સંતાન પ્રેમ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાન પ્રેમ

સંતાન પ્રેમ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સંતાન પ્રેમ

અભિજીત જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે એના મિત્ર સંતોષ પૂછ્યું કે, પેલોમાણસ તને મૂકી જાય છે ક્યારેક પ્રિન્સિપાલને મળવા આવે છે. એે કાણિયો કોણ છે...?અભિજીતે આગળની બધી વાત સાંભળી પણ છેલ્લે જ્યારે સંતોષે એમપૂછ્યું કેકાણિયો...! ત્યારે અભિજીત થોડો છોભીલો પડી ગયો. આટલું જ નહીં સંતોષે તોઆગળ ચલાવ્યું કે કેવો કદરૂપો છે કલર જાય તો પૈસા પાછા, પાછું ભજિયા જેવું નાક અને તળેલા ભજિયામાં જાળી પડી ગઈ હોય એવી ચામડી, કેવો લાગે છે...? તને એનેજોઈને કંઈ થતું નથી...? અભિજીત કંઈ જ બોલ્યો નહીં, ચૂપચાપ ક્લાસમાં ગયો,અભિજીત પોતે બહું જ રૂપાળો હતો, એવો રૂપકડો મજાનો લાગે કે કોકને જોઈને જ ગળેવળગાડી લેવાનું મન થાય. એના શિક્ષકો તો અભિ-અભિ કરતા થાકે નહીં, ભણવામાં,રમતગમતમાં, ઈતર પ્રવૃત્તિમાં બધે જ આગળ, વકતૃત્વ સ્પર્ધામાં તો એ પ્રથમજ હોય,એની દલીલબાજી સામે કોઈ ટકે જ નહીં એવી તર્કબુધ્ધિ દાદ માંગી લે એવી હતી. એને સ્કૂલમાં અવારનવાર એવોર્ડ મળે જ. એની શિક્ષિકાઓ તો ઓળઘોળ એની પર, એટલે ક્યારેક કંઈક ન સમજાય એવું કોઈ શિક્ષિકાને પૂછવા જાય તો શિક્ષિકા તરત કહે હાઅભિ આવ આવ, શું થયું...? લાવ સમજાવું, એટલું વ્હાલ, અને ઉપરાંત બીજી રીતેપ્રેમએટલે આવે કે ’બિચારો મા વગરનો છોકરો છે’એકવાર, રીસેસમાં અભિજીત અને સંતોષ ઉભા હતા ત્યારે પ્રિન્સિપાલે આવીને કહ્યું,અભિ ચાલ અંદર. તારા પપ્પાને મળવા બોલાવ્યા હતા એ આવ્યા છે. એમને ત્રણ-ચારફોન કર્યા પછી તો એ મળવા આવ્યા છે. એ ના જ પાડતા હતા, પણ આજે રૂબરૂ પરાણેઆવ્યા અને પૂછ્યું કે તમે કેમઆવતા નથી તો કહ્યું કે, મારો દીકરો મને સ્કૂલમાં આવવાનીના પાડે છે. બેટા અભિ આ બહું જ ખરાબ કહેવાય તારા પપ્પા તારૂં કેટલું ધ્યાન રાખેછે. તું એને આવવાની ના પાડે...? મને તો દુઃખ એ થયું કે આપણા એવોર્ડ ફંક્શનમાંપણ તેં એમને ન આવવા દીધા. મેં પૂછ્યું એમને કે તમારા દીકરાને રાજ્યકક્ષાએેપ્રથમઈનામમળ્યું અને એ કાર્યક્રમમાં તમે નહીં...? ત્યારે પણ એમણે એક જ વાત કરીકે હું ક્યાંય પણ આવું મારા દીકરાને નથી ગમતું. મારો દીકરો દરેક ક્ષેત્રે આગળ આવેછે એનું મને ગર્વ છે. એ જ્યારે જ્યારે ઈનામજીતતો હોય છે ત્યારે હું મારી સ્વર્ગસ્થપત્નીના ફોટા સામે મિઠાઈ મૂકી ખુશી વ્યક્ત કરૂં છું અને કહું છું કે જો તારો છોકરો પ્રથમઆવ્યો, તારો બાપ કદરૂપો છે એક આંખ નથી, એેનો અર્થ એ નથી કે એનું હૃદયકદરૂપું છે, તારા બાપે તારા માટે કેટલા સપના જોયા છે...? બેટા, એના રૂપને બાદકરતા એનામાં ભરપૂર ગુણો છે, એ બહું જ સારા લેખક છે, કવિ છે, વ્યક્તિ છે, એનુંપણ નામછે. આ બધું અભિજીત નતમસ્તકે સાંભળી જ રહ્યો હતો અને વચ્ચે વચ્ચે નીચુંમોઢું રાખી ’જી સર, જી સર, સોરી સર ધ્યાન રાખીશ’. આવું જ બોલતો હતો અનેબાજુમાં ઉભેલો એનો મિત્ર આ પ્રેમથી સાંભળી રહ્યો હતો પછી પ્રિન્સપાલે કહ્યું કે, ’ચાલ તારા પિતાને મળી લે.’ આ કહેતા હતા ત્યારે જ અભિજીતના પિતા તો પ્રિન્સીપાલનીકેબીનમાંથી બહાર આવ્યા, અભિજીતે જોયું અને સાથે એના મિત્ર સંતોષે પણ જોયું કે,આ તો એ જ વ્યક્તિ છે જેના માટે મેં ’કાણિયો’ એમકહેલું. અને આ વાતનો સંતોષનેભારોભાર અફસોસ થયો, એણે જઈને અભિજીતના પિતાના ચરણ સ્પર્શ કર્યા અનેએટલું જ બોલ્યો કે મને માફ કરજો, મેં તમારા માટે ખોટા શબ્દો વાપરેલા. ત્યારે પ્રિયવદને(અભિના પિતા) કહ્યું ’કંઈ વાંધો નહીં બેટા થાય એવું’. આ અવાજ સાંભળી સંતોષનેથયું કેવો સરસ અવાજ છે, બોલે છે કેટલું સરસ, માત્ર ભગવાને ચહેરો જ આવો બનાવ્યોછે. એણે પછીથી અભિને કહ્યું કે, તારા પિતા સરસ વ્યક્તિ છે તારે એના આત્માનેદુઃભાવવો જોઈએ નહીં. આ સાંભળી અભિ કશું જ બોલ્યો નહીં, માત્ર સાંભળીને મોઢુંબગાડ્યું. જો કે એનું આ વર્તન જોઈ સંતોષને બહું જ દુઃખ થયું. એને વિચાર આવ્યો કે,આ ઉંમરે આ પોતાના બાપને આટલો ધિક્કારેે છે એ મોટો થઈને શું કરશે...? એનાબાપની ઢળતી ઉંમરમાં શું ટેકો કરશે...?

બાપ-દીકરાનું અંતર વધતું જ જતું હતું. એ અવારનવાર બાપ પર ગુસ્સે થઈજતો, છણકા મારતો હતો, ક્યાંય સાથે જતો ન હતો કે સ્કૂલમાં વાલીઓની મિટીંગ થાયત્યારે પણ પોતાના પિતાને કહી દે કે ભલે તમનેે પ્રિન્સિપાલ બોલાવે પણ તમારે સ્કૂલેઆવવાનું નથી. મારી ઈજ્જત આબરૂના ભડાકા નહીં કરતા. આ માથાના વિચિત્રવાળા, આ તમારૂં ડાચું અને એમાં એક આંખ નહીં, હસો ત્યારે કેવા ભયાનક લાગો છો...? આબધું સાંભળી પ્રિયવદનની આંખમાંથી અશ્રુધારા છલકી ઉઠતી પણ શું કરે...?

આમને આમભણતાં ભણતાં અભિજીત ગ્રેજ્યુએટ થયો. બીજી વિશેષ ડીગ્રીલીધી અને ગોલ્ડમેડલ જીત્યો, પણ સમારંભમાં કોઇએ બાપને બોલાવ્યા નહીં. સગાદીકરાને પણ નહિં. પ્રિયવદનને બહુ જ દુઃખ થયું. વાત તો ત્યાં સુધી આવી ગઇ કે એનેપિતાજીએ અભિનંદન આપ્યા ત્યારે પણ એ વાંકો વળી પગે ન લાગ્યો. અભિજીતેમિત્રોની પાર્ટીમાં તો હદ વટાવી કે, કોઈક વાતમાં એક મિત્રએ પૂછ્યું કે, તારા પિતાક્યાં છે...? તો કહે, એ ઉભા, એમનું નામજ પ્રિયવદન છે. માત્ર નામ, બાકી... કાંઇનહિં. આની આ વાતથી એક બે મિત્રને દુઃખ પણ થયું. કોણ શું બોલે...? અને શું કામબોલે...? અભિજીતના બે શબ્દો સાંભળવા...?

સમય જવા માંડ્યો, અભિને સરસ નોકરી મળી ગઇ. બહુ જ ઉંચા હોદ્દાનીપગાર પણ સારો, પણ બહુ દૂર દૂર બેંગ્લોર શહેરમાં, એણે પિતાજીને સ્પષ્ટ કહી દીધુંતમે અહીં જ રહેશો, બેંગ્લોર તમારું કંઇ કામનથી. આ કદરુપું ડાચું લઇને ત્યાં આવશોએટલે ત્યાં પણ બધાને ભડકાવશો. ખબર નથી પડતી તમારું નામપ્રિયવદન કેમરાખ્યુંહશે...? પ્રિયવદન મનમાં કહે, ’તારા જેવડો હતો ત્યારે મારૂં વદન સૌને પ્રિય જહતું...’ પણ એ કશું જ બોલ્યો નહીં. અઠવાડિયા પછી તો એ ગયો. બેંગ્લોર ત્યાં ઘરપણ મળી ગયું અને નસીબ જોગે ત્યાં જ પાડોશમાં રહેતી છોકરી સાથે નક્કી થઇ ગયું.એ છોકરી પણ અભિની જેમજ કેમીકલ એન્જીનીયર હતી. લેબોરેટરીમાં નવા નવાસંશોધનો કરે, અને દરેક વખતે કંઇક નવી પ્રોડક્ટ બજારમાં મૂકે. છોકરીના માં-બાપે તોકહ્યું કે, તમારા પિતાજીને બોલાવો એટલે વાત કરી લઇએ. તો અભિ કહે, જરુર નથી,આપણે ફોન પર વાત કરી લઇએ. એની તબિયત ખરાબ છે એટલે આવી નહિં શકે,એમકહી એણે ફોન લગાડ્યો. પ્રિયવદને ફોન ઉપાડ્યો તો દીકરાનો ફોન, બે ક્ષણ તો એને સાચું લાગ્યું જ નહીં, પણ જ્યારે વાત સાંભળી ત્યારે એ સમજી ગયો. અભિએકહ્યું, પપ્પા તમારી તબિયત કેવી છે...? સાચવજો, બહાર નીકળતા નહિં. હું અહીંસગાઈ કરૂં છું, કન્યા સારી છે, એના પિતાને આપું છું, પણ તમે ધક્કો ન ખાતા, આટલીવાત સાંભળી હરખ પણ થયો અને આંખમાંથી આંસુ સરી પડ્યા. કારણ એકદમસ્વસ્થહોવા છતાં દીકરો બાપને સગાઈમાં આવવા નથી દેતો. દીકરીના બાપે પ્રિયવદન સાથેવાત કરી અને બહુ જ પ્રભાવિત થયા. એમણે તો કહ્યું, કેટલી સરસ વાત કરે છે,અવાજમાં રણકાર છે, માણસ મળવા જેવા હશે... ખેર, જે થયું તે, સગાઈ પણ થઇઅને લગ્ન પણ થયા. લગ્નમાં કાકા-કાકી, મામા-માસી બધા હતા. એક બાપ પ્રિયવદનજ નહીં. પણ હશે, જે થયું તે...

લગ્ન પતી ગયા અને અભિજીતનો ઘરસંસાર પણ મંડાયો. એક દીકરો પણથઇ ગયો, છતાં ના આ પતિ-પત્ની બાપને મળવા ગયા કે, ના એમને બેંગ્લોર બોલાવ્યા,પત્નીએ ઘણીવાર કહ્યું, આપણે પપ્પાને મળવા જઈએ, નહીં તો એમને અહીં બોલાવીએ.તો અભિ કહે, ના એવું નહીં કરતી, અહીં બોલાવીશ તો આપણો આ છોકરો બી મરશે,એમનું નામજ પ્રિયવદન છે, બાકી એમનું વદન એટલે કે મુખડું ડરામણું છે, પત્નીને આ વાત જરાય નહોતી ગમતી.

આ તરફ પ્રિયવદનનો જીવ તો દીકરામાં જ હતો. અને પછી તો ખબર પડી કેપૌત્ર થયો છે એટલે વધારે હરખ હતો. એટલે એ પોતે પોતાનો હરખ રોકી ન શક્યાઅને ઉપડ્યા બેંગ્લોર. સરનામું શોધી પહોંચ્યા, તો બંગલો બંધ હતો એટલે બાજુમાં લોનમાં બેઠેલા વડીલ, ઉભા થઈ આવ્યા અને પૂછ્યું, કોનું કામછે ભાઈ...? આમતોએમનો ચહેરો જોઇ થોડું દૂર જ ઉભા રહ્યા વડીલ... પછી પ્રિયવદને કહ્યું, અભિજીતઅહીં રહે છે ને...? એને પત્ની છે હમણાં જ બાળક આવ્યું, તો પેલા વડીલ કહે હાં, એ જ... મારો જમાઈ છે, એ ત્રણેય ઉંટી ગયા છે, પણ આપ કોણ...? તો કહે, હુંપ્રિયવદન. અભિનો પિતા, પેલા વડીલ તો સડક થઇ ગયા. અને ઝાંપામાંથી બહારનીકળી એમને અંદર લઇ ગયા. બેસાડ્યા, ચા-નાસ્તો કરાવ્યા, પછી કહે, તમે તોઆટલા સ્વસ્થ છો તો તમારો દીકરો તમને અહીં આવવા કેમનથી દેતો...? તો પ્રિયવદનકહે મારો ચહેરો બીજું કાંઇ જ નહીં, એને શરમઆવે છે કદરુપા બાપની ઓળખાણકરાવતાં. એ મને વિચારોથી પછાત ગણે છે, એને એમછે એની માં ને મેં મારી નાખી, એની માં ની આંખ મેં તોડી નાખી હતી, મેં લગ્ન કર્યા એટલે લોકોએ અમને હેરાન કરવાઅમારા પર એસીડ ફેંક્યો, વગેરે... આ બધાં એના વિચારો છે, પણ હશે એ સુખી છેને...? પણ મને એને જોવાનું બહુ મન થાય છે. અને હવે મારી ઈચ્છા હું ન રોકી શક્યો.

અભિજીતના સસરા આનંદભાઇએ પૂછ્યું કે, સાચું શું...? તો પ્રિયવદન કહે,મારા અને અનિતાના પ્રેમલગ્ન હતા. અને બંનેના માં-બાપની સહમતીથી થયેલા.જ્યારે અભિ જનમ્યો ત્યારે એની બંને આંખો ક્ષતિવાળી હતી. વિઝન જ નહોતું, અમનેડોક્ટરે કહ્યું એટલે અમને આઘાત લાગ્યો. અમને ખબર જ હતી કે, માણસના બાળપણથીમોટા થાય ત્યાં સુધી દરેક અવયવો મોટા થાય, પણ આંખની કીકીઓનું એજ માપ રહે,એટલે મેં અને મારી પત્નીએ બંનેએ અમારી એક-એક આંખ આપી દીધી, જેથી એ બંનેઆંખે સંપૂર્ણ જોઈ શકે, એની માં ઘણી રુપાળી એ એના પર ગયેલો, એક દિવસ એમાંદો હતો, મારી પત્ની એને સુવડાવતી હતી, એટલે હું દૂધ ગરમકરતો હતો, બીજા ગેસ પર પાણી ગરમમૂક્યું હતું અને એ ગેસ ચાલુ કર્યો ને મોટી જ્વાળા ઉઠી, અને મારોચહેરો બળી ગયો. પ્લાસ્ટીક સર્જરી કરી છતાં ચહેરો બેડોળ રહ્યો. અને આ આઘાતમાંપત્ની બિમાર પડી ગઇ અને ગુજરી ગઇ. દીકરાની સંપૂર્ણ જવાબદારી મારા પર આવીગઇ. હું જતનથી જ ઉછેરું, એની એક આંખ મારી પત્નીની હતી, ચહેરો પત્નીનોહતો, એ અંશ અમારા બંનેનો હતો, આ બધું એને કોણ સમજાવે...?

આ વાત સાંભળતા સાંભળતા અભિના સસરા આનંદભાઇની આંખમાંથીઅશ્રુધારા વહેવા માંડી અને ઉભા થઇ પ્રિયવદનને ભેટી પડ્યા અને બોલ્યા, ધન્ય છે પ્રિયવદનભાઈ... તમે મહાન છો, તમારી લાગણી, તમારી ઇચ્છા, તમારી જરુરિયાત તમે બનાવી જ નહીં, દીકરાના અપમાનો સહન કર્યા. પ્રિયવદન હશે કાંઇ વાંધો નહીં, ચાલો હું જાઉં છું, એ લોકો તો ઉંટીથી બે દિવસે આવશે, એને કહેજો પછી મળી લઇશ.

તો આનંદ કહે, ટિકિટ છે...? તમારે છેક જામનગર જવાનું છે, તો પ્રિયવદન કહે, હાં,રાતની જ છે... હું ખાલી એનું મોઢું જોવા જ આવેલો, મને ખબર હતી કે, એ મને એક ટંક પણ નહીં રાખે, ચાલો આવજો...

અભિજીત પત્ની-બાળક સાથે આવી ગયા પણ આનંદભાઇએ દીકરી જમાઇનેકહ્યું નહીં કે, પ્રિયવદનભાઇ આવીને ગયા. માત્ર એટલું કહ્યું કે, ક્યારેક તમારા પિતાને બોલાવો નહિં તો તમે ત્યાં જાઓ, એ એમના પૌત્રનું મોઢું જુવે, બસ વાત એટલેથી અટકી ગઇ.

કુદરતની કરામત પણ કેવી હોય છે, એક દિવસ અભિજીત લેબોરેટરીમાં કેમીકલગરમકરતો હતો અને એ જલદ કેમીકલ ઉડ્યું, અભિના ચહેરા પર... અને ચહેરો બળીગયો, હોસ્પિટલમાં દાખલ થયો, સાજો થઇ ઘેર આવ્યો, અને દીકરો સામે આવ્યો.દીકરો તો રોવા જ માંડ્યો, ડેડી ડેડી કરી દોડ્યો મમ્મી પાસે. તો મમ્મી કહે, આ ડેડી જછે, તો દીકરો કહે, આવા કદરૂપા મારા ડેડી ના હોય, અભિ શું બોલે...!?એક દિવસ એ આરામથી બેઠો હતો ત્યારે અભિના સસરા આનંદભાઇએ કહ્યું, તમારાપિતા બહુ જ બિમાર છે, કહે છે કે, તમને જોવા છે, તમારી આંખોમાં તમારી માં ને જોવી છે, તમારી આ બે આંખો તમારા માં-બાપની છે તમે નાના હતા ત્યારે આપેલી, અનેએમનો ચહેરો તમારા દૂધ-પાણી ગરમકરતાં દાજેલો, આ બધું એમણે મને કહ્યું, તમે ઉંટી ગયેલા ત્યારે આવ્યા હતા.

અભિજીત એજ રાતે પત્ની-બાળકને લઇ ગયો ગામ. ઘેર તાળું, બાજુવાળાનેપૂછ્યું તો કહે કે, હોસ્પિટલમાં છે. આ ત્રણેય હોસ્પિટલમાં પહોંચ્યા, વહુ અને પૌત્રએ ચરણ સ્પર્શ કર્યા અને અભિ એકદમ પિતાને ભેટી રોવા માંડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે... પ્રિયવદન એટલું જ બોલ્યા, આ આલિંગનને હું વર્ષોથી ઝંખતો હતો, કે ક્યારે મારો દીકરો મારાબાહોંમાં આવે ને એને છાતી સરસો ચાંપી દઉં... બસ હવે નિરાંત... હાંશ..., આટલુંબોલી પ્રિયવદનના આત્માએ દેહ છોડી દીધો, અભિજીત પોતાની જાતને ધિક્કારતોરહ્યો, અને થોડા સમય પછી કહેતો થયો કે, મારા જેવી ભૂલ કોઈ ન કરશો, માં-બાપ એ માં-બાપ છે, ખોટા પૂર્વગ્રહ એમના માટે ન રાખશો, નહિં તો પસ્તાશો...!!