Prem - Aprem - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ - ૧૦

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૦

“અપેક્ષિત......અપેક્ષિત.......પ્લીઝ કમ સુન....કમ એઝ સુન એઝ પોસીબલ....પ્લીઝ....”

“સ્વાતિ...પ્લીઝ કામ ડાઉન....શું થયું એ તો કહે....?”

સ્વાતિ વધુ જોરથી રડવા માંડી,

“પ્લીઝ કમ સુન......” આટલું કેહતાં કોલ ડીસકનેક્ટ થઈ ગયો.

વહેલી સવારે અચાનક આવેલા સ્વાતિના ફોનથી અપેક્ષિત ખૂબ ચિંતિત બની ગયેલો. તેમાંય સ્વાતિએ સરખી વાત પણ ન કરી હોવાથી તેનું દિલ વધુ ઘબરાઈ રહ્યું હતું,

‘શું બન્યું હશે એવું કે આટલી સવારમાં સ્વાતિએ ફોન કરવો પડ્યો...? એ પણ આટલી ગભરાયેલી કેમ હશે...? ક્યાંક અંકલ ને તો કંઈ..?’ કપડાં ચેન્જ કરતાં કરતાં તેનાં સવાલોનો મારો ચાલતો હતો. તે જેટ સ્પીડે તૈયાર થઈને મારંમાર સ્વાતિના એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો. કાર એટલી સ્પીડમાં હતી કે બ્રેકની ચરચરાટીએ વહેલી પરોઢનાં શાંત વાતાવરણને ડહોળી નાખ્યું. કાર લોક કરીને તે ઉતાવળા પગલે લીફ્ટ તરફ ધસી ગયો. લીફ્ટમાંથી બહાર નીકળતાં જ જોયું તો સ્વાતિના ફ્લેટનો દરવાજો ખૂલ્લો જ હતો, જેવો ફ્લેટની અંદર દાખલ થયો અંદરનું દ્રશ્ય જોતાં જ તેના પગ થીજી ગયા. અપેક્ષિતને સંશય હતો એ સાચો પડ્યો, અંકલ વોઝ નો મોર. સ્વાતિ બેડ પર પડેલા અંકલના નિશ્ચેતન દેહની બાજુમાં બેઠી રડતી હતી, તેની પડખે પડોશમાં રહેતાં બે ત્રણ બહેનો દિલાસો આપી રહ્યાં હતાં, ચાર પાંચ પુરુષો એક તરફ શોકમગ્ન ઉભાં હતાં.

સ્વાતિનું ધ્યાન અપેક્ષિત તરફ પડતાં જ,

“અપેક્ષિત........પપ્પા.....પપ્પા......મને એકલી છોડીને જતાં રહ્યાં.....હવે હું સાવ એકલી થઈ ગઈ અપેક્ષિત.....” કહેતાં તે ઉભી થઈને અપેક્ષિતને વળગીને જોરથી રડી પડી. ક્યારથી રોકી રાખેલું રુદન હૈયું ચીરીને નીકળ્યું હોય તેટલું તીવ્ર હતું. સ્વાતિના હૈયાફાટ રુદને વાતાવરણને અતિ શોકમય બનાવી દીધું. અપેક્ષિત તેને પંપાળતા,

“તું એકલી ક્યાં છે..? હું છું ને તારી સાથે......પ્લીઝ કન્ટ્રોલ યોર સેલ્ફ સ્વાતિ.....”

અપેક્ષિતનાં ચૂસ્ત આલિંગનમાં સ્વાતિને પૂરતી હુંફ વર્તાઈ રહી હતી. અપેક્ષિત ક્યાંય સુધી તેનાં માથા પર તેમજ પીઠ પર હાથ ફેરવીને તેણે શાંત પાડવાની કોશિષ કરતો રહ્યો. થોડીવાર પછી જયારે સ્વાતિ થોડી શાંત થઈ, અપેક્ષિતે બંને હાથે વચ્ચે તેનો ચહેરો લઈને તેના આંસુ લૂછતાં પૂછ્યું,

“પ્લીઝ હોલ્ડ યોર સેલ્ફ માય ડીઅર...એન્ડ ટેલ મી અંકલને શું થયું..? ક્યારે આ બની ગયું..? વ્હોટ હેપન્ડ સડન્લી...?”

સ્વાતિ અળગી થઈ જરાં સ્વસ્થ થતાં બોલી,

“પપ્પાને હાર્ટ પ્રોબ્લેમ તો હતો જ, તેમાં બે દિવસથી થોડું ચેસ્ટ પેઈન રહેતું હતું, કાલે રાતે થોડું વધુ પેઈન હતું બટ તેના માટેની મેડીસીન હતી તે પણ ચાલુ જ હતી બટ ડોન્ટ નો, ધેન ઓલ્સો....સમ હાઉ...ઓલમોસ્ટ સવા પાંચ વાગે પપ્પાની ચીસથી હું ઉઠી ગઈને તેમની પાસે આવી ત્યાં તેઓ છાતી પર હાથ મૂકીને તરફડતાં હતાં, હું હજી કઈ સમજું વિચારું એ પહેલાં તો તેમનાં શ્વાસ થંભી ગયેલા... ”

“ઓહ....!! ધેન વ્હાય યુ ડીડ નોટ કોલ મી લાસ્ટ નાઈટ..?”

“યા સોરી..! આઈ શૂડ હેવ કોલ્ડ યુ બટ....આઈ હેડ નોટ એની આઈડિઆ ધેટ ઇટ્સ ધેટ મચ સીવીઅર.....”

“હમમમ....યુ મસ્ટ હેવ કોલ્ડ મી....અનીવેય્ઝ.... ડોક્ટરને બોલાવ્યા કે નહીં.....?”

“હા, અમારા ફેમીલી ડોક્ટર વિજય અંકલને જ બોલાવેલા, એ થોડીવાર પહેલાં જ ગયા.”

“વ્હોટ હી સેઈડ...?”

“હી સેઈડ કે ઈટ વોઝ અ સીવીઅર કાર્ડિયાક હેરેસ વિચ ટુક હીઝ લાઈફ....”

આટલું કહેતાં સ્વાતિ અપેક્ષિતની છાતી પર માથું ઢાળી ફરી રડી પડી. અપેક્ષિતે તેને આશ્વાસન આપ્યું અને છાની રાખવાની પૂરી કોશિષ કરી. સ્વાતિને શાંત પાડીને અપેક્ષિતે બેસાડીને પોતાનાં ક્લીગ્ઝ્ને કોન્ટેક્ટ કરવાનું શરૂ કર્યું. સ્વાતિના બીજા કોઈ અંગત સગા હતાં જ નહીં એટલે ઓફિસ સ્ટાફ, આડોશીપાડોશી અને અપેક્ષિત આટલાં જ લોકો અંતિમયાત્રામાં ભાગ લેવાનાં હતાં. અપેક્ષિતે તેના સ્ટાફમાં બધાંને જાણ કરી દીધી તેમજ તેની સુચનાથી બાજુનાં ફ્લેટમાં જ રહેતાં શર્માજી એ રહેતાં સોસાયટીમાં બધાંને જાણ કરી દીધી હતી.

અપેક્ષિત શર્માજી અને બીજા એક બે વડીલ અંતિમયાત્રાની તૈયારી માટેની બધી ચર્ચા કરી જેમાં અપેક્ષિતે કહ્યું કે તેના પપ્પાની ઈચ્છા મુજબ અગ્નિદાહ પણ સ્વાતિ જ આપશે. બીજી તૈયારીની ચર્ચા થઈ તે મુજબ ત્રણ ચાર લોકોને અલગ અલગ કામ સોંપ્યા, તેણે અમુકને મૈયત માટેની નનામી લેવાનું, તો અમુકને કાટીયું (મરણોત્તર ક્રિયા માટેનો સમાન), ખાપણ( મૃતદેહને ઓઢાડવાનું કપડું, કફન), તો અમુકને ફૂલહારને એવું લેવા જવાની સૂચના આપી દીધેલી. પછી તે ફરી સ્વાતિ પાસે આવીને બેઠો. સ્વાતિ હજીયે આંસુ સારી રહી હતી. અપેક્ષિત બાજુમાં બેસતાં જ તે તેના ખભા પર માથું ઢાળીને બેઠી. અપેક્ષિતે તેનો હાથ પોતાનાં હાથમાં લઈને માટે બીજો હાથ મુકીને સાંત્વના આપતો રહ્યો.

************************************************************

“ ‘वासांसि जीर्णानि यथा विहाय नवानी गृह्याती नरोडपराणी....तथा शरीराणि विहाय जिर्णान्यन्यानी संयाति नवानी देही...’ અર્થાત અર્થાત જેવી રીતે સંસારમાં મનુષ્ય જીર્ણ વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનાં જીર્ણ શરીરનો ત્યાગ કરીને અન્યોન્ય નવા શરીરને પ્રાપ્ત કરે છે, તેવી રીતે આત્મા સદા નિર્વિકાર રહે છે....માટે જેમ આપણે જૂનાં વસ્ત્રો માટે અફસોસ કે વસવસો નથી કરતાં તેવી જ રીતે આત્મા એ ત્યજેલા શરીર માટે અફસોસ ન કરવો જોઈએ તેમની આત્મા સદા અમર નિર્વિકાર જ રહે છે....

ॐ शांति:.....शांति:....शांति:.......”

હોલમાં સોસાયટીનાં બીજા લોકો, ઓફિસ સ્ટાફ તેમજ સ્વાતિ અને અપેક્ષિતની ઉપસ્થિતિમાં અગરબત્તી અને ફૂલોની સુવાસના પવિત્ર વાતાવરણ વચ્ચે સોસાયટીમાં જ રહેતાં એક વયસ્ક પંડિતજીએ ગીતાના શ્લોકનું પઠન પૂર્ણ કર્યું. તેમણે અને બીજા એક બે વડીલોએ અંકલના અંતિમ સ્નાનની વિધિ કર્યા બાદ તેમનાં પાર્થિવ દેહને હોલમાં સુવડાવ્યો હતો પછી પંડિતજી એ અંતિમ વિધિ તેમજ ગીતા શ્લોકનું પઠન ચાલુ કરેલું. તે પૂર્ણ થયા બાદ પૂરો ઓફિસ સ્ટાફ તેમજ બધાં આડોશીપાડોશીએ વારાફરતી પ્રદક્ષિણા અને અંતિમ દર્શન કરીને ફૂલ હાર અર્પણ કર્યા. સ્વાતિ અવિરત રડતી હતી એટલે અપેક્ષિત ઘડીભર પણ તેનાથી દૂર ન જતો હતો. અપેક્ષિતે સ્વાતિને સહારો આપીને તેનાં પપ્પાનાં મૃતદેહ ફરતે પ્રદક્ષિણા કરાવી. સ્વાતિ પપ્પાનાં પગ પર માથું ઢાળી કાળજાતૂટ આક્રંદ કરવા લાગી. તેની સાથે જ અપેક્ષિત તેમ જ આસપાસના બધાં લોકોની આંખમાં પણ આંસુ આવ્યા વિના રહી શક્યા નહીં, ત્યારે સ્વાતિના ફ્લેટમાં અત્યંત કરુણા સભર દ્રશ્ય સર્જાયું હતું.

પંડિતજી અને બીજા લોકોએ ઈશારો કરતાં અપેક્ષિતે સ્વાતિને બેઠી કરીને અંતિમયાત્રાનો સમય થઈ ગયો હોવાનું જણાવ્યું. ‘શ્રી કુષ્ણ શરણં મમ...” ના મંત્રોચ્ચાર સાથે સ્વાતિના પપ્પાની અંતિમયાત્રા નીકળી જેમાં અપેક્ષિત મુખ્ય કંધોતર બન્યો અને સ્વાતિએ ચેહ માટેની માટલી પોતાનાં હાથમાં લીધી. સોસાયટીથી મુખ્ય રોડ સુધી ચાલીને અને ત્યાંથી બધાં અંતિમયાત્રા રથમાં સ્વાતિના પપ્પાનો દેહ સાથે સ્મશાન પહોચ્યાં. પપ્પાની ચિતા ગોઠવાઈ રહી હતી ત્યારે સ્વાતિ સંપૂર્ણપણે ભાંગી પડેલી. તે પિતાના પગ માથે માથું નાખીને રડતી હતી ત્યારે અપેક્ષિતે હાથેથી તેને ઉઠાડીને એક તરફ લઈ જઈને કહ્યું,

“થોડી હિંમત રાખ સ્વાતિ....પ્લીઝ.. હવે તો તે કહ્યું તે મુજબ તને સ્મશાને પણ આવવા દીધી છે અને અંકલને તારા હાથે જ અગ્નિદાહ પણ આપવાનો છે. જો તું સ્ટ્રોંગ નહીં રહે તો ક્યાંથી ચાલશે....?”

“હમ્મ્મ્મ...પણ કેમ કરી હિંમત રાખું અપેક્ષિત..? મમ્મીના ગયા પછી પપ્પાનો જ હાથ હતો મારાં પર પરંતુ હવે એ પણ છીનવાઈ ગયો...”

“હું સમજુ છું સ્વાતિ....પરંતુ તું જેટલું રડીશ તેટલું જ અંકલને વધુ દુઃખ થશે...? આમ રડવાથી એમનો આત્મા દુભાશે નહીં..?”

“હમ્મ્મ્મ.....”

અપેક્ષિતની વાત થોડી ગળે ઉતરતાં સ્વાતિ શાંત થઈ ત્યાં સુધીમાં અંકલની ચિતા ગોઠવાઈ ગયેલી. સ્વાતિ અને અપેક્ષિત બંનેએ સ્વાતિના પપ્પાનાં દેહને અંતિમ પ્રણામ કર્યા, તેમનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. સ્વાતિ દીકરી હોવા છતાં દીકરાની ફરજ નિભાવીને તેમનાં દાહ સંસ્કાર પૂર્ણ કર્યાં. સ્વાતિના પપ્પા પોતાની દીકરીના હાથે અગ્નિસંસ્કાર પામ્યાં. જો કે આજકાલ તો આવા અનેક ખુશનસીબ લોકો હોય છે જેમને દીકરાનું સુખ ભલે પ્રાપ્ત ન હોય પણ દીકરીઓ દીકરા કરતાં પણ સવાયી હોય છે તેમ જ આવા પ્રસંગે દીકરાની ગેરહાજરીમાં દીકરીઓ પિતાને દાહ સંસ્કાર આપે છે. જે હવે આપણા માટે એક ગર્વની વાત કહેવાય કે આપણે જૂની રૂઢિઓ ભૂલીને સ્ત્રીને પુરુષ સમોવડી સ્વતંત્રતા આપી રહ્યાં છીએ.

પિતાના અગ્નીદાહને જોતાં સ્વાતિ વિચારો કરી રહી, ‘આ કેવી કુદરતની લીલા...!! સીતેર કિલોના વ્યક્તિને ક્ષણભરમાં સાતસો ગ્રામનો કરી નાખે છે. જે આજ સુધી પોતાની એકદમ નજીક હોય તેને એક જ ક્ષણમાં ક્યાંય અનંતની વાટે મોકલી આપે છે જ્યાંથી તે ક્યારેય પરત ફરી જ ન શકે, કોઈ સંપર્ક જ ન થઈ શકે. આત્મા, નશ્વર દેહ તેમજ આપ્તજનોને છોડીને સદા માટે પરમાત્મા સાથે મળી જાય છે. રહી જાય છે તો ફક્ત તેમની યાદો, તેમની સાથે જીવેલી પળો, કડવી હોય કે મીઠી. એ સિવાય કશું જ નથી રહેતું, આત્મા નવા શરીર સાથે એક નવો અધ્યાય લખવા માંડે છે અને આપ્તજનોની આંખમાં રહી જાય છે માત્ર અશ્રુઓ.....’ આવા જ ભારે વિચારો સાથે સ્વાતિ અપેક્ષિતનો હાથ પકડીને પિતાનાં પાર્થિવ શરીરને પંચ મહાભૂતમાં વિલીન થતી જોઈ રહી.

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

  • પપ્પાનાં અવસાન પછી ભાંગી પડેલી અને એકલી થઈ ગયેલી સ્વાતિને અપેક્ષિત કઈ રીતે સધિયારો આપે છે..? કઈ રીતે પોતાની ફરજ નિભાવે છે...? જાણવા માટે વાંચતા રહો પ્રેમ-અપ્રેમ.....આવતાં અંકે.....

  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED