દિલ પે મત લે યાર... Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

દિલ પે મત લે યાર...

દિલ પે મત લે યાર...

કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન.

માં કર્મફલહેતુભુર્માં તે સંગોસ્ત્વકર્મણી.

શ્રી મદ્ ભગવત ગીતા ના આ શ્લોક નું ભાષાંતર કઈક અલગ થયું હોય તેવું નથી લાગતું. કૃષ્ણ કે જે જગતગુરૂ અને આમ જુઓ તો યુવાનો નો પણ ગમતો ઈશ્વર, શું તે આવો ઉપદેશ આપ્યો હોય તેવું લાગે છે ? ના, ખરેખર આનું ભાષાંતર જ માણસો એ ખોટું કરી કાઢ્યું છે, કર્મ કર્યે જા, ફળ પર તારો કોઈ હક નથી.. આ તો પેલા મૃગજળ પાછળ દોડવા જેવી જ વાત થઇ ને. ગાંધીજી અને સ્વેટ માર્ડન બંને નો મત એવો છે કે ,”કર્મ કરતો માણસ કદી નિષ્ફળ જતો નથી.’ તો આ પરથી ગાંધીજી પર ભરોસો કરવો કે પછી ગીતા પર તે કન્ફ્યુઝન થાય ! પણ પહેલા કહ્યું તેમ, અર્થ જ ખોટો કરી કાઢ્યો છે.. ભગવત ગીતા ના આ શ્લોક વિશે જય વસાવડા સર નું ભાષાંતર એવું છે અને એ જ સાચું છે કે, “કર્મ કરવાનું પેશન રાખવું, પણ ફળ જબરું મળશે કે નબળું તેનું ટેન્શન ન રાખવું. તો આમાં સમાઈ જ ગઈ ને ગાંધીજી અને માર્ડન વાળી વાત... અને હાં, એ તો તમે પ્રેક્ટિકલી વિચારો તો ખબર જ પડે કે મહેનત થી આગળ આવી જ શકાઈ છે ને..

સામાન્ય રીતે આપણે કોઈ પણ કામ ની શરૂઆત કરવામાં જ વાર લાગી જતી હોય છે. ‘જસ્ટ ડૂ ઇટ’ જેવું બોલવામાં પાવરધો માણસ પણ કદાચ તો ક્યાંક થકી જે કામ ને હવે કાલે કરશું એવું કહી ને ફગાવી જ દેતો હશે,વિદ્યાર્થી ની જેવી હાલત ટેસ્ટ ના બે કલાક પહેલા ની હોય છે તેવી પરીસ્થિતિ નું નિર્માણ આવી રીતે ફગાવ્યા બાદ થાય છે.. જેમ કે, ઘણીવાર બંને એવું કે સવાર ના વહેલા પહોરે બહારગામ જવા માટે નીકળ્યા હોઈએ તો ઘણા લોકો ચાલવા માટે નીકળ્યા હોય, તે જોઈને આપણ ને એવું થાય કે આપણે પણ કાલ થી શરૂઆત કરીએ પરંતુ, તે કાલ છેક ડોક્ટર ચાલવા જવા માટે કહે ત્યારે આવી ને ઉભી રહે. અને તો પણ બને એવું કે કોઈ મિત્ર બહાર સાઉથ ઈન્ડીયન નાસ્તો કરતો દેખાઈ આવે તો પછી ચાલવાનું તેને ઠેકાણે..!

તો આવી રીતે કામ ની શરૂઆત કર્યા પછી થતું હોય છે એવું કે, આપણે હવે બરાબર દિલ થી કામ કરવા લાગ્યા છીએ ત્યાં કોઈ હેરાન કરવા માટે આવી જાય છે, ક્યારેક કોઈનો ફોન આવે છે ઝઘડો થઇ જાય છે, મિત્ર આવે છે તે આપણા કામ પડતા મુકાવી પોતાનાં પ્રશ્નો ના ઉકેલ આપણી પાસે કરાવવા આવી જાય છે, સગા નો ફોન આવે છે અને તે તમે ઓળખ્યા કે નહી તેવી માથાકુટ ઘણી વાર થતી હોય છે, ક્યારેક કામ ન થઇ શકે તો તેને લીધે તે આખો દિવસ મુડ ખરાબ રહે છે. આપણું આપણા કામ માંથી દિલ ઉડી જાય છે તો ત્યારે ‘ઓલ ઇઝ વેલ’ જેવું જ વાક્ય દિલ પે મત લે યાર.. ખૂબ જ કામ આવે છે. અને ખરેખર દિલ પર ન લેવું જોઈએ, દિલ પર લઇ લીધું અને કામ માં સમય વખોડાય ગયો તે તો ચાલે.. આજે સ્ટ્રેસ ખૂબ જ છે, બધા રોગો માં શેના થી થાય છે તેવું જોવામાં આવે તો તેનું એક કારણ સ્ટ્રેસ પણ છે ત્યારે આ યાદ રાખવા જેવું છે, દિલ પે મત લે યાર.. અને હાં કોઈ સાથે ઝઘડો થાય એના કરતા તેની જોડે પ્રેમ થી વાત કરી લેવી અને ઝઘડો થાય તો તેને પણ કઈક કહી ને ભૂલી જવાય, તેને લીધે દિવસ બગડે તેવો તો મૂડ નથી બગાડી નખાતો ને..!

આમાં પેલો કૃષ્ણ ભગવાન નો કિસ્સો યાદ રાખવા જેવો છે કે, તેઓ ગાયો અને ગોપીઓ સાથે રાસ લીલા કરતાં હોય છે અને ત્યાં અરિષ્ટ નામનો રાક્ષસ, આખલા ના સ્વરૂપ માં કૃષ્ણ ને હેરાન કરવા માટે આવી જાય છે તે ત્યાં તોફાન મચાવે છે ત્યારે કૃષ્ણ તેમણે ત્યાં જ જમીન પર પટકારી ને મારી નાખે છે અને અરીષ્ટ્નૈમી ના નામે ઓળખાય છે, અને ફરી પાછા પોતાની મીઠી વાંસળી થી રાસ લીલા રચે છે. તો આ એક સંદેશ જ થયો ને કે, કોઈ આપણા કામ માં હેરાન કરવા માટે આવે તો તેને ના પણ કહેવી અને ન સમજે તો તેને સમજાવી ને બહાર મોકલી ના કહેવાની કળા શીખવી જોઈએ, અને ફરી પાછા એ જ મૂડ સાથે આપણું કામ કરવું જોઈએ.

સ્ટીવ જોબ્સ ને કેન્સર હતું તેનું નિદાન કર્યા બાદ ડોક્ટર પણ એક કલાક સુધી રડ્યા હતા, જ્યારે તેમણે સ્ટીવ જોબ્સ ને કહ્યું ત્યારે તે પણ સાંજ સુધી હેરાન અવસ્થા માં રહ્યો હતો, કારણ કે તેને ડોક્ટરે કહી દીધેલું કે તે હવે માત્ર ૬ મહિના જ રહેવાના છે, ત્યારબાદ સદનસીબે તેમનું ઓપરેશન થયું અને તે હવે થોડું લાંબુ જીવન હવે શક્ય બન્યું, ત્યારે તેમણે નક્કી કરી લીધું કે એ ધ્યાન માં રાખી જીવવું કે બસ, હવે મૃત્યુ નજીક છે એટલે હવે ગમતા કામ માં તેઓ વધુ સમય આપવા લાગ્યા, અને ત્યારબાદ સ્ટીવ જોબ્સ ‘ડીજીટલ ભિષ્મપિતામહ’ કહેવાયા. જો તેઓ એ દિલ પર લઇ લીધું હોત કે હવે હું લાંબુ નથી, અને રડવા માં જ સમય કાઢ્યો હોત તો આજે કદાચ તેમની ઓટોબાયોગ્રાફી આપણા હાથ માં ન આવી હોત. પણ, તેઓ તો થીંક ડિફરન્ટ માં માનતા ને, ડોટ્સ કનેક્ટ કરવાની વાત તેમણે ખૂબ જ સરળતાથી ગળે ઉતરી જાય તેવી રીતે અભિવ્યક્ત કરી બતાવી. સ્ટીવ જોબ્સ ની બાયોગ્રાફી વાંચીએ તો ખબર પડે કે, તેઓ ક્યારેય પોતાનાં બનાવેલા શેડ્યુલ માં દિલ મનાવી ને કામ કરતા નહી, પોતાને જે કામ કરવાનું હોય તે તેમણે કરી ને દેખાડ્યું જ છે, અને તેમની સાથે કામ કરનાર વોઝ પણ ક્યારેક તેમનું ન માનતો તો તેમને પણ હટી ને કહી દેતા કે આ આવી જ રીતે થાય, પણ તેમની વાતો માં પણ એક પારદર્શકતા હોય, તે જ્યારે કોઈ વસ્તુ આમ બનશે તે કહેતા ત્યારથી જ બધાને વિશ્વાસ આવી જતો કે હાં સ્ટીવે કહ્યું એટલે હવે થશે જ. આવા વ્યક્તિત્વ માટે થોડો કોન્ફીડેન્સ પણ જોઈએ તો ખરો જ ને ! પણ, આ બધી જ વાતો પર થી એ તો ખબર પડે જ કે ઘણા બધા કામો કરવાના હોય જેથી ક્યાંક ચૂક થાય તો પછી... દિલ પે મત લે યાર !

અને, અંતે માણો દિલ પે મત લે યાર જેવી જ કરસનદાસ માણેક ની પોઝીટીવ કવિતા...

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે

બસ, એને કારણે આ ધરતી માં રે’વું ગમે છે !

છે ચારેકોર માનવ-સરજી નકરી મુશ્કિલાતો

પરંતુ કૈક છે જેથી એ સૌ સહેવું ગમે છે !

છે એક્કે એક કદમે મોત માર્ગમાં ઉભેલું,

અને તોય સદાય ચાલતા રહેવું ગમે છે !

આ કિશ્તી ઔર છે, જેની તુફાનો પ્રેરણા છે.

ખરાબા ને ખડકો વચ્ચે થઇ વહેવું ગમે છે !

ક્ષિતિજ પર છે અણુબોંબો ને માથે મુફલિસી છે.

છતાં ઈન્સાન ના ચહેરા ઉપરનું રુહ ગમે છે !

 • હાર્દિક રાજા