Voiceless Vedshakha - 10 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા ૧૦

વોઈસલેસ વેદશાખા ૧૦

પૂજન ખખ્ખર

૧૦. પ્રેમનો પ્રયત્ન પ્રોમિસઝથી!

આશરે કલાક આંટો મારી અને વિશાખા અને વેદાંત ઘરે પાછા ફર્યા. વિશાખાએ ફેસબુકમાં સ્ટેટસ માર્યુ. 'ગેટિંગ બેસ્ટ એવર સરપ્રાઈઝ તેની સાથે "ફિલિંગ લવ ઈઝ ઈન ધી ઍર"' આવુ લખ્યુ. તેને અચાનક જ યાદ આવ્યુ. "વેદાંત મારી લાસ્ટ સરપ્રાઈઝ?"

વેદાંતે વિશાખાના બંને બાવડા પોતાના હાથથી પકડી તેને પલંગ પર બેસાડી દિધી. પોતે વિશાખાની બાજુમાં બેઠો.

"વેદ, કોઈ આવશે તો ઊંધુ સમજશે."

"સમજનારાને સમજવા દો તુ મને સમજે છે ને?"

"હા, પ્રયત્ન કરી રહી છુ."

વેદાંતે મોઢા પર એક સ્મિત રાખીને પોતાના બંને હાથને ભેગા કરીને ગઠબંધનના ઈશારા કર્યા. "યુ મીન પ્રોમિસિઝ?"

વેદાંતે હકારાત્મક ઈશારો આપ્યો. તેને મન વિશાખાનું મૂલ્ય વધી ગયુ. વિશાખા એક જ એવી છોકરી હતી કે જે હમણાંથી તેના બધા ઈશારાઓ એક જ વખતમાં સમજવા લાગી હતી. તેણે પોતાના ઈશારાઓ ચાલુ રાખ્યા. પોતાના તરફ ઈશારો કરી બંને હાથથી ગઠબંધન દર્શાવી વિશાખા પર આંગળી ચીંધી ને કહેવા માગતો હતો કે 'પોતે એને ક્યારેય નહિં તરછોડે..'

આ ઈશારાઓ જાણે વિશાખાને વારંવાર જોવા હોય એમ એનો ચહેરો ખીલી રહ્યો હતો. વરસાદ પછીના ખીલેલા ફૂલો જેવો આ ચહેરો વેદાંતે પોતાના ફોનમાં કેદ કરી લીધો. આજ સુધીના જન્મદિવસોમાં અલગ અલગ ૧૯ મિત્રોએ એક ભેટ આપી હશે પણ આ એક જ વેદાંતે ૧૯ અકલ્પનીય ભેટો આપીને વિશાખાને પોતાની કરી લીધી હતી. તે ત્યાં બેઠા-બેઠા જ વેદાંતને ભેટી પડી. વેદાંતના ચહેરા પર તેના કર્યાનો એક અલગ જ સંતોષ હતો. પ્રણયની આ ક્ષણોમાં વેદાંતના હોઠને વિશાખાના ગાલનો સ્પર્શ મળ્યો. આશરે એકાદ મિનિટથી વધુનુ આ આલિંગન જાણે જીવનભર બંને એક થઈ ગયા હોય એવી લાગણીની અનૂભુતિ કરાવતુ હતુ.

"આંટી ક્યારે આવશે?"

"સાંજે ૪ વાગ્યા પછી.."

વિશાખાના ચહેરા પરનો આ હરખ શિકારીને શિકાર મળ્યો હોય એના કરતા પણ વધુ હતો. આ બાજુ વળી પ્રિયંકા અને વિશાખાનું ગૃપ સરપ્રાઈઝ રાખીને બેઠા હતા. પ્રિયંકાને વિશાખાનો ફોન આવી ગયો કે 'પોતાને આવવામાં મોડું થશે.' હજુ બપોરના બાર જ વાગ્યા હતા અને વિશાખા એકપણ ક્ષણ વેદાંત વગર રહેવા નહોતી માગતી. પોતાના જીવનમાં કોઈકના માટે પહેલી વાર આવી લાગણી થઈને આવી હતી. આને શું કહેવુ એ સમજણ ના હતી. 'પ્રેમ કહીશ તો તને જાણવો પડશે અને આકર્ષણ કહીશ તો સંબંધ અવાવરો બનશે.'

"હું તારા માટે મેગી બનાવું?"

વેદાંત માટે ના પાડવાનો કોઈ અવસર ન્હોતો. તેની પરવાનગી લઈ વિશાખા રસોડામાં ગઈ. વેદાંતને રસોઈની બાબતોમાં રસ ઓછો હતો પણ હવે એ ભી રસ લેવા લાગ્યો હતો. તે ડાઈનીંગ ટેબલ પર બેસી ગયો. વિશાખાના વળાંકો જેટલા વ્યવસ્થિત હતા એટલા જ તેના વાળ મુલાયમ હતા. પાછળથી દેખાતી વિશાખાને જોઈને વેદાંતને વિચાર આવ્યો. મેગીની સુગંધે વેદાંતનો દ્રષ્ટિભંગ કર્યો. તેનાથી હવે મેગી વગર રહેવાતુ નહોતુ. વિશાખાએ પણ એક ટીખળ કરી. તેને મન એક વિચાર આવ્યો. પોતે હાથે વેદાંતની આંખો પર પટ્ટી મારી આવી.

"જો વેદાંત તને હું ત્રણ બાઉલ આપીશ. એમાંથી એકમાં ગરમ પાણી, એકમાં મેગી અને ત્રીજામાં ઠંડુ પાણી હશે. જો સાચુ પડ્યુ તો તુ કહીશ એ હું કરીશ નહિં તો હું કહુ એ તારે કહેવાનું"

ગણતરીની મિનિટોમાં વેદાંતની સમક્ષ ત્રણ બાઉલ હાજર થઈ ગયા. વેદાંતે સૌથી પહેલા હાથ ઠંડાપાણીના બાઉલમાં કર્યો. હજુ વિશાખા કંઈ બોલે એ પહેલા એને બીજો હાથ ગરમ પાણીવાળા બાઉલમાં નાખ્યો. એનો હાથ સહેજ દાજ્યો કે તરત જ વિશાખા એના હાથમાં ફૂંક મારવા લાગી. એક હાથથી હજી તો આંખ પર રહેલી પટ્ટી ખોલી ત્યાં વિશાખાએ વેદાંતને પૂછ્યા વગર તેની આંગળીને બાઉલમાં નાખી દિધી.

"હું જ પાગલ છુ. મને અત્યારે જ મજાક કરવાનું સૂઝ્યુ. સૉરી વેદ..આઈ એમ રીઅલી સૉરી.."

વેદાંતે ઊભા થઈને તેના હોઠ પર એ ઠંડી આંગળી રાખી અને વિશાખાના શરીરમાં કંઈક ઝણઝણાટી પસાર થઈ. ઠંડી એ આંગળીઓ ક્યારે વિશાખાના હાથમાં પરોવાઈ ગઈ ક્યારે વિશાખા વેદાંત તરફ આવી અને બંનેના હોઠ એકબીજાને સ્પર્શી ગયા તેની કોઈને ખબર જ ના રહી. ચુંબન પછીની શાંતિ તેમના વર્તન પરથી લાગતી હતી. એકબીજાની આંખમાં આંખ નાખીને જોઈ રહેલા એ બંને મેગી પૂરી કરી ગયા. સમય સાડા ત્રણને આસપાસ પહોંચ્યો હતો. વેદાંતને આજનું કામ પણ કરવાનું હતુ તેમજ તેના મમ્મી પણ આવવાના હતા. સમયની સાથે સમજેલી વિશાખાને વેદાંતે 'હવે તારે જવું જોઈએ' એવો ઈશારો કર્યો.

"વેદ થોડી વાર..મને તારી સાથે રહેવુ છે." નાનું બાળક તેની માતા પાસે કરગરતુ હોય તેમ વિશાખા કરગરવા લાગી.

શું કહેવું એ ખબર ના પડતા તેને ડેસ્કટોપ ચાલુ કર્યુ અને વિશાખા પોતાની પસંદ-નાપસંદ વેદાંતને કહેવા લાગી. કપડાંની કંપનીથી લઈને મનપસંદ કલર સુધીની માહિતી તો કપડાંની સાઈઝથી લઈને પિકચરના ગીતો સુધીની માહિતીઓનું આદાન-પ્રદાન થયુ. ભેગા કરેલા પગ પર પોતાના બંને હાથોને દાઢીની નીચે રાખીને બેઠેલી વિશાખાના ચહેરામાં વેદાંત ખોવાય ગયો હતો. તે વર્તમાન ક્ષણોને મનભરીને માણી લેવી એમાં ભરપૂર માનતો. તેને આ ચહેરો કંઈક અલગ જ સંદેશો આપી રહ્યો હતો. કંઈપણ વાત વગર પણ બોલી જતી વિશાખાને સાંભળવામાં એને મજા આવતી હતી. સમય પર અચાનક ધ્યાન જતા તેને વિશાખાને ફરી જવાનો આદેશ આપ્યો અને પોતે કલ્પનાઓથી બારે આવીને સભાન થયો.

"હેય.. તે મને કહી દિધું પણ હું હવે કહીશ..તે આજે જે મને આપ્યુ છે એ આજસુધી મને કોઈએ આપ્યુ નથી. કદાચ, કોઈ આપશે પણ નહિં. તે એ ૧૯ ભેટ નહિં ૧૯ નવા વિચારો આપ્યા છે. હું તને પસંદ કરતી હતી ને કરું છુ. પ્રેમ કરીશ પણ પેલા આ દોસ્તીને સમજીએ અને જાણીએ. હું કાલે ફરી આવીશ."

વેદાંતે કૉલેજ બગાડીને તેને આવવાની ના પાડી. વિશાખાએ પણ મન મનાવ્યુ કે પોતે કૉલેજ પછીથી જ આવશે. વિશાખાનો જન્મદિવસ હજુ અડધો જ પત્યો હતો પણ તે પોતાને પૂર્ણતાનો અનુભવ કરતી હતી. તેની અપેક્ષાઓ કરતા વેદાંત ક્યાંય આગળ નીકળ્યો હતો. તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ભવિષ્યનો વિચાર કરી અને પોતાને પસંદ પડે એવું બધુ જ તેને વિના બોલે કર્યુ હતુ. તેને મળવાની ઈચ્છાઓ વધુને વધુ વધતી જતી હતી. વિશાખાને પત્ર યાદ હતો જે તેને વાંચવાનો બાકી હતો. પોતે લાવેલા બેગમાં પત્રની સાથે તેને વિદાય લીધી. આની ક્ષણ માત્ર બંને એકબીજાને ભેટ્યા હતા. વાયદાની સાથે વર્તન હવે બધુ જ એકબીજાનું ગમવા લાગ્યુ હતુ. યુવાની અને કૉલેજ બંને એકબીજાને ગમવા લાગ્યા હતા. યુવાનોને આ ઉંમરે જો કોઈ પોતાની વ્યથા સાંભળનારું હોય તો તે સંબંધને પ્રેમનું બિરુદ આપી દે છે. અહિં આ બંને યુવાનો પોતાના વચ્ચે પ્રેમ નથી એવું સમજતા હતા પણ આ સમજણી બુધ્ધિ ક્યાં સુધી સમજશે એ જોવા જેવું હતુ.

***

(વિશાખા થોડા સમયમાં પોતાના રુમમાં પહોંચી)

"ઓહ માય ગોડ!!!"

આખો રૂમ અહિં પણ ડેકોરેટ હતો. "હેપી બર્થ ડે વિશાખા!"નું સ્ટીકર પણ લાગેલું હતુ. ફુગ્ગાઓ ને રિબનો દ્વારા કબાટ સજાવેલો હતો. સ્ટડી ટેબલને પણ સજાવી રાખ્યુ હતુ. પાઈનેપલના પીસીઝ સાથે કેક તૈયાર હતી. અગણિત ફોટા તેમજ વિચિત્ર સેલ્ફીઝ્ સાથે કેક કટીંગ બીજી વાર થયુ. ફોટા સોશિયલ સાઈટ્સ પર અપલોડ થયા.

વેદાંતને દેખાડવા માટે થોડા અલગ અને સસપેન્સ ફોટા વિશાખા અને પ્રિયંકાએ પાડ્યા. વિશાખાએ પોતે અત્યાર સુધી વેદાંત સાથે હતી આ વાત ગૃપમાં આવતા બધા અટકળો કરવા લાગ્યા. વિશાખા થોડી ચિડાઈ. તેને બધાને તો સાચુ ના કહ્યું પણ પ્રિયંકાથી કંઈ છૂપાવશે નહિં એવું મનોમન નક્કી કર્યુ. બધા રાત્રિ પડતા ડિનરમાં ગયા. પોતાના માતા-પિતાને પણ વિશાખાએ બધુ વિગતવાર જણાવ્યુ. ગુજરાતી છોકરીઓની સમજદારીને લગભગ દુનિયાની કોઈ છોકરી પહોંચી ના શકે. પોતે બપોર સુધી વેદાંત સાથે હતી આ જાણ થતા તેમનાં મમ્મીનું વર્તન એકદમ જ સામાન્ય હતુ. ફોરવર્ડ જમાનાનાં ઑપન માઈન્ડેડ માબાપ મેળવીને વિશાખા પોતાને ભાગ્યશાળી માનતી હતી. તે વેદાંતને પસંદ કરે છે તે વાત તેને કહેવાનું યોગ્ય ના લાગ્યુ.

એસ્ટ્રોન ચોકમાં આવેલા ઍપલ બાઈટ રેસ્ટોરન્ટમાં સિઝલરની સાથે પિઝા તો વળી ડેઝર્ટમાં બ્રાઉની મગાવી. અહિં પણ ફોટાઓની ફ્લેશ ફરી. પરીની જેમ દેખાતી વિશાખાને વેદાંતને મળવું હતુ પણ એ અસામાન્ય લાગતા વેદાંતને મેસેજ કર્યો. 'આઈ મીસ યુ ડાર્લિંગ..મુઅઆહ!' સામેની સાઈડ વેદાંત ઑફલાઈન હતો. કોઈક કામમાં ફસાયો હશે એમ વિચારીને તેઓ પોતાની પાર્ટીને એન્જોય કરવા લાગ્યા.

"મને મોકટેઈલની ઈચ્છા થઈ છે!"

"તારી ઈચ્છાઓ પણ તારી જેમ હૉટ અને બ્યુટીફુલ છે."

"ઓહ! રિઅલી હની!!"

આગવા અંદાજમાં વિશાખા અને પ્રિયંકાની વાતચીતને સાંભળી બધા ખળખળાટ હસી ઊઠ્યા. આ છોકરીઓ લાગણીશીલ હતી તો સામે જમાનાની ખાધેલ પણ હતી. તેમને સોફેસ્ટીકેટેડ વર્તન પણ આવડતું હતુ. તેઓનો અંગ્રેજી વાર્તાલાપ પર આજનો યુવાન ફિદા થઈ શકે એમ જ હતો. મનથી કોઈને હેરાન કે છંછેડવાની વૃત્તિ તેમની ક્યારેય ના હતી. આનાથી ઊંધુ જો કોઈ તેમને હેરાન કરે તો તેઓ તેને છોડતા ના હતા. આનું શ્રેષ્ઠ ઉદાહરણ એન્ટિ રેગિંગ એક્ટ હતુ. અત્યાર સુધીમાં કૉલેજમાં સૌથી હોટફેવરીટ તેમજ બ્યુટીક્વીન્સ ધરાવનારું આ એક જ ગૃપ હતુ. બધાને પોતાની આગવી અદા હતી. એકબીજા માટે મરી પડવાની ભાવના અને આ લોકોની એકતાથી ટૂંકસમયમાં જ વિદ્યાર્થીઓથી લઈને શિક્ષકો પણ વાકેફ થઈ ગયા હતા.

વિશાખાનું મન પળપળ વેદાંત પાસે ચાલ્યુ જતુ હતુ. કોઈ નવું રમકડું મળેને કેમ બાળક તેની સાથે જ રમ્યા કરે એવી જ રીતે આ રમકડાં જેવું તેનું મન તેને વારંવાર વેદાંતની યાદ અપાવતું હતુ. તેને અચાનક તેનો પત્ર યાદ આવ્યો.

"ચલો યાર...હવે ઘરે જઈએ."

પ્રિયંકાને પણ વિશાખા અને વેદાંતના સંબંધ વિશે જાણવું હતું તેથી તેને પણ આ વાતનું સમર્થન આપ્યુ.

"હા...યાર, અમારે હોસ્ટેલ છે. ચલો હવે!"

"રે ને બકા..થોડા સમય માટે.."

"નો વે.."

આમ ૫-૧૦ મિનિટની અંદર બધા પોતપોતાના નિવાસ સ્થાને પહોંચી જાય છે. વિશાખા અને પ્રિયંકા રૂમની અંદર આવતા જ ગાંડા કાઢે છે. વિશાખા પ્રિયંકાને ભેટી પડે છે. ગાંડાવેળા જોઈને જ પ્રિયંકા સમજી જાય છે કે વિશ પ્રેમમાં પડી છે.

"ગમવા લાગ્યોને વેદ!!"

"હા, પ્રિયુડી..જો તને માંડીને કવ.." બધી જ નાને થી માંડીને મોટી વાત પ્રિયંકાને વિશાખા કરી દે છે. છોકરીઓના પેટમાં વાત રહેવી કેટલી મુશ્કેલ છે એ તો અત્યારે જ ખબર પડે. વેદાંતના પ્રોમિસિઝની વાત વિશાખા કરતી નથી. આ ઈમાનદારી અને પોતાના જીવનમાં આટલું મહત્વ જાણીને પ્રિયંકા એને ભેટી પડે છે. વિશાખા આજે એકદમ જ ખુશ છે. એક તો ગાઢ મિત્ર પ્રિયંકા અને પોતાની પસંદગી વેદાંત. બંને મળ્યુ એ પણ જન્મદિવસે! આનાથી વિશેષ પોતાના જીવનમાં કેટલું કોઈ ભાગ્યશાળી હોય શકે! હજુ તેને વેદાંતનો પત્ર વાંચવો છે. તે ફ્રેશ થઈ નાઈટ ડ્રેસ પહેરી અને પત્ર વાંચવાની શરૂ કરે છે…

***

અહિં વેદાંતને વિશાખાના ગયા પછી સહેજ વાર પણ ગમતું નથી. તે પોતે માણેલી એક એક ક્ષણને યાદ કરે છે. તેને આ પહેલા ક્યારેય ના થયેલા અનુભવો અને વિચારો મગજમાં આવે છે. પોતાના સ્વપ્નોમાં જાણે વિશાખાનો ઉમેરો થયો હોય એમ એને લાગવા માંડે છે. વિશાખાનો સ્પર્શ, તેની સાથે માણેલીએ ઉન્માદની ક્ષણો અને એ પ્રગાઢ આલિંગન એની નજર સામે વારંવાર ફર્યા કરે છે. પોતે પોતાના ફોનમાં કેદ કરેલો એ વિશાખાનો ચહેરો એના મુખ પરનું સ્મિત, રેશમી વાળ, લીસા એ ગટ્ટીયા ગાલને જોઈને જાણે તે ખીલી ઊઠે છે. ઘરની બેલ વાગે છે. "આવુ દોસ્ત?" હર્ષના આગમનથી જાણે તે વ્યવસ્થિત થાય છે. હર્ષ બાઈકની ચાવી લઈને તેની સાથે થોડી વાતો કરીને જતો રહે છે. વેદાંત પોતાના કમ્પ્યૂટરને સાથે રાખીને પોતાના કામ પર ધ્યાન આપે છે. ટૂંક સમયમાં જ તેના મમ્મી તેમજ સાહેબ આવશે એનો ખ્યાલ રાખી પોતે ધગશપૂર્વક કામ કરવા લાગે છે. આજના યુવાનોનો એ ફાયદો પણ છે. તેઓને ધારતી જીંદગી મળતા તેઓ બધુ જ કામ કરવા એટલે કે વર્સેટાઈલ થવા તૈયાર છે. આ સાથે 'કુદરત આગળ સૌ લાચાર છે! આજે આપણું ધાર્યુ થયુ કાલે ના પણ થાય!' આ વાત કોઈ હિસાબે આજના યુવાનને પચે એમ નથી. બધાને પોતાને આધારે પોતાને મસ્ત લાઈફ જીવવી છે. મુશ્કેલી વેઠવાની તૈયારી સાથે નહિં પણ પોતે કહે તેના આધાર પર જીવી રહેલો યુવાવર્ગ એટલે જ કદાચ તો દુઃખી છે.

અહિં વેદાંતના મમ્મી આજે નોકરીના પ્રથમ દિવસ સફળતાપૂર્વક પૂરો કરીને આવે છે. તેમના ચહેરા પરની તાજગી કહી દે છે કે તેઓને કેટલી મજા આવી હશે. તો સામે વેદાંતના ચહેરા પર એક ગજબની ખુશી જોઈને તેની મમ્મીનો ચહેરો કંઈક ઓર ખીલી ઊઠે છે. દિકરો ગમે તેટલું છૂપાવે પણ માં આગળ સૌ નીચા પડે છે પછી એ કૃષ્ણ જ ભલે ને હોય! એ રીતે વેદાંતનું આ મુખ કંઈક સંકેત આપે છે. વર્તનમાં તો કંઈ ફેર નથી પણ ચમક અલગ છે. બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થાય એટલી જ વારમાં ટ્યુશનવાળા સાહેબ આવે છે. તે પણ આજે અલગ મોજમાં છે.

"શું કહે સાહેબ આજે તો તમે પણ મોજમાં?"

"અરે..બહેન હું આ નાસ્તો નહોતો કરતો સાંજે..પણ આજે પત્નીને આ કહ્યુ તો તે રાજી થઈ ગઈ. ગુજરાતી છુ ને! પત્ની રાજી તો હું ડબલ રાજી!"

ખિલખિલાટ હાસ્ય જાણે પેદા થયુ હોય એમ બધા હસવા લાગ્યા. આજનું આ હાસ્ય એકદમ જ સ્વાભાવિક હતુ. બધાના મુખ પર સંતોષ હતો. એકને કોઈ પસંદ કરનાર મળ્યુ હતુ. બીજાને એની પત્નીનું સુખ તો ત્રીજાને દિકરાના મોઢાનો હરખ અને પોતાના પ્રિય કામનો આનંદ! વેદાંતે આજે પણ સાહેબને ઘણું પૂછ્યું. સાહેબે વેદાંતને પોતાનો આ વિચાર લોકો સુધી પહોંચાડવાનું કહ્યુ. વેદાંતે કંઈ હાવભાવ ના આપ્યા. સાહેબ સમજી ગયા કે આને મુશ્કેલી થઈ. સાહેબે આ વિચાર બ્લોગ સ્વરૂપે બહાર આવવો જોઈએ એમ કહીને વેદાંતને વિચારતો કર્યો. વેદાંતને વિશાખા સાથે આ કામ કરશે એવું મનોમન નક્કી કર્યુ. "શું તે હા પાડશે? હું પહેલા તેને પૂછીશ! આવું કરાય કે નહિં?" મનમાં ચાલતા પ્રશ્નો વચ્ચે સાહેબને અલવિદા કહીને વેદાંત રાત્રિના સમયમાં અંધકારમાં પોતાના રૂમમાં બારીમાં આવતા પવન સાથે જાણે વાત કરી રહ્યો હોય એમ લાગ્યુ.

પોતે જે પત્રમાં લખ્યુ હતુ એ જ ડાયરીના પાનાંમાં પણ યાદગીરી રૂપે લખ્યુ હતુ. તે વાંચવા લાગ્યો.

"પ્રિય વિશાખા..

ક્રમશઃ..

એક જ ઘડીએ બંને એક જ પત્ર વાંચતા હોય છતા બંનેને ખબર ના હોય એવું થવા જઈ રહ્યુ છે. જન્મદિવસનો આ પત્ર માણીશું આવનારા અંકમાં..

બન્યા રહો વોઈસલેસ વેદશાખા!

આપના રિવ્યુ એ જ મારું પ્રેરણાદાયક શસ્ત્ર છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED