Prem - Aprem - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ ભાગ-૭

પ્રેમ-અપ્રેમ

ભાગ-૭

અપેક્ષિતને કરેલ આલિંગનની અદ્ભુત અનુભૂતિ સ્વાતિ માટે કોઈ કૈફથી કમ ન હતી. કેટલાંય દિવસો સુધી આલિંગનની નરમાશ તેના મન અને ગરમાશ તેનાં તન પર વર્તાતી રહી. બંને વચ્ચેનું ટ્યુનીંગ દિવસે ને દિવસે સારું થતું જતું હતું, બંને વધુ ને વધુ નજીક આવી રહ્યાં હતાં. અપેક્ષિત માટે જે સૂર્ય દર્દભરી સવાર લઈને આવતો તેના બદલે હવે રોજ સુખનો સૂરજ ઊગતો, ખુશીની સ્વર પડતી. સ્વાતિનો સંગાથ અપેક્ષિત માટે સુખની પારસમણી સમાન હતો. જયારે તે સ્વાતિ સાથે હોય ત્યારે એકદમ પ્રફુલ્લિત રહેતો, તેનો ચહેરો ખીલેલો રહેતો. આ બધાંની અસર તેનાં પેઈન્ટીંગમાં પણ સાફ વર્તાવા લાગી. પ્રિયાના અપ્રેમના લીધે તેના પેઈન્ટીંગનાં રંગો સાવ ફિક્કા અને ચિત્રો એક ઉદાસી ઉભારતાં, જયારે હવે તેના પેઈન્ટીંગમાં ખીલેલાં રંગો અને ચિત્રો એક ખુશીનો અને આનંદનો ઉભાર લાવતાં. તેના પેઈન્ટીંગમાં હવે નેગેટીવીટી બિલકુલ જોવા ન મળતી. હવે તે માત્ર અને માત્ર પોઝીટીવ થીમ પર જ પેઈન્ટીંગ બનાવવા લાગેલો. ધીમેધીમે અપેક્ષિત પોતાનાં મૂળભૂત સ્વરૂપમાં પરત આવવા લાગેલો, પહેલાંની જેમ જ તે આખા સ્ટાફને ખીલખીલાટ હસાવતો. બધાં જ સાથે મસ્તી મજાક કરતો અને હળતોમળતો થઈ ગયેલો.

અપેક્ષિતના બર્થ ડે પાર્ટીને હવે દોઢેક મહિના જેવો સમય થયો ત્યાં આવ્યો પ્રેમનો મહિનો, પ્રેમીઓનો મહિનો, વેલેન્ટાઈન મન્થ, ફેબ્રુઆરી. જેની દરેક પ્રેમીઓ આખું વરસ રાહ જોતાં હોય છે. સ્વાતિ પણ આ વરસે આ મહિનાની રાહ જોતી હતી. તે પોતાનાં દરેક સ્વપ્નો હકીકતમાં અપેક્ષિત સાથે જીવવા માગતી હતી. આટલા સમયમાં સ્વાતિએ ક્યારેય અપેક્ષિતને પોતાનાં દિલની વાત કરી જ નહોતી. બધું જ બસ મનમાં ને મનમાં જ રાખ્યું હતું. તેને હવે રાહ હતી યોગ્ય તકની જયારે તે પોતાનું દિલ અપેક્ષિત સામે ખૂલ્લું મૂકી દે. તેને કહી શકે કે પોતે તેને દિલોજાનથી ચાહે છે. તેના હૃદયના તાર તેના નામ માત્રથી ઝણઝણી ઉઠે છે. રાહમાં ને રાહમાં તે દિવસો પસાર કરતી હતી ત્યાં એક દિવસ અપેક્ષિતે સ્વાતિને ઇન્ટરકોમમાં કોલ કર્યો,

“હેલ્લો સ્વાતિ, ઇફ યુ આર ફ્રી ધેન પ્લીઝ કમ ટુ માય ચેમ્બર ફાસ્ટ....”

“ના ખાસ કામ નથી, હિઅર આઈ કમ...” ફાસ્ટ શબ્દ પર અપેક્ષિતએ ભાર આપતાં સ્વાતિ જરાં ગભરાઈ અને બધું જ પડતું મૂકીને તેની ચેમ્બરમાં આવીને પૂછ્યું,

“વ્હોટ હેપન્ડ અપેક્ષિત..?”

“સ્વાતિ રીલેક્ષ....શાંતિથી બેસ, મારે એક સીરીયસ વાત કરવી છે..” અપેક્ષિતે સ્વાતિને હાથથી બેસવાનો ઈશારો કરતાં કહ્યું.

સ્વાતિ સામેની ચેર પર ગોઠવાઈ ગઈ પણ તેમ છતાં અપેક્ષિત ફાઈલમાં મોઢું નાખીને બેસી રહ્યો અને કંઈ જ બોલ્યો નહીં. સ્વાતિ પણ તેની ચેમ્બરનું અવલોકન કરતી બેસી રહેલી પણ પછી ન રહેવાયું એટલે તેણે ફરી કહ્યું,

“જે હોય તે જલ્દી મને કહે....ડોન્ટ ક્રિએટ સસ્પેન્સ....અપેક્ષિત”

“સ્વાતિ એક બેડ ન્યુઝ છે, આઈ એમ નો મોર માર્કેટિંગ મેનેજર ઓફ ધીસ કંપની નાઉ..”

“ઓહ....માય ગોડ.......!! બટ વ્હોટ હેપન્ડ સડનલી..? તારું આટલું સારું પરફોર્મન્સ છે તો પણ કેમ તને એ લોકો સસ્પેન્ડ કરી શકે..?” સ્વાતિએ અતિ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું પણ અપેક્ષિત નીચું ઢાળી ગયો અને કંઈ બોલ્યો નહીં જાણે કે તે કંઈક છુપાવી રહ્યો હોય. ત્યાં સ્વાતિએ બીજો પ્રશ્ન કરી નાખ્યો,

“ક્યાંક તે તો રીઝાઈન નથી કર્યું ને..? ડેમ ઈટ...પ્લીઝ સે સમથીંગ...ડોન્ટ કીપ મમ....”

સ્વાતિને આટલી બધી ગભરાયેલી જોઈને અપેક્ષિતે તેની સામે મલકાઈને કહ્યું,

“સ્વાતિ..આઈ એમ નો મોર માર્કેટિંગ મેનેજર ઓફ ધીસ કંપની....બીકોઝ.....”

“બીકોઝ વ્હોટ....?ટેલ....” સ્વાતિ અકળાઈ ઉઠી ચિલ્ડ એર કંડીશન્ડ ચેમ્બરમાં પણ તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયા.

“બીકોઝ...નાઉ આઈ એમ ધ જનરલ મેનેજર ઓફ ધીસ કંપની.....” કહેતો અપેક્ષિત ખડખડાટ હસી પડ્યો.

સ્વાતિ જોરથી ચિલ્લાઈ ઉઠી... “વ્હોટ....?”

“જસ્ટ લુક એટ યોર ફેસ યાર...તારો ચહેરો સાવ ફિક્કો પડી ગયો..”“અપેક્ષિત યુ...સ્વાઈંગ
...યુ ડોગ...આવી મજાક કરવાની હોય...? મારો તો જીવ નીકળી ગયો ખબર છે તને...?” સ્વાતિએ ગીન્નતા કહ્યું.

“હેય...સોરી.....વેરી વેરી સોરી...યાર....બટ આટલા ખુશીના સમાચાર હું પહેલાં તને જ આપવા માગતો હતો અને તે પણ સિમ્પલ રીતે કહીને તેનો ચાર્મ ઘટાડવા નહોતો માગતો. અબઘડી જ મને બોસ એ બોલાવીને આ ન્યુઝ આપ્યા, તેમની ટ્રાન્સફર આપણી બેંગ્લોર ઓફિસમાં થઈ એટલે અહીંની જગ્યા ખાલી પડતાં હેડ ઓફિસે મને જનરલ મેનેજરની પોસ્ટ પર પ્રમોટ કર્યો.” અપેક્ષિતે તેનો બચાવ કરતાં કહ્યું.

“વ્હોટ એવર, બટ યુ શૂડ નોટ હેવ ડન ધીસ... તારે હવે તારી શૈતાની બદલ ફાઈન ભરવું પડશે....”

“શ્યોર..આઈ વિલ ડુ વ્હોટ એવર યુ સે....ટેલ મી વ્હોટ આઈ હેવ ટુ ડુ........?”

સ્વાતિ વિચાર કરવાનો ડોળ કરતાં બોલી,

“યુ નીડ ટુ ગીવ મી અ સ્પેશ્યલ પાર્ટી ટુડે ઈન ‘90 ફીટ એબવ’....ઓન્લી યુ એન્ડ મી....બોલ ડન....?”

“યસ....બટ વ્હાય ટુડે ઓન્લી ..?”
“બસ આજે જ જોઈએ છે મારે પાર્ટી, બોલ આપે છે કે નહીં બાકી હું તારી સાથે નહીં બોલું...”

“ઓકે બાબા ઓકે....તારી જીદ પાસે મારું કંઈ જ નહીં ચાલે. ડન...ટુડે ડીનર એટ 90 ફીટ એબવ....શાર્પ ૯ વાગે હું તને પીક કરવા આવી જઈશ....”

સ્વાતિ હરખાતી બોલી,

“સો સ્વીટ ઓફ યુ....કોન્ગ્રેચ્યુલેશન્સ માય ડીઅર એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઈટ ફ્યુચર...”કહેતાં સ્વાતિએ હેન્ડશેક કરી અપેક્ષિતને હગ કર્યું. ફરી એક હગ...ફરી એક આલીંગન બંનેની હ્રદય વીણાના તાર છેડી ગયું. બંનેની આંખોમાં થોડીવાર પુરતી ઝાંખપ આવી ગઈ. સ્વાતિને તરત એ વાતનું ભાન થતાં સ્વસ્થતા પ્રાપ્ત કરી અળગી પડતાં કહ્યું,

“ચાલ આ ગૂડ ન્યુઝ ઓફિસમાં બધાંને આપી દઈએ....”

અપેક્ષિતનો હાથ પકડી સ્વાતિ તેને ચેમ્બરની બહાર ખેંચી લાવી અને મોટેથી બુમ પાડી,

“લેડીઝ એન્ડ જેન્ટલમૅન, એવરીબડી પ્લીઝ કાઈન્ડલી પે અટેન્શન હિઅર ફોર અ વ્હાઈલ.....”

સ્વાતિએ ક્લેપ કરી બધાનું ધ્યાન પોતાની તરફ દોર્યું એટલે બધાં જ પોતાની સીટ પર ઉભા થઈને સ્વાતિની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યાં.

“વન ગૂડ ન્યુઝ ઈઝ ધેર....આપણો પોતાનો આ અપેક્ષિત જે અત્યાર સુધી આપણો કલીગ હતો, તે હવે આપણો બોસ બની ગયો છે....હી ઈઝ પ્રમોટેડ ટુ જનરલ મેનેજર ઓફ ધીસ કંપની.....”

સ્વાતિની સાથે બધાં જ જોરથી ક્લેપ્પીંગ કરવા લાગ્યાં. વારાફરતી બધાં કલીગ્ઝ અપેક્ષિતને કોન્ગ્રેચ્યુલેટ કરવા માંડ્યા. સ્વાતિ એક બાજુ ખસીને અપેક્ષિતના ચહેરા પર ખુશી જોઈને પોતે પણ મનમાં ખુશ થતી રહી. આજે જ પાર્ટી આપવા માટે કહેવા પાછળ તેનો ઈરાદો કંઈક જુદો જ હતો. આજે ૮ ફેબ્રુઆરી હતી, યાની કે વેલેન્ટાઈન વિકનો બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે. સ્વાતિ જે તકની રાહ જોતી હતી તે તક આજે મળી જશે એવું તેને લાગતું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું કે આજે તે પોતાનાં દિલની વાત અપેક્ષિતને કહી જ દેશે અને પ્રપોઝ પણ કરી દેશે. આવા જ વિચારોથી સ્વાતિ રાજી થઈને ઉછળતી ઉછળતી પોતાની સીટ તરફ જતી રહી.

સ્વાતિએ ઘડિયાળ સામે જોયું તો નવ વાગવામાં માત્ર પાંચ મિનીટ બાકી હતી અને તે હજી તૈયાર થતી હતી. અપેક્ષિત સાડા છ વાગે ઘરે ડ્રોપ કરીને ગયો પછી તે કાર્ડ, ગીફ્ટ અને રોઝ લેવા ગયેલી, તે લઈને આવતા તેને પોણા આઠ વાગી ગયેલા. ઘરે આવી ફટાફટ ફ્રેશ થઈને તે ઘરનાં કામકાજ અને પપ્પાની રસોઈ બનવામાં લાગી ગયેલી. તેમાંથી ફ્રી થતાં જ તેને કલાક નીકળી ગયો. તે પછી તૈયાર થવાનું સ્ટાર્ટ કર્યું, આજે તે ખુબ જ સુંદર દેખાવા માગતી હોય તે રીતે સાજ શણગાર કરી રહી હતી. શાર્પ નવના ટકોરે અપેક્ષિતની કારનું હોર્ન સંભળાયું, તે ઘાઈઘાઈમાં હવે તૈયાર થવા માંડી અને ફટાફટ પર્સ લઈને જેટ સ્પીડે લીફ્ટ તરફ ઘસી ગઈ.

સ્વાતિ જેવી ગેઇટ પાસે પહોંચી અપેક્ષિતની નજર તેના પર પડી કે તરત જ ત્યાં જ જડાઈ ગઈ. સામાન્ય રીતે ટોપ લેગીન્ગ્સ, જીન્સ ટી શર્ટ કે પછી બહુ તો સલવારમાં નજરે ચડતી સ્વાતિ આજે પહેલીવાર લાઈટ પર્પલ કલરની ક્રશ સિલ્કની કાશ્મીરી સિલ્વર બોર્ડર વાળી સાડીમાં જન્નતની કોઈ હુર જેવી લાગતી હતી. તેનો શ્યામવર્ણ પર્પલ કલરની સાડીમાં બહાર ઉભરતો હતો. કસાઈને પહેરાયેલી સાડીમાં તેના સુડોળ દેહ વળાંકો સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. ગળામાં પહેરેલું વ્હાઈટ ડાયમંડનું ડબલ હાર્ટ શેઈપનું લોકેટ અને તેવા જ મેચિંગ ઇઅર્રિન્ગ્સ કોઈ તારલાંની જેમ અંધારામાં ચમકી રહ્યાં હતાં. સાથે હાથમાં પર્પલ કલરનાં મેચિંગ બેન્ગલ્સ તેમજ કપાળ પર તે જ કલરની લાંબી ડિઝાઈનર બિંદી તેનાં રૂપને ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. સ્વાતિના આ નવા સ્વરૂપમાં ખોવાઈ ગયેલા અપેક્ષિતને ખ્યાલ પણ ન રહ્યો કે સ્વાતિ ક્યારે કારમાં આવીને બેસી ગઈ.

“હેલ્લો મિસ્ટર, ક્યાં ખોવાઈ ગયા..?” કહેતાં સ્વાતિ એ હોર્ન માર્યું ત્યારે અપેક્ષિત ભાનમાં આવ્યો અને પોતાની જાત સંભાળી કાર રેસ્ટોરન્ટ તરફ હંકારી મૂકી. આખા રસ્તે તે બોખલાયેલો જ રહ્યો. સ્વાતિ તેની રીતે થોડી ઓફિસની, ઘરની વાત કરતી હતી અને સોંગ ચેન્જ કર્યા કરતી હતી. એટલામાં તો બંને રેસ્ટોરન્ટ પર પહોંચી પણ ગયા.

બોરીવલી વેસ્ટમાં લોકમાન્ય તિલક રોડ પર ૭મા માળે આવેલી ‘90 ફીટ એબવ’ રેસ્ટોરન્ટ. જેવું નામ છે તે જ રીતે ૯૦ ફૂટ ઉંચે આવેલી આ રેસ્ટોરન્ટ કોઈ જન્નતથી કમ નહોતી. અંદર પ્રવેશતાંની સાથે જ એર કંડીશન્ડ હોલમાં વેલ એરેન્જડ સ્ક્વેર વ્હાઈટ સોફા સીટીંગ. જેમાં એક તરફની બાજુ વ્હોલ ગ્લાસ વિન્ડો જ્યાંથી શહેરનો નજારો જોઈ શકાય. બીજી બાજુ ઓપન ટેરેસ આવેલું જેમાં મીડીયમ સાઈઝના રાઉન્ડ ટેબલની બંને બાજુ રાઉન્ડ સિંગલ કાઉચનું એકદમ કમ્ફર્ટેબલ સીટીંગ હતું. સ્વાતિ અને અપેક્ષિત બન્ને નેચર લવર હતાં એટલે બંન્નેએ ઓપન ટેરેસ સીટીંગમાં જ બેસવાનું પસંદ કર્યું. તે ભાગમાં એન્ટર થતાં જ બંનેનાં મોઢાં માંથી ‘વાઉ’ નીકળી ગયું. ત્યાંથી દેખાતો બોરીવલીનો નજરો અત્યંત આહલાદક હતો. કોન્ક્રીટના જંગલને એલઈડી લાઈટોથી ડેકોરેટ કર્યું હોય તેવું લાગતું હતું. થોડીવાર તો બંને આ મનમોહક નજારો જોવામાં જ મંત્રમુગ્ધ બની ગયા, પછી સીટ પર ગોઠવાયા. ફેબ્રુઆરી મહિનાનો શીતળ પવન માહોલને અનેરી માદકતા બક્ષી રહ્યો હતો. થોડીવારમાં નેવી બ્લ્યુ બ્લેઝર, મેચિંગ ટ્રાઉઝર, વ્હાઈટ શર્ટ અને નેવી બ્લ્યુ સિલ્ક ટાઈમાં સજ્જ વેઈટર મેનુ આપી ગયો. અપેક્ષિતે સ્વાતિને મેનુ પકડાવતા કહ્યું ,

“ઓર્ડર વ્હોટ એવર યુ લાઈક ટુ ઈટ...”

સ્વાતિએ સૌથી પહેલાં બંને માટે ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ સાથે ચીઝ પોટેટો ક્રોક્વેત્સ સ્ટાર્ટર ઓર્ડર કર્યુ. ટેબલ પર મુકાયેલી ગ્લાસ કેન્ડલના આછા પ્રકાશમાં સ્વાતિ સ્વર્ણ સુંદરી લાગતી હતી. અપેક્ષિત હજીયે આ નવા રૂપની આભામાંથી બહાર નહોતો આવી શક્યો. એટલામાં સ્વાતિએ પોતાનાં પર્સમાંથી કંઈક કાઢીને ટેબલ પર મુક્યું જે જોતાં જ અપેક્ષિતનાં ડોળા ઊંચા થઈ ગયા....!!!!!!

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED