જિંદગી ને પહેની હૈ મુસ્કાન... Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ને પહેની હૈ મુસ્કાન...

જિંદગી ને પહેની હૈ મુસ્કાન...

ઈસુ ની એક સરસ મજાની વાત થી આ મસ્ત આર્ટીકલ ની શરૂઆત કરીએ...

‘આ સૃષ્ટિ તો એની,

જે નૃત્ય કરે એની.

જે કોઈ નૃત્ય કરી ન જાણે;

શું થઇ રહ્યું છે, તે કશું ન જાણે !”

પૂર્વ ના લોકો અને આજના લોકો માં શું ફરક છે ? જાણો છો ? શા માટે પહેલા ના લોકો દુરદર્શી હતા, તેઓ ને અટકળ આવી જ જતી કે હવે શું થશે ? આજે પણ ઘણા લોકો ઘરડા હોય તેને પૂછતાં હોય છે કે “શું લાગે છે વરસાદ આવશે ?” પરંતુ, આજે તે તેટલું શક્ય રહ્યું નથી, ઘણી બધી આગાહીઓ ખોટી પાડવા લાગી છે, જ્યારે વરસાદ નથી આવતો ત્યારે આપણ ને તેવું લાગે છે કે કુદરત આપણી જોડે ખીલવાડ કરે છે, પણ સાચે માં તો ઉલટું થયું છે, આપણે કુદરત જોડે ખેલ કર્યા છે તેનું જ પરિણામ છે આ ગ્લોબલ વોર્મિંગ. કુદરત થી વિરુદ્ધ જતા રહ્યા છીએ, પણ આજના લોકો અને પૂર્વ ના લોકો માં ફરક એટલો જ કે તે લોકો, કુદરત ના ખોળે રહેતા હતા. ક્યાંક પ્રકૃતિ ને નુકસાન થતું હોય અને પોતાનો ફાયદો થતો હોય તો પણ તેઓ તે જતું કરતા. ખેતર માં બે ખેતરો વચ્ચે કુંવો ગળાવતા જેથી કરીને, ધરતી માં એક ખાડો ઓછો ખોદવો પડે. એટલે તે લોકો ‘સહિયારી વાવ’ કરાવતા. અહીં ગુણવંત શાહ ની વાત યાદ આવે છે કે, “ કદાચ જંગલ માંથી કોઈ આદિવાસી એક વૃક્ષ કાપી ને પોતાનાં ઈંધણ માટે લાકડા લઇ જાય તો તે કોઈ ગુનો ન કહેવાય, જંગલ માં તો બીજા પણ ૧૦૦ વૃક્ષો ઉગી જવાના છે, પરંતુ, જ્યારે રાતનાં અંધારા માં જંગલ નો ચોકીદાર પૈસા લે છે અને ટ્રક એક લાકડું જંગલ માંથી ચોરાઈ જાય છે ત્યારે આવી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે.”

તમે વિચારી રહ્યા હશો, કે આવું ટાઈટલ શા માટે રાખ્યું હશે ? ‘જિંદગી ને પહેની હૈ મુસ્કાન...’ હાં, આ આજે સાચું થતું જાય છે જિંદગી એ પ્લાસ્ટિકયું સ્મિત ચહેરા પર લગાવી દીધું હોય તેવું આજે લાગી રહ્યું છે, અને આ પ્રોબ્લેમ આજે દરેક જોડે થઇ જ રહ્યો છે, તેનું કારણ આપણે કુદરત થી વિરુદ્ધ જતા રહ્યા છીએ એ જ છે કેટલેક અંશે, તમે બધાએ પેલું સુવાક્ય તો સાંભળ્યું જ હશે, “જેટલી સગવળતા ઓ વધુ તેટલી જોડે અગવડતા પણ હોય જ.” આ વાક્ય આજે આપણે અમુક અંશે સાચું જ કરી દીધું હોય તેવું નથી લાગતું, માણસ ઓનલાઈન થઇ રહ્યો છે તેમ તેમ તેના માણસ સાથે ના કનેક્શન તૂટી રહ્યા છે, મોબાઈલ અને ઈન્ટરનેટ આ એક ટુલ છે પ્રગતિ કરવાની, કશુક નવું જાણવાની, વિકસવાની, કઈક નવું વાંચવાની અને કઈક મેળવવાની પણ આપણને તેનું વ્યસન થઇ ગયું છે, એક કલાક માં એક વાર સોસિયલ નેટવર્કીંગ સાઈટ ચેક કર્યા વિના ચાલતું નથી. અને તે યુઝ કરતો અને તેનાથી ઓલરેડી એડીક્ટ થઇ ગયેલો માણસ જાણે જ છે કે આ સારૂ નથી. આમ જુઓ તો ૨૧ મી સદી જીવવા જેવી રંગીન સદી છે ઘરે ઘરે જ્ઞાન ના સ્ત્રોત તેવું ઈન્ટરનેટ છે, બધાને હવે ભણવાની તક સારી એવી મળી રહે છે પણ તેની પસંદગી આપણે કરવી પડશે.

આજે બધું જ ઓનલાઈન મળી રહ્યું છે, હાં તેમાં કમ્ફર્ટ વધે છે, પણ માણસ માણસ થી દૂર થઇ રહ્યો છે, બજાર માં જઈ ખરીદી કરવાની એક મજા અલગ છે, અને આ જ બધી વસ્તુઓ એક સારી સગવડતા છે પણ તે ત્યાં સુધી જ્યાં સુધી તે આપણા મગજ પર હાવી ન થઇ જાય, તે આપણ ને નચાવી ન શકવું જોઈએ કારણ કે, તે જ પ્રગતિ નથી થવા દેતું, તે વિકાસ ને આડે આવશે. તેને બદલે એવું નક્કી રાખવું કે પહેલા આપણું કામ મગજ ની સ્વીચ ઓન રાખી ને કરી લેવું, પછી બીજું બધું.

આજે બધા પાસે ૨૪ કલાક જ છે પરંતુ, દુઃખ એ છે કે કોઈ ક્યાંક ને ક્યાંક આવી રીતે એડિક્શન માં ફસાઈ રહ્યું છે. ભારત માં દર ૪ મોબાઈલ માંથી ૨ સ્માર્ટ ફોન છે. આજે નાના સેન્ટર માં પણ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ના ડિલીવરી બોય આવી પહોચ્યાં છે. આજે શોપિંગ કેસલેશ થઇ ગઈ છે ક્રેડીટ – ડેબિટ કાર્ડ થી શોપિંગ કરવામાં આજે કોઈ ખચકાટ રહ્યો નથી. આ બધું પણ સારૂ જ છે આ ૨૧ મી સદી છે દુનિયા સાથે ચાલવું જોઈએ, સાચી વાત છે પણ એક વાત યાદ રાખી ને કે કુદરત તરફ પણ રહેવું જોઈએ કારણ કે, આ બધા નું મૂળ તો કુદરત જ છે અને એ હકીકત છે. બાકી બધું અપૂર્ણ છે માત્ર કુદરત જ પૂર્ણ છે સ્ટીવ જોબ્સ જેમણે આપણ ને આ મોબાઈલ ની ભેટ આપી છે તેઓ પણ તેમની જિંદગી માં ક્યારેય કુદરત થી વિમુખ થયા ન હતા, તેઓ તેમની જવાની માં ખૂબ જ ધ્યાન કરતાં. અને ખરેખર આ બધું ચાલ્યું જાય છે જ્યારે કુદરતી દ્રશ્યો આંખ ને ન દેખાય, લીલા ઉગી નીકળેલા વૃક્ષો નો સ્પર્શ આ આંગળીઓ ને ન થાય, તાજગી ભર્યા વાતાવરણ માં આ શરીર ની કસરત ન થાય અને લાઈફ માત્ર ડીજીટલ જ થઇ જાય ત્યારે ખરેખર જીવન સુકાઈ જતું હોય છે, અને ત્યારે જ કહી શકાય કે માત્ર જિંદગી ને પહેની હૈ મુસ્કાન...

જીવન જ્યારે બ્રાન્ડ ના માપદંડ થી મપાવા લાગે, બહુ જ ઉંચી કિમત થી આપણે આપણી જાત ને દેખાડવા લાગીએ ત્યારે ખરેખર નોર્મલ હ્યુમન જેવી રીતે જીવતા હોય તેવી મજા આવતી નથી હોતી. તમે પ્રેમ ની મહાન સાધના માં પ્રવૃત થાઓ. ત્યાગ અને સેવાને તમારું સાધન બનાવો. શરૂઆત પોતાનાં ઘરે થી કરો. આજે જ મનના ખૂણે ખૂણે થી દુર્ભાવનાઓ શોધી કાઢો અને તેને દૂર ફેંકી દો. પ્રેમ ની ઉદાર ભાવનાઓ થી અંત:કરણ ને પરિપૂર્ણ કરી દો.

પ્રસિદ્ધ ચિત્રકાર પાટ્રોડી કોરડોના એટલો મંદબુદ્ધિ નો હતો કે એને “ગધેડાનું માથું” કહીને ચીડવવામાં આવતો હતો. પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી સર આઇઝેક ન્યૂટન પોતાનાં વર્ગમાં સૌથી ઠોઠ વિદ્યાર્થી હતો. ઐક્મ ફ્લાર્ક ના ઘરવાળા “મહામૂર્ખ” કહીને બોલાવતા હતા. એટલે બેકગ્રાઉન્ડ ગમે તે હોય પણ પ્રગતિ જોડે તેની કોઈ નિસ્બત નથી. પણ એક વાત છે, આ બધા જ સફળ લોકો પોતાનાં કામ પર કોન્સન્ટ્રેટ કરી શકતા હતા, તે લોકો કોઈ પણ ટુલ થી એડીક્ટ થયા ન હતા, સ્ટીવ જોબ્સ એ ફોન ની શોધ કરી પણ તે પોતે આ બધી વસ્તુઓ થી દૂર રહેતો હતો, તેને ફર્નીચર પણ ગમતું ન હતું, તેના ઘર માં એક લાયબ્રેરી અને આઇન્સ્ટાઇન નો ફોટો, માત્ર આ બે જ વસ્તુઓ હતી.

આજે ૨૧ મી સદી છે, દુનિયા રંગબેરંગી છે. બધા સાધનો નો ઉપયોગ પણ કરવો જ જોઈએ, પણ બસ એક ટુલ તરીકે, આપણે તેનો સારી રીતે ઉપયોગ કરતા શીખવાનું છે, આપણે તેની આદત નથી પાડવાની. આ શોધ એ દૂર બેઠેલા માણસો ને તો જોડ્યા છે, પણ ક્યાંક પાસે રહેલા માણસો પણ ભુલવાડ્યા છે.

એટલે, તમે કોઈ વાર સવારના પ્રાત:કાળ ના સમયે ટહેલવા નીકળો તો જાણ થાય કે આ વાતાવરણ પણ આજની ટી.વી. સીરીયલો અને ઈન્ટરનેટ થી પણ મજેદાર છે તેમાં આકાશમાં તારાઓ અને નક્ષત્રો મંદ મંદ સ્મિત વેરી રહ્યા હોય છે. વાતાવરણ મધુર હોય છે હવામાં મસ્તી રમી રહી હોય છે ધરતી માંથી મીઠી મીઠી સુગંધ આવી રહી હોય છે ઝરણા પોતાના વેગે મધુર સંગીત રેલાવી રહ્યા હોય છે, પક્ષીઓ પોતાના મધુર સ્વરે કલરવ કરી રહ્યા હોય છે આખા વાતાવરણ માં શાંતિ અને મંદ મંદ ઠંડી છવાયેલી હોય છે એમાં જાણે ફેફસામાં ઓક્સીજન ની ઠંડી ધારા વહે છે.

તો આ ચહેરા પર સાચી મુસ્કાન ત્યારે જ આવશે જ્યારે આપણે એટલા બધા યાંત્રિક થવા ને બદલે કુદરત તરફ રહીશું..

One touch of nature makes the whole world kin.( William Shakespeare )

  • હાર્દિક રાજા