ઓહ ! નયનતારા – 4 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ઓહ ! નયનતારા – 4

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 4


પકડાયેલ શિકારને મુક્તિ


અમારા જામનગરનો ઈતિહાસ પણ રંગીન અને પ્રેમી - પ્રેમીકાનાં બલાદાનોથી ભરપૂર છે. વીર માંગડાવાળો અને પદમાવતી, ખેમરા અને લોડણ, સતી સોન અને હલામણ જેઠવા, અને સોન કંસારી જેવા નામો પ્રેમની વેદી પર ચડી ગયાં હતાં.


નયનતારા ને હું પૂછું છું : ' તું મને પ્રેમ કરે છે ?'


'કમાલ છે તમારા કાઠિયાવાડીઓની.... ઊલટાનું છોકરીને પૂછે છે !' નયનતારા સફેદ દંતપંક્તિ દેખાડી અને જવાબ આપે છે.


' સપના જોવાની તને આદત પડી ગઈ છે ?'


' યસ... ગઈકાલની રાતથી મને સપના જોવાની આદત પડી ગઈ છે. પહેલી વખત ખબર પડી કે પૈસા ગણતા વેપારીઓ પણ વગર પૈસે પ્રેમમાં પડી જાય છે. એને ખબર છે કે આ ખોટનો ધંધો છે છતાં પણ વેપારીનો દીકરો આ ખોટના ધંધામાં પડ્યો છે.' ઠંડી હવાઓમાં ઉડતા વાળને સરખા કરી અને નયનતારા જવાબ આપે છે.


'તું ડૉક્ટર બનવાનું છોડી દે અને સાધ્વી બની જા અનેપ્રવચનો આપવાનું શરૂ કરી દે. હું વૈરાગી બનીને જિંદગીભર તારી સેવા કરીશ.'


' તારા વેવલાવેડા છોડ અને મારે જલદી જવાનું છે. અમારા શાહ સાહેબ બહુ કડક છે. ગુડ નાઈટ બેબી !' નખરાળા અંદાજમાં બોલતી નયનતારા ઝટપટ વિદાય થાય છે.


પછી તો આવા ટૂંક સમયના મિલનને કારણે છિંદગીમાં જાતજાતની અને ભાતભાતની રંગોળીઓ પૂરાતી હતી અને અવનવા રંગોનો અનુભવ રોજ રોજ થતો હતો. પ્રેમમાં પડ્યા પછી પુરુષોની વિચારક્તિ ખીલી ઊઠે છે.


ભગવાને સ્ત્રીને શા માટે બનાવો છે ? સવાલ એકદમ સીધોસાદો છે. પણ આ સવાલનો જવાબ એટલો લાંબો અને અઘરો છે કે એ માટે એકલો માણસ સમર્થ નથી. અનેક પંડિતો, પ્રખર જ્ઞાની લોકો, મહાત્માઓ અને ઉપદેશકો છેલ્લા ચાર-પાંચ હજાર વર્ષોથી આ જવાબ શોધવા મથામણ કરે છે પણ આટલા વર્ષોનાં વહાણાં વીતી ગયાં છતાં સાચો જવાબ આપી શક્યા નથી.


હું તો સામાન્ય વેપારી માણસ છું. એટલે કોઈપણ જાતની કડાકૂટમાં પડ્યા વગર સીધેસીધો એક એવી યુવતી, જે ભવિષ્યમાં સ્ત્રી બનશે કે નહીં ...? એ જવાબદારી મારા ઉપર છે. એ જવાબદારી કઈ રીતે અદા કરું ? યુવતીને સ્ત્રી બનાવવી કે નહીં....? જવાબ શોધવો પડશે એટલે તેના પ્રેમમાં પડ્યો છું.

સવારે પાન સિગારેટને ન્યાય આપવાનો, રાત્રે ઘરે જતી વખતે પાન સિગારેટ અને નરનતારાને ન્યાય આપવાનો. સોમવારથી શનિવાર સુધી ચાલતી આ પ્રક્રિયાનો રવિવારે અંત આવી જતો હતો.


હવેથી દરેક રવિવાર મારે માટે સોનાના સૂરજ ઉગ્યા બરાબર હતો. નરનતારા નામની બુલબુલના મધુર ટહુકાઓ, મસ્તી - મજાક, હાસ્યની રેલમછેલ, છેડછાડ, પ્રિયાનો લાગણીભર્યો ગુસ્સો, આવા મમતાભર્યા પ્રેમના વાતાવરણમાં ઘરમાં લગાવેલી ફૂલદાનીના ફૂલોમાં ખુશબોની કરામતે માજા મૂકી હતી. બહેન, માતા, દાદી, પત્ની અને દીકરી વિનાનું ઘર એટલે જાણે કોંક્રિટનું જંગલ હોય તેવું લાગે છે.


કદાચ મારો એક જવાબ સાચો હોઈ શકે ? સવાલ છે ભગવાને સ્ત્રીને શા માટે બનાવી..? મારો જવાબ સંદર્ભમાં હોઈ શકે છે. કારણકે આ સવાલના જવાબને આધાર આપવા છેલ્લા પાંચ હજાર વર્ષોના લગભગ વીસથી પચ્ચીસ હજાર પાનાંઓ ભરાઈ ચૂક્યાં છે.


અગાઉના જમાનામાં સ્ત્રીઓને મુક્તિ નહોતી મળતી. રણસંગ્રામમાં પતિને હસતા મોઢે મોકલતી હતી. રણસંગ્રામમાં પતિ શહીદ થાય છે ! તેની પાછળ તેની સ્ત્રી સતી થાય છે ! નાની ઉંમરે સ્ત્રી વિધવા થતી, જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી એકલતાના અંધકારમાં ઓગળી જતી હતી. અતિ સ્વરૂપવાન અને નિમ્ન કોમની સ્ત્રીઓને રાજઘરાનાના લંપટ પુરુષો ઉપાડી જતા હતા. હારેલા રાજાઓની કુંવરીઓને જીતેલા રાજાઓ, બાદશાહો પોતાના જનાનખાનાની શોભા બનાવતા હતા. દાસી બનવાની પ્રથા સ્ત્રીઓ માટે અમલી બની હતી. સાધુઓની સેવા માટે સાધ્વીઓને ખડે પગે રહેવાનું, દીકરા અને દીકરી ને ધાવણ ધવડાવી અને રક્તથી સિંચીને મોટા કરવાના.


ઓહ, માય ગોડ ! જિંદગીભર સનાતનકાળથી દુનિયા સ્ત્રીઓને ધાવતી આવી છે અને છેલ્લે બચે છે શું ? એક હાડકાની ભારી ! જેમાં થોડું માંસ બચેલું હોય છે અને એ માંસ પણ ગીધડાંઓ માટે અનામત રાખેલું હોય છે. દુનિયાનું એકમાત્ર સનાતન સત્ય એટલે 'સ્ત્રી.'


દસ ધોરણ પાસ યુવાન ઉંમર 21 વર્ષ, જેને વ્યાકરણની ગતાગમ નથી, છતાં પણ આટલું લખી વિચારી શકે છે. કદાચ પ્રેમમાં પડ્યા પછી માણસ કવિ અથવા સાહિત્યકાર કે વિચારક બની જતો હશે ? એવું પણ નથી ....? પ્રેમમાં પડ્યાં પછી જ આ પુસ્તકો કામ આવે છે. ગુજરાતી સાહિત્ય એ બાબતમાં અતિ સમૃધ્ધ છે. ચંદ્રકાંત બક્ષી, કાન્તિ ભટ્ટ, સ્વામી સચ્ચિદાનંદજી, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી જેવા કેટલાયે લેખકોએ પોતાની જવાનીનું લોહી નિચોવીને કલમને શાહી ભરી અને સાહિત્યનાં સર્જન કર્યાં છે.


નયનતારા નાગરપુત્રી અને અમો લુહાર (પંચાલ) પણ મારાથી ભૂલ થઈ હતી. આ નાગરપુત્રીને મારી સાચી ઓળખાણની પહેલેથી ખબર હતી છતાં પણ એક નાગર માટે દરેક નાગરનું લોહી ઉછળતું રહે છે. એ વાત આજે ખોટી પડી છે. એક નાગરાણીનું લોહી સતત મારે માટે ઉછળે છે. અમારાં બંન્ને વચ્ચે જમીન આસમાનનો તફાવત. ઉચ્ચ કોમ અને નિમ્ન કોમ, આધુનિક અને પુરાતન સંસ્કૃતિ, ઉચ્ચ અભ્યાસ અને અલ્પ અભ્યાસ, આવી તો અનેક અસમાનતાઓની જોડતી કડીઓની પ્રેમની સાંકળ બની છે.


નાગર વિશે એમ કહેવાય છે કે તેઓ ઈરાનથી આવ્યા છે અને એક બીજું મંતવ્ય છે કે નાગર પ્રજા શક જાતિ કે બેકટ્રિયન ગ્રીક પ્રજામાંથી ઊતરી છે. કેટલાંકનાં મંતવ્યો મુજબ શ્વેતહુણ પ્રજાનાં વંશજો છે. જોર્ડન અને ઈઝરાયેલ પાસે નાગરનું મેદાન છેતથા નાગર નામનું એક નગર છે. ઈરાન અને ઈજીપ્તમાં આજે પણ નાગર નામની જાતિ છે અને નાગર લોકો અગ્નિપૂજક છે જે હરકિશન જોષીનાં એક પુસ્તક 'નાગર નવાનગર જામનગર'માં વાંચ્યું હતું.
ક્રિકેટર વિનુ માંકડ અને તેનાં પુત્ર અશોક માંકડ, પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ અને પ્રસિધ્ધ લેખક ગુણવંતરાય આચાર્ય આ તમામ લોકો જામનગરના નાગર હતા.


નયનતારાનો વિચાર આવતા જ તેનાં શરીરનો બાંધો, ચહેરાનો નાક નકશો, લાવણ્યમય દેહલાલિત્યથી છલાછલ શાનદાર સૌંદર્ય, ખુમારીભરી ચાલ અને ઘાયલ કરી નાંખે તેવી અદા પરથી મને તો એવું લાગ્યું કે નયનતારા જરૂર બેકટ્રિયન ગ્રીક સંસ્કૃતિની ખૂબસૂરતીની છલકાતી એક અમૂલ્ય ભેટ છે અને આ ભેટ પણ કોના માટે ? ફક્ત અને ફક્ત મારા માટે દુનિયામાં આવી છે. નસીબ અને તકદીરના તમામ રહસ્યોનો પર્દાફાશ થઈ જાય છે. મારા જેવા જૂજ પ્રેમીઓને લાડ કરવાનો હક્ક મળે છે.


રવિવારની બપોરનો તડકો ડિસેમ્બરની ઠંડીમાં મિશ્ર પ્રતિઘાત આપે છે. પ્રિયા અને નયનતારા ધીમા ધીમા અવાજે ખુસપુસ કરે છે.


ડ્રોઈંગ રૂમમાં જઈને અખબાર વાંચુ છું. લખાણો ગુજરાતી ભાષાને બદલે ચાઈનોઝ ભાષા જેવાં લાગે છે. ટેલિવીઝનનાં હિન્દી પ્રોગ્રામની ભાષા મને અરેબિક ભાષા જેવો લાગે છે. પ્રિયા પર ગુસ્સો આવે છે. પ્રિયા રૂમનાં દરવાજા પાસેથી ફુ ત્રણ વખત આવનજાવન કરી છતાં બંન્ને સહિયરો મારી સામે જોવાની તસ્દી લેતી નથી એટલે ગુસ્સામાં આવી બાથરૂમનાં દરવાજા પર લાત ફટકારું છું. આ અવાજથી માહોલ બદલાય છે, પ્રિયા એકદમ સમજદાર છે એટલે તરત જ રૂમની બહાર આવે છે અને મને ધમકાવતા કહે છે :


' એ ઈ મજનુભાઈ... બપોરના સમયે તારા રુમમાં જઈને આરામ કર, નાહકનો દરવાજાને લાતો મારે છે ! યનતારા તને એક કલાક પછી મળશે ! મારી સમક્ષ તારા કરતૂતોનું બ્યાન ચાલે છે ! અને હજુ પણ ન રહેવાતું હોય તો તારા ઘણાં મિત્રો છે તેને મળવા જઈ શકે છે ! ક્રિકેટની પ્રેક્ટિસ કરવા ચાલ્યો જા પણ એક કલાક સુધી અમોને ડિસ્ટર્બ ન કરતો.'


છેવટે સ્ત્રીહઠની લાગણીસભર જીત થતાં મને કમને મારા રુમમાં આરામ કરવા જવું પડે છે. પથારીમાં પડતાં જ મગજમાં ચમકારો થાય છે. કદાચ નયનતારા નેવી-ડે વાળી બધી ઘટનાઓનું વર્ણન પ્રિયા સમક્ષ કરશે તો ? કદાચ ભાંગરો વાટશે તો મારું તો આવી જ બન્યું સમજવાનું છે.


ફરી વિચાર આવે છે, નયનતારા બહુ હોંશિયાર છે અને બચાવની પૂરી તૈયારી કરી હશે. આખરે તો મેડિકલ સ્ટુડન્ટ છે. વિચારોમાં આંખો બિડાઈ જાય છે. સાંજનાં પાંચ વાગ્યે આંખ ખુલે છે, સ્નાનક્રિયા પતાવી પ્રિયા એ એમ્બ્રોઈડરીની ડિઝાઈન કરેલું શર્ટ પહેરીને નીચે ઉતરું છું, એટલે પ્રિયા મને કહે છે : ' ભાઈ, નયનતારાને હોસ્ટેલ મૂકી આવજે. મમ્મી પપ્પા અને હું મનુકાકાને ત્યાં જઈએ છીએ.'


પ્રિયાની વાત સાંભળીને આંખોમાં ચમક આવી જાય છે. પપ્પાનાં રૂમમાં જઈને ફરી વખત વાળમાં કાંસકો ફેરવું છું. બધાં ખૂણેથી અરિસામાં મારું પ્રતિબિંબ નિહાળું છું. મારી યામાહા બાઈક બહાર નીકળે છે. યામાહાની પાછળ નયનતારા શેઠાણી બેઠા છે. ડ્રેસ પહેર્યો હોવાથી બંન્ને બાજુ પગ રાખી બેસે છે. એક નાનકડી ઈચ્છા માટે રવિવારના બપોરથી સાંજ સુધી હેરાન પરેશાન થતો હતો.


મારા વાંસામાં ટપલી મારીને નયનતારા બોલી, 'કેમ બોલતા નથી સ્વામી ?'


'બોલોને મહારાણી સાહેબા.'


' વાહ...! આ પહેલાં બાઈક પર કોઈ છોકરીને મારી જેમ કમર ફરતે હાથ વીંટાળીને બેસાડી છે ? ' નયનતારા મારા કાનની નજીક આવીને બોલે છે ત્યારે તેનાં શ્વાસોચ્છ્વાસ મારાં કાન સુધી પહોંચે છે.


'ના રે ના..આ મારો પ્રથમ અનુભવ છે.' થોડું પાછું ફરીને નયનતારાને જવાબ આપું છું.


મારી પીઠ સાથે મજબૂતીથી જકડાઈને પૂછે છે : 'મજા આવે છે ?' ફરીથી વધુ જોર લગાવીને પૂછે છે : ' મજા આવી કે હજુ પણ જોર લગાવવું પડશે..?'


જિંદગીમાં સૌપ્રથમ વખત બાઈક પર છોકરીને પાછળ બેસાઠવાનો અનંદ મનને અને યુવાનીના આલમને ઝંઝોડે છે. એક સ્ત્રીના શરીરની નિકટતા મનને ભ્રમિત કરી નાંખે છે.


' બસ તારા ગુલામને મન ફાવે તેમ દબાવ્યે રાખ, તારી ગુલામીની કસમ ખાઉં છું કે હું ચૂં કે ચા નહીં કરું.'


' ગુલામ, આપણે કઈ તરફ જવાનું છે ? '


' રાણીસાહેબા જ્યાં કહે ત્યાં આ ગુલામ લઈ જશે.'


'ઓ..કે, પહેલાં કોફીને ન્યાય આપીએ અને ત્યારબાદ જ્યાં એકાંત હોય ત્યાં થોડીક વાર માટે બેસવા જઈએ.' કોફીને ન્યાય આપી અમો બંન્ને જણાં પાર્ક કોલોનીમાં આવેલાં પેલેસ ગ્રાઉન્ડનાં છેવાડે એક શાંત અને એકાંતમય જગ્યા છે ત્યાં જઈને બેસીએ છીએ.'


થોડીવાર સુધી અમો બંન્ને શાંત બેસી રહ્યાં હતાં. એટલે નયનતારા મારા ચહેરા સામે જોઈને ચુપકીદી તોડે છે : 'આ ઉંમરે કેમ આટલો મેચ્યોર્ડ થઈ ગયો છે કે ધંધાનું ટેન્શન છે ?'


'ના રે ના... એવું કંઈ પણ નથી. ચાર પાંચ વર્ષથી ધંધામાં છું એટલે જાત જાતના માણસોનો પનારો પડે છે, એટલે બુધ્ધિ અને શાણપણ ઓટોમેટીક આવી જાય છે.'


' એક વાત કહું છું ! હજુ પણ મને વિશ્વાસ આવતો નથી કે મેડિકલ સ્ટુડન્ટ થઈને તારા પ્રેમમાં શા માટે પડી છું ? જનરલી અમારા જેવી છોકરીઓ ડોક્ટર સિવાય અન્ય કોઈ વ્યક્તિનો વિચાર કરે નહીં! કદાચ એમબીએ કે એન્જિનિયર હોય તો ઠીક છે પણ તારા જેવા સાવ ઓછું ભણેલાં છોકરાં સાથે કદી પ્રેમમાં પડે નહીં.' ધયનતારા ભારા ખભા પર માથું રાખીને વાત કરે છે. તેનો જમણો હાથ મારા ડાબા હાથમાં છે.


આ વાત મને અકળાવતી હતી એટલે નયનતારાને કહ્યું : 'એક વાત યાદ રાખજે - તને કદી પણ એ અહેસાસ નહીં થાય કે તું ફક્ત લસ ધોરણ પાસ થયેલાં માણસની પત્ની છે! મારી પાસે ભણતરનો અનુબવ નથી પણ ગણતરનો અનુભવ એટલો છે કે કોઈપણ વિષય પર મારી જાણકારી અચૂક હોય છે. જિંદગીમાં પુસ્તકોનું શું મહત્વ હોય છે જેની મને વધારે પડતી ખબર છે.' નયનતારાને જરા અક્કડ થઈને કહું છું.


'સાચું બોલજે ! આજ સુધી આટલી ઝડપથી કોઈ છોકરી પ્રેમમાં પડી હોય તેવું સાંભળ્યું છે ખરું ? નયનતારા મારી હડપચી તેની બાજુ ખેંચી અને આંખોથી આંખો મિલાવીને કહે છે.


' સાચું બોલ નયનતારા! તેં મારી સીધી લીટીનાં જીવનમાં અનેક રંગ ભરીને અનેક રંગીન મોડ આપી દીધાં છે,'


' મારી પણ એક ઈચ્છા હતી કે મારે કોઈ મોટા બિઝનેસમેન સાથે લગ્ન કરવા છે. કોઈ ડૉક્ટરનો હજુસુધી વિચાર કર્યો જ નથી, '


'તારી એ ઈચ્છા તો પૂરી થઈ ગઈ છે. તારા પ્રેમનો હું જથ્થાબંધ વેપારી બની ગયો છું.' આમ બોલી અને નયનતારાને મારી નજીક ખેંચું છું. તેનાં વાળમાં હાથ ફેરવું છું. અને તે મેરાં શર્ટનાં બટન સાથે રમત કરે છે. દુનિયામાં આનાથી વધુ સર્વોત્તમ સુખ ન હોઈ શકે.


'ઓહ...તું બહું ઉતાવળો છે, એક જ દિવસમાં તારે એક અઠવાડિયાનો વેપાર કરી લેવો છે ? ' નયનતારાને થોડી ગભરામણ થાય છે.


' તારી પાછળ મારી સાડાત્રણ મહિનાની મસેનત હતી, બાકી તો ..?'


' બાકી તો એટલે શું કેમ આગળ બોલતો નથી ? ભને ખબર છે કે છોકરાઓ બધા બદમાશ હોય છે, મને બે દિવસમાં જ ખબર પડી ગઈ હતી કે આ પોપટ મારી પાછળ પડ્યો છે ! તારા લક્ષણ પરથી મને ખબર પડી ગઈ હતી.' નયનતારા ઝપાઝપી કરવાનાં ભૂડમાં હોય તેવું લાગ્યું.


' તારા જેવી ખૂબસૂરત છોકરી પાછળ કેટલાં મેડિકલ સ્ટુડન્ટ હતા ? ' નયનતારાને આ સવાલની અપેક્ષા ન હતી તેવું મને લાગ્યું.


' છોકરાંઓ તો બધે સરખાં હોય છે. કૉલેજ હોય કે મેડિકલ કૉલેજ બધે કાગડા કાળા હોય છે. સાચી વાત એ છે કે આજ સુધી કોઈપણ મેડિકલ સ્ટુડન્ટ મને ઈમ્પ્રેસ કરી શક્યો નથી. એટલે તારી પર મારી નજર બગડી હતી.' નયનતારા મને ઈમ્પ્રેસ કરતી હોય તેવું લાગતું હતું.


'ઓહો.. એવું તે શું જોયું કે મારા પર નજર બગાડવી હતી ? '


' તેરી જબાન પર કાબૂ રાખજે પોપટલાલ... આજ સુધી મેડિકલ કોલેજનાં ઈતિહાસમાં કોઈપણ છોકરીએ કેમ્પસ બહારનાં છોકરાંને પ્રેમ કર્યો નથી. તું તો નસીબદાર છે. બાકી તો નાગરની દીકરીને પ્રેમ કરવો હોય તો તારા જેવાનું કામ નથી.

ઉલટાની તારી દયા આવી એટલે તારા પ્રઃમમાં પડી છું. મારાં મીઠુ મીઠુ.'


' આ પહેલાં અમો નાગરપરામાં રહેતાં હતાં, કદી પણ યાદ નથી કે કોઈ નાગરની છોકરીએ નાત બહાર લગ્ન કર્યા હોય.'


' રિયલી...! તું નાગરપરામાં રહેતો હતો? ત્યાં મારાં ચંદ્રિકા ફઈબા, મારાં બંન્ને મામા, દિવાકર મામા અને રાહુલમામા હછુ પણ ત્યાં જ રહે છે.' નયનતારાનું નાગર કનેક્શન બહાર આવે છે.


' તારા રાહુલમામા ને બરાબર ઓળખું છું, અમો બંન્ને સાથે ક્રિકેટ રમીએ છીએ.'


'રાહુલમામા કહેતા હતા કે જૂન મહિનામાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટૂર જવાના છે.'


'રાહુલની વાત સાચી છે. હું પણ સાથે જવાનો છું અને છામનગરનાં બીજા આઠ ક્રિકેટરો પણ જવાના છે.'


'સાચું બોલે છે..? તું તો છૂપો રૂસ્તમ નિકળ્યો..!' આટલું ઉત્સાહ થી બોલ્યા પછી નરનતારા અચાનક ઉદાસ બની જાય છે.


' કેમ ઉદાસ છે મારી રાણી ?

'
'તું ત્રણ મહિના ઈંગ્લેન્ડ ચાલ્યો જશે પછીશહું અહીંયા એકલી કેવી રીતે રહી શકીશ ! તારા વિના મને ચેન નહીં પડે..!'

નયનતારાની ગમગીની વધતી જાય છે.


'આ વર્ષે ચાન્સ મળ્યો છે. બાકી ત્રણ મહિના માટે બિઝનેસનાં કારણે દૂર રહેવું પોસાય નહીં, પણ ઈંગ્લેન્ડ જવાનું છે એટલે ઈચ્છા છે.' મારા ખભે નયનતારા માથું રાખીને આંખો બંધ કરી ઊંડો વિચાર કરે છે તે મારી નજરમાં આવ્યું.


'ચાલો જે હોય તે! હજુ જૂન મહિનો આવવા તો દે, તું હવે નવી બુલેટ લઈ લેજે. આ યામાહા તારી પાસે લેડીઝ બાઈક જેવું લાગે છે. તારા જેવા હટ્ટા કટ્ટા છોકરા માટે બુલેટ મોટરસાઈકલ અનુકૂળ રહે.'


' ઓકે.. ઓકે... મારી નયનતારા ને એક અઠવાડિયાની અંદર બુલેટની સવારી કરાવીશ.'


'વાહ... પોપટ, યે હુઈ ના બાત. તું મને છેક હોસ્ટેલ સુધી લેવા અને મૂકવા આવજે પછી ત્યાંનો નઝારો જોવા જેવો હશે.'
'કેવો નઝારો ?'


'તું જોઈ લેજે... બોઈઝ હોસ્ટેલનાં કેટલાંય છોકરાઓ પહેલાં માળેથી ભૂસકા મારશે અને કેટલાંયે છોકરાંઓ રોતા હશે.'

નયનતારાની આંખોમાં હું સંપૂર્ણપણે વસી ગયો છું.


'ગાંડી છે ! એવું તે થોડું હોય ? એ બધાં થોડાં સ્કૂલી છોકરાંઓ છે ?'


' એકવાર કહ્યું ને કે કાગડા બધે કાળા હોય. તમને લોકોને સાચી વાતની ખબર ન હોય, કેટલાંય મેડિકલ સ્ટુડન્ટ અને ડોક્ટરોનાં રોમાન્સ પિરીયડ ચાલતા હોય છે.'


વાતોમાં અને વાતોમાં ક્યારે અંધકારનાં ઓળા ઊતરી આવ્યા હતા એ અમોને જાણ નહોતી. ડિસેમ્બરની ઠંડીનો ચમકારો હતો, શાંત વાતાવરણ હતું. એચ એવુ તત્વ વાતાવરણમાં મોજૂદ હતું છે શરીરમાં ઉત્તેજના ભરતું હતું. અમારાં બંન્નેનાં શ્વાસોચ્છ્વાસનો અવાજ શાંત વાતાવરણમાં સ્પષ્ટ સંભળાય છે. 'પ્રેમ' એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે.

એટલે હું જે વિચારતો હતો એવું જ કંઈક નરનતારા વિચારતી હતી ?


નયનતારા પૂછે છે : 'આજે આપણે બંન્ને એ ઉપવાસ કરવાનાં છે કે ક્યાંક પેટપૂજા કરવા માટે જવાનું છે ? '


મારો ટોન બદલી ને કહ્યું : 'કયા ઉપવાસ... નયનતારા ?'

'આવી ગયોને સીધી લાઈન પર, ક્યારની વિચાર કરું છું આ કાઠિયાવાડી કેંચી કેમ ચૂપ બેઠી છે ?'


નયનતારા મારા ગળામાં બંન્ને હાથ પરોવી મારા ચહેરાની સામે પોતાનો ચહેરો ગોઠવીને પૂછે છે : 'મારા મોં માંથી તને વાસ આવે છે ?'


થોડીવારનો પણ વિલંબ કર્યા વગર તેનાં હોઠ પર મારા હોઠ મૂકી દઉં છું. નરનતારા ઉવાચ. નયનતારાના હાથનો ભરડો કસાતો જાય છે, મારી ઉપર ધીરે ધીરે નમતી જાય છે. તેનાં શરીરનું વજન મારી ઉપર નાંખે છે. અચાનક અમારા બંન્નેનાં હોઠો વચ્ચે અંતર વધી જાય છે. બન્ને શરીર હાંફે છે. નાગરાણીનો પ્રેમ, તેનાં બદનની ખારાશ, આજે નયનતારા એથલેટ જેવી લાગતી હતી, ધારદાર આંખોથી મારા ચહેરા તરફ જુએ છે. જે રીતે એક સિંહણ હરણનો સામે જોતી હોય છે.

નયનતારા બાવરી બની ગઈ છે. એક ધ્રુજાવી નાંખે તેવું સત્ય જે પુરુષોને અંદરથી ડરાવે છે. પુરુષોને તોડી નાંખે તેવી નજર ફેંકે છે. એક કાતિલ નજર નાગણની જેમ ફુત્કારતી આ નાગરાણીને આજે મદને છંછેડી છે.


અમારા બંન્નેની ઈચ્છાઓ એક છે. નામરજીની ઈચ્છા નથી. બેરોકટોક, બેપરવાહ, બે શાંત જીવો વાતાવરણમાં અશાંતિનો માહોલ પેદા કરે છે, લડી લેવાની ઈચ્છા થાય છે. અચાનક હિંમત ક્યાંકથી આવે છે અને સિંહણને છંછેડું છું અને આ સિંહણનો શિકાર કરવા તરાપ મારી અને તેનું ધડ દબોચું છું ! બે જડબાં વચ્ચે ફસાયેલી આ સિંહણ ગાયલ હરણની જેમ તરફડિયાં મારે છે! તેનો તલસાટ મિટાવવા નયનતારા નામની સિંહણને છાતી સરસી ચાંપી દઉં છું ! પકડાયેલાં શિકારને ગેલગમ્મત કરવા છોડી દઉં છું.