Speechless Words CH.6 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.6

|| 06 ||

પ્રકરણ 5 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા A.G.SCHOOL, જે રાજકોટની પ્રખ્યાત સ્કૂલ છે. આ સ્કૂલમાં જવા માટેની પ્રવેશ પરીક્ષા હોય છે, જે પ્રવેશ મેળવવા માંગતા દરેક વિધ્યાર્થીને ઉત્તીર્ણ કરવાની હોય છે. હવે દિયાએ તો પોતાની પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે જેમ મેં પ્રકરણ 5ના અંતમાં કહ્યું તેમ દિયા સિવાય કોઈ બીજી છોકરી પણ હતી જે અમારી જ સ્કૂલની બીજી બ્રાંચમાં એડમિશન માટે તેની સાથે જ તૈયારી કરી રહી હતી જેનું નામ હતું ‘હેત્વી ઠક્કર’. આ વ્યક્તિ કોણ છે?? તેની તૈયારીઓ કેવી છે?? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

“આટલા ખરાબ અક્ષર? શું કરે છે તું સ્કૂલમાં? કાલે જ આવું તારા મેડમને મળવા જો તું...“, સટાક કરતો તમાચો ગાલ પર મારતા હેત્વીએ પોતાના નાના ભાઈ માધવને કહ્યું. વિચારવા જેવી વાત એ છે કે મારી બંને ફ્રેન્ડસના ભાઇઓના નામ સરખા જ હતા, ‘માધવ’. હેત્વી અને દિયા બંનેના અવાજ બહુ મીઠા હતા અને બન્ને સિંગર પણ હતા. હેત્વી તો સંગીતના ક્લાસીસમાં પણ જતી હતી. તે ત્યાં શાસ્ત્રીય સંગીતની વોકલ ટ્રેનીંગ લઈ રહી હતી.

“આવી નાનકડી વાતમાં શું કામ તું તેને હેરાન કરે છે? થઈ જાશે ધીમે ધીમે તેના અક્ષર સારા... એમાં મારવાનું શું હોય?“, હેત્વીના મમ્મી ઉમાબેને હેત્વીને માધવને મારવાની મનાઈ કરીને સમજાવતા કહ્યું.

“મમ્મી, તમને ખબર ના હોય, આ આવી રીતે જ સુધરશે. તમે જુઓ આ આના અક્ષર જુઓ... આવા અક્ષર અત્યારથી જ કરે છે તો મને નથી લાગતું મોટા થતાં તેના અક્ષર સારા થાય એવું...“, હેત્વીએ પોતાના મમ્મીને કહ્યું.

“સોરી દીદી. હવે આવા અક્ષર નહી કરું પ્લીઝ ફરગીવ મી“, માધવે રડતાં રડતાં પોતાની બહેન હેત્વીને કહ્યું.

“હા.. સારું હવે રૂમમાં જા અને સાંભળ, આજે રાત્રે મને એક થી દસના ઘડિયા મને મોઢે જોઈએ બાકી તું છો અને હું છું સમજી જાજે એટલામાં હો. જાઓ ઉપર.“, હેત્વીએ પોતાના ભાઈ માધવને ઘડિયા મોઢે કરવાનું ગૃહકાર્ય આપી અને પોતાના રૂમમાં જવા કહ્યું.

હેત્વીનું ઘર રાજકોટ શહેરમાં રૈયા ચોકડી પાસે આવેલું હતું. જ્યાં તે પોતાના મમ્મી ઉમાબેન ઠક્કર અને પપ્પા ઉમેશભાઈ ઠક્કર અને પોતાનાથી છ વર્ષ નાના ભાઈ માધવ સાથે રહેતી હતી. તેનું ઘર એક મિનિ બંગલો બરાબર હતું. થ્રી બેડ રૂમ્સ હૉલ કિચન. હું પણ એક બે વાર ત્યાં ગયો છું, પહેલી વખત આઈસક્રીમ અને બીજી વખત જ્યારે બુક્સ લેવા ગયો હતો ત્યારે અંકલ આંટી સાથે તરબૂચનો નાસ્તો કર્યો હતો, મને એ પણ યાદ છે. હેત્વીના પિતા મારા પિતાની જેમ જ એક સરકારી કર્મચારી હતા પરંતુ તે એક ઇન્કમટેક્સમાં હતા અને મારા પિતા સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં હતા. હેત્વીના પિતાને મળ્યા પછી મને ખબર પડી કે હેત્વીને ઘણું વારસામાં મળ્યું હતું જેમાં ખૂબ સારા સંસ્કાર સિવાય એક બીજી વસ્તુ વારસામાં મળેલી, જે હતી તેના શરીર પરના સફેદ ડાઘ. જેને સામાન્ય ભાષામાં ‘કોઢ’ કહેવાય છે. કોઈને ના ગમતું હોય પોતાના ચહેરા પર ડાઘ હોય એ પણ શું થાય સાહેબ? આ વસ્તુનું કઈ સોલ્યુશન નથી ને?? અને કદાચ હશે તો તે તેનાથી અજાણ હતી. હવે શક્ય છે પણ 2009ના સમયમાં શક્ય નહોતું.

“અને... હેત્વી તારા પપ્પા તારા માટે હમણાં એ. જી. સ્કૂલની નવી બ્રાન્ચ ‘જી. જે. સ્કૂલ’, જે અહીંયા કારના શો-રૂમ સામે શરૂ થઈ છે. તેની બુકલેટ લઈ આવ્યા હતા તે જોઈ?“, ઉમાબેને પોતાની દીકરી હેત્વીને સ્કૂલના એડમિશન માટે લાવવામાં આવેલી બુકલેટ અંગે પૂછતાં કહ્યું.

“હા... મમ્મી એ એડમિશન માટેની બુકલેટ હતી સાથે રીસિપ્ટ પણ છે. મારે આવતા વર્ષથી એ. જી. સ્કૂલની નવી બ્રાન્ચ જી. જે. સ્કૂલમાં જવાનું છે અને તેના માટે મેં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઘણું બધુ વાંચવાનું છે મમ્મી. સૌરાષ્ટ્ર તો ઠીક ગુજરાતની નંબર વન સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ આપવા જઈ રહી છું. આઇ એમ સો એક્સાઈટેડ ફોર ધેટ મમ્મી, બાય હાર્ટ થેંક્સ ટુ યુ એન્ડ માય ડીયર ડેડી“, હેત્વીએ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ અંગે વાત કરતાં કહ્યું.

“અચ્છા. બેટા, ટીના આંટીનો દીકરો નિશાંત પણ એ. જી. સ્કૂલમાં જ છે. (થોડું પાંચ સેકન્ડ વિચારીને) પેલી... રેલ્વે લાઇન પાસેની બ્રાંચમાં છે. આજે સાંજે તારા પપ્પા આવે એટલે તું તારા પપ્પાને કહીને એના નંબર લઈને તેને ફોન કરજે. કારણ કે તેને ખબર હોય કે જનરલી એક્ઝામમાં શું શું પૂછાય છે? બાકી.. ગભરવાની કોઈ જરૂર નથી એક્ઝામમાં કદાચ તું ફેઇલ થઈશ તો પણ અમે તને કોઈ જાતનો ફોર્સ નહીં કરીએ. પરંતુ અમારી એવી ઈચ્છા છે કે તું તારાથી બનતી મહેનત કરે અને પછી તો ભગવાન પર આધાર છે“, હેત્વી બુકલેટ વાંચતી હતી ત્યારે તેના મમ્મીએ તેને સમજાવતા કહ્યું.

“યસ મમ્મી, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ“, આટલું કહીને હેત્વીએ તરત જ પોતાના મમ્મીને ટાઈટ હગ કરી ગાલ પર મીઠી કિસ કરી અને પોતાના રૂમમાં જતી રહી.

* * * * *

(રાતનો સમય: સ્થળ:- હેત્વીનું ઘર)

હેત્વીનું ઘર બહુ જ મસ્ત એક દમ લીલા છોડવાઓ ફળિયાની શોભા વધારતા હતા. આ સાથે જ ફળિયામાં તડકો ના લાગે તેના માટે લીલા કલરનું રૂફ લગાવ્યું હતું. ચોખ્ખાઈ આ ઘરનું મુખ્ય પાસું હતું. એક દમ ક્લીન જેના લીધે ઘરની લાદીથી માંડીને બાથરૂમના નળ સુધી દરેકમાં તમે તમારો ચહેરો સાફ જોઈ શકો, આટલું ચોખ્ખું ઘર હતું. બસ, હેત્વીને રાહ હતી તો તેના પપ્પાના આવવાની કારણ કે હેત્વી વાત કરવાની તેના બાળપણના ફ્રેન્ડ કમ ભાઈ સાથે, જેનું નામ હતું નિશાંત ઠક્કર.

“ટિંગ.... ટોંગ...” હેત્વીના પપ્પાએ આવવાની સાથે ઘરનો બેલ વગાડયો.

ઘરમાં ફૂલ વોલ્યુમથી દિપીકા પાદુકોણ મેશ અપ વાગી રહ્યું હતું તો હવે હું તમને એ પણ જણાવું કે જે રીતે દિયા બૉલીવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણની બહુ જ મોટી ફેન હતી અને બસ એ જ રીતે હેત્વી પણ દીપિકાની એટલી જ મોટી ફેન હતી. આખો દિવસ દીપિકાના ગીતો ગાયા કરતી. ઘરમાં તેના પિતાએ પોતાન દીકરીના મ્યુઝીક સાંભળવાના શોખને લીધે એક હોમ થીયેટર પણ લઈ દીધું હતું. જેમાં આખો દિવસ જ્યારે પણ હેત્વી ફ્રી થાય કે તરત જ દિપીકા પાદુકોણના ગીતો વગાડ્યા કરે અને આજે પણ એવુ જ થયું. હેત્વી ફૂલ વોલ્યુમથી દિપીકા પાદુકોણ અને રણબીર કપૂરનું ફિલ્મ ‘યે જવાની હે દિવાની’ નું ગીત ‘બાલમ પિચકારી’ સાંભળી રહી હતી અને સાથે ડાન્સ કરી રહી હતી આથી તેના પર બેલની કાઇ જ અસર ના થઈ. અંતે કંટાળી ઉમેશભાઈએ પોતાની પત્ની ઉમાબેનને ફોન કર્યો.

“હેલ્લો... આ વોલ્યુમ થોડુક ધીમું કરો અને કોઈક દરવાજો તો ખોલો. હું ક્યારનો બહાર ઉભો ઉભો બેલ વગાડુ છું. કોઈ દરવાજો જ નથી ખોલતું.“, ઉમેશભાઈ (હેત્વીના પિતા) એ ઉમાબેન (હેત્વીના મમ્મી) ને કહ્યું.

“હા.. એક મિનિટ હો.. ઉમેશ.. હેત્વી તારા પપ્પા ક્યારના બેલ મારે છે. ડોર ખોલ ને...“, ઉમબેને હેત્વીને કહ્યું.

“હા.. એક મિનિટ મમ્મી..“, એમ કહીને હેત્વીએ હોમ થિયેરરનું વોલ્યુમ ધીમું કર્યું અને દરવાજો ખોલ્યો.

“વેલ કમ... ડેડી...“, સ્વાગત કરતાં હેત્વીએ પોતાના પિતાને કહ્યું. હેત્વી પોતાના પિતાને ડેડી કહીને બોલાવતી હતી.

“બેટા! ક્યારનો બેલ વગાડતો હતો, એટલિસ્ટ દરવાજો તો ખોલાય ને....“, ઉમેશભાઈએ પોતાની દીકરી હેત્વીને કહ્યું.

“અરે! ડેડી તમને તો ખબર છે ને આપણા મ્યુઝીકવાળા લવ વિશેની!! હા.. હા..“, હસતાં હસતાં હેત્વીએ પોતાના પિતાને કહ્યું.

“તને તારા મમ્મીએ કઈ કીધું કે નહીં એક્ઝામનું??“, હેત્વીના પિતા ઉમેશભાઈએ હેત્વીને પૂછ્યું.

“હા, ડેડી અને આજે હું નિશાંતને ફોન કરીને ઘરે બોલાવીશ અને એમને પુછી લઇશ કે તૈયારી કેવી રીતે કરવી? બાકી મને આમ તો બધુ જ આવડે છે પરફેક્ટ...“, હેત્વીએ તેના પિતાને કહ્યું.

થોડીવારમાં હેત્વીના મમ્મી ઉમાબેન તેના પિતા માટે પાણી લઈને આવ્યા.

“હું પણ એ જ કહેતી હતી કે તું એક વખત એમને પણ પૂછીલે એટલે શું આપણને ખબર પડે કે કેટલું અઘરું એક્ઝામમાં પૂછાય છે.“, ઉમબેને ઉમેશભાઈને કહ્યું.

“ચાલો ભાઈ હવે ડિનરનું શું છે?“, ઉમેશભાઈએ જમવાની ઈચ્છા વ્યક્ત કરતાં ઉમાબેનને કહ્યું.

“હા... તૈયાર જ છે, આજે તો માધવના ફેવરીટ પાસ્તા પણ બનાવ્યા છે.“, ઉમબેને ઉમેશભાઈને કહ્યું.

“માધવ... એ માધુ...“, માધવને બોલાવતા હેત્વીએ ઉપર બૂમ પાડી. માધવ ઉપરના રૂમમાં પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. થોડીવારમાં માધવ આવ્યો અને બધાએ સાથે ડિનર કર્યું.

ડિનર કર્યા પછી..

ડિનર કર્યા પછી હેત્વી, માધવ, ઉમાબેન અને ઉમેશભાઈ સહપરિવાર સાથે પોતાના ઘરના હોલમાં બેસીને ચર્ચા કરે છે.

“હવે હું ટીના અને ભરતકુમારને કોલ કરું છું. (હોલમાં લગાડેલી સફેદ દીવાલ ઘડિયાળમાં નવ વાગેલા જોઈને) નવ વાગ્યા છે. ઉમેશ હું તમને શું પૂછું છું કે (બે સેકન્ડ બાદ) ભરતકુમાર આવી ગયા હશે? જોઈએ ટ્રાય તો કરું“, પોતાની દેરાણી ટીનાને કોલ કરવાની વાત કરીને ઉમાબેન ટીનાને કોલ કરે છે. ટીના અને ઉમાબેન બંને બાળપણના મિત્રો પણ હતા અને સંબંધમાં દેરાણી–જેઠાણી પણ થતાં હતા, પણ તેમણે તો જૂનો મિત્રતાનો સંબંધ જ જાળવી રાખ્યો હતો.

ઉમાબેન ટીનાને કોલ કરી રહ્યા છે. રિંગ વાગી રહી હતી. પરિણામે ટીનાએ કોલ રિસીવ કર્યો.

“હેલો, ટીના...“, ઉમાબેને ટીનના કોલ રિસીવ થતાની સાથે જ કહ્યું.

“હાય.. ઉમા બોલ કેમ છે? શું વાત છે આજે તારો ફોન આવ્યો? એનીથીંગ સ્પેશિયલ?“, ટીનાએ ઉમાને કોલમાં કહ્યું.

“ભરતકુમાર આવી ગયા હોય તો બધા ઘરે જ આવી જાઓ ને મજા આવશે. થોડું કામ પણ હતું અને ઘણા સમયથી મળ્યા પણ નથી આથી મળીએ તો મજા આવશે આથી મેં ફોન કર્યો.“, ઉમબેને કહ્યું.

“હવે ઉમા એમા એવું છે કે અમારે કાલે મેરેજમાં જવાનું છે તો ઘરે આવવું તો શક્ય નથી પણ હા તું મને એ તો કે કામ શું હતું?“, ટીનાએ કોલમાં કહ્યું.

“એમાં એવું છે કે હેત્વીને નિશાંત જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલ એ. જી. સ્કૂલની અહીંયા જે રિંગરોડ પર જે બ્રાન્ચ બની છે તેમાં એડમિશન લેવું છે, તો તેની પ્રવેશ પરીક્ષા આવી રહી છે. તો તેના માટે હેત્વીને નિશાંત સાથે થોડી વાતો કરવી હતી“, ઉમબેને કહ્યું.

“ઓકે... તો હું નિશાંતને જ આપું છું હેત્વીને કે સીધું એની સાથે જ વાત કરી લે, એ નિશાંત... (ટીનાએ પોતાના દીકરા નિશાંતને બૂમ પાડી અને નિશાંત આવ્યો) હેત્વીને એ. જી. સ્કૂલની અહીંયા જે રિંગરોડ પર જે બ્રાન્ચ બની છે તેમાં એડમિશન લેવું છે, તો તેની પ્રવેશ પરીક્ષા આવી રહી છે. તો તેના વિશે એને થોડુક માર્ગદર્શન આપને.“, ટીનાએ નિશાંતને હેત્વી માટે એડમિશનની વાત કરતાં કહ્યું અને આ તરફ ઉમબેને હેત્વીને ફોન આપ્યો.

“હેલ્લો. હાય નિશાંત“, હેત્વીએ નિશાંતને કહ્યું.

“હાય હેત્વી બોલ. શું વાત છે તારે એ. જી. સ્કૂલમાં એડમિશન લેવાનું છે!“, નિશાંતે પોતાની સ્કૂલમાં હોવાની બડાઈ કરતાં હેત્વીને કહ્યું.

“હા, સ્કૂલ સારી છે અને આમ પણ હવે ટેન્થ સ્ટાર્ટ થવાનું છે તો એડમિશન બને એટલું જલ્દી મેળવી લવ તો સારું ને?“, હેત્વીએ નિશાંતને કહ્યું.

“ઓકે તો નો પ્રોબ્લેમ કાલે હું તારા ઘરે આવું છું જે કઈં તારે મારી પાસે શીખવું હોય એક્ઝામ માટે તે બધુ તું ટીકમાર્ક કરીને રાખજે હું તને શીખવાડીશ.“, નિશાંતે હેત્વીને શિખવાડવાની આશા આપતા કહ્યું.

તરત જ બીજા દિવસે નિશાંત ઘરે આવ્યો અને હેત્વીના મમ્મીના ચરણ સ્પર્શ કર્યા બાદ હેત્વી સાથે હેત્વીના રૂમમાં ઉપર જતો રહ્યો. હેત્વી આમ તો ભણવામાં બહુ જ હોશિયાર હતી પણ ગણિત જેવા જટિલ વિષયોમાં તેને નિશાંત પાસે શીખવું જરૂરી હતું. નિશાંતે હેત્વીને ગણિત શીખવાડયું અને આવડી પણ ગયું. સામાન્ય રીતે કેવું હોય? અમુક છોકરાઓ ક્યારેય ના સુધરે અને નિશાંત એમાથી એક હતો. હા કદાચ એ વખતે હેત્વી આ વાતથી અજાણ હતી કે નિશાંતનો ઘરે આવવાનો હેતુ આવો હશે. કેવો હતો નિશાંતનો હેતુ?

“મને ખાસ કરીને બહુપદીવાળા દાખલામાં જ પ્રોબ્લેમ આવે છે, બાકી તો થઈ જાય છે.“, હેત્વીએ નિશાંતને બહુપદીઓવાળા દાખલામાં પડતી મૂંઝવણ અંગે કહ્યું.

“સાવ સહેલું છે, હું શીખવાડી દઇશ.“, નિશાંતે હેત્વીની આંખોમાં આંખ નાખીને કહ્યું.

વર્તમાન દિવસ:

અચાનક અજીતભાઈ વાત કરતાં કરતાં અટકી ગયા અને હવેની વાતમાં કશુંક નાના બાળકોને ના કહી શકાય એવું આવવાનું હોય એમ અચાનક તેણે પોતાની પુત્રવધૂને કહ્યું.

“હિરલ, લવ અને કુશને હવે સુવડાવી દેશો“, અજીતભાઈએ હિરલને કહ્યું.

“હા, હિરલ પ્લીઝ.. આઈ થિંક પપ્પાની વાત સાચી છે.“, પ્રેમે પત્ની હિરલને કહ્યું.

“પણ મમ્મી અમારે સંભાળવું છે.“, લવે પોતાના મમ્મીને કહ્યું.

“બેટા, હું તમને સવારે કહીશ પાકું પ્રોમીસ“, અજીતભાઈએ લવ અને કુશને કહ્યું.

“થેન્ક યુ દાદુ.. લવ યુ..“, આમ કહીને લવ કુશ બંને પોતાના દાદાજીને ભેટી ગયા.

“હવે, લવ કુશ ચાલો બેટા સુઈ જાવ“, હિરલે પોતાના બંને પુત્રોને લઈ જઇ સુવડાવવા માટે કહ્યું.

હિરલ પોતાના પુત્રોને રૂમમાં સુવડાવીને આવી અને આવીને ઉત્સાહપૂર્વક કહ્યું.

“હવે પછી શું થયું નિશાંત અને હેત્વીનું?“, હિરલે પોતાના સસરાને વાત જાણવાની ઉત્સુકતા સાથે કહ્યું.

હેત્વીના શરીર પર ભલે સફેદ ડાઘ હતા પણ આમ છતાં ખુબ જ સુંદર લાગતી હતી. એકદમ બ્યુટીફુલ. નિશાંત પોતાની પિતરાઇ બહેન હોવા છતાં તેની સુંદરતામાં અંજાઈ ગયો હતો અને નિશાંત તો શું કોઈ પણ હેત્વીની સુંદરતમાં અંજાઈ જાય આવી સુંદર લાગતી હતી. આવી સુંદરતામાં તેનો મીઠો મધુર અવાજ અને તમે સાંભળો એટલે આપણને એમ થાય કે હજી બોલ્યા જ કરે. સીલ્કી સીલ્કી રેશમી વાળ અને આંખમાં આંજણ આંજયું હતું અને કાળા કલરની કુરતી અને જિન્સનું પેન્ટ પહેર્યું હતું. નિશાંતનું ધ્યાન તેને શીખવાડતા શીખવાડતા હેત્વીની સુંદરતા તરફ વધુ ને વધુ આકર્ષાતું જતું હતું. ધીમે ધીમે નિશાંત હેત્વી તરફ વધુ આકર્ષાયો અને તે ધીમે ધીમે હેત્વીના ખુલ્લા કોરા વાળમાં રહેલી સુગંધને સુંઘતો જતો હતો. રૂમમાં બને એકલા જ હતા. ઉંમર બંનેની માત્ર 15 વર્ષ જ હતી પણ આકર્ષણ છે ને બહુ અલગ અનુભવ છે. હેત્વીનો શારીરિક દેખાવ પણ એવો હતો કે જોતાં જ આકર્ષણ થાય એ 15 વર્ષની ઉંમરમાં જ 20 વર્ષની હોય એવી લાગતી હતી. શારીરિક ઉભાર બરાબર બની ગયા હતા. નિશાંતની આવી ક્રિયાઓથી તેનું શરીર કંપન કરી રહ્યું હતું પણ જીવનનું આ પહેલું આકર્ષણ હતું. આ આકર્ષણ માત્ર અનુભવી શકાય, તેની સાબિતી ના હોય. ધીમે ધીમે હેત્વીનું ધ્યાન નિશાંત પર ગયું અને તેની આ શરારતો પર ગયું. હેત્વીએ તરત જ પોતાના મન પર કાબૂ કરીને નિશાંતને દૂર ધક્કો માર્યો અને નિશાંત પડી ગયો.

“હું જોર જોરથી બૂમો પાડું એના પહેલા જતો રે અહીંથી..“, હેત્વી એકદમ ગુસ્સે થઈ નિશાંતને કહ્યું.

“હેત્વી સોરી મારી ભૂલ થઈ ગઈ એક્ચ્યુયલી તું આજે સાચે મસ્ત લાગે છે“, નિશાંતે હેત્વીને માફ કરવાનું કહીને તેની સુંદરતાના વખાણ કરતાં તેના ગાલ પર હાથ રાખીને કહ્યું.

“હું મમ્મીને બોલાવું કે તું જાય છે?“, હેત્વી વધુ ગુસ્સે થઈને કહ્યું અને નિશાંતના હાથને ધક્કો માર્યો.

તરત જ નિશાંત ફટાફટ નીચે ઉતરી અને પોતાના ઘરે જતો રહ્યો. પોતાની બહેન સામે નજર બગાડવાનો પછી તો ઘણો અફસોસ થયો પણ શું થાય? તેના જતાં જ હેત્વી રડવા લાગી. કારણ કે ખુદ પોતાના પિતરાઇ ભાઈએ તેના પર નજર બગાડી હતી. માતા–પિતા બાળકોને નાના ગણી તેને પ્રાયવસી આપે છે પણ નહીં અમુક ઉંમર પછી બાળકોની પ્રાયવસી ચેક કરતાં રહેવું. છોકરાઓને મોબાઈલ લઈ દેવો એમાં પ્રોબ્લેમ નથી પણ હા અડધી રાત્રે છોકરો ફોનમાં શું જુએ છે એ પણ ચેક કરવું જરૂરી છે. છોકરીને પણ ફોન આપો પણ હા ફોનમાં પાસવર્ડ ખૂલતાં જ દરરોજ કોના મેસેજ આવે છે તેની જાણકારી રાખવી દરેક માતા – પિતાની ફરજ છે.

હવે આગળ વધીએ તો બસ રાહ હતી તો માત્ર પરીક્ષાના દિવસની જ્યારે પ્રથમ વખત હેત્વી અને દિયાની મુલાકાત થવાની હતી. તો કેવી રીતે થશે હેત્વી અને દિયાની પહેલી મુલાકાત મળીશું આવતા એપિસોડમાં આવતા સોમવારે ત્યાં સુધી આવજો...