ઝળઝળિયાં - 1 Lata Hirani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝળઝળિયાં - 1

ઝળઝળિયાં - 1

1.

હું તારી ઋણી નથીપત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટેહું તારી ઋણી નથીમારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટેહું તારી જરાય ઋણી નથીમને હંમેશા ક્ષિતિજ બતાવવા માટેહું તારી સ્હેજ પણ ઋણી નથીમને ભરચક પ્રેમ આપવા માટેપણ હવે કદાચ છુંહા, પૂરેપૂરી ઋણી છુંએકલાં કેમ જીવાય એ શીખવવા માટે...... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

……….

2.

જીવતો જાગતો માણસઅચાનકકાળની ભીંતેચિત્ર બની ટિંગાઇ જાયને પછી કોઇઝાંઝવાની વલોણીથીવલોવ્યા કરે જાતનેમથ્યા કરેપેલી છબિને સજીવન કરવા... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

…………..

3.

રોજ સવારે

ઊઘડતી બારીમાંથી રસ્તો કૂદે છે.

લંબાય છે... અનંત તરફ...

મન એની પાછળ

નદીની જેમ વહ્યા કરે છે ને નથી પહોંચી વળતું

ક્યારેક સમય એને સંકોરે છે......

ક્યારેક વિખરવા દે છે..

રસ્તો રોજ થાકીને ક્ષિતિજમાં ઓગળી જાય છે

સાંજ પડે વસાવા જતી બારીમાંથી અંધારું ભફાંગ કરતું ઝંપલાવે છે

સડકના વીંટલામાં સુકાયેલું મન લઇને...

આમ થયા કરે છે, થયા જ કરે છે

અને ઘરના ખૂણે ટમટમતો નાનકડો દીવો

રોજ રોજ આ ખેલને

ટગરટગર તાક્યા કરે છે, તાક્યા જ કરે છે........ લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

………………

4.

સમય વહેતો નથીસરતોય નથીસાવ સ્થિર, સજ્જ્ડ, અક્ક્ડએકવિધતાના ખાનાંઓમાં ગોઠવાયેલાએના વાસી ટુકડાઓક્યાંય ખસતા નથીએકધારું ત્રાટક માંડીને બેઠા છે,ચોળાયેલ બિસ્તરમાંચારેકોર ચોંટેલીધમણની જેમ હાંફતી, જીવવાની ઇચ્છા પર.....એના તાપેથીજી ગયેલ આંખોમાંજામેલ લાલચોળ આંસુ પર.....એને કોઇ તો હટાવો !અહીંથી ઉખેડો !કોઇ તો હાથ ઊંચો કરીફરીએને કાંટાઓ પર લટકાવો !......... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

……………

5.

ફરી પાછાં જવું છે સ્મરણોનાં જાળાં ભેદીનેસમયની ગુફાની આરપારજો કે ભાર ઘણોયેછતાંકેટલુંક ગુંચવાતું ને કેટલુંક ઉકેલાતુંઆટોપવા જેવું લાગે ત્યાં ફરી ઉખેડાતુંકશુંક કોચલામાંથી ઇંડાની જેમપાંખો ફફડાવતું બહાર...ને કશુંક કાળમીંઢપછડાયા જ કરે લમણે...ક્યારેક શબ્દો શોધુંક્યારેક મૌનને જ્યારે જે જોઇએ એ ન મળે....પણ આમ કરતાંયેજો પહોંચી શકાય એ પારને ખોલી શકાય ફરીએ આકાશ તો.....પણ આકાર વગરનું આ સઘળુંઆજના આકાશનેય બીડી દે છેચપોચપને રેડી દે છે બંધ આંખોમાંઝળઝળિયાં...... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળીયાં’માંથી)

…………

6.

અંધારાનું વૃક્ષ

જ્યારે મને વીંટળાઇ વળે છે ત્યારે

મારી પથારીમાં પથરાય છે કેટલાય એવા શબ્દો

જે મેં ઉચ્ચાર્યા’તા ને તેં સાંભળ્યા નહોતા

કેટલાય એવા શબ્દો જે મેં ઉચ્ચાર્યા નહોતા ને તેં સાંભળ્યા’તા

એવા તો અસંખ્ય જે ઘુઘવતા મૌનની સાથે

આમતેમ વહ્યા કર્યા’તા આપણી વચ્ચે

હવે એ રોજ સંભળાવે છે મને

આપણા જાગરણની કથા........ લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

………………

7.

મારે તને કહેવું છે

કે લીલુંછમ્મ એક ઘર હતુંને એમાં સોનેરી ચમકતાં હૃદયોઘરમાં શબ્દોની ચકલીઓ માળા બાંધતીને સમય એમાં વિસામો લેતો.........મારે તને કહેવું છે કેબગીચાની પાસેના મંદિરમાંઘંટારવ થયા કરતો નેઅંધારેલા આકાશ નીચેઆપણી પર અજવાળું વરસતું.........મારે તને એય કહેવું છે કેપાનખર પણ આવીવનને સાવ ઉજાડી દેતીપણ આમતેમ ખીલેલાં છુટાછવાયાં ફૂલોસુગંધ પ્રસરાવતાં રહ્યાં......અને મારે તને એય કહેવું છે કેકેટલો સમય આપણે એકલાં રહ્યાંસાવ એકલાં, લગોલગ એકલાંએકબીજાની આંખોમાંથી આખેઆખા પસાર થઇ જતાઘરમાં તો શુંશહેરમાંથીયે ચકલીઓ અદૃશ્ય હતીને સમયને થાક ખાવા સાવ ખુલ્લાં બારી-બારણાં.........બસ હવે કંઇ નથી કહેવુંઆથી વધુ કંઇ જ નહીં,હું ચૂપ રહું................કદાચ, તારેય કંઇક કહેવું હોય...... - લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

………….

8.

મારી પાસે

મારો પોતાનો એક સૂરજ છેસંતાડેલોઅંદર જ્યારે સાવ અંધારું થઇ જાયકશું જ ન બચે,ત્યારે એને પેટાવું છું.એ ઊગે છે,પગથી માથા સુધી.મારી છાતીમાં એની હૂંફ રેલાઇ જાય છેએના તડકાના ટુકડાઓની ચાદર ઓઢીપડખું ફરીહું નિરાંતે સૂઇ જાઉં છુંઘસઘસાટઘોર અંધારી રાત તરફ.... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

.............

9.

એનો નિશ્ચય હતોઅડગ નિશ્ચયખુલ્લાં બારીબારણામાંથીચુપચાપ આવીને એ બેસી ગયુંસ્હેજ પણ હલચલ કર્યા વિના,કોઇને જગાડ્યા વિના.રાત પૂરી થવાનીએણે શાંતિથી રાહ જોઇઅને આખરે એ સફળ થયુંસવાર નહીં જ પડવા દેવામાં..... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

.......................

10.

એકવારઅચાનકસમયનો એક કાળોધબ્બ ટુકડોઉઘડતા અજવાળાને ધક્કો દઇનેઘુસી ગયો ઓરડામાંરીતસર ત્રાટક્યો હું પૂછું કે કોણ છે તુંએ પહેલાં તો એણેઆતંક મચાવી દીધો.જો કે પછીધીમે ધીમેબધુંય શાંત થતું ગયું............ હવે સવાર પડેને સૂરજેય ઊગેફૂલો ખીલેને પંખીયે ગાયપણ સમયના એ ટુકડાનોપાશવી ઓછાયો તર્યા જ કરેમારા ઓરડામાં !...... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)

.............

11.

લોકો કહે છેઅંધારાને માત્ર રંગ હોય છેકાળોઅને કોઇ અવાજ નહીંનાઅંધારાને અવાજ પણ હોય છેડરામણોએક ખૂટતા જતા શ્વાસનોધમણની જેમ હાંફતી છાતીનોને પછીએ અંધારુંબદલાતું નથી કદી અજવાળામાં ....... લતા હિરાણી (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)