Mara Anubhavo books and stories free download online pdf in Gujarati

મારા અનુભવો

મિત્રો, હમણાં દિવાળીનો માહોલ ગયો, ખબર નહિ કેમ, પણ , સામાન્ય દિવસો કરત તહેવારોનાં દિવસોમાં ભિખારીઓની સંખ્યા વધી જાય છે. સુગવાળા ચહેરાં, કેટલાય દિવસોથી નાહ્યા નહિ હોવાને લીડે ગંધાતું શરીર, વિખરાયેલા વાળ, દુનિયાને માનવતા પર કાળી ટીલી લગાડતો એનો ભીખ માટે ફેલાયેલો હાથ, જો એ સ્ત્રી હોય તો તેની કાંખમાં તેડેલું ૧ – ૨ વરસનું બાળક, જેની નાકમાંથી શેડા બહાર આવેલા હોય, કોઈએ વળી નાખી દીધેલું અથવા ભીખમાં આપેલુ ટી-શર્ટ અને મેલીઘેલી ચડ્ડી પેહ્રવેલી હોય. આવી દયનીય સ્થિતિ તેણે જાતે સર્જેલી હોય કે પછી કુદરતની કે નસીબની થાપટ હોય એ તો કોને ખબર. પણ હું એક વાત દ્ઢપણે માનું છું કે ભિખારીઓની વસ્તી શહેરમાં કે ગામડાઓમાં, જે હદે છે એના માટે ક્યાંક ને ક્યાંક આ સમાજ અને તેના લોકો જ જવાબદાર છે. એ આપને કોઈ પ્રકારના તર્ક વગર સ્વીકારી લેવું જોઈએ.

ગાંધીજીએ ‘’સત્યના પ્રયોગો‘ માં કહેલું છે કે મજુરો અને શેઠિયાઓ વચ્ચેનું અંતર છે તેની માટે ભારતના ધનિકો જવાબદાર છે. ખપ કે જરૂરત કરતા વધારે સંપત્તિ કે ધન રાખવું એ પાપ છે. એવું ગાંધીજી માનતા આવેલા.

આજે ભારતમાં ૨.૫ કરોડથી પણ વધારે લોકોને દિવસ માં ૧ ટંક ખાવાનું પણ નસીબ નથી થતું. સમાજમાં રખડતા પાગલો અને અનાથ બાળકો – અસ્થિરો માટે આજે શેઠિયાઓ આશ્રમ અને સેવા-સંસ્થા બનાવે છે. એવી જ રીતે જે લોકો પાસે પરસેવો પાડીને કમાવાની શક્તિ છે પણ પોતાની પરિસ્થિતિને વશ થઇને આળસ કરીને, અથવા તો ભીખમાંજરૂર પુરતું ખાવાનું મળી રહેતું હોવાથી તેઓ આખી જિંદગી ભીખ જ માંગ્યા કરે છે. અને એમ જ કોઈ એક શિયાળાની ઋતુ માં, એક કાતિલ ઠંડી રાતમાં ઠુંઠવાઇને સવારે તેની લાશ જોઇને કોઈ એમ્બ્યુલન્સ બોલાવે છે અને આમ એની જિંદગી ખત્મ થાય છે.

શેઠિયાઓ આશ્રમ અને સદાવ્રત ખોલે છે. એનું જ આ પરિણામ છે એવું હું માનું છું. સદાવ્રતના લીધે જ આવા લોકો આળસુ બની જાય છે અને ત્યાં તેને જરૂર પુરતું બધું જ, ખાવાનું – અને ધર્મશાળાઓમાં અને મંદિરોની જગ્યામાં રેહવાનું મળી રહે છે એટલે ‘હું ભલો અને આખું જગ ભલું’ એમ માનીને ત્યાં જ પડી રહે છે.

ગાંધીજીએ ‘પરિશ્રમાલય’ નો વિચાર આપેલો. કે જ્યાં આવા ગરીબો – ભિક્ષુકોને શુદ્ધ હવામાં રહેવાની અને ખાવાનું તો મળે જ, સાથે સાથે ત્યાં ગૃહઉદ્યોગ ચાલતો હોય, જેના લીધે તે પોતાના માટે કમાણી કરી શકે. સુતર કાંતે, રેટિયો ચલાવે, પાન – બીડી બનાવે કે એવું કઈ પણ, જે ગૃહઉદ્યોગની હરોળમાં આવી શકે અને થઇ શકે તે કામ કરે. આનાથી તે લોકોને કાઈ કામ કાર્ય નો એહસાસ પણ થશે અને પરિશ્રમાલય તે વસ્તુનું વેચાણ કરીને પૈસો પણ મેળવી શકશે, જેથી સમાજમાંથી કોઈ દાતાની તેને જરૂર નહિ રહે. આ વિચાર ક્રાંતિકારી નીવડી શકે એમ છે, પણ જો કોઈ આવી શરૂઆત કરે તો !!!

હજારોની મેદની વચ્ચે પ્રવાહ કરતા કઈક અલગ કરવું એ કઠીન છે. પણ જો કોઈ વ્યક્તિ આવી શરૂઆત કરે, ચીલો પડે, તો પછીનું કામ સરળ છે. આપની ગુજરાતી પ્રજાની એક ખાસિયત છે,કોઈ ક્ષેત્રે ઝંપલાવે તો તેનો પુરેપુરો ફાયદો ઉઠાવી, તમાં થતા અવનવાં બધા જ પ્રયોગો અજમાવી , તે ક્ષેત્રની બધી જ માહિતી લઈને જ જપે. અને બીજી મહત્વની ખાસિયત એ કે આ પ્રયોગો બધા જ લોકો એકસાથે કરે છે. અને થોડાક જ સમયમાં એની ડિમાંડ જતી રહે છે. મતલબ જે ફિલ્ડમાં ઘૂસે તેનો કચ્ચરઘાણ વાળી દે છે. કોઈ મહેમાન આપને ઘરે ત્રણ – ચાર મહીને એક વખત આવે તો એની માટે માન રહે છે, એમની આગતા – સ્વાગતા કરવાનું મન થાય, પણ દર અઠવાડિયે આપદા ઘરના ઉંબરા ઘસતો હોય એની માટે બહુ માન રહેતું નથી.

ખેર, મુદ્દા ની વાત કરું, પરિશ્રમાલય. એક સારો અને સમાજ માટે ઉપયોગી રસ્તો છે, પણ શરૂઆત કરવાની હિંમત નથી અથવા તો આ વિચારની તેમને ખબર નથી.

ઘણા ભીખારીઓ, આજના જમાનામાં મેં જોયા છે, તેમાં હું સ્પષ્ટ થઈને કહું તો, દયા ને પાત્ર જ નથી. હું અહી બધા ભીખારીઓ માટે આમ નથી કહેતો, પણ મેં એવા ઘણા ભિખારીઓને જોયા છે, જે જાતે જ અંધ હોવાનો ડોળ કરતા હોય છે. એની સાથે કોઈ ૯ – ૧૦ વરસના છોકરાને પોતાના ‘નેવીગેટર’ તરીકે રાખતા હોય છે. અને એનો ખભો પકડીને ભીખ માટે આવે છે. મેં આવા ભીખારીની પોલ ખોલવા માટે એક વખત સ્ટીંગ ઓપરેશન કરેલું. મારા એક મિત્ર FOP ( Friend Of Police ) ની સાથે મળીને. અને એનો સોસાયટીની વચ્ચે જ પર્દાફાશ કરેલો.

મિત્રો, બધા ભીખારીઓમાંથી અમુક અંશે આવા પણ હોય છે. પરંતુ મોટાભાગના ભીખારીઓ દયનીય હાલતમાં છે, અને ભીખ ને પત્ર છે. તેમને આપણે ચોક્કસ મદદ કરવી જોઈએ. પણ ભીખ એ આજીવન માગવાની વસ્તુ નથી. કોઈ ભીખ આપે એનો મતલબ કે એ માનસ ને તમારી પરિસ્થિતિ અને તમારી હાલત માટે સહાનુભુતિ છે, અને એ તમને આ હાલતમાં નથી જોવા માંગતા. ( સાયકોલોજીકલ વાત છે. ) તેથી એ તમને મદદ કરે છે. પણ એક – બે કે ત્રીજી વખત થી વધારે ભીખ ન આપવી એમ મારું માનવું છે.

જો મારું ચાલે તો આ દેશમાં ચાલતા બધા સદાવ્રત હું બંધ કરાવી દઉ. મનુષ્યને ખાવાનું મળે છે એ પોતાનો પરસેવો પાડીને કમાયેલું હોવું જોઈએ. કમાયેલા પૈસામાં તમારો શ્રમ તમને લાગે તો જ તમે અન્ન માટેના હકદાર ગણાવ. કોઈ બીજાના પરસેવા નું અન્ન પોતે ખાય એ પાપ છે. એ અન્ન એને મળે એના કરતા કુતરાને આપી દેવું હું વધારે યોગ્ય ગણું છું. જો પૈસો કમાવવામાં તમે લોહી – પસીનો એક કરો છો તો જ અન્ન તમને મળવું જોઈએ. ‘પરિશ્રમાલય’ નો ઉદ્દેશ આના માટે સાર્થક ગણાય. જે શ્રમ કરે છે એને અન્ન મળે છે. બીજા કોઈ એ ભીખમાં આપેલું અન્ન એને મળતું નથી, અને મળવું પણ ન જોઈએ.

આજે શેઠિયા અને મજુર વચ્ચેનું અંતર વધ્યું છે એનું કારણ પણ આ છે, કે શેઠિયાઓ મજુરના લોહી નો પૈસો પોતે પચાવી બેઠો છે. જે પૈસામાંથી મજુરનું અને એના પરિવારનું પોષણ થવું જોઈએ એના બદલે એ પૈસો શેઠિયા ના ઘરે વપરાય છે. અને અંતે એક દિવસ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો નું જેમ ફૂલેકું નીકળે એમ બધો પૈસો એક જ રાતમાં કાગળ બની જાય છે. કારણ કે એ પૈસા પર શેઠિયાનો હક કદી હતો જ નહિ.

આજે સમાજમાં આર્થિક અસમાનતા છે એને માટે ટ્રસ્ટીપણું જવાબદાર છે. પાડોશી પાસે આપના કરતા વધારે પૈસો હોય એ સહન નથી થતું. એટલે વધારે પૈસો કમાવાય છે. અને મજુરોનું વધારે શોષણ થાય છે. આ હકીકત છે. પણ જો આજે સમાજ નો દરેક ધનિક પોતાને જરૂર પુરતું ધન અને પૈસો રાખે અને બાકીના નો એ પોતે ટ્રસ્ટી બને, અને જરૂરિયાતમંદોને આપે તો ભારતમાં એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે. આ વિચાર ઘર – ઘર સુધી અને દિમાગ – દિમાગ સુધી પહોચે એવી મારી ઈચ્છા છે.

ભારત જેવા વિકાસશીલ દેશમાં આવા ભીખારીઓ અને મજૂરોનો આંકડો નાનો – સુનો નથી. એક અહેવાલ મુજબ ભારતની કુલ વસ્તીમાંથી ૧.૩૨ % લોકો ભીખ માંગે છે, જેની નોંધણી વસ્તી ગણતરીના કોઈ આંકડામાં સમાવિષ્ટ નથી. સરકાર અને સમાજ બંને એ આ મુદ્દે ગંભીર થઈને વિચાર કરવો રહ્યો.

તો, ફરી મળીશું.

જય હિન્દ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED