પ્રેમનો ઈઝહાર krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈઝહાર

પ્રેમનો ઈઝહાર

Krupa Bakori

ટૂંકી એકવારની મુલાકાત, ટૂંકા સંવાદોની વાતચીત અને સાવ ટૂંકી ઓળખાણ. બસ, ટીપીકલ અરૅન્જ મેરેજ !

સારાન અને જેનીકા પહેલી જ વાર મળ્યાં. બંનેના પરિવારો તરફથી ગોઠવવામાં આવેલી નાની મુલાકાત આવ્યાં. એક અજાણ્યી જ મુલાકાત. સામન્ય આવી મુલાકાતોમાં ખરેખર તો કન્યાની સુંદરતા અને છોકરાઓની કમાણી સાથે સાથે થોડું એવું તેનું રૂપ. જો આ બંને પરફેકટ હોય તો બીજું તો કંઈ જોવાનું જ રહેતું નથી.

સારાન સારું એવું કમાતો હતો. સ્માર્ટ હતો. ઉપરથી તેના પપ્પાનાં બિઝનેસમાં જોડાયો હતો. પૈસાની રેલમ-છેલમ હતી. એક નંણદ હતી તેના પણ લગ્ન થઈ ગયા હતાં. એકનો એક જ છોકરો હતો. તો ના પાડવા માટે તો કોઈ કારણ જ નહોતું.

સારાનની પણ એવી જ ઈચ્છા હતી. જેનીકા સુંદર, નમણી અને ખાસ તો હસમુખી હતી. કોઈ પણ યુવકને એક જ નજરમાં ગમી જાય તેવી હતી. તેની વાત-વાતમાં હસી પડવાની આદત સારાનને સૌથી વધારે ગમતી.

સારાન જરાક શાંત અને અંતર્મુખી હતો, તો જેનીકા એકદમ બોલકી હતી. તેની વાતો કરવાની અદાથી તે બધાની પ્રિય હતી.

પ્રથમ મુલાકાતમાં જ બંનેએ મેરેજ માટેની લીલી ઝંડી ફરકાવી. ગઈકાલ સુધી એકબીજાથી તદ્દન અજાણ બે વ્યક્તિ અને એમના પરિવાર એકબીજા સાથે એક કાયમી સગપણથી જોડાઈ ગયા. બન્નેની એકબીજા પર પસંદગીની મહોર અને છેલ્લે સપ્તપદીનાં ફેરાં. બંનેના લગ્ન ફાસ્ટ ફોરર્વડની રીતથી ગોઠવાઈ ગયા.

લાડકોડથી ઉછરેલી જેનીકા નવોઢાનાં સાજ શણગાર સજી પોતાના ઘરેથી વિદાઈ થઈને સારાનનાં ઘરમાં પગલાં પાડતી આવી. જેનીકા અને સારાન બંને સહજીવનના સપનાંઓનું આંજણ આંખમાં આંજવા સંમંત થયા અને આજે શુભકામનાઓ, આશિર્વાદ અને મંત્રોચ્ચારનાં ધ્વનિ સાથે અગ્નિની સાક્ષીએ એ સપનાંઓને સાકાર કરવાની પા-પા પગલી મંડાઇ ગઈ.

બંનેએ લગ્ન તો કર્યા, પરંતુ બંનેનો સ્વભાવ તદ્દન વિરુદ્ધ હતો. એકને સૂર્યોદય જોવો ગમે તો બીજાને સૂર્યાસ્તની મસ્તીમાં આનંદ આવે. એક શાંત તો એક ધમાલ. જેનીકાને પોતાની લાગણીને અભિવ્યકિત કરવું ખુબ ગમતું. કોઇપણ વડીલ માટે માન ઉપજે કે તરત એને જણાવી દેવામાં જેનીકાને મોકો શોધવાની જરૂર ન પડે. કદાચ આ જ કારણોસર સાસરીપક્ષમાં એણે પોતાની જગ્યા તરત બનાવી લીધેલી. તે એક મળતાવડી, માયાળુ વહુ તરીકે દરેકનાં મનમાં સ્થાન જમાવી લીધેલું. સારાનને પ્રેમ જતાવવામાં પણ એ જરાય કસર ન રાખે. કોઈ પણ લાગણીનો ઈઝહાર કરવામાં વાર ના લગાડે. તે આખા દિવસમાં અલગ અલગ અંદાજમાં સારાનને પોતાનો પ્રેમ બતાવતી જ રહે. તેના હાસ્યથી ઘર ગુંજતું.

પરંતુ સારાન લાગણીશીલ અને કોમળ સ્વભાવનો હતો. તેને પોતાની લાગણીને જીભ સુધી લાવતા અને શબ્દોનું રૂપ આપતા સારાનને ના આવડતું. એકદમ ઓછાબોલ અને શુદ્ધ હૃદયનો, શાંત પ્રકૃતિનો તે હતો. તે પણ જેનીકાને ખૂબ પ્રેમ કરતો પણ કયારેય કશું જ કહેતો નહી. ઘરમાં પણ તે જરૂર વગર બે વાક્યો પણ ના બોલે.

પૂર્વ દિશા અગર જેનીકા હતી તો પશ્ચિમ સારાન હતો. બોલકા સ્વભાવની જેનીકા તો શાંત અને નજરમાં વસી જાય તેવો સારાન.

પહેલા સગાઈ અને પછી લગ્ન. હનીમૂન માટે પણ તેઓ હિલ-સ્ટેશન ગયાં. ત્યાંની ટેકરીઓ, શીતળ પવન, હરુંફરું વાતાવરણ બંનેને વધારે નજીક લાવી રહ્યા હતા. એક અજાણ્યા જ યુવક યુવતી આજે પતિ-પત્ની બની ગયાં હતાં.

સાથે ફરવાં ગયા હોય તો જેનીકા જ બોલતી જ્યારે સારન ચૂપ જ રહેતો. જેનીકાને ખુબ ભાવતી ચોકલેટ્સ યા ફ્લાવર્સના રૂપમાં વ્હાલભર્યા સ્મિત સાથે એક લાગણીભીનાં ચુંબનથી એ દસ વખત અપાયેલા પ્રેમનો પડઘો પાડતો. શરમાળ છતાં પ્રેમાળ સ્વભાવનો હતો. સારાનના મતે લાગણીને અભિવ્યકત કરવાં શબ્દોની જરૂર ના હોય જ્યારે જેનીકા પ્રેમનો ઈઝહાર કરવામાં માનતી.

સ્ત્રીસહજ લાગણીને વશ જેનીકા જ્યારે અલગ-અલગ સ્થળે, જુદાં-જુદાં પ્રસંગોએ બીજા યુગલોની પ્રણય ચેષ્ટાઓ જોતી યા વાતો સાંભળતી ત્યારે સ્વભાવિક રીતે જ એનાથી સારાનની સરખામણી થઈ જતી. પોતાની અન્ય સખીઓનાં પતિઓની તેમની પ્રત્યેની લાગણી યા એનાં દેખાડાનાં વાઘા જોઈ એના ઘરનું કપડું થીંગડા મારેલા ચિથરાં જેવું લાગવા માંડ્યું. વારંવાર એને લાગતું કે હું સારાનને ‘આઈ લવ યુ ’ ‘તને ચાહું છું’ કહેતાં થાકતી નથી પણ સારાન એનાં પડઘા સ્વરૂપે કેમ ક્યારેય દિલ ખોલીને વ્યકત થતો નથી ? આ જ ઝંખનામાં તે સળગવા માંડી. પરંતુ સારાનનો મૂક પ્રેમ તેની જગ્યાએ અકબંધ જ હતો. આમ ને આમ એક વર્ષ જેટલો સમય થઈ ગયો.

જેનીકા હવે એવું વિચારતી હતી કે, એક જ ઘરમાં રહેવા છતાં સારાન તેને પરાયો હોય તેવું લાગતું હતું. તેને હવે પોતાના દુ:ખને છૂપાવવા માટે આમાનનો સહારો લેતી. આમાન તેનો કોલેજકાળનો મિત્ર હતો. બંને વચ્ચે ખૂબ જ તાલ-મેલ હતો. જે ટાઈમ સારાન ના આપી શકતો એ ટાઈમ હવે તે આમાન સાથે વીતાવે છે.

એકાદ કલાક સુધી ડ્રાઈવનો આનંદ માણ્યા પછી આમાનએ ચા પીવા માટે એક ઢાબા પાસે કાર રોકી. જેનીકા અને આમાનને સારાનનો મિત્ર દેવેન જોઈ જાય છે. થોડીવાર વિચાર કર્યા પછી તે સારાનને કોલ કરીને બધું જ કહી દે છે.

તે રાત્રે સારાન ઘરે જલ્દી આવે છે. સારાન તાકી-તાકીને જેનીકા સામે જોવે છે. જ્યારે તે બેડરૂમમાં આવી ત્યારે ગુસ્સે થઈને સારાનએ કહ્યું, “તું મને પ્રેમ નથી કરતી ને?”

“આ તે કેવો સવાલ સારાન ?” જેનીકાને ખૂબ જ ગભરાટ થવા લાગ્યો.

“તું હમણાથી ખૂબ જ બદલાયેલી લાગે છે. તારો વાચાળ સ્વભાવ ખોવાઈ ગયો લાગે. તું ના તો મારી સાથે સરખાયે વાત કરે છે, ના તો ઝગડો. મારી સાથે લોન્ગડ્રાઈવ પર જવાની જીદ પણ નથી કરતી. રાત્રે મોડો આવું છું તો પણ ઝગડો નથી કરતી. તારા મનમાં મારા માટે પ્રેમ જ નથી રહ્યો.”

જેનીકા એકદમ ફરિયાદના સૂરમાં કહે છે, “ તમારી પાસે મારા માટે ટાઈમ જ નથી. ના તો મને ફરવા લઈ જાવ છો. ના તો તમે ઘરે વહેલા આવો છો. તમે ક્યારેય તમારા પ્રેમનો ઈઝહાર પણ નથી કરતા કયારેક તો મને એવું લાગે કે તમે મને ક્યારેય પ્રેમ જ નથી કર્યો.”

“જો તે વહેલા આવવા માટે દબાણ કર્યુ હોત તો શાયદ મારી આદત બદલાઈ ગઈ હોત. તું ફરવાની જિદ્દ કરી હોત તો આપણે ફરવા નીકળી પડત. મને તો એવું લાગે છે કે જેનીકા કે તે તારું મન બહેલાવા માટે કોઈ પ્રેમી શોધી લીધો છે.”

“આ શું કહી રહ્યા છો તમે?” જેનીકાના દિલના ધબકારા એકાએક વધી ગયા હતા.

“તો પછી મારી વહાલી જેની તું મારી પત્ની હોવા છતાં તારો હક માગવાનું કેમ બંધ કર્યું? જો હું તને હવેથી મારો પૂરો સમય આપીશ. પણ એક વાત યાદ રાખજે.” ગંભીર દેખાતા સારાનએ જેનીકાના વાળ ખેંચીને કહ્યું, “તારા માટે સમય ફાળવી શકતો નથી પણ મારા દિલમાં તારા માટે અવિરત પ્રેમ છે. મારાથી દૂર જવાનો વિચાર પણ જો તે કર્યો છે તો હું તારો જીવ લઈ લઈશ.”

આજે પહેલી વાર સારાનના મુખે વહાલી શબ્દ સાંભળી તે ગદ-ગદ થઈ ગઈ. સારાનની આંખમાં તેના પ્રત્યેનો પ્રેમ જોઈ તે ડરી જ ગઈ. તે રાત્રે સારાને તેને પ્રેમથી ખૂબ જ ભીંજવી નાખી. જાણે કે પોતાના મનના છૂપાયેલા આક્રોશને પ્રેમરૂપે વહાવતો રહ્યો. જેનીકા ઘણા બધા દિવસો પછી ગાઢભરી નિદ્રામાં પોઢી ગઈ. ન તો તેને આમાનનો વિચાર આવ્યો ના તો સારાનની કોઈ ફરિયાદનો.

વહેલી સવારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. તેના પતિનો પ્રેમ એના ચહેરા પર ઝલકતો હતો. લંચ પછી આમાનનો કોલ આવે છે અને ઉત્સાહથી પૂછ્યું, “આજે કોફી પીવા જઈએ?”

“ આજે નહી.” કહીને જેનીકા ના પાડી દે છે.

સાંજે સારાન ઘરે જલ્દી આવે છે અને બંને ફરવા જાય છે. પહેલા બંને એ કોફી પીધી, પછી મોલમાં શોપિંગ કરવા ગયા. મોડી રાત સુધી મુવી જોવા ગયા. અને લાસ્ટમાં ડિનર કરીને લોન્ગડ્રાઈવ પર જાય છે.

જે સારાન જેનીકાને ટાઈમ ના આપી શકતો એ જ સારાન આજે નાના બાળકની જેમ એની કેર કરી રહયો હતો. તે બેડરૂમમાં એન્ટર થયો. જેની મેડમ, ચાલો રેડી થઈ જાઓ આજે આપણે મોલમાં જઈએ છીએ. હમેંશા ફરીયાદ કરતી કે હું સાથે નથી આવતો.... ચલો આજે તો નવી જ રિલિઝ થયેલી મુવી જોવા પણ જાવું છે. જેનીકા ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધીમાં તો સારાન ‘આઈ લવ યુ….આઈ લવ યુ’ કહેતાં થાકતો નહોતો. સારાનનું આ નવું જ રૂપ જોઇને વિસ્મય પામતી કે આ એ જ સારાન છે જે કામ સિવાય કયારેય ઘરમાં બોલતો નહી. પોતાના જ કામમાં વ્યસત રહેવાવાળો સારાન આજે બદલાઈ ગયો હતો. આ સારાન એ જ સારાન છે કે કોઇ બીજો.......

મોલ્સ, મુવીસ.... બીચ.. શોપિંગ જેનીને ગમતી હર એક જગ્યા પર તેને લઈને જતો. નાના એવા કાચનો ટુકડો પણ તેને ના લાગે એનુ ધ્યાન રાખતો. આવું બધું જોતા જેનીકાની આંખમાં આંસુ આવતા કે આ એ જ પતિ છે. જેને એ રોજ રોજ ફરીયાદ કરતી કે એ મને પ્રેમ કરતો નથી.

જ્યારે ઘરે પાછા આવતા હતા ત્યારે જેનીકાએ પૂછ્યું, “તમે પહેલા તો આટલી વાતો ના કરતા તો હવે અચાનક.....?”

“જેની ભૂલ મારી જ હતી ડિયર મને એવું લાગતું કે પ્રેમને જતાવવાની કોઈ જ જરૂર ના હોય પરંતુ હકીકત તો એ છે કે ક્યારેક ક્યારેક પ્રેમનો ઈઝહાર કરવો જરૂરી છે જેથી લગ્નજીવન નીરસ ના લાગે.”

થોડા દિવસ પછી અચાનક જ આમાનનો કોલ આવે છે અને સાથે લોન્ગડ્રાઈવ પર જવાનું આમંત્રણ આપે છે. પણ જેનીકા તૈયાર ના થઈ.

આમાનએ જ્યારે દબાણ કર્યુ તો જેનીકાએ કહ્યું, “ હું સારાનને ફરિયાદનો એક પણ મોકો આપવા નથી માગતી. તે મારા ચારિત્ર્ય પર કોઈ જ શંકા કરે એવું હું ઈચ્છતી નથી. આ મિત્રતા તોડી નાખવામાં જ આપણા બંનેનુ હિત છે.”

“તું એ કેમ ભૂલી જાય છે કે સારાન પાસે તારી ઈચ્છાઓ, લાગણીઓ અને ખુશીઓનું ધ્યાન રાખવાની ફુરસદ જ ક્યાં છે. થોડા સમય પહેલા તું જ દુ:ખી થઈને મારી પાસે આવતી. મારી લાગણીઓ સાથે રમત રમીને તે આનંદ મેળ્વયો અને હવે સતી સાવિત્રી બનવાનું નાટક કરે છો.” આરાન તેનું અપમાન કરે છે.

“ઓહ, શટઅપ.” જેનીકાએ ગુસ્સાથી કહ્યું.

“તું મને શટઅપ ના કહે ઓકે સારાનની નિંદા કરેલા તારા બધા મેઈલ તેને બતાવી દઈશ અને તારા લગ્નજીવનને એક જ મિનિટમાં તોડી નાખીશ. સમજી ગઈ!”

“આજે તારો અસલી ચહેરો જોઈ મને તારાથી નફરત થાય છે કે તારા જેવાને મેં મારો મિત્ર..... તારી ધમકીથી ડરીને હું તારા શરણમાં નહી આવું. તે જો હવે મારો સંપર્ક કર્યો છે તો સારાન જ તારા ખબર લેશે.” કહેતા કોલ કટ કરી નાખ્યો.

રાત્રે જ્યારે સારાન આવે છે ત્યારે તેના આલિંગનમાં સમાઈને કહે છે, “ તમે ખુબ જ સારા છે. હું જ મુર્ખ હતી કે તમને સમજી જ ન શકી, મને માફ કરી દો. મારે તમને કંઈકં કહેવું છે કે મેં તમારાથી....”

અધવચ્ચેથી જ વાત અટકાવતાં સારાન તેના કપાળ પર ચુંબન કરી કહે છે, “ મારે કંઈ સાંભળવું નથી જાન.... સવારનો ભૂલો પડેલો માણસ સાંજે પાછો આવે તો ભૂલો પડેલો ના કહેવાય. ભૂલ તારા એકની નહોતી હું પણ મારા પ્રેમનો ઈઝહાર કરવાનું જ ભૂલી ગયો હતો. મે તારું દિલ દુભાવ્યું છે મને પણ માફ કરી દે.”

આઈ લવ યુ સારાન... લવ યુ સો મચ.......

લવ યુ ટુ માય જાન.

સારાનએ આમાનની વાત ના સાંભળીને જેનીકાને પોતાની નજરમાં પડતા બચાવી લીધી હતી. ક્યારેક ક્યારેક પ્રેમ જતાવવો જરૂરી છે જેથી લગ્નજીવનો આનંદ ભરપૂર રહે.

એકબીજામાં ખામીઓ શોધવા માટે અને ફરિયાદ કરવા માટે તો કદાચ આખું જીવન ઓછું પડે પણ એકબીજાનો અનમોલ પ્રેમ શું પુરતો નથી. ફરિયાદ ને અવગણવા માટે ?? ખુશી થી જીવન જીવો કોને ખબર બીજી વાર આ જીવન મળે કે ના મળે ! નાની-નાની વાતમાં છૂટાછેડા લેવાને બદલે સંબંધને સમજતા શીખો.