Poems Lata Hirani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Poems

હું મૃત્યુ પામીશ

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહીં શકું

તું હમણાં જ ફૂલો મોકલને !

હું મૃત્યુ પામીશ

અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહીં પડે

તું અત્યારે જ થોડું રડ ને !

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહીં શકું

તું એ બે શબ્દો હમણાં જ કહે ને !

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઇશ

જે હું જાણી નહીં શકું

તું હમણાં જ મને માફ કરી દે ને !

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહીં શકું

તું મને અત્યારે જ યાદ કર ને !

હું મૃત્યુ પામીશ

અને તને થશે

કે મેં એની સાથે

થોડો વધુ સમય વીતાવ્યો હોત તો !

તું અત્યારે જ એવું કર ને ! ....... લતા હિરાણી

.............

2. મૂળસોતાં

આપણે એકબીજાંને જીવ્યાંને વરદાન દઇ દીધુંઓરડાએ આંખ મીંચીને ભીંતોએ વણી લીધી વાણીકેસુડાના બાગમાં, આગમાંખેંચી ગયો સમયને મૂળસોતાં ફૂટી પડશું આપણે

એક જ ડાળ પર............ લતા હિરાણી

..................

3. તને જ કહેવાની વાત

આ તો

તને જ કહેવાની વાત

તું ખીલત

ને હું ગીત ગાત

તો પછી

જળને પહેરીને

સાવ સુંવાળો

વાયરો અહીં વાત… લતા હિરાણી

...........

4. એક દિવસ

ઘાસને

અંગે વીંટું તો

એક દિવસમારામાંતારું વૃક્ષ ઉગેકે કદાચતારામાંવૃક્ષ થઈ હું ઉગું........ લતા હિરાણી

...........

5. આંખોમાં ક્ષિતિજ

આંખોમાં ક્ષિતિજ ભરી લઇએ

ને છાતીમાં આકાશ

પછી પ્રકટ્યા જ કરે

દસે દિશાઓથી ઝળહળતો સૂર્ય

લિપિ કે શબ્દકોશથી સાવ અજાણ

પૃથ્વીના કોઇપણ પડમાં

મહોરતી જ રહે છે સ્પર્શની ભાષા

ઇચ્છાઓના વનની સરહદ કોઇએ જોઇ ?

ઊગ્યા કરે અડાબીડ

ને દળ્યા કરે હૈયે હૈયાં સઘળા

વૃક્ષોના પાન પાસે કોઇ નિયમાવલિ નથી

બસ ખુલે છે, ખીલે છે, ખરે છે

મથી મથીને હારી જશો

કે ડિગ્રીઓ કુરબાન કરી દેશો

તો યે નહીં કરી શકો

ફૂલોના હાસ્યનો અનુવાદ

ઝાડનો છાંયો કે માનવીનો પડછાયો

એમાં ક્યાંય ન હોય વિખવાદ

ને તો યે આ વાડો, આ સરહદો

કોણ વાવ્યા કરે છે ?

કોણ ખેડ્યા કરે છે

જંગલિયતની ખેતી ? ...... લતા હિરાણી

…………..

6. આંખમાં સાંજ

આંખમાં સાંજ ભરાતી જાય છે

મેં ખુલ્લી રાખી છે એને

જેથી

દિવસનું વધેલું અજવાળું

એમાં અંજાયેલું જ રહે…

માત્ર અજવાળું સંકોરીને

હું એને બીડી શકીશ નહીં

કેમ કે

કાળું ડિબાંગ વાસ્તવ ઉવેખી શકાય નહીં

ભલે એ ખુલ્લી જ રહે

ત્યાં સુધી અજવાળું સલામત રહેશે…

હથેળીમાં મેં રોપ્યાં છે

થોડાંક માસુમ સપના

એને નવજાત રાખવા માટે

મેં મારી આખી સવાર ઉલેચી છે

એમાં થોડા તણખા યે છે

ભરી બપોરના

એના ગરમાવાથી સપનાં હૂંફાળા રહે છે

હથેળીની કરચલીઓ ઊંડી થતી જાય છે

કેમ કે મુઠ્ઠી મજબુત થતી જાય છે

ભલે એ બંધ જ રહે

ત્યાં સુધી સપનાં સલામત રહેશે

મુઠ્ઠી બંધ રહેશે

ને સપનાં જીવ્યા કરશે

આંખ બંધ થતાં સુધી……. લતા હિરાણી

………..

7. એના નખ

એને મળ્યો છે

લાંબા તીણા નખનો વૈભવ

એને મળે છે

દિવસો, વર્ષો, અક્ષત વિજયના

એના નખ

પહેલાં તો હતા માણસના સામાન્ય નખ

પછી ધીમે ધીમે

સુંવાળું ટેરવું દબાતું ગયું

ઊંડું ઉતરતું ગયું

વધતા જતા ધારદાર નખનો મહિમા

એને સમજાતો ગયો

જીતમાં હોય છે જબરો નશો

સમજણનો પથ તો લાંબો

ને વળી દુર્ગમ પણ ખરો

જ્યારે આ તો હાથવગો ઉપાય

નખ રાજાના કુંવર જેવા

દિવસે ન વધે એટલા રાત્રે વધે

રાત્રે ન વધે એટલા દિવસે વધે

એને ખબર નથી

હવે એ નહોર બની ચુક્યા છે

વધતાં જાય છે

લાંબા થતા જાય છે,

વધતા જાય છે

ને વળતા જાય છે

એની પોતાની તરફ….. લતા હિરાણી

8. આજનું સત્ય

આપણે બંને

એકબીજાને ચાહીએ છીએ ભરપુર

શા માટે ?

કેટલાંય કારણો છે એકમેકને ચાહવાના

અને આજ નહીં તો કાલ

કાલ નહીં તો પરમ

કે પછીની અનેક આવતીકાલોમાં

આપણે શોધી કાઢશું

એકમેકને નહીં ચાહી શકવાના

અનેક કારણો

એટલે થઇ શકે તો એટલું કરીએ

જે જે કારણો છે આજે ચાહવાના

એમાંથી ઓછામાં ઓછું એક

સાચવીને સંભાળીને સલામત રાખીએ

એને તાજું ને હુંફાળું રાખીએ

સહજ નહીં તો પ્રયત્ન પૂર્વક પણ

માત્ર એક કારણ

જેથી

આપણે એક્બીજાને કેટલાં ચાહીએ છીએ

એ આજનું સત્ય

જુઠું ન પડી જાય ! ......... લતા હિરાણી

............

9. ઓ પ્રભુ

એરકંડીશનરની પાછળ

ગરમ હવાને હળવેથી ઠારતીલચેલી ડાળીઓએકાએક

લોહીથી લથબથ થઇ જાયબેબાકળા થઇ આંખ ચોળતા બાળકના

ખુલેલા મોંમાથીમા શબ્દ નીકળે એ પહેલાં જએના ચિરાયેલા તાળવામાંથી ઉડેલા

લોહીના ફુવારાથીબાપનું શર્ટ ભીંજાય જાયને ગાભાનું ગોદડું ઓઢીને સુતેલો માણસસાવ ચીંથરાની જેમ ફાટી જાયવેરણછેરણ કરચોમાં

જીવવાની ઇચ્છાની ચીસો ચોંટી જાયતોયે મંદિરની મૌન દિવાલો

એકીટશે જોયા કરે !

ને ત્યાં ટીંગાયેલી છબીમાં

તું હસ્યા જ કરે ?ધર્મ પણ ધંધો

ને અધર્મ પણ ધંધોહવે જીવવા માટે

તું કંઇક ત્રીજું શોધી આપ પ્રભુ...આંખોના અજવાળાંય કાળા થતાં જાય છેએમાં

પ્રાર્થનાની આરત પ્રગટવાની બંધ થાય

એ પહેલાંફોટામાંથી બહાર આવી જા પ્રભુ.... લતા હિરાણી

………….

10. તારી ઝંખના

આ આખાયે જંગલમાં

પાંદડે પાંદડે દૃશ્યો ભર્યાતને નહીં મળી શક્યાનાંઆંખ મીંચ્યા પછીતેં નહીં કહેલાંબધાં જ શબ્દોની પ્રતીતિ થઇજેનું વહેવું જ પરમ સત્ય છે

એવી આ નદીના કાંઠે ગુજારેલી

તમામ સાંજના સોગંદતારી ઝંખના

મારા ગર્ભમાં જીવ્યા જ કરેકદી ન અવતરે..... લતા હિરાણી

.................