Sex ane Shetanni Shodh books and stories free download online pdf in Gujarati

સેક્સ અને શેતાનની શોધ...

સેક્સ અને શેતાનની શોધ...

બંને વિષય સાથે થોડા અટપટા લાગે છે ને ? મને પણ ખુબ અટપટા લાગે છે આપણે તેની અલગ અલગ જાણકારી મેળવીએ.... ઉલ્લેખનીય છે કે સાઇંટોલોજીમાં ૩૦ વર્ષ સુધીના લોકોને શામેલ કરવામાં આવે છે અને જે બાળકોને સાઇંટોલોજીની શિક્ષા પ્રદાન કરવા માટે મોકલવામાં આવે છે તેમને એક મિલિટ્રી બૂટકેંપની જેમ રહેવું પડે છે.

જ્યાં ઈ-મીટરના માધ્યમથી તેમના શરીરમાં ખૂબ જ હળવો વીજળીનો કરંટ દોડાવામાં આવે છે અને પછી તેમનાથી પૂછવામાં આવે છે કે શું તમને લાગે છે કે તમે મોટા થઈને પાગલ થઈ શકો છો ? શું તમારું કોઈ સીક્રેટ છે ? શું તમે ક્યારેય જાસુસી કરી છે? શું તમને તમારા માતા-પિતા ઉપર ક્યારેય શરમ આવી છે વગેરે જેવા કેટલાય વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ ધર્મને માનનારા લોકો ઈશ્વરમાં આસ્થાને અલગ કરે છે અને વ્યાવહારિકપણે સંપૂર્ણ રીતે સ્વચ્છંદ હોય છે. તેઓ કોઈની પણ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે સ્વતંત્ર હોય છે.

ઇંટોલોજીના પૂર્વ સભ્યોનું કહેવું છે કે આ સંપ્રદાયમાં શામેલ થવાવાળા લોકોને સી ઓર્ગનાઇઝેશન નામની સંસ્થામાં રાખવામાં આવે છે જ્યાં તેમને તેમના પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓથી દૂર કરવામાં આવે છે અને તેમને તેમની સાથે સંપર્ક કરવાની પણ રજા નથી આપવામાં આવતી.

સાઇંટોલોજી ચર્ચ મુજબ પરિવારથી દૂર રહ્યા પછી લોકો આત્મીય અને શારીરિક સ્તર પર શુદ્ધ થઈ જાય છે પરંતુ આ સંપ્રદાયના ઘણા બધા પૂર્વ સભ્યો છે જે તેને માત્ર અંધવિશ્વાસ માને છે.

પ્રસિદ્ધ હોલિવૂડ સ્ટાર ટૉમ ક્રૂઝ આ ધર્મના ખૂબ મોટા અનુયાયી છે. ત્યાં સુધી કે તેઓ પોતાની અને કેટી હોમ્સની 6 વર્ષની દીકરી સૂરીને પણ સાઇંટોલોજી ચર્ચમાં મોકલવા ઈચ્છતા હતા. પોતાની દીકરીને બચાવવા માટે જ કેટી હોમ્સે પોતાના પતિને ડિવોર્સ આપી દીધા.

પરંતુ તેમનું કહેવું હતું કે દીકરીને ન મોકલવાનો નિર્ણય લીધા પછી અને ડિવોર્સ લીધા પહેલાના સમયમાં જ્યારે તે પોતાના પતિથી અલગ રહેવા ચાલી ગઈ હતી તો તે દરમિયાન સાઇંટોલોજી ચર્ચ સાથે જોડાયેલા લોકો તેમની ઉપર નજર રાખતા અને તેમનો પીછો કરતા હતા. તેઓ દરેક ક્ષણે કેટી અને સૂરીની આજુબાજુ રહેતા હતા.

લોકપ્રિય હોલિવૂડ ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેજ અને તેમના ગાયક પતિ સાઇંટોલોજીના અનુયાયી છે અને આ ધર્મના અનુયાયી એવું માને છે કે હોસ્પિટલના માહોલ અને ડોક્ટરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રો બાળકોના ભવિષ્ય માટે સારા નથી એટલે તેમણે કોઈ દવાના સહારા વિના પ્રાકૃતિક પ્રસવ પીડાને મહેસુસ કર્યું હતું.

એવા ધર્મો વિશે તો તમે જાણતા જ હશો જે ઈશ્વરીય તાકાત અને ઈંસાનિયતના પ્રચાર-પ્રસારમાં વિશ્વાસ રાખે છે. અત્યાર સુધી આપણે જે-જે ધર્મો અને સંપ્રદાય વિશે સાંભળ્યું છે તે ઘણાં અંશે શાલીનતાનો પાઠ શીખવે છે પરંતુ આજે અમે તમને જે ધર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જે ધર્મ સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ તે તમને દુનિયાથી અલગ કરી માત્ર સેક્સ અને શૈતાનની પૂજા કરવાનો પાઠ શીખવે છે. તમે તમારા પરિવાર અને પોતાની જાતથી એટલા દૂર જતા રહો છો કે પાછા આવવાનો કોઈ માર્ગ સુદ્ધાં નથી રહેતો. આ વિચિત્ર ધર્મનું નામ છે સાઇંટોલોજી.

વર્ષ ૧૯૫૫માં એલ. રૉન હબોર્ડે સાઇંટોલોજીની શોધ કરી હતી. તેને તકનીક કહો, વિજ્ઞાન અથવા પછી ધર્મ પરંતુ સાઇંટોલોજીનું અનુસરણ કરવાથી વ્યક્તિ પોતાની દરરોજની મુશ્કેલીઓથી મુક્તિ મેળવી લે છે. તેને ન તો નોકરીની ચિંતા સતાવે છે ન તો બાળકોની. તે સફળતા અને નિષ્ફળતાના ભેદથી મુક્ત થઈ જાય છે. ત્યાં સુધી કે તે આ ફેરને પણ પાછળ છોડી દે છે કે તેના વાસ્તવિક હાલાત કેવા છે. સાઇંટોલોજીને અનુસરવાવાળા લોકોનું સિદ્ધાંત ઇલેક્ટ્રોસાઇકોમીટર અથવા ઈ-મીટર નામના એક વિશિષ્ટ યંત્ર સાથે જોડાયેલું છે, જે આત્મા, રૂહ, દિમાગ અને વ્યક્તિની ભાવનાઓને પણ માપી શકે છે.

શેતાનની શોધ...

એક ગરીબ ખેડૂત વહેલી સવારે ખેડ કરવા માટે તેના ખેતરે જવા નીકળ્યો. બપોરના ભાથા માટે તેણે તેની સાથે લૂખોસૂકો રોટલો લઈ લીધો. ખેતરે પહોંચી તેણે હળ જોડ્યું અને સાથે આણેલ રોટલાને ફાળિયામાં વીંટી ઝાડીમાં મૂકી દીધો.

બપોર થતાં સુધીમાં તે અને તેના ઘોડા થાક્યા. તેણે ઘોડાને ચરવા છોડી મૂક્યા અને તે ભાથાનો રોટલો લેવા પેલી ઝાડી પાસે ગયો. તેણે ઝાડીમાંથી ફાળિયું ઉપાડ્યું ત્યારે તે હલકું હલકું લાગ્યું. તેમાં વીંટીને મૂકી રાખેલો લૂખોસૂકો રોટલો કોઈ ચોરી ગયું હતું.

તેણે ઝાડીમાં જ્યાં ફાળિયું મૂક્યું હતું ત્યાં રોટલો પડી તો નથી ગયો ને તે જોઈ લીધું પણ ત્યાંય રોટલો હતો નહીં. ફાળિયું બરાબર ખંખેરી જોયું તોય રોટલો મળ્યો નહીં. ત્યાં ખેતરમાં એના સિવાય કોઈ આવ્યું સુદ્ધાં નહોતું,

છતાં આમ રોટલો કોણ ચોરી ગયું તે એને સમજાયું નહીં. ‘આ ખરું ! અહીં કોઈ માણસ આવ્યો નથી અને સાથે સાથે મારો રોટલો કોઈ ચોરી ગયું છે એ પણ હકીકત છે.’ તે બબડ્યો. ખેડૂત જ્યારે ખેડ કરતો હતો ત્યારે શેતાનના સાગરીતે તેનો રોટલો ગુમ કરી દીધો હતો. રોટલો ગુમ થતાં ખેડૂત શેતાનને ગાળ દેશે એમ માની તે ઝાડીની પાછળ સંતાઈ રહી ખેડૂત શેતાનને ગાળ દે તેની રાહ જોતો બેસી રહ્યો હતો.

પોતાનો લૂખોસૂકો રોટલો પણ કોઈ ચોરી ગયું તેથી ખેડૂતને દુઃખ તો થયું પણ, ‘હશે…. એનો હવે કોઈ ઉપાય નથી. હું કાંઈ રોટલા વગર ભૂખે મરી જવાનો નથી. વળી જેણે રોટલો લઈ લીધો તેને તેની જરૂર હશે તો જ લીધો હશે એ તો શંકા વગરની વાત છે,’ એમ વિચારી તેણે કહ્યું, ‘એ રોટલો જેણે લીધો હશે તેનું તો એ પેટ ભરશે ને !’

આમ વિચારી તે કૂવા પર ગયો, પાણી પીધું અને આરામ કરી પાછી ખેડ શરૂ કરી દીધી. શેતાનનો સાગરીત ખેડૂત પાસે શેતાનને ગાળ ન દેવડાવી શક્યો તેથી નાહિંમત થઈ ગયો અને નીચી મૂડીએ તેના માલિક શેતાન પાસે જઈને ઊભો રહ્યો.

તેણે ખેડૂતનો રોટલો સંતાડી દીધો તોપણ ખેડૂતે શેતાનનું બૂરું ન ઈચ્છતાં ‘એ રોટલો જેણે ચોર્યો હશે તેનું તો એ પેટ ભરશે ને !’ એમ કહ્યું ને તે આખી વાત તેણે શેતાનને કહી સંભળાવી. આ સાંભળી શેતાન ગુસ્સે થઈ ગયો અને કહ્યું, ‘જો માણસ તારાથી ચડી જાય તો તેમાં વાંક તારો છે – તારું કામ તને આવડતું નથી. જો ખેડૂત અને તેની સ્ત્રીઓ આ રીતે વર્ત્યાં કરશે તો આપણી આખી બાજી ધૂળમાં મળી જશે.

આ વાતને આમ પડતી મૂકવા જેવી નથી. અત્યારે ને અત્યારે પાછો જા અને બાજી સુધારી લે. જો ત્રણ વરસમાં તું ખેડૂતને તારી જાળમાં ફસાવી નહીં લે તો મારે તને ફાંસીએ લટકાવી મારી નાખવો પડશે.’ શેતાનનો સાગરીત ગભરાયો.

પોતાની ભૂલ શી રીતે સુધારી લેવી તેનો વિચાર કરતો કરતો તે પૃથ્વી પર પાછો ફર્યો. તેણે ખૂબ વિચાર કર્યો અને આખરે ખેડૂતને પોતાની જાળમાં ફસાવવાની યોજના ઘડી કાઢી. તેણે વેશપલટો કરી મજૂરનો વેશ ધારણ કરી લીધો અને પેલા ખેડૂતને ત્યાં મજૂર તરીકે જોડાઈ ગયો. પહેલે વર્ષે તેણે ખેડૂતને ખેતરના કાદવવાળા ભીના ભાગમાં વાવણી કરવાની સલાહ આપી.

તે વરસે વરસાદ થયો નહીં અને બધા ખેડૂતોનો પાક પાણી વગર સૂરજના તાપમાં સુકાઈને ખલાસ થઈ ગયો. પણ પેલા ગરીબ ખેડૂતનો પાક ખૂબ સારો થયો. ખેતરના કાદવવાળા ભાગમાં રોપેલા છોડ ગીચ અને ઊંચા થાય તથા કંટીમાં પૂરા દાણા ભરાયા. તેને પોતાને આખું વરસ ચાલે તેટલા દાણા તો પાક્યા જ, અને વધારામાં સારો એવો દાણો તે બચાવી શક્યો.

બીજે વરસે શેતાનના સાગરીતે ખેડૂતને ઢોળાવવાળા ભાગ પર વાવણી કરવાની સલાહ આપી. તે વરસે ખૂબ વરસાદ થયો. બીજા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો, સડી ગયો. પણ પેલા ગરીબ ખેડૂતે ઢોળાવ પર કરેલી વાવણી સારી રીતે ખીલી. તેને ગઈ સાલ કરતાં પણ વધારે દાણો પાક્યો અને આ વરસે વધારાના દાણાનું શું કરવું એ તેને માટે પ્રશ્ન થઈ પડ્યો.

એટલે શેતાનના સાગરીતે વધારાના અનાજને કોવડાવી, તે કોહી ગયેલા રગડામાંથી દારૂ કેમ બનાવવો, તે પેલા ખેડૂતને શીખવ્યું. આમ ખેડૂતે ખૂબ જ જલદ દારૂ બનાવી પીવા માંડ્યો અને તેના મિત્રોને પણ પાવા માંડ્યો. આટલું કામ પતાવી શેતાનનો સાગરીત માલિક પાસે ગયો અને પોતાની ભૂલ સુધારી લીધી છે તેની વાત બડાશ મારીને તેને કરી.શેતાને કહ્યુંકે હું જાતતપાસ કરી પરિસ્થિતિ કેવી છેતે જોવા માગું છું.

શેતાન અને તેનો સાગરીત ખેડૂતને ત્યાં આવ્યા ત્યારે ખેડૂતે તેના પાડોશીઓને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું. આખી મંડળી એક ટેબલની ફરતે ગોળાકારમાં બેઠી હતી અને ખેડૂતની સ્ત્રી બધાને દારૂની પ્યાલી આપી રહી હતી. મહેમાનોને દારૂની પ્યાલી આપતાં આપતાં તેના હાથમાંની થાળી ટેબલ સાથે અથડાઈ અને એક પ્યાલીમાંનો દારૂ છલકાઈને જમીન પર ઢોળાયો. આ જોઈ ખેડૂત ગુસ્સે થઈ ગયો અને પત્નીને વઢવા લાગ્યો, ‘બુદ્ધુ ! કંઈ ભાન છે કે નહીં ? જંગલી !

તારા મનમાં તો આ કૂવાનું પાણી હશે, જેથી ઢળે એટલે કંઈ વાંધો નહીં, ખરું ને !’ શેતાનના સાગરીતે શેતાનને કોણી અડાડી આ ઝઘડા તરફ ધ્યાન દોરી કહ્યું : ‘જુઓ, આ એ માણસ છે કે જે લૂખોસૂખો રોટલો જતો હોય તોય રોટલો લઈ જનારનું ભૂડું નહોતો ઈચ્છતો.’

પેલો ખેડૂત હજુ પત્ની પર ધૂંધવાયા કરતો હતો. તેણે પત્નીના હાથમાંથી દારૂની પ્યાલીઓ ભરેલી થાળી લઈ લીધી અને જાતે મહેમાનોને દારૂ આપવા માંડ્યો. તે બધાને દારૂ આપતો હતો તે વખતે એક ગરીબ ખેડૂત કામકાજથી પરવારી, કોઈ પણ જાતના આમંત્રણ વગર, ત્યાં આવી પહોંચ્યો અને મંડળીને રામરામ કરી ત્યાં બેઠો. તેણે જોયું કે બધા લિજ્જતથી કંઈ પી રહ્યા છે. આખો દિવસ કામ કરી કરીને તે થાકી ગયો હતો એટલે તેને પણ એકાદ પ્યાલી પીવા મળે તો ચડાવી લેવાની ઈચ્છા થઈ આવી.

તે ત્યાં બેસી રહ્યો. તેનું મોં પાણી પાણી થઈ ગયું, પણ યજમાને તેને પ્યાલી ધરવાનો વિવેક સુદ્ધાં કર્યો નહીં. ઊલટાનું તેણે કહ્યું, ‘અહીં જે આવે તે બધાને માટે હું આ પીણું ક્યાંથી લાવું ?’ આ સાંભળી શેતાન રાજી થયો. તેના સાગરીતે તેની સામે જોઈ આંખ નચાવી અને કહ્યું, ‘માલિક, જરાક રાહ જુઓ. હજુ બીજું ઘણું જોવા મળશે.’

પેલા ખેડૂતે અને તેના મહેમાનોએ દારૂની એક પ્યાલી ચડાવી. બધા પીધેલી હાલતમાં એકબીજાને જૂઠ્ઠી અને લસપસતી વાતો કહેવા લાગ્યા. શેતાન આ બધું જોતો રહ્યો અને તેણે તેના સાગરીતને શાબાશી આપી.‘જો આ પીણું તેમને આવા ભૂખ્યા શિયાળ જેવા બનાવી દે અને એકબીજાને છેતરતા કરી દે તો તે બધા આપણી જાળમાં તરત જ ફસાવાના !’

શેતાને તેના સાગરીતને કહ્યું. ‘જરા થોભો અને જે બને તે જોયા કરો. તેમને બીજી પ્યાલી ચડાવવા દો. અત્યારે તો તેઓ શિયાળવા જેવા લાગે છે, પૂંછડી પટપટાવતા એકબીજાને છેતરે તેવી જૂઠ્ઠી લસપસતી વાતોમાં પડ્યા છે, પણ એક બીજી પ્યાલી ચડાવતાં તો તેઓ જંગલી વરુ જેવા થઈ જશે.’ ખેડૂતોએ એક બીજી પ્યાલી ચડાવી.

હવે તેમનાં મોંમાંથી જંગલી અને હલકટ ભાષા નીકળવા માંડી. જૂઠ્ઠી અને લસપસતી વાતોની જગ્યાએ તેમણે એકબીજા સાથે ફાવે તેમ ગાળાગાળી કરવા માંડી અને એકબીજા પર દાંતિયાં તથા ઘુરકિયાં કરવા માંડ્યાં. બધા અંદરઅંદર લડવા લાગ્યા અને મુક્કાબાજી પર આવી ગયા. તેમના યજમાન પણ લડાઈમાં જોડાયા અને તેને પણ સારી પેઠે માર પડ્યો. આ બધું જોઈ શેતાન ખૂબ રાજી થયો.

‘વાહ ! તેં તો કમાલ કરી !’ તેણે તેના સાગરીતને કહ્યું.‘અરે સાહેબ, ખરી કમાલ તો હજુ હવે આવશે. સહેજ રાહ જુઓ. તેઓ ત્રીજી પ્યાલી ચડાવે એટલી જ વાર. અત્યારે તેઓ વરુની જેમ અંદરઅંદર લડી રહ્યા છે, એકબીજા પર દાંતિયાં અને ઘુરકિયાં કરી રહ્યા છે, પણ ત્રીજી પ્યાલી ચડાવતાં તો તેઓ જંગલી ભૂંડ જેવા થઈ જશે.’ અને ખેડૂતોએ ત્રીજી પ્યાલી લેતાં તો તેઓ ખરેખર જંગલી પશુ જેવા થઈ ગયા.

તેમણે મોટે મોટેથી લવારા કરવા માંડ્યા. કોઈ કોઈની વાત સાંભળતું નહોતું, બધા ફાવે તેમ બક્યે જતા હતા. વધુમાં તેઓ શા માટે આમ કરે છે તેની તેમને ખબર સુદ્ધાં નહોતી.


ત્રણ પ્યાલી ચડાવ્યા બાદ મંડળી વિખેરાવા લાગી. કોઈ એકલું, કોઈ જોડીમાં તો કેટલાક ત્રણ ત્રણની ટોળીમાં લથડિયાં ખાતાં ખાતાં શેરીમાં આવ્યા. તેમનો યજમાન પણ તેમને વળાવવા માટે શેરીના નાકા સુધી આવતો હતો, પણ તે અધવચ્ચે જ લથડિયું ખાઈને ગંદી ગટરમાં ગબડી પડ્યો. તે ગટરમાં પૂરો ખરડાઈ ગયો અને ભૂંડની જેમ આળોટવા લાગ્યો. આ જોઈ શેતાનના આનંદનો પાર ન રહ્યો.

‘વાહ ! તેં એક નંબરના પીણાની શોધ કરી છે. ખેડૂતનો રોટલો ચોરી લઈ તેને ચીડવવાની જે ભૂલ કરેલી તે તેં હવે સુધારી લીધી છે. પણ તેં આ પીણું શી રીતે બનાવ્યું તે મારે જાણવું છે. હું માનું છું તેં પહેલાં શિયાળનું લોહી લીધું હશેઃ જેનાથી ખેડૂતો એકબીજાને જૂઠ્ઠી વાતો કહેતાં અને છેતરતાં શીખ્યા. પછી, મારા ખ્યાલ પ્રમાણે તેં તેમાં વરુનું લોહી ઉમેર્યું હશેઃ

તેણે તેમને વરુ જેવા બનાવી મૂક્યા. અને છેલ્લે તેં ભૂંડનું લોહી નાખ્યું હશે જેથી તેઓ છેવટે ભૂંડની જેમ લથડિયાં ખાતા અને આળોટતા થઈ જાય.’ શેતાને કહ્યું.‘
ના માલિક ! મેં એવી રીતે આ પીણું નથી બનાવ્યું, ‘સાગરીતે જવાબ આપતાં કહ્યું, ‘મેં તો માત્ર ખેડૂત પાસે તેના ખપ કરતાં વધારે અનાજ ભેગું થાય તેવી ગોઠવણ કરી.

દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પણ જ્યાં સુધી તેને ખપ પૂરતું જ ખાવા મળે ત્યાં સુધી તે દેખા દેતો નથી. જ્યારે ખેડૂત પાસે ખપ પૂરતું જ અનાજ હતું ત્યારે તેનો લૂખોસૂકો રોટલો ચોરી જનારનુંય તેણે ભૂંડું નહોતું ઈચ્છયું.

જ્યારે તેની પાસે જરૂરિયાત કરતાં વધારે અનાજ થયું ત્યારે તેણે એ વધારાના અનાજનો ઉપયોગ કરી તેમાંથી મોજ કેમ માણી શકાય તેનો વિચાર કરવા માંડ્યો. અને સાહેબ, મેં તેને રસ્તો બતાવ્યો – દારૂ બનાવીને પીવાનો !

જ્યારે તેણે ધરતીમાતાએ આપેલી ધાન્યની કીમતી ભેટને પોતાના આનંદ માટે દારૂમાં ફેરવવા માંડી, ત્યારે તેના લોહીમાં પડેલું શિયાળનું, વરુનું તથા જંગલી ભૂંડનું લોહી આપોઆપ બહાર આવ્યું. અને હવે જો તે દારૂ પીવાનું ચાલુ રાખશે, તો તે હંમેશને માટે પશુ જેવો થઈ જશે.’સાગરીતની વાત સાંભળી શેતાને તેને ખૂબ ધન્યવાદ આપ્યા. તેની અગાઉની ભૂલ માફ કરી અને બઢતી આપી ઊંચી પદવી પર તેની નિમણૂંક કરી દીધી. (સંકલન)

artiukaniuplata@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED