દુનિયાની અજાયબી - 4 ARTI UKANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દુનિયાની અજાયબી - 4

દુનિયાની અજાયબીઓ :: ભાગ-૪

હરસિદ્ધમાતા

જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી ૨૨ કિ.મી. દૂર આવેલું છે. મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે. પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં સ્થાપિત થયેલી દેવી દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં.

આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ટેકરી નીચે પ્રસ્થાપિત કર્યું. બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં. માતાજી દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન જામનગર જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે.

માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે, અને ત્યારબાદ જ દર્શન થાય છે. એક માન્યતા એવી છે કે શ્રીકૃષ્ણના હાથે પોતાના જમાઈ કંસનો વધ થયો હોવાથી જરાસંઘ કોપાયમાન થયો હતો.

તેથી પૃથ્વીને યાદવો વગરની કરવા માટે તૈયાર હતા. એટલે યાદવોએ અસુરોના ત્રાસમાંથી બચાવવા માટે અને અસુરોનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીશક્તિની સ્તુતી કરી હતી જેથી શક્તિદેવી પ્રસન્ન થયા અને અસરોનો નાશ કર્યો હતો.

ત્યારબાદ કૃષ્ણ ભગવાને માતાજીની યાદ માટે કોયલા ડુંગરની ટોચે માતાજીનું ભવ્ય મંદિર બંધાવી જગદંબાની પ્રતિમાની વિધિપૂર્વકપ્રતિષ્ઠા કરી અને અસુરોના રાજા જરાસંઘનો નાશ થયો.

સરાડિયાના મૂંગા બ્રહ્મ ભટ્ટે પોતાની જીભ હરસિદ્ધને ચરણમાં ધરી હતી ને સાચા મનથી પ્રાર્થના કરી હતી તેથી માતાજીએ પ્રસન્ન થઈ તેને વાચા આપી હતી. અને સ્વયં કાવ્યો છંદ રચવાની અસીમ શક્તિ આપી હતી. હાલ જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

તેલ વિના જ્વાળાઓ પ્રગટી રહી છે

જ્વાલા દેવી મંદિર- હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાલીધર પહાડીની વચ્ચે વસેલું છે જ્વાલા દેવીનું મંદિર. શાસ્ત્રો મુજબ જ્વાલા દેવીમાં સતીની જીભ પડી હતી. એવી માન્યતા છે કે, બધા જ શક્તિપીઠોમાં દેવી હમેશાં નિવાસ કરે છે.

શક્તિપીઠમાં માતાની આરાધના કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. જ્વાલાદેવી મંદિરમાં વર્ષોથી તેલ વિના પ્રાકૃતિક સ્વરૂપે નવ જ્વાળાઓ પ્રગટી રહી છે. નવ જ્વાળાઓમાં પ્રમુખ જ્વાળાઓ ચાંદીના વાસણની વચ્ચે સ્થિત છે તેને મળાકાળી કહેવામાં આવે છે.

અન્ય આઠ જ્વાળાઓના સ્વરૂપમાં અન્નપુર્ણા, ચંડી, હિંગળાજ, વિધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા તથા અંજી દેવી જ્વાળા દેવી મંદિરમાં નિવાસ કરે છે. કથા છે કે, મુગલ બાદશાહ અકબરે જ્વાળા દેવીની શક્તિનો અનાદર કર્યો અને માતાની તેજોમય જ્વાળાને ઓલવવાની દરેક સંભવ પ્રયાસ કર્યો.

પરંતુ અકબર પોતાના પ્રયાસોમાં અસફળ રહ્યો. અકબરને જ્યારે જ્વાળા દેવીની શક્તિનો આભાસ થયો તો પોતાની ભૂલની તેણે ક્ષમાં માંગવા માટે અકબરે જ્વાળા દેવીને સવા મણ સોનાનું છત્ર અર્પણ કર્યું.

પ્રસાદમાં દારૂ

ભૈરવ ભગવાન શિવના સ્વરૂપમાં છે. માન્યતા છે કે, કાલભૈરવને આ વરદાન છે કે ભગવાન શિવની પૂજા પહેલા તેમની પુજા કરવી. ભગવાન ભૈરવના ત્રણ પ્રમુખ રૂપ છે, બટુક ભૈરવ, મહાકાલ ભૈરવ અને સ્વર્નાકર્ષણ ભૈરવ. શાસ્ત્રોના અનુસાર કળીયુગમાં કાલ ભૈરવની પ્રારંભિક પૂજા ફળ આપનારી હોય છે.

કાળ ભૈરવની સાત્વિક, રાજસિક અને તામસી ત્રણે વિધિયોની પૂજા કરવામાં આવે છે. તમને બતાવીએ કે, ભૈરવબાબાની મંદિરોને વિશે જ્યાં તેમણે પ્રસન્ન કરવા માટે પ્રસાદ રૂપમાં દારૂ ચઢવામાં આવે છે. કેટલાક મંદિરોમાં તો ભૈરવ બાબા ભક્તોની સામે જ દારૂનું પાત્ર ખાલી કરી નાખે છે. ગુજરાતમાં અમદાવાદના ભુજ શહેરમાં ભગવાન ભૈરવનું વિખ્યાત મંદિર છે.

આ મંદિરનું વિશેષ મહત્વ છે કારણ કે અહીં તેમને પ્રસાદના રૂપમાં કેવળ વિદેશી બ્રાન્ડ્સની દારૂ ચઢાવવામાં આવે છે. ઉજ્જૈન શહેરથી લગભગ ૮ કિલોમીટર દુર પર કાલભૈરવ બાબાનું મંદિર છે. માનવામાં આવે છે કે, અહીં કરેલી તાંત્રિક સાધના કયારે પણ નિષ્ફળ જતી નથી અને જલ્દી તે ફળી જાય છે. જયારે દારૂનો ગ્લાસ તેમના વિગ્રહના મોં પર લગાવવામાં આવે છે તો તે થોડી જ વારમાં જ ખાલી થઈ જાય છે. દારૂ ક્યાં જાય છે તે આજ દિવસ સુધી કોઈ પણ જાણી શક્યું નથી

શિવ મંદિરમાં પૂજા અને નમાઝ પઢવામાં આવે છે

ગોરખપૂર, ઉત્તર પ્રદેશના પ્રમુખ શહેરોમાંનું એક શહેર છે. આ મંદિરે પહોંચવા માટે નિયમિત રૂપે હવાઈ માર્ગ, રેલવે, ગાડી કે રસ્તા માર્ગની સુવિધા ઉપલબ્ધ છે.

શિવ મંદિરોમાં મુસ્લિમો પણ નમાઝ પઢવા માટે આવે છે. ભારતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં હિંદુઓ ભગવાન શિવ પર જળાભિષેક કરે છે તો મુસ્લિમો પોતાની નમાજ અદા કરે છે. ઉત્તર પ્રદેશના ગોરખપૂરમાં જિલ્લાથી થોડા અંતરે આવેલું સરયા તિવારી ગામમાં આ મંદિર આવેલું છે.

આ ગામમાં ભગવાન શિવનું એક પ્રાચિન મંદિર આવેલું છે. જે જારખંડી નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર ખાસ અને અનોખું છે.

શા માટે શિવ મંદિરમાં પઢવામાં આવે છે નમાઝ : આની પાછળ પણ એક કથા જોડાયેલી છે. કથામાં જણાવ્યા પ્રમાણે આ શિવલિંગનો મહિમાં અને પ્રસિદ્ધિ સાંભળ્યા બાદ મેહમુદ ગજનવીએ આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી. પોતાની પૂરી તાકાત લગાવ્યા બાદ પણ તે આ મંદિરને તોડવામાં સફળ થયો ન હતો.

શિવલિંગને તોડી નહીં શકવાથી તેણે ત્યાં કુરાનની એક કલમાં લખી જેથી કરીને આ શિવલિંગની પ્રસિદ્ધિ ઓછી થઈ જાય અને હિંદુઓ તેની પૂજા કરવાની બંધ કરી દે. મેહમુદે કલમાં લખાવ્યા બાદ આ શિવલિંગની પ્રસિદ્ધિ પહેલા કરતા વધી અને આ શિવમંદિરમાં હિંદુઓની સાથે મુસ્લિમો માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું.

આ શિવ મંદિરમાં ઘણી વખત છત બનાવવાની પહેલ કરવામાં આવી હતી. પરંતુ તે કામ કરવામાં પણ સફળતા હાથ લાગી ન હતી. જેના કારણે આજે આ મંદિરમાં શિવલિંગ ખુલ્લા આકાશ નીચે સ્થાપિત છે.

આ શિવ મંદિરની એક પ્રાચીન માન્યતા પણ પ્રસિદ્ધ છે. માન્યતા પ્રમાણે આ શિવ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગને કોઈ મનુષ્યએ સ્થાપિત નથી કર્યું પરંતું તે સ્વયંભૂ પ્રગટ થયું છે. સ્વયં પ્રગટ થવાથી આ શિવલિંગને ખાસ રૂપે ચમત્કારી અને ખાસ માનવામાં આવે છે.

જાગૃત હનુમાનજી

રાજસ્થાનમાં મેંહદીપુર બાલાજીનું મંદિર શ્રી હનુમાનજીનું ખૂબ જ જાગૃત સ્થાન માનવામાં આવે છે. લોકોનો વિશ્વાસ છે કે, આ મંદિરમાં વિરાજીત શ્રીબાલાજી પોતાની દેવીય શક્તિથી ખરાબ આત્માથી છુટકારો અપાવે છે. મંદિરમાં હજારો ભૂત-પિશાચથી ત્રસ્ત લોકો દરરોજ દર્શન અને પ્રાર્થના માટે અહીં આવે છે, જેને સ્થાનિય લોકો સંકટવાળા પણ કહે છે.

ભૂતબાધાથી પીડિત લોકો માટે આ મંદિર પોતાના જ ઘરની સમાન થઇ જાય છે અને શ્રીબાલાજી જ તેમની અંતિમ આશા બની જાય છે. અહીં ઘણા લોકોને ઝંઝીર વડે બાંધવામાં આવેલા તો ઘણાને ઉંધા લટકાવેલા જોવા મળે છે. આ મંદિર અને તેની સાથે જોડાયેલા ચમત્કાર જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે.

સાંજના સમયે જ્યારે પણ બાલાજીની આરતી થાય છે તો ભૂત-પ્રેતથી પીડિત લોકોને જોવા મળે છે અને આરતી પછી લોકો મંદિરના ગર્ભમાં જાય છે. ત્યાં પુરોહિત થોડા ઉપાય કરે છે અને એવું કહેવામાં આવે છે કે, તેનાથી પીડિત વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે.