ઓહ ! નયનતારા - પ્રકરણ – 9 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - પ્રકરણ – 9

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 9


આંખ અને કાનનાં ગૂઢ રહસ્યો


શશાંક કહે છે : 'શેઠજી, ફૂલને નચાવવાનો શોખ પૂરો કરવાનો છે કે નહીં...?'


'તમે બધા રજા આપો તો ફૂલની સાથે નાચવાનો મોકો મળી જાય.'


ચેતના કહે છે : 'લગ્ન પહેલા બધી મજા કરી લે પછી આખી જિંદગી. આ નાગરાણીની મોરલી ઉપર તારે નાચવાનું છે !'


જતા જતા કુટ્ટીને ધમકી આપું છું : એઈ કુટ્ટીડા...? જબ મેં સાઉથ હિરોઇન કે સાથ ડાન્સ કરું તબ આખે બંધ કરકે દૂર હો જાના.'


બધા મિત્રો હસી પડયા. અને હું નયનતારાને લેવા મહિલા મંડળ તરફ રવાના થયો. અને નયનતારાને મારી સાથે આવવાનો ઈશારો કરું છું.


શશાંકની પત્ની બોલી : 'શેઠ, તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા, અમારી નાગરની પુત્રીને ફોસલાવી અને સીધાસાદા નાગરનો ફાયદો લેવા સારું ના કહેવાય.'


શશાંકની પત્ની કાવેરીની મજાક ઉડાવતા બોલ્યો : 'ચંદ્રચકોરીભાભી...! તમે નયનતારા પહેલા નજરે પડયા હોત તો શશાંક બિચારા કુંવારો આંટા દેતો હોત.'


મહિલા મંડળના તમામ સભ્યો હસી પડે છે. હું અને નયનતારા એકબીજાની આંખોમાં જોતા જોતા ડાન્સ ફલોર તરફ રવાના થયા.


ડાન્સ ફલોરનો રંગીન માહોલ, ઝગમગાતી રોશની અને હજારો વોટની સાઉન્ડ સિસ્ટમમાંથી વહેતી ઇંગ્લીશ ધૂનોનો પ્રવાહ, યુવાન અને યુવતીઓની દિલની ધડકનો ધોંધાટીયા સંગીતમાં ખોવાઈ ગઈ હતી. નયનતારા ડાન્સ ફલોરની વચ્ચે મારો હાથ ખેંચીને લઈ જાય છે. 'મીઠું, નાચવા માટે પણ વિચાર કરવો પડે છે ?' આમ કહીને મારા ગળા ફરતે હાથ વીંટાળે છે.


નયનતારાની ખૂબસૂરતી આજે સફેદ રંગની ટીકીવાળી સાડીમાં હિન્દુસ્તાની સૌંદર્યની શાશ્વત નિષ્કંલક લાગતી હતી. પ્રિયાએ તેને આજે સફેદ રંગની બિંદી લગાવી આપી હતી. ઘુઘરાળી લટો નયનતારાના નાચતા શરીર સાથે તાલ મિલાવતી હતી. જેમ જેમ લટો નાચતી જતી હતી તેમ મારી નસોમાં ખૂનનો પ્રવાહ વધઘટ થતો હતો. મારી નજર નયનતારાના લો-કટ બ્લાઉઝમાંથી દેખાતી મારી ભવિષ્યના પનારગાહની ઝાંખી કરતી હતી. ખેંચાયેલી ત્વચાથી બનેલી નયનતારાની કમર સૌંદર્ય સાબુન બનવાની મારી ઇચ્છાને માન આપતી હતી ! ખૂબસૂરતીની કિલ્લાબંધીમાં ગુલામ બનીને તનતોડ મહેનત કરવાની ઈચ્છા થાય છે ! સૌંદર્ય સાબુનની જેમ મારા હાથ નયનતારાની કમર ફરતે વિંટળાય છે. મારી સાથે ભીંસાઈને પોતાના ડીઓની અસર મારા નાકમાં છોડે છે.

સંગીતનો તાલ બદલે છે. ફાસ્ટ મયુઝીક રેલાય છે. જવાની અને જોબન આજે દિલ તોડીને નાચે છે. ખૂબસૂરત લલનાઓની ઝાંખી, ઉડતા જીશ્મો, ખિલતા જીશ્મો તનને કાયર બનાવે તેવા અંગમરોડના તાલે આજે સંગીત ખુદ જવાનીનાં તાલે નાચતું હતું.

માહોલ ઈન્કલાબી બને છે. હિન્દુસ્તાની યુવાપેઢી આધુનિકતાનાં આગમન સાથે છાકટી થઈને છાપરે ચડીને એકવીસમી સદીને લલકારતી હતી. એકવીસમી સદીને કાન ફાડી નાખે તેવા અવાજે વીસમી સદીના છેલ્લા દસકાના જુવાન દિલોની ધડકન, તન તોડી તોડી નાખનારા સંગીતના તાલો,
ધુમ્રસેરની વલયો, અત્તરોનાં મઘમઘાટ, ચુસ્ત મખમલી શરીરો, ઉછળતી હાંફતી છાતીઓ, પુરુષોની આગોશમાં છુપાય જતી લલનાઓ, આ બધા એકીસાથે પોકારતા હતા.

'અમારી આધુનિકતાની અમૂલ્ય વિરાસત જે અમારી મિલકત છે, જેનો વારસો એકવીસમી સદીના યુવાનોને આપવા બેતાબ છીએ !'


નયનતારાને તો બસ આટલું જોઈતું હતું. આવા વાતાવરણમાં નયનતારા પોતાની જવાનીની દોલતનો જુગાર ખેલવા આદી બનેલી છે અને મારા એકલા સાથે જ આ જુગાર રમે છે !


યુવતીઓ નાચે છે, ઉછળે છે, અંગપ્રદર્શનની વ્યાખ્યા બદલાય છે. ઉછળતા જોબન, ઉડતી ચૂનરીઓ, લહેરાતી સાડીઓના પાલવો આ બધાની વચ્ચે આંખોને ઠંડક પહોંચાડે તેવું સંગેમરમરી સૌંદર્યનું રસપાન થતું હતું. યુવતીઓનાં તન અને મન જવાનીનાં જાદુમાં વશીકરણ થઈ ગયાં હતાં, જવાનીના પડાદાઓ આંખોમાં ઢંકાય ગયા હતા. યુવતીઓ જાણીજોઈને છાકટી બની હતી કે મદહોશીના આલમમાં બેખ્યાલી બની ગઇ હતી ? જે હોય તે ! પુરુષો માટે સ્વર્ગની કલ્પના આવી જ હોઈ શકે ! કારણ કે મને પણ આ દ્રશ્ય જોઈને સ્વર્ગીય આનંદનો અનુભવ થતો હતો.


નયનતારા મસ્તીના આકાશમાં તારાઓની જેમ ચમકતી હતી અને લૂટવા આવી હોય તેવી રીતે તેની આંખો તારાઓની જેમ ચમકતી હતી. મારામાં રહેલું પુરુષાતન આ જાનલેવા હુશ્ન સામે ફના થવા માગતું હતું.
અચાનક નયનતારાને તેનો હાથ પકડીને મારા તરફ ખેંચું છું અને મારા શરીર સાથે તેને સખતાઈથી દબાવું છું. તેની કમર ફરતે હાથ વિંટાળીને વધુ જોર કરું છું પણ ઊલટાનું નયનતારા ખુદ જોર અજમાઈશ કરવા લાગી હતી. મારા શરીરમાં ઝણઝણાટી થવા લાગી. વીજળીની જેમ તેજલિસોટો મારા શરીરમાંથી પસાર થઈ ગયો.


નયનતારાને તો આટલું જોઈતું હતું. આવા માહોલમાં એ મારા માટે પાગલ થયેલી સ્ત્રી જેવી લાગતી હતી !
દોઢ કલાકનો સમય વીતી જાય છે. થકાન મહેસુસ થતા ડાન્સ ફલોરની પાછળની બાજુ થોડે દૂર જયાં એકલતા, નિરવતા અને શાંતિનો સંગમ હતો ત્યાં જઈને મખમલી લોન પર લંબાવી દીધું. નયનતારા પર આરામ કરવામાં મૂડમાં હોવાથી એ પણ મારા શરીરના ટેકે માથું રાખી થકાવટ દૂર કરે છે.


'તને મારું બદલાયેલું રૂપ ગમ્યું ?' નયનતારા આરામની મુદ્રામાં શાસ્ત્રોકત ચર્ચાનો આરંભ કરે છે.

'પોર્ટુગિઝ છોકરી જેવી લાગેછે અને પ્રિયાને થેંકયુ કહેવું પડશે.'


'લગ્ન પછી તું સાડી પહેરવાનો આગ્રહ રાખશે કે ફોર્મલ ડ્રેસ ચલાવશે ?' નયનતારા હવે સામાજિક ઝાલર ગૂંથવાની તૈયારી કરે છે.


'મને હમેશા સાડી પહેરેલી સ્ત્રીઓ ગમે છે અને પરણ્યા પછી સ્ત્રીઓ શરીરમાં થયેલા ફેરફાર સાડીમાં છુપાવી શકે છે !'


'વાહ...! કુંવારો છે છતાં પણ પરણેલા પુરુષ જેવી વાતો કરે છે ! કઈ કાળું ઘોળું ચાલતું લાગે છે ?'
'આ બધી ભાભીઓ પરણીને આવી ત્યારે એક-બે તો હાડકાના ભારા જેવી હતી, અને અન્ય પાતળી પરમાર જેવી હતી. પાંચ-છ વર્ષમાં થોડી જાડી થઈ ગઈ હોવાથી મોટા ભાગે સાડી પહેરે છે'.


હું જરા મારા પીઠને ટેકે બેઠો થયો એટલે નયનતારા મારા ગોઠણ પર માથું ટેકવે છે. જગ્યા શાંત અને કોઈ ચહલપહલ ન હોવાથી થોડી મોકળાશ અનુભવાતી હતી. અચાનક મારી નજર નયનતારાના સરી જતા પાલવ પર પડી એટલે પાલવને ફરીથી મૂળ સ્થિતિમાં ગોઠવી દીધો. એટલે નયનતારાની આંખો ખૂલે છે અને મારી સામે જુએ છે અને પોતાની સેન્સ ઑફ હ્યુમરની સાબિતી દર્શાવવા મને કહે છે : 'આને કહેવાય કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.'


મારા માનવા મુજબ સૌંદર્ય અને બુધ્ધિમતાનો સમન્વય નાગર સ્ત્રીઓમાં વધારે પડતો જોવા મળતો હશે ?


'આવી પારદર્શક સાડી પહેરી હોય તો અસબાબી ખીલાફતની જરૂર રહેતી નથી.' નયનતારાને પણ હું સેન્સ ઑફ હ્યુમરની સાબિતી આપતા બોલ્યો.


હવે નયનતારા મૂંઝાય છે અને કહે છે : 'ખીલાફત એટલે શું તે ખબર છે પણ આ 'અસબાબ' વળી કઈ બલા છે ?'


હવે નયનતારાની બરાબર ફિરકી લેવાનો મૂડ જામે છે એટલે કહ્યું : 'આપણા બન્ને માટે અસબાબી ખીલાફતનો માહોલ બનાવવાની શરુઆત આપણા લગ્નની પહેલી રાત્રીથી શરૂ થશે.'


'બસ...બસ, સમજી ગઈ તું શું કહેવા માગે છે ! અસબાબ એટલે કપડાં !'


અસબાબી ખીલાફતની માહોલ સર્જવા આસ્તેથી પાલવ નીચે સેરવી નાખું છું એટલે ચમકીને નયનતારા મારી સામે ઝીણી ઝીણી આંખે જુએ છે અને કહે છે : 'આવી ગયો ને સીધી લાઈન ઉપર ! જયારે હું તારી સાથે હોઉ ત્યારે કયારેય પણ સખણો રહેતો નથી.'


'કવિ વિલિયમ બ્લેકનું કહેવું છે કે સ્ત્રીની નગ્નતા એ ઈશ્વરનું સર્જન છે.' જેટલો તારી ખૂબસૂરતીને પ્રેમ કરું છું એટલો જ પ્રેમ તારા શરીરને કરું છું. ખૂબસૂરતીનો પ્રેમ એ સગાઈ છે અને શરીરનો પ્રેમ એ લગ્ન છે. સમજી ગઈ કે સમજાવું પડશે નયનતારા રાણી?' પ્રેમમાં પડયા પછી વેપારી જીવને વારંવાર સાહિત્યના વેપાર કરવા મજબૂર બનવું પડે છે.


'બધું સમજું છું - તું ખરેખર માયાવી પુરુષ છે. લગ્ન પહેલાં પણ સ્ત્રીને આંખોથી માણી શકે છે. મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે ફકત મને ખુશ રાખવા ખાતર કેવા કેવા અખતરા કર્યા રાખે છે. એક વાત પૂછું છું : તને આ પહેલા સ્ત્રીના સ્પર્શનો અનુભવ થયો છે ?'


'યસ...અનેક વખત થયો છે. અમુક સ્ત્રીઓ દેખાવડી હોય છે. બુધ્ધિશાળી હોય છે છતાં પણ તેનો પતિ અન્ય કારણોસર આવી સ્ત્રીઓને શારીરિક અને બાહ્ય બન્ને રીતે સંતોષ આપી શકતો ના હોય એટલે આવી સ્ત્રીઓની ઘણી વખત લાગણીઓ ઘવાતી હોય છે. સેકસ સિવાય કયારેય અન્ય પુરુષના સ્પર્શનો આનંદ મેળવે છે અને ખરેખર આવી સ્ત્રીઓ બદચલન હોતી નથી. અને મારા જાણવા મુજબ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની કામુકતા વધુ હોય છે, કયારેક કોઈ લગ્નપ્રસંગમાં, બુફે કે ડીનરની લાઈનમાં ઊભા હોય ત્યારે કોઈક જાણી જોઈને સ્પર્શ કરે છે.' હવે ખબર પડે છે કે બુધ્ધિમંત સ્ત્રીઓ સાથે રોમાન્સના સમયની મર્યાદા હોવી જોઈએ ! એવું એક અંગ્રેજી સાહિત્યમાં વાંચેલું હતું.


'તારામાં કેટલા પુરુષોને લઈ જીવે છે ? એક દિવસમાં તારે કેટલા ચહેરા બદલવા પડે છે !'


મારામાં ઐકીસાથે ત્રણ પુરુષો જીવે છે. એક છે રકતપિપાસુ સમાજની વચ્ચે જીવતો એક વેપારી પુરુષ. એ પુરુષ સખત અને કઠોર અને ધાર્યું કરવાની આદત ધરાવે છે ! બીજો પુરુષ છે એ સાહિત્યકાર જેવો છે. એટલે કે જિજ્ઞાસુ અને પુસ્તકીયો જીવ. જેને નાના નાના સ્પંદનો પણ સ્પર્શી જાય છે અને આ ગુણને કારણે પોતાના સંબંધોનું વર્તુળ વધારતો જાય છે. દરેક માણસનાં શોખના વિષયો પર એ વાત કરી શકે છે., અને ત્રીજો પુરુષ છે એ નયનતારાનો પ્રેમી, જેનું એક જ સત્ય છે, નયનતારા...!'


'એક જ સત્ય અને એ નયનતારા એટલે કે હું...! મને ઓગળી નાખવાના શબ્દો જ તને બોલતા બહુ આવડે છે. તારી જેમ હું પણ વિચારું છું. એક છોકરો એક છોકરીને આટલો પ્રેમ કરી શકે...?' નયનતારા જ્યારે ભાવુક બને છે ત્યારે તેની આંખો તુરત ભીનાશ પકડે છે અને આંખોનાં ખૂણાની ચમકમાં મારાં માલિકીભાવો સ્પષ્ટ દેખાય છે.


'પ્રેમ, લવ, માયા અને સ્ત્રી, છોકરી અને યુવતી આ તમામ વસ્તુઓ ઈશ્વરીય વરદાન દ્વારા પુરુષોને મળે છે. હું જિંદગી એક ટાર્ગેટ માટે જીવું છું. દરેક ફિલ્ડમાં મારું એક ટાર્ગેટ ફિકસ હોય છે. પહેલી વખત જ તને જોઈને રોમાંચિત થઈ ગયો હતો. એક માહોલ હતો, આંખોમાં સપનાં હતાં, શબનમી ખ્યાલોને પકડી રાખવાની તાકાત હતી, એક ઝનૂન પેદા થયું હતું તને પકડી રાખવા માટે...એ માટે મારું ઝનૂન જીતવાનું હતું...મર્દાના અંદાજથી તને જીતી છે. આ મર્દાનગી જ મને નમાલા અને કાયર માણસોથી દૂર રાખે છે અને મારું ઝનૂન ઐતિહાસિક છે. હું ઈતિહાસથી દાઝેલો પુરુષ છું. મારામાં સખ્ત ઈતિહાસબોધ છે.' આવી વાતો કરતી વખતે સામે કોણ વ્યકિત છે એ હું ભૂલી જાઉ છું.


નયનતારા હવે જમીન પર બેસી અને મારા પડખાનો ટેકો લીધો છે. તેનો જમણો અને મારો ડાબો હાથ બંને ગેલગમ્મત કરે છે. આજુબાજુ નજર નાખું છું. બધા લોકો હજુ પણ નાચવામાં મસ્ત છે. એકાંતમાં હંમેશા નયનતારા મને ગૂઢ રહસ્યોથી ભરેલી લાગે છે. જયારે જયારે મારો સંવેદનશીલ સ્પર્શ થાય છે ત્યારે તેની આંખો અને હોઠ બન્ને સ્પંદન અનુભવે છે.


નયનતારાના ગળા ફરતે હાથ વિંટાળીને ખુલ્લી પીઠનો રસાસ્વાદ માણું છું. નયનતારા હમેશા મારાં આ કાર્યક્રમોને આવકારે છે. પોતાની ડોક ત્રાંસી કરી અને મારી આંખો સાથે આંખો મેળવે છે. આંખોના ભાવ દેખાડે છે કે નયનતારા સંપૂર્ણપણે મારી માલિકીના પ્રભાવમાં છે. નયનતારાની પીઠ પાછળથી પકડી રાખવામાં મને જેટલો આનંદ મળે છે તેનાથી પણ વિશેષ આનંદ નયનતારા મેળવે છે. જયારે મારી આલિંગનમાં જકડાયેલી હોય છે ત્યારે તેના શરીરમાં વીજળીનો પ્રવાહ વહેતો હોય તે રીતે શોક આપતી રહે છે. મિત્રો પાસે પાછા ફરવાનો સમય યાદ આવતા નયનતારાને મારી ભુજાઓમાં સમાવું છું. રસાસ્વાદનો અંત તેના હોઠોની પરિતૃપ્તિ થી આવે છે પણ અમારું આ કાર્ય ચોરીછૂપીથી ચાર આંખો નિરખતી હતી.
કુદરતે એકતરફી ન્યાય કર્યો છે. ખૂબસૂરતીના તમામ તત્વો એકીસાથે નયનતારામાં ઠાલવી દીધાં છે. સૃષ્ટિનો સર્જનહાર પણ સૌંદર્યપ્રેમી અને આશિક મિજાજ હોવો જોઈએ તો જ આવા સૃષ્ટિના અનુપમ રહસ્યો સર્જાતા હશે. અનાયાસે નયનતારા નામનું સૃષ્ટિનું અનુપમ રહસ્ય ફકત મારા માટે ખુલી ગયું હતું.
ચેતન અને વૈભવી અમારી નજીક આવે છે અને કહે છે : 'અમે પણ લવમેરેજ કયૉ હતા. પણ લગ્ન પહેલા આવી રીતે જાહેરમાં કદી પ્રેમ કર્યો નથી.'


ચેતન બોલ્યો : 'વૈભવી...! આ લોકોને જે કરવું હોય તે કરવા દે ! આવા મોકા વારંવાર થોડા મળે છે ? આંખોથી આંખો મળવાથી દિલની ધડકનો થોડી સંભળાય...? એ તો જયારે બન્ને પ્રેમીઓના શ્વાસોચ્છવાસ ટકરાય ત્યારે તે માંથી દિલની ધડકનોના અવાજ આવે છે.'


નયનતારા આ બન્નેને જોઈને શરમાય છે અને સાડી સરખી કરવાનો ઢોંગ કરે છે. ચેતન અને વૈભવી બન્ને અમારી તરફ રહસ્યમય રીતે હસે છે.


વૈભવી કહે છે : 'તમને બન્નેને ભૂખ બહુ લાગી હશે ? પ્રેમ કરતા કરતા થાક બહુલાગે છે ?'


ચેતન કહે છે : 'ભૂખ ન લાગી હોય તો હજુ પણ તમારી પાસે પ્રેમ કરવાનો સમય છે. કદાચ તેનાથી તમારા બન્નેનું પેટ ભરાય જાય !'


હવે મારે જવાબ આપવો પડશે એવું લાગ્યું : 'એ વૈભવી...તારા આ છોટા ચેતનને સમજાવી દે બહુ બકબક કરે છે. તારી ગુલામી કરવાની આદત હજુ સુધી ગઈ નથી અને મને સલાહ આપે છે.'


ચેતન પણ પ્રહાર કરવાના મૂડમાં આવે છે અને કહે છે : 'એ તો કયારનો જોઉં છું કે, આ ડૉકટરની સેવા એક નોકરની જેમ કરતો હતો અને એ પણ લગ્ન પહેલાં જ શીખી લીધું છે. એટલે લગ્ન પછી વાંધો આવે નહીં.'

અમો ચારેય વ્યકિતઓ હસીએ છીએ. વૈભવી સાથે ભાભી કરતા મિત્ર જેવો વ્યવહાર વધુ હતો અને વૈભવીને પણ મારી રમૂજવૃત્તિનો સતત ભોગ બનવું પડે છે, અને હું જયારે વૈભવીને પરેશાન કરુ છું ત્યારે ચેતનને મજા પડી જાય છે. નયનતારાને કંઈ કહેવાની ઈચ્છા થતા નયનતારાને કહું છું : 'એ નયનતારા...આ વૈભવી છે એ પહેલા મારા પ્રેમમાં હતી પણ ચેતને દયાની અરજી કરી એટલે વૈભવીને ભેટમાં આપી દીધી.'


ચેતન બોલ્યો : 'ખોટું બોલે છે, એક વાત સાચી છે કે વૈભવી સાથે મેળ તારા નોકરના કારણે પડયો હતો.'
હવે વૈભવી સત્ય સમજાવે છે : 'અમારું મકાન તમારા મકાન પછી પાંચમું છે. મારા મમ્મી અને તારા મમ્મીજી બન્ને પાક્કી બહેનપણી છે. એક વખત તમારા ઘરે આ ચેતનની મુલાકાત થઈ હતી. પછી તો ચેતન રોજ આંટાફેરા કરતો હતો. પછી જયારે ચેતનને મળવું હોય ત્યારે કંઈક કામસર બહાર જવાનું બહાનું બતાવવું પડતું હતું અથવા તો તમારા ઘરે જવાનું કહીને નીકળતી હતી, પછી તારા પતિની સાથે તેની બાઈકમાં બેસીને ચેતનને મળવા જતી હતી ત્યારે અમારા બન્નેના ઘરના સભ્યો એમ સમજતા હતા કે મારી અને તારા પતિની વચ્ચે કંઈક રંધાય રહ્યું છે.' એકચિત્તે વૈભવીને સાંભળી રહેલી નયનતારાને હવે કંઈક રાહત થઈ હતી.
અસત્યની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનાં રીલમાંથી પ્રેમ નામનું પ્રોજેકટર ઈસ્ટમેન કલર્સનું ચિત્ર પડદા પર ઉતારે છે. ઈશ્વરે પ્રેમગીતોને કળયુગમાં સાક્ષાત કરવા અને પામર મનુષ્યોનું કલ્યાણ કરવા નયનરમ્ય ચિત્રપટ્ટ જગત ખડું કરી પોતાની માયાવી શકિત પ્રદર્શન કયુઁ છે.


હું, નયનતારા અને વૈભવી અને ચેતન અમે ચારેય અમારા મિત્રમંડળ તરફ રવાના થયા. મંડળીમાં પહોંચતાં કુટ્ટી ચાર પેગના નશામાં મહેફિલનું મનોરંજન કરતો નજરે પડે છે. અમને જોઈને કુટ્ટી પોતાનો વિષય બદલે છે :


'દેખો...સબ લોગ...સાઉથ કા હિરાઈન ઔર અપના ગુજરાતી દેશી હિરો આ રહા હૈ, સાઉથ કા હિરોઈન ગોરા ગોરા ઔર ગુજરાતી હિરો...ખૈર છોડો...'


કુટ્ટીની મજાકનો જવાબ મારે ફરજિયાત આપવો પડે છે : 'અબે સાલ્લા કુટ્ટીડા, મુફત કા દારૂ પીકર અપને દોસ્ત કો બદનામ કરતા હૈ, ઔર ગુજરાતમેં આકર ગુજરાતી કો બદનામ કરતા હૈ ? જલદી તેરા ડ્રિંકસ ખતમ કર, હમ લોગો કો ભૂખ લગી હૈ.'


કુટ્ટી પણ ગાંજયો જાય તેમ નથી : 'એ શેઠ...મેરા સ્પેર ટાયરવાલા બાત કિયા કે નહીં ?' કુટ્ટીની વાત સાંભળીને નયનતારા સહિત સમગ્ર મિત્રમંડળ અને ભાભી મંડળ હસી પડે છે.


મિત્રો, યારો, દોસ્તો અને મિત્રાણી આ બધાં નામો કદાચ તમારી જિંદગીમાં ન હોય તો ? આવી જિંદગીની કલ્પના હોઇ શકે ? માણસ છતી આંખે આંધળો થઈ જાય, જેમ બુઢાપામાં અંધાપો આવ્યા પછી લાકડીના ટેકા વિના ચાલી ન શકાય, તેમ સંબંધોના બુઢાપા સુધી મિત્ર નામની લાકડી સદાય તમને ટેકો આપતી રહેશે.
રસ્તે ચાલ્યા જતા હોય અને અચાનક ખભે હાથ મૂકીને કોઈ માલિકીભાવે તમને પૂછે કે, 'કઈ બાજુ ચાલ્યો દોસ્ત...?' આ માલિકીભાવનો હુકમ આપણા દોસ્ત સિવાય કોઈનો ના હોઈ શકે.


જેમ 'સચ્ચાઈ છૂપ નહીં સકતી બનાવટકે અસૂલોં સે' તેમ મિત્રોની સામે સચ્ચાઈ કહેવામાં કોઈપણ પ્રકારના બનાવટી અસૂલોનો સહારો લેવો પડતો નથી. મિત્રાચારી હમેશા સચ્ચાઈના અસૂલો પર નિભાવવી પડે છે. દંભ કે કોઈપણ પ્રકારનું કૃત્રિમ તત્વ મિત્રાચારીમાં વચ્ચે આવતું નથી.


તમારી પત્ની નામની સ્ત્રી પછી એક એવો પુરુષ છે. જે બંને વ્યકિતઓ સામે તમને નગ્ન થઈને કપડાં બદલાવામાં શરમ આવતી નથી. મતલબ કે યારી, દોસ્તી, મિત્રાચારી, પ્રેમ, મહોબ્બત અને બધી જિંદગીની નગ્ન સચ્ચાઈ ના પાયા પર ઊભેલી મજબૂત ઇમારતો છે, જેને કોઈ આંધી કે તુફાન ડગમગાવી શકતા નથી.
એટલે જ મિત્ર કે પત્નીની દુરાચારીને બેવફાઈ જેવો શબ્દ આપ્યો છે. સામાન્ય રીતે આ ગદ્દારી કહેવાય છે. બેવફાઈ અને ગદ્દારી નામના શબ્દો તમારી જિંદગીમાં કોઈ ને કોઈ વ્યકિતના સ્વભાવ પરિવર્તનના કારણે અસ્તિત્વમાં આવ્યા હોય છે.


જયાં વિશ્વાસનો શ્વાસ રુંધાઈ છે ત્યાં બેવફાઈ છે અને જયાં વિશ્વાસનો ઘાત થાય છે ત્યાં ગદ્દારી છે. મતલબ કે બેવફાઈ વિશ્વાસનો શ્વાસ રુંધાવી નાખે છે. જયાં બચવાનાં અવકાશ છે પણ જયાં ગદ્દારી જ ખુદ વિશ્વાસની ઘાતક બને છે ત્યારે ચોક્કસપણે વિશ્વાસનું મૃત્યુ નિશ્ચિત હોય છે.


જિંદગીના એક તબક્કે આ બન્ને વસ્તુઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે અને કદાચ સંબંધ નામનું પ્લેટફોર્મ બેવફાઈ અને ગદ્દરી ના પાયા પર ન બન્યું હોય તો જ આ પ્લેટફોર્મ સલામત રહેશે.
મારી જિંદગીમાં હજુ સુધી બેવફાઈ અને ગદ્દારી જેવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ કદાચ આ શબ્દોનું અસ્તિત્વ મારી જિંદગીમાં નહીં હોય !


વિચારોની સાંકળ તૂટે છેં. મારી સામે નયનતારા એક જ પ્લેટમાં અમારા બંનેનું જમવાનું સાથે પીરસીને ઊભી છે. આ દ્રશ્ય જોઈને કુટ્ટીની કવિતા શરૂ થાય છે : 'એઈ...નયનતારા મેડમ...તુઝે શેઠ હી દિખતા હૈ...હમ લોગ નજર મેં નહીં આતે કયા...?'


નયનતારા મારી સામે જોઈને ખડખડાટ હસે છે ત્યારે નવી બનેલી કર્લિ લટોનું રહસ્ય મારી સામે છતું થઈ જાય છે. કુટ્ટી જેવા નિર્દોષ મિત્રો ખરેખર ભાગ્યશાળી લોકોને જ મળે છે. જયારે જયારે મિત્રોની મહેફિલ જામે છે ત્યારે કુટ્ટીની હાજરી ન હોય તો મહેફિલની મજા બગડી જાય છે.


બધા મિત્રો રાત્રી ડીનરને ન્યાય આપ્યા બાદ મુખવાસને ન્યાય આપે છે. અમુક લોકો પાન અને સિગારેટને શહેરની પરંપરા મુજબ ન્યાય આપે છે. પણ આ શહેરનું નામ શું છે...?


'મસ્ત શુદ સમ-ઓ બસર અઝરહે અસરારે નિહાં,
કિસ્સા બે સોતે જુબાંનસ્ત દરીં જામનગર.'

(મોલાના મહેરબાન અલી - 'મસ્ત')

(આંખ અને કાન જેવા ગૂઢ રહસ્યો જાણીને મસ્ત બની ગયા છે તેવી અવર્ણનીય કહાની જામનગરની છે.)