ઘોડીયા ઘરથી ઘરડા ઘર Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘોડીયા ઘરથી ઘરડા ઘર

ધોડીયા ઘરથી ઘરડા ઘર

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ધોડીયા ઘરથી ઘરડા ઘર

માનવીના જીવનની બે અવસ્થા બહું જ કપરી છે. એ જન્મે ત્યારે, બાળકઅવસ્થા, દુનિયામાં આવી ગયા પણ બધું જ નવું છે, ધીમે ધીમે સમજણું થાય છે, માંડમાંડ ચાલે, ઘૂંટડિયે પડી, ઘસડાઈને, ક્યારેક પડખું ફેરવે તો બધા ખુશ થાય. પછી માંડમાંડ પગે ઉભું થાય, પડતા આખડતા ઉભું થાય, મા-બાપ ક્યારેક ગોતે ક્યાં ગયું બાળક,ત્યાં તો બાળક અગાસીમાં જવાના પગથિયાં ચડતું હોય તો મા કે બાપ રોકે, એકબીજાનેખખડાવે, ’તમે ધ્યાન નથી રાખતા... તમે ધ્યાન નથી રાખતા’ અને પછી ગુસ્સો બાળકપર ’બેસને એક જગ્યાએ ચોંટીને... આટલા બધા રમકડાં પડ્યા છે, અને આજનાહાડમારી ભર્યા જીવનમાં મા-બાપ બન્નેને નોકરી તો કરવાની હોય જ, એ વગર તો ચાલેનહીં, એટલે શોધખોળ ચાલે ઘોડીયા ઘરની. કારણ કે બાળક સ્કૂલમાં મૂકવા જેવડું થયું નહોય, એટલે મૂકવું ક્યાં, કોઈને બાળકને સાચવવા ઘરમાં રખાય નહીં, શું થાય...?એટલે ઘોડીયા ઘરની ગોઠવણ થાય, સવારે મા-બાપ ઓફિસે જતા મુકતા જાય ઘોડીયા ઘરમાં પછી સાંજે આવતા-આવતા લેતા આવે.’આ સવારથી સાંજ બાળકની પરિસ્થિતિ કોઈએ જોઈ છે...? ઢીલું-પોચું બાળક હોય તોકેટલાય દબાવે, બીજા જબરા બાળક એને ચડવા ય ન દે અને ધીરે ધીરે બાળક અંતરમૂખીબની જાય અને પેલું જબરૂં બાળક મહા તોફાની બની જાય. એની હૃદયની લાગણીઓકહેતી હોય કે મેં શા માટે જનમ લીધો, પણ હવે આવી ગયા પછી શું...? એટલે એણેતો સ્કૂલમાં જાય પહેલાં ભૂલકા ભવન કે જ્યાં બાળકને રમવા, નાસ્તા સિવાય કાંઈ જ ન હોય અને પછી આવે કે.જી. જેને કીન્ડર ગાર્ટન કહેવાય છે. જુનિયર કેજી, સિનિયરકેજી અને એ સ્કૂલના સમય પછી તો ઘોડીયા ઘર છે જ, અને એ ક્યાં સુધી ચાલે...? જ્યાંસુધી એની સ્કૂલનો સમય સવારે ૧૧ થી સાંજે ૬ નો ન થાય ત્યાં સુધી એટલે કે, બીજાત્રીજા કે પાંચમા ધોરણ સુધી. ત્યાં સુધી તો સાંજે એને એની મમ્મીની રાહ જોવાની. પહેલા ઘોડીયા ઘરમાં અને પછી સોસાયટીમાં, મમ્મી આવે અને મેલોઘેલો હોય તોપહેલા તો ધમકાવી નાંખે, કાં તો મારે અને પછી કપડા બદલાવી, હાથ-મોઢું ધોવડાવીનાસ્તો આપે પછી મારતા-મારતા કે ધમકાવતા ભણાવે, બાળક શું બોલે...? ભણી લેઅને થાકીને સૂઈ જાય.

આ આજકાલના બાળકની જીંદગી જ એવી હોય છે. એકલું પડી જાય, અતડું પડી જાય, કાં તો અંતરમૂખી થઈ જાય અને કાં તો બહીર્મુખી થઈ જાય, રોજ એનાનામની ફરિયાદ હોય, કોકની ધોલાઈ કરી હોય, અને ઘેર એની ધોલાઈ થાય જ. આબન્ને પ્રકારના બાળકોને ઘરમાં પ્રેમ ઓછો મળે એટલે બહાર કોક પ્રેમથી બોલાવે તોગળગળા થઈ જાય એ સારા લાગે અને એ સતત સમજતા હોય છે કે મા-બાપને પૈસાનીજરૂર છે. એટલે એમને નોકરી સાચવવાની છે. એટલે એ લોકો બાળકને પ્રેમ નથીઆપી શકતા. આ માત્ર મધ્યમ વર્ગમાં જ થાય છે એવું નથી, શ્રીમંત વર્ગમાં તો આનાથીપણ ખરાબ પરિસ્થિતિ હોય છે. શ્રીમંત વર્ગમાં તો લગભગ બાળકોએ માનું દૂધ નહીંપીધું હોય, ફીટનેસ, યૌવન, સુંદરતા ટકાવી રાખવા, ફીગર ખરાબ ન થાય એનીકાળજી લેવા બાળકને ફીડીંગ ન કરાવે, ઉચ્ચ કક્ષાના ઘોડીયા ઘરમાં મૂકી આવે, એમનેનોકરીએ ના જવાનું હોય, ક્લબમાં કે કીટી પાર્ટીમાં જવાનું હોય, આ શ્રીમંત વર્ગમાં તોજોયું છે કે એ માતાઓ ખરીદી કરવા જાય તો સાથે એક છોકરી હોય જે બાળકને તેડીનેસાથે ફરે, આ માતાઓ બાળકને તેડે પણ નહીં, એના ડાયપર પણ ન બદલાવે, એનીપાસેથી તમે અપેક્ષા કેમ રાખો કે એ બાળકને પોતાનું દૂધ પીવડાવે...? આ આજનાબાળકની પરિસ્થિતિ છે. એને ખૂટે નહીં કાંઈ, ખાવાનું, રમકડાં, ફરવાનું, પણ ખૂટે તોપ્રેમ. આ ભૌતિક દુનિયામાં તમે બાળકને પૂરતો પ્રેમન આપો તો શું થાય...? બહારપ્રેમ શોધે એટલે છોકરા-છોકરીઓને એકબીજાનું ખેંચાણ થાય. પ્રેમ તો મળે જ, સાથેયૌવન ફૂટતું હોય એટલે વિજાતીય ખેંચાણ થાય.

આ બાળકના વિકાસની વાત કરી જે બાળપણમાં બાળક પ્રેમથી વંચિત રહે એજ બાળક એના મા-બાપના ઘડપણમાં એમને પ્રેમથી વંચિત રાખે. બાળક જેમ નાનુંહોય અને મા-બાપ ઘોડીયા ઘરમાં મૂકી આવે એમજ આ બાળક મોટું થાય એટલે બાળકનેઘરડા ઘરમાં મૂકી આવે. ઘણીવાર એમ થાય કે આ બાળકો મા-બાપને કેમ તરછોડી દેતાહશે...? આ પ્રશ્ન હમણા સુધી બરાબર છે...? અત્યારના જે બાળકો છે એમને તોએમના મા-બાપે જીવથી પણ વધારે સાચવ્યા હશે, દરેક જરૂરિયાત પૂરી કરી શકે, જેપોતે નહીં ભોગવી કે માણી શક્યા હશે એ એમના બાળકને આપ્યું હશે. પોતે ચાલતાગયા હશે બધે પણ બાળકને વાહન આપ્યું હશે, પોતે ગમે તેટલી કંઈક ખાવાની ઈચ્છાથઈ હશે તો બીજાને ખાતા જોઈ લાચારી ભોગવી હશે પણ પોતાના બાળકને કોઈ સામેજોઈ રહેતા સહન નહીં કર્યું હોય અને બાળકનો શોખ પૂરો કર્યો હશે. એ બાળકો મોટાથઈ મા-બાપને તરછોડે એ વાત આપણા હૃદયને ખૂંચે કે તમારા માટે રાત-દિવસ એક કર્યા છે, લોહીનું પાણી કર્યું છે, પોતાના મોઢાનો કોળિયો તમારા મોઢામાં મૂક્યો છે, પોતેભૂખ્યા સૂતા હશે પણ તમને ભૂખ્યા સૂવાડ્યા નહીં હોય, એ બાળકો મા-બાપને શા માટેઘરડા ઘરમાં જવા દે છે એ પ્રશ્ન થાય, પણ હવે...? જમાનો બદલાય છે.હા, ઘોડીયા ઘર એટલા બધા વધી ગયા છે, કારણ કે આર્થિક બોજમાં મધ્યમવર્ગ પિસાય છે, એટલે નોકરી કર્યા વગર છૂટકો નથી, અને જ્યાં પૈસો વધારે છે ત્યાં મોજશોખ વધીગયા છે અને આ તરફ, દરેક ઘોડીયા ઘરમાં પંચતારક સુવિધાઓ વધવા માંડી છે, એબધા, વાલીઓને સમજાવે છે કે અમે તમારા બાળકને ઘર જેવું કે એનાથી પણ વિશેષ સાચવશું, અને લોકોને એ ફાવી ગયું છે. જે ઘોડીયા ઘર ચલાવે છે એને કોઈ ડીગ્રીનીજરૂર નથી કે સરકારી માન્યતાની જરૂર નથી, એ ક્યાં સ્કૂલ ચલાવે છે...? એને ક્યાંકોઈ ગ્રાન્ટની જરૂર છે એ તો બાળકોને સાચવે છે. એ ઘોડીયા ઘર વધી જ ગયા છે અનેવધતા જ રહ્યા છે. હા એ વાત સાચી, એ લોકો સાચવે છે સરસ જ. સ્વચ્છતા, સારોઆહાર, સુવિધા, આરામદાયક પલંગ, રૂમ, બધું જ આરોગ્યપ્રદ, પણ બધું મિકેનિકલ,ધંધાદારી હોય પ્રેમના હોય, પણ બાળક સચવાય.એમજ વધી રહ્યા છે ઘરડા ઘર, કેટલી સુવિધાઓ, જે કદાચ પોતાને ઘેર સંતાનો સાથેનહીં, મેળવી હોય, અને જેમ મા-બાપ પૈસા ભરીને બાળકને ઘોડીયા ઘરમાં મૂકી આવશેએમજ એ બાળકો મા-બાપને ઘડપણમાં ઘરડાઘરમાં મૂકી આવશે. આવનારા વર્ષોમાંઆ વધવાનું જ છે. પતિ-પત્નીને આઝાદ રહેવું છે. એટલે બાળકને ઘોડીયા ઘર અને એઘોડીયા ઘરમાં રહેનારા સંતાનો મોટા થાય, પરણે એટલે એ પતિ-પત્નીને આઝાદ રહેવુંછે એટલે એ જ મા-બાપને પહોંચાડશે ઘરડા ઘર છે ને એ જ ચક્કર...? જેમ મા-બાપબાળકને પૈસા ભરી ઘોડીયા ઘરમાં મૂકતા હતા, એ જ બાળકો પૈસા ભરી મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવશે આવનારા સમયમાં.

ગલીયે ગલીયે ઘોડીયા ઘર અને ગામેગામ ઘરડા ઘર, વધતા જાય છે હવે તોરાજકીય માણસો પણ પોતાના પૈસા ઘરડા ઘરમાં લગાડે છે, સુંદર બનાવે છે, કહેવાય છેએવું કે મા-બાપની સ્મૃતિમાં પણ, અંતે તો ધંધો જ છે અને વધશે વધતો જશે માત્ર એકદસકો, અને બાળપણમાં ઘોડીયા ઘર અને ઘડપણમાં ઘરડા ઘર, એ નક્કી હશે.અને હવે આમેય લાગણી જેવું ક્યાં રહ્યું જ છે...? નર્યો દંભ છે. બધું જ પૈસા આપતામળે છે. લગ્નનું આયોજન કરો, તમારે કાંઈ જ કરવાનું નથી, મસ્ત તૈયાર થઈને ફર્યાકરો, જમવાનું બફાટ (બુફે) હોય. ભીખારીની જેમ લાઈનમાં ઉભા રહો, હવે એજમાના ગયા કે પંગત પડે, ઘરના બધા પીરસવા નીકળે, વડીલો કુંવારા દીકરાદીકરીઓને જુવે ને જુવે, પૂછપરછ થાય, ગોઠવાય, આ ઉપરાંત સ્નેહીજનો, પ્રેમનાકોળીયા ભરાવવા જાય આ બધું જ ગયું, અને હવે તો જતું રહેશે, સમય આવશે કે મૃત્યુપછીની ક્રિયાઓ પણ કોન્ટ્રાક્ટ પર હશે, હવે, માત્ર દેખાવ છે વહેવારિક આમંત્રણહશે, વહેવારિક હાજરી હશે, આત્મિયતા નહીં હોય.

પેઢી દર પેઢી પતિ-પત્ની આઝાદ હશે અને જીંદગી ઘોડીયા ઘરથી ઘરડા ઘરની મુસાફરીમાં પૂરી થશે.