વોઈસલેસ વેદશાખા -૧૪ Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

વોઈસલેસ વેદશાખા -૧૪

વોઈસલેસ વેદશાખા ૧૪

__________________________________________

પૂજન ખખ્ખર

૧૪ - સપના તરફનું પ્રથમ પગલું!

સાહેબને આપેલા વચન અનુસાર વેદાંત 'અનિરુધ્ધ' નામની સંસ્થામાં જોડાય છે. અહિં બહેરા-મૂંગા બંને પ્રકારના બાળકોને પ્રવેશ મળે છે. અનાથ બાળકોના રહેઠાણની વ્યવસ્થા સહિત અત્યારે ૬૦થી વિશેષ બાળકો છે. લગભગ ૧૦ વર્ષથી કાર્યરત અનિરુધ્ધ સંસ્થાના ટ્રસ્ટી મુંબઈના શ્રીમંતોમાંના એક છે. સમગ્ર વર્ષ દરમિયાન બેથીત્રણ મુલાકાતમાં તે તહેવારોની ભેટોથી લઈને સંસ્થાનું મેનેજમેન્ટ તેમજ બાળકોની સવલતો ને સુવિધાનું ધ્યાન રાખે છે. તેનો મૃદુ સ્વભાવ ને રમૂજી વર્તન મુલાકાતે આવતી વખતે બાળકોને પોતીકાપણાંનો અહેસાસ કરાવે છે. સામાન્ય લોકો કહેવાતાં મુલાકાતીઓ પણ નિઃસ્વાર્થભાવે સંસ્થાને આર્થિક, શારીરીક અને માનસિક મદદ આપી શકે છે. અહિંની મુખ્ય ખાસિયત એ છે કે બાળકો માટે વિશેષ નાસ્તો, વાનગીઓની જાણ મુલાકાતીઓએ અનિરુધ્ધની કેન્ટિનમાં કરી દેવાની હોય છે, બહારથી લાવવાની મનાઈ છે. તો દર રવિવારે બાળકોની ઈચ્છા પ્રમાણે તેમને ફરવા લઈ જવામાં આવે છે સાથે એક પછી એક રવિવારે બહારે જમવાનું હોય છે. સામાન્ય બાળકોની જેમ જ અહિંના બાળકો ટેક્નોલોજીથી લઈને વાનગીઓ તો બોલવાની કળા સહિત બીજી ઘણી બાબતોમાં આગળ જોવા મળે છે. ગામની વચ્ચે, વિશાળ પટાંગણમાં આવેલો આ સમાજની મુલાકાતે મોટાભાગની સ્કૂલોના બાળકો આવી ગયેલા હશે. સાહેબની શીખ તેમજ તેના આગ્રહને માન આપીને વેદાંત અહિં જોડાણો હતો. જોકે, એક અઠવાડિયાની નોકરી પછી તેને સમજાણું હતુ કે સાહેબનો આગ્રહ હિતાવહ હતો કેમકે સંસ્થાના બાળકો મહત્તમ બહારના લોકો સાથે સાંકેતિક ભાષામાં વર્ણન કરે છે. ઘણીવાર વિદેશીઓ સાથે પણ! આથી, વેદાંત માટે તો બંને રીતે ફાયદાકારક હતુ. આર્થિક તેમજ તેના બ્લોગ માટે!

"હું આવું?"

આ અવાજ સાંભળ્યાને લગભગ એક મહિનો થવા આવ્યો હતો. હા, વિશાખાની પરિક્ષા, વેદાંતનું મૂક બાળકોને તેમની ભાષામાં શીખવાડવું, એમના મમ્મીનું કામ કરવું, સાહેબ તરફથી વેદાંતને મળતું રહેતું પ્રોત્સાહન અને વિશાખાનું પોતાના ઘરે જવું. આ બધા વચ્ચે તેઓ એકબીજાને મળ્યા ન હતા. વિશાખા ઘરે હોવાથી ફોન પર સાહજિક વાતો કરવાનો સમય પણ ઓછો મળતો. વિશાખાને જાણ હતી કે ટૂંક સમયમાં વેદાંત પોતાનો બ્લોગ જાહેર કરશે. વેદાંતે વિશાખાને પોતે ફોટા મૂકવા દેશે કે નહિં એ પૂછ્યુ હતુ. આ પળે તો વિશાખા પાસે ના પાડવા માટેનું કારણ ન હતુ. વિશાખાની 'હા'થી વેદાંત હવે બધી જ એકશનોની યાદી તૈયાર કરવા લાગ્યો હતો. તો વળી, દરેક અભિનયની છબીની નીચે પોતે ક્યા કારણસર આ મૂકે છે તે વિશેની સૂચિ પણ તૈયાર કરવા લાગ્યો. રોજીંદા જીવનમાં ઉપયોગી એવી આ છબીઓ સામાન્ય માણસને કઈ રીતે કામ લાગશે તે પણ વેદાંતનો બ્લોગ સમજાવતું હતુ. તેની ઈચ્છા ચલચિત્ર દ્વારા સમજાવવાની હતી પણ સાહેબના કહેવા પ્રમાણે તેને આ કામ મૂલતવી રાખ્યુ.

પોતાના બ્લોગના શરૂઆતના લખાણને બાજુ પર મૂકી તેને હકારમાં માથુ ધૂણાવતાં વિશાખાને અંદર આવવાની હા પાડી. વિશાખા ઝડપભેર આવીને વેદાંતને ભેટી પડી. ખભ્ભા પર પહોંચતી વિશાખાને જોઈને વેદાંતને પોતાની જોડી બરાબર છે એવું લાગ્યુ. ચુસ્ત આલિંગનની સાથે વેદાંત વિશાખાના વાળ પર હાથ ફેરવવા લાગ્યો. શબ્દ વિહોણી આ લાગણીઓ તેમના સિવાય કોઈ સમજી શકે તેમ ન હતુ. "આઈ મીસ યુ વેદાંત.." હજુ તો વિશાખા બીજુ કંઈ બોલે એ પેલાં વેદાંતના હોઠ વિશાખાના ગાલને સ્પર્શી ગયા. વિશાખાએ વેદાંતના ગળામાં રહેલ પેંડલને ચૂમી લીધુ. બંનેના મુખ પર એકબીજાને મળ્યાનું સ્મિત હતુ." બહુ મહેનત કરીને છેલ્લા દિવસોમાં? હું તારી પાસે ન રહી શકી..એ દિવસોમાં" વિશાખાએ વેદાંતના ગાલ પંપાળતા કહ્યુ. કપાળ પર ચૂમતા વેદાંતે વિશાખાને લેપટોપમાં રહેલ સ્ક્રીન જોવાનું કહ્યુ. વિશાખા સમજી ગઈ કે એ મને એણે કરેલી મહેનતનું ફળ બતાવવા માંગે છે.

"થેન્ક્યુ વેદ..મને મળવા માટે તે આજે શાળામાં અડધા દિવસની રજા રાખી. હવે આમ..મને ઘૂર્યા જ કરીશ કે પછી તારા બ્લોગનું લે-આઉટ પણ દેખાડીશ." વિશાખાની કમર પર ચીંટીયો ભરીને વેદાંતે નોટપેડમાં લખ્યુ. "મને તને નિહાળવી ગમે છે. એક નવી જ લાગણીનો જન્મ થાય છે. તને પસંદ ના હોય તો આંખ બંધ કરી દે.." "અચ્છા..હું આંખ બંધ કરું એટલે તુ શું કરીશ?" વેદાંતને સહેજ અકળાતા જોઈને તેને વેદાંતના ગાલ ખેંચતા કહ્યુ. “હાહાહા..મસ્તી તો થાય..બહુ અકળાવાનું નહિં!” મોઢું બગાડતા વેદાંતે પોતાનુ મુખ લેપટોપ સ્ક્રીન પર રાખી પલાઠી મારી બેસી ગયો. "હેય..શું થયુ તને? હું તો ખાલી મસ્તી કરતી હતી..બાકી આઈ લવ યુ.." વેદાંતને ગભરાયેલો જોઈ વિશાખા વેદાંતના ગળાની ફરતે બંને હાથ મૂકી તેની બરાબર પાછળ ઊભળક પગે બેસી ગઈ. વેદાંત હસી પડ્યો. તેને લખ્યુ. "મોઢા બગાડવાથી ફાયદો તો થયો..આઈ લવ યુ ટુ.." "વાયડો.." ગાલના ગટ્ટા ખેંચી વિશાખાએ વેદાંતને વ્હાલ કર્યો. "હવે, આ જો.. મૈં મારા બ્લોગમાં ‘મારા વિશે’ એવી કૉલમમાં આ લખાણ તૈયાર કર્યુ છે. કેવુ છે મને કહે!"

“એક વિશાળ દુનિયા..જીં હા..હું લઈને આવી રહ્યો છુ એક એવી દુનિયા..એવા બાળકો, યુવાનો અને વડીલો માટેની દુનિયા કે જ્યાં તેઓ પોતાની ખામીને ભૂલીને સામાન્ય લોકો સુધી પહોંચી શકશે. તેમની સાથે વાતચીત કરી શકશે. એક એવી મજાની અલગ જ ટેક્નોલોજીની મદદથી ઊભી થયેલી મારા જેવા પીડિતોની..અ..અ...અ..કુદરતી ખામીથી કે કૃત્રિમ કોઈપણ કારણથી આવેલી એ સમસ્યાનો ઊકેલ લાવતી દુનિયા. આ બ્લોગ એ બ્લોગ નથી. મારા સપનાની શરૂઆત છે. મારા જીવવાનું કારણ છે. અહિં એકત્રિત થયેલી ક્રિયાઓ મનુષ્યને રોજીંદા જીવનમાં ઊપયોગી થશે. એ ક્રિયાને રચનાત્મક તરીકે અમારા જેવા ખામી ભરેલા લોકો સુધી પહોંચાડવું અને એમની મુશ્કેલીઓને દૂર કરવી. બસ, આ જ હેતુસભર મૈં આ બ્લોગનું નિર્માણ કર્યુ છે. બ્લોગ વિશેષ ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં એક મૂક બીજા મૂક સાથે કઈ રીતે વાત કરી શકે, એક મૂક બોલતાં વ્યક્તિ સાથે કઈ રીતે વર્તી શકે તો વળી એક સજાગ વ્યક્તિ મૂકને પોતાની ભાવના કેમ સમજાવી શકે!? પ્રકૃત્તિનો નિયમ છે કે પછી લોકોનું કહેવુ છે પણ છે સાચું કે જેને એક અંગની ખામી હોય છે એને બીજો કોઈ એક અંગ લોકો કરતાં સવિશેષ સજાગ હોય છે. આ કરી દેવામાં આવે છે કે હોય છે તેની ચર્ચામાં ના પડતાં આ વાતને મૈં સહજ સ્વીકારી મારી લાગણીઓને બ્લોગમાં વ્યક્ત કરી છે. કદાચ, મારા આ લાગણીશીલ સ્વભાવને કારણે જ મને મારા જેવા પીડીતોની ભાવના સમજાઈ હશે. જ્યારે કોઈ માણસને સમાજમાં માન-અપમાનની દરકાર ના હોય પરંતુ વ્યક્તિત્વ વિકાસને બદલે તેનું પોતાના વ્યક્તિત્વને ટકાવવા માટે જો પ્રશ્ન ઊભો થઈ જાય ત્યારે આવું કંઈક સર્જન થાય છે. લોકોને કંઈ કહેવા કે દેખાડવા માટે નહિં, શોખને જકડી રાખવા પોતાનામાં રહેલી ખામીને દૂર કરવાનો આ પ્રયાસ માત્ર છે. આ સાથે અહિં આપવામાં આવેલા ફોટાઓ એ કોઈ તબીબ કે સારવાર કેન્દ્ર દ્વારા નોંધાયેલા નથી. મૈં ૭ વર્ષમાં શીખેલા અને અનુભવેલા સંકેતોની યાદી છે. આશા રાખું છુ કે તમને ગમશે..આગળ જણાવ્યુ એમ સપનાની શરૂઆત છે. જો પ્રોત્સાહન મળશે તો જરૂર તમે વેબસાઈટ માણી શકશો.”

"વાહ! શું આયોજનબધ્ધ બ્લોગ છે. મજા પડી ગઈ! હજુ કંઈક આમાં ખૂટે છે."

વિશાખા તરફ ફરીને ચિંતિત નજરમાં બંને નેણ ઊંચા કરીને વેદાંત તેની સામે જોવા લાગ્યો. સામે બેઠેલી વિશાખા અનોખા અંદાજમાં ઊભી થઈ ને એક આગવી એક્શનથી કહ્યુ. "આ અદાકારાના ફોટોઝ.." એક સહજ હાસ્ય સર્જાયુ. વેદાંતે વિશાખાને તેઓ બંને ક્યાં ને કઈ રીતે ફોટોઝ પાડશે એની માહિતી આપી. વેદાંતે એક નોટબુક કાઢી તેમાં પોતે ક્યા કાર્ય દ્વારા લોકો સુધી પહોંચાડશે એ નોંધ્યુ. જેમાં આવનારા બે દિવસોમાં વેદાંતનો પગાર આવશે અને પ્રોફેશનલ ફોટોઝ દ્વારા તેઓ એ બધા ફોટાઓ મૂકી આપશે, બ્લોગને જાહેર કરવાની તારીખ આવતા અઠવાડિયાની રહેશે. ફોટાઓથી લોકોને વધુ સહજ રીતે સમજાશે કે આ બ્લોગ શું કહેવા માગે છે! અહિં એકત્રિત થયેલા ફોટોઝમાંથી આકર્ષિત ફોટોઝને મુખ્ય પેજ પર રાખીને તેનું માર્કેટિંગ કરવામાં આવશે. અનિરુદ્ધના બાળકોને દરરોજ આ બ્લોગના દર્શન કરાવવામાં આવશે. જો લોકોને ગમશે તો વેદાંત પોતાના નામની સી.ડી. અથવા ડી.વી.ડી. બહાર પાડી શકશે. તે આવકનો એક સ્ત્રોત બનશે અને ભવિષ્યના ખર્ચા માટે લાભદાયી થશે. વગેરે જેવી બાબતોનો આ નોંધમાં સમાવેશ થતો હતો.

બે દિવસ પસાર થયા ને નક્કી કર્યા અનુસાર વેદાંતનો પગાર આવતા તેઓ ફોટોશૂટ કરવા નીકળ્યા. ફોટોશૂટમાં આઠ જણાંની ટીમ હતી કે જેમાં ત્રણ વીડિયોગ્રાફર, બે ફોટોગ્રાફર અને ત્રણ સલાહકાર હતા. બધાનો રોલ મહત્વનો હતો. એક ને એક અગિયાર થાય એવી ટીમ હતી. તેઓને આપણી પાસેથી આપણી અભિવ્યક્તિ અને નાણાકિય સહકાર સિવાય એકપણ જાતની અપેક્ષા ન હતી. આઠ કલાકના સમયાનુસાર ગોઠવાયેલા ટાઈમટેબલમાં તેઓ આશરે ૮ વિવિધ જગ્યાઓ પર વિષયને અનુલક્ષીને ફોટાઓ પાડવાના હતા. આ સિવાય તેઓની મુખ્ય ખાસિયત એ હતી કે તેઓ ૨૪ કલાકમાં ફોટાઓ સોફ્ટકોપીમાં ફિલ્ટર કરીને આપતા હતા. વેદાંત એક મહિના અગાવ જ તેમની અપોઈન્ટમેન્ટ લઈ આવ્યો હતો. વિવિધ જગ્યાઓ પણ નક્કી હતી. જેમાં અનિરુધ્ધ, પોતે જે શાળામાં ભણતો એ શાળા, શહેરની લાઈબ્રેરી અને વિવિધ જગ્યાઓનો સમાવેશ થતો હતો.

સવારના આઠ વાગ્યે વેદાંતને અનિરુધ્ધ પહોંચવાનું હતુ. બરાબર ૭ઃ૩૦ એ વેદાંત વિશાખાની રાહ જોતો પોતાના રૂમમાં બેઠો હતો. તેને પોતાની ડાયરીમાં લખવાનું શરૂ કર્યુ. 'સપનાઓને પૂરા કરવાના પ્રથમ ડગલા તરફ આજે પ્રયાણ કરી રહ્યો છુ. આંખમાંના આંસુ આજે પપ્પાને યાદ કરે છે કે મહેનતને બિરદાવે છે એ ખબર નથી. વિશાખાનો સાથ જાણે કુદરત પોતાની સાથે છે એવુ લાગે છે. આમ, તો બાળપણથી જ સાંભળતો આવુ છુ કે ફળ પર મારો અધિકાર નથી પણ ફળને પામવાની ઝંખના પ્રબળ ધરાવું છુ. ખબર નથી આજે શું થશે! આજે જાત મહેનતે ખર્ચાયેલા પૈસાની કિંમત સમજાઈ. હજારો વખત મનમાં વિચાર આવી ગયો કે "પૈસા ડૂબી તો નહિં જાય ને?" આવે વખતે પૈસો પૈસાને ખેંચશે એમ માનીને મનને મનાવી લઉં છુ. ઈશ્વરને પ્રાર્થના જરૂર કરી છે પણ બધુ સારા વાલા કરજે એમ નહિં પણ મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ દેજે એમ! હા, ખરાબ તો પરિસ્થિતિ આવવાની જ છે પણ તેને સારામાં રૂપાંતરિત કરવાની આવડત એ જ આપણો ધર્મ! ઈન્ટરનેટમાં બે-ત્રણ દિવસમાં બધા બ્લોગ બનાવી આપે છે. વધીને એક અઠવાડિયામાં તો તેને પ્રકાશિત કરવાનું પણ કહેવામાં આવે છે. મૈં એક મહિનો, લોકો માટે સારામાં સારું વિષયને આધીન લખાણ તૈયાર કર્યુ છે. વિષયના સંદર્ભે અઢળક પુસ્તકોનો સહારો લીધો છે. લોકોને સતત ગમે તેવા બે-ત્રણ લીટીની કહેવતો ને અવતરણો પણ રાખ્યા છે. લખાણ પરત્વેનો અનિરુધ્ધના શિક્ષકોનો પ્રતિભાવ સારો એવો રહ્યો છે. ભર્યુ નાળિયેર આજે ફૂટશે ને બ્લોગના પ્રકાશિત કર્યા પછી જ ખબર પડે કે લાભદયી રહ્યુ કે ...?' ડાયરીને બંધ કરી વેદાંત પોતાની પાછળના દિવસોની રોમાંચક સફરમાંથી પસાર થઈ રહ્યો હતો. પોતાનું થોડા દિવસો પહેલા ઘરમાં આગમન, વિશાખા સાથેની મુલાકાતો, સાહેબનો ઠપકો ને એની મહેનતો! આ સાથે પુસ્તકો સાથે થયેલી અદ્ભૂત દોસ્તી!

"આઈ એમ રેડી.."

સવારમાં જેમ પક્ષીઓનો અવાજ મીઠો અને રમણીય લાગે તેમ વિશાખાનો અવાજ રૂમમાં ગૂંજ્યો. લાલ અને સફેદ રંગની કુર્તી, લાંબા વાળ, ગળામાં 'વી' આકારનું પેંડલ, કાનમાં નાના કાળા બુટીયા, સફેદ વાન સાથે વિશાખા મોડેલ હોય એવું વર્તાતુ હતુ. વેદાંત તેના આછા લિપગાર્ડ કરેલા હોઠ, લાંબુ નાક, ભૂરી આંખો, સામાન્ય કરતાં સહેજ નાના કાન, આઈબ્રો કરેલા નેણ, મોટું કપાળ ને નિતંબ સુધી પહોંચતા વાળને નિરખી રહ્યો હતો.

"ટાપ..!"

વિશાખા દ્વારા પડેલી નાનકડી ઝાપટથી વેદાંત સ્થિર થયો. આંખમાં થયેલા ઝબકારા સાથે તે ઊભો થયો. ખભ્ભા પરથી પકડી વિશાખાને આલિંગન આપી તેને કહ્યુ. "થેંન્કયુ!" "ખાલી થેંન્ક્યુથી કામ નહિં ચાલે, બીજુ પણ કંઈક જોઈએ છે." વેદાંતના કાન પાસે ગણગણાટ થયો. સમજણની સીમા પર રહેલા યુવાન આ પ્રેમે તેમને એકબીજાના હોઠ પર હોઠ મૂકવા મજબૂર કર્યા. ફેલાયેલા હોઠની સાથે ખૂબ જ મજબૂત એવા સફળ થવાના સપને બંને અનિરુધ્ધ સમાજ પહોંચવા નીકળી પડ્યા.

"મેડમ..થોડી સ્માઈલ આપો.."

"થોડા ઊંચા..હાથ..

હા, બસ એમ.."

"કટ!!"

"બાળકને બોલાવો..મેડમ, તમે ધીમે-ધીમે તેની નજીક પહોંચી અભિનયની શરૂઆત કરો. બેટા, તારે હકાર અથવા નકારમાં માથુ ધૂણાવવાનું."

"એન્ડ લાસ્ટ શોટ..ડન ઈટ..!"

માર્ગદર્શકે જાહેર કર્યુ. વેદાંત જે સૂચિ આપી આવ્યો હતો તેમાં સમાવેશ કરેલી બધી એક્શનો વિશાખાએ અલગ અલગ ચારથી વિશેષ પોશાકમાં કરેલી હતી. બધાના ચહેરા પર સંતોષનો ભાવ હતો. ફોટોશૂટમાં વીડિયો પણ ઉતારવામાં આવ્યા હતા. સાહેબની સલાહ પ્રમાણે એ થોડા દિવસ પછી મૂકવાના હતા. સમય એક એવા પરિસ્થાને પહોંચ્યો હતો કે જ્યાં સૂર્યદેવ ડૂબવાના હતા અને ચંદ્ર દેખાય ચૂક્યો હતો. સૂર્ય અને ચંદ્રના ૧૮૦ ડિગ્રીના ભ્રમણને હિસાબે બંનેનું દેખાવુ અંતરિક્ષમાં સહજ છે. આવા અદ્ભૂત કિસ્સાને જોઈને બંને સાંજને રોમાંચક બનાવવા લટાર મારવા નીકળી પડ્યા. સાહેબ પણ આજે ફોટોશૂટને હિસાબે આવવાના ન હતા. નજીકમાં રહેલા બાગમાં તેઓ સ્થિર થયા.

આખરે પહેરેલા બ્લ્યુ વનપીસમાં વિશાખાનો ચહેરો પૂનમના ચંદ્રની જેમ ઉજ્જ્વળ હતો. વેદાંતની બાહોપાશમાં રહેલી વિશાખાને વેદાંતમાં સમાય જવુ હતુ. મોસમમાં ગુલાબી ઠંડીનો મિજાજ પોતે પણ સાંજ સાથે પ્રેમમાં હોય એવું લાગી રહ્યુ હતુ. અંગ અંગને સ્પર્શ કરવાની ભાવના જગાવતી આ સાંજે એક બાંકડા પર ડોશા-ડોશી બેઠા હતા.

"વેદાંત, મારે તારી સાથે જ મારું ઘડપણ જોવું છે." વિશાખાને વેદાંતે ઈશારાથી કંઈક સમજાવ્યુ. આવા પળે વિશાખાને મનમાં સહેજ વેદાંતનું મૂંગુ રહેવું ખૂંચતુ હતુ. આની વિરુધ્ધ, વેદાંતનું નિખાલસપણું અને અનોખુ આકર્ષણ તેના મનમાં ખૂંચી રહેલા એ 'કંઈક'ને મારી નાખતુ હતુ. હવે યુવાનીનું આ જોમ ક્યાં સુધી ટકશે એ જોવાનું હતુ! બંને એકબીજામાં ખોવાયેલા હતા. સમયની પરવા કર્યા વગર માણી રહેલી યુવાનીની એ અદ્ભૂત પળો કલ્પી શકાય!

ઘરે પહોંચીને જ વેદાંતે પોતાનું મેઈલ લિસ્ટ ચેક કર્યુ. તેમાં આજના ટોપટેન ફોટાઓ હતા. ફોટાઓને જોઈને તેના ફેલાયેલા હોઠ એ ખુશીને વર્ણવતા હતા. ખુશી હોય ને એને ના વહેંચી તો એમાં અધુરપ લાગે! આ સમગ્ર ફોટાઓ વિશાખાને પણ મોકલાયા. મિનિટોમાં વેદાંતના ફોન પર ઘંટડી વાગી.

"વેદ, બેસ્ટ એવર પિક્સ ઑફ માઈન..થેંન્ક્યુ!!"

(થોડીવાર પછી)

"વેદ..આર યુ ધેર?"

"હ્મ્મ્મ્મ..."

બોલવાનો પ્રયત્ન સાથે જીભમાં લોચા વળી ગયા. હરખમાં ફેલાયેલા હોઠ બિડાયા તો આંખમાંથી પાણી સરી પડ્યા. સામે પક્ષે વિશાખાને ફોનમાં 'બીપ..બીપ..' નો ટોન આવ્યો. તે સમજી ગઈ કે વેદાંતને બોલવું હતુ. ના! બોલી ના શક્યો. મળેલી સફળતા અને ઉદ્ભવેલી ખુશીએ અત્યાર સુધી સ્વીકારીત વેદાંતને અચાનક ઢીલો પાડ્યો. પોતાને સહજ લાગણીમાં લઈ આવવા વેદાંત મથવા લાગ્યો. વિશાખા સિવાય એને કોઈ સમજાવી શકે એમ નહતુ. તેને વિશાખાને મેસેજ કર્યો. ઓફલાઈન બતાવતા ફોનનો ઘા થયો. આ બાજુ વિશાખા વેદાંતની લાગણીને સમજી તેને મળવા નીકળી પડી..

ક્રમશઃ..

આવનારા ભાગોમાં..

બ્લોગને પ્રકાશિત કરાશે તો નક્કી થશે વેદાંતનું ભવિષ્ય!

તો વળી, પ્રેમભર્યા વેદાંતને વિશાખાના સંવાદો તો ખરા જ!

થશે કોઈ એક અવનવી વસ્તુનો બનાવ..કઈ?

જાણવા માટે બન્યા રહો..વોઈસલેસ વેદશાખા..ભાગ - ૧૫માં!