ઓહ નયનતારા
પ્રકરણ – 21
'પ્યાર કરે છે દુનિયા આજ !'
વાફાની આજની ગમગીની અને નયનતારાની મસ્તીના માહોલમાં બહાર નીકળીને ઘરે પહોંચીને સૂવાની તૈયારી કરું છું, કારણ કે આવતી કાલે અને રવિવારે બે દિવસ મેચ રમવાના હોવાથી ઉજાગરો કરવો નથી. પથારીમાં પડતાંની સાથે જ આંખો બીડાઈ જાય છે.
જે દિવસે મેચ હોય તે દિવસે પ્રેકટીસમાં છુટ્ટી હોય છે. સવારે આજે 'ફીશ એન્ડ ચિપ્સ'માંથી બધા માટે હું બ્રેકફાસ્ટ લઈ આવું છું. આ બે દિવસો મારા માટે બહુ મહત્વના હોય છે. મારો રમત પ્રત્યેનો પ્રેમ હંમેશા તણાવમાંથી મુકત રાખે છે. અહીંયા ઈંગ્લેન્ડમાં દસ વર્ષથી લઈ ત્રીસ, પાંત્રીસ વર્ષના છોકરાઓ અને છોકરીઓની સ્પોર્ટીલુક જોઈને તેના શરીર સૌષ્ઠવ પ્રત્યે ખરેખર અહોભાવ જાગે છે. જયારે આપણા હિન્દુસ્તાનમાં પુરુષો પચીસ વર્ષ પછી નોકરી કે ધંધામાં લાગી જાય છે પછી તેના શરીર પ્રત્યે બેદરકાર બની જાય છે અને છોકરીઓ પણ પરણી જાય પછી ચરબી સંગ્રહ કરવા લાગે છે. પણ 1990 પછી આખો ટ્રેન્ડ બદલાઈ ગયેલો જોવા મળે છે. ઠેર ઠેર આધુનિક જીમ ખુલી ગયા છે. છોકરાઓ અને છોકરીઓ પોતાના દેખાવ પ્રત્યે સભાન બનવાં લાગ્યાં છે અને આધુનિક ફેશનનાં વસ્ત્રો અપનાવવા ફરજિયાત તમારા બોડીને ચરબીમુકત કરવું પડે છે. મને વાફાનું નયનરમ્ય અને ચુસ્ત શરીર સૌષ્ઠવ નજર સમક્ષ આવવા લાગ્યું હતું. તેના ચહેરા પર શરારતી હાસ્ય ઊભરી આવ્યું હતું.
આજે રેડગેટ વિસ્તારની એક ટીમ સાથે મેચ છે, જેમાં ગોરાઓ, કાળાઓ અને આપણા હિન્દુસ્તાનીઓની મિશ્ર ટીમ છે. મજબૂત લાગતી ટીમની મિડલ ઑર્ડર લાઈન ભાંગી પડતાં સોળ રનથી અમો મેચ જીતી ગયા. બે વિકેટથી સંતોષ માનવો પડે છે અને બેટીંગ કરવાનો વારો પણ આવ્યો નહીં.
રવિવારનો દિવસ છે. આજની મેચ વેમ્બલીની ગુજરાતી ટીમ સામે છે. અહીંના નાના નાના સ્થાનિક કક્ષાએ રમતા ક્રિકેટરોને શનિ-રવિના બે દિવસ માફક છે. બાકીના પાંચ દિવસ નોકરી અને ધંધામાં પસાર થઈ જાય છે. આ મેચ અમોએ બહુ હળવાશથી લીધી હતી. ગુજરાતી હોવાથી હારજીતનું મહત્વ ઘટી ગયું હતું. પણ ગુજરાતીઓની સાંજની પાર્ટીમાં યજમાની કરીને દેખાડી દીધું કે ગુજરાતીઓની મહેમાનગતિ શા માટે વખણાય છે ? આપણા ગુજરાતીઓ કોઈપણ પ્રસંગમાં નાચવાનું બહાનું શોધી કાઢે છે. આ પાર્ટીમાં આપણા ગુજરાતી છોકરાઓનું બેન્ડ ખાસ અમારા કારણે બોલાવવામાં આવ્યું હતું. મદિરાનો પ્યાલો અધર છુએ અને પગને નશા ના ચડે તો આપણું હિન્દુસ્તાની સંગીત શા કામનું ? એક પછી એક આપણા ફિલ્મી ગીતોને આ ગુજરાતી બેન્ડે પોતાની ખાસ તર્જોથી નવી તાજગી બક્ષી હતી. દોઢ કલાક સુધી નાચવાનો કાર્યક્રમ ચાલે છે. ગુજરાતી છોકરીઓ જાણે લગ્નપ્રસંગમાં આવી હોય તે રીતે તૈયાર થઈ આવી હતી. આપણું સાડી કલ્ચર અહીં આવીને પણ ભૂલાણું નથી. ગુજરાતી જમણવારનું રાતનું વાળું (ડીનર) પતાવી અને ઘર તરફ અમારી ટીમ રવાના થાય છે. દિલમાં ફરી એક વાર ગુજરાત બહારની ઈંગ્લેન્ડની ગુજરાતી જાતિની મીઠી મહેમાનગતિની યાદ દબાવીને હૃદય ઉપર હાથ રાખી દીધો.
આજે ફરી કેશિનોમાં જવાનો કાર્યક્રમ છે. રાત્રીના સાડા અગિયાર વાગ્યે વિકટોરિયા કેશિનોની બદલે મિન્ટ નામના કેશિનોના પાર્કિગમાં ગાડી પાર્ક કરીને કેશિનોમાં પ્રવેશ કર્યો, એ જ રંગીન માહોલ, ટુ પીશમાં ફરતી લેડીઝ વેઇટ્રેશ, સિગારેટના ધુમાડા અને શરબોની માદક ખુશ્બો અને દરેક ટેબલ પર ઊભેલી ખૂબસૂરત ગોરી છોકરીઓ જોઈને આંખોને અગમ્ય ચેતનાની ક્ષણનો અહેસાસ કરાવે છે.
આ કેશિનોમાં પણ આરબો, ચીનાઓ અને આપણા હિન્દુસ્તાનીઓ જ દેખાતા હતા.ચીનાઓ અને હિન્દુસ્તાનીઓએ જમીનમાં વાવીને પૈસા લણ્યા છે અને આરબોએ વગર મહેનતે ધરતીને ફાડીને અંદર હાથ નાખીને પૈસા કાઢયા છે. જુગાર એક એવું ખાતું છે જે બ્લેક એન્ડ વ્હાઈટનો ભેદ જોયા વગર પૈસા અને માણસ એમ બન્નેને દિલથી સ્વીકાર કરે છે. એટલે જ આપણા ગુજરાતીઓને જુગાર પ્રત્યે પોતાનું ખાસ પોતીકું લાગણીનું બંધન છે. ખિસ્સામાં પડેલા લગભગ સાડા ત્રણ હજાર પાઉન્ડની નોટોમાં અંદરોઅંદર બહાર નીકળવાની હરીફાઈ જામી પડી હતી. અહીં મિન્ટ કેશિનોમાં એક નો-લિમિટ રૂલેટ ટેબલ પણ છે, એટલે હું તે ટેબલ તરફ ગયો. એક હજાર પાઉન્ડના વીસ પાઉન્ડ લેખે પચાસ લાઇલેક રંગના ટોકન લીધા, ચાર વાગ્યાની છેલ્લી સ્પ્રિન્ટ, ગોળ ફરતા નંબરો લખેલા કલાત્મક ફરતા કથરોટ જેવા ચક્કરમાં દડીને ગોરા ગોરા નાજુક હાથોની આંગળીઓથી ફેરવવામાં આવે છે. અગિયાર નંબરને ફરતે લાઈલેક રંગના ટોકનની રંગોળી પૂરવામાં આવી છે. લગભગ ચાલીસ-પિસ્તાલીસ ટોકન બચ્યા હતા તે બધા મૂકી દેવામાં આવ્યા હતા.
'ભાગ્યવાન ત્યાં ભૂત રળે છે' એ કહેવત આજે સાચી પડી હતી. કેશ કાઉન્ટર પરથી બાર હજાર આઠસો પાઉન્ડ લઈને ખિસ્સા ભરી દેવા આવ્યા. ગુજરાતી એટલે પૈસો અને પૈસો એટલે ગુજરાતી, બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. મારી નજર ટુ પીસ પહેરેલી ગોરી વેઈટ્રેશ પર પડી. બીજા જુગારીઓનું અનુકરણ કરતાં મેં પચાસ પાઉન્ડની એક નોટ બેવડી કરીને તેની બ્રાની અંદર નાખી દીધી. આંખો નચાવતા બોલી : 'થેંક યુ સર.' એટલે પેલી વેઈટ્રેશની હડપચી એક આંગળીઐથી ઊંચી કરીને કહ્યું : 'હેય...બેબી...નો થોંકસ...નો સર... આઈ એમ ગ્રેટ ગુજુસ. ' અને દિલફેંક હાસ્ય કરતી અમારા બધાના ચહેરા પર હાસ્યને રમતું મૂકીને કમર લચકાવતી ત્યાંથી ચાલતી પકડે છે. રેડ ટુ પીસ પર પડતી મારી આંખોને કોઈના હાથથી સ્પર્શ થતા નિરંજનભાઈનો ચહેરો મારી નજર સમક્ષ દેખાય છે, 'ચાલો બાના...ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે.'
ફરી પાછો સોમવારનો દિવસ છે. આજે પ્રવીણભાઈ લેસ્ટર ગયા હોવાથી અંડરગ્રાઉન્ડ રેલમાં બેકર સ્ટ્રીટ પહોંચવાનું છે. કિંગ્સબરી સ્ટેશનમાંથી અંડરગ્રાઉન્ડ રેલમાં બેસી જવાનું અને બેકરસ્ટ્રીટ સ્ટેશન વીસ મિનિટ પછી આવે એટલે ઉતરી જવાનું પણ મજાની વાત એ છે કે કિંગ્સબરી શરૂઆતી સ્ટેશન હોવાથી ડબ્બા ખાલી હોય છે, જયારે બેકર સ્ટ્રીટ સ્ટેશન આવે ત્યાં સુધીમાં તમારી આજુબાજુ ગોરી છોકરીઓનું સામ્રાજય જામી ગયું હોય છે. રંગબેરંગી વસ્ત્રો, ઉડતા સ્કાર્ફ અને મદમસ્ત ડિઓની ખુશબો તમારી મોર્નિગ સાચા અર્થમાં ગુડ ગુડ બનાવે છે. બાવીસ વર્ષની ઉંમરમાં યુવાની આંટો દેતી હોય ત્યારે આવું વાતાવરણ યુવાદિલને વધારે માફક આવતું હોય છે. આ ત્રણ મહિનાનું અનાયાસે આવેલું વેકેશન મારા માટે જાણે ધરતી પર સ્વર્ગ ઊતરી આવ્યું હોય તેવો રોમાંચ પેદા કરી દીધો હતો. અહીં ઈંગ્લેન્ડમાં કયાંક જનરલ ડાયરનું નામોનિશાન નજરે ચડતું નથી. અહીં તો બધે એડવિના માઉન્ટબેટનની પ્રકૃતિ સમી ગોરી મેડમોનું રાજ હતું અને મારા જેવા વેપારી માણસને નાછૂટકે ગુલાબોની ખુશબોની આદત પાડવી પડે છે. આવી ગુલામી કરવાનો આનંદ પણ આઝાદીનો રોમાંચ હતો. આજે ખબર પડી કે દરેક સ્ત્રીઓને ગુલાબનાં ફૂલો પ્રત્યે શા માટે આટલું આકર્ષણ રહેતું હશે ?
ઑફિસમાં પ્રવેશતાં જ ફિલિપીન ગુલાબ માઈકા પોતાની ગુલાબી હાસ્યથી મારું સ્વાગત કરે છે. આજનો સોમવાર મારા માટે ગુલાબી બનીને આવ્યો લાગે છે.
મારી ખુરશી સંભાળી અને ટેબલ પર બીલનો થપ્પો પડયો છે ત્યાં ધ્યાન દોરાય છે. એટલે હું સમજી ગયો કે વાફાની મહેરબાનીથી આજે મારે બે કલાક પહેલાં ખુરશી પરથી ઉઠવાનું નથી. કામ પ્રત્યે બેદરકારી મારી આદત ન હોવાથી ફટાફટ એક-એક બીલ સાથે પોર્ટ એન્ટ્રીની સ્લીપ અને અન્ય સંબંધી રિસિપ્ટ અલગ લગાડી બે કલાકનું લગભગ દોઢ કલાકમાં ખતમ કરી કૉફી મશીન તરફ રવાના થયો. આજે વાફા ડગલાસ સરની સેવામાં હતી, છતાં પણ મને કૉફી મશીન પાસે જોઈને પોતે પણ કૉફી પીવાના બહાને મારી પાસે આવે છે.
'હાય...બેબી ! તારું વિક એન્ડ કેવું ગયું ?' વાફાએ આંખોનું ત્રાટક કરતા મને પૂછયું.
'તારી કંપની હોય તો વિકના દરેક દિવસ મારા માટે વિક એન્ડની મજા જેવાહોય છે.' વાફાની સાવ અડોઅડ જઈને તેની આંખો સાથે આંખો મીલાવીને તેને કહું છું.
'ઓહ રીયલી...! તો આ વીકમાં વાફાની બદલે મારું બુકીંગ કરી લે.' અચાનક વચ્ચે ટપકતી ફિલિપીન માઈકા ડી'લાક્રુઝનો અવાજ સંભાળાય છે.
'વાફા ! આર યુ એગ્રી વિથ માઈકા ?' વાફા સામે જોઈને હસતાં હસતાં પૂછયું. એટલે વાફાએ માઈકાની સામે પોતાના બન્ને હાથના પંજાની આંગળીના નખ દેખાડી, આંખોમાં ખોટા ગુસ્સાના ભાવ લાવીને કહ્યું કે, 'કીલ યુ...લિટલ મંચ...!'
અમે ત્રણે એકીસાથે હસી પડયાં અને પોતપોતાની જગ્યા સંભાળી લીધી અને આજે માઈકાની મૌસમ અલગ રીતે ખીલી હોય તેવું લાગતું હતું. ફરી પાછા મારા ટેબલ પાસે આવે છે. બાજુની ખુરશીમાં બેસે છે. આજે મારે આ માઈકાના સવાલોના જવાબ આપવાની તૈયારી કરવી પડશે. માઈકા પોતાની વાત શરૂ કરે છે. માઈકા જીત દોશી નામના આપણા ગુજરાતી છોકરાને પ્રેમ કરે છે. અને તેની સાથે લગ્ન કરવા માગે છે. પણ જીતના મમ્મીને આ સંબંધ મંજૂર નથી. એટલે મને પૂછે છે કે 'જીતની મમ્મીને મનાવવા મારે શું કરવું જોઈએ ?' અને માઈકાને એવું લાગે છે કે જીત તેની મમ્મીની આ જીદ સામે બોલતા અચકાય છે. જયારે તેની બહેનના લવ મેરેજ એક કુલજીત નામના પંજાબી છોકરા સાથે થાય ત્યારે તેની મમ્મીએ રાજીખુશીથી આ સંબંધને મંજૂરી આપી હતી.
મરીઝની યાદ આવી ગઈ –
'ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.'
ફરીથી માઈકાનું બોલવાનું શરૂ થાય છે : 'બીજી તકલીફ એ છે કે જીતની મમ્મીને હું ઘરે આવજાવ કરું તેમાં અને જીત સાથે બહાર ફરું તેમાં કોઈ વાંધો નથી પણ જયારે લગ્નની વાત આવે છે એટલે તેનો ચહેરો બગડી જાય છે.'
હજુ તો મારા લગ્નનું ઠેકાણું નથી અને બીજાના લગ્નની છેડાછેડી બાંધવાની વાત જરા મને અજબ લાગી. આવી તે કાંઈ મજાક હોતી હશે કુંવારા માણસો સાથે ? પણ જે હોય તે કર્મ કર્યા રાખો. ફળની આશા રાખ્યા વિના કામ કરવાનું. જોઈએ હવે શું થાય છે? માઈકાને જીત મળે છે કે જીતને માઈકા ?
એટલે માઈકાને મેં કહ્યું : 'એક દિવસનો સમય મને આપવો પડશે. કંઈક રસ્તો મળી જશે.
આ દરમિયાન જયારે જયારે મારી નજર ડગલાસ સાહેબ પાસે બેઠેલી વાફા પર પડતી હતી, ત્યારે અનાયાસે તેની નજર અમારા બન્ને પર મંડાયેલી હતી.
ઑફિસ છૂટવાનો સમય છે. એક પછી એક બધા ઑફિસની બહાર નીકળે છે. વાફા જેવી બહાર નીકળે છે ત્યારે તેની પાસે જઈને કહ્યું કે, 'મારે તારી સાથે આવવું છે.'
'આજે માઈકા સાથે ચાલ્યો જજે.' વાફા મોં ફુલાવીને જવાબ આપે છે.
આ સાંભળીને ઈશ્વરે બનાવેલી સ્ત્રીની નબળાઈ નજર સામે છતી થઈ ગઈ હતી. વાફાને માઈકાની કરમકથની સંભળાવી એટલે મારા ઉપર મહેરબાન થઈ અને તેની કારમાં લિફટ મળી ગઈ.
વાફા તેની કારને એક સુપરમાર્કેટ પાસે પાર્ક કરે છે અને મને હુકમ કરે છે, 'ચાલો મારી સાથે. તારે રાત્રીનું ડીનર લેવું હોય તો મને સામાનની ખરીદીમાં મદદ કરવી પડશે, નહીંતર તારે ભૂખ્યું રહેવાનું છે.'
વાફાનું આ અરબી દાવત આપવાનું કાર્ય મને રહસ્યમય લાગ્યું. નાછૂટકે લગ્નજીવનની પળોજણમાં લગ્ન પહેલાં પડવું પડે છે.
'ઓહ બાપ રે...! આ એક છોકરીએ આઠ દિવસનું રસોડું થઈ જાય તેટલા સામાનની ખરીદી કરી આખી કારને શાક માર્કેટ અને મટન માર્કેટ જેવી બનાવી નાખી.'
'તારે મને કાયમી માટે તારા ઘરમાં આશરો આપવાનો પ્લાન બનાવ્યો છે ?'
' ના એવી વાત નથી, પણ તને અડધી રાતે ભૂખ લાગે ત્યારે મારા ઘરમાં ખાવાલાયક વસ્તુ હોવી જોઈએ, એટલે તું ભૂખ્યો રહે નહીં.' વાફા સામાનને ફ્રીજમાં ગોઠવતા જવાબ આપે છે.
'અડધી રાત્રે જમવા સિવાય બીજી ભૂખ લાગે તો?'
'તો મને ખાઈ જવાની એટલે તારી ભૂખ મટી જશે અને તું તો નોનવેજ ખાય છે; એટલે મને ખાઈ જવામાં તને કોઈ પ્રોબ્લેમ થશે નહીં.' ફટાફટ સામાન ગોઠવતી જાય છે અને જવાબ આપતી જાય છે.
સામાનની ગોઠવણી સમાપ્ત થતાં મને હાશકારો થાય છે. આ વાફાને નહાવા જવાની બહુ ખરાબ આદત પડી છે. પોતાનું સ્નાન કાર્ય પતાવી બહાર આવે છે ત્યારે બિયરની બદલે વ્હીસ્કીની બૉટલ અને બે ખાલી ગ્લાસ તેના હાથમાં છે અને મને હુકમ કરે છે, 'આઈશને ફ્રિજમાંથી કાઢી આપવાની જવાબદારી તારી છે.'
'ગમ્મતનો કરીએ ગુલાલ' એટલે આ કામ કરવું મને ખૂબ ગમ્યું હતું. આજે વ્હીસ્કી અને વાફા એવી સ્કોટી અને અરબી બે સ્ત્રીઓ સાથે ડબલ રોમાન્સની મજા માણવાની છે. વાફા તેના હાથથી વ્હીસ્કીમાં આઈશ અને થોડું ટૉનિક વૉટર ઉમેરીને મારી તરફ હાથ લંબાવે છે ત્યારે તેનો આસ્યપવન મારા નાક સુધી પહોંચે છે.
'જન્નતે ફિરદૌસ' ની ખુશ્બો અહીં લંડન સુધી પહોંચી આવી એવું લાગ્યું. વાફાનું આજનું સ્નાનાદિ સૌંદર્ય મને વાચામ્ અગોચર લાગ્યું.
(વાચામૂ અગોચર = વર્ણવી ન શકાય તેવું)
(આસ્ય પવન = મુખનો પવન)
આજે મને ખબર હતી કે આજનો દિવસ મારા માટે ગુલાબી છે. આ અરબી સુંદરીની એક આદત બહુ ખરાબ છે. સ્નાન કર્યા પછી પોતાના ભીના વાળમાંથી જાણી જોઈને મારા પર પાણીના ફોરા ફેંકે છે.
અધૂરામાં પૂરું આજની લંડનની સાંજમાં ઠંડીનો ચમકારો હતો જે કાંઈ ગેબી સૂચન સમું લાગતું હતું. નયનતારાનો આગ્રહ છતાં અક્ષત રાખવાની ભાવના અને જાણવા છતાં અજાણ્યા હોવાનો ઢોંગ કે પુરુષની નબળાઈ કે સંસ્કૃતિનું બદલવું કે પુરાતન ઈતિહાસ કે નવું જાણવાની ઘેલછા કે સૌંદર્યની પરિભાષા સમજવાની ઈચ્છા; આમાંનું કયું તત્વ વાફા તરફ મને ખેંચે છે તે મને હજુ સુધી સમજમાં આવતું નથી.
'કેમ શાંત બેઠો છે ? કોઈની યાદ આવે છે ?' વાફા શાંત સ્વરે મને પૂછે છે અને મારા ગ્લાસમાં ત્રીજો પેગ ભરે છે.
'ના ! નયનતારા અને તારી સરખામણી કરું છું.'
'તું સરખામણી ખોટી કરે છે. થોડા દિવસો પછી તું ઈંગ્લેન્ડ છોડીને ચાલ્યો જવાનો છે અને હું મારા કામમાં લાગી જવાની છું. મને ફકત એક દોસ્ત સમજવાની છે. મને બંધનો ગમતાં નથી અને નયનતારા તારી જિંદગી છે. તેને તારી જિંદગીની જેમ પ્રેમ કરે છે, જયારે તું જશે તો થોડું દુઃખ થશે, પણ હવે મને આદત પડી ગઈ છે પણ તું શા માટે દુઃખી થાય છે ?'
હું ઊભો થઈને વાફાની બાજુમાં બેસું છું. તેનો હાથ મારા હાથમાં લઈને દબાવીને કહું છું, 'છતાં પણ મને એવું લાગે છે કે હું તારી સાથે બેઈમાની કરું છું."
'આ વિચાર નહીં કરવાનો. તારું ડ્રિંકસ પૂરું કર, લેટ્સ ઈન્જોય માય કોપરમેન, સ્માઈલ પ્લીઝ બેબી...!'
અમારા બન્નેના ચાર પેગ પૂરા થયા છે અને પાંચમો પેગ ચાલુ છે. અંધારું ઊતરી આવ્યું છે. વાફાના ડ્રાઈંગ રૂમમાં આછો પ્રકાશ રેલાય છે. ફકત લાંબું વ્હાઈટ ટી-શર્ટ પહેરેલી વાફાની કાયામાં વ્હીસ્કીનો નશો વર્તાય છે. થોડી થોડી વારે આળસ મરડીને અંગોમાં ચેતના ભરે છે. આ મનભાવક દ્શ્યો ફરીથી મને શૃંગારરસના જમાનામાં પાછા ફરવા મજબૂર બનાવે છે.
'સે સમથીંગ એન્ડ મેક મી...?' નજર સમક્ષ ઝગારા મારતું એક રોશનીનું કિરણ વાફાની આંખોમાં દેખાય છે.
'શું કહું તને હવે ? કાંઈ કહેવા જેવું બચ્યું નથી અને જે કાંઈ બચ્યું હતું તે તારામાં ખર્ચી નાખ્યું છે.' વાફાને મેકઓવર કરતા બોલ્યો.
'ઓહ રિયલી...! ધેટૂસ માય બેબી.' વાફા હવે રૂપ બદલે છે.
અમારા બન્નેના ખોળિયાં હવે પુરાતનકાળમાં સરી પડયાં છે.
'સંસાર તવ પર્યન્તપદવી ન દ્રીયસિ
અન્તરા દુસ્તરા ન સ્યુર્યદિ તે મદિરેક્ષણા'
('હે સંસાર ! તારી વચ્ચે શરાબી આંખોવાળી સુંદરી ના હોય તો તને પાર પામવાનું સ્થાન દૂર નથી.')
બાવીસ વર્ષની ઉંમરે સાત સમંદર પાર કરીને આવ્યો છું. સંસારને પાર તો મારા અસ્થિકુંભ કરશે અને અનંત આકાશમાં તારાઓની જેમ ચમકીને ગગનને સુંદરતા બક્ષતા હશે.
વાફાના ઘરની બારીમાંથી આજે લંડનનું આકાશ સ્વચ્છ દેખાતું હતું અને ચંદ્રમા સોળે કળાએ ખીલીને વારંવાર બારી વાટે અમારી તરફ નીરખીને જોવાનો આનંદ લઈને પોતાની ચાંદનીને મદહોશ બનાવીને ધરતી પર રેલાવતો હતો.
ફરી પાછો આઈશ ખતમ થતા છઠ્ઠો પેગ ભરવામાં વિલંબ થાય છે. વાફાનો ફરીથી હુકમ થાય છે અને ફ્રીજમાંથી આઈસ કાઢી લાવું છું.
અડધો પેગ અમો બન્નેએ ખતમ કરી બંનેના અધૂરા ગ્લાસ સાઈડના ટેબલ પર મૂકયાં અને વાફાની કામણગારી કાયા આ નશામાં મદમસ્ત બનેલા તેના આશિકરૂપી ગુલામ બનેલા વેપારીને પોતાની માયાજાળમાં ફસાવવાની પૂરેપૂરી તૈયારીરૂપે તેના પર આક્રમણ કરે છે.
'સત પ્રદિયે સત્યગ્નૌ સત્સુ તારામણીન્દુષુ
વિના મે મૃગશાવાક્ષ્યા તમો ભૂતમિંદંજગત્'
(દીપક હોવા છતાં, અગ્નિ હોવા છતાં તેમ જ તારાઓ, મણિઓ અને ચંદ્ર હોવા છતાં મૃગબાળના જેવા નયનોવાળી મારી પ્રિયતમા વિના આ જગત મારા માટે અંધકારમય છે. )
હે અરબીસુંદરી તારી કાયાના કામણથી આ વેપારીને વિચલિત ના કર. હું તો પ્રેમનો જથ્થાબંધ વેપારીછું અને મારા પ્રેમની એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડીલર નયનતારા છે. શા માટે રિટેઈલ વેપારની લાલચ આપીને આ વેપારીના અલ્પ પ્રેમની માગણી કરે છે ? તારી પહેલીવારની માગણી છે એટલે તારી આ નાનકડી ઑફર કબૂલ કરું છું પણ તારી જીદ ખાતર આ થોડો પ્રેમ બીલ બનાવ્યા વગર બારોબાર વેચું છું અને એક વાતનો ખાસ ખ્યાલ રાખજે આ વાત આપણાં બન્નેની વચ્ચે રહે અને બીજા કોઈના કાને આ વાત પહોંચવી ના જોઈએ.'
'મને આજ સુધી કયાંય પણ તારા જેવો શુદ્ર પ્રેમ મળ્યો નથી. આથોડો પ્રેમ પણ જિંદગીભર સાચવી રાખીશ જયારે તારી યાદ આવશે ત્યારે આ પ્રેમનું નાનકડું ગિફટ પેક જોઈને અને તારા પ્રેમનો સાક્ષાત્કાર હું અનુભવી લઈશ.'
વાફાની અને મારી આંખોના સંવાદો પૂરા થયા છે. કરની કમાલ થકી આ હિન્દુ પુરુષની ભુજાઓમાં ધૂંધવાતો અરબી સમુદ્ર શાંત થઈને દબાતો પડયો છે. આજે આ અરબી સમુદ્રે પોતાની ખારાશ છોડીને નદીઓની મીઠાશ અપનાવી છે.
પણ આજે ઊલટું થયું છે. આ હિન્દુ પુરુષની કાયામાં હિન્દી મહાસાગરના મોજાંઓ ઉછળે છે. ઉછળી ઉછળીને નદી જેવી લાગતી વાફા પર છાલકો ઉડાડે છે. આ છાંટણાંઓ વર્ષારાણીના કામુક રસાયણો જેવા છાંટણાંનું કામ કરે છે. જુલાઈ મહિનામાં લંડનમાં વર્ષારાણી અરબીસુંદરી વાફાની કાયાને પોતાના કામુક છાંટણાઓના રસાયણોથી ભીંજવે છે અને આ અરબીસુંદરી બેકાબૂ બને છે.
યુધ્ધનાદ થાય ને વીરાંગના ઘોડા પર છલાંગ મારે તેવી જ રીતે વાફા આજે વીરાંગનાની સમી લાગતી હતી. જયારે મારા પદરૂપી અશ્વો પર સવારી કરતી હતી. સફેદ ટી-શર્ટ ઉતારતી વખતે આરસની મૂર્તિનું અનાવરણ થતું હોય તેવું દ્શ્ય નજર સમક્ષ રચાતું હતું. આવી ખૂબસૂરત કાયાનું વર્ણન કરવા કઈ ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો તે સમજમાં આવતું નથી અને કાલિદાસનું મેધદૂત આવે છે:
'શાંત સ્વાદો વિવૃતજધના કો વિહતુ સમથઁ:'
('એકવાર જાતીય સુખનો સ્વાદ ચાખ્યા પછી તો માણવાની તક અને સંજોગો અનુકૂળ હોય તો કોણ તરછોડી શકે ?')
'તુમ મધુકર અમ કેતકી ભલો બન્યો સંજોગ !
કટદોષ વિચારીએ તો કૈસે બને રસભોગ ?
'હે હિન્દુપુરુષ શા માટે વિચાર કરે છે ? અરબીસુંદરીના દેહમાં કાંટા નજરે પડે છે કે આજે આ બગીચામાં ફૂલો નજરે પડતાં નથી ? કાંઈક તો બોલ તું... કેમ કરી મનાવું તનેઓ તારું આ મૌનસ્વરૂપ મારા દેહની જવાળાને ઠારે છે.'
'ના અરબીસુંદરી...! આવા વિચારો શા માટે કરે છે ? આ તો આકાશે ઉડવા પહેલા શ્વાસ ભરું છું. ઊંચી ઉડાન ભરતા પહેલા શરીરમાં હવા ભરવી પડશે અને તારે કાયાનો ભાર પણ ઉપાડવો પડશે. આવું બાવરાપણું અને રઘવાટ રોકી રાખવા જ સારા છે.'
ઇતિહાસની યાદ છવાય છે. જે રીતે અરબસ્તાનથી ધાડેધાડા એશિયા અને યુરોપખંડને ધમરોળવા નીકળી પડેલા અરબી ખલિફાના ઘોડાઓ ધૂળના ગોટા ઉડાડતા અને ઢાલ અને ભાલાની નોકના ચમકારા મારતા પારકી ભૂમિ પર પ્રવેશતા જ દૂરથી ભાલાનો ઘા કરીને પારકી જમીનને ભાલાની નોકથી વીંધી નાખે છે.
આ જ રીતે આ 'કોપરમેન' ધ હિન્દુ વોરિયરે અરબીસુંદરી પર હુમલો કરી નાખ્યો અને આ અરબીસુંદરી ભાલાથી વીંધાઈ ગઈ હોય તેમ ચિત્કારી ઊઠી અને દર્દથી કણસીને બોલી, ' હે હિન્દુપુરુષ, આ મારગ નથી સુરાનો, આ મારગ છે પ્રેમનો. તોય કેમ આટલો અધીરો બનીને પ્રેમ કરવાની કળા ભૂલીને યુધ્દ કરવાના માર્ગે ચડી ગયો ? એકવાર તેં મને મોકો આપ્યો હોય તો સામે ચાલીને આ સૌંદર્ય તારા ચરણોમાં ધરી દેત. ઈતિહાસ ભૂલી જા, દુશ્મની મીટાવી દે. આ અરબસ્તાનની રેતી તારી પથારી બનવા તરસે છે. આ રેતીની પથારીની મુલાયમતા તને હિન્દુસ્તાનમાં પણ નસીબ નહીં મળે.'
જમીન પર પડેલી મારી કાયા અને મારી આંખો સામે ડોલતી વાફાના દેહ લાલિત્યની નયનરમ્ય લચકો, આંબાડાળે ઝૂલતી પૂર્ણ કેરીઓ સમા પયાધરો જોઈને શરીરને વજનની અસર નથી થતી.
'સેવ્યા નિતમ્બા કમુ ભુધરાણામુતસ્મરસ્મેરવિલાસિનીનામ્'
(જગતમાં પર્વતના નિતંબો જ સેવવા જેવા છે કે સુંદર સ્મિત કરતી સુંદરીઓના નિતમ્બો પણ સેવવા જેવા છે.)
આજે લંડન શહેરની શીતળ ચાંદનીમાં એક ધવલ દેહી અરબીસુંદરી અને હિન્દુસ્તાની તામ્રવર્ણ પુરુષના ચમકતા દેહોમાંથી ચંદ્રમાની ચાંદની પરિવર્તિત થાય છે. આથી ચંદ્રમાને ગુસ્સા આવે છે જે હિન્દુ પુરુષથી સહન થતો નથી અને આ હિન્દુ પુરુષનું ખોળિયું સાગર ખેડનાર સૌદાગરનું બને છે.
ચંદ્રમાને કહે છે, 'હે ચંદ્રમા, તારી ચાંદનીની કિંમત એકવાર બોલ, તારી ચાંદનીનો સોદો કરી આ અરબીસુંદરીને ભેટ ચડાવી દઉ.'
ચંદ્રમા નિરાશ થઈને વાદળો પાછળ છુપાય જાય છે, ચંદ્રમા પણ દેદીપ્યમાન નઝરો જોવાનો મોહ છોડી શકતા નથી માટે થોડી થોડી વારે વાદળોમાંથી ડોકિયાં કર્યા રાખે છે.
વાફા આજે મારી ભકિતમાં લીન થઈ ગઈ હોય તેમ આંખોને બંધ કરીને કોઈ મધુર ગીત કાનમાં પડતું હોય ને અને તેના સંગીતના તાલે આમથી તેમ ડોલતી હોય તેવું તેવું લાગે છે. વનદેવી જેવી લાગતી વાફા માણીગરની કલ્પના આંખોમાં લઈને શરીરમાં દેવીશકિતનો અથવા ગેબી કાયાનો પ્રવેશ થયો હોય તેમ ધીમાધીમા અવાજ મોં વાટે નીકળે છે. આ ધ્વનિનો અર્થ મને સમજાતો નથી.
રહી રહીને સમજમાં આવે છે. આ તો કામદેવને રીઝવવાનું ગીત જે અને આ ગીતમાં ગુલતાન થઈને મને કામદેવ સમજીને ભજવા લાગી છે. આ ભોળી નારીઓ ઠેઠ લંડન પહોંચી ગઈ તેવું લાગ્યું. મનમાં ને મનમાં મુસ્કરાઉં છું.
મનપસંદ પુરુષને પામવા કેવા કેવા નારીચરિત્ર જોવા આજ,
હે વરણાની વેપારી આવા તે વેપાર છોડ આજ,
સાત સમંદર પાર કરવા સહેલા છે આજ
આ તો ભવસાગર છે, તારે કાજ, હજી તો લાંબી છે મજલ ની કાપ
મોહ માયા ને આસકિતને છોડ આજ, શૃંગારરસનું પછી કરી લેજે પાન,
પકડી લે જે ઘરની વાટ, તારા જન્મારાની લાંબી છે વાટ,
પ્રાર્થના ભૂલીને ઈબાદતને કાજ, તારી કાયા ને તારી માયા કરશે પરલોક તણી વાટ,
સમજાવ્યા તે ના સમજે આ માણસની જાત પછી કરી લેજે ગીતને ગુલતાન,
ઝાંઝવાનાં જળ તારે કાજે નથી આજ, સમુદ્રનાં જળ નથી તારે વાજ,
કરી લે કરી લે પ્રિયાનો પોકાર, દે આલિંગન ને કરી લે પ્યાર, આ જ છે ભવસાગરનો સાર,
પ્રીતને પિયુ છે તારે કાજ અને પાનેતર ભૂલી જાય છે આજ?
આ જન્મારો છે ચોરાસી અવતાર બાદ, નહીં આવે આવા મોકા વારંવાર,
ગમતાનો કરીએ ગુલાલ આજ, નદી આવી છે તારા મુખને પાસ,
તૃપ્તિનો અહેસાસ કરી લેજે આજ, મયખાનું છે તારે કાજ, ભરી ભરી લે જામને આજ,
આંખો પ્યાસી છે તારી સાકીને માટે, હોઠો તરસ્યા છે જામને કાજ,
કરી લે મસ્તી આજે બે બે વાર, કોઈની સોનેરી લટ ને કોઈની કાળી લટ,
કોઈનું રૂપેરી મુખ ને કોઈનું ગુલાબી મુખ, તારે કાજે છે સઘળું આજ,
સંભળાય છે તને પ્રિયતમાની તૃપ્તિનો સાદ, જોયું ને કેવું મુખડું મલકાય છે તારું આજ,
તારું વેપારી સત્ય સાચું છે બાપ, છોડી દે સંસાર ત્યાગવાની વાત,
સાંભળે છે કેટલાયના સાદ પ્યાર કરે છે તને દુનિયા આજ.'