Sagaaino bijo divas books and stories free download online pdf in Gujarati

સગાઈનો બીજો દિવસ

કુશાને રૂપાને ફરી સવાલ પૂછ્યો, “આર વી રીયલી એન્ગેજડ?”

“યુ સ્ટુપીડ...” રૂપાએ ખભા પર ટપલી મારીને સ્મિત સાથે જવાબ આપ્યો. અને ફરી કપડાની ઘડી કરવામાં લાગી ગઈ.

કુશાન બેડ પર સુતો રૂપા ને હજુ પણ જોઈ રહ્યો હતો.

“રૂપા, મને હજુ પણ યકીન નથી થતો, આર વી રીયલી...?”

“સ્ટોપ બીઈંગ ચાઈલ્ડીશ..” રૂપા એ સદી સંકેલતા જ જવાબ આપ્યો.

રૂપા અને કુશાન ની ૨ દિવસ પહેલા જ સગાઇ થઇ હતી. મુંબઈના નામચીન ઉદ્યોગપતિઓમાં રૂપાના પપ્પા ચંદ્રકાંત શેઠ નું નામ આવતું. રૂપાને આ વાત નો ગર્વ પણ હતો અને થોડું અભિમાન પણ.

કુશાનના પપ્પા મેહસાણામાં મોટા તેલ ના વેપારી હતા. મુંબઈ નાં શ્રેષ્ઠ પાર્ટીપ્લોટમાં રૂપા અને કુશાનની સગાઈ થઇ હતી, જેમાં મુંબઈના ઉદ્યોગપતિઓ થી લઈને રાજકારણીઓ પણ અતિથી તરીકે આવેલા.

બંને ને સગાઇ પછી મુંબઈમાં થોડા દિવસ રોકાઈને પછી જવાની સલાહ રૂપાના પપ્પા એ આપી હતી. અને એમનો વરલી સી – ફેસ નો બંગલો ૨ દિવસ માટે ખોલી દેવામાં આવ્યો હતો.

“ આપણે કાલે જુહુ જઈશું, મને દરિયો ખુબ ગમે છે, ત્યાનાં પાણીમાં ઘણી વાર પગ રાખીને હું સૂર્યને ક્ષિતિજને જોતી ઉભી રહું છુ. મારે તને એ બધી જગ્યાઓ બતાવવી છે જ્યાં હું મારું મુંબઈ જોવું છુ.”

રૂપાએ “મારું” શબ્દ પર ભાર રાખીને કુશાનને કહ્યું.

“લેટ્સ સી... “તારું” મુંબઈ મને જોવું ગમશે, જો તું બતાવશે તો...”

“ઓફકોર્સ બતાવીશ, પાગલ..., એટલા માટે જ તો મેં પપ્પા પાસે થી ૩ દિવસ રેહવાની પરમીશન લઇ લીધી છે.”

“મતલબ કે આ આપણું પ્રી હનીમૂન..”

“ના... પાગલ... તું ખરેખર બહુ ફની છે કુશાન...”

રૂપા એ કપડાની થપ્પી કબાટમાં ગોઠવીને કબાટ બંધ કર્યો.

“ચા પીઈશ?” રૂપા એ કિચન તરફ જતા સવાલ કર્યો.

“ના.. ચલ ને બહાર જઈને નીચે કૈક ખાઈએ..” પછી કુશાને ઉમેર્યું... “ એ , તું કેહતી હતી ને કે અહિયાં નીચે એક કાફે છે જેની કોફી તને ભાવે છે...”

“અરે હા, હું તો તને ત્યાં લઇ જવાનું જ ભૂલી ગઈ, ચલ નીચે જઈને કોફી પીએ..”

બીજા દિવસે બંને જુહુ માટેની ટેક્સીમાં જવા બેઠા. સાંજના ૫ વાગ્યા હતા. દિવસ ઢળવાની શરૂઆત થઇ રહી હતી. સૂર્યનો મંદ તડકો બારીમાંથી કુશાન ના ચેહરા પાર પડી રહ્યો હતો. બારીની બહાર ગાડીઓ ઝડપથી પસાર થઇ જતી હતી. એક સુતરફેણી વાળો સાયકલ ગોઠવીને બાળકોને સુતરફેણી આપી રહ્યો હતો. એક કપલ હાથ પકડીને ચાલી રહ્યું હતું. બાજુમાંથી એક સ્પોર્ટ બાઈક ઝૂમ અવાજ કરીને પસાર થઇ ગઈ. આ બધું ઝડપથી ચાલી રહ્યું હતું. કુશન બારી માંથી જોઈ રહ્યો.

“બસ ભૈયા, યહી રોક દેના...” રૂપા એ ડ્રાયવર ના ખભા પર હાથ થાબીને કહ્યું.

બંને ચાલીને દરિયાના પાણીમાં આવી ગયા. રૂપાએ કુશાનનો હાથ પકડી રાખ્યો હતો.

“આ કેટલું સરસ પ્લેસ છે... રીયલી અમેઝિંગ યાર...” કુશાને રૂપાનો હાથ દબાવતાં કીધું.

“મેં તને કહ્યું હતું..” થોડી વાર પછી રૂપ બોલી “હું અહી આવીને બસ પાણીમાં ઉભી રહું છું અને બધો જ થાક, બધું જ ટેન્સન ભુલાઈ જાય છે. દરિયા ના પાણી ની એક અલગ મજા છે. સરોવર કે તળાવ તમને આટલું ખુશ ન કરી શકે. કદાચ એટલે જ નાની નાની નદીઓ પોતાની જાત ને દરિયામાં સમર્પિત કરી દેતી હશે... શું વિચારે છે કુશ?”

“કઈ નહિ.. તને સાંભળું છું..”

“જુહુ નું પાણી ચોક્ખું હોય છે, અહી લોકો ગંદકી નથી કરતા. સેલેબ્રીટી પણ અહી આવે છે. શૂટિંગ પણ થાય છે અહિયાં.” રૂપાએ ક્ષિતિજ તરફ જ નજર રાખીને કહ્યું.

“ રૂપા, મારે તને એક વાત કહેવી છે..”

“હા, બોલ ને.. એમાં ગભરાવાનું શું..!!”

“ આપણી સગાઇ પેહલા જો મારો કોઈ રીલેશન હોય, તો તેના વિષે તું શું વિચારે? ”

“કુશ, આનો જવાબ મેં પેહલા પણ તને આપ્યો છે. આજના જમાનામાં દરેક માણસના કોઈ રીલેશન હોય જ છે. પણ તેમાં અગત્યનું એ છે કે તમે તમારા લાઇફ પાર્ટનર સાથે કેટલા વફાદાર છો. તમે જેની સાથે તમારી જિંદગીના ૬૦ વર્ષ વિતાવવાના છો, તે રીલેશન અગત્યનો છે. અને આ સમયમાં, આઈ મીન, સગાઇ થઇ ચુક્યા પછી પણ તમે કોઈ બીજા રીલેશન વિષે સીરીયસ હોવ તો એ આપણા બંને માટે સારું નથી.. તારા પાછળના રીલેશન થી મને કોઈ ફર્ક નથી પડતો, પણ તું મારી સાથે વફાદાર રહે, બસ એટલું જ હું ચાહું છું.”

કુશાન પાણીમાં પોતાના પગ પર આવતા મોજાની સામે જોઇને, નીચા મોઢે બધું સાંભળી રહ્યો. અને પછી રૂપ સામે જોઇને કહ્યું “ આઈ લાવ યુ...”

“જોયું, બસ આ જ સાંભળવા હું તને અહિયાં લઈ હતી.. આઈ લાવ યુ ટુ, કુશાન ” એમ કહીને રૂપા કુશાન ને ભેટી પડી. બંને એ હગ કર્યું. કુશાન રૂપા ને બાહોમાં લઈને સૂર્યને જોતો રહ્યો, અને રૂપ આંખો બંધ કરીને કુશનની છાતીમાં માથું દબાવી આલિંગનમાં ઉભી રહી.

“ રૂપા, આઈ એમ સોરી.. મેં તને આ વાત કહીને દુખી કરી હોય તો..”

“ અરે કુશ, હું તને ઓળખું છું, અને મને ખબર છે કે તું જે કઈ પણ નિર્યણ લેશે એ આપણા બંનેના હિતમાં જ લેશે.. સો આઈ એમ હપ્પી વિથ યુ.” રૂપાએ મસ્ત સ્માઈલ આપી, અને કુશાન બધું સમજી ગયો.

“ચાલ, હવે પાણી ની બહાર નીકળીએ” રૂપા એ આજુબાજુ નજર કરીને કુશાન ને કહ્યું.

“ના, થોડી વાર ઉભા રહીએ.. મજા આવે છે.. બહુ લાંબા સમય પછી રિલેક્ષ થવા મળે છે... “

બાજુમાં એક કપલ તેની સાથે ૨ વર્ષના બાળકને લઈને છબછબીયા કરતુ હતું. લોકો સુર્યાસ્તના ફોટા પડતા હતા. થોડી થોડી વારે ઉપરથી પ્લેન ઉડતું નજરે ચડતું હતું. રોડ નજીક હોવા છતાં ગાડીઓ નો અવાજ આતો નહોતો. ફક્ત દરિયા ના મોજા અને લોકો ની વાતચીત નો અવાજ હતો. જ્યાં પાણી નહોતું ત્યાં રેતી પર ચોળાફળી અને મગદાળની લારીઓ હતી. એક સિંગ-ચણા વાળાની લારીમાં લાકડા સળગાવેલી કુંડી માંથી ધુમાડો ઉડતો હતો. કુશન કઈ જ બોલ્યા વગર દુર નજર કરીને હજુ પણ વિચારમાં ખોવાયેલો હોય એમ રૂપાને લાગ્યું.

“આર યુ ઓલરાઈટ?” રૂપાએ કુશાનનો હાથ પકડેલો હતો એ હલાવીને એનું ધ્યાનભંગ કરતા પૂછ્યું.

કુશનની આંખ ભીની હતી. એ રૂપાને ભેટીને રડી પડ્યો.

“કુશ, પ્લીઝ બેબી...” રૂપા એ કુશની પીઠ સેહલાવી અને થોડી વારે કહ્યું “ આઈ નો યુ લવ મી..”

કુશ રડી રહ્યો હતો. તેનું કારણ રૂપાને ખબર હતી. કોલેજમાં તેની એક ગર્લફ્રેન્ડ હતી. અને કુશ તેની સાથે કોલેજ પૂરી થયાના ૨ વર્ષ સુધી રિલેશનમાં હતો. પણ કુશાનનું દિલ સાફ હતું. એ રૂપાને દુનિયાની દરેક હદથી પાર પ્રેમ કરતો હતો. રૂપા પણ ખુબ સમજદાર છોકરી હતી. કુશાન શું ફિલ કરતો હશે તેનો અંદાજો રૂપાને હતો.

“ બસ કુશ, ચલ હવે, લોકો જોશે તો એમ માનશે કે આપનું બ્રેકઅપ થઇ ગયું છે અને આવડો મોટો જુવાન રડે છે..”

રૂપાએ કુશના આંસુ લૂછ્યા અને વાળ સરખા કરવા કુશાનના માથા પર હાથ ફેરવ્યો.

“ આઈ નેવર વોન્ટ ટુ લુઝ યુ. ” કુશાનની લાલ આંખો અને રડતા ચહેરે રૂપાની આંખોમાં આંખ નાખીને કહ્યું.

“ આઈ નો એવરીથિંગ, કુશ. હવે તારે કેહવાની કાઈ જ જરૂર નથી. તું મને પ્રેમ કરે છે, ધેટ્સ ઓલ. પણ જો લગ્ન પછી આવી કોઈ વાત કરી છે ને તો ખેર નથી તારી.” રૂપા એ બનાવટી અને પ્રેમભરી ધમકી આપી

કુશાનના મો પર સ્મિત ફરકી ગયું.

બંને ચાલીને રોડ સુધી ગયા. કુશાનના જીન્સના પગ હજુ પણ ભીના હતા એ તેના જીન્સ ના કલર પરથી સ્પષ્ટ થઇ આવતું હતું. રૂપાએ એક ટેક્ષી હાથ થી રોકી, અને બંને પાછળની સીટ માં ગોઠવાઈ ગયા.

“ વરલી સી ફેસ ” રૂપાએ ડ્રાયવર ને કહ્યું અને ટેક્ષી પેહલા ગેઅરના અવાજ સાથે નીકળી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED