Oh ! Nayantara - 2 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા – 2

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 2


' જબતેરી સૂરત દેખું !'


નેવી ડે, 4 ડિસેમ્બર, ઈન્ડિયન નેવી દ્વારા યોજાતા રંગારંગ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી જવાનો મોકો મળ્યો છે. અહીંયા જામનગરમાં આઈએનએસ વાલસુરાના નેવલબેઝ પર નેવી-ડેની રાત્રિનો નઝારો જોતા જ દિલ રોમાંચિત થઈ જાય છે. રંગબેરંગી રોશનીથી સજાવેલો, આંતરમનને પ્રકાશિત કરતો માહોલ, નેવલ બેન્ડનીખૂબસૂરત ધૂનો કાનમાં પડતાંની સાથે પગમાં ધ્રુજારી ઊપડે છે. જાતજાતની શરાબની બોટલોની રોશનીમાં થતો નશાકારી ઝગમગાટ, જાતજાતના બિયરોની બોટલોની હારમાળા જોઈ ખૂબસૂરત મુગ્ધાઓની કતાર હોય તેવું લાગે છે. ફેશન પરેડ, વિશાળ ડાન્સ ફ્લોર, ઉગતા અને ઉછળતા ખૂબસૂરત યૌવનોની ઝડી વરસતી હોય અને નશીલું વાતાવરણ હોય અને એક ખૂબસૂરત સ્ત્રી સાથીની યાદ ન આવે તો આ ધરતી જાણે પુરુષો માટે નર્કસમાન છે.


નેવી-ડે ના બે દિવસ અગાઉના રવિવારે નયનતારા મારા ઘરે આવી છે. મમ્મી અને પપ્પા અને પ્રિયા વામકુક્ષીમાં સરી ગયા છે. દિવાનખંડમાં બપોરના સમયે અખબારોની પૂર્તિઓને ન્યાય આપું છું ત્યાં અચાનક કાને નયનતારા નામની બુલબુલનો ટહુકો સંભળાય છે: 'મારે નેવી-ડેમાં જવાનો વિચાર છે. તું મારી સાથે આવી શકીશ ?'


' વ્હૉટ..! નયનતારા તારે નેવી-ડે માં જવું છે ?' આ વાક્ય બીજી વખત રિપીટ કરું છું અને નયનતારા તરફથી ત્રણ વખત જવાબ 'હા'માં મળે છે.


'પ્રિયા સાથે આવવાની છે..?'


'કેમ...! પ્રિયાની સામે સિગારેટ પીવામાં શરમ આવે છે ...? ' નાગરાણીના પહેલાં જવાબમાં મને તેની સેન્સ ઑફ હ્યુમર અને બુધ્ધિમત્તાનો ખ્યાલ આવી જાય છે.


' ના, એવું કાંઈ નથી.'


' તો બીજું કાંઈ કારણ ? ' નયનતારા બીજો તાગ મેળવવાની કોશિષ કરે છે.


'સાચું બોલીશ તો તને ખોટું નહીં લાગે ને ?'


' નહીં લાગે.... બેધડક બોલી જા અને મને ખબર છે કે તારા પેટમાં શું છે ?'


'ઓકે..! તું અને હું બીજું કોઈ નહીં...!'


રાત્રીનાં બરાબર સાત અને પિસ્તાલીસ મિનિટે હોસ્પિટલનાં ગેટ પાસે તારી રાહ જોઈશ...' નયનતારા નીચું જોઈને દાંતથી હોઠને દબાવતા કહે છે.


'તારી પાસે કોઈ વેસ્ટર્ન ડ્રેસ હોય તો તે પહેરીશ તો સારું લાગશે.'


'કોને સારું લાગશે..? તને કે અન્ય કોઈને..?'


'મારી સામે જોઈને વાત કર એટલે તને સાચો જવાબ આપું.' એટલે નયનતારા મારી સામે જોઈને આંખો પટપટાવતાં કહે છે : ' મને ખબર છે કે તને સારું લાગશે.'


જિંદગીમાં પહેલી વખત એક સ્ત્રીજાતિ સામે એકીશ્વાસે આટલું બોલ્યો હતો. અંદરથી હું પૂરેપૂરો જાણે હવામાં ઓગળી ગયો હોઉં તેવું લાગતું હતું. આજે ખબર પડી કે આપણા હિન્દુ ધર્મમાં સામાન્ય મનુષ્યથી લઈને પરમકૃપાળુ પરમાત્મા સુધી બધા સ્ત્રીશક્તિના આસક્ત શા માટે હતા !


રવિવાર પછીના સોમ અને મંગળના બે દિવસો તો જાણે મારી પરિક્ષા હોય તેવા લાગતા હતા અને બુધવારનો સાંજનો સમય છે. નેવી-ડે માં ફરજિયાત ટાઈ અને શુટ પહેરીને જવાનું હોય છે.


સારી કાયનાત મને તાન ચડાવે છે. એક અદ્રશ્ય શક્તિ મને ધક્કા મારે છે. પ્રેમ આંધળો છે, પ્રેમ પાગલ છે, પ્રેમમાં પડવા ઉંમરનો બાધ નથી, પ્રેમ આવારા છે, પ્રેમમાં અફીણી નશો છે, પ્રેમમાં કેસુડાનો રંગ છે, પ્રેમમાં વતનની ભીની માટીની ખુશ્બો છે,ષપ્રેમ વર્ષારાણીના આગમમનો છડીદાર છે, પ્રેમ પાનખરનો દુશ્મન છે, પ્રેમ વસંતનો વિહારી છે, પ્રેમ એ મેઘદૂત્ત, શૃંગારશતક અને કામશાસ્ત્રનો રચયિતા છે, પ્રેમ એ શીતલહરનો શાંતિદૂત્ત છે. પ્રેમ એક એવી અનુભૂતિ છે જે એક કલાકમાં ત્રણેય ૠતુનો અનુભવ કરાવે છે.


આ પ્રેમ મારો છે, મારા એકલાનો છે, પક્ત મારો પ્રેમ, એક ગુજરાતી વેપારી પુત્રનો પ્રેમ..! અને આ પ્રેમ પણ કોના માટે ? ઓહ, નયનતારા... આહ, નયનતારા... એક કલાક મને એક યુગ જેવો લાગે છે. બરાબર સાત અને પિસ્તાલીસ મિનિટે ઈરવીન હૉસ્પિટલના ગેટ પાસે મરૂન રંગની વન વન એઈટ કાર ઊભી છે.


કારનો માલિક ગુજરાતી યુવાન ઈંતજાર કરે છે. દુનિયાની સૌથી ખૂબસૂરત યુવતીનો, એક અનછૂઈ છોકરીનો, એ છોકરીનું એકએક અંગ પાસા પાડ્યા વગરના હિરા જેવું છે. દુનિયાનો સૌથી કિંમતી હીરો, જેને ઈંતજાર છે. દુનિયાનો ખૂબસૂરત અને અમૂલ્ય હિરો બનવાનો અને ચીંથરે વીટેલા રતનમાં પાસા પાડવાનું મારા નસીબમાં લખ્યું હશે...?

વિશ્વાસ નથી આવતો કે એ ઝવેરી પણ હું છું.


આછા અંજવાસમાંથી દૂરથી આવતી એક આકૃતિ દેખાય છે. નજીક આવતાની સાથે નયનતારા બની જાય છે. આંખોની સામે કુદરતની ખૂબસૂરતીની કયામતની ઘડી દેખાય છે. ઓહ.. માય ગોડ.. ઈશ્વર, અલ્લાહ, જીસસ, ખોદાઈજીની સંયુક્ત મહેનતનું પરિણામ નયનતારાના રૂપે મારી નજર સમક્ષ છે. બ્લ્યુ રંગનો વેસ્ટર્ન પહેરેલો છે અને ડ્રેસ પણ કેવો ? શરીરને ચપોચપ ચોંટે છે અને મારા કરતા પણ આ ડ્રેસ બાવરો બન્યો છે. પણ શું કરું... ? આજે નયનતારાનો ડ્રેસ મારા નસીબ કરતા બળિયો સાબિત થયો છે.


નીચે ઉતરીને મહારાણી માટે દરવાજો ખોલી આપું છું. નયનતારા મારી બાજુની સીટમાં બેસે છે. ગાડી શહેરના રસ્તાઓને વટાવીને આઈએનએસ વાલસુરાનો રસ્તો પકડે છે. રાત્રિના સમયે પણ રોડની બંન્ને બાજુ કન્ટ્રીસાઈડ જેવી લીલોતરી દેખાય છે. જાણે હું નયનતારા સાથે વિદેશમાં લોંગ ડ્રાઈવ પર જતો હોઉં તેવું લાગે છે.


અચાનક સપનાંઓનો દોર તૂટે છે, નયનતારા મને પૂછે છે: 'એ પોપટ કેમ શરમાય છે ?' એટલે મેં તેને કહ્યું કે 'નાગરની દીકરી થઈને સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરો.'


' મારો વાંક નથી, આ તમારી કાઠિયાવાડની ભૂમિની અસર મારી જબાન પર પડી છે.' 'સારું સારું....!' જવાબ આપું છું અને અમારી કાર આઇએનએસ વાલસુરાના ગેટ પાસે પહોંચે છે. કારના દરવાજાનો કાચ ખોલી એન્ટ્રી પાસ એક વેલડ્રેસ અને સાફાધારીને બતાવું છું. એટલે પોતાના હાથને હલાવી અને લશ્કરી અંદાજમાં અંદર જવાનું સૂચન કરે છે. ગાડીને પાર્ક કરી અને ઝટપટ ઉતરી અને ડાબી સાઈડનો દરવાજો ખોલવા ડગ માંડુ છું. કારણ કે આ દરવાજેથી નેવી-ડેની ઉજવણીમાં સામેલ થનારી નાગરાણી નયનતારા ઉતરવાની છે.


આજે ખબર પડી કે પ્રેમ મતલબી પણ છે. શેઠિયાને પણ શૉફર બનાવે છે. એ ગુજરાતી શૉફરે બ્લેક શૂટ, નેવી બ્લુ રંગનું શર્ટ, રંગોનાં છાંટણાવાળી ટાઈ અને બ્લેક શૂઝ પહેર્યા છે. નયનતારાના હાથને મારા હાથમાં લેવા હાથ લંબાવું છું. કશી પણ આનાકાની કર્યા વિના મારું અરમાન નયનતારા પૂરું કરે છે. હાથમાં હાથ પરોવીને અમો બંન્ને નેવી-ડેનો ઉજવણીનો સામિયાણો જે એક ખુલ્લું મેદાન છે, તેમાં પ્રવેશ કરીએ છીએ.


ધીમાધીમા સંગીતની વચ્ચેથી એક જાહેરાત થાય છે : 'આ કાર્યક્રમની શરૂઆત એક ફેશન શૉ દ્વારા કરવામાં આવશે.'
રેમ્પ પર ચાલતી દરેક યુવતીઓ જે મૉડેલો છે, તેમાં નયનતારાની ઝલક જોવાની કોશિશ કરું છું અને દરેક વખતે કોશિશ કામિયાબ હોતી નથી. રેમ્પ પરની એક પણ મૉડેલ નયનતારાની ખૂબસૂરતીની બરોબરી કરી શકે તેવી નહોતી. એક ગર્વભરી મુસ્કાન મારા ચહેરાપર આવે છે અને હું મારી જાતને વધારે અભિમાનથી જોવા લાગું છું.


માઈક પર ફરીથી જાહેરાત થાય છે: 'અહીંયા પધારેલા તમામ આમંત્રિતોને વિનંતી છે કે જે લોકોને નૃત્યનો શોખ છે તેવા લોકોને અમારું મન મૂકીને નાચવાનું આમંત્રણ છે, જેમાં બાળકોથી લઈને બાળકોના દાદાને પણ આ સમૂહ નૃત્યમાં જોડાવાની છૂટ છે.'


જેમ સ્કૂલનો દરવાજો ખૂલે અને બાળકો દોટ મૂકે તેમ જુવાનડા, જુવાનડીઓ અને બાળકો અને આધેડ સ્ત્રી-પુરુષો ખુલ્લા મેદાન તરફ દોટ મૂકે છે. મારા શહેર જામનગરનો મને અનુભવ છે, જે જલ્દીથી આધુનિકતા અપનાવે છે. એક એવો વિશાળ વર્ગ અહીંયા રહે છે જે વેસ્ટર્ન કલ્ચરનાં રંગે રંગાયેલો છે.


વેસ્ટર્ન મ્યુઝિકની ફાસ્ટબીટ વાળું સંગીત વાગે છે. મોટા ચોરસ બોક્સ જેવા હજારો વોટની સાઉન્ડ સિસ્ટમમાંથી શરીરને ના છૂટકે નાચવા મજબૂર કરે તેવું સંગીત રેલાય છે. મારા પગમાં આસુરી શક્તિનો સંચાર થાય છે. નયનતારાની આંખોમાં નજર નાંખુ છું અને તેના પગ પર સંગીતની ધુનોની અસર દેખાય છે. એટલે નયનતારાને પૂછ્યું : 'તને ડાન્સનો શોખ છે ?' અને નયનતારાનો ઉત્સાહી જવાબ મળે છે : ' આ સવાલ હું અબીહાલ જ તને પૂછવાની હતી.' એટલે ખુરશી પરથી ઊભો થઈને નયનતેરાનો હાથ બાદશાહી અંદાજમાં પકડીને ઊભી કરું છું. આ બાદશાહી અંદાજ જોઈને આજુબાજુ કાંઈક બળવાની વાસ આવે છે. પછી બાદશાહને ખબર પડે છે કે નયનતારાનો હાથ મારા હાથમાં જોઈને આજુબાજુમાં દરબારીઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા છે.


નયનતારા અને હું દુનિયાદારી ભૂલીને હિન્દી, અંગ્રેજી અને બ્રાઝિલીયન ધૂનો પર પગને થકવી નાખનારા નૃત્યોમાં મશગૂલ બની ગયા છીએ. કાચના સ્ટેમ ગ્લાસમાં વચ્ચે બે આંગળી ભરાવી અને સ્ત્રીની કમર પકડી હોય તેમ નયનતારાની કમર પકડીને નૃત્યસમ્રાટ નટરાજની સ્તુતિ કરું છું. ગુજરાતી સ્ત્રીઓ અને પુરુષોનું જાનલેવા આકર્ષણ નૃત્ય છે , જેનો મને આજે સાક્ષાત્કાર થાય છે. ફાસ્ટબીટ પર જંગલી આદિવાસીની જેમ હું અને નયનતારા નૃત્ય કરવામાં મશગૂલ બની, આજુબાજુની દુનિયાનું ભાન ભૂલી ગયા છીએ. નયનતારાનાં બ્રહ્માંડમાં હું એકમાત્ર ઉપગ્રહની જેમ ભ્રમણ કરું છું.


સંગીતની તરજો ધીમી થાય છે, શરૂ થાય છે, સભ્ય એવા અંગ્રેજ સમાજનું નૃત્ય એવું 'બોલ ડાન્સ' જે ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. હવે અંતર ખૂટી ગયાં છે. શરમના અન્નજળ ખૂટી ગયા છે, જવાની જંગલી સિંહની જેમ ડણક નાખે છે, શરીરથી શરીર ચોંટે છે. શ્વાસોચ્છ્વાસ અથડાઈને છૂટા પડે છે. કામુક ચેષ્ટાઓ, શરીરની ભંગીમાના અલગ અલગ મોડ અને નયનતારા ઉવાચ ! નયનતારા નાગરાણીનાં ખોળિયામાંથી ઢેલના ખોળિયામાં પ્રવેશ કરે છે. આ ડૉક્ટરી સ્નાતક આજે અલ્લડ અને મસ્તીખોર રૂપગર્વિતા બની છે. સ્ટેથોસ્કૉપને બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. તેના વાયરલેસ સ્ટેથોસ્કૉપમાં મારા દિલની ધડકનો સંભળાય છે. ભારેખમ ડૉક્ટરી અભ્યાસની ચોપડીઓને કબાટમાં પૂરી દેવામાં આવી છે. સફેદ ડાક્ટરી લિબાસને ધોબીને ત્યાં ધોવામાં આપી દેવામાં આવે છે. ગંભીર અને ગૂઢ ડાક્ટરી દુનિયાથી જોજનો દૂર રળિયામણા પ્રદેશમાં નરનતારા નાચે છે, ઝૂમે છે, શરીરને તોડે છે, આજે નયનતારા નામની ઢેલડીએ ભને મોરલા જેવો બનાવી નાંખ્યો છે.


એકબીજાની કમર અને ખભે હાથ રાખી, સંગીતના ધીમા તાલે નૃત્ય થાય છે. આંખોથી આંખો ટકરાય છે. વિજાતીય આકર્ષણ પૂરબહારમાં ખીલ્યું છે. જોબનીયું છલકાય છે. વ્હીસ્કીના ચાર પેગની અસર દેખાય છે, પણ મારે મન આ નશાની કોઈ કિંમત નથી, પણ નયનતારાની આંખોનો નશો બેવડી અસર કરે છે. છાતીએ છાતી ભીંસાય છે. નયનતારાને વિરોધ નથી અને આંખોથી ઈજન આપે છે એવું બતાવવા માંગે છે કે આ નાનકડો પ્રયાસ નહીં ચાલે. યહ દિલ માંગે મોર, કુછ નયા કરકે બતાઓ.


આટલું તો મારા માટે કાફી હતું. પછી તો શું...! આવેપારી વરણાગી બને છે. મારી અને નયનતારાની સરહદો વચ્ચે મોરચો ગોઠવાય છે. સામસામા કામબાણ ખેંચાય છે. બંન્નેના શરીરમાંથી ધનુષ્ય ટંકારનો અવાજ આવે છે. સભ્ય સમાજની વચ્ચે હું અને નયનતારા અસભ્ય બનીને મુક્તવિહારી બની ગયાં, બંન્નેની આંખોમાં અંધાપો આવી ગયો અને કામબાણથી વીંધાઈને પ્રેમમાં આંધળા બની ગયાં હતાં. દિમાગ અને શરીરમાં નયનતારાના શ્વાસોચ્છ્વાસ અને નશાએ કબજો કર્યો હતો. પહેલીવાર ખબર પડી કે પ્રેમ આંધળો છે.


નાચીનાચીને શરીર થાકી જતાં થોડે દૂર જ્યાં માણસોની ચહલપહલ નથી એવી શાંત જગ્યાએ અમો કોઈપણ વિરોધ વિના પહોંચી ગયાં. પાંચ પેગ પૂરા કર્યા પછી દિમાગી હાલત સાબૂત છે. જબાનની ભાષા બોલવાની જરૂર નથી, હવે આંખોની ભાષા બોલાય છે અને આ ભાષાનાં શબ્દકોષનું નામ છે 'પ્રેમ'.


'પ્રેમ' એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોશ છે અને આ શબ્દકોશ બ્રેઈલ લિપીમાં લખાયેલો હોય છે, તેને સમજવા માટે અંધજનની જેમ આંખો બંધ કરી અને આંગળીઓના સ્પર્શથી વાંચી શકાય છે. આજથી મારી પાસે અને નયનતારા પાસે આ શબ્દકોષ આવી ગયો છે. હું જે ચાહું છું તે નયનતારા પાસે અને અને નયનતારા જે ચાહે છે તે મારી પાસે છે અને અમો બંન્ને જેને ચાહીએ છીએ તે અમારા બન્નેનાં દિલમાં છે.-પ્રેમ અને લાગણી; જેનાં બંધનમાં આજ અમો બંધાય ગયા છીએ.


પાગલ બનાવી નાખે તેવો માહોલ છે. શાકાહારી વાતાવરણમાં ચિકન અને બિરીયાનીની ખુશ્બો ભૂખને તરસાવે છે. પણ અમોને ક્યાં ભૂખ લાગી છે ? આજે હું અને નયનતારા પ્રેમનાં ઉપાસક બનીને ઉપવાસ પર ઉતર્યા છીએ.


દીવાલનો ટેકો મને બરાબર ફાવી ગયો છે અને મારો ટેકો નયનતારાને ફાવી ગયો છે. ડિસેમ્બર મહિનાની ઠંડીનો ચમકારો, આછો પ્રકાશ અને નયનતારાનો સ્લીવલેસ ડ્રેસ. મને લાગ્યું કે નયનતારાને ઠંડી લાગે છે. એટલે મારી પીઠના ટેકે ઊભેલી નયનતારાના ગળા પર મારી હડપચી રાખીને તેના કાનમાં પૂછું છું: 'નરનતારા...., તને ઠંડી લાગે છે ...?'

આટલું બોલ્યા પછી એકબીજાના ગરમ શ્વાસો એકબીજા સામે ટકરાઈને છૂટા પડે છે.


નયનતારા હવે કાબૂ ગુમાવે છે. કામુક સિંહણ જે રીતે સિંહ સાથે જે રીતે શરીર ઘસે છે તેવી રીતે મારે શરીર સાથે પોતાનું શરીર ઘસે છે. મારી કસરતી છાતી સાથે તેનાં પુષ્ટ સ્તનયુગ્મની જોડી ઘસાય છે. તેનાં નિતંબોને મારી હથેળીઓનો સ્પર્શ થાય છે. ખુલ્લા વાળને મારા હાથમાં વાળીને નયનતારાના ચહેરાને મારી હોઠોની નજીક લાવું છું અને મારા પ્રેમની માલિકીનાં દસ્તાવેજ પર મારા હોઠોનો રબ્બર સ્ટેમ્પ લખાવી દઉં છું. ઓહ.. માય ગૉડ, આ માણસને આટલું સુખ શા માટે આપ્યું ? દરરોજ પેઢીના ગલ્લે પૈસા ગણતા માણસને પૈસાથી પણ કિંમતી જણશનો તેના હાથને સ્પર્શ થાય છે. મારી આંગળીઓ નયનતારાનાં ધ્રુજતા હોઠ પર પડે છે.


જીવનમાં કદી ગુલાબોની પાંદડીઓનો સ્પર્શ મારી આંગળીઓને નથી થયો, લાખો ગુલાબોની જેની સામે હેસિયત નથી તેવા મારા નયનતારાના હોઠોને મારી આંગળિયોનો સ્પર્શ થતાં જ નયનતારાની આંખોમાં મેં જોયું હતું કે તેમાં મારા સિવાય કોઈનું સ્થાન નથી. નયનતારાના ખુલ્લા વાળની ભીની ભીની ખુશ્બો અને નરનતારાના શરીરમાં આવતી અરબસ્તાનની બેદુઈન સ્ત્રીની ખટાશભરી માદક ગંધ. એક એવી ગંધ જે કબ્રસ્તાનના મડદાંને પણ કબર થોડી બહાર નીકળવા દાવત આપે છે.


નરનતારા એમબીબીએસ કરતી ડૉક્ટર છાત્રા આજે મદહોશ બની છે. લુહારના ધમણની જેમ તેની છાતી હાંફે છે. મારા હાથમાં સાતમો પેગ છે. હું પોતે પણ ડબલ નશાનો શિકાર બનેલો છું. એક શરાબનો નશો અને બીજો નયનતારાની નશીલી કાયાનો નશો. આજે ખબર પડી કે પ્રેમની ગતિ અવાજની ગતિ કરતાં પણ વધારે છે.
નયનતારાના બ્લુ રંગનાં વેસ્ટર્ન ડ્રેસની પટ્ટીઓ આડી અવળી થાય છે. અચાનક ઉપવસ્ત્રની કાળી પટ્ટીઓ દેખાય છે. નયનતારાને બધી જાણ છે છતાં પણ આંખ આડા કાન કરે છે. આડકતરી ઈજન આપે છે. આંખોથી અડપલાં કરે છે. એરપોર્ટ પર સિક્યુરિટી ચેકીંગ દરમિયાન જે રીતે જડતી લેવાય છે તે રીતે નયનતારા મારી જડતી લેવા માંડે છે. ચકાસણી પૂરી થતાં મારી સામે મારકણું સ્મિત કરે છે.


' નયનતારા... ઓહ, ડ્રિંક્સ મેં કર્યુ છે અને નશો તને ચડ્યો છે.' નિંદ્રામાંથી જાગી હોય તેમ નયનતારા વર્તન કરે છે.


'ચાલ નયનતારા, હવે ડિનર લેવા જઈએ.'


'મને ભૂખ લાગી નથી.' અર્ધખુલ્લી આંખે નયનતારા જવાબ આપે છે.


' તેવું ના ચાલે.. જમવું તો પડશે અને મને ભૂખ પણ લાગી છે.'


' ના..! મને આજે તારી ભૂખ છે, આજે તને કાચેકાચો ખાઈ જવો છે' હજુ પણ નયનતારા અર્ધબેભાન અવસ્થામાં જવાબ આપે છે.


'મહેરબાની કરી નખરા રહેવા દે અને જલદી ચાલ.' માંડ માંડ નયનતારાને સમજાવી કાઉન્ટર સુધી દોરી જાઉં છું. ટેબલ અને ખુરશીની શોધ કરી અને એક ખુરશી પર નયનતારાને બેસાડું છું. અમારા બન્નેની પ્લેટ તૈયાર કરો ટેબલ પર મૂકું છું. નયનતારા નાગર હોવાથી તેના માટે શાકાહારી ભોજન લાવું છું.


'નયનતારા, મહેરબાની કરી જમી લે.'


'આજે તારા હાથેથી જમવું પડશે.' નયનતારા જીદ્દ કરે છે.


'ઓ..કે..! શું જમવું છે ? રોટી અને પંજાબી સબ્જી ?'


' તારા હાથેથી જે જમાડે તે ચાલશે.'


નયનતારા મારા હાથેથી કોળિયા ભરે છે, આજુબાજુ બેઠેલા લોકો કુતૂહલથી મારી સામે જુએ છે. અહીં પાર્ટીમાં પધારેલા મારા એક જાણીતા ગ્રાહક મારી પાસે આવીને કહે છે: ' શેઠ, પ્રેમમાં પડવું તમે ધેરો છો એટલું સહેલું નથી..!' અને અમો બંન્ને જણ હસી પડ્યાં.


અચાનક ધાણીફૂટ ગોળીબારનો અવાજ સંભળાય છે. આ અવાજ સાંભળીને હું અને નયનતારા બંન્ને તંદ્રાવસ્થામાંથી ઝબકી ગયા. ફરીથી સ્વસ્થ અવસ્થા ધારણ કરી લીધી. પછી ખબર પડી કે નેવી-ડેના પ્રસંગે યુધ્ધનાં દ્રશ્યનું ચિતાર આપતું જીવંત વાતાવરણ ખડું કર્યું હતું.


શું નઝારો હતો... મેદાન પૂરું થતાં દરિયો છે. મશીનગનમાંથી આગના ગોળા છૂટતાં હોય એમ ખોળીઓનો વરસાદ દરિયાનાં પાણીમાં પડતો હતો. દિલને રોમાંચિત કરી દેનારી ઘટના નછર સમક્ષ બની ત્યારે ખરેખર દિલ ખુશ થઈ ગયું હતું.


આજે સમજાયું કે બે-ત્રણ દુશ્મનોથી ઘેરાયેલું આપણું હિંદુસ્તાન અને દેશના નાગરિક શા માટે સલામત છે ?
આપણાં લશ્કરના જવાંમર્દ હિંદુસ્તાની સૈનિકો રાજસ્થાન રણમાં, કચ્છમાં બળબળતા રણમાં, સિયાચીન અને કાશ્મીરની હાડ ગાળી નાખતી ઠંડીમાં,આસામ બંગાળનાં પૂર ગ્રસ્ત ઈલાકામાં, અરુણાચલ પ્રદેશમાં ચારે તરફ ફેલાયેલી સરહદો પર આંખનું મટકું માર્યા વગર દેશની રક્ષા કરે છે.


પાકિસ્તાનને અડતી દરિયાઈ સરહદો પર આપણા નેવીના અફસરો આધુનિક અને હથિયારોથી લેશ બોટમાં ચોક્કસ નજર રાખે છે. સતત અને સતત ટેન્શન વાળા વાતાવરણમાં જીવવાનું એટલે દરિયાઈ સરહદનું રક્ષણ છે.
એરફોર્સનાં બહાદુર જવાનો આધુનિક ફાઈટર પ્લેનના સતત ચક્કર લગાવી આકાશી સરહદોનું રક્ષણ કરે છે. એકપણ માંસાહારી પક્ષી આપણા શાંતિદૂત્ત સમે હિંદુસ્તાની કબૂતરો પર ઝપટ મારવાની હિંમત કરતું નથી.
આ બહાદુરીનું કામ છવામર્દ પુરુષો કરે છે. પણ બહાદુર પુરુષોને જન્મ આપવાનું કામ સ્ત્રી કરે છે.


ગોલીબારીનો નઝારો જોવા બધા લોકો દરિયાકિનારે એકઠા થયાં છે. હું અને નયનતારા બંન્ને એકલાં બેઠાં છીએ.
નરનતારા કહે છે : ' ચાલ પેલા સાવ છેવાડાનાં બાંકડા પર બેસવા જઈએ, ત્યાં કોઈની નજર પડશે નહીં,'
ફરીથી નયનતારાના આચાર બદલે છે, આજે નયનતારા એ મનોમન પાક્કું કર્યું છે કે છેલ્લી ઘડી સુધી લડી લેવું છે, જે મને અંદરખાનેથી ગમે છે. નવપરણિત યુગલ જેવાં નખરા શરૂ થાય છે. યુવાનીનો આલમ કોઈનો મહોતાજ નથી હોતો. નયનતારા એક એવી સ્ત્રી છે જેના પર નજર પડતા જ દરેક પુરુષની નજર બગડે છે. પણ અહીંયા તો ઉલટું બન્યું છે - આજે નયનતારાની દાનત મારા પર બગડી છે.


મને સમજાતું નથી કે શું બની રહ્યું છે ! વિજાતીય આકર્ષણ એટલું જલદ હોય છે જેની આજે સ્વયં અનુભૂતિ થાય છે. ધર હરણ લડાઈ લડી અને જીતે છે અને માદા હરણ રિઝાય છે. તે રીતે આજે નયનતારા મારી પર રીઝાણી છે. પગની આંટી મારે પગમાં મારે છે. મારી આંખો બંધ થાય છે. ગરમ શ્વાસોચ્છ્વાસ મારા નાક સુધી આવે છે. ફરીથી અમારા બંન્નેનાં હોઠો વચ્ચે દોરાવારનું અંતર નથી. એક સંપૂર્ણ આરસમૂર્તિ, એક દેવીપ્રતિમા જેના પર આસક્ત થવા દરેક મેડિકલ છાત્ર પોતાનો ધર્મ સમજે છે. આજે એ દેવીપ્રતિમા મારી આસક્ત બની ગઈ છે. પોતાનાં તન અને મનની રિયાસત મને અર્પણ કરી છે.


હજુ મારું વિચારતંત્ર ચાલુ છે. ફક્ત બે ત્રણ કલાકના સમયગાળામાં નયનતારા શા માટે આટલી બદલી ગઈ છે ? આટલું આકર્ષણ અને આટલો પ્રેમ ટૂંક સમયમાં થઈ શકે છે ? છેવટે નયનતારાને પૂછવા મન લલચાય છે.


'નયનતારા.. ! તું શું વિચાર કરે છે ?'


'કંઈ નહીં ... ફક્ત તારો વિચાર કરું છું.' નજરને નીચી રાખીને નયનતારા વાતો કરે છે.


ફક્ત મજાક કરવા ખાતર પૂછું છું : 'મારી સાથે લગ્ન કરવાનો વિચાર કરે છે ?'


નયનતારા હસતા હસતા જવાબ આપે છે: 'હજુ વિચાર્યુ નથી... પણ લગ્ન માટે તારે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે. ત્યાં સુધીમાં હું એમ.એસ. બની જઈશ.'


'તો હું ચાર વર્ષ સુધી રાહ જોવા તૈયાર છું.'


' એક ડૉક્ટર અને તે પણ એમ.એસ. ઓર્થોપેડિક સર્જનને પત્ની તરીકે અપનાવી શકીશ ? અને તારા મમ્મી ડેડી શું વિચારશે ?' નયનતારા હવે ગંભીર થઈને વાત કરે છે.


'મને ખબર નથી, પણ હું મનાવી લઈશ.'


'તારો અને મારો અભ્યાસ વચ્ચે આવશે તો...?' છરા ભાર દઈને આ સવાલને અધૂરો છોડે છે .


આજે લાગે છે કે દશ ધોરણ સુધીના અભ્યાસ કરેલા માણસને એક ડોક્ટરને પત્ની બનાવવીશસહેલી નથી. આજે લાગ્યું કે અભ્યાસ જરૂરી છે. પણ મેં મનોમન ગાંઠ વાળી છે. એક જ નિશાન અને એક મંઝિલ છે. એ છે નયનતારા જે ભવિષ્યની એમ. એસ. ઓર્થોપેડિક સર્જન બનવાની છે અને એ પહેલા મારી પત્ની બનાવવી છે. મારી લાઈબ્રેરી, મારા અતિપ્રિય લેખકો, મારા જ્ઞાની ભિતૂરો થકી મારી જાતને આ નાગરપુત્રીની સમકક્ષ બનાવીશ અને તેની જેવી સેન્સ ઑફ હ્યુમર કેળવીશ.


'નહીં આવે, છેલ્લા ઓઆર સાડાચાર વર્ષથી એસએસસી છોડ્યા પછી ધંધામાં જોડાયો છું અને સારા નરસાંનું બધું જ્ઞાન છે. માણસને જોતાની સાથે તેની પ્રકૃતિ ઓળખી શકું છું.' નયધતારાને અભિમાનથી જવાબ આપું છું.


'બસ આવા જ એટીટ્યુડ વાળો માણસ મને ગમે છે. મને વેવલા અને બાયલા જેવા માણસો ગમતાં નથી. પણ હું વિચાર કરું છું કે આ વાત જ્યારે મારા ડેડી અને મમ્મીને કરીશ તો શું વિચાર કરશે ?' નયનતારા હવે ખુલીને વાત કરે છે જે મને ગમ્યું હતું.


'કદાચ કોઈ નહીં માને તો આપણે બંન્ને કોર્ટમાં મેરેજ કરીશું.' હું જુસ્સાભેર કહું છું.


'એ શક્ય નથી.. આપણા બંન્નેનાં વડીલોને નારાજ કરી અને આપણે લગ્ન કરવા નથી, જ્યારે તું વાજતે ગાજતે જાન લઈને આવીશ ત્યારે જ હું તને પરણીશ.' નાગરાણી ની ખુમારી તેનાં શબ્દે શબ્દમાં દેખાય છે.


'કદાચ એ શક્ય નહીં બને તો કુંવારી રહીશ ?'


'ના..રે..ના, મેં તને મનોમન મારો માની લીધો છે. આજથી બીજા પાત્રનો વિચાર પણ મારા મનમાં કદી નહીં આવે.'


'ખરેખર સાચું બોલે છે !'


'તારે સાબિતી જોઈએ કે મારા શબ્દોમાં વિશ્વાસ છે ?'


' તારા નામ પર વિશ્વાસ છે,'


' તું શંકાશીલ માણસ છે ?' એટલે મેં કહ્યું : 'ના...' થોડીવાર સુધી અમારા બંન્ને વચ્ચે શાંતિ છવાઈ જાય છે. માણસો ધીરેધીરે વિદાય થાય છે, એટલે નયનતારાને કહ્યું : 'ચાલો હવે અડધી રાત થઈ ગઈ છે.'


'ના..! અહીંયા સૂઈ જવું છે.'


'ગાંડી ના થા, અને જલદીથી કારમાં બેસી જા.' રાતનાં અઢી વાગ્યા છે. મારી કાર સ્વપ્નોની દુનિયાથી અમારા શહેરના લસ્તા પર દોડે છે. ધીમી ગતિએ કાર આગળ વધે છે. કારટેપમાંથી રેલાતું મધુર ગીત અભારાં બંન્નેનાં યુવાન હૈયાં ને વાચા આપે છે.


'જબ જબ તેરી સૂરત દેખું, પ્યાસ દિલમેં જાગે, તેરી તરફ હી દિલ મુજે ખીંચે, ક્યા તું મેરી લાગે, કૌન સા યહ બંધન હૈહ યહ કૈસા અપનાપન હૈ, કિસીકા જોર ચલે ના, યે કૈસી દિલ કી લગન હૈ..'

તેરી ચાહત કી ગરમી, નરમ સાંસો કા તુંફા, મોમ હો ગયા મેરા દિલ, પીઘલને લગા હૈ ઈમાં...'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED