Ek Tu Je Badhathi Ajan books and stories free download online pdf in Gujarati

એક તું જે બધાથી અજાણ

About me,

I am Chetan Solanki.

I am an Electrical engineer with having interest (fortunately or unfortunately) of writing Gazals.

I passed out my engineering from G H Patel College of engineering at Vallabh Vidhyanagar.

Besides that I want to give a message to youngsters that if you are at anywhere in the world and you got extremely angry you will start bluffing your frustration in your mother tongue, because it is directly coming from your heart. So when you abuse in your mother tongue why not to use in our daily accent??

Go for Gujarati, and make Gujarat proud across the world.

એક તું જે બધાથી અજાણ છે,

એક હું જે ને સૌ સાથે બંધાણ છે...

એક તારું દિલ જે સાવ શાંત છે,

એક મારું દિલ જ્યાં ઉઠ્યું રમખાણ છે...

એક તું જે છપ્પર-કાચલીની જેમ તરી,

એક હું જ્યાં ડૂબ્યો ત્યાં ખુબ ઊંડાણ છે...

એક તારી નજર જે દુનિયા જોઈ ચુકી,

એક મારી નજર, જેનું તારા પર રોકાણ છે...

કદી દર્દ ઉઠે તો કરું છું યાદ ‘ચેતન’,

કે તેના હરએક દીદાર રામબાણ છે...

જો નફરતની છે આ દુનિયા, તો દુનિયાથી નફરત છે મને,

મહોબ્બત હોય જો વાસનામાં, તો વાસનાથી મહોબ્બત છે મને...

મારી મરજી ન થવા દેવાવાળા બધાથી નફરત છે મને,

જો એમાં ખુદા છે, તો બેશક ખુદાથી પણ નફરત છે મને...

ફુરસદથી જો બની હોય દુનિયા, તો દુનિયાથી ફુરસદ છે મને,

જો હું ફક્ત જીવવા માટે જન્મ્યો છું, તો જીવનથી ફુરસદ છે મને.

ખોટા આશ્વાસનો આપી આપી જેણે મને મોત લાગી જીવાડ્યો,

જો નફરત હોય એ સબંધમાં, તો સબંધોથી નફરત છે મને..

દિન-રાત ગાંડાઓ જે કરે છે એ કામ છે ગઝલ,
દરેક શાણા પાસે, જો ને બદનામ છે ગઝલ...

સિકંદર છો ને સરતાજ થયો આ જગતનો,
આ તો નવરાશની પેદાશનું નામ છે ગઝલ...

વાચકો વાહ-વાહ કરતા અને હલાલો હાય-હાય,
ભાગ્યમાં છે પ્રેમ, નહીતો મારે'ય હરામ છે ગઝલ...

દિવસભર કા-કા-કા-કા બોલતા કાગડા કાળા,,
કલબલ જે ટાણે થાય, એ શામ છે ગઝલ...

સદીઓથી સળવળે જીભ છો ને કહી કહી,
આંખનાં ઈશારે પહોંચે એ પૈગામ છે ગઝલ...

સાત સમંદર પી જાઉં તો પણ વ્યર્થ છે,
ઘૂંટભરથી જેને સાકી દેખાય એ જામ છે ગઝલ...

આઠેય પ્હોર ગુણગાન ગાતી મેહફીલ,
આજે એ જ હોઠો પરથી 'ગુમનામ' છે ગઝલ...

તું જે દિવસે મને કળી જઈશ,
એ દિવસે હું તને મળી જઈશ...

આવ તું કો'ક 'દી મારી ગલી,
પછી જો હું તારી ગલી હળી જઈશ...

તું એક તણખલો દઈ જો મને,
પછી જો, હું કેવો ઝળહળી જઈશ...

હું તો છું જ 'ગુમનામ' પહેલેથી,
તું સાથ છોડીશ, તો હું રઝળી જઈશ...

હું એક સિંહ છું, અને ગઝલ મારી ગર્જના છે,
આ કોઈ લખાણ નથી, પણ મારી સંવેદના છે...

મારા શબ્દોને ભાગ્યે જ કોઈ શ્વસી શકશે,
વાહ-વાહ અને ભાઈ-ભાઈ તો માત્ર બહાના છે...


જે લોકો અત્યારે મને શબ્દોથી રોકે છે, ભલે,
મારા જ શબ્દોને એક'દી એ સલામ ઠોકવાના છે...

મારી ગઝલોને વાંચીને સૌ ચેહરો હસમુખો કરી લો,
પછી તો હું 'ગુમનામ' અને એ બધા રડવાના છે...

જીવનનાં ખાલીપામાં તું નથી, છે ફક્ત યાદો,
ન તારો પાલવ, ન તારો ખોળો, ફક્ત યાદો...

તારા આલિંગનથી શાંત મારું મન થાતું,
રડવા માટે નથી કોઈ ખભો, ફક્ત યાદો...

તને કેન્દ્રમાં રાખીને લખેલી ગઝલો-કાવ્યો,
હવે ન રદીફ-કાફિયા-મક્તા, ફક્ત યાદો...


તારા જ વિશે વિચારતું પ્રફુલ્લિત મારું મન,
હવે શૂન્યાવકાશ-ખાલીપો-એકલતા, ફક્ત યાદો...

નિયમોમાં રહેવું મને કદી ફાવ્યું જ નથી,
ભલે પછી એ ગઝલ હોય કે મારું જીવન...

છુપાઈને મેં કદી કોઈ વસ્તુ કરી જ નથી,
ભલે પછી એ હાસ્ય હોય કે હૈયાફાટ રૂદન...

મોતને તો હું હમેશા ખભે લઇને જ ઘૂમતો,
ભલે પછી એ કબર હોય કે કાળું કફન...

જે કઇ કર્યું, બેફામ, બેહદ, બેફીકર કર્યું,
ભલે પછી એ ઈશ્ક હોય કે અંધાધૂંધ આતંક...

કચાશ કોઈ નથી રાખી સંબંધો સાચવવામાં,
ભલે પછી એ દોસ્ત હોય કે મારો દુશ્મન...

કોઈ માપથી કદી માપી નહિ શકો તમે મને,
અનંત હતો, અનંત છું, રહીશ પણ અનંત...

ए जिन्दगी, मुज़े और कितना जीना बाकी है?
जल्दीकर, मौत से भी कुछ हिसाब लेना बाकी है...

तेरे ही बनाये जगत में उल्ज़ा रह गया मैं तो,
नफ़रत सारी देख ली, प्यार देखना बाकी है...

दिल में भरा है दर्दका समंदर बहुत बड़ा,
बस तेरे दामनको उससे भिगाना बाकी है...

दर-बदर भटकता रहा प्यारके लिए मैं,
आधा मर लिया, अब आधा मरना बाकी है...

“આવા” પણ છે, અહિયા “તેવા” પણ છે,

તમે “આવા” છો, તો લોકો તેવા પણ છે...

પશુ પણ છે, અહિયા પારેવા પણ છે,

તમે મલાઈ છો, તો અહિયાં મેવા પણ છે...

પ્રભુ પણ છે, અહિયાં પિશાચ પણ છે,

તમે કૃષ્ણ છો, તો અહિયાં “પાર્થ” પણ છે...

સમજી શકો જો ખરેખર તમે કુદરતને,

તમે આંખ છો, તો અહિયાં અંધકાર પણ છે...

જ્ઞાની પણ છે, અહિયાં ગવાર પણ છે,

તમે સૂર્ય છો, તો અહિયાં સવાર પણ છે...

જો તમે નથી, તો દુનિયા પણ નથી,

તમે ગુલઝાર છો, તો અહિયાં ગઝલ પણ છે...

जिस्म हु मैं, रूह भी मैं..

सन्नाटा भी मैं, तूफ़ान भी मैं..

दिलेरवी हु, दिलदार भी हु..

गवार भी मैं, पंडित भी मैं..

मैं हु ब्रम्ह...

मैं था, मैं हु, और मैं ही रहूँगा...

તું આગળ,
હું પાછળ..

રાત્રે સ્વપ્ન,
સવારે ઝાકળ..

મૃત્યુ મોક્ષ,
જીવન સાંકળ..

મારું સુખ,
તારો આંચળ..

તારા વગર,
હું બેબાકળ..

અરે ઓ “નબળા વિચારો”,

હવે સાબદા થઇ જાજો..

હું સાતમા આસમાનનો બંદો છું,

તમને બધાને ઘોળીને પી જવાનો છું..

દુનિયાનાં કહેણ હું કદી સાંભળવાનો નથી,

નિષ્ફળતાને મારા પર હાવી થવા દેવાનો નથી,

મુસીબતો તો રોજ-બરોજ આવ્યે જ કરશે,

હું હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો નથી..

હું ખુદાની અસીમ શક્તિનો ખજાનો છું,

તમને બધાને ઘોળીને પી જવાનો છું..

હવે તો “ગુમનામ” થઈશું આ કહાણીમાં,

ખુલ્લો પડકાર છે મારી વાણીમાં,

આવો બે-બે હાથ થઇ જાય આજે તો,

જોઈએ કોણ કેટલું છે પાણીમાં,

એકીશ્વાસે આ જંગ જીતીને જવાનો છું,

તમને બધાને ઘોળીને પી જવાનો છું..

दिल पर ज़ख्म देकर वो महोब्बत जताने आये है,

वो गैरों से मिलकर, देखो हमे मिलने आये है.

लौ तो बुज़ गई, राख़ भी उड़ गई कब की,

अँधेरा देखकर वो अब चिराग जलाने आये है.

जिस जालिमोंने उसको मार डाला बेरहमीसे,

आज वही सरे लोग उसे कन्धा देने आये है.

जिसे सिर्फ अँधेरा ही नसीब हुआ जिंदगीभर,

उसकी कब्र पर आज यो दिया जलाने आये है.

रिश्तोके मेले में संभलकर जाना मेरे दोस्त,

यहाँ लोग दिल मिलाकर दिल निकालने आये है.

મારું ઘર,
લાગે ડર.

હૃદયનું પોલાણ,
વચ્ચે પત્થર.

તારી યાદો,
મહાકાય ડુંગર.

આંખે આંસુ,
અગ્નિ અંદર.

હું અને તું,
જન્મોનું અંતર

માછલી જેમ બેફામ તરે પાણીમાં,
એવો હું ગુચવાયો તારી ઓઢણીમાં.

હવે હું ઇચ્છું હરદમ એવું જ,
તું ભાગ પડાવે મારી કમાણીમાં.

હોળી-દિવાળી તહેવારો બધા ફોગટના,
ફક્ત હું અને તું જ મારી ઉજાણીમાં.

શબ્દે-શબ્દે ભરાયો વિચાર-વાયુ,
તારા જ વખાણો છે મારી વાણીમાં.

વરસાદમાં ભીંજાતું મારું બદન પૂરું,
દરેક આંસુ ‘ગુમનામ' છે પાણીમાં.

એ દોસ્ત ! તારી ગઝલના શબ્દો અવનવા છે,

તારી સાથેના પણ બધાય સંબંધો નિતનવાં છે..

આપણા લગ્નનાં એ સાત ફેરાં-સાત જન્મ કેરા,

સમય પાસેથી એ બધાય પ્રપંચો છીનવવા છે..

તારા મૃત્યુ સમયે તારી આંખો-હાથમાં તારો હાથ,

દડ- દડ પડતાં આંસુઓ-તારા લોચનો લુછવા છે..

એવી તો શું દુશ્મની હતી પ્રભુને મારા સાથે?

છીનવી તને શુ કામ? મારે એ પ્રશ્નો કરવાં છે...

ખુશી નથી એકેય પલમાં હવે રહી બાકી,

તને પાછી મેળવવા ભાગવાનો રીઝવવા છે..

મારાથી અગ્નિ-દાહ કેમ અપાયો? રામ જાણે,

ભડ-ભડ બળતા લાલ અગનો બુઝાવવા છે..

પછી તો બંધ આંખો અને અશ્રુની નદી વહી,

શબ્દોનો સાથ છોડી, હવે સ્મરણો વાગોળવા છે..

રૂપ તે તારું કેવું નમણું !

જાણે એ સાચે સાચું સમણું !

રૂંવે રૂંવે મને આવી ગયું ઘેન

નજરે ચડ્યા તારા જયારે નેન

એકેય પળમાં નથી હવે ચેન

જે જોવ તે સુંદર લાગે બમણું..

નથી હવે મને સુધ કે સાન

સુન્ન પડી ગયું મારું જ્ઞાન ગુમાન

છીનવી ગયા જે મારું ભાન

હૃદય પણ કહી ઉઠ્યું, ક્યાં ડાબું ને ક્યાં જમણું?

પાનખરમાં સુકા પાન નો ઢગ રે'વા દે,
પીળા ભખ્ખ પાંદડાઓને એમ જ રે'વા દે..

દિલ પર કટાર મારી તમે ચાલ્યા ગયા ભલે,
જમીન પર પડેલા રક્તનાં બુંદ સહેજ રે'વા દે..

જમાનો મને મરેલો કે બેભાન માને ભલે માને,
મારી બંધ આંખોને હવે તું બંધ જ રે'વા દે..

ધારી-ધારીને દીદાર કર્યા'તા એક જમાને,
એ રાહ જોતી આંખોને અકબંધ જ રે'વા દે..

ભીડ-ભાડમાંય જે આનંદ મળે છે હવે મને,

હું “ગુમનામ” છું તો મને ગુમનામ જ રે’વા દે

બાળપણને લઈને કઇક અંધારીયું મુજ યાદોમાં તરે..

શું વાત કરું બાળપણની, અશ્રુધારા નયને ઝરે...

ચા ની ભૂકી, પિત્તળનાં ઠામડા,

બે આની માટે ફરી વળ્યો ગામ-ગામડાં,

ચડ્ડી-બનિયાનને સહારે જિંદગી થોડી તરે?

બાળપણને લઈને...૦

એક બુલંદ ઈચ્છા, ભણતર-ભણતર,

કિન્તુ નાહકનું હતું એ ઈટોનું ચણતર,

નજર તો બસ બે ઘડી જોયા જ કરે !!

બાળપણને લઈને...૦


વાચા વગરની જીભ, ઓશિયાળો ચેહરો,
ગાળોની ઝડી, કાયા પર કાદવ નો પેહરો,
આ નાગુડાં "ચેતન" માટે મદદ થોડી કોઈ કરે?
બાળપણને લઈને...૦

અછાંદસ

એક અછાંદસ

કોઈ નિયમો વગરનું

તદ્દન એવું જ

તારા-મારા પ્રેમ જેવું

નિર્દોષ-નિસ્વાર્થ

છતાંય બધાને

ઇર્ષ્યા આવે એવું

તુટક- તુટક

પણ નિરંતર

ક્યારેક કટાક્ષ,

ક્યારેક બોધ

ક્યારેક વાર્તા

ક્યારેક નગ્ન-સત્ય

વળી ક્યારેક રડાવી મુકે

તદ્દન એવું જ

તારા-મારા પ્રેમ જેવું

એક અછાંદસ

કોલેજની કેન્ટીનમાં

અચાનક જ

મારી અને તેની નજર

મળી ગઈ

બસ એક જ સેકન્ડ માટે

પણ એવું લાગ્યું

જાણે દાયકાઓની યાદો

પળવારમાં તાજી થઇ ગઈ

એ મારાથી ફરી ગઈ

જાણે કઇ બન્યું જ નથી

હું still તેને જોતો રહ્યો

In fact, તેની પીઠ પરનાં

કાળા ઘટ્ટ વાળને

તે પાછળ જોયા વગર જ

ચાલી ગઈ

તે turn લઇને અદૃશ્ય ન થઇ

ત્યાં સુધી હું એને જોતો રહ્યો

તેના ગયા પછી

તે turn ને પણ જોતો રહ્યો

કદાચ ત્યાંથી

એ પાછી આવશે

શું આ પ્રેમ હતો?

હાસ્ય-ગઝલો

( હું બે-રોકટોક અને સ્વતંત્ર રીતે લખવામાં માનું છું. જો આ વિભાગમાં તમને કોઈ અશ્લીલ અથવા બિભત્સતા જણાય તો તે રચનાનો સમાવેશ ના કરતા.)

ગરબા પછીની રાતની શાંતિમાં તું MISS થાય,

પછીનાં એક-એક શબ્દો, અવાજ મટી ચીસ થાય...

હકીકતમાં બદલે તો બધા સ્વપ્નો આપી દાવ,

એક સ્વપ્ન પછી બે થાય, બે થી બાવીસ થાય...

મા-બાપ, તમે રોકો કે ટોકો ના કદી એ છોકરા ને,

જે ખુબ ગાળો બોલે એ મોટો થઇ પોલીસ થાય...

આટલી બધી પણ ના આવ્યા કર તું સ્વપ્ને,

કે અડધી રાત્રે ઉઠીને છાતીમાં ભીસ થાય...

ઘડી-ઘડીમાં ચેહરા બદલતા આ લોકો,

હાસ્ય-રુદનનાં ચેહરા ફેરવતાં આ લોકો...

સુંદર સ્ત્રીને સ્માઈલ આપે, સારી વાત,

અંદરથી કઈક અલગ જ વિચારતાં આ લોકો...

મેહફીલ મારા શેર પર છો ને વાહ-વાહ કરે,

શેરમાં સાકીને સંદેશો સુણાવતાં આ લોકો...

હાથ અને પોંચો પકડે ત્યાં સુધી તો વાંધો નહી,

આ તો સદેહે તમને ખાઈ જતાં આ લોકો...

સ્થિર બેઠક પર હાલક-ડોલક થઇને,

પુચૂક કરી ને પાદતાં આ લોકો...

સંબંધોની એક કિમતી ફોટોફ્રેમ રાતો-રાત ચોરાઈ ગઈ,

લાગણીઓ બની દોલત અને એ દોલત વેડફાઈ ગઈ...

તારી પસંદગીનાં રંગોથી આશાઓ સાથે પૂરી હતી રંગોળી,

આજે એ મારા જ હાથોથી સંપૂર્ણપણે રોળાઈ ગઈ...

તારી સાથેની ક્ષણો સાચવીને મુકેલી હૃદયમાં,

બંધ હૃદયમાં સાથે એ પણ ક્યાંક ખોવાઈ ગઈ...

400 Rs. ની JOCKEY ની ચડ્ડી પેટીપેક લીધી હતી,

હજુ એક વખત પેહરી ત્યાં તો ચોળાઈ ગઈ....

આંખો-આંખોથી એવી આપણી વાતો થઇ ગઈ,

હું તારામાં અને તું મારામાં વણાઈ ગઈ...

મેં તારી સામે જોયું, તે મારી સામે જોયું,

મેં આંખ મારી અને તું શરમાઈ ગઈ...

ખુદા પાસે દિનરાત મેં જે વ્યક્તિને માગી હતી,

લાગે છે એ પ્રાર્થના મારી આજે કબુલાઈ ગઈ...

છોકરીઓની કિંમત કઇ જ નાં રહી મારા મનમાં,

જયારે તું પાદતી પાદતી મારા પાસેથી પસાર થઇ ગઈ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED