • મારા સ્વર્ગસ્થ દાદા અને સ્વર્ગસ્થ દાદીમા અને કુટુંબીજનો, જેમના દ્વારા વિવિધ સંસ્કારોની સાથે સમાજના વિવિધ મૂલ્યો વિશે મને શીખવા મળે છે.
  • સંગીતકાર મનોજ અંકલ જેમને ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રી મનોજ-વિમલના નામ થી ઓળખે છે, જેમણે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોમાંથી મને સમય આપીને મારા શોખને આગળ લાવવા પ્રયત્નો કર્યા છે.
  • મારા મિત્રો દેવાંગી, ભક્તિ, હિતાંશી, નિરવ, મયંક, દર્શન, જીત, રિશી, અર્જુન જેમના માટે સ્પેશિયલ થેન્ક્સ પણ બહુ ઓછું કહેવાય.
  • અર્જુન પટેલ , જેમણે આ બુકનું કવર ડિઝાઇન કર્યું છે.
  • આ સિવાય “યૂથ વર્લ્ડ મેગેઝીન”ના અમારા લેખક મિત્રો.
  • મારા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક અને કોલેજ સુધીના તમામ શિક્ષકો અને ગુરૂજનો જેમણે સમાજની એકતા વિશેના પાઠ ભણાવ્યા છે .
  • “MATRU BHARTI APP” અને મહેન્દ્રભાઇ શર્મા કે જેમણે મને આપ સૌની સમક્ષ ઇ-બૂક સ્વરૂપે રજૂ કર્યો છે તેના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું .
  • અંતે ખરા દિલથી આપ સૌ વાચકોનો જેમણે મારા પર વિશ્વાસ રાખી મારા કામને સ્વીકાર્યું .
  • પ્રસ્તાવના

    સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે ?? તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’…

    ~ રવિ રાજ્યગુરૂ

    || 01 ||

    પ્રિય વાંચકમિત્રો,

    વાર્તા શરૂ કરતાં પહેલા મારે તમને એક વાત કરવી છે. એક યુવાનની વાત છે. આ યુવાન તમારામાંથી કોઈ પણ વ્યક્તિ જેવો હોય શકે છે તો શરૂ કરીએ.

    ગુજરાતનું સૌથી રંગીલું શહેર એટલે રાજકોટ અને તેની નજીક આવેલા નાનકડા ગામ જેતપુરમાં ભાદરવી અમાસમાં ઇસ.૧૯૯૪માં તેનો જન્મ થયો હતો. કુટુંબમાં તેના દાદા-દાદી , માતા-પિતા અને ત્રણ કાકા હતા. કુટુંબમાં તે સમયે તે એક જ નાનું બાળક આથી બધા તેને બહુ પ્રેમ કરતાં હતા. સૌથી વધુ પ્રેમ અને હુંફ તેને પોતાના દાદા પાસેથી મળતી. સંસ્કાર અને સમાજના વિવિધ મૂલ્યોનું સિંચન તેનામાં તેના દાદાએ જ કર્યું છે. આ વ્યક્તિ પાંચ વર્ષનો થયો. આ સમયે તેના કાકા ફોટોગ્રાફી શિખતા હતા. આથી અવાર નવાર રોલ ( તે સમયે કેમેરામાં રોલ સિસ્ટમ હતી ) વધ્યે તેના ફોટો ક્લિક કરતાં અને જ્યારે તે લેબમાં પ્રિન્ટ કઢાવવા જતાં ત્યારે લેબવાળા ભાઈ પણ પૂછતાં કે “ આ છોકરો કોણ છે જેના તમે દર વખતે આટલા બધા ફોટા પાડો છો?? “ અને ત્યારે તેઓ કહેતા “ મારો ભત્રીજો છે અને મારો મિત્ર પણ છે. “ નવા નવા કપડાં લાવવાના , ફટાકડા , રમકડાં બધુજ કાકા લઈ આવતા. હવે તે પ્લેહાઉસમાં આવી ગયો હતો. પ્લેહાઉસમાં પણ તેને ચિત્ર વિચિત્ર રમતો રમવી બહુ ગમતી. ત્યારબાદ તેણે કેજીમાં એડમિશન લીધું. દરરોજ સાંજે તેના દાદા દાદી ઘરની બહાર ઓટલા પર ખુરસીમાં બેસતા ત્યારે તે દાદાના ખોળામાં બેસી વાર્તા સાંભળતો. ખબર નહીં કેમ પણ મજા આવતી. દાદા પણ રામાયણ , ભગવતગીતા , મહાભારતની વાતો કહેતા. વાર્તા પૂરી થયે તે દાદાને પ્રશ્નો પૂછતો અને સંતોષપૂર્વક જવાબ પણ મળી રહેતા. બીજા દિવસે આ વાર્તા તે પોતાના વર્ગમાં જઈને કરતો. ક્લાસમાં શિક્ષકોને પણ નવાઈ લાગતી કે આટલો નાનો બાળક આવડી મોટી વાર્તા કેમ યાદ રાખી શકતો હશે??

    તેના પિતા હાલમાં વાંકાનેર એસ. ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. કંડક્ટર પહેલા તેના પિતા રાજકોટના એક સાંધ્ય દૈનિકમાં એક પેપર વિતરક તરીકે નોકરી કરતાં હતા ત્યારથી જ તેનું સપનું હતું કે એક દિવસ પોતે પણ એક સમાચારપત્રમાં લેખક બનશે. તે બાળપણથી જ લેખન, વાંચન, સંગીત, નાટ્યકલા, રંગોળી આ બધી કળાઓનો શોખીન છે. જ્યારે સમાચારપત્રોની પૂર્તિઓમાં વાર્તા આવતી તેમાં પોતાને ગમતા બધા જ લેખ કટિંગ કરી લેતો હતો અને પછી આ બધી વાર્તાઓ બીજા દિવસે સ્કૂલમાં જઈને વર્ગમાં કરતો. આથી આત્મવિશ્વાસ પહેલેથી જ હતો. ધીમે ધીમે આ સ્તર વધીને જિલ્લા કક્ષાએ પહોંચ્યું અને રાજકોટમાં સૌ પ્રથમ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર સૌથી મોટી સ્પીચ આપી અને પ્રથમ સ્થાન મેળવ્યું અને સ્કૂલના બુલેટિનમાં પણ દર અઠવાડિયે તેના લેખ છપાતા હતા ત્યારથી જ સ્કૂલમાં નામ જાણીતું બની ગયું હતું. ડિપ્લોમા ઈજનેરીનું શિક્ષણ તેણે રાજકોટની જ કોલેજમાંથી મેળવ્યું છે. જેમાં તેના લેખ લાઈબ્રેરી પર લગાવવામાં આવતા ત્યારે પણ તે દર વખતે લાઈબ્રેરીયનને કહ્યા કરતો કે મારે એક દિવસ ન્યૂઝપેપરમાં લખવું છે. ધીમે ધીમે તેનો આ શોખ વધતો ગયો અને તેને નવલકથા લખવાનો શોખ થયો.

    નવલકથા ઘણું મોટું કામ હતું. વાર્તા બધી રીતે બીજા લેખકોની વાર્તાથી અલગ હોવી જરૂરી હતી. તે આ વાત માટે કહે છે કે મને ગમતા દરેક લેખકોની બૂક અને મારી નવલકથાને અનુરૂપ સંદર્ભ અને સાહિત્ય મને મારી કોલેજની લાઈબ્રેરીમાંથી જ મળી જતું. ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મનોજ-વિમલ તેના પિતાના સારા મિત્ર છે આથી તે અવારનવાર તેમના સ્ટુડિયોએ જઈને તેમની પાસેથી વાર્તા માટે માર્ગદર્શન મેળવતો હતો. તેની પ્રથમ નોવલને મળેલા અદ્ભુત પ્રતિસાદ અને નાની ઉંમરમાં જ એક એન્ડરોઈડ એપ દ્વારા પોતાની નવલકથાને લોકોના દિલ સુધી પહોંચાડવા બદલ એક ફેસબુક કોમ્યુનિટી “ફેસીસ ઓફ રાજકોટ-FOR“ દ્વારા તેને “ફેસ ઓફ રાજકોટ“ નું બિરુદ આપવામાં આવ્યું.

    સમાચારપત્ર સુધી પોતાની યાત્રા અંગે વાત કરતાં તે કહે છે કે સમાચારપત્ર સુધી પહોંચવું થોડું અઘરું હતું પણ અશક્ય તો નહોતું. તેણે પોતાના ફેસબૂક સ્ટેટસ અને પોતાના બ્લોગના મદયમથી ફિલ્મ રિવ્યુ આપવાનું શરૂ કર્યું. લોકોનો પ્રતિસાદ દિવસે દિવસે વધતો જતો હતો. આથી તેણે નક્કી કર્યું કે શરૂઆત કરીશ તો રાજકોટના જ ન્યૂઝપેપરથી કરીશ આથી અંતે તેના ફિલ્મ સમિક્ષા અંતર્ગત લખાયેલા લેખ વંચાયા અને અંતે તેની કૉલમ ‘ફિલ્મ્સમીક્ષા’ ૨૪ ડિસેમ્બરના રોજ ફૂલછાબ સમાચારપત્રમાં પ્રસિદ્ધ થઈ. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ વાર્તા ‘સ્પીચલેસ વર્ડ્સ’ના લેખક ખુદ રવિ રાજ્યગુરૂ છે. જે આપની સામે રજૂ કરવા જઈ રહ્યા છે પોતાની દ્વિતીય ઇ-બુક નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ – અ લવ સ્ટોરી બિયોન્ડ ફ્રેન્ડશિપ’….

    લિખિતંગ

    એક પ્રિય ચાહક

    * * * * *

    SPEECHLESS WORDS – A LOVE STORY BEYOND FRIENDSHIP

    શિમલા – હિમાંચલ પ્રદેશની આ વાત છે. મારૂ નામ અજિત આચાર્ય છે. અજિત નામનું કારણ ના પૂછવું , આ લેખકને અજિત નામ ગમ્યું એટલે મને મુખ્ય પાત્ર તરીકે લઈને વાર્તા શરૂ કરી રહ્યા છે. મારી પત્નીનું નામ અમાયા છે જે મારી સાથે મારા ભૂતકાળને લઈને થોડો જગડો થતાં એક મહિના પહેલા જ રાજકોટ પોતાના ઘરે જતી રહી છે. મારે એક દીકરો છે. જેનું નામ પ્રેમ છે. જે બહુ મોટી ટચ સ્ક્રીન કંપનીનો માલિક છે. મારા દીકરાને શિમલા બિઝનેસ કરવો હતો આથી અમે રાજકોટથી શિમલા સ્થાયી થયા છીએ. તેના લગ્નને પણ ઘણા વર્ષો વીતી ગયા છે. આથી એક પુત્રવધુ હિરલ છે. બે પૌત્ર છે જે જોડિયા છે , જેમનું નામ લવ અને કુશ છે. મારી ઉંમર 66 વર્ષ છે અને હું આ ઉંમરે પણ કોફીબારમાં બેસીને કોફી પીવાનો શોખીન છું. આજે 1st ઓક્ટોબર છે. મારો જન્મદિવસ છે. પરંતુ મારા કુટુંબમાંથી કોઈએ હજુ સુધી મને બર્થ ડે વિશ નથી કર્યું. અમારા શિમલાનું કોફીબાર બહુ જ પ્રખ્યાત છે. જેમાં એક બેન્ચ છે. જેના પર બેસીને હું ન્યૂઝપેપર વાંચું છું અને હંમેશા મારૂ રાશિ ભવિષ્યફળ પહેલા જોવ છું. આ આદત કોઈના એસ્ટ્રોલોજી પ્રત્યેના પ્રેમના લીધે થઈ ગઈ છે. ચા હું પીતો નથી કારણ કે મારા દાદાજી ના પિતાજી સ્વ. ગોપાલભાઈ આચાર્યનું કહેવું હતું કે ભણતા હોય તેમણે ચા ના પીવી જોઈએ. તેની પાછળનું લૉજિક શું હશે એ તો એમને જ ખબર.

    “ સર , ઓર્ડર ?? “ , વિચારોમાં મગ્ન થયેલા મને કાફે વેઇટરે મેનૂ આપીને ઓર્ડર માંગતા પૂછ્યું.

    “ એક કોફી ” , મેં હલકા સ્મિત સાથે જવાબ આપ્યો.

    ( વેઇટરના ગયા બાદ ન્યૂઝ પેપરમાં શોધતા શોધતા )

    “ ચાલો જોઈએ આજના ન્યૂઝ પેપરમાં રાશિફળમાં મારા માટે શું લાભ છે. ક્યાં ગયું મેષ રાશિ ?? હા... આ રહ્યું...

    ( વાંચતાં વાંચતાં )

    હમ્મ... શેરબજારમાં અણધાર્યો લાભ થશે, ( પોતાની મોટી મોટી આઇબ્રોસને ઉપર નીચે કરતાં )

    વાહ આજે જ પ્રેમને કહું ભાઈ આપણાં લગાવી દે ચાર પેટી. બીજું શું લખ્યું છે ?? કુટુંબ તરફથી લાભ થશે, સંતાનો ખુશી અપાવશે, વાહ એ તો આમ પણ અપાવે જ છે, ભગવાનની દયાથી દીકરાની વહુ પણ સારી મળી છે, બીજું.... હમ્મ.. જૂના મિત્રો મળશે અને વતન જવાનું થશે. હવે આ તો ખોટું કહેવાય આટલા વર્ષો થયા હું રાજકોટથી શિમલા આવ્યો તેને. હજુ સુધી આ પ્રેમ કઈ જવાનો મેળ કરતો નથી મારા માટે. લાવ પહેલા ફોન કરું તેને...

    ( ફોન લગાવીને )

    ( રિંગ વાગી )

    ( પ્રેમે ઓફિસમાં ફોન રિસીવ કર્યો )

    “ જી બાપુજી બોલો “ , પ્રેમે કહ્યું.

    “ અરે... બેટા પ્રેમ... ગયા વર્ષે પણ મેં તને કહ્યું હતું કે તું મને રાજકોટ એક વખત લઈ જા. તું ફરીવાર ભૂલી ગયો ?? “ , મેં પ્રેમને કહ્યું.

    “ સોરી બાપુજી , થોડું કામ હતું આથી બીઝી હતો , તો આવતા વીકમાં પક્કુ જઈશું. “, પ્રેમે મને કહ્યું.

    “ અને ભાઈ આજે તારીખ કઈ છે??” , મેં પ્રેમને બર્થડે યાદ કરવવાની આશા સાથે પૂછ્યું .

    “ પહેલી ઓક્ટોબર “ , પ્રેમે મને જાણે હું માત્ર તારીખ પૂછવા ખાતર પૂછતો હોય એમ જવાબ આપ્યો.

    “ અચ્છા સારું... હું ફોન મૂકું છું... હું રાત્રે મોડો આવીશ કારણ કે આજે હું મારા રાજકોટના એક મિત્રને ત્યાં જવાનો છું “, મેં પ્રેમને કહ્યું.

    “ ભલે બાપુજી... હું ઘરે ફોન કરીને જણાવી દઉં છું. “, પ્રેમે મને કહ્યું.

    મોડર્ન જમાના પ્રમાણે કોફીબાર પણ મોડર્ન પ્રકારનું હતું. એક મોટું એલ ઇ ડી જેમાં આજે અવનવા બૉલીવુડ મેલોડી ગીતો વાગી રહ્યા હતા. બધા ટેબલ પર એક એક ફ્લાવર પોટ રાખ્યા હતા. જેમાં રહેલા પીળા ફૂલોં ફ્લાવર પોટની શોભા વધારતા હતા. એક જમાનામાં આ ફૂલ મારા પ્રિય ફૂલ હતા. ટેબલ પર ડિજિટલ સ્ક્રીન મૂકેલી હતી જેમાં તમે તમારો અભિપ્રાય ઓટોગ્રાફ સાથે રજીસ્ટર કરવી શકતા હતા. કાફેમાં સાંજે મારા જેવા સિનિયર સિટીઝનોની મહેફિલ જામતી અને ખૂબ જ ગપ્પાં મારતા મોજ કરતાં. પરંતુ આજ આ કાફેમાં હું સવારના સમયો આવ્યો હતો કાફે મલિક સુનિલ એકલો બેઠો હતો અને તેનો વેઇટર એલ ઈ ડી માં આવતા નવા ફિલ્મના ગીતો નિહાળી રહ્યો હતો.

    મને આજે મારા માતા પિતા બહુ જ યાદ આવતા હતા. કારણ કે અમે હંમેશા સાથે જ કોઈ પણ રેસ્ટોરન્ટમાં જતાં હતા અને અવનવી વાતો કરતાં હતા. આજે જમાનો સાવ બદલાઈ ગયો હતો. દુનિયા દિવસે ને દિવસે ડીજીટલ બનતી હતી અને લોકો આળસુ બનતાં જતાં હતા. દર વર્ષે અવનવી અફવાઓ ઊડ્યાં કરતી હતી કે પૃથ્વીનો વિનાશ થવાનો છે પણ ક્યારેય કોઈ અફવામાં પણ એવું નહોતું જણાવતું કે દેશમાં ભ્રષ્ટાચારનો વિનાશ થવાનો છે. આજે ઘણા વર્ષો પછી પણ દુનિયા એવી જ લગતી હતી જેવી પહેલા હતી.

    “ સર તમારી કોફી... “, વેઇટર છોટુંએ આવી મને કોફી આપતા મારા વિચારોની મુદ્રામાં ભંગ પડ્યો અને હું વર્ષોની મુસાફરી માત્ર પાંચ દસ મિનિટના વિચારોમાં કરી બહાર આવ્યો.

    “ ખાંડ ઓછી નાખી છે ને... “ , શિમલાના એક માત્ર ગુજરાતી કાફે ધરાવતા કાફે માલિકના વેઇટરને મેં પૂછ્યું. કારણ કે આ ઉંમરે ખાંડ ઓછી ખાય એટલું સારું સ્વસ્થ્ય માટે તો હું ઓછી ખાવ છું.

    “ હા.. સાહેબ.. ”, વેઇટરે મારી સામું જોઈને હસતાં હસતાં જવાબ આપ્યો .

    “ અજિતભાઈ , તમે એક નવી નોવેલ લખવાનું વિચાર કરતાં હતા તો તમે તમારી નવી નોવેલનું શું કર્યું?? “, કાફે માલિકનો પાછળથી મને મારી નોવેલ માટેનો સૌથી અઘરો સવાલ આવ્યો.

    ( મારા કાન ચમક્યા આંખની પાછળ જીવાઈ ચૂકેલી એક અમુલ્ય જિંદગીની ક્ષણો તાજી થઈ )

    “ મારે મારા વતન જવું છે. મારા રાજકોટ જવું છે કેવું હશે મારૂ રંગીલું શહેર, રળિયામણું શહેર રાજકોટ ?? “, કાફે માલિક સુનિલભાઈના પ્રશ્નને અવગણવા માટે મેં મારા વતનની બિનજરૂરી છતાં જરૂરી વાત રજૂ કરતાં કહ્યું.

    “ સર , હું કહીશ પ્રેમભાઈને તમને લઈ જાય રાજકોટ આ વેકેશનમાં , હમણાં લવકુશને ડિસેમ્બરમાં ક્રિસમસનું વેકેશન તો પડવાનું જ છે. “, આટલું બોલતા બોલતા બોલતા સુનિલ પોતાની કેશ ડેસ્કમાંથી બહાર આવી મારી સામે બેસી ગયો.

    “ કેમ ભાઈ અચાનક આમ ડેસ્કમાંથી બહાર આવી ગયો ?? તારે પણ કોફી પીવી છે ?? એ છોટું આમને પણ એક કોફી આપ. “, મારી નોવેલની વાત ભૂલાવવા મેં સુનિલને કહ્યું.

    “ એમ નહીં સર , મારી વાત તમે સમજતા નથી. “, સુનિલે ફરીવાર નોવેલવાળી વાત યાદ કરાવવા મને કહ્યું.

    “ તમારી નોવેલ , તમારી રીયલ લવ સ્ટોરી જે તમે પબ્લીશ કરવાના હતા... તે સ્ટોરી , તે વાર્તાનું શું થયું ?? એમ હું પૂછું છું. મારે કોફી નથી પીવી. મારે એ જાણવું છે. “, સુનિલે ફરીવાર વાર્તા ના છપાવવાની વાત યાદ કરતાં કહ્યું.

    “ મારી નોવેલ ના છપાવવાનું કારણ મારે તને કહેવું તો ના જોઈએ પણ છતાં હું તને કહું છું સાંભળ..

    ( હું સુનિલની નજીક ગયો અને તે મારા નજીક આવ્યો વાત સાંભળવા માટે ખબર નહિઁ ત્યાં અમારાં સિવાય બીજું કોઈ હતું નહીં છતાં અમે આવું શું કામ કરી રહ્યા હતા ??? )

    જો મારે અને અમાયાને જગડો થયા ને આજ ઘણો સમય વિત્યો પરંતુ અમાયા મારાથી બહુ જ ગુસ્સે છે. કારણ હું તને કહીશ તો તને પણ મારા પર ગુસ્સો આવશે. તો એના કરતાં રહેવા દે...

    ( મારા મોબાઇલમાં એટલી વારમાં જ રિંગ વાગી. ફાઇવ જી નો જમાનો ઘરેથી વિડિયો જ આવ્યો હતો જોયું તો મારી પુત્રવધુ મોબાઇલની સ્ક્રીન પર મને બોલાવવાનો આગ્રહ કરી રહી હતી કારણ કે બ્રેકફાસ્ટના સમયની બદલે લંચનો સમય થઈ ગયો હતો )

    “ હું આજે થોડોક મોડો આવીશ સીધો રાત્રે આવીશ કારણ કે મારે મિત્રને ત્યાં જવાનું છે ” , એવો મેસેજ મેં તેમને મોકલ્યો કારણ કે મને લાગ્યું કે પ્રેમ ઘરે કહેવાનું ભૂલી જ ગયો હશે કે હું આજે મોડો આવવાનો છું.

    હું અને સુનિલ બીજી વાતોએ ચડી ગયા ત્યાં મારા મિત્ર ધીરજનો મને ફોન આવ્યો અને હું ધીરજને ત્યાં જતો રહ્યો. ધીરજ મારા બાળપણનો મિત્ર છે અમે લંગોટિયા યાર છીએ. આજે ધિરજે મારા માટે બર્થડે પાર્ટી રાખી હતી એ પણ બપોરે અને અમારે શિમલામાં તો ભાઈ શું સવાર અને શું બપોર ?? ધીરજના ઘરે અમે મિત્રો સાથે બેઠા બેઠા વાતો કરતાં હતા.

    “ યાર, અજિત તને એવું નથી લાગતું કે તારે પ્રેમને અને તેની પત્ની હિરલને તારા ભૂતકાળ વિશે વાત કરી દેવી જોઈએ. ક્યાં સુધી આમનેમ ચાલતું રહેશે યાર... તને ખબર છે અમાયા ભાભીની સાથે થયેલો તારો જગડો આ બધી જ વાત તારા અને મારા સિવાય કોઈ સાચી રીતે જાણતું નથી. વિચાર જ્યારે પ્રેમને કે હિરલને તારી અને ભાભીના જગડાનું મુખ્ય કારણ શું હતું એ ખબર પડશે ત્યારે ?? “ , ધિરજે મને મારા ભૂતકાળની વાત મારા દીકરા પ્રેમને કરવા માટે ભલામણ કરી.

    “ હા.. પણ... “, હું બોલવા જાવ ત્યાં રમેશે બોલવાનું શરૂ કર્યું.

    “ પણ બન ની રહેવા દે ભાઈ દીકરો ડાહ્યો છે પછી શું તકલીફ એને કહેવામા ?? અજિત અમાયા ભાભી સાથેનો જગડો અહીંયા પૂરો કરી દે, ભાભીને જઈને મનાવ પરત લઈ આવ ભાભીને “ , રમેશે મને કહ્યું.

    “ સારું તો આજે હું પ્રેમને ઘરે જતાં જ બધી વાત કરી દઇશ બસ ?? અને અમાયા માટે હું વિચારીશ “, આટલું કહી મેં બધાને ગ્લાસમાં કોલ્ડ્રિંક આપ્યું.

    એક સલામ દોસ્તી કે નામ , ચીયર્સ. બધા એ ઠંડા પીણાંના ગ્લાસ હવામાં ભટકડ્યા અને ડ્રિંક્સ પીધું અમે સામાન્ય રીતે જીરા મસાલા સોડા વધુ પીએ છીએ તો આજે પણ જીરા મસાલા સોડાં જ પીધી. ત્યારબાદ બધા પોતપોતાના ઘરે રવાના થયા.

    હું ઘરે પહોંચ્યો. મારૂ ઘર તમને એક દમ રાજા મહારાજાનો રાજમહેલ યાદ કરાવે તેવું હવેલી પ્રકારનું છે. આધુનિક લાકડું પણ ફર્નિચર મહેલ જેવો. ઘરની લાઇટ્સ થી માંડીને બધુ જ રાજ મહેલ જેવુ કારણ કે મને શોખ હતો રાજમહેલમાં રહેવાનો અને હવે હું એક રાજમહેલમાં જ રહેતો હતો. પરંતુ ખબર નહીં આજે ઘરની લાઇટ્સ કેમ બંધ હતી.

    અમારું ઘર હાઈ સિક્યુરિટી સિસ્ટમથી સંચાલિત છે. જેમાં ફિંગરપ્રિન્ટ મોડ્યુલનો ઉપયોગ કરીને જ ઘરમાં પ્રવેશી શકાય આથી અનેચ્છિત પ્રવેશ શક્ય જ નથી. પણ હવે વાત અહીંયા વીજળી ગૂલ થવાની હતી. મેં દરવાજો ખોલ્યો અને હું ઘરમાં પ્રવેશ્યો.

    “ બેટા પ્રેમ.... હિરલ... લવ... કુશ... ક્યાં છો બધા ભાઈ ??? “, મેં આસપાસ જોયું. મને આંખે મોતિયો કઈં દેખાતું પણ નહોતું .

    “ સરપ્રાઈઝ.... સરપ્રાઈઝ.... “ , એમ જોરથી બૂમ પાડીને તરત જ લવ અને કુશે આવી પાર્ટી પોપ ફોડયો અને ચારેકોર જરી જરી થઈ ગયું તરત જ પ્રેમ આવીને મને ગળે મળ્યો .

    “ હેપ્પી બર્થ ડે બાપુજી.. “ , એમ કહીને પ્રેમ મને ગળે મળ્યો અને મારા ચરણ સ્પર્શ કર્યા અને ત્યારબાદ હિરલ પણ આવી જે મારા વહુ થી પણ વધુ પુત્રવધૂ મારી દીકરી સમાન હતી .

    “ જન્મદિનની શુભકામના બાપુજી “ , એમ કહીને હિરલે પણ મારા ચરણ સ્પર્શ કર્યા . મેં જોયું તો લવ અને કુશ ત્યાં નહોતા તે અચાનક મારા માટે કોઈ ગિફ્ટ લેવા ઘરમાં ગયા હોય એવું મને લાગ્યું.

    “ મને તો એમ હતું કે તમે લોકો મારો બર્થ ડે ભૂલી ગયા છો... “ , ઘરમાં જઈને સોફા પર બેસતા બેસતા મેં સ્મિત સાથે પ્રેમ અને હિરલને કહ્યું .

    “ અરે ! બાપુજી , અમે તમારો બર્થ ડે કેવી રીતે ભૂલી શકીએ ?? તમારા... “ , એટલું બોલતા પ્રેમ અટકી ગયો.

    ત્યારબાદ પ્રેમ અને હિરલે કઈક ઘુસપુસ કર્યું .

    “ અરે ભાઈ મને તો કહો શું ગપશપ ચાલે છે ??? “ , મેં પ્રેમ અને હિરલની વાત જાણવા માટે તેમની સામે જોઈને કહ્યું.

    “ બાપુજી તમારા આંખ ઉપર પટ્ટી બાંધવાની છે કારણ કે વી હેવ અ બિગેસ્ટ સરપ્રાઈઝ ફોર યુ “, આટલું કહીને પ્રેમે મારી આંખ પર પટ્ટી બાંધી અને મને સોફા પર બેસાડયો.

    “ અરે બેટા શું સરપ્રાઈઝ છે કહી દે ને... ! “, મેં પ્રેમને મારા બર્થડે માટેનું સરપ્રાઇઝ કહેવા કહ્યું.

    “ એક મિનિટ બાપુજી... બાપુજી બસ એક જ મિનિટ... “, એટલું કહીને પ્રેમ ઊભો થઈને જતો રહ્યો.

    થોડીવારમાં મારી બાજુમાં હિરલ અમાયાને લાવીને બેસાડી ગઈ. અમાયાના હાથમાં કેક હતી. તેને હિરલે ઈશારો કર્યો મને ફૂંક મારવાનું કહેવા માટે. મારા તો આંખ ઉપર પટ્ટી હતી. આથી હું આ વાતથી સાવ અજાણ હતો.

    “ અરે... પ્રેમ.. હિરલ.. શું આ ધીમું ધીમું ઘૂસુર પુસુર ચાલે છે બેટા.. હવે તો મારી આંખ ઉપરની પટ્ટી ખોલો. “, મેં પ્રેમ અને હિરલને આંખ ઉપરની પટ્ટી ખોલવા માટે કહ્યું.

    “ અજિત મને મૂકીને જન્મદિવસ ઉજવી લેશો ?? “, અમાયાએ મને કાનમાં પૂછ્યું.

    “ કોણ ?? કોણ છે ?? પ્રેમ ?? હિરલ ?? યાર અમાયા જેવા અવાજમાં કોણ બોલ્યું ?? “, મેં પ્રેમ અને હિરલને કહ્યું કારણ કે હું એ વાતથી સાવ અજાણ જ હતો કે મારા કાનમાં બીજું કોઈ નહીં પરંતુ મારી પત્ની અમાયા બોલી રહી છે.

    તરત જ હિરલે પાછળથી આવી મારા આંખ ઉપરની પટ્ટી ખોલી અને મેં આંખ ખોલી તો સામે અમાયા બેઠી હતી અને મારી આંખ આંસુઓથી ભરાઈ ગઈ. અમાયાની આંખોમાં પણ લાંબા સમય બાદ મળ્યાના આંખમાં આંસુ હતા. અમે બન્ને રડવા લાગ્યા અને અમને પ્રેમ કે હિરલે આંસુ લૂંછવા ના કહ્યું કારણ કે આજ ઘણા સમય બાદ મળ્યા હોવાથી વિરહના આંસુ એકબીજાની સાથે સારવા જરૂરી હતા. પ્રેમ ઉંમર ગમે તેટલી વધી જાય પણ પ્રેમ એવો જ રહે છે. પ્રેમની કોઈ ઉંમર નથી. પ્રેમ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે. બસ, અમુક ઉંમર પછી તેની મર્યાદા જરૂર બદલી જાય છે. અમે બન્ને એકબીજાને ગળે મળીને ખૂબ રડ્યા હતા. ત્યારબાદ કેક કાપી અને બધાએ સાથે મળીને મારો બર્થ ડે ઉજવ્યો.

    હવે શું થશે જ્યારે અજિત આચાર્ય પોતાના દીકરાને પોતાના ભૂતકાળની વાત કરશે ?? મને ખબર છે કે તમે યુવાનોની લવસ્ટોરીના શોખીન છો તો આ સ્ટોરી યુવાનો માટે જ લખાયેલી છે પરંતુ અત્યારે મુદ્દો એ છે કે કેવો હશે અજીતનો ભૂતકાળ કે જેના લીધે અજિત અને અમાયાના છૂટાછેડાં થયા હતા ?? શું કોઈ હતું અજિતની જિંદગીમાં કે જેના લીધે અજિત અને અમાયાના છૂટાછેડાં થયા ?? બધા પ્રશ્નોનાં જવાબ છે પરંતુ પ્રકરણની પેલે પાર તે માટે ફરી મળીશું આવતા પ્રકરણમાં ત્યાં સુધી આવજો....

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED