પ્રેમ-અપ્રેમ ભાગ-૧૩ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ ભાગ-૧૩

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૩

સ્વાતિને સૂતાને માંડ અડધો કલાક થયો હશે ત્યાં રૂમની ડોરબેલ એકસરખી વાગવા લાગી......

“ટીંગ ટોંગ......ટીંગ ટોંગ....ટીંગ ટોંગ.....”

કોઈ સપનું જોવામાં ખલેલ પડી હોવાથી સ્વાતિ અકળાઈને મનમાં બબડતી ઉભી થઈ. ‘કોને આ સવાર સવારમાં આટલી ઉતાવળ આવી છે......?’

મોં ચડાવીને છણકો કરતાં સ્વાતિએ મેઈન દરવાજો ખોલ્યો. તેની નવાઈ વચ્ચે સામે અપેક્ષિત હાથમાં બૂકે લઈને ઊભો હતો. વ્હાઈટ લીલી અને તેના ગ્રીન લીફથી સજાવેલું બૂકે ખૂબ જ સુંદર દેખાતું હતું. બૂકે જોઈને સ્વાતિનો ચહેરો પણ ખીલી ઉઠ્યો. અપેક્ષિત બૂકે આપતાં બોલ્યો,

“હિઅર આર ધ બ્યુટીફૂલ ફ્લાવર્સ ફોર ધ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ ઈન ધ એન્ટાયર યુનિવર્સ...”

“થેંક યુ સો મચ જાન ફોર સચ અ બ્યુટીફૂલ બૂકે...એન્ડ ધ વન્ડરફુલ કોમ્પ્લીમેન્ટ ટુ.” સ્વાતિએ બૂકે લઈને તેણે છાતી સરસું ચાંપી દીધું.
“તેં મને જે પ્રેમ આપ્યો છે તેની સામે તો આ કંઈ જ નથી.........” અપેક્ષિતે ખુબ પ્રેમથી સ્વાતિના ગાલ પર હાથ ફેરવતાં કહ્યું. સ્વાતિ પણ બે ઘડી આંખો બંધ કરીને તે પ્રેમાળ સ્પર્શને માણતી રહી.

“ધીસ ઈઝ ઓન્લી ધી બીગીનીંગ...આગે આગે દેખો હોતા હૈ ક્યા....!!” સ્વાતિનો એક હાથ પકડીને અપેક્ષિત તેને રૂમની બહાર દોરી જવા લાગ્યો.

“ઓહ્હ......આગાઝ ઇતના ઈચ્છા હૈ તો અંજામ કિતના સુહાના હોગા...?!!” સ્વાતિ પણ શાયરાના મૂડમાં આવી ગઈ.

“પણ મને આમ ક્યાં લઈ જાય છે....?”

અપેક્ષિત કંઈ જવાબ આપે તે પહેલાં જ કોરીડોરમાં પથરાયેલી લાલ ગુલાબની પાંખડીઓથી બનેલા દિલના આકારની વચ્ચોવચ્ચ મેરીગોલ્ડની પીળી પાંખડીઓથી અંગ્રેજીમાં ‘SWATI’ એટલું ખુબસુરત રીતે લખેલું જોઈને સ્વાતિ ચકાચોંધ થઈ ગઈ. તેનાં હ્રદયમાંથી લાગણીઓ ઉભરાવા લાગી. તે એકીટસે પોતાનાં નામ સામે જોઈ રહી. જાણે કે અપેક્ષિતના હ્રદયમાં સ્વાતિનું નામ કંડારેલું હોય તેમ સ્વાતિ તેની પર હાથ ફેરવવા લાગી. કંઈ પણ બોલ્યાં વિના પણ બંને એકબીજાને ઘણું બધું કહી રહ્યાં હતાં. સ્વાતિએ અપેક્ષિતનો હાથ પોતાનાં હાથમાં લઈને ચૂમી લીધો. તેની આંખોમાં પ્રેમ છલકાઈને પાંપણનો બંધ તોડે તે પહેલાં જ અપેક્ષિત બોલ્યો,

“ચાલ ચાલ ગેટ રેડી...આજે બહુ બધું કરવાનું છે એક જ દિવસમાં....વી વિલ હેવ લોટ્સ ઓફ ફન...એન્ડ પ્લીઝ ડોન્ટ આસ્ક એની ક્વેશ્ચન....જસ્ટ ફોલો માય ઓર્ડર્સ....”

“યસ સર.....!! આજનો આખો દિવસ હું તમારાં હવાલે.....તમે આંગળી પકડીને જ્યાં લઈ જાઓ ત્યાં ચાલી નીકળીશ...” સ્વાતિ સોલ્જરની જેમ સેલ્યુટ કરતાં બોલી. અપેક્ષિત થોડાં ફોન કોલ્સ ને એવું કરતો રહ્યો અને સાથે બ્રેક ફાસ્ટ પણ ઓર્ડર કરી દીધો ત્યાં સ્વાતિ અડધો કલાકમાં રેડી થઈ ગઈ. બંનેએ ખુબ મસ્તી કરતાં બ્રેક ફાસ્ટ પતાવ્યો. પછી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલાં હોટેલનાં શાનદાર રીસેપ્શન પર રૂમની ચાવી રીસેપ્શનીસ્ટને આપી દીધી.

“સ્વાતિ, આજે આપણે કારમાં નહીં જઈએ આજે આપણે બેંગ્લોરમાં થોડું ચાલીએ, થોડું રીક્ષામાં ફરીએ અને બાકી અહીંની મેટ્રો ટ્રેઈનની મુસાફરી પણ કરી જોઈએ. હું ક્યારેય મેટ્રોમાં નથી બેઠો. બહુ મજા પડશે...”

“એઝ યુ વિશ.....હું પણ ક્યારેય નથી બેઠી...લેટ્સ ટ્રાય ઈટ માય ડીઅર....”

સ્વાતિ અને અપેક્ષિતના ચહેરા પર એક અનેરો તરવરાટ જોવા મળી રહ્યો હતો. બંને હાથમાં હાથ નાખીને ચાલતાં ચાલતાં જ નજીકમાં જ આવેલા યશવંથપુર મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયાં. એકદમ સ્વચ્છતા પૂર્ણ અને કોઈપણ પ્રકારની ધમાલ વિનાનું રેલ્વે સ્ટેશન જોઈને એક મિનીટ તો બન્ને ખુબ અચરજ પામ્યાં કારણકે તેમણે તો અત્યાર સુધી મુંબઈના જ રેલ્વે સ્ટેશન જોયાં હતાં, જે થોડાં સ્વચ્છતાના અભાવ વાળા, ધમાલથી ભરપૂર અને માનવ કીડીયારાથી ઉભરાતાં જ હોય. પરંતુ તે આ મેટ્રો સ્ટેશન તેનાથી બિલકુલ ઊંધું હતું. મેટ્રો સ્ટેશન પર સ્ટાફ સિવાય પચાસથી સો મુસાફરો જ હોવાં છતાં ખુબ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. અપેક્ષિતે થોડી ઇન્ક્વાયરી કરીને ત્રણ સ્ટેશન દૂર આવેલ મહાલક્ષ્મી સ્ટેશનની ટીકીટ લીધી જ્યાંથી રાધાકૃષ્ણ મંદિર સાવ નજીક હતું. ટીકીટ પણ કેવી..? પ્લાસ્ટીકના કોઈ બ્લેક કોઈન જેવી. જે તેના સેન્સર પર મુકીએ તો જ મુખ્ય સ્ટેશનની અંદર પ્રવેશવાનો એન્ટ્રી ગેઇટ ખુલે તેવી હાઈ ફાઈ સીસ્ટમ હતી. આ બધું જ સ્વાતિ અને અપેક્ષિત બંનેને એટલું રોમાંચિત કરી રહ્યું હતું જાણે કે લોહી બમણી ઝડપે દોડી રહ્યું હોય. પ્લેટફોર્મ પર ટ્રેન આવતી દેખાતાં જ બન્ને કોઈ નાના છોકરાઓની જેમ દોડીને દાદરો ચડીને તરત પ્લેટફોર્મ પર પહોચ્યાં, ત્યાં જ ટ્રેન પણ ત્યાં આવીને ઉભી રહી. પ્લેટફોર્મ પણ એટલું જ સાફસુથરું હતું જાણે કે કોઈ એરપોર્ટ હોય. ટ્રેનની ડીટેઈલ્સ આપતી એનાઉન્સમેન્ટ બેલ પણ એટલી જ કર્ણપ્રિય હતી. એક અજબ જ ઉત્સાહથી તેઓ અર્ધ પારદર્શીય મેટ્રો ટ્રેઈનમાં બેઠાં. ત્યાંજ તેના ઓટોમેટીક ડોર્સ ક્લોઝ થઈ ગયા. દોડવાના કારણે તેમનાં ધબકારા પણ તેજ થઈ ગયા હતાં. બન્ને હાંફતા હાંફતા એકબીજા સામે જોઈ રહ્યાં પછી થોડો શ્વાસ નીચે બેસતાં થોડી ઉંચાઈ પર ચાલતી મેટ્રો ટ્રેઈનમાંથી દેખાતાં બેંગ્લોર સિટીનો નજારો જોઈ રહ્યાં તેમાંય ટ્રેન જયારે સોપ ફેક્ટરી સ્ટેશન પાસેથી પસાર થઈ ત્યારે ત્યાં દેખાતાં ૨૬ માળનાં, ફરતી બાજુ કાચથી મઢેલાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગને જોઈને સ્વાતિ બોલી ઉઠી,

“વાઉ....વ્હોટ એ ગ્રેટ પીસ ઓફ આર્કિટેક્ચર...!! ઇટ્સ જસ્ટ ઓસમ..... ત્યાં ટેરેસ પરથી આખું બેંગ્લોર કેવું અદ્ભુત લાગતું હશે...?”

“યસ...ઈટ ઇઝ સો બ્યુટીફૂલ...પણ તારાથી વધુ નહીં..?” કહેતાં જ અપેક્ષિતે ઉભો થઈને સ્વાતિનો હાથ ખેંચીને તેને પણ ઉભી કરી અને ટ્રેનમાં વચ્ચે આવેલા સ્ટીલના સપોર્ટ પોલની એક તરફ ઉભો રહીને ગીત ગાવા લાગ્યો,

“દોનો કિસીકો નઝર નહીં આયે... ચલ દરિયા મેં ડૂબ જાયેં......”

“ઓહ....તું આટલો રોમાન્ટિક મૂડમાં આજે તો....?” પોલની બીજી તરફ ઉભેલી સ્વાતિ શરમથી લાલચોળ થઈ ગયેલી કારણકે એમ તો ટ્રેનના એ કોચમાં જ ૨૦ થી ૩૦ મુસાફરો તો હતાં જ.

“યે સબ તુમ્હારે પ્યાર કા અસર હૈ જાનેમન..” અપેક્ષિતે સ્વાતિને પોતાની વધુ નજીક ખેંચી અને બંને એકમેકની આંખોમાં ખોવાઈ ગયા. ત્યાં તો મહાલક્ષ્મી સ્ટેશન આવવાનું નોટીફીકેશન વાગ્યું. બંનેની તંદ્રા તૂટી અને તેઓ ડોર પાસે આવીને ગોઠવાઈ ગયા. વીસ મીનીટની આ મુસાફરીમાં પણ બંનેને અવર્ણનીય રોમાંચ મળ્યો. બંને ટીખળ કરતાં કરતાં સ્ટેશનની બહાર નીકળ્યાં. સ્ટેશનથી બહાર નીકળીને થોડુંક જ આગળ ચાલતાં તેમને રાધેક્રિશ્ના મંદિરનું આગળનું દક્ષિણ ભારતીય વસ્તુ શૈલી મુજબનું મુખ્ય દ્વાર દેખાયું. જે જોઈને બંને હતપ્રભ થઈ ગયેલાં. મંદિરને નજીકથી જોવાની વધુ જીજ્ઞાસા થઈ આવતાં બેન્નેની ચાલમાં થોડી ઝડપ આવી ગઈ. પહેલાં બંનેએ હાથ પગ ધોઈ લીધાં પછી થોડાં જ પગથીયા ચડતાં તેમને કાળા પત્થરોની દીવાલ પર સફેદ રંગનું દક્ષિણ ભારતીય વાસ્તુ શૈલીમાં બનેલ ત્રણ માળના અદ્બુત શિખર વાળું મુખ્ય દ્વાર જોવા મળ્યું. જેમાં નટરાજ તેમજ અલગ અલગ દેવતાઓની મૂર્તિઓ, તેમજ શંખ, ચક્રની વિવિધ ભાતોનું નકશીકામ કરવામાં આવેલું હતું. મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ ક્રમ બદ્ધ રીતે નાના નાના પાંચ મંદિરમાં દર્શન કરીને તેઓ મુખ્ય મંદિરના દ્વાર પાસે પહોચ્યાં. મુખ્ય મંદિર પણ એવી જ રીતે પાંચ માળના શિખર વાળું હતું જેની આસપાસ તેમજ આગળ પાછળની બાજુ ભૂરા રંગના કાચથી મઢેલી હતી. આવું બેનમૂન મંદિર જોઈને બંને અભિભૂત થઈ ગયેલા. મંદીરના મુખ્ય હોલમાં પ્રવેશતાં જ બંને રાધાકૃષ્ણની આરસની મૂર્તિ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલાં. મૂર્તિ પર સોનાના અને સાચા હીરાના હારના ચકચકિત આભૂષણો સજાવામાં આવેલા હતાં. સ્વાતિ પોતાનાં માથા પર ઓઢણી ઓઢીને અહો ભાવથી હાથ જોડીને દર્શન કરતી હતી. સ્વાતિને આટલાં સૌમ્ય રૂપમાં ભાવથી પ્રાર્થના કરતી જોઈને અપેક્ષિત મનમાં ભગવાનને કહેવા લાગ્યો,

“પ્રભુ, મારી કોઈ ઈચ્છા પૂરી કરે કે ન કરે પણ મારી સ્વાતિની દરેક ઈચ્છા પૂરી કરજે. મારી સ્વાતિને સદાય ખુશ રાખજે પ્રભુ....” તેની આંખોમાં ભીનાશ સાથે સ્નેહની લાગણી છવાઈ ગઈ. સ્વાતિનું માથું ચૂમી લેવાનું મન થઈ આવ્યું. પરંતુ કોઈ વાતે તેણે પોતાનાં મન પર કાબૂ કર્યો. આખા જગતમાં અદ્વિતીય પ્રેમના પ્રતિક એવા રાધાકૃષ્ણ મંદિરમાં બંને પ્રેમીઓ એકબીજાના પ્રેમ માટે પ્રાર્થના કરી રહ્યાં અને મનમાં એકબીજાને કેટલાંય કોલ આપી દીધાં. બંને પ્રાર્થના કરીને કંઈ બોલ્યા નહીં પરંતુ ઉલટું થોડી વાર એકદમ શાંત બનીને એકબીજાનો હાથ પકડીને હળવે હળવે મંદિરની બહાર નીકળવા લાગ્યાં. મંદીરના પરિસરમાં બેઠક પર બંને બેઠાં એક બીજાને જોઈ રહ્યાં...ખૂબ પ્રેમ પૂર્વક...લાગણીઓ હૃદયમાંથી ઉભરાયને આંખો વાટે વ્યક્ત થતી રહી...બંને ક્યાંય સુધી પ્રેમ અને ભક્તિની મિશ્ર લાગણી અનુભવી રહ્યાં.

“હેય...આવી રીતે શું જુએ છે....? ક્યારેય મને જોઈ નથી...?”

“જોઈ તો હોય જ ને....પણ આજે તારા ચહેરા પર ભક્તિના લીધે જે સૌમ્યતા જોવા મળી છે તે મેં ક્યારેય પહેલાં જોઈ ન હતી.”
“હમમ્મ.....આ મંદિરમાં આજે મને બહુ શાતા મળી છે અપેક્ષિત...એક તો પપ્પાનાં અવસાન પછી પહેલી વાર આ રીતે આપણે બહાર નીકળ્યા..અને મારાં જીવનમાં જે તારા પ્રેમની ખામી હતી તે પણ હવે પૂરી થઈ ગઈ....તે માટે ભગવાનનો આભાર માન્યો...થેન્ક્સ ફોર એવરીથીંગ ટુ યુ ટુ અપેક્ષિત....” સ્વાતિની આંખો ઝાંખી થઈ ગઈ.

“હેય પ્લીઝ ડોન્ટ ગેટ સેન્ટી....મને તો બહુ ભૂખ લાગી છે...ચલ હવે જલ્દી પ્રસાદ ગ્રહણ કરીએ....” કહેતાં અપેક્ષિત સ્વાતિનો હાથ પકડીને તેને કોઈ નાનું બાળક ખેંચે તે રીતે મંદિરનાં પ્રસદાલય બાજુ ખેંચી ગયો. મંદીરના પ્રસાદાલયમાં બંને એ સાત્વિક પ્રસાદનો આસ્વાદ પણ માણ્યો.

******************************************************************

મંદિરમાં ગંભીર થઈ ગયેલી સ્વાતિને અપેક્ષિતે પોતાનાં પી.જે. થી અને રમુજી હરકતોથી ખુબ હસાવી. બંને બેંગ્લોરની માર્કેટમાં ધીંગામસ્તી કરતાં કરતાં બધાં સ્ટોર્સમાં ફર્યા અને થોડું રીઅલ અને થોડું વિન્ડો શોપિંગ પણ કર્યું. ફરતાં ફરતાં બંને બેંગ્લોરના ભવ્ય મોલ્સમાંના “ઓરીઓન મોલ” માં આવી પહોચ્યાં. બેંગ્લોરના રાજાજી નગરમાં આવેલો આ મોલ તેની વિશાળતા માટે વિશ્વ વિખ્યાત છે. ૧.૧ મીલીયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ ૪ માળના આ ભવ્ય મોલમાં ૨ માળનું ૧૬૦૦ કારનું પાર્કિંગ આવેલું છે. દુનિયા ભરની બધી જ ખ્યાતનામ બ્રાંડના શો રૂમ્સ આ મોલમાં આવેલા છે તેમજ ઇન્ડીયન રીટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટની શાખાઓ પણ આ મોલમાં આવેલી છે. આ મોલમાં ૧૧ સ્ક્રીન અને ૨૮૦૦ સીટીંગ કેપેસીટી ધરાવતાં પીવીઆર મલ્ટીપ્લેક્સ ઉપરાંત ૨૭ લેન ધરાવતી બોલિંગ એલી અને ૮૦૦૦ સ્ક્વેર ફૂટનો વિશાળ ગેમઝોન આવેલો છે. ફરતી બાજુ ગ્લાસ એલીવેશનથી સુશોભિત આ ભવ્ય મોલ બેંગ્લોર માટે યશ કલગી સમાન છે.

આટલી બધી બ્રાન્ડેડ શોપ્સ જોઈને સ્વાતિને હજી વધુ ને વધુ શોપિંગ કરવાની ઈચ્છા થઈ આવતા તે તો શોપિંગ કરવા લાગી ગઈ. અપેક્ષિત પણ તેને ડ્રેસીસ સિલેક્ટ કરવામાં તેને મદદ કરતો હતો. જે જે ડ્રેસીસ અપેક્ષિતને ગમતાં તે સ્વાતિ બધાં જ ટ્રાય કરતી અને એમાંથી જે બેસ્ટ લાગતો હોય તે સિલેક્ટ કરતાં. આમ જેમ સ્વાતિએ બધાં જ આઉટફિટ અપેક્ષિતની પસંદગીના જ લીધેલાં તેવી જ રીતે અપેક્ષિતે પણ પોતાનાં ટ્રાઉઝર્સ અને શર્ટસ સ્વાતિની પસંદગીના જ લીધેલાં. આઉટ ફીટ, પરફ્યુમ, એક્સેસરીઝ, કોસ્મેટીક્સ વિગેરે બહુ બધું શોપિંગ કરીને બન્ને થાકીને ચુર થઈ જતાં મોલની ડાબી બાજુ એ આવેલ લેક સાઈડની પાસે આવેલા બાંકડા પર જઈને બેઠાં. વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ અને તેના જેવી કેટલીયે ગગનચુંબી ઈમારતોની એકદમ વચ્ચે એક કૃત્રિમ તળાવ બનેલું હતું. જેની ફરતી બાજુ કતાર બંધ વૃક્ષો અને આગળના ભાગે બેસવા માટે ઠેર ઠેર બાંકડાઓ ગોઠવેલાં હતાં. આટલાં કોલાહલ વચ્ચે પણ એ જગ્યા ગજબની શાંતિ આપે તેવી હતી. આસપાસનું વાતાવરણ પણ ખુબ જ રોમાંચક હતું. તળાવમાં વિવિધ ફૂઆરા પણ ગોઠવાયેલાં હતાં. આટલી નિરવ શાંતિમાં દેશ વિદેશથી આવેલા લોકો કરતાં પંખીઓનો કલરવ વધુ સંભળાતો હતો. સાંજ ઢળી ગઈ હોવાથી કેટલાંય કપલ ત્યાં અને તળાવની પાળ પર બેસીને પ્રણય મસ્તીમાં ગુલતાન હતાં. એ લોકોને જોઈને બંનેનો થાક ક્યાંય ગાયબ થઈ ગયો. બંને પર પ્રણયનો કેફ ધીમે ધીમે ચડવા લાગ્યો. અપેક્ષિત પોતાનાં હાથથી સ્વાતિનો ગાલ સહેલાવવા લાગ્યો. અપેક્ષિતનાં સ્પર્શથી સ્વાતિના તનબદનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. વરસોથી અપેક્ષિતની આંખોમાં જે પ્રેમ જોવા મથતી હતી, તે પ્રેમ હવે જોવા મળતાં સ્વાતિના ચહેરા પર અનેરી રોનક દેખાતી હતી, શરમના શેરડા તેનાં ગાલને લાલ કરી જતાં. સ્વાતિએ અપેક્ષિતના ખભા પર પોતાનું માથું ઢાળી અને એવી રીતે આંખો બંધ કરી દીધી જાણે કે વરસોનો થાક ઉતરી ગયો હોય.

“એય જાન......કેમ આમ સુઈ ગઈ...? જો ને કેટલો સરસ વ્યુ છે...!!”

“મને જે વ્યુ જોવો ગમે છે તે મેં જોઈ લીધો....”

“ઓહ..! એવો ક્યો વ્યુ તને ગમે..?”

“તારી આંખોનો વ્યુ....તારી આંખોમાં મારાં માટેનો જે પ્રેમ દેખાય છે તે વ્યુ....જે મારાં માટે દુનિયાના બીજા કોઈ પણ વ્યુ કરતાં મનમોહક છે...”

“હમમમ....મને પણ તું જયારે મારી તરફ ખુબ પ્રેમથી જુએ છે તે બહુ જ ગમે છે...એમ થાય કે બસ આખી દુનિયા ભૂલીને તારી આંખોમાં જ ખોવાઈ જાઉં...ક્યારેક તો કહેવાનું મન પણ થઈ આવે કે....”

“શું....?”

“ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો...પ્યાર હો જાયેગા...” સ્વાતિએ શરમાઈને ફરી તેનું માથું અપેક્ષિતના ખભા પર ઢાળી દીધું પણ તે પહેલાં તેણે હળવેથી એક ચુંબન અપેક્ષિતનાં ગાલ પર આપી દીધું. બંને પ્રેમની મીઠી પળો માણતાં માણતાં ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં. અચાનક અપેક્ષિતને કઇંક યાદ આવતાં તેણે ઘડિયાળમાં જોયું અને સફાળો બેઠો થઈને કાફેટેરિયામાંથી સ્વાતિ માટે આલ્મન્ડ ફજ લઈ આવ્યો. તેને ખબર હતી કે સ્વાતિ આલ્મન્ડ ફજની દીવાની હતી. તે મળી જાય તો બધું જ ભૂલી જાય. અપેક્ષિતે ફર્સ્ટ બાઈટ લઈને સ્વાતિને આપતાં કહ્યું,

“યુ એન્જોય ધીસ...આઈ વિલ બી બેક ઈન સમ ટાઈમ....”

“અરે પણ મને આમ એકલી મુકીને ક્યાં જાય છે..?” સ્વાતિ એ અણગમો બતાવતાં પૂછ્યું.

“અરે ક્યાંય નહીં બસ યું ગયા ઔર યું આયા....” કહીને અપેક્ષિત સડસડાટ મોલના એક્ઝીટ ગેટ તરફ ચાલતો થઈ ગયો.

સ્વાતિ પાછળ ફરીને અપેક્ષિત દેખાતો બંધ ન થયો ત્યાં સુધી તેને જોતી રહી. મોઢામાં ફજના મીઠા મધુર સ્વાદ સાથે મનમાં તે પોતાની અપેક્ષિત સાથેની મધુર સ્મૃતિઓ પણ મમળાવા લાગી. ‘એક ફ્રેન્ડ તરીકે અપેક્ષિત ખુશ રાખતો પણ હવે એક પ્રેમી તરીકે તે દુનિયાની દરેક ખૂશી મને આપી દેવા માંગે છે, ફજ જેટલી એક નાની ખૂશી આપવામાં પણ એ બાકી નથી રાખતો. એક જ દિવસમાં આજે તેણે મને કેટલી ખૂશી આપી...!! આટલું સાથે ફર્યા..શોપિંગ કર્યું...અને ખૂબ મસ્તી પણ કરી...મને ખૂબ હસાવી.... હું સાચે જ ખૂબ ભાગ્યશાળી છું કે મને અપેક્ષિત જેવી વ્યક્તિનો પ્રેમ મળ્યો. હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર ઝીંદગી મેં.....ઇસ લિયે તો મેં બહોત ખુશ નસીબ હું....’ સ્વાતિના ચહેરા પર મલકાટ તો આવી ગયો પણ થોડીવાર પછી જયારે સમય નું ભાન થયું ત્યારે કપાળ પર ચિંતાની રેખાઓ પણ ઉપસી આવી કારણકે અપેક્ષિત ગયાને લગભગ પોણો કલાક ઉપર સમય થઈ ગયો હતો. તો પણ હજી પરત ફર્યો ન હતો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢીને અપેક્ષિતનો નમ્બર ડાયલ કર્યો. આખી રીંગ પૂરી થઈ જવાં છતાં ફોન પીક ન થયો. સ્વાતિના ચહેરા પર વ્યગ્રતા હવે સાફ દેખાવા લાગેલી. પાંચ મિનીટ પછી તેણે ફરીથી અપેક્ષિતને ફોન લગાડ્યો તો બીપ જ વાગ્યા કરી અને રીંગ પણ ન ગઈ. સ્વાતિની બેચેની વધતી ચાલી. ‘પ્લીઝ કમ અપેક્ષિત...કેમ ફોન નથી લાગતો...?.....ક્યાંક કોઈ અનહોની ન બની ગઈ હોય તેની સાથે.....’ તે ઉભી થઈ ને આમ તેમ આંટા મારવા લાગી કે ક્યાંક અપેક્ષિત આવતો નજરે ચડી જાય.

પણ ત્યાં અચાનક..........!!!!!!

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

  • ઘડિયાળમાં જોઈને અચાનક અપેક્ષિતને શું યાદ આવેલું..?? કેમ તેનો ફોન પહેલાં નો રીપ્લાય થયો અને પછી કનેક્ટ જ ન થયો..?? ક્યાંક તેની સાથે કોઈ દુર્ધટના તો નથી ઘટી ને...??.........જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ.....