લવ ડાયરી krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ડાયરી

Love Diary

Krupa Bakori

પ્રેમની કસોટી

પાર્થ અને પ્રાચી બંને નાનપણથી જ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. બંને એકબીજાને એટલું ચાહતા કે ચાહતના દરિયા એમને ઓછા પડતા. એકમેક વિના તે એક પળ પણ તેઓ રહી શકતાં નહોતાં. જીવનમાં માત્ર અને માત્ર પેમથી તો પેટ ભરાય નહીં. બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યાં તો....

એક દિવસમાં વાત વાતમાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. એક વાતને લીધે બંને વચ્ચે તિરાડ પડી ગઈ.

પ્રાચી બોલી, “આ શું છે? તારા હાથ પર એક સફેદ... ટપકુ ચામડી પર છે તે શું છે ?”

“ મને તો કંઈ જ ખબર નથી, પ્રાચી ! ”

“ તને ખબર નથી તો કંઈક કર, એક વાર સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવી દે.”

“ અરે, જાન જવા દે ને આવી નાની-નાની બાબતમાં શું કોઈને બતાવવું.”

“ તું મારું માન અને કાલે જ બતાવી આવ........ મારી જીદ હું છોડીશ નહી જયાં સુધી તું નહી જા.”

“ ઓકે બાબા, એમ પણ તું મારું કાંઈ ચાલવા તો નહી દે.”

***

“ પ્રાચી, એ કોઈ સામન્ય દાગ નથી પરંતુ, એ તો કોઢ છે....”

આ બોલતાની સાથે જ પ્રાચીના ચહેરાનો રંગ ફીક્કો પડી ગયો. તેનું વિલાયેલું મોં પાર્થ જોઈ રહ્યો.

“ પણ, તું ચિંતા ના કર દવા આપી છે તો એનાથી સારૂ થઈ જાશે.”

તે તો અચાનક જ મૌન થઈ ગઈ. મૌનથી અકળાયેલી તે બોલી.

“ જો પ્રાર્થ હું તને ચાહું છું પરંતુ કોઢથી વિકૃત થઈ ગયેલા શરીરની કલ્પના કરતા ધ્રુજી ઊઠું છું. મને ખબર છે કોઢ ધીમે-ધીમે આખા શરીરને ગ્રસી લે છે. પ્રેમ એકબાજુ છે અને જીવનભરનો સાથ નીભાવવો અલગ બાબત છે. આવા દામ્પત્યજીવનનો તો હું સ્વપ્નેય વિચાર ન કરૂં.” એકી શ્વાસે નક્કી કરેલું બધું બોલી ગઈ.

“ જાન જો તારી સાથે થયું હોત તો મારો નિર્ણય આ ન હોત. પ્લીઝ સમજવાની કોશિષ કર.”

પ્રાર્થ કંઈ બોલે તે પહેલા તો તે અચાનક જ ચાલી ગઈ. પાર્થ એ તેને રોકી પણ નહીં.

***

10 year later

(Hotel… Pink love)

“ અરે પાર્થ, તું? પાર્થ મહેરા રાઈટ? ”

“ હા, તમે કોણ ??”

“ ઓહ, ભગવાન તું મને કેવી રીતે ભૂલી શકે? ”

“ હું પ્રા...ચી પ્રાચી”

“ ઓહ, હાઈ... અરે, તું ઉભી છો કેમ? બેસ ને...”

“ મને તો બધું જ યાદ આવી ગયું. તારો....”

પાર્થ વચ્ચેથી જ અટાકવતા કહ્યું, કે તારો ચહેરો... આ બધું શું છે? હું તો તને ઓળખી પણ ના શક્યો. સવાલો જ સવાલો હતા. દિમાગની બંધ પેટીમાંથી બધી જ યાદ સ્મૃતિ પર છવાઈ ગઈ હતી.

સવારમાં ઝાંખા-ઝાંખા અજવાળામાં મળવું.... દૂર.. દૂરનાં વૃક્ષોમાંથી આવતો પંખીનો કલરવ, આસોપાલવની ડાળે બેસી રહેતું ચહકતું બુલબુલ, રંગ ભરેલી પૂર્વ ક્ષિતિજ...

પ્રાચી બોલે તે પહેલા તો આંખોમાંથી આંસૂ સરી પડ્યા અને બોલી પ્લીઝ મને માફ કરી દે. તારા ગયા પછી હું રસોઈ કરતી હતી ત્યાં આગને લીધે મારું શરીર 80% જેટલું બળી ગયું. તેનાં પર પ્લાસ્ટીક સર્જરી થઈ પરંતુ ડાઘાઓ તો રહી જ ગયા. ડાઘાઓના કારણે કોઈ જ મારો ચહેરો જોવા રાજી નથી. કોઈ મારી સાથે લગ્ન કરવાં પણ તૈયાર નથી. જાણે, આજે આટલાં વર્ષોના અંતરાલ પછી તે મન મૂકીને રડી.

પ્લીઝ પ્રાચી, રડ નહીં. બધું સારું થઈ જાશે. ઓલ ઈઝ વેલ... જો મને ખબર જ હતી કે એક દિવસ જરૂર તું મારી પાસે આવીશ. મારા પ્રેમ પર મને પૂરો વિશ્વાસ હતો.

એટલે.....??? તે લગ્ન ન...થી.. ?

હા, પ્રાચી મેં લગ્ન નથી કર્યા. મને ખબર હતી તારા જેવી મને કોઈ જ મળવાની નથી એટલે જ તારી રાહ જોતો હતો. અને હા, તારે મારા કોઢથી વિકૃત થવાની જરૂર નથી એ તો સાદુ સ્કીન ડીસીઝ હતું. હું તો તારા પ્રેમની કસોટી કરતો હતો.

પ્રાચી તો સ્તબધ જોઈ અવાક્ જ થઈ ગઈ. તેના હાથ સામે નજર કરી તો ત્યાં કોઈ જ દાગ નહોતો.

સલામ છે તારા પ્રેમને.... પાર્થ ! મને માફ કરી દે. હું તારી ગુનેગાર છું. તારી લાગણી અને સંવેદનશીલતાને, તારા સમપર્ણભાવનાનો આભાર માનું છું. પણ, શાયદ હું તને નહી ગમું, મારા શરીર પરનાં ડાઘ.....

પ્રાચી હું તને પ્રેમ કરું છું, તારા શરીરને નહી. મેં હંમેશા તને જ પ્રેમ કર્યો. શું તું મારી સાથે લગ્ન કરીશ???

પ્રાચીની આંખ તો આંસૂથી ભરી આવ્યી. અને લગ્નની મૂક સંમતિથી બંને ચોધાર આંસૂએ રડ્યા.

જો બંને એકબીજાને પ્રેમ કરતા હોય તો નબળાઈઓ સ્વીકારીને અને કોઈ પણ સંજોગોમાં નિભાવી રાખવાની તૈયારી હોવી જોઈએ.

પ્રેમ

એક વખત ગરીબ પતિ-પત્ની બજારમાંથી પસાર થતાં હતાં. ત્યાં તો પતિને એક જુનુ સ્કુટર ખૂબ જ ગમી ગયું પણ એ સ્કુટરની કિંમત વધારે હતી જેથી તે લોકો ખરીદી શક્યા નહીં.

આ વાતને ઘણો સમય વીતી ગયો. આજે એમની એનિવર્સરીની તારીખ હતી. પત્નીએ નક્કી કર્યું હતું કે આજે તે પોતાનો નેકલેસ વેચીને પોતાના પતિને ગમતું સ્કુટર ખરીદી લેશે. તેને ખૂબ જ ગમતો નેકલેસ વેચીને સ્કુટર લીધું.

સાંજે જ્યારે પતિ ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ હરખાઈ ગઈ. તે સ્કુટર જોતા ખુશ ખુશ થઈ ગયો અને કહ્યું, હું પણ તારા માટે તારા પ્રિય જુમખા લઈ આવ્યો જે એક સમયે આપણે વેચી દિધા હતા. પતિએ કહ્યું જા, તું નેકલેસ લઈ આવ હું જાતે જ તને પુરા નેકલેસમાં જોવા માંગુ છું. પત્નીને આનાકાની કરતા જોઈ એ સમજી ગયો કે જરૂર એ નેકલેસ વેચીને સ્કુટર લઈ આવી હશે.

બંને પ્રેમથી ભેટી પડ્યાં અને ચોધાર આંસુએ રડ્યા. ત્યારબાદ પતિએ કહ્યું કે હું અત્યારે જ જઈને તે નેકલેસ લાવું છું. એ પુરા નેકલેસમાં હું તને આજે જ જોવા માંગુ છું. પત્નીને ઘણું સમજાવ્યું પણ તે કાંઈ જ ના સાંભળતા નેકલેસ લઈ આવે છે અને સ્કુટર દઈ આવે છે.

જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્નીને હાથેથી નેકલેસ અને જુમખાં પહેરાવે છે. ત્યારબાદ પતિ કહે છે કે સ્ત્રી તો ઘરની લક્ષ્મી કહેવાય. તે જ્યાં સુધી ખુશ ના હોય ત્યાં સુધી ઘરમાં ખુશી આવતી નથી અને વાત રહી સ્કુટરની તો તે આપણે જ્યારે જરૂર હશે ત્યારે લઈ લેશું અત્યારે તો તારા નેકલેસ અને તારી ખુશીની વધારે જરૂર હતી.

બંને પતિ-પત્ની ખુશી ખુશી રહે છે. ઘરમાં પૈસા નહોતા પરંતુ એકબીજાનો પ્રેમ ભરપૂર હતો. આ સંબંધ એટલે લગ્ન. આવો નિર્દોષ પ્રેમ બહુ ઓછા ને મળે છે.

વિશ્વાસ

લગ્નના પાંચ મહિના વીતી ગયા અને ઝલક અને આરાન રજા ગાળવા માટે નૈનીતાલ આવ્યાં હતાં. ત્યાંનુ હરુંફરું વાતાવરણ જોઈ બંને બહુ જ ખુશ હતા. જ્યારે બંને નૌકાવિહારનો આનંદ લેતા હતાં ત્યારે આરાનએ જોયું કે તેની હોડીની સાથે બાજુમાં જ એક હોડી ચાલતી હતી. તે હોડીમાં પણ જાણે નવાં નવાં જ પતિ-પત્ની હોય અને હનિમૂન માટે આવ્યાં હોય તેવું જ લાગતું હતું.

“ આઈ લવ યુ ઝલક તારા આવવાથી જાણે મારા જીવનમાં નવી જ રંગત આવી. હું બહું જ ખુશ છુ તારી સાથે.”

“ આઈ લવ યુ ટુ આરાન... તારા વગર તો મારી જીંદગી પણ અ‍ધૂરી જ છે. ” આ બોલતા તો જાણે તેના ગાલ ગુલાબી-ગુલાબી થઈ ગયા હતાં.”

આરાનએ સહેજ ઝૂકીને ઝલકના ગાલ પર સ્વીટ કિસ કરી. બીજી હોડીમાં બેઠેલા જોડાએ આ પ્રેમદ્રશ્યનું તાળીઓ પાડી સ્વાગત કર્યું. આ જોઈ ઝલકનો ચહેરો તો શરમથી લાલ જ થઈ ગયો.

“ હાઈ.... મારું નામ સર્વન અને આ છે મારી પત્ની નીલમ.”

“હું આરાન અને આ મારી પત્ની ઝલક. અમે મુંબઈથી આવ્યાં છીએ.”

કિનારે ઊતર્યા ત્યાં સુધીમાં તો ચારેય વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. હવે બધા સાથે જ ફરવા જતાં અને લંચ-ડિનર પણ સાથે જ લેતા. મિત્રતા સારી જામતા સર્વન પણ એ જ હોટલમાં શિફટ થઈ ગયો જ્યાં આરાન અને ઝલક હતા.

એક દિવસ જ્યારે આરાન સુતો હતો ત્યારે વહેલી સવારે તે આવ્યો અને કહ્યું, ઝલક તું અને આરાન મારી સાથે પહાડી સ્થળની સવાર જોવા આવશો તો મને ખૂબ ગમશે. નીલમ તો સૂતી છે તો હું તમારા બંને પાસે આવ્યો.

ઝલક એ આરાન સામે જોતા કહ્યું કે તે તો હજુ સૂતો છે તો એક કામ કરો આપણે બંને સાથે જઈએ. આ જવાબ સાંભળી સર્વન તો ખૂબ જ ખુશ થઈ ગયો.

આખા રસ્તે સર્વન પોતાની અને નીલમની વાતો કરતો હતો. કે તે કેટલો દુ:ખી છે અને નીલમ અને તેના બંનેની પસંદ-નાપસંદ અને શોખમાં કોઈ જ તાલમેલ નથી. મને સંગીત ગમે છે તો તેને ધમાલ અને મસ્તી ગમે છે. મને એકલું રહેવું ગમે છે જ્યારે તેને બધા જોડે હરવા-ફરવામાં આનંદ મળે છે.

બધા લોકોની બધી ઈચ્છા કયાં પૂરી થાય છે એમ કહી અધવચ્ચેથી જ વાતને બદલી નાખતા કહે છે કે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ સાચો હોવો જરૂરી છે. ક્યારેક-ક્યારેક તો ઝઘડો અને ગુસ્સો જ તે પ્રેમને મજબૂત કરે છે.

મને તો ઝલક એવું લાગે છે નીલમ કરતા તો તમે મને વધારે સમજી શકો છો. જો તમે મારી પત્ની હોય તો હું તમને ક્યારેય પણ દુ:ખી ના કરું હમેંશા ખુશ રાખું.

આ શબ્દોએ ઝલકને અંદરથી જ બેચેન બનાવી દિધી. આ પછીના દિવસોમાં તો ઝલકએ નોંધ્યું કે શર્મન તેના તરફ ખરાબ નજરથી જોવે છે. તેને હવે નૈનીતાલમાં પણ ગમતું નહોતું પણ, તે આરાનને કંઈ જ કહી ના શકી. એક દિવસ વહેલી સવારે સર્વન તેના રૂમમાં આવે છે તો આરાન સૂતો હતો અને તેને જે જોતું હતું તે મળી ગયું.

“ ઝલક, કાલે તો આપણે બધા અલગ થઈ જાશું તો હું તારા માટે એક ભેટ લાવ્યો. શું તું આ ભેટ સ્વીકારીશ?” આશા રાખીશ કે તું મને ક્યારેય ના ભૂલે.

“ હા, હા કેમ નહી ! જરૂર તમને યાદ રાખવા માટે આ ભેટ જરૂર હું સ્વીકારીશ.” ઝલક એ હસીને આ ભેટનો સ્વીકાર કર્યો.

***

થોડીક વાર બાદ જ્યારે સર્વન અને આરાન બહાર જાય છે ત્યારે ઝલક નીલમને મળવા જાય છે.

ઝલક નીલમને બાજુમાં બેસાડીને કહે છે, “ તારી સાથે થયેલી અચાનક મુલાકાત અમને હંમેશાં યાદ રહેશે.”

“ તમને ઝલકદીદી કહેવાનું મને ગમશે.” નીલમએ હસતા-હસતા કહ્યું.

તો તારા આ દીદીની ભેટનો સ્વીકાર કર. પછી પોતાના હાથેથી એ જ બોકસમાંથી રીંગ લઈ તેને પહેરાવે છે.

“પણ, દીદી આટલી કિંમતી ભેટનો સ્વીકાર હું ના કરી શકું”

નીલમ આખરે ઝલકની વાતો પાસે ઝૂકી ગઈ. અને ઝલકએ કહ્યું, “ભેટ આપવાની સાથે મારે તને એક ખાસ વાત કરવી છે, તારી જાણ બહાર પણ કશુંક થઈ રહ્યું છે જેની તને ખબર નથી. નીલમ મારા અને આરાન વચ્ચેની સમજણ ઘણી ઊંડી અને ગાઢ છે. પતિપત્ની કરતાં પણ વધારે ખાસ મિત્રો છીએ. જેને કોઈ બહારની વ્યકતિ તોડવાં છતા પણ તોડી શકતી નથી. પતિના ચારિત્ર્યમાં નબળાઈનો અંશ ના આવે એ આપણા પર છે તું સર્વનને સમજવાની કોશિશ કર. હજી કશું જ બગડ્યું નથી. જીવનમાં સંબંધોને ટકાવી રાખવા એકબીજાના ગમા-અણગમા સ્વીકારીને આગળ વધવું જોઈએ.”

“ દીદી હું તમારો આભાર....” બોલતાની જ સાથે તો તે તેને બાઝીને રડવા લાગી.

“નીલમ, તું ધીરજ રાખ બધું જ સારું થઈ જાશે.” કહીને હસતે મુખે વિદાઈ આપી.

***

“ આરાન મેં તમારાથી એક વાત છૂપાવ્યી છે. મને માફ કરી દો.”

“ ઝલક તારે મને કાંઈ જ કહેવાની જરૂર નથી. મને બધી જ ખબર છે. મને તારા પર વિશ્વાસ છે તું ક્યારેય ખોટું ના કરી શકે. વિશ્વાસના તાંતણે જ તો સંબંધ ટકી રહે છે. જ્યારે શર્મન આપણા રૂમમાં આવ્યો ત્યારે જ હું સમજી ગયો કે..... એટલે જ તું મને જલ્દી ઘરે જવાનું કહી રહી હતી. તારા જેવા તો કોઈ જ હોય જે બીજાના લગ્નજીવનને તૂટતા બચાવે છે. આઈ લવ યુ જાન..........”

“લવ યુ ટુ.....”