Romantic Walk - 2 krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Romantic Walk - 2

Romantic Walk

Part-2

Krupa Bakori

એ રાત હું કયારેય ભુલી ના શકું.....! સુહાન તારા કારણે મે મારી ઈશાની દીદીને હમેંશા-હમેંશા માટે...... તારા કારણે જ ઈશાની દીદી એ આત્મહત્યા કરી છે. મારા દીદીનો ગુનેગાર છે તું.... તને કેમ માફ કરુ...... ??? શાયદ તુ દીદી ને તમારા રીલેશન ને દીલથી અપનાવતો.....! દીદી ને તે એમ કહયું કે તું મને પ્રેમ કરે છે..... આ આઘાત ને દીદી કયારેય સહન ના કરી શકી ને ત્યારે જ પોતાની જાત ને.....મને ખબર હતી કે દીદી તને એની જાનથી પણ વઘારે લવ કરતી હતી.... સુહાન હું તને કયારેય માફ ના કરી શકું. મેં હમેંશા મારા પ્રેમ ને છુપાવી રાખ્યો તારાથી પણ અને દીદીથી પણ......! હું એવું કયારેય ના કરી શકું કે જેને દીદી સૌથી વઘારે પ્રેમ કરે એને જ..... હું તમારા બંનેની વચ્ચે કયારેય ના આવી શકું..... પણ સુહાન આ તે શું કરયું.......????

“સુહાની...... સુહાની..... બેટા કયાં ખોવાય ગઈ.......????”

“કાઈ નહી.....મમ્મી”

“તારી આંખના આસૂ કહે છે..... તું ઈશાની ને યાદ કરે છે એ....! આ પાંચ વર્ષમાં મે તારી આંખોમાં ઈશાની ની યાદ જ જોઈ છે.... સુહાની જે પણ થયું તેને ભુલી જા.... જે પણ થયુ તેને બદલી તો શકાશે નહી ને....! સુહાન તને દીલથી પ્રેમ કરે છે.... કયાં સુઘી તું માફ નહી કરે...?? તેને તો હંમેશા તને જ પ્રેમ કર્યો છે. ઈશાનીની ભૂલ ને કારણે જ આ થયું છે. આત્મહત્યા કરવી એ નીડરતા ની નિશાની છે. જે પણ મુસીબત આવે તેનો હીમતથી સામનો કરવો જોઈએ. કયાં સુઘી તું તારા પ્રેમને છુપાવીને રાખીશ....??? કયાં સુઘી...???”

“મમ્મી પ્લીઝ.... હું સુહાનને ના તો માફ કરીશ... અને હા સુહાનને હું પ્રેમ નથી કરતી...! ઓકે”

“બેટા હું તારી મા છું..... મારાથી તું કોઈ પણ વાત છુપાવી ના શકે...! પાંચ વર્ષ થઈ ગયા આ વાત ને.. હવે તો આગળ વઘીને એક નવી જીંદગીની શરૂઆત કર... જયાં ખુશી હોય... તારો પ્રેમ હોય… સુહાની એક મોકો તો આપ સુહાન ને...”

“નહી મમ્મી હું આ વાત કયારેય ભુલી ના શકું... ! મને હવે ઉંઘ આવે છે અને કાલે ઓફીસે પણ જાવાનું છે.... ગુડનાઈટ”

“ગુડનાઈટ... સુહાની”

***********************************

“સુહાની પ્લીઝ માફ કરી દે મને....!!”

“જો સુહાન..... આ કાંઈ નાની વાત નથી કે હુ તને માફ કરું....! મે તારા કારણે મારી દીદી ને…..”

“સુહાની... હું તને ઓફીસે એ મુકી જાવ....! પ્લીઝ સુહાની છેલ્લા પાંચ વર્ષથી રોજ તને આ જ વાત કહુ છું.... આજનો એક દીવસ પ્લીઝ.... જો આજ મારી વાત સાંભળ્યા પછી તને એમ થાય કે મારી ભુલ હતી તો તું કહીશ તો તારાથી દૂર હમેશા-હમેશા માટે જતો રહીશ. પ્લીઝ એક વાર મારી સાથે આવ....”

“ઓકે.....!”

“બસ એક લાસ્ટ વિશ... કે તારા ફેવરીટ કોફીબાર માં... તારી ફેવરીટ હોટ ચોકલેટ.....! પ્લીઝ સુહાની”

“ઓકે”

આ રહી મેડમ તમારી ઓલ ટાઈમ ફેવરીટ હોટ ચોકલેટ

“થેન્કસ....!”

“સુહાની આજે આટલા વર્ષો પછી પણ બિલકુલ બદલી નથી.. નાના બેબી જેવી જ હરકતો આજે પણ કરે છે... તારી જીદ તો આજે પણ ઓછી કરી નથી...! કાશ આજનો આ પલ અહીયા જ હમેંશા-હમેંશા માટે....”

“સુહાન પ્લીઝ...સ્ટોપ તારે જે પણ કામ હોય તે બોલ....”

“સુહાની આઈ એમ રયલી વેરી સોરી.... મે જે કર્યુ શાયદ તું એ કયારેય ભુલી પણ નહી શકે….! અને મને માફ પણ નહી કરે... મે અને ઈશાની એ તારાથી એક વાત છૂપાવ્યી હતી. ઈશાની એ વાત કોઈને પણ કહેવાની ના પાડી હતી પણ હવે સમય આવી ગયો છે કે મારે તને બઘી જ વાત કહેવી પડશે...”

“આર યુ મેડ....! ઈશાની દીદી મારાથી એક પણ વાત ના છુપાવે...”

“સુહાની..... હું તને આ પાંચ વર્ષથી આ જ વાત કહેવાનો પ્રયત્ન કરું છુ પણ ઈશાની નું પ્રોમીસ આજે...! આજે તું અહીયા આવી એ જ મારા માટે બસ છે. સુહાની... ઈશાની ને હું પાંચ મહીના જેટલા જ રીલેશનમાં રહયાં.... તે પછી ઈશાની જ મને છોડીને જતી રહી... ઈશાની એ આ જ વાત મને કહેવાની ના પાડી હતી”

“પણ કેમ?? દીદી આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી શકે...??”

“સુહાની... અમારા બ્રેક-અપ પછી જ તે ઓફીસ માં જોબની શરૂઆત કરી તારી ને મારી દોસ્તી વઘતી જ ગઈ. રોજ-રોજ ઓફીસએ મળવું. કોઈક ને કોઈક કારણોસર તારી કોફી... તારી જીદ.. કયારે મને પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી... સુહાની તું કરણ ને ઓળખે છે ને....!”

“હા, તેને તો કેવી રીતે ભુલૂ...? ઓફીસ નો બેસ્ટ કયૂટ ને હેન્ડસમ બોય હતો એ….! અને બઘી જ છોકરીઓ ફીદા હતી એ કરણ પર તો... કરણ ને બસ બઘી જ ગર્લ્સ એના માટે એક ગેમ જેવી હતી. આઈ હેટ કરણ…”

“ઈશાની ને પણ એ જ કરણ સાથે પ્રેમ થઈ ગયો હતો...!”

“વોટ.... મારી દી ને કરણ ???”

“હા, સુહાની... હા તારી એના પ્રત્યેની નફરત ને કારણે જ ઈશાની એ તને કયારેય આ વાત ના કરી.....! તેને ડર હતો કે તું એના પ્રેમને નહી સમજે…. ઈશાની દિલોજાન થી એને પ્રેમ કરતી હતી.. એને માટે તો એ જાન કુરબાન કરવા પણ તૈયાર હતી. એક દીવસ કરણ એ ઈશાની ને હમેશા-હમેશા માટે છોડીને જતો રહયો... ઈશાની એ વાત સહન ના કરી શકી. તે જ સાંજે મે ઈશાની ને કહયુ હતુ કે હું સુહાનીને પ્રેમ કરું છું..... જસ્ટ એક મિનીટ હું તને ઈશાની નો લેટર રીડ કરાવું !”

Dear Suhan...

તારી સાથે બ્રેક-અપ કરીને મેં મારી લાઈફની સૌથી મોટી ભૂલ કરયી.. મને નહોતી ખબર કે કરણ મારી સાથે આવું કરશે. મે તો એને દીલથી પ્રેમ કર્યો હતો. એ ના તો મને સમજયો ના તો મારા પ્રેમને અને મને છોડીને જતો રહયો... સુહાન ના તો હુ તને સમજયી ના તો તારા પ્રેમને... શાયદ ભગવાને મને એની જ સજા આપી. સુહાન થેન્કસ તે મને જે પ્રેમ આપ્યો એ કોઈ ના આપી શકે. મારી ખુશી માટે તે આપણું બ્રેક-અપ પણ કર્યુ... થેન્ક યુ સો મચ

મને ખબર છે મારી સુહાની ને તુ સાચા દીલથી પ્રેમ કરે છે. હર હમેંશા એની સાથે જ રહજે.... તારા જેટલો પ્રેમ સુહાનીને કોઇ ના કરી શકે... બેસ્ટ લક જલ્દી-જલ્દી સુહાનીને તારા દીલની વાત કહજે.. ગુડ બાય

સુહાન હું હવે જીવી નહી શકું કરણે જે પણ મારી સાથે કર્યુ એ હું સહન નહી કરું શકું... આ લેટર તને ત્રણ દીવસ પછી મળશે ત્યાં સુઘીમાં તો હું...

મને માફ કરી દેજે....

ગુડબાય

Issani

“સુહાન આટલી મોટી વાત મારા દી એ મારાથી છુપાવ્યી.... ??”

“સુહાની પ્લીઝ રડ નહી... તારો તો કોઈ જ વાક નથી.. જે દીવસ ઈશાની એ આવું કર્યુ એ જ દિવસે મે તને કોલમાં મે તને મારા દીલની વાત પણ કહી હતી અને ઈશાનીને વાત કરીને પણ કહયુ હતુ એટલે બઘા ને મે જ લાગ્યુ કે ઈશાની એ મારા કારણે....”

“આઈ એમ રયલી વેરી વેરી સોરી.... સુહાન મેં તને હર્ટ જ કર્યો છે હમેંશા... આઈ એમ સોરી.... બાય”

“સુહાની કયાં જા છો....??”

“સુહાન મારી ભુલ ને સુઘારવા માટે... બાય આ લેટર મારી સાથે લઈ જઈ શકું.....!”

“હા સ્યોર”

“બાય.....”

“સુહાની થોડીક વાર તો....!”

“બ....બાય...સુહાન”

“મારી વાત તો સાંભળ...”

“બાય”

“બિલકુલ પાગલ છે....!”

“બાય”

***********************************

આજે પાંચ વર્ષ પછી ઈશાની ની સાચી હકીકત સામે આવી હતી. સુહાનીને પણ એની ભૂલ પર પસ્તાવો હતો... કહેવાય છે કે કયારેક-કયારેક નાની એવી મિસ્ટેક પણ જીંદગી બરબાદ કરી દે છે.

***********************************

“મમ્મી..... મમ્મી....પપ્પા….!”

“હા, બેટા બોલ ને.... દોડતી-દોડતી ઘરે કેમ આવે છે. શુ થયુ...?”

“મમ્મી આજે મને મારી બઘી જ ખુશી મળી ગઈ.... પપ્પા આઈ એમ સો હેપી…..! હું સમજતી હતી કે ઈશાની એ જે પણ કર્યુ એ સુહાનને કારણે પણ હકીકત તો અલગ જ હતી. આ લેટર રીડ કરો પપ્પા... સુહાનનો કાંઈ જ વાક નથી.”

***********************************

“હા, બેટા આ લેટરમાં બઘી જ હકીકત ઈશાનીએ કહી છે... હું તો પહેલા જ કહેતી હતી કે સુહાનની આંખોમાં મે તારા માટે પ્રેમ જોયો છે.”

“હા, મમ્મી મારાથી જ ભૂલ થઈ ગઈ કે આજ સુઘી મે એની કાઈ જ વાત ના સાંભળી....!”

“સુહાની હવે નિર્ણય તારા હાથમાં છે કે તારે શુ કરવું એ ??”

“મમ્મી પપ્પા હું પણ સુહાનને પ્રેમ કરું છું અને તેની સાથે જ બાકીની જીંદગી વીતાવવા માગું છું....”

“જો સુહાની હું નથી ઈચ્છતો કે તું સુહાન સાથે મેરેજ કરે...! એને કારણે મેં મારી એક દીકરી ને તો ખોઈ છે હવે એટલી હિમંત નથી કે તને પણ... તું સુહાનને ભુલી જા”

“પણ , પપ્પા જે પણ થયું તેમાં સુહાનનો તો કાંઈ જ વાક નથી.”

“હા , આ વાતમાં તો હું પણ સુહાની સાથે છું. જે પણ થયુ તેને ભુલીને સુહાનને અપનાવી લો… આપણી સુહાનીની ખુશી કરતા તો કાઈ જ મહત્વનું નથી... આપણી દીકરી ખુશ હશે તો આપણે પણ ખુશ રહેશું.”

“ઓકે, બેટા આ વાતને તો હું ભુલી જાઈશ પણ સુહાન હવે તને ખુશ નહી રાખે તો બીજી વાર હું જાવા નહી દઈશ..”.

“થેન્કસ મમ્મી-પપ્પા... તમે મને અને મારા પ્રેમને સમજયાં બાકી આજ કાલ આવા મા-બાપ કયાં જોવા મળે છે... જેને માટે એની દીકરીની ખુશી મહત્વની હોય.. હું તો નસીબદાર છુ કે મને આવા મમ્મી પપ્પા મળ્યા... થેંકયુ સો મચ ગોડ...”

***********************************

સાંજનો સમય હતો. ચારે બાજુ અંઘારુ જ અંઘારુ હતું... વરસાદ ઘીરે-ઘીરે વરસતો હતો. પંખીઓનો કલરવ વાતાવરણને સુનેહરુ બનાવતું હતું. માટીની માદક સુંગઘ પ્રસરતી હતી. વાતાવરણ સોળે કળા એ ખીલ્યુ હતું..... સુહાની બસ-સ્ટોપ પર સુહાનનો વેઈટ કરતી હતી કે કયારે તે આવે અને લિફટ માંગે.. કારણ કે આજે આ લિફટ એક નવો જ રંગ લઈને આવવાની હતી.

ઓહ માય ગોડ મારો સુહાન આવે જ છે….! સ્કાય બ્લુ કાર તો એની જ છે…..

“લિફટ પ્લીઝ સુહાન...”

“યા સ્યોર... આટલી બઘી પલળી ગઈ તો મને એક કોલ કર્યો હોત તો હું આવી જાત લેવા... બાય ધ વે આજે ઓફીસે કેમ ના આવ્યી...!”

“સુહાન અમુક કામ અઘૂરા રહી ગયા હતા તેને જ પુરા કરતી હતી... ! પ્લીઝ મને માફ કરી દેજે….”

“સુહાની તું માફી ના માંગ આ બઘામાં તારો તો કોઈ જ વાંક નથી... ભુલી જા બઘુ જ ને એક નવી શરૂઆત કર….!”

“થેન્કસ સુહાન મને સમજવા માટે... ઈફ યુ ડોન્ટ માઈન્ડ... તો થઈ જાય એક રોમેન્ટીક વોક સાથે.....!”

“હા, સુહાની પણ તું બીમાર પડી જાઈશ... મુશળઘાર વરસાદ આવે છે...!”

“સુહાન આટલા વર્ષો બીમાર જ તો હતી.... આજે મનભરીને જીવવા દે તારી સાથે પ્લીઝ...”

“ઓકે બાબા… મારું કાઈ ચાલશે તો નહી તારી પાસે...!”

“ઓહ ગોડ... તારા ડાયલોગ તો રહેવા જ દે….”

“ઓકે....”

“સાચું કહું તો આ પાંચ વર્ષોમાં તારા ડાયલોગને મિસ કરતી...”

“મિસ યુ સો મચ....”

થોડીકવાર વોક કર્યા બાદ... એ જ વૃક્ષની નીચે એ જ રોડ પર જયાં સુહાન એ પ્રપોઝ કર્યુ હતુ ત્યાં જ રોડ પર એક પગ પર બેસીને.. સુહાનીએ કહયુ...

“સુહાન આઈ એમ રયલી સોરી મે જે કર્યુ એના માટે શાયદ તું મને કયારેય માફ ના કરી શકે….! તારી લાગણીને મેં હર્ટ કરી છે એ બદલ મને માફ કરી દેજે... સુહાન હુ કયારેય તારા લાયક હતી જ નહી... સુહાન આઈ લવ યુ.... લવ યુ સો મચ મને નથી ખબર શાયદ હવે તું મને અપનાવીશ કે નહી...? પણ, હું તારા વગર નહી રહી શકું.....! તું જે પણ નિર્ણય લઈશ એ મને મંજુર હશે... આ રીંગ તારા માટે... શું તુ મારા જેવી પાગલ સાથે જીંદગી વીતાવીશ.... ??”

“સુહાની માય જાન હવે ઈમોશનલ અત્યાચાર જ કરીશ કે રીંગ પણ પહેરાવીશ.....!”

“ઓકે બાબા....”

“સુહાન તેને હાથ પકડીને ઉભી કરે છે અને ગાલ પર સ્વીટ કીસ કરીને કહે છે... અરે પગલી શુ કામે આટલી માફી માંગે છે... જે પણ થયું તે ભુલી જા.... લવ યુ સુહાની....”

“લવ યુ ટુ....”

આ રોમેન્ટીક વોક એ સાચા જ અર્થમાં બનેની લાઈફ બદલી નાખી હતી..

પ્રેમ જો સાચો હોય તો કયારેય બદલાતો નથી તો ના તો સમયની સામે કે ના તો હાલાત ની સાથે.... એ એટલો જ મજબૂત રહે જેટલો પહેલા હતો...

એક નાની એવી મિસ્ટેક જીંદગી બદલી નાખે છે.... સો એવી રીતે લાઈફ જીવો કે કોઈ પણ મિસ્ટેક જીંદગીને બરબાદ કરીને ના જાય.....

THE END