21મી સદીનું વેર - 5 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 5

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન અને ઇશિતાએ બીજે દીવસે બધી વાત તેના મિત્રો ને કરી તો બધા મિત્રો એ ખુબ ખુશી થી તેના સંબંધને વધાવી લીધો

મનીષ- હવે અમને બધાને તો ખબર જ હતી કે આ એક દીવસ થવાનું જ છે, મે તો કિશનને કેટલીય વખત પ્રપોઝ કરવાનું કહ્યુ હતુ પણ ત્યારે ભાઇ સાહેબ સંત મહાત્મા જેવી વાતો કરતા હતા

પ્રિયા- કિશન હવે તો પાર્ટી પણ મોટી થશે એક તો કોલેજમાં તારૂ નામ ગુંજી ઉઠ્યુ અને બીજુ કે કોલેજની બ્યુટી ક્વીનને પણ તે તારી બનાવી લીધી એટલે ડબલ સેલીબ્રેશન કરવાનું થાય છે

કિશન- મે તો ક્યા નાજ પાડી છે? બોલો ક્યારે પાર્ટી જોઇએ છે?

સુનિલ;-એક કામ કરીએ આપણે વનડે પિક્નિક ગોઠવીએ એટલે બધુ સરભર થઇ જાય એ બહાને ઘણા સમયે બધાને સાથે એંજોય પણ કરવાનું મળશે અને આ કિશનની પાર્ટી પણ લેવાય જાય નહિતર તો આ કંજુસ પાછો હાથમા આવશે નહિ

આ સાંભળી બધા હસી પડ્યા

ઇશિતા- તો આ રવિવારે જ ગોઠવીએ કાઇક.

બધા એ સંમતી આપી અને કોલેજ નો બેલ પડતા કલાસ રૂમ તરફ ચાલતા થયા

***

એલા આ લોકો કેમ હજુ આવ્યા નહી આ છોકરીઓ તો સમજ્યા કે તૈયાર થવામા વાર લગાડે પણ આ મન્યો કેમ હજુ આવ્યો નહી સુનીલે પુછ્યુ

કિશન- મે તેને ફોન કરી જગાડેલો, હવે આવવો જ જોઇએ

આજે આખા ગૃપે જુનાગઢ થી નજીક આવેલ સોમનાથ જ્યાં ભગવાન શિવ ના બાર જ્યોતિર્લીંગ માંનુ એક આવેલુ છે ત્યા વનડે પિકનિક પર જવાનું નક્કી કર્યુ હતુ તેથી કિશન અને ઇશિતા જુનાગઢના મોતીબાગ સર્કલ પાસે બીજા બધાની રાહ જોઇ ઉભા હતા મનિષ તેના પપ્પા ની સ્વિફ્ટ કાર લઇને આવવાનો હતો અને બધા તેમા જવાના હતા

થોડી વાર મા મનિષની કાર આવી મનિષ પ્ર્રિયા અને ઇશિતા ત્રણેય તેમા હતા

મનિષ- સોરી યાર આ ઇશિતાનો કોલ આવેલો કે તેને અને પ્રિયા ને તેના ઘરે થી પિકઅપ કરવાનો એટલે થોડુ લેટ થઇ ગયુ

સુનિલ મનીષની પાસેની આગળની સીટ પર બેસી ગયો અને પાછળની સીટ પર કિશન ઇશિતા અને પ્રિયા બેસી ગયા અને મનિષે સ્વિફ્ટ ને વંથલી તરફ મારી મુકી બધા આજે ખુશ હતા તેથી વાતો કરતા સોમનાથ તરફ જતા હતા વચ્ચે કેશોદમાં થોડી વાર ઉભા રહી ગરમા ગરમ ગાઠિયા અને ચાનો નાસ્તો કરી સોમનાથ તરફ જવા નીકળ્યા.સ્વિફ્ટમાં મનિષે મ્યુઝિક ચાલુ કર્યુ

સ્વિફ્ટ મનિષના પપ્પા વધુ ઉપયોગ મા લેતા હોવાથી તેમા જુના ગીતો હતા અને લતા- કિશોરનુંજ કલેક્શન હતુ. તેથી તેમા પહેલુ જ ગીત શરૂ થયુ

પલ પલ દીલ કે પાસ તુમ રહેતી હો

જીવન મિઠી પ્યાસ યે કહેતી હો

કિશને ઇશિતા સામે જોઇને ઇશારો કર્યો તો ઇશિતા એ પણ સામે રીસ્પોન્સ મા તેનો હાથ પકડી લીધો આ મનીષ મિરર માથી જોઇ ગયો

એટલે મનિષે કહ્યુ વાહ-વાહ લૈલા-મજનું વચ્ચે ઇશારા થવા મડ્યા ભાઇ

કિશન આ ગીત તારા માટેજ લાગુ પડે છે

આ સાંભળી ઇશિતા એ કહ્યુ તુ આગળ ધ્યાન રાખ ક્યાંક ગાડી ઠોકી દઈશ આ સાંભળી બધા હસવા લાગ્યા

હોહોહો જોયું હવે તો ઈશિતા કિશનનો જ પક્ષ લેશે ભાઈ સુનીલે કહ્યું

આમ ને આમ મજાક મસ્તી કરતા કરતા બધા સોમાનાથ પહોંચ્યા અને સોમનાથ મહાદેવનાં દર્શને ગયા કિશન અને ઈશિતાને બંન્નેને સાથે સમય ગાળવા મળવાથી ખુબ જ ખુશ હતા.

મંદિર ખુબજ પ્રાચીન છે તથા તેની ભવ્યતા એટલી હતી કે તેના પર 17 વાર પરદેશી આક્રમણ થયેલું છે અને અત્યારે તે નવું બંધાયેલું છે છતાં મંદિર માં દાખલ થાવ એટલે તમને એક જુદીજ લાગણી અને વાયબ્રેસનનો અનુભવ થાય છે. તમે મંદિર ના પટાંગણમાં એક જુદીજ એનાર્જીનો અનુભવ થાય છે

બધા દર્શન કરી મંદિરની બહાર નિકળ્યા એટલે ઇશિતા એ કિશનનો હાથ પકડી લીધો અને બન્ને ચાલતા ચાલતા થોડી દૂર આવેલ દુકાનો માં ફરવા લાગ્યા ઇશિતાએ કિશનને એક “ú” લખેલ લોકેટ ગિફ્ટ કર્યુ અને કિશને ઇશિતાને એક વિંટી ગિફ્ટ આપી બીજા બધા એ પણ થોડી ખરીદી કરી ત્યાર બાદ બધા મંદિર ની પાસેથી નીચે દરિયા તરફના રસ્તા પર ગયા અને જેવી મંદીરની દીવાલની આગળ નિકળ્યા કે સામેનું દ્રશ્ય જોઇ બધા મંત્રમુગ્ધ થઇ ગયા સામે અવર્ણનીય એવુ અફાટ સમુદ્રનું નજર થંભાવી દે તેવી જળ રાશી જોઇને બધાએ આનંદ મા જોર થી ચિચિયારી પાડી અને દરિયાની રેતી મા ચાલતા ચાલતા દરિયા કાંઠે પહોચ્યા અને થોડી વાર ચોપાટી પર બેઠા અને પછી નહાવા પડ્યા. કિશને પાછળથી જઇને ઇશિતા અને પ્રિયાને પાણી ઉડાડ્યુ તો તે બન્ને એ કિશનને આખો પલાળી દીધો થોડે દૂર દરિયામા જ્યાં ગોઠણ સુધીનુ પાણી હતુ ત્યાં જઇ બધા પાણીમા બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. થોડી વાર બાદ બધાને તરસ લાગવાથી મનીષ અને કિશન ત્યાં લારીવાળા પાસેથી નાળિયેર લઇ આવ્યા અને ચારેય તે પીતા-પીતા વાત કરવા લાગ્યા વાતો વાતોમા સમય કેમ પસાર થઇ ગયો કોઇને ખબર જ ના પડી.બધા મિત્રોએ ગ્રુપ અને સિંગલ ફોટો અને સેલ્ફી લીધા. સુનિલે કિશનને કાનમાં કહ્યુ એલા આવો મોકો પાછો નહિ મળે, ઇશિતા સાથે સમય ગાળવાનો ડફોળ જા બન્ને દુર લટાર મારતા આવો. તેની વાત સાંભળી કિશને થોડી વાર રહીને કિનારે જાવ છુ તેમ કહી ઇશિતાને ઇશારો કર્યો અને કિનારે જઇને બેઠો અને થોડી વાર મા ઇશિતા પણ તેની પાસે આવીને બેસી ગઇ ઇશિતા એ પહેરેલુ વાઇટ ટોપ પલળવાને લીધે તેના શરીર સાથે ચોંટી ગયુ હતુ તેના શરીર ના ઉંભારો સ્પષ્ટ દેખાતા હતા તેથી કિશને તેને કાનમા કહ્યુ તુ ખુબ સેક્સી લાગે છે

ઇશિતા- હસતા હસ્તા કહ્યુ ધીમે ધીમે તુ બેશરમ થતો જાય છે.

કિશન- તારા જેવી અપ્સરા ને જોઇને તો સારા સારા સંત મહાત્મા ના પણ તપોભંગ થઇ જાય તો હુ થોડો બે શરમ થાઉ એમા શુ ખોટું છે

ઇશિતા-બસ ખોટુ ફ્લર્ટ નહિ હો મને ખબર છે કે તને હમણા જ આવુ બધુ બોલાવામા ઇનામ મળેલું છે એટલે હવે કંઇક સાચી અને સારી વાત કર.

કિશન-ઇશિતા સાચી વાત કહુ તો મને હજુ વિશ્વાસ નથી બેસતો કે તારા જેવી સુંદર અને પૈસાદાર છોકરી મને પસંદ કરે છે.

ઇશિતા- હવે બહુ માખણ નહિ લગાડ મને તો ખુદને ગર્વ છે કે મને તારા જેવા વ્યક્તિનો સાથ મળ્યો છે.

ત્યાર બાદ બન્ને ચોપાટી પર હાથ પકડીને ચાલતા ચાલતા વાત કરવા લાગ્યા અને વાતો વાતો મા તે લોકો મિત્રોથી ઘણા દૂર નિકળી ગયા.ત્યાં એક નાનો ખડક આવતા તે બન્ને ખડક ને આગળ ટેકો દઇને બેઠા

અને બન્ને એ સાથે સેલ્ફી લીધી અને કિશને ઇશિતાનો ફોટો પાડ્યો અને કહ્યુ કે આ જ્યારે તને હું ખુબ મિસ કરીશ ત્યારે મને કામ લાગશે

ઇશિતા- મારી જીંદગી આજે શ્રેષ્ઠ દિવસ છે હું લાઇફ ટાઇમ આ દીવસ ભુલિશ નહિ

કિશન- હજુ તો મારે તને એક ગીફ્ટ આપવાની બાકી છે તુ આંખો બંધ કરી દે

ઇશિતાએ આંખો બંધ કરી કિશન ધીમેથી ઇશિતાના ચહેરા પર ઝુક્યો બન્ને શ્વાસો-શ્વાસ અથડાવા લાગ્યા કિશને ધીમે થી ઇશિતાના ગાલ પર કિસ કરી અને ત્યાર બાદ ઇશિતાના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા બે મિનિટ મા બન્ને શરીર ની આત્મા જાણે એક થઇ ગઇ હોય એમ એક પ્રગાઢ ચુંબન કર્યુ અને એકબીજાને વળગી પડ્યા ત્યાં પાછળ થી મનિષની દુર થી બુમ સંભળાઇ એટલે બન્ને છુટા પડ્યા અને ખડક ની આગળ આવી મિત્રો તરફ ચાલવા લાગ્યા

કિશન- આ અનમોલ ક્ષણો હુ જીંદગી ભર યાદ રાખીશ.

ઇશિતા શરમને લીધે બીજી તરફ જોઇ ગઇ બન્ને મિત્રો પાસે પહોચ્યા એટલે મનિષે કહ્યું તમને બન્ને ને યાદ ના હોય તો કહી દઉ કે તમારી સાથે બીજા પણ ત્રણ મિત્રો આવેલા છે.

અને તમારે પાછુ ફરવાનું છે કે અહિ જ રહી જવાનું છે

સુનિલે કિશન ને ધિમેથી કહ્યુ એલા કિશ કરી કે નહી તો કિશન હસવા લાગ્યો એ જોઇને બધા હસી પડ્યા અને ઇશિતાનો ચહેતો તો શરમથી લાલ થઇ ગયો

મનિષ-એલા અમે તો તને બહુ સીધો માનતા હતા

પ્રિયા- એય મનિષ, કિશન તમારા બધાથી તો સીધોજ છે હો

સુનિલ –અરે વાહ આ ભાઇ બધુજ કરે તો પણ સીધો અને અમે કાઇ ના કરીએ તો પણ આડા.હે ભગવાન ખરેખર કળીયુગ આવી ગયો છે.

સુનિલ ની સ્ટાઇલ અને બોલવાની રીત જોઇને બધા હસવા લાગ્યા

મનિષ- હા ભાઇ સીધા માણસોનો તો જમાનો જ નથી

કિશન- હવે તમે બન્ને બહુ સફાઇ ના ઠોકો મને ખબર છે તમે કેવા સીધા માણસો છો

એલા મન્યા તારૂ સિક્રેટ ખોલી નાખું કે

મનિષ – એલા તું તો સિરિયસ થઇ ગયો રેવાદે મને મરવી નાખીશ.

આ સાંભળીને પ્રિયાના ચહેરાના હાવ-ભાવ ફરી ગયા તે કિશને નોંધ્યુ

ઇશિતા- હાહા કિશન મને તો કહે કોણ છે મનિષનું સિક્રેટ કોલેજમાં છે કે બહાર?

મનિષ- કિશન બાબા માફ કરો અને મને છોડીદો.

એમ કહી તેણે પગે લાગવાની એક્સન કરી

કિશન-હસતા હસતા કહે ચાલ હવે બહુ નોટંકી રેવાદે અને કયા જવું છે તે કહે

ક્ર્મશ:

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? મેયર મેડમે શા માટે કિશન ને મળવા બોલાવ્યો હશે? શું છે મનિશ નું સિક્રેટ ? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવા માટે આગળ ના પ્રકરણ વાંચતા રહો કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami.jnd@gmail.com