પ્રેમ-અપ્રેમ - 16 Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ - 16

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૬

***

મોબાઈલ સ્ક્રીન પર ‘INCOMING CALL APESKHIT’ વાંચતાની સાથે જ સ્વાતિનો ચહેરો ખીલી ઉઠ્યો....

“બહુ વાર લાગી યાર....આપણે શોપીંગ માટે મોડું થાય છે....તું જલ્દી આવે છે ને....?” કોલ રીસીવ કરતાંની સાથે જ સ્વાતિએ શબ્દોનો મારો ચલાવીને પોતાની બેચેની બહાર કાઢી.

“સોરી સ્વાતિ....પ્રિયા સાથે વાત કરવામાં વધુ સમય લાગી ગયો....એન્ડ સોરી ટુ સે...બટ....”

“બટ વ્હોટ અપેક્ષિત...” સ્વાતિ વધુ અધીરી બની ગઈ...

“બટ આજે શોપીંગમાં જવાનો બિલકુલ મૂડ નથી....હું ઓફિસથી તને પીક કરીને સીધા આપણે ઘરે જ જઈશું......”

“ઓકે.....ફાઈન...” સ્વાતિએ અકળાઈને ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.

અપેક્ષિત ‘હેલ્લો..હેલ્લો..’ કરતો રહ્યો પણ. તેને સ્વાતિની અકળામણ સાફ દેખાઈ આવી પરંતુ તેનું મગજ પ્રિયાની આપવિતી સાંભળ્યા પછી તે જ બધાં વિચારોમાં અટવાયેલું હતું. વિચારોથી તેનું માથું પણ ભારેખમ થઈ ગયું હતું. ઓફિસ પર પહોંચતા સ્વાતિ પણ નીકળવા માટે તૈયાર જ હતી એટલે અપેક્ષિતે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કાર ઘર તરફ હંકારી મૂકી. આખા રસ્તે બંને મૂક બની રહ્યાં. સ્વાતિના ઘરે પહોંચતા અપેક્ષિત યંત્રવત જ તેની પાછળ તેના ફ્લેટ સુધી દોરવાઈ જઈને સોફા પર બેસી ગયો. સ્વાતિને પરિસ્થિતિ ગંભીર હોવાનું ખ્યાલ આવતાં તે પોતાનો ગુસ્સો બાજુ પર મુકીને સોફાની સાઈડ પર બેસી અપેક્ષિતનાં માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગી.

“શું થયું અપેક્ષિત...? કેમ આટલો ટેન્સડ દેખાય છે...? પ્રિયાએ શું કહ્યું..? આઈ એમ સોરી કે હું અકળાઈ ગઈ.......?”

“ઇટ્સ ઓકે સ્વાતિ...આઈ ડોન્ટ હેવ એની ક્મ્પ્લેઇન ફોર ધેટ...તારું અકળાવું સ્વાભાવિક હતું....પણ હું પ્રિયા વિશે વિચારી રહ્યો છું...તેની સાથે જે બન્યું તે બધાં વિચારો મને જંપવા નથી દેતાં...”

“ઓહ....!! એવું શું બન્યું પ્રિયા સાથે....?”

“બધું કહું તને સ્વાતિ..પણ પ્લીઝ પહેલાં મને પાણી લાવીને આપ...મારું ગળું સુકાઈ રહ્યું છે...”

અપેક્ષિતે પાણી પીધાં પછી વાત કહેવાની શરૂઆત કરી.

“પ્રિયા મને છોડીને અહીંથી બેંગ્લોર ગયેલી. ત્યાં તેની કઝીન રીતુ સાથે જ તે પેયિંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. રીતુએજ તેના માટે એક કોલ સેન્ટરમાં જોબની પણ ગોઠવણ કરી રાખેલી હતી. શરૂઆતના દિવસોમાં તો બધું જ સારું ચાલતું હતું પણ એક દિવસ પ્રિયા કોલ સેન્ટરની બહાર નીકળતી હતી ત્યાં તેને સપનનો ભેટો થઈ ગયો.”

“ઓહ...!! સપન....એજ ને જેને પ્રિયા પ્રેમ કરતી હતી અને જેણે તેને એક્સ્પ્લોઇટ કરી હતી...?”

“યા યુ ગોટ ઈટ રાઈટ....એજ સપન...”

“પણ એ બેંગ્લોરમાં ક્યાંથી....?”

“યોગાનુયોગ સપન પણ બેંગ્લોરનાં એજ કોલ સેન્ટરનો ડીરેક્ટર હતો જેમાં પ્રિયા જોબ કરતી હતી....”

“સો સ્ટ્રેન્જ..!!પછી શું થયું.....?” સ્વાતિ પોતાની ઉત્સુકતા છુપાવી ન શકી.

“મળતાંની સાથે જ સપને પ્રિયાની માફી માગી લીધી. પ્રિયાએ તેને ઇગ્નોર કરવાની પણ ટ્રાય કરી. તેનાથી ઓફિસમાં બને તેટલું ડીસ્ટન્સ રાખતી પરંતુ સપન આખરે સપન હતો. તે સમજી ગયેલો કે બેંગ્લોરમાં પ્રિયાની કઝીન સિવાય તેની નજીક કોઈ જ ન હતું. તેને જેવું જોઈતું હતું તેવું જ મળી ગયું. પોતાની ચીકણી ચુપડી વાતોથી તે ફરી એકવાર પ્રિયાનો વિશ્વાસ જીતવામાં અને તેની ક્લોઝ આવવામાં સફળ રહ્યો.”

“વ્હોટ રબીશ...!! એકવાર જેણે આવું કર્યું હોય તેને પોતાની આસપાસ ફરકવા પણ ન દેવાય. આવી વ્યક્તિ પર પ્રિયાએ ફરી વિશ્વાસ કરી લીધો અને ફરી ફ્રેન્ડશીપ પણ કરી..?”

“હમ્મ્મ્મ...યા....તને ખબર નથી પણ સપન ખુબ જ નપાવટ માણસ છે. પોતાના સ્વાર્થ માટે તે ગમે તે હદ સુધી જઈ શકે છે. પ્રિયાની અહીં જ તો ભૂલ થઈ ગઈ. એક તો તે મને છોડીને ગયેલી એટલે આમ પણ ઉદાસ તો હતી જ. તે ઉપરાંત બેંગ્લોરમાં કોઈ કમ્પની કે ફ્રેન્ડઝ ન હોવાથી તે સપનમાં ફ્રેન્ડ શોધવા લાગી. ચાર છ મહિના તો તે બધી રીતે સીધો બનીને જ રહ્યો જેથી પ્રિયાનો વિશ્વાસ જીતી શકે.”

“સાચી વાત છે...જયારે માણસ કોઈ મનગમતી વ્યક્તિથી છુટો પડે છે ત્યારે તેને કોઈનાને કોઈના ખભાની જરૂર પડતી જ હોય છે.” સ્વાતિએ સૂચક નજરે જોતાં કહ્યું.

“હમ્મ્મ્મ....એ ખભાની શોધમાં પ્રિયા તેની વાતોમાં આવી ગઈ. ધીમે ધીમે સપને પોતાનું પોત પ્રકાશવાનું શરુ કર્યું. એક દિવસ સપને પ્રિયાને પોતાની ચેમ્બરમાં બોલાવી અને પીધેલી હાલતમાં તેની સાથે બીભત્સ ચેનચાળા કરવાની કોશિષ કરી અને પ્રિયાને અણછાજતા સ્પર્શનો ભોગ બનાવી.”

“ઓહ માય ગોડ...!! તો પ્રિયાએ કંઈ કર્યું નહીં..? આઈ મીન પોલીસ ક્મ્પ્લેઇન કે રેઝીસ્ટ પણ ન કર્યું..?”
“હમ્મ્મ... પ્રિયાએ રેઝીસ્ટ કર્યું અને ત્યાંથી ભાગી નીકળી. એવો નિર્ધાર પણ કરી લીધો કે હવે ફરી એ સપનનું મોં પણ નહીં જુએ. પરંતુ તેણે પોલીસ ક્મ્પ્લેઇન ન કરી. જે તેની સૌથી મોટી ભૂલ હતી. ”

“શી ઇઝ સો સ્ટુપીડ...આવી પરિસ્થિતિમાં તો સૌથી પહેલાં એફઆઈઆર જ કરી દેવી જોઈએ.” સ્વાતિએ મોં બગડતાં કહ્યું.

“હા પણ તેણે નહીં કરી કારણકે બેંગ્લોરમાં રીતુ સિવાય તેનું જાણીતું કોઈ નહોતું અને તેની પાસે જે જોબ હતી તે પણ બહુ જરૂરી હતી.”

“ધેન...?”

“એ ઘટનાનાં બીજાં દિવસે સપને કોલ કરીને પ્રિયાની માફી માંગી લીધી તેમ છતાં પ્રિયા તેનાથી અંતર જ રાખતી પણ એ હલકટ માણસે ફોન અને મેસેજમાં તેની સતામણી ચાલુ રાખી. પ્રિયા આ બધી ઘટનાઓથી ખૂબ ટેન્શનમાં રહેવા લાગેલી અને ધીમેધીમે ડીપ્રેશનો ભોગ બની ગઈ.”

“રીઅલી સો પીટી....!!”

“રીતુ તેમજ પોતાનાં બીજા કલીગ્સના સપોર્ટથી અને આઠ મહિનાની લાંબી સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટનાં અંતે તે ડીપ્રેશનમાંથી બહાર આવી શકી. બટ....” અપેક્ષિત અટકતાં અટકતાં બોલ્યો.

“બટ વ્હોટ...?”

“બટ હજી તો માંડ તે ડિપ્રેશનમાંથી બહાર આવી ત્યાં એક દિવસ ફરી સપને પ્રિયાના ફ્લેટ પર પહોંચીને તેની સાથે અભદ્ર છેડછાડ કરી. પ્રિયાએ પ્રતિકાર કરતાં સપને તેની સાથે મારકૂટ કરી.”

“ઓહ નો નોટ અગેઇન...!!”

“પ્રિયાના એટલાં નસીબ સારા કે રિતુએ બુમાબુમ કરી મુકતા આસપાસના ફ્લેટ વાળા ભેગા થઈ જવાથી આખરે સપને ત્યાંથી ભાગવું પડ્યું. આ ઘટનાથી પ્રિયા અંદરથી સાવ હચમચી ગયેલી. માંડ કરીને તે આ બધાંમાંથી બહાર નીકળી હતી પણ સપનની હરકતે ફરી તેને ત્યાં જ લાવીને મૂકી દીધી. થોડો સમય જતાં આખરે રીતુ અને બીજા બધાંનાં આગ્રહને વશ થઈને તે કાયમ માટે બેંગ્લોર છોડીને ફરી મુંબઈ આવી ગઈ.”

“ધેટ્સ ગૂડ...બહુ સારું કર્યું તેણે...” સ્વાતિના ચહેરા પર રાહત દેખાઈ.

“યુ નો સ્વાતિ..મેં જ્યારે તે દિવસે પ્રિયાને જોયેલી ત્યારે મને માનવામાં જ નહોતું આવતું કે તે પ્રિયા છે કારણકે તે બહુ વિક થઈ ગયેલી. તું જોઇશ તો તું પણ ઓળખી નહીં શકે.”

“થઈ જ જાય ને..જેની પર આટલું બધું વીત્યું હોય તે વિક ન થાય તો જ નવાઈ....”

“હમ્મ્મ....” અપેક્ષિત શાંત પડતાં એક શબ્દ માંડ બોલી શક્યો.

અપેક્ષિત ઢીલો પડી ગયેલો જણાતાં સ્વાતિ ફરી તેની પાસે આવીને બેસી ગઈ અને અપેક્ષિતનું માથું પોતાનાં ખભા પાસે લઈને તેને એક ટાઈટ હગ આપ્યું.

“આઈ એમ રીઅલી સો સોરી અપેક્ષિત....”

“સોરી ફોર વ્હોટ...!!?”

“સોરી ફોર માય બિહેવિયર...તેં જ્યારથી પ્રિયાની વાત કરી ત્યારથી હું એક જાતની ઇન્સીક્યોરીટી ફીલ કરવા લાગેલી. ચહેરા પર તો સ્માઈલ હતું પરંતુ અંદરખાને હું દાઝવા લાગી હતી અને મારાથી અકળાઈ જવાતું હતું. એમાં પણ આજે જયારે તું પ્રિયાને મળવા ગયેલો ત્યારથી મારું મન ખૂબ ઉચાટમાં હતું. મગજમાં કેટલાંય સાચાં ખોટાં વિચારો આવી રહ્યાં હતાં.”

“ઇટ્સ ઓકે ડીઅર..આઈ કેન અન્ડરસ્ટેન્ડ...બટ વન થિંગ આઈ ડીડન્ટ લાઈક....”

“વ્હિચ..?”

“બસ એ જ કે યુ શૂડ ટ્રસ્ટ મી...કોઈ ખોટાં વિચારો તારા મગજમાં આવવા જ ન જોઈએ...”

“ઇટ્સ નોટ એબાઉટ ટ્રસ્ટ અપેક્ષિત....પણ યુ નો જ્યારે મને ખબર હોય કે એક સમયે તું પ્રિયાનાં ગાઢ પ્રેમમાં હતો એ જ ફરીથી તારી લાઈફમાં આવે એટલે થોડી ઇન્સીક્યોરીટી થવી સ્વાભાવિક છે...ધેન ઓલ્સો આઈ એમ સોરી માય લવ..વોન્ટ ડુ ઈટ અગેઇન બેબી....” કહેતાં જ સ્વાતિ અપેક્ષિતને વળગી પડી. અપેક્ષિતે પણ તેને મજબુતાઈથી પોતાની બાહોમાં જકડી લીધી.

***

અપેક્ષિતનાં ગયા પછી પ્રિયા ઘણી હળવાશ અનુભવી રહી હતી. બહુ દિવસથી તેની અંદર ઘૂંટાઈ રહેલી વેદના આજે તે કોઈને કહી શકી હતી. તે પણ તેની આટલી નજીકની વ્યક્તિને. એ ખૂશ હતી કે ફરીથી અપેક્ષિત તેની સાથે હતો. આ બધી મીઠાશ વચ્ચે તે બેંગ્લોરની કડવી યાદોને ભૂલવા મથી રહી હતી. કડવા કારેલા જેવાં સંભારણા સમાન સપનને ભૂલવા માટે હવે તેની પાસે મધ સમાન અપેક્ષિતનો સાથ હતો. આવા જ વિચારોથી ઘણાં દિવસો પછી પ્રિયા નિરાંતે ઊંઘી શકી.

દિવસો પસાર થવા લાગ્યાં. સ્વાતિ અને અપેક્ષિત લગ્નની તૈયારી અને શોપીંગમાં વ્યસ્ત હોવાં છતાં અપેક્ષિત દિવસમાં બે ત્રણ વાર પ્રિયાને ફોન કરીને તેની ખબર પૂછી લેતો તે ઉપરાંત થોડાં મેસેજીસની આપલે પણ થવા લાગી હતી. સ્વાતિ આ બધું જાણતી હોવા છતાં હવે તેને કોઈ અસુરક્ષિતતાની લાગણી રહી ન હતી. તેને અપેક્ષિત પર પૂરો વિશ્વાસ હતો. રોજ થતી વાતચીતમાં પ્રિયાએ અપેક્ષિતને પોતાનાં માટે કોઈ સારી જોબ શોધી આપવા પણ જણાવેલું. અપેક્ષિતની ઘણી કોશિષના અંતે અઠવાડીયાના ટૂંકા ગાળામાં જ તે પ્રિયા માટે સારી જોબ શોધવામાં સફળ રહ્યો. જેનો આભાર માનવા એક દિવસ પ્રિયાએ અપેક્ષિતને ખાસ કરીને સામેથી કોલ કરેલો.

“હાય અપેક્ષિત...”

“હેલો પ્રિયા...શું વાત છે આજે તો તારો સામેથી કોલ આવ્યો...?”
“યા...આજે સ્પેશ્યલી તને થેન્ક્સ કહેવા માટે મેં કોલ કર્યો છે....થેંક્યું વેરી વેરી મચ અપેક્ષિત ફોર એવરીથીંગ.... તું નહીં હોત તો ખબર નહીં આજે હું કઈ હાલતમાં હોત. થેન્ક્સ ફોર ઓલ યોર સપોર્ટ માય ડીઅર...”

“ઇટ્સ ઓકે યાર...આટલું બધું થેન્ક્સ કહેવાની જરૂર નથી...ઈટ વોઝ માય ડ્યુટી....”

“નહીં અપેક્ષિત હું આ બધાં માટે તારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું સદાય તારી ઋણી રહીશ. મને એ વાતનો અફસોસ છે અપેક્ષિત કે ક્યારેય હું તને કંઈ જ આપી શકી નથી. બટ એટલીસ્ટ મારી જોબ અપાવવા માટે હું તને એક લંચની ટ્રીટ આપવા માગું છું. વિલ યુ કમ...?”

“યા શ્યોર વ્હાય નોટ....પણ એક શરતે...”

“કઈ...?”

“એ જ કે બહાર ક્યાંય હોટેલમાં નહીં પણ તારે તારા હાથે મારાં માટે લંચ બનાવવું પડશે...” અપેક્ષિત બોલ્યો તે પહેલાં જ સ્વાતિ તેની ચેમ્બરમાં દાખલ થઈ.

“ઈટ વુડ બી માય પ્લેઝર ટુ કુક ફોર યુ...ધેન ડન......ટુમોરો નુન શાર્પ એટ વન...એટ માય હોમ..?”

“ડન ડના ડન ડન.....ચાલ બાય ફોર નાઉ....”

“બાય....ડીઅર..” કહેતાં પ્રિયાએ કોલ ડિસ્કનેકટ કર્યો. સ્વાતિ ત્યાં ઉભી ઉભી વિચિત્ર નજરે અપેક્ષિતને જોઈ રહી હતી.

“ક્યા બાત હૈ..? જનાબ બહોત ખુશ લગ રહે હૈ...?”

“અરે નથીંગ લાઈક ધેટ...પ્રિયાનો કોલ હતો...સ્પેશ્યલી ટુ થેંક મી ફોર હર જોબ...”

“ધેટ્સ ગૂડ....બટ મેં તો કઇંક લંચની વાત સાંભળી....એ પણ જાતે બનાવવાની...”

“હા...પ્રિયા મને જોબ માટે ટ્રીટ આપવા માગે છે...અને તેને ના કહેવું મને યોગ્ય ન લાગ્યું...બટ યુ નો કે આજકાલ તેની ઇકોનોમિકલ કન્ડીશન સારી નથી એટલે મેં તેને બહારના બદલે ઘરે જ લંચ બનાવવા માટે કહ્યું છે...આઈ હોપ યુ ડોન્ટ માઈન્ડ સ્વાતિ....”

“ધેટ્સ રીઅલી સો નાઈસ ઓફ યુ અપેક્ષિત...એન્ડ આઈ રીઅલી ડોન્ટ માઈન્ડ ઈટ..તું જઈ આવજે કાલે લંચ માટે...” સ્વાતિએ અપેક્ષિતનો હાથ પોતાનાં હાથમાં લેતાં કહ્યું.

“મેં હા તો પાડી દીધી...બટ મને પછી યાદ આવ્યું કે કાલે તો તારા માટે સાડી સિલેક્ટ કરવા જવાનું છે...”

“ઇટ્સ ઓકે...તું લંચ કરીને આવી જાય પછી આપણે જઈશું....”

“સો સ્વીટ સ્વાતિ....થેન્ક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ....” અપેક્ષિત સ્વાતિનો હાથ ચૂમતાં બોલ્યો.

“એક વાત પૂછું અપેક્ષિત...?”

“તારે મારી પાસેથી એવી પરમીશન લેવાની ક્યારથી જરૂર પડવા લાગી..” અપેક્ષિત ડોળા ઊંચા કરતો બોલ્યો.

“હમ્મ્મ્મ....તેં પ્રિયાને મારાં વિશે કે આપણા લગ્ન વિશે કંઈ કહ્યું...?”

“નોપ......સ્ટીલ નોટ....”
“વ્હાય....?”
“બસ આમ જ હજી મને એવો ચાન્સ નથી મળ્યો કે હું પ્રિયાને તારી વાત કરું....હું રાહ જોવ છું કે તેનું માઈન્ડ સેટ થઈ જાય પછી આપણી વાત કરું...”

“હમ્મ્મ.....પણ મને એ ન સમજાયું કે તેનાં માઈન્ડ સેટ થવાને અને આપણી વાત કરવાને શું લાગે વળગે..?” સ્વાતિએ વિસ્મય પામતાં પૂછ્યું.

“મને મનનાં કોઈક ખૂણે એવું લાગે છે કે પ્રિયાને જ્યારે હું કહીશ કે હું તને પ્રેમ કરું છું અને આપણે લગ્ન કરવાના છીએ ત્યારે તેને કદાચ સામે પ્રશ્ન થશે કે જો હું તને પ્રેમ કરું છું તો તેનાં માટે હતો એ પ્રેમ ન હતો..? આ જ અસમંજસમાં હોવાથી મેં હજી તેને કંઈ વાત કરી જ નથી.”

“બટ આઈ થીંક તારે હવે કહી દેવું જોઈએ...એવું પણ તો બની શકે ને કે તે એ જાણીને ખૂશ પણ થાય કે આખરે તું તેના માટેના એકતરફા પ્રેમમાં રીબાવાને બદલે હવે મારાં પ્રેમમાં ખૂશ છે...?”

“હું પ્રિયાનાં સ્વભાવને બરાબર જાણું છું એટલે કદાચ..........એનીવેય્ઝ કાલે હું લંચ માટે જઈશ ત્યારે તેને આપણા વિશે બધું જણાવી દઈશ.” અપેક્ષિતે સ્વાતિનો હાથ દબાવતાં કહ્યું. પછી જે બોલવાનું હતું એ કામ આંખો જ કરી દીધું એટલે શબ્દોની જરૂર ન પડી.

***

પ્રિયા સવારથી જ એક અનેરા ઉત્સાહસભર અપેક્ષિતનાં બધાં જ ભાવતાં વ્યંજનો તૈયાર કરવામાં લાગી ગયેલી. પનીર પરાઠા, ચીઝ અંગૂરી, દાલ ફાય, જીરા રાઈસ....અને અપેક્ષિતનો સૌથી પ્રિય ગાજરનો હલવો. આ બધું જ તૈયાર કરીને હજી તો માંડ તે ટેબલ પર ગોઠવી રહી ત્યાં જ ડોરબેલ વાગી. પ્રિયા ભાગતી બારણું ખોલવા ધસી ગઈ. ઔપચારિક વાતચીત પછી વધુ સમય ન વેડફતા બંને લંચ કરવા લાગ્યાં. પોતાની ભાવતી ડીશીઝ જોઈને અપેક્ષિત એકદમ ખૂશ થઈ ગયેલો પણ મનમાં સ્વાતિ વિશેની વાત કરવાની ગભરાહટ પણ હોવાથી તે જરાં અસ્વસ્થ જણાતો હતો. પ્રિયા પણ ખૂશ હોવાં છતાં થોડી બેચેન જણાતી હતી. જમ્યાં પછી બંને શાંતિથી બેઠાં. પ્રિયાની બેચેની અપેક્ષિતથી છુપી ન રહી શકી એટલે તેણે પોતાની બેચેની છુપાવવા વાતની શરૂઆત કરી.

“હાઉ વોઝ ધ લંચ અપેક્ષિત...ડીડન્ટ યુ લાઈક ઈટ...?”

“ઓહ..નો નો...આઈ લાઈકડ ઈટ એ લોટ.....લંચ વોઝ રીઅલી એક્સેલન્ટ....થેન્ક્સ ફોર ધ ટ્રીટ...”

“માય પ્લેઝર ડીઅર....”

“પ્રિયા ટેલ મી ઓનેસ્ટલી...તું શું વિચારમાં છે કંઈ..? મને તું બહુ રેસ્ટલેસ લાગે છે... સ્ટીલ એની પ્રોબ્લેમ..? જે હોય તે મને કહી દે...”

“ના ના પ્રોબ્લેમ તો કોઈ જ નથી...બટ એ પણ હકીકત છે કે હું થોડી બેચેની અનુભવું છું...”

“ઓહ...કેમ શું થયું..? શેની બેચેની...?” અપેક્ષિતે અધીરા બનીને પૂછ્યું.

“હું તને કંઈક કહેવા માગું છું અપેક્ષિત.....” પ્રિયાએ ફોડ પાડતાં કહ્યું.

“વ્હોટ એ કો ઇન્સીડેન્ટ....!! આજે હું પણ તને કઇંક કહેવા માગું છું....બટ પહેલાં તું બોલ શું કહેવાં માંગે છે...”

આ એક વાક્યથી જાણે પ્રિયાની બધી બેચેની ગાયબ થઈ ગઈ. તેના ચેહરા પર એક અલગ જ ચમક આવી ગઈ.

“ઓકે....વેઇટ આઈ કમ.....” કહેતાં જ તે ઝડપભેર ઉભી થઈને બેડરૂમમાં ગઈ. થોડીવાર પછી પ્રિયા પરત ફરીને બોલી.

“અપેક્ષિત.......સી....!!”

(ક્રમશઃ)

-આલોક ચટ્ટ

  • પ્રિયા અપેક્ષિતને શું કહેવા માગતી હતી...?
  • પ્રિયાની બેચેની અને અપેક્ષિતની અસ્વસ્થતા શું રંગ લાવશે.....?
  • શું સ્વાતિ અને અપેક્ષિતનાં જીવનમાં કોઈ નવો વળાંક આવશે..? જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ.....
  • મિત્રો આપ આપના સૂચનો અને અભિપ્રાય સદાય આવકાર્ય...

    મોબાઈલ : ૯૯૯૮૭૨૧૫૮૩, ૯૭૨૫૪૯૨૮૨૨

    ઈ મેઈલ : morbitiles09@yahoo.in