પિન કોડ - 101 - 26 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 26

પિન કોડ - 101

પ્રકરણ-26

આશુ પટેલ

‘મેડમ અમે પૂરી ખાતરી કર્યા વિના કોઈ પણ કામ કરતા જ નથી.’ પેલા યુવાને કહ્યું અને ફરી પોતાની વાત દોહરાવી: ’અમે પૂરું રિસર્ચ કર્યા પછી જ તમને વિનંતી કરી રહ્યા છીએ. તમે જ આ કામ કરી શકશો અને તમારા સિવાય આખા વિશ્ર્વમાં કોઈ કામ કરી શકે એમ નથી એની અમને ખબર છે.’ તે માણસ ’હું’ ને બદલે અમે’ કહીને જ વાત કરી રહ્યો હતો. અને પેલી યુવતી તેની બંદીવાન હોવા છતા તેને મેડમ કહીને જ સંબોધી રહ્યો હતો. જો કે તે યુવતીને માનાર્થે બોલાવતો હતો તે તેની સાથેના બે માણસને ગમતું નહોતું.
તે યુવતી તે માણસના ચહેરાને તાકી રહી. ચહેરા અને દેખાવ પરથી કોઈ મલ્ટિનેશનલ કમ્પનીના સી. ઈ. ઓ. જેવો લાગતો આ માણસ વાસ્તવમાં કેટલો ખતરનાક હતો! તે સામ,દામ, દંડ અને ભેદ અજમાવીને તેની પાસે દુનિયાભરના ભલભલા વૈજ્ઞાનિકોને પણ અશક્ય લાગતું કામ કરાવવા માગતો હતો. અને એ માટે તે પાછો વિનંતી શબ્દ વાપરતો હતો! તે યુવતીને બરાબર સમજાતું હતું કે આ અતિ શિક્ષિત યુવાન અત્યંત મીઠી ભાષામાં વાત કરી રહ્યો છે, પણ એ શબ્દોમાં ખોફનાક ધમકી છુપાયેલી છે. તે માણસે તેનું અપહરણ કરાવ્યું હતું અને તેના માતાપિતાને પણ પોતાના કબજામા લઈ લીધા હતા.
‘મારાં માતાપિતા સાથે એક વાર વાત તો કરાવો, પ્લીઝ.’ તે યુવતીએ ફરી વાર આજીજી કરી.
‘ચોક્કસ વાત કરાવીશું. તમે અમારું કામ
કરી આપશો એટલે માત્ર ફોન પર જ નહીં, તમે તેમને રૂબરૂ મળીને વાત કરી શકશો. એ પછી તમને અમારી પાસે રાખવાની કોઇ જરૂર જ નથી.’
‘મારા માતાપિતા સલામત છે ને?’
‘બિલકુલ. એ બન્ને મજામાં છે એની અમે તમને ખાતરી કરાવી હતી મેડમ, પણ ફરી એક વાર તમને ખાતરી કરાવી દઈએ.’ પેલા યુવાને કહ્યું અને પછી પોતાના આઈપેડ પર આંગળી ફેરવીને થોડી સેક્ધડ્સ બાદ આઈપેડ તે યુવતી સામે ધયુર્ં. ક્લોઝ્ડ સર્કિટ કેમેરાની મદદથી ઝીલાઈ રહેલા દૃશ્યમાં તે યુવતીના માતાપિતા દેખાઈ રહ્યાં હતાં. યુવતીના ચહેરા પર બે સેક્ધડ માટે રાહતની લાગણી આવી પણ તરત જ પેલા યુવાને તેની એ લાગણી હણી નાખી.
‘અત્યાર સુધી તો તમારા માતાપિતા સલામત છે, પણ તમે અમને સહકાર નહીં આપો તો આગળ અમે તમને આવી ખાતરી નહીં કરાવી શકીએ.’ તે યુવાનના અવાજના ટોનથી બંદીવાન યુવતી ફફડી ઊઠી.
તે યુવતી હતી જિનિયસ વૈજ્ઞાનિક મોહિની મેનન અને તેને કોઈ અસંભવ લાગતું કામ કરી આપવા માટે દબાણ કરી રહેલો તે યુવાન હતો ઈશ્તિયાક અહમદ, આખા વિશ્ર્વને ધ્રુજાવી રહેલા ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસની ભારતની પાંખનો કમાન્ડર અને આઈએસના વિશ્ર્વભરના ટોચના ત્રણ લીડર્સમાંનો એક!
***
‘ધ્યાન સે સૂનના મેરી બાત. છોટી સી ભી ગલતી સે મામલા બિગડ સકતા હૈ.’ મુંબઈના વરસોવા વિસ્તારમાં કબ્રસ્તાનની નજીક એક મકાનમાં ગયેલા ઓમરને મહેન્દી લગાવેલી દાઢીવાળો, કાળા ગોગલ્સધારી માણસ અત્યંત ગંભીર અવાજમાં સૂચના આપી રહ્યો હતો. ગઈ રાતે ઓમર તેને મળવા ગયો એ વખતે તે આટલો ચિંતિત નહોતો જણાતો.
‘જી ઈકબાલભાઈ.’ ઓમરે કહ્યું.
‘વો લડકી... ક્યા નામ બતાયા તુમને ઉસકા ?’ ઈકબાલે પૂછ્યું.
‘નતાશા નાણાવટી.’
‘હા. વો લડકી કા કામ આજ હી હાથ પે લેના પડેગા. ભાઈજાનકા ઓર્ડર આ ગયા હૈ. ઉસે ઐસે મારના હૈ કિ કિસી કો જરા સા ભી શક ન જાયે કી ઉસે મારા ગયા હૈ. ઐસા હી લગના ચાહિયે કિ ઉસને ખુદકુશી કર લી હૈ.’ ઈકબાલે કહ્યું.
(ક્રમશ:)