Voiceless Vedshakha - 8 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા - 8

વોઈસલેસ વેદશાખા ૮

પૂજન ખખ્ખર

૮. વિશાખા સેઈડ યસ?

"વિશાખા..તુ શું શીખે છે? હું ક્યારની તને જોવ છુ તુ એક્શન્સ કરે છે."

"અરે..યાર..પ્રિયુડી, મેં તને કહ્યુ હતુ ને મારે વેદાંતને ત્યાં રોજ જવાનું છે. તો કાલે રાત્રે મૈં યુટ્યુબ પર વિડિયોઝ જોયા હતા..હાઉ ટુ ટૉક વીથ ડમ્બ્સ. એ જ પ્રેકટીસ કરતી હતી."

"અત્યારે કૉલેજ ચાલો..એ બધુ પછી મેડમ."

****

આ બાજુ વેદાંતના ઘરે તેના સર આવી જાય છે. તેના મમ્મી તે સર અને વેદાંત માટે નાસ્તો બનાવે છે. વેદાંતને નાસ્તામાં સેવ ખમણી અને બટેટા પૌવા સૌથી પસંદ છે. સાહેબને વેદાંત સાથે કમ્યૂનિકેટ કરવામાં વાંધો આવતો નથી. વેદાંતને અંદર રૂમમાં બેસીને ભણવાનું છે કે અહિં બારે જ..એ વિશે ઈશારાઓમાં પૂછે છે. વેદાંત 'એ બધુ પછી પેલા નાસ્તો કરી લઈએ…' એમ ઈશારો કરતા સાહેબ હસી પડે છે. તેના મમ્મી બે પ્લેટમાં બટેટા પૌવા, લીલી કોથમીરની ચટણી, નાયલોન સેવ, જીણી સમારેલી ડુંગળી, કોથમીર, ટૉમેટો સોસ અને ગરમાગરમ ચા લઈ આવે છે. તેના સાહેબ જોઈને ચકિત થઈ જાય છે.

"સાહેબ, આ વેદાંત કહે કે ના કહે તમે હવે રોજ અહિં જ પાકો નાસ્તો કરજો."

"પણ…બહેન…"

"હા…ના… મારે કંઈ સાંભળવુ નથી. આજે આટલે વર્ષે અમાર આંગણ આવો સરસ મજાનો અવસર આવ્યો. મારા બાળકને મારી નજર સમક્ષ ભણતા હું લગભગ દાયકા પછી જોઈશ. તમે એની સાથે નાસ્તો કરશો તો એ તમને અને તમે એને જાણી શકશો."

"ભલે.."

વેદાંતના મમ્મીના આગ્રહ સામે સાહેબ ના નો પાડી શક્યા. પોતાની પત્નીને પણ આ વિશે કેમ સમજાવશે એ તો જોવું જ રહ્યુ. બંને જણે ભરપેટ નાસ્તો કર્યો અને તેઓ અંદર રૂમમાં ગયા. વેદાંતે તેના સાહેબને પોતે કરેલું કામ અને તેને થયેલા પ્રશ્નો બધુ જ સામે ધરી દિધુ. સાહેબ તેનું બેઝિક નોલેજ જોઈ ખુશ થઈ ગયા. હવે તેને આગળ કેમ વધવુ અને તેના પ્રોજેક્ટને સફળ કેમ બનાવવો એ જ ધ્યેય હતુ.

"અંદાજે આ બધુ બનાવતા કેટલો સમય અને કેટલી વાર લાગશે, સાહેબ?"

"જો વેદાંત એક વસ્તુ સમજ..હું જે શીખવીશ એ બધુ થિયરી બેઝ્ડ હશે. તારે જે કરવાનું છે એ છે પ્રેકટીકલ. હું તને તારણો, ધોરણો અને ચોપડીના માધ્યમથી ભણાવીશ. તારો આ પ્રોજેક્ટ તે કઈ રીતે કલ્પ્યો છે એ માત્ર અને માત્ર તને જ ખબર છે. તુ જેટલું આમાં આગળ વધીશ એટલો તને જ વધુ ને વધુ ફાયદો થશે."

"વેદાંત બધુ એકીટસે સાંભળતો હતો. પૈસા જોશે?"

"હા..બહુ બધા નહિં પણ જોઈશે તો ખરા જ.."

"ભલે..એ બધુ થઈ રહેશે. મને એ કહો જો આ મારે આટલું બધુ બનાવવુ હોય તો શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરાય?"

"એની માટે પેલા હું આજે તને કહુ એ કોર્ષ તુ શીખવા માંડ..તે જેમ તારા પ્રોજેક્ટનું બેઝિક નોલેજ રાખ્યુ હતુ. એમ હું તને તારા આ પ્રોજેક્ટને બનાવવા માટેના ટૂલ્સનો બેઝિક કન્સેપ્ટ શીખવા માટેની સાઈટ્સ આપુ છું. તુ આજે જ તેમાં લોગ-ઈન થઈ જા અને શીખવા માંડ.."

"ઓકે.."

વેદાંતના મમ્મી આ બધુ સહેજ દરવાજો ખોલીને છૂપી નજરથી જોતા હતા. તેઓને એકપણ ઈશારાઓ સમજાતા નહોતા પણ વેદાંતનું કંઈક કરી બતાડવાનું સ્વપ્ન, તેનો જુસ્સો તેનો જોશ જ તેના ચહેરા પર સ્માઈલ લાવી આપતો હતો. ગુજરાતી પરિવારમાં ભલે નાનો દિકરો ગમે તેટલો સમજદાર હોય પણ જ્યારે એના માતા-પિતા એને ભણતો જુએ ત્યારે તેની ખુશી કંઈક અલગ જ હોય છે. એવી જ રીતે વેદાંતને ૭-૭ વર્ષ પછી પોતાના રૂમમાં ભણતો જોય તેના મમ્મીની ખુશી જોવાલાયક હતી. જ્યારે ઘરનો કોઈ વ્યક્તિ બિમાર પડે ત્યારે જો એ દર્દી પોતે ઢીલો પડે તો આખુ ઘર ઢીલું પડી જાય છે. આનાથી ઊંધુ એ દર્દી એમ કહે કે 'તમે જરાય ચિંતા ના કરો મને કંઈ જ નથી થવાનું…' તો પરિસ્થિતિ આખી જ પલટાય જાય છે. એમ અહિં વેદાંતને જ પોતાના વોઈસલેસપણાં પર જરાય અપસોસ નથી. એથી તેની સામે આવનારા માણસોમાં પણ તે પોઝિટિવ એનર્જી પ્રસ્થાપિત કરે છે. એને મન જીવન એક મજા જ છે. તેને નથી પૈસાની પડી કે નથી તેને બહુ જ મોટુ થવું. તેને માત્ર તેનો પ્રોજેક્ટ જ પૂરો કરવો છે કે જેના વિશે તે પોતાના સર સિવાય કોઈને પણ કહેવા તૈયાર નથી.

"તો તુ સમજી ગયો ને બેટા..?"

"હા..સર એક વચન આપો કે તમે આ પ્રોજેક્ટ વિશે કોઈને જ નહિં કહો.."

"નહિં કહુ બેટા.."

"થેન્ક્યુ..સર!"

આશરે બે કલાક જેટલું સર પાસેથી જાણકારી મેળવી વેદાંત મમ્મીને કંઈ કામ છે કે નહિં એ પૂછવા જાય છે. તેના મમ્મી એને અમૂલનું દહિં લેવા મોકલે છે. વેદાંત બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે. સરની સાથે તે પણ નીચે જાય છે. સર તેના સ્કૂટરમાં તેને મૂકી જવાનું કહે છે પણ વેદાંત આ ઓફરને ટાળે છે. તે ચાલીને નીચેની દુકાનમાં જાય છે. છેલ્લી વખત સુપરમાર્કેટમાં બનેલા અનુભવ બાદ તેણે પોતાની સાથે મોબાઈલ રાખ્યો છે. તે દુકાનદારને લખી આપે છે.

"હમણાં આવ્યો લાગસ..અહિં રહેવા?"

વેદાંત હકારમાં માથું ધૂણાવે છે.

"કેટલો ટાઈમ થયો?"

"એક મહિનો.."

"ભલે..કેમ કંઈ બોલતો નથી ને બધુ લખીને સમજાવે છે. મૂંગો છે?"

વેદાંત હકારમાં માથુ ધૂણાવે છે.

"ઓહ..જન્મથી જ મુશ્કેલીને સાથે લઈને આવ્યો લાગસ.. ઘરે બાપાને ઉપાધિને હવે..આવાને આવા ભગવાન જન્મ દેતા હોય છે."

વેદાંત કંઈ જ પણ બોલ્યા વિના ચાલ્યો ગયો. તે ઘરે જઈને કંઈ જ ના બોલ્યો. એને ખબર હતી કે જો તે મમ્મીને કંઈ જ કહેશે તો પપ્પાની યાદથી તેનો મૂડ ફરી બગડશે. તે તેના રૂમમાં ગયો. ડાયરી કાઢી ગઈકાલ રાત્રિનું શીર્ષક 'વિશાખા' કાઢી 'સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ..' એ ટપકાવ્યું.

લોકો શું કહે છે એ મને મગજમાં ક્યારેય નથી આવ્યુ. હા, પપ્પા વિશે કોઈ બોલે અથવા પપ્પાની ગેરહાજરી મને સતત લાગી છે. મને સાંજ પડે ને નવા ચહેરાઓ જોવા હતા. મારા પપ્પા પાસેથી મને મહિનાના અંતે પૈસા માંગવા હતા. હવે એ નીચેના દુકાનવાળાને શી ખબર કે એ જે કરી રહ્યો હતો એનાથી જ મૈં મારા પપ્પાને ખોઈ દિધા. ધુમ્રપાન અને ફાકી આ બે ના ગુલામ હતા પપ્પા. એમને આના વગર ચાલતુ નહિં. એનો એ જ સ્વભાવ અને નાની નાની વાતોમાં મગજમાં ટેન્શન લઈ લેવાની ટેવએ એમને ધુમ્રપાન તરફ પ્રેર્યા. વધુ ને વધુ એની અસરે તેમને મૄત્યુ આપ્યુ. મને ખબર છે કે આયુષ્ય બધાનું નિશ્ચિત જ છે પણ મારા મનમાં નિમિત્ત તો એ ધુમ્રપાન જ રહેશે. મને એ દુકાનવાળા કાકા પ્રત્યે જરાય અણગમો નથી. એને પણ કંઈક ટેન્શન હશે અને એનો ગુસ્સો મારા પર ઉતાર્યો. સવાલ એ છે કે એને મને વિચાર્યા વગર જ ઉપાધિ કહી દિધો. ખેર, હું ય શુંકામ એના વિશે વિચારું??

"શું લખે છે બેટા..?"

"કંઈ નહિં મારા અનુભવો.."

"જો તો કોણ આવ્યુ છે?"

"કોણ?"

"હાય..હાઉ આર યુ?"

"ફાઈન.."

આ બંનેની વાતો ઈશારાઓમાં જોઈ વેદાંતના મમ્મી ખુબ જ ખુશ થયા.

"અરે..વાહ! તને પણ આવડવા લાગ્યુ?"

"હવ..આપણેય શીખી લીધું.."

"આંટી આજે તો તમારા માટે એક ખુશખબરી છે પછી વેદાંતની સાથે વાતો કરીશ."

"શું બેટા?"

"અરે..તમારે જોબ કરવી છે?"

"એ જોબ કરે જ છે હમણાં એક જ મહિનાથી જોબ મૂકી છે. બે દિવસમાં તે જ પાપડના ગૃહ ઉદ્યોગમાં શરૂ કરશે." વેદાંતે નોટપેડમાં લખ્યુ.

"વાહ..સરસ..તો તો તમે વર્કિંગ વુમન એમ ને."

"હા, બેટા..હવે તમે બંને વાતુ કરો હું રસોઈ જોઈ લઉં જરાક."

“આજે ક્યાંથી વાતની શરૂઆત કરવી? શું પૂછું હું એને? એને નહિં ગમે તો….”

"તુ કેમ રોજ આવીને આટલું વિચારે છે?હાં...મને એમ કહે કે તુ રોજ અહિં આવે જ છે શા માટે? ભણવાનું કે કંઈ બીજું નથી? તારા મમ્મી-પપ્પાને ખબર છે?"

"કેમ હું આવું એ નથી ગમતુ તને?"

"ગમે છે ને બહુ જ ગમે છે…"

આ વાક્યને કોણ ક્યા અર્થમાં લેશે એ વિચારમાં રૂમમાં બે મિનિટનું વિચિત્ર મૌન રહ્યુ. આમ તો વિશાખા એકલી જ બોલે પણ એ ય આ સાંભળી શાંત થઈ ગઈ.

"વેદાંત... મને તારી આ વિચિત્ર લાઈફ ગમે છે."

"પણ, એવું શું ગમે છે એ જ તો ક્યારનો હું પૂછવા માગુ છુ!"

"હું અંદર આવી શકુ??"

"તમે કોણ?"

"હું વેદાંતનો બેસ્ટ ફ્રેન્ડ..હર્ષ. વેદાંત મારા પપ્પાવાળા એ સર તો બીજી કોઈ ઈન્સ્ટીટ્યુટમાં જોઈન થઈ ગયા."

"ભલે. કાકાએ કોઈ સરનો મેળ કર્યો છે. મને તો યાદ પણ નહોતુ કે તે ભી મને સર માટેનું કહ્યુ હતુ."

"કંઈ વાંધો નહિં પણ સાહેબ આવવા લાગ્યા ને તને આવડવા લાગ્યુ કમ્પ્યૂટર એટલે ઘણું.."

"ઓહ..હું.."

"વિશાખા...વેદાંતે કહ્યુ તમારા વિશે. તમને આજે ફરીવાર જોઈને ખૂબ જ આનંદ થયો. એક તો એમ કે મારા મિત્રને સાંભળવાવાળા કોઈક મળ્યા અને બીજું એ કે એ ભી હવે કો'કને સાંભળશે."

બધા હસવા લાગ્યા. વેદાંતને પોતાના એ પ્રશ્નનો જવાબ ના મળ્યો. તો બીજી બાજુ વિશાખા વેદાંતને કહેવું હતુ છતા હર્ષના આગમનથી કહીહર્ષ અને વિશાખા પણ થોડીવાર વાતો કરીને ઘરે જવા નીકળ્યા. વેદાંત જમી પરવારીને પોતાના રૂમમાં બેઠો. કમ્પ્યૂટર ખોલ્યુ ને પોતાના કામ પર પ્રોજેક્ટને અનુરૂપ શીખવા લાગ્યો.

બધાએ હળવીફુલ વાતો કહી. હર્ષે અને વિશાખાના પપ્પાઓ વચ્ચે ઓળખાણો પણ નીકળી. આ બધાની વચ્ચે વેદાંતના મમ્મી કે જેને સૌથી વધુ ટેન્શન હતુ કે વેદાંતનો સંસાર કેમ ચાલશે એ ટેન્શનમુક્ત થઈ ગયા. એને ખબર પડી ગઈ કે બીજા લોકોમાં હોય કે ના હોય પણ પોતાના દિકરામાં એ વાત છે કે જે લોકોને આકર્ષી શકે. હર્ષ અને વિશાખા પણ થોડીવાર વાતો કરીને ઘરે જવા નીકળ્યા. વેદાંત જમી પરવારીને પોતાના રૂમમાં બેઠો. કમ્પ્યૂટર ખોલ્યુ ને પોતાના કામ પર પ્રોજેક્ટને અનુરૂપ શીખવા લાગ્યો.

હર્ષ અને વિશાખા પણ થોડીવાર વાતો કરીને ઘરે જવા નીકળ્યા. વેદાંત જમી પરવારીને પોતાના રૂમમાં બેઠો. કમ્પ્યૂટર ખોલ્યુ ને પોતાના કામ પર પ્રોજેક્ટને અનુરૂપ શીખવા લાગ્યો.

આ બાજુ વિશાખાના મનમાં "પણ, એવું શું ગમે છે એ જ તો ક્યારનો હું પૂછવા માગુ છુ!" એ પ્રશ્ન સતત મનમાં ઘૂમતો હતો. મારે એને આ વાત કહેવી જોઈએ કે નહિં? શું મને વેદાંત ગમે છે? 'હા' વિશાખાના અંદરથી જવાબ આવ્યો. તો આ વાતથી જો એ મારી સાથે નહિં બોલે તો? 'હજુ વેદાંતને મારા પર ભરોસો છે?' લગભગ તો નહિં જ. વિશાખા પોતે જ પોતાના મન સાથે વાતો કરી રહી હતી. એને મન હજુ તેણે ઘણું કરવાનું હતુ છતાં તેને પોતાનું કામ સફળ રીતે ચાલુ તો કરી જ દિધું હતુ. તેને વેદાંતને વોટ્સએપમાં મેસેજ કર્યો.

'સાંજે ૫ વાગ્યે સેવખમણી એટ હરિઓમ?'

વેદાંતે તેણે પાર્સલ ઘરે લાવવા કહ્યુ. વિશાખા માની ગઈ. તે બરાબર સાંજના ૫ વાગ્યે બ્લ્યુ કુર્તી અને વ્હાઈટ લેગીન્સમાં વેદાંતની ઘરે પહોંચી. વિશાખા મોટેભાગે છૂટાવાળ જ રાખતી એ પણ આગળ જ. ચશ્મા વગરનો એ દેખાવ કઈંક અલગ હતો.

"આવુ આંટી.." ફરી એ મધુર ગણગણાટ દરવાજાની બહારે સંભળાયો.

"આવ..આવ..બેટા, વેદાંતે હમણાં જ કહ્યુ કે તુ સેવખમણી લઈને આવવાની છો. મારી માટે પણ લઈ આવીને?"

"હાસ્તો..શું કામ નહિં!!"

"હેલ્લો..મિસ્ટર વેદાંત. હાજર છુ પાંચ વાગ્યે વીથ યોર ફેવરીટ સેવખમણી."

"એક છોકરી બે દિવસથી ત્રણ વાર મારે ઘરે આવી ગઈ છે. રોજ કંઈક ને કંઈક મને કહે છે. એને હું નથી બોલતો એ બહુ ગમે છે. દેખાવે પણ એ રૂપાળી છે. સ્વભાવે શાણપણ ધરાવે છે. એના લાંબા વાળની સારસંભાળ એ એના જીવની જેમ કરે છે. એ એને દેખાડવા એને હંમેશા આગળ રાખે છે. મોઢા પર એક ડાઘ નથી કે નથી તલ. કપડાંથી સાવે'ય લઘર-વઘર..કદાચ એટલે જ મને તેના પ્રત્યેનું આકર્ષણ વધે છે. હજુ તો મારે એને જીન્સમાં જ નહિં ડ્રેસમાં પણ જોવી છે. જો એ રોજ આવશે તો પાકુ એક દિવસ હું એને કહીશ પણ જો કાલે નહિં આવે તો? અરે..રે..મારે જ કંઈક એવું કરવું જોઈએ કે રોજ આવે. ડાયરીના આ પાનાઓની જેમ હું અને ઈ ભેગા મળીને બેઉની જીંદગી પલટાવી દઈએ. હવે તો એને પૂછવું જ બાકી રહ્યું કે એને મારા પાછળ સ્વાર્થ દેખાય છે કે પછી એને મને જાણવો છે? હા, હું વેદાંત બોલી શકતો નથી. 'આઈ એમ વોઈસલેસ.' "

વેદાંત પોતાની ડાયરી બંધ કરે છે અને વિશાખા એ ડાયરીને છીનવી લે છે. તે જ્યાં પેન રહી છે એ પાનું વાંચી લે છે અને એને બંધ કરીને વેદાંતને પૂછે છે.

"તને લખવું ગમે છે?"

"હા.."

"મને પણ..."

"આ સેવખમણી. તને બહુ ભાવે છે ને મને આંટીએ કહ્યુ હતુ."

વેદાંત સતત તેની સામુ જોઈને સેવખમણી ખાઈ છે. વિશાખા પણ તેની સામે જ જોયા રાખે છે. બંનેને મન કંઈક કહેવું છે પણ આ બીજી જ મુલાકાતમાં શું હોય શકે? વેદાંત સ્કૂલમાંથી પ્રથમવાર અહિં આવ્યો છે. તેને મન આ બધુ નવું છે. જ્યારે વિશાખા એ કો-એજ્યુકેશનવાળી સ્કૂલમાંથી આવી છે. તેનો ઈતિહાસ વેદાંતને ખબર નથી. વેદાંત જલ્દિથી આગળ વધે તેમ છે નહિં અને વિશાખાને આગળ વધવુ છે. દરેક વખતે લગભગ એવું જ હોય છે. ગુજરાતી છોકરીઓ શરમાળ અને ખચકાટ અનુભવતી હોય છે. અહિં એવું નથી. વિશાખા ફાસ્ટ ફોરવર્ડ અને મેચ્યોર છે. આમ પણ છોકરીઓની મેચ્યોરિટી છોકરાઓ કરતા ઝડપથી આવે છે.

"માત્ર સેવખમણી ખાય છે..કંઈ જ રીએક્શન્સ નહિં. હુન્હ..ગજબ છો યાર.."

"વેદાંતે બે હાથે પેલા વિશાખા પર ઈશારો કર્યો પછી હાથેથી હ્રદય બનાવ્યુ અને પછી સેવખમણીને ઊંચી કરી. ટૂંકમાં એમ કહેવા માગતો હતો કે આપણે સેવખમણી ખાવા ભેગા થયા હતા પ્રેમ કરવા નહિં!"

"મારે તને પ્રેમ નથી કરવો!!"

"તો શું કરવું છે?"

"કંઈ નહિં!"

"તો કેમ દરરોજ આવે છે?"

"બસ..મને ગમે છે."

"કોણ?"

"તુ.."

"સાચે? યુ સેઈડ યસ?"

"આઈ મીન..

ક્રમશઃ..

વેદાંત અને વિશાખાના રસપ્રદ સંવાદો આવનારા ભાગોમાં..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED