ઓહ નયનતારા - 19 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ નયનતારા - 19

ઓહ નયનતારા


પ્રકરણ – 19


ઈંગ્લેન્ડમાંયે કાઠિયાવાડી લહેકો


વાફાની આંખોમાં મને અરબી ભાષાનું સાહિત્યરસિક લખાણ નજરે પડતું હતું. પ્રેમ એ સાથીની મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે એટલે મને ખબર પડી ગઈ કે આ અરબી ભાષાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરતા શું મતલબ થાય છે.
મતલબ એ હતો કે આધ્યાત્મિક અધ્યાય પૂરો થયો છે. હવે કામશાસ્ત્ર અને શૃંગારરસનું હિન્દુ ધર્મમાં શું મહત્વ છે તે મારે વાફાને સમજાવવાનું છે.

હવે મને સમજાયું કે સ્પોર્સ્ટમેન અને ઉપદેશક વચ્ચે શું ફર્ક છે ! 'પહેલું સુખ તે જાતે નર્યા' આ કહેવત પુરુષો માટે બની છે. સપાટ પેટ, ઉભરતી છાતીની પાંસળીઓ, હાથમાં અને કોણી સુધી ફાટફાટ થતી નસો અને શરીર પર પૂર્ણ અંકુશ. આ બધા કેસરી રંગના સૂરૂયકિરણોથી તપેલા સૂર્યવંશી હિન્દુસ્તાનની યુવાપેઢીના રમતવીરોનાં શારીરિક લક્ષણો છે.
'તું મને તમારા કામશાસ્ત્ર અને શૃંગારરસના વિષયોને વિસ્તારથી સમજાવ અને તે પણ મારા શરીરને ટચ કર્યા વિના જેથી હું તારી લાગણી કે આ શાસ્ત્રને એક શ્રોતાની જેમ ફીલ કરી શકું.' વાફા આજે મારો પીછો છોડવાની નથી એવું મને લાગ્યું અને હસવું પણ આવ્યું કે હું દસ ધોરણ પાસ એક હિન્દુસ્તાની છોકરો અને ઑકસફર્ડ ગ્રેજયુએટ વાફાને મારા વિષય બહારના વિષયો કઈ રીતે સમજાવી શકીશ છતાં પણ 'આશા અમર છે' તેમ માનીને મારું કાર્ય આગળ ધપાવું છું :

'વાફા ! તને ખબર છે શૂન્યની શોધ હિન્દુસ્તાને કરી અને જગતને શૂન્યની ભેટ આપી છે.'

'યસ ! મને ખબર છે.'

'આ સૃષ્ટિનું સર્જન શૂન્યમાંથી થયું છે અને શૂન્યનું સર્જન હિન્દુસ્તાનમાં થયું છે. આ શૂન્ય શું છે?

'શૂન્ય એટલે માનવજગતને પૃથ્વી પર પ્રવેશવાનું પ્રવેશદ્રાર કહેવાય છે જેમાંથી આખો ઈતિહાસ પસાર થઈને આજે માનવસમાજ બન્યો છે.

'મને એક વાતનો જવાબ આપ કે સુખી લગ્નજીવન માટે પ્રેમનું મહત્વ વધારે કે સેકસનું મહત્વ વધારે છે ? લગ્નજીવન તૂટવા માટે આ બન્નેમાંથી કઈ વસ્તુ જવાબદાર છે ? કદાચ તારા મમ્મી અને ડેડીના ડિવોરૂસ થવાથી આ સવાલનો જવાબ તું સારી રીતે આપી શકે છે.'

વાફા થોડું વિચારીને જવાબ આપે છે કે 'પ્રેમ હોય તો સેકસની સંભાવના વધે છે.' પણ ફકત સેકસને નજર સામે રાખીને લગ્નજીવન ટકાવવું બહુ આકરું છે. મારી મમ્મીને પ્રેમ કરવામાં રસ હતો અને મારા પપ્પાને સેકસમાં વધુ રસ હતો એટલે આ અસમાન પ્રેમ અને સેકસની અસમાનતા મોટેભાગે લગ્નજીવનને ભાંગી નાખે છે.'

'અમારા હિન્દુસ્તાનમાં કોઈપણ પુરુષ ત્રીસમા વર્ષે પરણતો હોય ત્યારે પણ અક્ષત પત્નીની આશા રાખે છે. જયારે તમારા ઈંગ્લેન્ડમાં આ શકયતા નહીંવત્ છે. આ સવાલનો જવાબ તારે મને આપવો પડશે.' વાફા જવાબ આપતા કહે છે કે 'તમારા હિન્દુસ્તાનમાં કૌમાર્યનું રહસ્ય હજુ સુધી અકબંધ છે અને અહીંયા કૌમાર્ય નામનો શબ્દ ચૌદ વર્ષની ઉંમરે છોકરીઓ ભૂલી જાય છે એટલે અહીંયા ઈંગ્લેન્ડમાં ડિવોર્સનું પ્રમાણ બહુ ઊંચું છે, જયારે તમારા હિન્દુસ્તાનમાં આ પ્રમાણ ઘણું નીચું છે.

'હવે તું કહે છે...! આ ડિવોર્સમાં પ્રેમ નામનો શબ્દ તને નજરે ચડે છે ?'

'નહીં, અહીંયા પ્રેમની નહીં પણ સેકસની ભાષાનીબોલબાલા છે.' 'હવે તને સમજાવું કે પ્રેમ અને સેકસની ભાષા વચ્ચે શું ભેદ છે, જે ભેદ અમારા કામશાસ્ત્રમાં દર્શાવ્યો છે.'

'અમારા ક્રિકેટના બોલને અડધો કાપી નાખીએ અને તેનો આકાર કેવો બને ? ધાર્મિક સ્થળોના ગુંબજોનો આકાર કેવો છે ? બે રગ્બીના બોલને બાજુબાજુમાં રાખીએ તો કેવો આકાર બને છ ? વિકેટની પાછળ વિકેટ કીપીંગ કરતા વિકેટ કીપર પોતાના ગ્લોવ્ઝથી બોલને પકડે ત્યારે તેનો કેવો આકાર બને છે ?


'આ બધાં સ્ત્રીનાં અંગોનાં ચિત્રો છે જે અંગોના સંસર્ગમાં આવતાં જ પુરુષ ઉત્તેજિત થાય છે અને પછી સ્ત્રી અને પુરુષના મિલનથી નવી સૃષ્ટિનું સર્જન થાય છે. તે જ રીતે કોઈ પણ નવી વસ્તુનું સર્જન કરવા વિજાતીય સેકસનું મિલન થવું જરૂરી છે.'

'વિકેટ કયારે પડે ? જયારે ઝડપી ગતિથી આવતો બોલ સ્તંભની જેમ ઊભી સ્ટીકને પાડે છે ત્યારે વિકેટનું સર્જન થાય છે.'
'ફૂટબોલમાં ગોલ કયારે થાય છે ? જયારે બોલને પુરુષ ખેલાડી પગેથી કીક મારે ત્યારે ગોલ થાય છે.'
'ક્રિકેટમાં રન કયારે બને છ ? જયારે ચામડાના બોલને બેટ ફટકારે ત્યારે રન બને છે. આ રન બને તેમાં પણ ક્રિકેટપ્રેમીઓને સેકસની જેમ આનંદ આવે છે અને ચિચિયારી પાડે છે અને જયારે ચાર રન કે છ રન આવે ત્યારે આ ઉત્તેજના સીમા પર પહોંચે છે અને તેમાં પણ તેંડુલકર જેવા કલાસિકલ બેટમાંથી બોલ સુધી બાઉન્ડ્રી લાઈન ટપી જાય છે ત્યારે આ ઉત્તેજના ચરમસીમાની હદ વટાવી જાય છે.'

'આ ઉત્તેજના માણસમાં કયારે જોવા મળે ? જે માણસ ક્રિકેટની રમતને પ્રેમ કરતો હોય ત્યારે જ તેના શરીરમાં આ ઉત્તેજના જાગે છે. એટલે મારું કહેવાનું છે કે સ્ત્રીને તમે પ્રેમ કરતાં હો તો જ સેકસની ઉત્તેજનાની ચરમસીમા પાર કરી શકાય છે. સત્ય એ છે કે તમારી પ્રેમિકા કે પત્ની સાથેનો પ્રથમ સેકસનો આનંદ છે, તે પૈસા આપીને કોઈ અજાણી સ્ત્રી સાથે આ આનંદ તમને મળશે નહીં.'

'તને સમજમાં આવ્યું ? આ કામશાસ્ત્ર એક સ્પોર્ટમેનનું છે, જેને તને પ્રેમ અને સેકસની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે.' વાફાને હસતા હસતા કહ્યું.

'એક હિન્દુસ્તાની પુરુષ તરીકે દોસ્તી, પ્રેમ અને સેકસની વ્યાખ્યા તારા મનમાં શું છે તે મને સમજાવ.' વાફા એક ઔર

સવાલ મને પૂછે છે.

'સ્ત્રીના હોઠને ચૂમવા માટે આ એક પછી એક ત્રણે પગથિયાં ચડવાં પડે છે. પહેલું પગથિયું દોસ્તી, બીજું પગથિયું પ્રેમ અને ત્રીજું પગથિયું સેકસ. અમારા હિન્દુસ્તાનના પુરુષો થોડા ઉતાવળીયા છે. મોટાભાગના પુરુષો દોસ્તીના પગથિયા પર પગ મૂકી અને સીધા સેકસના પગથિયા પર પગ મૂકે છે અને વચ્ચે રહેતું પ્રેમનું પગથિયું ચૂકી જાય છે. જયારે તમારા ઈંગ્લેંન્ડમાં ગમે તે સમયે ગમે તે પગથિયા પર પગ મૂકીને સ્ત્રીના હોઠને ચુમી શકાય છે.

'આ પગથિયાની માયાજાળમાંથી મુકત થવા અમારી હિન્દુ લગ્નપ્રથા બની છે. આ લગ્નજીવન એટલે આ ત્રણમાંથી કોઈ એક પગથિયું તૂટી જાય તો પણ સ્ત્રીના હોઠને ચૂમીશકાય છે અને આ લગ્નજીવન ટકાવી રાખવાની જવાબદારી મોટેભાગે અમારા હિંદુ સ્ત્રીઓને નિભાવવી પડે છે. કદાચ અમારા હિન્દુસ્તાનની સ્ત્રીઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પામેલી હશે તો પણ પોતાની ફરજ ચૂકતી નથી. આ બાબતમાં બે પાંચ ટકા ગૌણ હોય છે. 'ચુંબન શું છે ? આ ચુંબન એક એવી વસ્તુ છે જે સ્ત્રીને ખોલવાની ચાવી છે. વિશ્વના કોઈપણ પુરુષને સ્ત્રી તરફથી ચુંબનનો સંકેત મળે તો આપોઆપ સ્પર્શનો અધિકાર મળે એટલે ચુંબન કરતાંની સાથે જાણે સ્ત્રી નામની તિજોરી ખોલતો હોય તે રીતે સૌ પ્રથમ સ્તન સ્પર્શ કરશે અને ત્યારબાદ ધીરે ધીરે આ તિજોરી ખોલી નાખે છે. દરેક પુરુષને આ તિજોરીમાં પુરાઈ જવું ગમે છે.'

'કદાચ લગ્ન થયા પછી પુરુષ પોતાની પત્નીને થોડા સમય પછી શરીરસુખ આપવામાં કામના બહાનાં બતાવે, પોતાના વ્યસ્તપણાનાં બહાનાં બતાવે તો આ હિન્દુ સ્ત્રીની હાલત કેવી હોય છે ?' વાફા કદાચ તેના માતા-પિતાના લગ્નજીવનને ધ્યાનમાં રાખી આ સવાલ મને પૂછે છે.

આ સવાલનો જવાબ આપવા માટે મારે કાઠિયાવાડના સાહિત્યનો આશરો લેવો પડશે. એટલે તેને મેઘાણી સાહિત્યનો એક દુહો સંભાળાવવી પડેછે :

'જે મુખ અમલ ન આખિયો, તુરી ન ખેચ્યા તંગ,
ફટ અલુણા સાયબા ! આપું તો કી અંગ !'
'વ્હોટ...?' એટલે આ દુહાનો અર્થ વાફાને સમજાવવો પડે છે.


'પોતાના મરદને ફીટકાર દેતી કાઠિયાણી કહે છે ! હે મીઠા વિનાના મરદ, કેફમાં ચકચૂર બનીને અશ્વની લગામ ખેંચી નથી, કદી યુદ્ધ ન ચડનાર, તને મારો દેહ શા માટે રંગરેલિયા મનાવવા આપું ?

'વાફા અચરજથી મને પૂછે, 'ઈઝ ઈટ પોસિબલ ?'

એટલે તેને જવાબ આપતા મેં કહ્યું : 'ઈટ્સ હેપન ઓન્લી ઈન માય કાઠિયાવાડ.' ફરી પાછો વાફા મને એક સવાલ પૂછે છે : 'કદાચ લગ્ન પછી હિન્દુ પુરુષ બેવફા બનીને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે તો સ્ત્રીની હાલત શું હોય છે ?'

ફરી પાછો મારો કાઠિયાવાડી દુહો લલકારવો પડે છે,

'સાંભળ મારા સાંજણા ! કુડો ને કળજગ જાય,
'એકથી લગાડીએ પ્રીતડી તો લાલચ બીજે જાય,
લાલચ બીજે જાય તે ખોટી, સાચી પ્રીત ઘરની એ સ્ત્રીથી મોટી,
વંશ વધે, વાલપ ઉપજે, ને કહ્યું પોતાનું થાય,
ચુડ કે 'સાંભળ માયલા સાંજણા !' કુડો ને કળજગ જાય.'

'મને ના સમજાય તેવી વાતો ના કહે ! આનો અર્થ શું થાય તે મને કહે.' વાફા હસતા હસતા બોલી.
'મારા દેશની કાઠિયાણી તેના પતિને તેની વ્યવહારુ વાતોથી પોતાના લગ્નજીવનની વફાદારી સમજાવે છે અને કહે છે કે બીજી સ્ત્રી સાથે પ્રીતિ લગાડવી ખોટી છે. તને સાચી પ્રીતિ ઘરની સ્ત્રી પાસેથી મળશે જે તારો વંશવેલો વધારે છે, જે તને વહાલ કરે છે અને તારા કહ્યામાં રહે છે. એવા ત્રેવડા લાભ આપનારી પત્ની સમી તારી નાર હાથે એકનિષ્ઠા બંધાય છે.'

'આ બધી વાતો તમારા દેશમાં શકય છે અને એ પણ આજના આધુનિક માહોલ વચ્ચે આવી સમજદાર સ્ત્રીઓ જોવા મળે છે ?' થોડા અચરજભાવથી વાફા પૂછે છે.

'આજની તારીખે પણ દરેક ઘરમાં આવી સ્ત્રીઓ અમારા હિન્દુસ્તાનમાં વસે છે. કદાચ આવતા દસ-પંદર વર્ષમાં આ બાબતમાં નજીવો ફેરફાર થઈ શકે છે.' વાફાને જવાબ આપતા મેં કહ્યું.

'બસ ! હવે વાતો બંધ કરીએ તો સારું. રાત્રીના બે વાગ્યા છે. તને નિંદર આવતી નથી કે આખી રાત વાતો કરવી છે ?' વાફા ધડિયાળ સામે જોઈને બોલી.

'નિંદર તો આવે છે પણ નજર સામે તું બેઠેલી છે એટલે આંખો મટકું માયૉ વગર તારી સામે જોયા રાખે છે.' વાફાને મૂડમાં લાવવા પ્રયત્ન કરું છું.

'વાફા તને બહુ ગમે છે ?' વાફા થોડી ભાવુકતાથી બોલે છે.

'યસ ! વાફા એ તારું અરબી નામ છે, જેનો અર્થ હું વફા કરું છું એટલે વફા સાથે બેવફાઈ કરવાની ઈચ્છા નથી. તારામાં કોઈ એવું તત્વ છે જે સતત મારી તરફ આકર્ષણ પેદા કરે છે.' વાફાના પંજાને દબાવીને જવાબ આપું છું.

'વાફા સાથે તારે કેવો સંબંધ રાખવો છે. દોસ્તીનો, પ્રેમનો કે સેકસનો ?' વાફાનું શરીર આળસ મરડે છે અને હાથને ફેલાવે છે ત્યારે તેની પંજો મારા ચહેરાને અડે છે. એટલે તેના પંજાને મારા ચહેરા સાથે દબાવું છું.

'ઑફિસના સમયે દોસ્તીનો, ઑફિસેથી છૂટયા પછીના ત્રણ કલાક માટે પ્રેમનો અને બાકીના સમયે સેકસનો.' જવાબ આપતા વાફાની કોણી પકડીને મારી તરફ ખેંચું છું.

'પહેલાંના બે સમયનો ગાળો ખતમ થઈ ગયો છે. એટલે હવે તું મારી સાથે...' વાફા અલ્લડતાથી છેલ્લો શબ્દ જાણીજોઈને બોલતી નથી.

ઈદં શરીરં કોન્તેય ક્ષેત્રનિત્યમિધાયતે
એતદ યો વેત્તિ તં પ્રાહુ: ક્ષેત્રજ્ઞ ઈતિ તદ્રિદ:
('હે કુંતિપુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને આ ક્ષેત્ર જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે.)

વાફાએ કદાચ જાણીજોઈને પોતાનું બેલેન્સ ગુમાવ્યું હોય તેવું લાગ્યું. છતાં પણ આ કાર્ય મને ગમ્યું હતું અને આજના અલગ અલગ વિષયયો પરના સંવાદને કારણે હું અને વાફા જાણે દૈદીપ્યમાન પ્રકૃતિના જીવો સમાન ભાસતા હતા છતાં પણ પ્રકૃતિની અસરમાંથી મુકત થયા નથી. બે જીવો વચ્ચેનું તત્વજ્ઞાન જાણવાની પ્રચંડ ઈચ્છા પ્રજ્વલિત થતી જાય છે. વાફા આજે અલ્પ વસ્ત્રમાં અરબસ્તાની મહેલમાં રહેતી રાજકુંવરી જેવી લાગતી હતી. આ રાજકુંવરી ઊઠીને ધીરે ધીરે તેનાં શયનકક્ષમાં પ્રયાણ કરે છે. મહેલમાં ઘુસેલા કોઈ અજાણ્યા સૌંદર્યપ્રેમીની જેમ સંમોહિત થઈને વાફાની પાછળ પાછળ દોરતો જાઉં છું.

વાફા આ સૌંદર્યપ્રેમીને આંખો બંધ કરવાનો હુકમ આપે છે. અરબી સુંદરી તેનાં વસ્ત્રો. બદલાવાં માગે છે. સૌંદર્યથી છલોછલ નયનરમ્ય દેહની નયનરમ્ય દેહની કલ્પના બંધ આંખોમાં થાય છે. એક સૌંદર્યપ્રેમી હિન્દુસ્તાની ગુજરાતી પુરુષ સંસ્કૃતમય શૃંગારરસોના કાળમાં સરી જાય છે.

પ્રકૃત્યૈવ ચ કરૂમણિ કિયમાણાની સર્વશ:
ય: પ્રશ્યતિ તથાત્માનમકર્તાર સ પશ્યતિ
('જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિ દેહ દ્રારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્રારા થયું છે તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્ય જુએ છે.)

સમય છે શાશ્વત સૌંદર્યની પરાકાષ્ઠા સમી ભાસતી અરબી સુંદરીના અંદરુની સૌંદર્યની અગ્નિમાં શરીર તપાવીને ઓગળી જવાનો.

આંખો ખુલે છે. નજર સામે શ્વેત વસ્ત્રમાં વીંટળાયેલી વાફા વિભાવિલાશીની જેવી લાગતી હતી. ધીરે ધીરે તેની તરફ ડગ મંડાય છે. વાફાની આંખો મટકુ માર્યા વગર મારા તરફ મંડાયેલી છે. પ્રેમ એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે. એટલે મારું મન કળી ગયું કે આ વિલાસિની વાફા સાંસારિક પ્રકૃતિના અંતિમ આનંદની ચરમસીમા તોડીને આ અરબી સ્ત્રી એ આર્યવંશી હિન્દુ પુરૂષમાં ઓગળી જવા માગે છે.

વિલાસિની વાફા હુકમ આપે છે, 'ગુજરાતી પુત્ર ! આજે તને અરેબિયન નાઈટ્સની હુશ્નપરીના શરીરી કાયનાતનો જીવંત નઝારો જોવા આ અરેબિયન નાઈટ્સની હુર હુર તને ઈજન આપે છે. બસ તારે ફકત આ શ્વેત આચ્છાદનને દૂર કરવાનું છે.' ઈંતેજાર છે આ શ્વેત પરદો હટાવાનો અને અવસર છે એકબીજામાં ઓગળી જવાનો.
ઈંતેજાર ખતમ થાય છે. કરની કમાલ થકી આ શ્વેત પરદો ઊડી જાય છે. નજર સમક્ષ અકલ્પનીય કાયાની માલિકણ પોતાના હાથ અને પગોને સંકોચી પોતાનાં સુંદર અંગોને છુપાવવાની ગુસ્તાખી કરે છે.

વાફાની ગુસ્તાખીની સજા તેને ભોગવવી પડે છે. ગુસ્તાખીની સજારૂપે તેના હાથ અને પગને મૂળ સ્થિતિમાં સીધા કરીને તેના શરીરને લેટાવવામાં આવે છે. આ પ્રસંગ દિગમ્બર અવસ્થામાં માણવાનો છે. ફરજિયાત આ સૌંદર્યપ્રેમીને દિગમ્બર અવસ્થા ધારણ કરવી પડે છે.

વિલાસીની વાફાના પગ પાસે દિગમ્બર પુરુષ એક યોગમુદ્રા ધારણ કરે છે. આજે હિન્દુસ્તાની દિમાગ ઊલટું ચાલે છે. હિન્દુસ્તાની પુરુષ સ્ત્રીના શરીરને પ્રેમ કરવાની શરૂઆત નાભિથી કરે છે પણ આજે આ ભેખ ઉતારી સ્ત્રીના શરીરને પ્રેમ કરવાની શરૂઆત પગની પાનીથી કરવી પડે છે. સંસ્કૃતિ શબ્દ તેજાબી છે. તેની નજીક જવું સારું નથી પણ મારી ભૂલ થઈ ગઈ છે. આજે હું પશ્વિમી સંસ્કૃતિના તેજાબી વલયમાં ફસાયેલો છું.

કોન્ફયુશિયસની એક ઉકિત યાદ આવે છે : 'બધી જ વસ્તુઓમાં સૌંદર્ય હોય છે પણ બધા પાસે એ જોવાની દ્રષ્ટિ હોતી નથી.' અચાનક યાદ આવે છે કે નયનતારા જેવી ખૂબસૂરત નાગરાણી સાથે દિલ મળ્યા પછી અચાનક મારી આંખોમાં અમાપ સૌંદર્યને માપવાની ફૂટપટ્ટી કયાંથી આવી ગઈ ? અને વાફા અને નયનતારાના ખૂબસૂરત નયનરમ્ય દેહોને માપવા આ ખૂબસૂરતીના માપને આંકતી ફૂટીપટ્ટી તો બહુ ટૂંકી પડે. આવા સૌંદર્યને માપવામાં મારો પનો પણ ટૂંકો પડે છે. આ તો નસીબની બલિહારી કહેવાય કે મારા જેવા વેપારીના ખાલી ટોપલામાં અચાનક હાફુસ અને કેસર કેરી કયાંકથી આવીને ટપકી પડે છે. 'ભાગ્યવાનને ત્યાં ભૂત રળે છે' એ કહેવત અમસ્તી નથી પડી.

હોઠોની વટેમાર્ગુ પ્રવૃત્તિ વાફાના પગની પાનીથી શરૂ થાય છે. મજલ કાપતા-કાપતા કટીબંધ પાસે પોરો ખાવા રોકાય છે પણ હોઠોને આરામ મંજૂર નથી. આજુબાજુ નજર ફેરવી હોઠ પાણીની તલાશ કરે છે. અહીંયા મીઠા પાણી થોડા મળે ? આ તો અફાટ અરબી સમુદ્ર છે. અહીંયા અરબી સમુદ્રની ખારાશ ફાટફાટ થાય છે. બંધ આંખો ખૂલે છે. વાફા તેની ગરદન ઊંચી કરે છે. આ પ્યાસા થયેલા હોઠોને અરબી સમુદ્રની ખારાશમાં ડૂબાડે છે. હોઠોને ફરીથી આ અરબી સમુદ્રની ખારાશ ચાખવી પડે છે, જયાં ઝાંઝવાના જળ પણ નસીબ ના હોય ત્યારે ખારા પાણીથી પણ ચલાવવું પડે છે.
ફરીથી હોઠોની મજલ શરૂ થાય છે. મખમલી દેહરૂપી સડકોને ચૂમતા ચૂમતા હોઠો વાફાના પુષ્ઠ પયોધર પાસે વિસામો ખાવા રોકય છે. હવે હોઠ થાકે છે. પયોધરને પાર કરવાની હિંમત નથી. અચાનક વાફા આક્રમક બને છે. પ્રેમ એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે એટલે મને ખબર પડી કે આવા કામમાં ઢીલાપણું ચાલે નહીં. આ તો પ્રેમનાં પારખાં છે. આ થોડો વાસનાનો ખેલ છે જે ટિકિટ લઈને સમૂહમાં જોઈ શકાય છે ?આ તો પ્રેમ છે. પ્રેમ કાંઈ નાતજાત, કુંવારા કે પરણેલા, યુવાન કે આધેડનો ફર્ક જુએ છે ? એટલે તો પ્રેમ આંધળો કહેવાય છે.
'હે હિન્દુ પુત્ર ! તું મને શા માટે તડપાવે છે ? આ એકાંત, આ એકલતા, મારા શરીરનો ઉકળતો લાવા, મારા પ્રસ્વેદ બિંદુની ખારાશ, મારી આંખોની ગહેરાઈ, મારો પ્રેમ અને મારી હાંફતી છાતી તારી યુવાનીને લલકારે છે. તને વાસનામય બનાવવા નહીં પણ મારી અરબી કાયા એક હિન્દુ પુરુષમાં સમાઈ જવા માગે છે.'
વાફાના આ શબ્દો મને કાઠિયાણી જેવા લાગ્યા કે 'ઘોડાની લગામ ખેંચી નથી, કદી યુધ્ધે ન ચડનાર.' આ શબ્દો મગજમાં ઘુમરાવા લાગે છે.

મારા શરીરના અશ્વોની લગામ ખેંચાય છે અને પ્રેમયુદ્ર શરૂ થાય છે. સામસામી તલવારો ખેંચાય છે પણ અચાનક તલવારો મ્યાન થાય છે. સ્ત્રી પુરુષનું હાથોહાથની લડાઈ શરૂ થાય છે. 'અરેરે...આ બાઈમાણા હારે લડાયું થાય...બાપલા રેવા દે...રેવા દે...' એટલે મેં કહ્યું : 'એ ખટપટીયા બંધ થા. આ બાઈમાણા હારેની લડાઈ નથી...આને તો બાપલિયા પ્રેમ કહેવાય. તે કોઈ દી સારી બાઈ જોઈ છે ? તો તને ખબર પડે કે પ્રેમ શું કહેવાય ?' ભાગી જા અહીંથી આમ નમાલાનું કામ નથી. આ માર્ગ પ્રેમમાં પડેલા સુરમાઓનો છે, નમાલાનો માર્ગ નથી. આમ નાહકનો વચ્ચે ના આવ. અમને અમથો નંદવાઈ જઈશ અને જીવતર એળે જશે. ' અને આ બાપડો પ્રેમનો દુશ્મન નીચી મૂંડીએ મેદાન છોડીને ભાગી જાય છે. હું અને વાફા આ માણસને જતો જોઈને હસી પડયાં.

થોડા સમયની હસી વાફાને મોંધી પડી ગઈ. આખી શરીરી કાયનાત અને આખા શરીરની ખૂબસૂરતી વેરવિખેર થઈ ગઈ. એક હિન્દુ પુરુષ સાથેના યુધ્ધમાં સંપૂર્ણપણે ઘાયલ થયેલી અરબી સુંદરી વાફા મારી આગોશમાં તરફડિયાં મારતી હતી. આખું શરીર ઈંગ્લેન્ડની ઠંડી રાતોમાં પરસેવેથી નીતરતું હતું. કપાળ પર, હોઠ પર અને શરીર પરનો પરસેવો મારી છાતીને ભીંજવતો હતો. તેના હોઠો પર બાઝેલી ખારાશ પણ મેં છોડી નહીં અને તે ખારાશને મારા હોઠોએ ચૂસી લીધી હતી જયારે તેના હોઠો પર મારા હોઠોએ મારા વિજયની અંતિમ મહોર મારી હતી.

વાફાના શ્વાસોચ્છ્વાસ કાબૂમાં આવે છે. મારી પીઠ પાછળથી વાફાનો મૃદુ અવાજ સંભાળાય છે : 'હે હિન્દુ પુરુષ ! એક અંતિમ નજર તો નાખ મારી ઉપર અને મારી આંખોમાં જોઈ લે - તને પ્રેમ અને સેકસનો ભેદ સમજાઈ જશે ! મારા પ્રશ્રનો જવાબ તને મારી આંખોમાંથી જ મળી જશે.'

વાફા બિચારીને થોડી ખબર હોય કે આ તો હજુ શૃંગારરસનું અધૂરું કાવ્ય હતું. સંપૂર્ણ કામશાસ્ત્ર અને ભર્તૃહરિ શૃંગારશતક અને મેઘદૂત તો હજુ બાકી છે.

'હે અરબી સમુદ્ર, શાંત થઈ જા. હવે એક હિન્દુ પુરુષે ધગધગતા અંગારા તારા ગર્ભમાં ઠાલવી દીધા છે અને ચેતીને રહેજે. કયાંક હિન્દુ મહાસાગરનાં મોજાંઓને આ ગંધ ન આવી જાય.'

અચાનક પુરાતનકાળમાંથી આધુનિક કળિયુગમાં આવી ગયા. રાત્રીના પાંચ વાગ્યા. કિંગ્સબરી સર્કલ પાસે એકલદોકલ મોટર કાર નજરે ચડે છે. ઈંગ્લેન્ડની જુલાઈ મહિનાની ઠંડી આજે થોડી હૂંફાળી લાગે છે. વાફાની કાર મને ઘરે પહોંચાડે છે.
સવારે જયારે આંખો ખુલે છે ત્યારે સાડા નવ વાગ્યા છે. આંખોમાં હજુ ઘેન છે પણ આજે નસીબ સારા છે. કારણ કે આજે પ્રેક્ટિસ કરવાની મુકિત મળી છે. ફરી પાછી આંખો બીડાય છે.

પ્રવીણભાઈ આજ થોડા મોડા છે. કિંગ્સબરીના ઘરની બહાર આંટાફેરા મારું છું. અહીંયા બધા પોતાની ધૂનમાં ચાલતા હોય છે. બહુ અવાજ આવે નહીં. શાંતિમય માહોલ હોય છે. થોડે દૂર સુપર માર્કેટ આવેલી છે. કિંગ્સબરી જાણે ગુજરાતી પ્રજાની વિરાસતો હોય તેવું લાગે છે. અહીંયા સાડી પહેરવાનું ચલણ વધારે પડતું લાગે છે. દર દસમાંથી પાંચ કે છ સ્ત્રીઓ સાડી પહેરેલી જોવા મળે છે. સાંજના સમયે કેન્ટોનમાં પેલી પાનની દુકાને દિવસભર કામમાંથી નવરા થયેલા ગુજરાતીઓ ત્યાં જમા થાય છે ત્યાં જયારે જયારે જવાનો મોકો મળે છે ત્યારે દિલને આરામ મળે છે. કચ્છના પટેલો, સૌરાષ્ટ્રના લોકોની વસતી મોટી છે. આ વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકોની વસાહત બહુ અલ્પ સંખ્યામાં છે. કચ્છ અને કાઠિયાવાડનો લેહકો હજુ પણ ઈંગ્લેન્ડમાં સાંભળવા મળે છે.