Cocktail Part-2 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Cocktail Part-2

કોકટેઈલ

ભાગ-૨

શબ્દોનો નશો

ગઝલ - કવિતા - નિબંધ

- હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

About the Author

હિરેન કવાડ ગુજરાતી - અંગ્રેજી ફીક્શન નોન-ફીક્શન લેખક છે. એ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીમાંથી ઈનફોર્મેશન ટેકનોલોજી શાખામાં ગ્રેજ્યુએટ થયેલ છે. હિરેન કવાડે ૨૦૧૫ થી ફુલ ટાઈમ રાઈટીંગ, સ્ક્રીપ્ટ રાઈટીંગ અને એક્ટીંગ ને પોતાનુ કરીઅર તરીકે પસંદ કર્યુ છે. એ હાલ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક ગુજરાતી નોવેલ પર કામ કરી રહ્યા છે.

Facebook : www.facebook.com/Ihirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

Blog : hirenkavad.wordpress.com

Contact No : +91-9099701652

હિરેન કવાડ ના બીજા પુસ્તકો

અનુક્રમણિકા

•ગુરૂ ગઝલ

•ચિત્રણ

•ગુરૂનો નશો

•મુજથી મુજમાં

•એ પળ

•પુકાર

•વતન

•સાજણ સાંભરે

•ક્રિષ્ન કારણ

•એના એરીંગ્સ બોલ્યા

•વેલેન્ટાઈન વિઝન

•જો હું ૨૧ સેન્ચ્યુરીનો ક્રિષ્ન હોવ તો

•વ્હાલી બહેન

૧૩)

ગુરૂ ગઝલ

ગઝલથી પામ્યો મુક્તિ ફરી આજ, ગુરૂ ગઝલ બની ફરી આજ.

શબ્દોની ભુખ અકળાવે મને, બનવુ છે મારે મારો સરતાજ.

રસ્તો નથી વેવલા વેડા કરવાનો, પાણા કઠણીયા લોહ-ઢેભાનો.

ગઝલ પીગળાવશે ખળખળ લોઢુ વહેતુ, ચાંદને જોઈ ઈબાદત કરવાનો.

ચાલુ હુ ક્યારેક થોડુ અચાનક, શુ કહેશે દુનિયા પરવા ન મને.

હસ્ત રેખાઓ મીટાવી દીધી, સીમાઓ થી પાર કર્યો ગઝલે ક્ષણે.

ગઝલ ગઝલ ગઝલની પ્રેમ દિવાની હુ બની, સજાવ હવે ગઝલ તુ સખી.

મંત્રો શ્લોક નવલ કવિતા મારી તુ, વાટે ને વાટે તડપી અગન બની.

ગઝલ પ્રેમે મને લુટાવી દીધો, છતા તેણે મેળવી મને દીધો.

નથી જોઈતુ અલંકાર દુનિયાનુ, જાતા પોતાની ઓળખી ગયો.

મૌનમાં મને ચઢે બહુ ગઝલ, કહે એ છેદ મારો તન બદન.

શબ્દોનો આલાપ મારી દેશે ક્યારેક, તેની નાજુક આંખો ને પાંપણ.

શબ્દોથી ચાલે શબ્દોથી પીવે, અક્ષરોના મુખમાં કોળીયો નીરે.

ક્યારેક ઉડતા પક્ષીઓ પ્રણયે ચડે, તો ક્યારેક શબ્દો પરણાવે.

૧૪)

ચિત્રણ

રાહ પસંદ કર્યા વિના ચાલી પડયા હળવે હળવે,

રસ્તો બની ગયો ઘોર જીવન જંગલમાં,

મૃગજળ બની આવ્યા તમે જ્યારથી.

શરૂઆત તો કરવી છે ગઝલની,

તમારા તરબરતા નામથી,

ઈઝ્‌હાર બની જશે ખુલ્લો, પછી આંખો શા કામની.

એક પ્રેમ જ છે જે બસ જે બે ને એક બનાવે,

પીવો જેટલો વધુ, વધુ વધુ એ તરસાવેપ પ્રેમ હળહળતુ અમૃત.

પુજે છે પ્રેમને લોકો મંદિરો મા તો,

કોઈ પ્રેમ કરી બેઠે તો આગ શાને વરસાવે..? પ્રેમ ભડકતુ દાવાનળ.

કસોટીઓ પ્રેમની કોઈ કમ થતી નથી,

કસોટીઓ કરાયેલો પ્રેમ શાને આજ મૌન પાળે..? પ્રેમ ઉતરવહી વિના શાહી.

આંખો જ પુરતી છે શબ્દોની નથી જરૂર,

ચુપ હોઠો આંખોની સુરીલી ગરજ સારે..! આંખ પ્રેમ પત્ર પ્રેમનો.

બાહોં ફેલાવીને ઉભો છે, પ્રેમ ખુલ્લે આમ,

સુધારવાનો ઠેકો નહિ, મનમાની કરી જાણે..! પ્રેમ ઘટઘટનો ઘોડીલો.

બસ એક ઈશારો છે કાફી, આંખોની મસ્તી માંથી,

‘હિરલો’ આંખો તાકીને બેઠો, મારી આંખોને તે વાંચેપ! પ્રેમ ઈશારાનો ઈશ્વર.

૧૫)

ગુરૂનો નશો

ગુરૂનો શિષ્ય તેનો આશિક બની ગયો,

નશો મોહનો ઉતર્યો અને ભાવનો ચડી ગયો.

નાનકડી ભુલોને મારી ઔષધી બનાવી,

વિકારોની વેલને તેણે જડ ઉખાડી.

શરૂઆતમાં ક્યાં લઈ ગયો ખબર ના પડી,

ખોલી આંખો જોયુ તો પાંખડી ફુલોની વેરાયેલી કેડી.

નીકળ્યા ત્યારે તો અંધકાર હતો અમાસી રાતનો,

પછી તો ચિંગારીએ પણ રવિને પાડયો ઝાંખો.

લઈ ગયા તમે ધારીલા પથ્થરોની કપરી કોતરોમાંથી,

કૃપા શીતળ ચાંદની જેવી, પીગળ્યા આ અવની પર.

રસ્તો તો ક્યારનોંય ભટલી ગયા હોત અમે,

એણે જ દેખાડયો ચહેરો મારો મારી સામે.

હવે તો પ્રસરે છે ચોમેર સુરોની સરસરાટી,

જ્યારથી મને મળ્યો ગુરૂ રૂપે આ હરિ.

૧૬)

મુજથી મુજમાં

બંધ આંખે શમણા હુ જોવા ટેવાયેલો નથી.

પાંપણ પલકાવીને વિચારૂ છુ જે, મુજને ભેટવા દોડી ઉભુ રહે.

આથમતો સુરજ આશ લગાવે, નવપલ્લવિત થઈશ કાલે,

આશા જીવનનો પ્રાણ છે, ધક્કો મારતુ એક બળ.

નદિઓની આશ ભેટવાની, સમુદ્રે વહેવા ની ઉછળવાની,

પગદંડી તો તૈયાર છે, ડગલુ મીટાવશે બધો કળ.

નીજ પાસેથી આશાની, મંડાણી આ વાત,

પર આશા નિરાશા અર્પે સદા, સહજતાથી વહેવુ ખળખળ.

ઈશ્વરના અંશ છીએ, પણ કહુ હુ કે ઈશ્વર છીએ,

જ્યારે ભુલી ઠામ ઠેકાણુ, ત્યારે માણીશુ હરપળ.

ડગલે ને પગલે અંધકાર, આંસુના દિવા કરો કોઈ યાર,

કાજળ નીસરતુ બનશે પ્રકાશ, જ્યારે ચહેરો જોશે દર્પણ.

આશ લઈને હિરલો હિરલા પાસે, મળવુ છે માત્ર હિરલાને,

ભરોસો છે હિરલા પર, જાણે વહેતો પવન ફરફર.

૧૭)

એ પળ

શરમાઈ ગયુ વૃક્ષ જોઈને બે ગુલબદન ખીલતા,

મોગરાની લીસી કોમળતા કોણે છીનવી તેણે કરી ફરીયાદ.

બે હસ્તિલ ઉડતા પંખિડા....

આખો ની પાંખ અને હોઠો તેની સાંસ.

રંગો ચીતરતા,કાગળ પર ખુબસુરત ચસકાવતા વળાંકો,

કલરો ની પીછી ઓ મલમલ બદન પર કેનવાસ ની કોમળતા,

આકાશે પણ આંખો બંધ કરી નવસર્જન ની સાક્ષી બનશે હવા..?

બે રેખાઓ ના આંકારો કુદરત ના બાંધાળી માટી પર....

હાથો મા હાથ અને નજરો ની તરાપ.

જરતી શ્વેદઝાંકળ બુંદો કપાળની સંતોષી રેખાઓ,

એકાંત બની ગયુ જ્યાં તે ગયા, આઝાદી બે દિલતુફા.

રાત ને થઈ આતુરતા, ચિંતા અને શંકા,

ક્યાંક વહી ના જાય આ કંપાવતા સીસકારા....

પેની મા શરાબ છતા ઘંટડા ઓ મા પ્યાસ.

બે બદન મા છે આગ પણ તેઓને લાગે શીતાશ,

વનરાઈ છવાઈ ગઈ ચોમેર પળ ભરમા વિના કોઈ વરસાદ,

તરબર તા તન પર બે હોઠોની મીઠાશ,

પીવુ તેટલી વધે પ્યાસ, કયારે શરમાશે આ ઉજાસ....

બોલને પલકારા મારતા આકાશ, નહિતો સાબીતી છે રાત.

સુકાયેલા પર્ણો હજુ મહેસુસે છે હુંફાશ....વાટે ને વાટે ફરી કોઈ તુફાન,

ઝૂલ્ફો મા છે છુપાવેલા ચેહરાની સંતાકુકડી ની રમત,

હોઠો ની ભીનાશ ની હજુ છે ગર્દન પર મહેક,

હિરલા નો એક જ સાર,

તરસશે દિલ છીપશે પ્યાસ,

ફરી તરસશે ચાલશે જયા સુધી સીલસીલો...

જીવ રહેશે દિલ મા રાખી જયા સુધી આશ.

૧૮)

પુકાર

સપના માં સાથી સાથે ના શ્વાસ કેવા સોહામણા,

સીસકતા એમના હોઠ સમજી ને હુ સંપ્યો.

બેબાક્ળો બોલે કેવી રીતે,

બિંદુ જેવડા સ્મિત થી સંતોષાયો.

અજાણ્‌યો અંધકાર આંખો મા આવી ગયો,

આંખો એ એમની ઓજસણી અદબ મા લાવી દીધો.

હૈયાની હિમત તો હળાહળ પીવામા ને જીવવામા,

હારવા ને જીંદગી હોકારા ની શીં જરૂર.?

મારકણી મઘમઘ તી મોહીલી મૂસ્કાન,

મહેરાતી મન મા મલકાતી મુંજવણો મહેકાવી દો એકવાર.

ચેહરાની ચાલાકી અને ચાલાકી ની ચુગલી,

ચસકાવતા એક ચુંબન ની ચોરી ચીત મા.

પાંપણ ના પળકારા પળ મા પીવુ છૂ,

પંચમ નશો પામવા ને પ્રણય.

વણજારી વિસ્તરતી વિશુદ્ધ વિશાખીય અદાઓ,

વહેવાડાવી દ્યો આ વ્હેમીલા વિચારો.

પ્રેમ કરૂ છુ પુર્ણ પામવા પુર્ણ ને,

પ્રિત વછોયો બની હિરલો લાગ્યો પુકારવા.

૧૯)

વતન

સોનેરી સુવાસ, માટીની ભીનાશ, માણવા હુ ચાલ્યો મારા વતન.

મમતાનો પ્રવાહ, પીતાનો પ્રેમ, પામવા હુ ચાલ્યો વતન.

અનુભવ થાય સ્વર્ગનો, હિલોળે ચડે હર્ષપ ચાલો રે ચાલો વાલુડા વતન.

ખેતરના શેઢે ચાલતા કાંટા વાગે બોરડીનાપ

મુઠી ભર બોર ચાખવા હુ ચાલ્યો વતન.

ડુંગરની ધાર પર ઝાલર ને ડંકાપ

નગારાને એક ડાંડી મારવા હુ ચાલ્યો વતન.

નદિના પટમાં વિરડો ખોદીશુપ

વિરડાના મીઠા વારી ચાખવા હુ ચાલ્યો વતન.

ધુડકી નીશાળની ધમાલ થશે તાજી, કોલેજની કરામતો જ્યાં પડશે ફીક્કી,

બે પલ નાચવા ને જુમવા હુ ચાલ્યો વતન.

માંનો મોહનથાળ, બહેનને ચીડવવાની મૌજપ

ચીડાવા અને ચીડવવા હુ ચાલ્યો વતન.

જીંદગીની દોડ પકડ માંથી વિસામો લેવાને ચાલ્યો હુ મારા વતન.

અલક ચલાણુ ને અંટીઓની રમના સાક્ષીઓને મળવા ચાલ્યો વતન.

બેટરી હવે ઉત્સાહની ચાર્જ થઈ જશેપ ચાર્જર છે વતન.

ચાર્જીંગ કરવા હુચાલ્યો વતન.

૨૦)

સાજણ સાંભરે

રંગીલા ચુડલા મંગાવો હો સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

લાલ-લીલા ઓઢણા ઓઢુ, કાને ઝુંમર લટકાવુ,

કોઈ મારા વાળ ગુંથો સખી રે... આજ મને સાજણ સાંભરે જી રે,

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

નાકની નથણી ઘડાવો હો સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

ગાર્ય નુ લીપણ લીપુ, હોંશે વાહિંદુ હુ કરૂ,

ગાયુ ને પુળો નાય્‌ખ ઓ સખી તુ આજ,...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

હાંઠીયુ નો ભારો માથે ચડાવ હો સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

કપાસીયા કુદે જો ને આજ, શેઢા આજે નાચે મારા રાજ,

ભાતુ બાંધી ખેતર દય આવ્ય એ સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

સાકળા દિવાલે ખોડાવ્ય હો સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

ટોડલે ટોડીલા સોડુ, ગુંથેલા તોરણીયા બાંધુ,

કોડીયુ ની રંગોળી પુરૂ સખી આજ...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

પાદરે ડોકીયુ કરો હો સખી...આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

આંગણે ઢોલીયો ઢાળુ, લીલી રઝાયુ હુ પથરાવુ,

આવે આજ પરદેસી મારો હો સખી...આજ મરો સાજણ આવશે જી રે..(૨)

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

સોળે શ્રીંગાર મે સજ્યા હો સખી... આજ મને સાજણ સાંભરે જી રે..(૨)

હાથ પકડયો કોયે પાસળ થી, સોના કવડો પેરાવ્યો મારી આંગળીયે,

પરર્યણા ની પેલી રાત લાગે સખી આજ... આજ મરો સાજણ આવ્યો જી રે..(૨)

રંગીલા ચુડલા.......સાજણ સાંભરે જી રે.

૨૧)

ક્રિષ્ન કારણ

ગડ ગડ ગડ ગડ ગરજે વાદળ,

ભડ ભડ ભડ ભડ ભડકે ગાડર,

ધડ ધડ ધડ ધડ ધરણી ધ્રૂજે,

કોપે પવન ને પહોચે કુંજે,

વાંસ ને વાટ કોની આતુર ?

હવા ને કહે, મને તુ ફુંકે.!

મોરલીયા તો નાચના ભુખ્યા.

નાચે ચરણો, ભુ પીંછા ચુટે.

વનરાજીઓ બાગબગીચા,

રાસની વાટે હરખને જુંટે.

જેલની કોઠી માની ચીસો,

કહે સમેટાયુ બધુ,

બસ હવે શ્યામ જ ખુટે..!

નદિની પેલે પાર, ઘોર અંધકારપ કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સુર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઈકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે.? કારણ કે નદીમાં વહેતા પાણીના કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઈ તુફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે ?

આ તો ક્રિષ્ન જન્મરાત્રીનો માત્ર એક સીન છે. પણ આ સીન ક્રિષ્ન જન્મ માટે આવશ્યક પણ છે. ગીતા મા ઈશ્વર ક્યારે ક્યારે જન્મ લે અને ક્યા પ્રયોજનથી જન્મ લે એતો ક્રિષ્નએ કહી દીધુ. પણ એક રીતે એણે પોતાની દાસ્તાન તો નથી જ કીધી. ઈશ્વર જન્મ માટે “યદા યદા હી ધર્મસ્યા, ગ્લાનીર્ભવતી ભારતઃ” ની જરૂર પડે પણ ક્રિષ્ન જન્મ માટે બીજા કારણો છે.

હાલી ચાલીને આપણે એક કારણ તો આપી જ દઈએ “પ્રેમ”. હા પ્રેમ તો છે જ. અને હુ તો પ્રેમને પીણુ માનીને ઘટઘટાવુ સુ હોતે. પણ માત્ર આ કારણ ના હોઈ શકે. કારણ કે જે સ્થિતિમાં ક્રિષ્નને જન્મ લેવો પડયો છે એ સ્થિતિ પ્રમાણે તો નહોતી જ.

તો ચાલો જોઈએ એવા કેટલાક કારણો..,

ક્રિષ્નનો જન્મ ક્રોધમાંથી થયો છે : ક્રોધ, ગુસ્સો કે એન્ગ્રીનેસ આ શબ્દોને આપણે દુર્ગોણો ગણીને વગોવી માર્યા છે. ક્રોધ એ દરેક જીવની અભીન્ન જરૂરીયાત છે.

જો ક્રિષ્ન જેવા હેન્ડસમ, બુદ્‌ધિશાળી, ચતુર, વિવેકી, રાજનીતિજ્જ્ઞ, પ્રેમી, મિત્ર, સહાયક, કૃપણ, ક્યારેક કાયર પણ, સ્વપ્નદ્ર્‌ષ્ટા, પેશનેટ, મોજીલા પુત્રની પ્રાપ્તી થતી હોય તો ક્રોધ ઈઝ વેરી નાઈસ. ક્યારેક ક્રોધ આવશ્યક હોય છે. ક્રિષ્ન જન્મ માટે ક્રોધ કંસનો હતો. વિધીના લેખ જેવી અતાર્કિક વાતમાં નથી પડવુ. એ બધુ હશે જ. પણ ક્રોધ જેના પર વરસી રહ્યો છે. એ વ્યક્તિમાં કોઈક તો એવી રાસાયણીક ક્રિયા થાય જ કે જેથી એ ક્રોધીત વ્યક્તિને જવાબ આપી શકે. ક્રિષ્ન આ જ જવાબ છે.

ક્રિષ્નનો જન્મ ક્રુરૂક્ષેત્રમાંથી થયો છે : લોલ્ઝ્‌ઝ..? ના..! દરેક માણસના જન્મતા પહેલા કેટલાક કામો સોંપાયેલા હોય છે. એ કામ જ માણસને પોતાની સાચી ઓળખ આપતુ હોય છે. ક્રુરૂક્ષેત્ર એમાનુ એક કારણ છે. ઘડીક ક્રિષ્નને ઈશ્વર માની લઈએ તો યુધ્ધ તો ક્રિષ્નના મનમાં ક્યારનુય થઈ ચુક્યુ હતુ. એનુ પરિણામેય આવી ગ્યુ તુ. પણ મનમાં જે ઘટના રચાય એને ફલક પર જો ન લઈ જઈએ તો માથુ ઉંચુ કરીને જોશે કોણ. ડાયરેક્ટર ના મનમાં બધાજ દ્રશ્યો તૈયાર હોય પણ એને સ્ટેજ પર અથવા કેમેરામાં કેદ કરવામાં ના આવે ત્યાં સુધી એ ફિલ્મમાં પરિવર્ત્િાત નહિ થઈ શકે. એટલે કરૂક્ષેત્ર અને ત્યાંની બધીજ વસ્તુઓ ક્રિષ્નનુ સર્જન કરવા પાછળ જવાબદાર હતી. ક્રિષ્ન ક્રુરૂક્ષેત્રનો ડાયરેક્ટર છે.

ક્રિષ્નીઃ મિત્રતા માટે સુદામાં અને ક્રિષ્નનો દાખલો જ લેવાય છે. પણ બીજી એક મીત્રતા ક્રિષ્ન અને ક્રિષ્ની એટલે કે દ્રૌપદી વચ્ચે પણ હતી. કોઈ પણ વસ્તુનો જો આદી કે અંત ના હોય એટલે ઉર્જા નો કોઈ અંત નથી એના રૂપો બદલાતા રહે છે. તો મિત્રતા પણ એક ઉર્જા છે. એ ક્રિષ્ન જન્મ પહેલા પણ હતી અને પછી પણ. એ મિત્રતા જ ક્રિષ્નને જન્મ લેવા માટે નિમંત્રણ આપી રહી હતી. ત્યારના જમાનામાંય સ્ત્રિઓ પુરૂષ મિત્રો રાખતી હતી. અત્યારેતો કોઈ છોકરો એની ફ્રેન્ડ જોડે વાત કરતો હોય તોય અફવા ઉડે કે “એ એની સાથે ચાલુ છે” પણ શુંપ? “મોબાઈલમાં ગીત ચાલુ હોય તો ભલે.” પણ મિત્રતા ને વર્ષો પહેલા આવુ પવિત્ર અલૈંગીક મિત્રતાનુ ઉદાહરણ બેસાડાવુ હતુ. એટલે જ ક્રિષ્ની એક કારણ છે.

કુંજ : “જયો રાધા માધવ જય કુંજ વિહારી” કુંજે કેટલી રાહ જોઈ હશે..? કુંજની ભુમી એ કોમળ ચરણોના રાસનો તાલ મહેસુસ કરવા તડપતી હશે. કુંજની અવનિ તપી હશે. કારણ કે એને કોઈ હિરલાનુ સર્જન કરવાનુ હતુ. હા કુંજ પણ એક કારણ છે. કુંજ એ શ્રૂંગારનુ સર્જન છે. કુંજ એ પ્રેમની પુર્ત્િા છે. કુંજ કે રાધા ક્રિષ્નો લવ પાર્ક છે. કુંજની આ મૃદુ દ્રશ્યો જોવાની ભુખ એજ ક્રિષ્ન જન્મ નુ કારણ છે. વ્રજને ક્રિષ્નના બધા સ્વુરૂપો જોવા હતા, એને માટી ખાતો ક્રિષ્ન જોવો હતો તો એને ગીરીવરધારી ક્રિષ્ન પણ જોવો હતો. વ્રજને યમુના તરે ક્રિષ્ન દ્વારા છુપાવાતા વસ્ત્રોનુ દ્રશ્યો જોવુ હતુ તો એને કાળીનાગ સાથે થયેલી ફાઈટ પણ જોવી હતી. એને રાધા અને ક્રિષ્નનો પ્રેમ વૈભવ જોવો હતો તો એ વૈભવની જુદાઈ સમી રાધા ક્રિષ્નને છુટા પડવાની ક્ષણો જોવી હતી. એને માતાનુ અમૃત સમુ દુધ પીતા ક્રિષ્નનુ સાક્ષી થવુ હતુ તો પુતનાના વિષ સમા દુધ પીવરાવવાની ક્ષણો પણ પોતાની ધુળમાં કેદ કરવી હતી. એને એ પુર્ણ વ્યક્તિના ચરણો ને ચાખવા હતાપ! કુંજ એટલે ક્રિષ્નની વિશાળ ભુજાઓને આકાર આપતી ભુમી. કુંજ એટલે નમણા ચહેરા પર ચુંબન અપાવતી ભુમી.

૨૨)

એના એરીંગ્સ બોલ્યા

મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ,

ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ.

એના ગાલ પરનુ તલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછુ આછુ છે. એ પ્રીયતમા ની પાછળ ઘણા પાગલ થઈ ગયા. પણ બધામાં કાજળ જીતી ગયુ. પોતે કાળુ હોવા છતા એની આંખો ને ચુમવાનો મોકો..!! આ કાજળ ભાગ્યશાળી છે. પાછુ ગાલ પરનુ તલ કંઈ નિર્દોષ નથી. એ તલે તો કેટલાંયના હ્ય્દય ને દોડાવ્યા છે, મારી આંખો એની સાક્ષી છે. એના ખુલ્લા સીલ્કી વાળમાં ખબર નહિ કઈ શક્તિ છે. એક તરફ વાળ ઉડે અને બીજી તરફ બધાના હ્ય્દય સપનાઓના આકાશમાં ઉડે.

એના ક્યારેક ક્યારેક પહેરેલા ઝાંઝરનો અવાજ વર્ષો સુધી કાનમાંથી જતો નથી. તો એના આગળ આવેલા વાળને પાછળ નાખવાની અદા અને આ અદાની સાથે નેણ ઉંચા હોય છે, એનો ઉદાસ ચહેરો એની ઉંમર વધારી દે છે. પણ એના સ્મિત વાળો ચહેરો જોયા પછી લાગે કે, બસ હવે કંઈ નથી જોઈતુ. એક સ્મિત જોયુ અને જીવી લીધી આ જીંદગી. એની આંખોને હું આજ સુધી સમજી નથી શક્યો. કદાચ એની આંખો કન્ફ્યુઝ હશે. દર વખતે કંઈ અલગ અલગ જ બોલતી હોય. પણ એની આંખોને મારે થેંક્સ કહેવુ પડે કારણ કે, મેં એને રડતા બવ ઓછી જોઈ છે. એના એરીંગ્સ એના કાનને કંઈક કહેતા હોય છે. એના એરીંગ્સ બવ ચાલાક છે. જે વાત એરીંગ્સ ને ના ગમતી હોય એ કાન સુધી પહોંચે જ નહિ, પછી મારે ના છુટકે એરીંગ્સને ચણા ના ઝાડ પર ચડાવવા મસ્કા મારવા પડે.

“એરીંગ્સ મસ્ત છે”, એરીંગ્સ ગદ ગદ ફુલાઈ જાય.

તો પાછા એના ઝાંઝર ને ખોટુ લાગી જાય. એના ઝાંઝરની એવી ફરિયાદ છે કે, મને એના પગેથી દુનિયા જોવાનો મોકો બવ ઓછો મળે છે. શહેરમાં જ્યારથી હુ એની સાથે આવ્યો છુ ત્યારથી મને નવરાત્રીમાં જ બોલવાનો મોકો મળે છે. પણ પછી મેં એને સાંત્વના આપી. તુ ખુશનસીબ છે, તારો આભાર તો ઘણાય માનતા હશે. કારણ કે જ્યારે તુ બોલે છે, તો લોકો ને ખબર પડી જાય છે, કોણ આવી રહ્યુ છે. ઝાંઝર તો ખુશ થઈ ગયા.

નેકલેસ વધારે વાટ ના જોઈ શક્યુ. એને એમ થયુ કે બધાની સાથે વાત થઈ, મારો તો વારો જ ના આવ્યો. નેકલેસ ને એમ થઈ ગયુ કે હુ તો ડવલો છુ. ડાયમંડ નેકલેસના હિરા ઝાંખા પડવા લાગ્યા. મેં નેકલેસ ને સમજાવવાનુ ચાલુ કર્યુ.

“જો ભાઈ, તુ ના હોત તો આ સુના ગળાને કોણ જોતુ હોત. તારા વિના આ ગળુ સુંદર જ ના લાગે. ઝાંઝર ને કોઈ સાંભળે ના સાંભળે, એરીંગ્સ ઉપર વાળ આવી ગ્યા હોય તો કોઈ જોવે પણ નહિ, પરંતુ પ્રિયતમાં ની સાથે વાત કરતી વખતે તારા ઉપરતો નજર જાય જ. એટલે તારો આ મુલાયમ બોડી ઉપર મોટો રોલ છે, એટલે તારે સારૂ પરફોર્મન્સ આપવાનુ છે. અને લોકોને તારી બવ પડી હોય છે, તારા વિના ગળાની સુંદરતા આવે જ નહિ. એટલે તારી વેલેડીટી લાઈફ ટાઈમ છે, કદાચ ચોરીના ફેરા પછી તમારા ફેમીલીનુ જ કોઈ મંગળસુત્ર બનશે. યુ આર વેરી ઈમ્પોર્ટ્‌ન્ટ.”

ત્યાંજ અચાનક પ્રિયે ટેબલ પર હાથ મુક્યા, કાંચના બે કંગણ તુટી ગયા. એમણે તો શોર મચાવ્યો. મારે હવે એમને પણ શાંત કરવા પડે એમ હતા.

“ના મારે કંઈ નથી સાંભળવુ. શહેરમાં આવ્યા પછી મને તો બધા ભુલી જ ગયા છે. ગામડામાં હતા ત્યારે તો અમને અમારા માલીક લારી લઈને વેંચવા નીકળતા, શેરીમાં આવેલી બંગડીની લારીની આસપાસ સુંદરીઓનુ ટોળુ હોય. અમને પંસદ કરવામાં બે બે કલાક ચાલી જતી. અમારો અવાજ સાંભળીને આજુબાજુના છોકરાઓ થ્રીલ અનુવતા. જ્યારે અમારા સ્વર્ગવાસનો સમય થઈ ગયો હોય ત્યારે પ્રેમથી અમને ફેંકી દેવામાં આવતા, જો અમે એલ્યુમીનીયમથી બન્યા હોઈએ તો અમે ભંગાર વાળા સાથે જઈને પણ પ્રિયતમાં ને થોડાક પૈસાની હેલ્પ કરતા. પણ હવે તો અમારી પણ હાઈબ્રીડ જાતીઓ આવી ગઈ છે, પ્લાસ્ટીક ની રીંગ્સ અને લાકડાના કંગણે અમને ખુબ રડાવ્યા. તુટવુ એતો અમારો સ્વભાવ છે, એમાં અમે શું કરી શકીએપ? પ્લાસ્ટીંગ તો ગ્લોબલ વોર્મીંગમાં પણ વધારો કરે છે. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.”

મેં કગણને સમજાવવાનુ ચાલુ કર્યુ.. “જો ૨૧મી સદી ચાલી રહી છે. અમારા ૈં્‌ ની વાત કરૂ તો રોજ નવી બે ટેકનોલોજી આવે છે. અમારે એ ટેકનોલોજી સાથે અપડેટ રહેવુ પડે. એવી જ રીતે આ નવા કંગણ તમારા જ કુંટુંબના હશે. હા એ વધારે અવાજ નથી કરતા, પણ એ વારંવાર તુડી પણ નથી જતા. અને તમે ક્યાંય પણ અથડાવ તો કાંચના હોવાથી ઈઝીલી તુટી જાવ. છતા તમને નવ દિવસનો જલસો નવરાત્રીમાં તો હોય જ છે ને. નવ દિવસ સુધી તમારે મનમુકીને ખનકવાનુ હોય છે. મેં ગઈ નવરાત્રીના ફોટા જોયા હતા. બવ મસ્ત લાગતા હતા તમારા લોકો. અને યાર તમે મુવ ઓન કરો. હવે તો તમારો ઉપયોગ ઘટશે એટલે હવે તમે નવા રૂપ ધારણ કરી લો, જો એમ નઈ ફાવે તો તમારે ગામડામાં પાછુ જવુ પડશે.”

“હા નવરાત્રીમાં તો અમારી બોલબાલા હોય છે, આ વખતે જો નવે નવ દિવસ અમને હાથમાં પહેરવામાં નહિ આવે તોપ”

“તો.. શુ..?”, મેં પુછ્‌યુ.

“તમારો પેલો પોલીટીશીયન છે ને અરવિંદ કેજરૂ, એ જેમ કારણ વિનાના ધરણા કરે ને એમ અમે પણ ધરણા કરીશુ. પછી બધા લોકોએ પોતાના હાથ પર સાબુ લગાવીને અમને હાથમાં ચડાવવા પડશે.”

“ચલ હુ તારી ગેરન્ટી લવ છુ, તુ આ વખતે નવે નવ દિવસ..!”, મે કહ્યુ.

એનો પગ ભુલથી મારા પગને અડી ગયો અને મારી નજર એના સેન્ડલ પર પડી. સેન્ડલ તો બવ ખુશ દેખાણા. સ્લીમ એન્ડ સાદા સેન્ડલ ખુબ સુંદર લાગી રહ્યા હતા. મેં સેન્ડલ ને પુછ્‌યુ. કા એલા તમે આટલા બધા ખુશ કેમ છો..? એમણે તો એજ ખુશીથી કહેવાનુ ચાલુ કર્યુ.

“જલસો તો અમારે જ છે, જ્યારે હોસ્ટેલમાં કોઈ બહાર ફરવા જવાનુ હોય એટલે અમારી પાસે આવી પહોંચે, જેના પગમાં છીએ એમના સેન્ડલને નવી નવી જગ્યા જોવાનો મોકો જ નથી મળતો અને અમે બીજા કોઈ ના સેન્ડલ હોવા છતા દુનિયા ફરીએ છીએ. હોસ્ટેલમાં રહેવાનો આ તો ફાયદો છે.”

ઓહ તો તમે કોઈના ઉધાર છોપ!!!

હવે બધા ખુશ હતા. એરીંગ્સ, કાજળ, તલ, નેકલેસ, બંગડી(કંગણ), ઝાંઝર.

“ત્યાંતો કપડા બોલ્યા. અમે ઓ કોઈને દેખાતા જ નથી. અમારી પાછળ તૈયાર થવા માટે બે-કલાક બગાડયા છે.” કપડા કટાક્ષ માં બોલ્યા.

“જો ભાઈ તમે ના હોત તો બાહ્ય સુંદરતા જ ના હોત. આજે તો તમે બવ સુંદર લાગો છુ.”

“ક્યાંથી આવ્યા છો..?”

“હુ નેહરૂ નગરથી.” ટોપ બોલ્યુ.

“હુ લાલ દરવાજાથી”, લેગીઝ બોલી.

“ઓહ્‌હ નાઈસપ યુ આર લુકીંગ ગ્રેટ..! એન્ડ પરફેક્ટ..!!”,

પણ હુ તો કોઈ બીજાના પ્રેમમાં જ પડયો હતો. મારા આ સંવાદ દરમ્યાન એ લોકો કંઈ જ નહોતા બોલ્યા.

“આંખો ચુપચાપ મને જોઈ રહી હતી, જાણે ધારદાર તલવાર હોય એમ એણે એની દ્રષ્ટીથી મને હ્ય્દય સોંસરવો વીંધી નાખ્યો.”

“ખુલ્લા લહેરાતા વાળ મુંગા મુંગા કેટલુય બોલી રહ્યા હોય એમ લાગતુ હતુ.”

“એનુ સ્મિતપ આહ્‌હ્‌હ્‌હ્‌હા. એના સ્મિત પર તો વારી જાવાપ.! જો સવારમાં એનુ સ્મિત મળી જાય તો ઈશ્વરને યાદ કરવાની પણ જરૂર ના પડે. એનુ સ્મિત જ મારી બંદગી”

મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ,

ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ.

૨૩)

વેલેન્ટાઈન વિઝન

“હેયપ બ્રો, ચાલ ને મેથીલ મા આવ્યા છીએ તો આંટો મારી આવીએ.”, લક્ષે કહ્યુ. “પણ ડુડ આંટો ક્યાં મારીશુ અને બ્રો માસ્ટરને પુછવુ પડશે” રામે કહ્યુ.

લક્ષ અને રામ મેથીલ ની ફાઈવ સ્ટાર હોટેલ જ્યાં ત્રણેય ને ઉતારા આપવામા આવ્યા હતા ત્યા જ હતા અને બન્ને વિશ્વેસ સર(માસ્ટર વિશ્વામિત્ર) ના સ્વીટ(રૂમ) માં ગયા. રામ અને લક્ષે બન્ને કાનમા રાખેલા ઈયરફોન્સ કાઢીને એના માસ્ટર તરફ માન દર્શાવ્યુ. “સર આ લક્ષ ને મુડ ફ્રેશ કરવુ છે એટલે હુ એને ઘુમાવવા લઈ જાવ,..? અને આમ પણ હસબન્ડ સીલેકશન જોવા જવાનુ છે એટલે જેનકસર માટે ફ્લાવર બુકે તો લઈ જ જવુ પડશે એટલે એ લઈ આવશુ”, રામે કહ્યુ. “ઓકે, નો પ્રોબ્લેમ પણ, બી કેરફુલ, એન્ડ ટેક કેર ઓફ લક્ષ”, માસ્ટર વિશ્વેસ સરે કહ્યુ.

“ઓહ, માય ગોડ, આ ગોરો ગોરો અને ફ્રેન્ચ કટ બીયર્ડ વાળા ને તો જો યાર, મુઆઆઆપ જો ને કેટલા હેન્ડસમ લાગે છે”, બે જીન્સ પહેરેલી મીથેલ ની કોલેજ જતી છોકરીઓ એ રામ અને લક્ષ ને જોઈને એકબીજા વચ્ચે વાતો કરી. “જો બ્રો પેલા આર્ચીઝ સ્ટોર મા જઈએ ત્યા બધુ જ મળી જશે. એની બાજુ મા મેકડી પણ છે એટલે ત્યાં નાસ્તો પણ થઈ જશે.” લક્ષે કહ્યુ.

રામ અને લક્ષ બન્ને આર્ચીઝ સ્ટોર તરફ જાય છે. આજે વેલેન્ટાઈન્સ ડે હતો એટલે નેચરલી બહાર રેડ કલર ના હાર્ટ શેપ લટકાવેલા હતા. અને મોટા મોટા અક્ષરે હેપ્પી વેલેન્ટાઈન્સ ડે લખેલુ હતુ. આમ પણ મેથીલ બારેમાસ વેલેન્ટાઈન માટે જાણીતુ છે. અને એમા પણ આ આર્ચીઝ એરીયા તો સ્પ્રીંગ એરીયા તરિકે ઓળખાય છે. આ એરીયા મા લવ ચારે બાજુ સ્પ્રેડ થયેલો હોય છે. બન્ને આર્ચીઝ ના સ્ટોરમા એન્ટર થયા. વેલેન્ટાઈન્સના લીધે રેડ રેડ જ બધે દેખાતુ હતુ. ફોટો ફ્રેમ, કાર્ડસ, રેડ ટેડીબેઅર, ગીફ્ટ્‌સ, રેડ રીબન્સ થી શણગારેલો આખો આર્ચીઝ સ્ટોર કઈ અલગ જ હતો. આવતી કાલે વેલેન્ટાઈન હોવાને લીધે ખાસ્સી ભીડ પણ હતી. રામ એન્ડ લક્ષ બુકે ડિપાર્ટમેન્ટ તરફ જાય છે, જે આર્ચીઝ ના ગેટ તરફ હતો.

રામ અને લક્ષ વેરીઅસ બુકે જોઈ રહ્યા હતા. એમને થયુ કે જેનક સર માટે બુકે લઈ જવાનુ છે એટલે આખે આખુ રેડ તો ના જ લઈ જવાય એટલે એ બીજા કલર ના ફ્લાવર ને જોવામા લાગી ગ્યા. એવામા જ પાંચ ગર્લ્સ આવી એમાની ચારે પીંક કલર ના ટોપ્સ પહેર્યા હતા અને એકે જે ખુબ બ્યુટીફુલ લાગતી હતી એણે રેડ કલર નુ ટોપ પહેરેલુ હતુ. જે બધાથી અલગ તરી આવતી હતી. આ જોઈને રામ એકદમ હક્કા બક્કા રહી જાય છે. એ પાંચેય બુકે-ડિપાર્ટમેન્ટ નિ સામે જ કાર્ડસ સીલેક્ટ કરી રહી હતી. એમા રેડ કલર ના ટીશર્ટ વાળી ગર્લ્સ માત્ર શાંતિથી ઉભી હતી. એ એના બન્ને હાથ ભેગા કરીને અકળાયેલી હોય એમ મસળી રહી હતી અને આંખો ને વાળી વાળી ને રામ તરફ જોઈ રહી હતી. એની પાસે ઉભેલી એની ફ્રેન્ડ એના કાન મા કઈક ગણગણી રહી હતી.

“ઓય લક્ષ, પેલી બ્યુટી ને જોઈને હુ એના તરફ અટ્રેક્ટ થઈ ગ્યો છુ.”, રામે એકધારી પેલી રેડ ટોપ વાળી છોકરી તરફ નજર ટકાવી રાખતા કહ્યુ. “બ્રો એ કોણ છે તમને ખબર છે..?”,લક્ષે રામ ને પુછ્‌યુ. “ના” “એ, જેનક ની ડોટર સીત છે, જેના માટે આ હસબન્ડ સીલેકશન નો પ્રોગ્રામ ઓર્ગનાઈઝ થયો છે.”, લક્ષે કહ્યુ.

“પણ તને કેમ ખબર..?”, રામે લક્ષ ને તરત પુછી લીધુ.

“એના ટોપ ની પાછળ જુઓ, સીત લખેલુ છુ. અને આ એ જ હોવી જોઈએ, જસ્ટ એઝ્‌યુમ કર્યુ.”,લક્ષે ચોખવટ કરી.

“પેલા બે ને જો સીત, કોણ છે તને ખબર છે..?, એવધ ના પ્રીન્સ છે અને આપણા ગેસ્ટ છે, કેટલા હેન્ડસમ છે”, એક ફ્રેન્ડે સીત ને કહ્યુ. તરત સીતે એની ફ્રેન્ડ ની કોમળ કમર પર ચીટીંયો ખણ્‌યો, સીત રામ તરફ એકધારી જોઈ રહી. બન્ને આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરી રહ્યા.

“એનો ચહેરો કેટલો કુલ છે, એનુ ગજીની સ્ટાઈલ જેકેટ અને હેર સ્ટાઈલ તો જો, એની સાથે ના એના બડી ને તો જો, એ પણ બવ કુલ છે યાર, એની વોચ થી માંડીને એના શુઝ, હુ તો બેભાન થઈ જઈશ”, સીતે ની સખીયો ની આવી વાતો સાંભળી. એક પ્રીન્સેસ ની જેમ જ સીતે એની સખીયો તરફ આંખો પહોળી કરી, છતા તેના ચહેરા પર સ્માઈલ તો હતી જ.

રામ અને લક્ષ બન્ને એક મોટુ બુકે લઈને બુકે ડીપાર્ટમેન્ટ નો ગોળ વળાંક લઈને બન્ને ગીફ્ટ કાઉન્ટર તરફ ગયા. જ્યાંથી સીત અને એની ફ્રેન્ડસ દેખાઈ રહ્યા હતા. સીત એની ફ્રેન્ડસ ની પાછળ રહી રામ સામે સતત જોઈ રહી હતી અને રામ પણ કઈ નજર હટાવી રહ્યો નહોતો. રામ ને થયુ કે એને ઓળખાણ કાઢવી જોઈએ.

“લક્ષ ચાલતો, પેલી ગીફ્ટ્‌સ જોઈએ”, રામે લક્ષ ને એક આંખ મારી અને બન્ને સીત જ્યાં કાર્ડસ ખરીદી રહી હતી એ તરફ ચાલ્યા. સીત પાછળ ફરી ગઈ, એણે એની સાથે હાર્ટ શેપ નુ રેડ કલર નુ સોફ્ટ ટોય પોતાની છાતી સાથે ભીંસી દીધુ.

“સીતપસીત,”, એની ફ્રેન્ડ મેન્ડીએ (મંદાકિની) એ કહ્યુ. સીત હડબડાઈને પાછુ ફરવાઈ ગઈ ત્યારે જ રામ એની પાસેથી પસાર થયો અને સીત ની કોણી પસાર થઈ રહેલા રામની મસલ્સ સાથે ટકરાઈ. સીત ને વાઈલ્ડ સ્ટોન બોડી સ્પ્રે ની સ્ટ્રોંગ સ્મેલ આવી અને સીત ના હાથ માં હતુ એ સોફ્ટ ટોય નીચે પડી ગયુ.

“આઈ એમ, સો સોરીપ”, સિતે કહ્યુ. “ઈટ્‌સ ઓકે,પ.”, રામે પણ કહ્યુ.

“તુ તો જેનક સર ની ડોટર જ નેપ?, જેના માટે આજે બધો પ્રોગ્રામ છે.?”, રામે ઓળખાણ માટે નો સવાલ કરી લીધો.

“હા, હુ જ સીત અને આ બધી મારી ફ્રેન્ડસ, આ તમારા બ્રધર લાગે છે.!”,

“હા એ લક્ષપ. અમારે અહિ થોડા ફ્લાવર્સ ખરીદવા હતા એટલે આવ્યા હતા”,

“અમે પણ, આજે વર્શીપ છે એટલે ફ્લાવર્સપ”, સીતે કહ્યુ.

“પણ તમે તો કાર્ડ અને ગ્રીટીન્ગ્સપ”, રામે વાત કટ કરતા જ પુછ્‌યુ.

“હા, મારી ફ્રેન્ડસ ને એમના બોય ફ્રેન્ડસ માટે ખરીદવાનુ હતુપ.”,

“ઓકેપપ”

‘૧ મિનિટપ.,”, રામે કહ્યુ અને એ લક્ષ ને લઈને કાઉન્ટર ની પાછળ ની તરફ ગયો જ્યાં સીત એને જોઈ શકતી નહોતી. અને દોઢેક મિનિટ મા એ લોકો પાછા આવ્યા.

રામે એક ગુલાબ અને ગ્રીંટીન્ગ કાર્ડ સીતા સામે ધરીને કહ્યુ, “ધીઝ ઈઝ ફોર યુપહેપ્પી વેલેન્ટાઈન્સ ડે”, ત્યારે રામ જાણે આજે સાંજે શુ થવાનુ હતુ એ બધુ જ જાણતો હોય એમ સીત સામુ જોઈ રહ્યો.

સીત પણ રામ ની આંખો મા બધુ જોઈ રહી હોય એમ ઉભી રહી અને એક પળ પછી રામે આપેલુ રોઝ અને કાર્ડ લઈ લીધુ. વધુ કઈ બોલ્યા વિના રામ સીત જે તરફ ઉભેલી હતી એની અપોઝીટ સાઈડ તરફ ચાલતો થયો.

પણ બન્ને દુર ગયા એ પહેલા રામ ને સિત નો હાથ એકબીજાને અડકયો. કોઈ જ ને ખબર ના પડે એમ એ બન્નેએ એકબીજા ના હાથ ભીંસી ને પકડી રાખ્યા અને પછી કોમળતાથી સરકાવ્યા.

આ ભાવાનુવાદ મારો છે અને આજની જનરેશન ને માફક આવે એવો છે. બધા કેરેક્ટર્સ કોણ છે એ કદાચ તમને ખબર પડી જ ગઈ હશે, છતા કહી દવ, આ પ્રસંગ મેં જે લીધો અને મારા શબ્દો મા આજના સમય પ્રમાણે કનવર્ટ કર્યો એ રામાયણ નો પુષ્પવાટીકા નો સીન છે. રામ અને લક્ષમણ વિશ્વામીત્ર ની આજ્જ્ઞા લઈને પુષ્પવાટીકા જોવા જાય છે ત્યાર નો આ સીન છે.

ચેન્જ ઈઝ ધ રૂલ ઓફ નેચર, જ્યારે એમ કહેવાય છે કે આજની જનરેશન ને આપણ શાસ્ત્રો મા રસ નથી તો એનુ કારણ એ છે કે એને પોતાની જાત શાસ્ત્રો મા નથી દેખાતી. એ જીન્સ પહેરે છે એટલે એને પીતાંબરો મા રસ નથી. આજે વેલેન્ટાઈન છે અને વસંત ઋતુ પણ છે.

જે બાગ નુ વર્ણન રામાયણ મા છે એ બાગ મા બારે માસ વસંત રહેલી છે એવુ રસીક વર્ણન છે જે નીચેની પંક્તિ મા કહેલુ છે.

ૐાૂૈ ષ્ઠાટૂ ષ્ઠદ્ઘ હજચાજદ્બ ાંહ્વછ ંખ્ત ષ્ઠઙ્મટ્ઠિ દ્ઘરિૂ દ્ઘખ્તહ્વ આજ ૐાાહ્વ॥

અને રામ અને સિતા મળે છે ત્યારે એનુ વર્ણન, સીતા ની બાગ મા એન્ટ્રી નુ પણ ખુબ રસીક વર્ણન રામચરિત માનસ મા છે. જ્યારે રામ સિતા ને અને સીતા રામ ને જુવે છે ત્યારે એની શુ સ્થિતિ હોય છે એ થોડી ઘણી હવે પછીની પંક્તિ થી ખબર પડશે.

ન્;ાી ટાજીદ્ઘ ઙ્ઘરીર ઙ્ઘખ્તાજી ષ્ઠચાોરછ કટદ્ઘા દૃે;ે ે;ે ષ્ઠરેૂ ષ્ઠોર॥

ઙ્મૂેર ખ્તદ્ઘ"ાર ઙ્મષ્ઠ ઙ્મચાર ઙ્મ;ોરછ કઙ્મટ્ઠ; કખ્ત; દૃકિ દ્બઇઙ્ઘટ્ઠમ ોંર॥

પણ આ લેખ એ આજની ભાષા મા લખાયેલો છે. એના સીન્સ કોઈ બાગ બગીચા મા નથી હોતા, એ મોલ કે મેકડોનાલ્ડ મા જાય છે. આજના રામ પ્રાસાદ મા નથી જન્મતા, એ કોઈ હોસ્પિટલ મા જ જન્મે છે. ફર્ક બસ એટલો છે કે એ વખત ના રામે એની મમ્મી ને ચતુર્ભુજ રૂપ દેખાડેલુ અને આજનો રામ નથી બતાવતો.

જે બાગ મા બારેમાસ વસંત રહેતી હોય ત્યા વેલેન્ટાઈન ના ઉજવાય. પણ આજે તો વેલેન્ટાઈન એક જ દિવસ છે જ્યારે બે હાર્ટ ભેગા થાય છે. અને એકબીજા ને મોહબ્બત કરે છે. આજનો રામ કંઈ માત્ર સીતા ને જોઈ ને એના ભાઈ લક્ષમણ ને એમ નહિ કહે કે મારૂ મન ક્ષુભિત થયુ છે અને લક્ષ એ સાંભળી ને એનો જવાબ કોઈ શાંત શબ્દો થી નહિ આપે. એટલે જ લક્ષમણ અહિ લેક્ષ કે લક્ષ બની જાય છે. સિતા સીત અને મંદાકિની મેન્ડી છે. એટલે એ લોકો બાગ મા નહિ આર્ચીઝ ના ફ્લાવર શોપ મા જ જશે. એના વસ્ત્રો મા જીન્સ અને ટી-શર્ટ હશે, ટોપ અને લેગીઝ હશે. એણે ઈતર ની બદલે બોડી સ્પ્રે છાંટયો હશે. એ પુષ્પો ની બદલે બુકે લઈ જશે. પણ એ માત્ર જોયા જ નહિ કરે આજનો રામ ત્યાર ના રામ થી અલગ છે. એ સ્પર્શ સુધી પહોચશે. એ હાઈ હેલ્લો પણ કરશે. એ જમાના નો વિવેક એ જમાના ને મુબારક પણ આજના વિવેક ને કોણ ઓળખશે. જો જમાના સાથે માણસો ના વિચાર નહિ બદલે તો સામસામો વિરોધ જ થશે.

પ્રેમ ત્યારેય હતો અને આજેય છે જ. ત્યાર ના યુવાનો એને હાલતા ચાલતા પ્રેમ કહેતા અને અત્યારે લવ લવ કરે છે. ત્યારે એને વ્યક્ત કરવાની રીત અલગ હતી આજે એ કીસ કરીને એક્સપ્રેસ થાય છે. એ વખતે એકબીજા ના વર્ણન માટે ના શબ્દો અલગ હતા. અને આજેય અલગ છે એટલે જ “એ કેટલો કુલ છે કે એ ખુબ જ હોટ છે” એમ કહેવાય છે. અને ત્યારે સિતાની સખીએ એ એમ કહ્યુ હતુ કે, મારાથી બન્ને ના વખાણનથી થતા, જીભ ને આંખ નથી અને આંખ ને જીભ. જે રામચરિત માનસ ની નીચેની પંક્તિ મા કહેવાયુ છે

ન્;ાી ટાજીદ્ઘ ઙ્ઘરીર ઙ્ઘખ્તાજી ષ્ઠચાોરછ કટદ્ઘા દૃે;ે ે;ે ષ્ઠરેૂ ષ્ઠોર॥

વેલેન્ટાઈન્સ ડે વર્ષો થી આ દેશ મા ઉજવાતો આવ્યો છે. એનુ નામ વસંત પંચમી હતુ અને છે. પણ આજના યંગસ્ટર્સ એને વેલેન્ટાઈન્સ ડે તરિકે ઉજવે છે. જો સિતા અને રામ ઈશ્વર હતા એવો સવાલ કે તર્ક ઉઠાવે તો રામચરિત માનસ મા જ સિતા ની રામની સામે આખો ના મિલાપ પછી ની સ્થિતિ જુઓ. તરત સિતાના મન મા પણ પ્રશ્નો ઉઠવા માંગે છે. કે મારા પિતા એ જે સ્વયંવર ના સંકલ્પો કર્યા છે એનુ શુપ? મારી માં એ વહેલા આવવાનુ કહ્યુ હતુ અને અમારે તો ખુબ મોડુ થઈ ગયુ. આવી અકળાવનારી સ્થિતિ રામ ગમી ગયા પછી સિતા ની હતી જ. એ સમય માટે એ લોકો લવર્સ હતા.

પ્રેમ ની સ્ટાઈલ ટોટલી બદલાઈ ચુકી છે. મોલ્સ, ગીફ્ટશોપ, થીયેટર્સ, મેળાઓ કે જ્યાં ચકડોળ સિવાય ની બધી જ એક્સાઈટ કરતી રાઈડસ આ બધા સ્થળો રામાયણ વખત ના બાગનુ પ્લેસ લઈ ચુક્યા છે.

ર્જી ર્ન્દૃી ૈજ ઈદૃીિઅ ઉરીિી, ૈંહ ઈદૃીિઅ ્‌ૈદ્બી ટ્ઠહઙ્ઘ ૈંહ ઈદૃીિઅ જીૈેંટ્ઠંટ્ઠર્ૈંહ.

ર્

ંહઙ્મઅ ર્એ દ્બેજં રટ્ઠદૃી જીષ્ઠૈટ્ઠઙ્મ રીટ્ઠિં ર્ં કીીઙ્મ ટ્ઠહઙ્ઘ જીષ્ઠૈટ્ઠઙ્મ ીઅીજ ર્ં ુટ્ઠંષ્ઠર ૈં.

૨૪)

જો હું ૨૧ સેન્ચ્યુરીનો ક્રિષ્ન હોવ તો

ક્રિષ્ન છેતરવા વાળો છે.. ક્રિષ્ન કપટી છે, એ સ્વાર્થ્િા છે, એ ચોર છે, એ બે બાપ અને બે મા નો છે કદાચ એને ઘણી બધી ગાળો લાગુ પડી શકેપ મારે વધારે બોલવી નથીપ પણ ક્રિષ્ન મુસીબતે અન્નપુર્ણા છે, એ ચીરપુર્ણા છે, એ પ્રેમ પુર્ણા છે, એ રાસપુર્ણા છે, એ મોહન છે, હેન્ડસમ છે, એના સામે આજનો રણબીર કે ઋુત્વિક કઈ ના કેવાયપ એ તડ ને ફડ વાત કરવા વાળો છે, જ્રૂરર પડે ત્યા ગોળ ગોળ વાત ઘુમાવવા વાળો પણ છે, ક્રિષ્ન એ બધુ જ કર્યુ જે આજે કોઈ કરે તો દુનિયા એને સ્વિકારવા પર બે વાર વિચારે..

જો હુ ક્રિષ્ન હોવ તો મારી પાસે વાંસળી નહિ હોયપ પણ મારી પાસે સ્માઈલ ના સુર હશેપ કારણ કે એ સમય માં નોઈસ પોલ્યુશન નહોતુ એટલે વાંસળી બધાને દુર દુર સુધી સંભળાતીપ સ્માઈલ દુર સુધી સંભળાઈ તો ના શકે પણ એ દેર સુધી સંભારી શકાય.. મોરપીંછ ની તો વાત દુર જ કારણ કે ક્રિષ્ન બનવા માટે લોકો મોરપીંછ લગાવવા માંડે તો મોર ને ટકો કરવો પડેપ એટલે આજનો ક્રિષ્ન જો હુ હોવ તો મારે ઉધાર પીંછા ની જરૂર નથી હુ મારા વાળ ને સેટ વેટ ઝ્‌ટેક થી જ મોર પીંછ જેવા બનાવી દવા અને આજનો ક્રિષ્ન દુનિયા સાથે અપડેટ હોવો જ જોઈએ.. અલૌકિક શક્તિઓ તો અલોપ થઈ ગઈ છે. કોઈ પણ ઈન્ફોરમેશન માટે આઈફોન મારી પાસે હશે જેથી આજના જમાનાના કંસ નુ સ્ટેટસ અપડેટ જોઈ શકાયપ. અને વળતી વિરોધી કમેન્ટ કરી શકાય.. જીસ્જી થી રાધા ને મેસેજ કરી મળવા બોલાવી શકાયપ અને ઘરેથી અવાય એમ ના હોય તો વિડિયો ચેટ કરી શકાયપ ફેસબુક પર ફોટ અપલોડ કરવાની સુવિધા પેલાના ક્રિષ્ન પાસે નહોતી એટલે રાધા સાથે પડાવેલા ફોટા હુ અપલોડ કરૂપ ગોપીઓ સાથે ગૃપ ચેટ કરૂપ સાથે આજના યુગ મા ગરીબી તો છે જ નાશ કરવી મુશ્કેલ તો છે અશક્ય નથી.. ક્રિષ્ન તરિકે હુ દ્ગ.ય્ર્.ં બનાવી ને જુરૂરિયાતો ને હેલ્પ કરી શકુપ સુદામા ના પગ પખાળવાના તો રહ્યા પણ રાતે ટાઢથી ઠરતા લોકો ને ધાબળા ઓઢાડી શકાય.. વન મા રાસ તો હવે વન કપાવા લાગ્યા એટલે ક્યા રહ્યા.. પણ પાર્ટી પ્લોટ ની રમઝટ જોઈ ને ભુતપુર્વ ક્રિષ્ન થનગયા વિના રહી શકશે..? અને ચારે બાજુ ની હરિયાળી સાથે હુ ક્રિષ્ન તરિકે જાતભાતા ના સ્ટેપ રમુપ નંદિગ્રામ ની વિધાલય મા કયાં એ.સી હતીપ આજે તો હુ એ.સી મા એજ્યુકેશન લવપ ઈન્ફો ઓન ક્લિક.. કોલેજ સ્કુલ તો ક્રિષ્ને નંદિગ્રામ મા જ કરીપ પણ એણે ફ્રેશર્સ પાર્ટી ક્યાં કરી હતીપ તો આજના ક્રિષ્ન તરિકે હુ ફ્રેશર્સ અરેન્જ કરીને નાચીશપ. એવા જલસા ક્રિષ્ન ને હતાપ? ૨૧ મી સદીનો ક્રિષ્ન આ જલસા કરશેપ મુવિ ની તો વાત જ છોડો નાટક પણ ના હતાપ નવ થી બાર રાધા સાથે ટાઈટેનીક જોવાનુ ક્રિષ્ન ને તો ખાલી સપનુ જ જોવાનુપ માણે તો આજનો ક્રિષ્ન જ. ભગાડવાની એક એવી બાબત છે જેમા બન્ને ક્રિષ્ન સેમ છેપ આજે પણ હુ કોઈ રૂકમણી ને ભગાડુપ અને લોકો એનો વિરોધ પણ કરે જપ પોતાની જાત માટે પણ ક્રિષ્ને જેમ દ્વારિકા ને બચાવવા માટે ચતુરાઈ વાપરી એમ હુ પણ રીચ બનવા થોડી હોશિયારી વાપરૂપ શીશુપાલ ની સો ભુલ એણે માફ કરી પણ આજના ભ્રષ્ટાચારી ઓને એક ભુલે લટકાવી દવપ

યુધ્ધ થી ડરવાનુ થોડુ હોયપ. ઓલા ક્રિષ્ન એ અર્જુન ને શુ કહ્યુ.. “યુધ્ધ કર, યુધ્ધ કરપ એમ કહી કહી ને બિચારા અર્જુન ને બાણ ચલાવવાનુ કહિ કહિ ને તોડાવી નાખ્યો..”, ક્રિષ્ન મળે તો હુ જરૂર કવ કે જો આવી એ.કે ૫૬ હતી તારી પાસેપ આવી તોપો અને ફાઈટર વિમાનો હતાપ? રથ લઈને દ્વારિકા થી હસ્તિનાપુર જવુ પડતુ હુ તારે તો.. હુ જો પેટમા પાણીય નો હલે એવી ઔડી અને મર્સીડીઝ મા ફરૂ છુ આવી જાહોજલાલી ના તો તારે શમણા જપ!

ફ્રેન્ડસ ની બાબતે પણ હુ પાછો નહિ પડુ.. જે સ્માઈલ થી ફ્રેન્ડ બનાવ્યા છેપ ગોપીઓ એટલે કે ગર્લ ફ્રેન્ડસ બનાવી છે.. રાધા એટલે કે જે એક્માત્ર ટ્રુ લવ છે અને રૂકમણી એટલે એકમાત્ર વાઈફ એને હુ બરાબર હેન્ડલ કરી શકુ એમ છુપ ગોપીઓ સાથે ગૃપ ચેટ કરીશપ અઠવાડીયા મા એક વાર રાધા ને પાંડવોને મળવા જાવ છુ એવુ બહાનુ કરીને સાપુતારા ફરવા લઈ જાવ (આખરે ક્રિષ્ન કઈ ઓછુ ખોટુ નહોતો બોલ્યો). પણ રૂકમણી કઈ ડવલી થોડી છેપ દર શુક્રવારે એને મુવી.. ધ ગ્રાન્ડ ભગવતી મા ડિનર અને કોફી કાફે ડે મા કોફીપ. એટલે રૂકમણી હરખ ઘેલી બની જાયપ!

પરામર્શ ની બાબત મા તો હુ પ્રવિણ છુ એટલે હેપ્પી ટુ હેલ્પ એવુ ફ્રી કોલ સેન્ટર ખોલીશ જેમા મુંજવણ પડે કોઈ પણ કોલ કરી શકે અને મલ્ટીટાસ્કિંગ ફેસીલીટી થી હુ એ બધુ હેન્ડલ કરીશ

એણે ભલે દુર્વાસા ની ટોળી ને એક ચોખાના દાણા થી ધરવી દીધા હોયપ આજે એક ચોખાના દાણા થી કદાચ પોસીબલ ના થાય પણ હુ ફ્રી ભોજન શાળા બનાવીશપ જેમા કોઈપણ ગમે ત્યારે આવી ને જમી શકેપ

એણે આખુ ભારત ખુંદી વળીને બધાને ઘેલા બનાવ્યા એમ હુ દુનિયા ફરૂ એ પણ પર્સનલ ફ્લાઈટ માપ બધાને પ્રેમ કરૂ.., નાચુ, ગાવ, બધા દેશો ની બધી જાતની બ્યુટી માણુ, મીસ વર્લ્ડ ની સ્પર્ધાઓ મા જજ તરિકે જાવપ એણે મહાભારત ને ડાયરેક્ટ કરી અને હુ કોઈ બીજી મુવી ને ડાયરેક્ટ કરૂપ જેમા હિરો પણ હુ અને વિલન પણ હુ જ હોવપ અને છેલ્લે તો રાધા સિવાય મારી પાસે બીજુ છે શુ તો કશ્મિર ના નૈનીતાલ પાસે કોઈ વેરાન જગ્યા મા ઝુપડુ ખરીદી ને વ્હાલી રાધા સાથે જન્મો જનમ સુધી રાધા ના સંગ મા રવ.(જે ક્રિષ્ન ના નસીબ માય નહોતુ)પ!!

૨૫)

વ્હાલી બહેન

“છાનો રાખવા વાળી છેલ્લે છેલ્લે મને રડાવતી ગઈ.”

હુ બવ મોટી બડાઈ મારતો હતો કે મને એમ જલદીથી આંસુ ના આવે..! પણ જ્યારે વ્હાલી બહેનની આંખો ભીની થવા લાગે અને એના હોઠ ધ્રૂજવા લાગે ત્યારે લગભગ કોઈ ભાઈ ની આંખો કોરી ના રહે. મારી આંખો મારી બહેનના મેરેજના દિવસે આખો દિવસ લગભગ ભીની જ હતી, ક્યારેક ખુણા ભીના ન દેખાતા હોય પણ હ્ય્દય તો રડતુ જ હોય. આ જ ભીનાશનો સંબંધ છે. આંસુઓને ટપ ટપ દઈને ન સરકવુ હોય તો પણ સરકવુ પડે છે, કારણ કે જવતલ હોમતી વખતે બહેન સાથે વિતાવેલી ખાટી,મીઠી,તીખી અને કડવી યાદો જેમ પ્રોજેક્ટર થી પડદા પર ફીલ્મ ચાલે એમ આંખોની સામે તરવરતી હોય છે.

લોકો કહેતા હોય છે, બહેનને વળાવતી વખતે રડવાનુ શું હોય, પાંચ દિવસ પછી પારકા ઘરની થાપણ પાછી આવવાની જ હોય છે. રડવાનુ કંઈ કોઈ પ્લાન નથી કરતુ. એ તો પ્રવાહ હોય છે, ભાવ અને લાગણીઓનો પ્રવાહ. એમાં વહેતો માણસ કદી સમયની વાટે રોકાતો નથી. એમાં તો વહી જ જવાનુ હોય. રડવાના અને રડવાનુ રોકવાના રીમોટ કંટ્રોલ ના હોય. એના ઉપર કોઈનો કાબુ ના હોય. બે દિવસ પછી ભલે બહેન આવવાની હોય. ભલે એનુ સાસરૂ શેરીમાં જ હોય, પણ આંસુને કોઈ ઘણા કારણો નથી હોતા. એને એક જ કારણ હોય છે, યાદો.

એ આંસુ એટલા માટે નથી હોતા કે એ દુર જઈ રહી છે, એ આંસુ એટલા માટે હોય છે, કારણ કે વ્હાલી જીજી ની સાથે હવે નવી યાદો નહિ બને.

કારણ કે એ કોઈ બીજા ઘરે યાદો બનાવવા જઈ રહી છે. એક પંડે બે ઘર ને સાચવવા, ખરેખર આ સ્ત્રી જાતીને શત શત પ્રણામ. મીના, મારાથી મોટી અને બહેનોમાં સૌથી નાની બહેન. હુ છેલ્લો. મોટી બહેનો અને ભાઈ બધાજ થાળે પડી ગયેલ. છેલ્લે અમે બે વધેલ. બહેનમાં જો કોઈ સૌથી નજીક હોય તો એ મીના જ. કારણકે એની સાથે વાતો શેર વધારે થતી હોય છે. લગ્નના દિવસે બહેને સજેલો શણગાર અદભુત દેખાતો અને અનુભવાતો હોય છે. એ દિવસે લાલ પાનેતર, પાનેતરથી ઓઢાડેલ માથુ, હાથ પગની મહેંદી અને ભરચક દાગીનાનો શણગાર સજેલી મારી બહેન મને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી લાગી રહી હતી. પ્રેમ એ દિવસે મારી અને એની આંખો માંથી છલકાતો હતો. લગ્નના દિવસે હુ મીના સાથે આંખો ન્હોતો મેળવી શકતો. કારણ કે જેટલી વાર હુ એની સાથે આંખો મેળવુ એટલી વાર એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે. મારાથીય ડુસકા ભરાય જાય. એ ચાહે જવલત હોમવાની વિધી હોય કે પછી વિદાય. હુ રડયો છુ, બેકાબુ બનીને.

આ રડવુ સ્વાભાવીક હતુ કારણ કે બાળપણ થી તે અત્યાર સુધી મારી બહેને મારા માટે કર્યુ એ સામે આવી રહ્યુ હતુ. મીનાએ તો મારા માટે એના સપનાઓના બલીદાન જ આપ્યા છે. લગભગ બધી બહેનો આપતી પણ હોય છે.

મારી સામે એ ધુંધળી યાદો આવતી હતી જ્યારે મીના મારી આંગળી પકડીને મને ટ્‌યુશનમાં લઈ જતી હતી. હુ બીજા ધોરણમાં હતો અને એ ત્રીજા ધોરણમાં. એ યાદોમાં અમે ભાવનગરના હાદાનગરની માર્કેટમાં બટેટા ભુંગળા અને ફુગ્ગા વેંચવા જતા એની યાદો છે. એ યાદોમાં કાળો, ડેંગ, આંખ્યાળો, ડેડકો, ચાંદ્રાશ અને ઝરમંડા પતંગ ઝવડુ (ખવણુ) લઈને સાથે લુટતા એની યાદો છે, એ યાદોમાં છાપુ, લગ્ગી(અંટી) અને ફોટાએ રમ્યા હોય એની યાદો છે. એ યાદોમાં મીનાની કેટલીક વસ્તુઓ તોડી નાખી હોય એવી યાદો પણ છે. એ યાદોમાં એ મને કાંખમાં તેડીને રમાડતી એ પણ છે, મોટર મોટર અને મંદિર મંદિર પણ અમે સાથે રમેલા એ પણ આંખો સામે આવી ચડે છે. ચોપાટ રમવામાં એ ફાવટ વાળી. આંબલીયા દાવ પર લગાવીને એ અને મારા મામાની છોકરી અમને હરાવી દેતા એ હજુ પણ આંખો સામે તરવરે છે. એ યાદોમાં એની રસોઈનો સ્વાદ છે. એ યાદોમાં એને ભાવતા ઢોકળા છે. એ યાદોમાં એને હોલીવુડની ફીલ્મોનો ચસ્કો છે. એ યાદોમાં મારો અને એનો કોમન શોખ લખવુ અને વાંચવુ છે. એ મારી બુકમાં એણે જે જે સુધારા સજેસ્ટ કર્યા એ છે, એ યાદોમાં એણે કરેલી મમ્મી ની સેવા અને મમ્મીને જે સહન કર્યા છે એ સહનશક્તિ છે (મમ્મીને સ્ક્રિઝોફ્રેનીયા જેમાં દર્દીની સાથે દર્દી સાથે રહેવાવાળા નેય સહન કરવાનુ હોય છે.) એ યાદોમાં અમે બન્ને બાધ્યા હોઈએ અને મેં એના વાળ ખેંચી નાખ્યા હોય એ આતંક છે. એ યાદોમાં નાના હતા ત્યારે એને મીંદડી કહીને ખીજવી હોય એ ટીઝીંગ છે. એ યાદોમાં હુ મોટો થયો એટલે એની સાથે કરેલુ થોડુક ગંભિર, કઠોર સમજણ વિનાનુ વર્તન છે, જેનો મને હજુ પસ્તાવો છે. એ યાદોમાં એણે કરેલી પપ્પાની કેર છે, કારણ કે હુ છ વર્ષ ઘરથી દુર રહ્યો અને હજુ દુર જ છુ. એ યાદોમાં પૈસાની તંગીમાં એણે ખાધેલો રોટલો, છાશ અને અથાણાનો હવે જ છે. એ યાદોમાં એણે ઘર સાચવવા માટે છોડી દીધેલ સ્કુલ છે.

મીના ક્લાસમાં સૌથી હોશિયાર એવુ હુ સાહેબોના મોઢેંથી સાંભળેલુ હજુ સાંભળી શકુ છુ. પણ મીડલ ક્લાસના માણસો માટે સહજ ઘટબાઓ બનતી હોય એવી એક બીજી ઘટના પણ છે. મોટા ભાઈના લગ્ન પછી મમ્મીને સ્ક્રીઝોફ્રેનીયા થયો. પૈસાની અગવડ પણ રહેતી, એટલે મીનાને સ્કુલમાંથી ઉભી કરી લેવામાં આવી. ઘરનુ કામ એ સંભાળતી. મમ્મી પણ થોડુ કામ કરતા. મારૂ ભણવાનુ ચાલુ રહ્યુ. કોઈ બડાઈની વાત નથી, પણ હુ નાનપણથી જ સમજદાર, ધમાલ બવ કરૂ પણ ઘર સુધી પહોંચે નહિ. એવી જ રીતે આર્થ્િાક પરિસ્થિતીનો ખ્યાલ પણ, ઘરનો ઉછેર અને વાતાવરણ જે એવુ કે શાંત અને ખુલ્લા મને બોલવાનો સ્વભાવ. ભણવામાં પણ તેજ. પણ મીના મારા કરતા બે ગણી હોશિયાર છે, એમ હુ કહી શકુ. કારણ કે એ છ ભણી હોવા છતા અંગ્રેજી વાંચતા લખતા ફાવે. એ એની નવુ નવુ જાણવાની જીજ્જ્ઞાસા જ એને રોજે નવીન રાખે છે.

પણ જે વાત મારૂ એના તરફનુ માન વધારે છે એ, એ કે. ભણવાનુ છોડયા બાદ પણ ઘર માટે એણે ઘણુ બધુ કર્યુ છે જે મારે કરવાનુ હતુ. એણે ભાવનગર ની વેફર બીસ્ક્ટીની ફેક્ટરી જોઈન કરી જેથી ઘરે આર્થ્િાક રીતે સહાય રહે. ભાઈ સુરત એટલે ભાવનગર માં અમે ચાર જ. મમ્મી પપ્પા હુ અને મીના. એણે મારા ભણવામાં કોઈ કમી ન આવે એટલા માટે નવી નવી જગ્યાએ કામ કર્યુ. એ ભુંગળા અને વેફર બનાવતી ફેક્ટરી હોય કે પછી ભાવનગરની ફાર્મસી કંપની પ્રીન્સકેર, એણે સુરતના ઝરી ઉધોગમાં પણ કામ કર્યુ અને હાલ સુધી એ ઘર પાસેનુ મેડીકલ સંભાળતી. આ એની કુશળતા જે એણે મારા વતી ઘર માટે ઉપયોગ માં લીધી. મેં એને બદલામાં ખાસ કંઈ નથી આપ્યુ,

હુ એનો જન્મો જનમ સુધી ઋણી જ રહીશ. મારે આ ઋણમાંથી મુક્ત નથી થવુ. ઋણ લેવાના બહાને દરેક જનમ માં આ જ બહેન મળે તો ખરી.

એવી જ કેટલીક યાદોમાં હુ ઉનાળાના ધોમ ધખતા તડકામાં એની ફેક્ટરીએ ટીફીન આપવા જતો એ પણ સીન છે. ફેક્ટરીએ પહોંચીને એ મને બીસ્કીટ આપતી. આ મફતના બીસ્કીટ એના અને મારા બન્નેના ચહેરા પર સ્માઈલનુ કારણ બનતા. અમે જુવાન બન્યા તો એને મારા નાક પરની ફોલ્લી થી માંડીને કપડાઅ સુધીની ચિંતા હોય એની યાદો છે. મોઢા પર કંઈ ટ્‌યુબ કે લેપ લગાવવો એનુ માંગ્યા વિનાનુ પ્રીસ્ક્રીપ્શન જ્યારે જ્યારે હુ ભાવનગર જતો ત્યારે ત્યારે આપતી એ યાદો હજુ તાજી જ છે. એની ફેઈર એન્ડ લવલી મેં ઘણી વાર યુઝ કરી છે એ યાદો છે. એને મારા જમવા થી માંડીને વજન વધારવા સુધીની ચિંતાઓ હોય એ ચિંતાઓની યાદો પણ આમાં છે. આ યાદોમાં ઝઘડો થતો ત્યારે હુ એને એના ડરેસ બાળી નાખવાની ધમકી આપતો એ યાદો છે. એના વાળ ઉંઘમાં કાપી નાખવાની ધમકી આપતો એ યાદો આજે મને ગદગદ કરી મુકે છે. એ પણ કંઈ ઓછી નહોતી. કોઈ ના પણ લગ્ન હોય એટલે એને રીંસાવાનુ તો બહાનુ જ જોઈએ. બાળપણ ના અમારી પાસે જેટલા ફોટા છે, એમાં સંધાય માં એ રીહાણેલી જ છે આ યાદો હજુ અમને હસાવે છે, અને અત્યારે રડાવે છે પણ. પણ ત્યારે એ જેટલી રીંસાતી એટલી જ મેચ્યોર થઈ ગઈ છે. એનુ આણુ તૈયાર એણે એના પૈસાનુ જ કર્યુ છે. એની જ જાત મહેનતે. મારો ભણવાનો ખર્ચો તો દસમાં પછી મેં જ ઉપાડી લીધો. પણ ઘરનો ખર્ચો મીનાએ મેનેજમેન્ટના પાઠ ભણ્‌યા વિના સારી રીતે મેનેજ કર્યો, ભલે તે છ પાસ છે.

છેલ્લે હુ જ્યારે મળ્યો ત્યારે એ મને એના સાસરેની વાત કરતી હતી કે, ‘હુ બધા મહેમાનો ને મારા ઘરે મળતી હતી અને કોઈએ મને પુછ્‌યુ કેટલુ ભણી છો, મીના કહે, મે કહ્યુ, “છ”. મીનાને એના સાસુએ કહ્યુ કે ‘છ ના કહેવાય. એ સારૂ ના લાગે.’ મીનાએ કહ્યુ કે ‘હુ જેટલુ ભણી છુ એટલુ જ કહુને. હુ ખોટુ નથી બોલતી.’ બસ આ હિમ્મત જ મારૂ એના તરફનુ માન વધારે છે, આ વર્ષે તો એ મેરેજ પછી દસમાંની એક્ઝામ પણ આપવાની છે. એ એક સારી વાત છે. એને હજુ ભણવાની ખ્વાહીશ છે.

બહેનની વિદાઈ કોઈ ભાઈ માટે સહેલી નથી હોતી. જવતલ હોમતી વખતે જ મારી આંખેથી ટપ ટપ આંસુ આવતા હતા કારણ કે એ પણ રડી રહી હતી. છેલ્લે જ્યારે એને હુ વળાવવા ગયો ત્યારે એની સૌથી મોટી ચિંતા ની મેં એને સાંત્વના આપી. “ તુ પપ્પા ની ચિંતા નહિ કરતી અમે છીએ ને.” એને સૌથી વધારે ચિંતા હોય તો એ મારા પપ્પાની જ હોય. એ મારા પપ્પાનુ દર્દ એક ક્ષણ પણ સહન ના કરી શકે. એ મારા પપ્પા પર દવા લેવા જવાની બાબતે થોડો ગુસ્સો પણ કરે, પણ એ ગુસ્સો એના પ્રેમનુ પ્રદર્શન પણ કરે.

બહેનસાથેની મીઠી યાદો કદી નથી ભુલાતી. હવે “પોષી પોષી પુનમડી, સુલે રાંધી ખીર, ભાઈ ની બેન રમે કે ઝમે..!” એવુ કહેવા વાળી હવે એક નવી અને અજાણી દુનિયા માં પગલા મુકે છે, એટલે હુ એને “ભાઈ ની બેન જમે” એવુ નહિ કહી શકુ, એવુ વિચારૂ ત્યારે ગળગળુ થઈ જવાય છે. પણ નવી દુનિયામાં એને નવી ખુશીઓનો ખજાનો મળશે એ વાતની ખુશી પણ છે.

“ધ્યાન રાખજે ભૈલા..!, આટલામાં એના આશિર્વાદ, સંભાળ અને આંસુ ત્રણેય આવી જાય”