તારૂં શું કહેવું છે Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારૂં શું કહેવું છે

તારું શું કહેવું છે ?

“ના, ના એટલે કહેવા શું માંગો છો તમે ?, તમારા મનમાં તમે શું માનો છો ?” અને “બોલો, તમારું શું કહેવું છે..?” આવા વાક્યો તમે સંભાળતા તો હશો જ, પણ આની રીત અલગ અલગ હશે.. કોઈ માણસ પરાણે કોઈ ને ક્રોધ માં પૂછતો હોય, ત્યારે તે અલગ રીતે પૂછતો હોય, જ્યારે કોઈ કંપની નો બોસ, તેના ફાઈનાન્સ ફાઈનાન્સ મેનેજર ને પૂછતો હોય ત્યાર ની રીતો માં વાક્ય તો આ એક જ રહે પણ તેની બોલવાની રીત બદલી જાય છે. જેમ, કંસ કૃષ્ણ ને શસ્ત્ર ઊંચકી ને પૂછતો હોય અને કૃષ્ણ મીઠી વાંસળી વગાડતો રાધા ને આજ વાક્ય પૂછતો હોય કે, “આ વિશે તમારું શું કહેવું છે, રાધિકે..” એમાં ફેર તો પડે જ ને યાર.. એટલે આ રીતે આ વાક્ય ત્યારે જ સાંભળવું ગમે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ ને ચાહતો હોય અને ત્યારે તે તેનો મત જાણવા માંગતો હોય ત્યારે પૂછે કે, “તો બોલ ને યાર, તારું શું કહેવું છે?” આમાં એક પ્રેમ ની હુંફ હોય છે, સમજણ હોય છે અને એની એક મસ્તી હોય છે, કોઈ ને આપણું કહ્યું હસતા મો એ કરાવવું હોય તો તેને પ્રેમ થી બે બોલ કહેવા પડે, જેમ કૃષ્ણ એ ગોકુળ માં રહ્યા ત્યાં સુધી રાધા ને પોતાનું જ કહ્યું કરાવ્યું પણ, તોએ રાધા ને તો કૃષ્ણ પોતાનું કહ્યું કરતો અને પોતાનો લાગવા માંડ્યો, અને એ મીઠા મધુરા પ્રેમ ભર્યા શબ્દો ની માયા રાધા ને એવી લાગી કે કૃષ્ણ ની રાહ માં આખી જિંદગી યમુનાના નીર અને ગોકુળ ની ગલીઓ ની યાદગીરી સાથે વિતાવી દીધી.

આ શબ્દો માં આમ જુઓ તો કઈ નથી પણ બાળક સમજનું થાય ત્યાર થી જ્યારે જીદે ભરાઈ અથવા માં-બાપ તેની મરજી પ્રમાણે બાળક પાસે કામ કરાવવું હોય અથવા કોઈ વ્યક્તિ સામ, દામ,દંડ, ભેદ એક પણ વાતે માનવા તૈયાર ન હોય ત્યારે ખરેખર આપણે કહીએ છીએ કે , “બોલ, તારું શું કહેવું છે ?”

આ વાક્ય ની સમજુતી પણ બહુ સારી જ થાય છે. જુઓ બે દોસ્ત હોય કે પતિ પત્ની હોય અથવા કોઈ પ્રેમી-પ્રેમિકા હોય પણ વાતનો ડોર ન પકડાઈ અથવા કોઈ વાત ને સરળ રીતે આપણે સમાધાન કરવું હોય તો ખરેખર ખુલ્લા દિલે એક બીજાની વાત નો એકરાર કરી હૃદય માં ક્યાંય પણ કોઈ વાત છુપાવ્યા વિના, એક સારો અને મીઠો અંત લાવવામાં આ વાક્ય તમને ઉપયોગી થશે.

આ શબ્દ કહ્યા પછી ખરેખર પરિસ્થિતિ થી વીંટળાયેલો માણસ જાને સામે વાળા માણસ પાસે લાચાર આંખે જુએ કે બે બોલ ખરેખર આશ્વાસન ના નીકળે અને ઘણી વખત ખુલ્લા દિલે કહેલી વાત અને બીજાને પોતાનાં માની કીધેલા આ શબ્દ ઘણી વખત પરિસ્થિતિ માંથી આપણ ને બચાવી લે છે. કોઈક દિવસ મુંઝાયા વગર દિલે દોસ્ત ને કહી તો જુઓ કે મારું તો આમ છે બોલ તારું શું કહેવું છે અને પછી જોવું તમારી વાત કહ્યા પછી તમે હળવાફૂલ થઇ જશો. ડાહ્યા માણસો દલીલ નથી કરતા વાત ને બીજાને ગળે ઉતારવાની કોશિશ કરે છે. જ્યારે અજ્ઞાનતા ના ઝઘડાઓ માં દલીલ એ શસ્ત્ર બની જાય અને ત્યાર પછી યુદ્ધ થાય છે.

એવું નથી ઘણી વાર વ્યક્તિઓ સમાજ ની અંદર સાવ નજીવી બાબત થી આસપાસ ની વસ્તી અને વાતાવરણ એટલું કલેશમય બનાવી દે છે પોતાની શક્તિ નો વારંવાર બીજાને અહેસાસ કરાવી પરેશાન બનાવી દે છે. લોકો તેની સામે કઈ બોલવા કરતા ચલાવી લેવામાં જ શાણપણ સમજે છે. ત્યારે આને કોણ સમજાવે કે આમ છે.

પણ હવે વાત કરીએ પ્રેમ ની, તો પ્રેમ કોઈ પણ વ્યક્તિ ની વચ્ચે નો હોય, પણ એ એક વિશ્વાસ ની ડોર પર ચાલતો હોય છે, અને વિશ્વાસ ની અંદર જ કદાચ આ રહેલું છે, એક બીજાની પસંદગી, એકબીજા પ્રત્યે ની લાગણી, એક બીજા પ્રત્યે નો પ્રેમ... જેમ કૃષ્ણ એ ક્યારેય રાધા ને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું નથી, તેની સાથે તો પ્રેમ ભરી વાતો જ કરી છે તેમ પ્રેમ માં વિશ્વાસ ની જ જરૂર છે. અને સાથોસાથ જેમ રાધા એ કૃષ્ણ ને ક્યારેય તરછોડ્યા ન હતા, તેનું કારણ હતું સમજણ, તેને સમજ હતી કે કૃષ્ણ નો જન્મ આ પૃથ્વી માં અનંત વિકાસ કરી અનેકો કામ કરવા માટે જ થયો છે, તે હતી સમજણ, જેને લીધે આજે રાધા-કૃષ્ણ ના મંદિરો બંધાય છે. અને તેથી જ પ્રેમ પછી જરૂર પડે તેવી કોઈ વાત હોય તો તે છે સમજણ, સમજ હશે તો પ્રેમ અનંત ટકી જ રહેવાનો, પોતાનાં ગમતા વ્યક્તિ ની પસંદ ની પરખ અને વાત કરવાની રીત આ બધી જ સમજણ છે, અને એટલે જ તો ગુણવંત શાહ કહે છે ને કે,

“સમજણ એ જ સાચો સેતુ,

બાકી બધા રહું અને કેતુ.”

ઘણી વાર ઝઘડાઓ એવી જ બાબતો માંથી થતા હોય છે સામે વાળો કહેતો હોય છે કે મને તો કઈ પૂછ્યું પણ નથી, પણ ખરેખર થતું હોય છે એવું કે તેને પૂછ્યું ન હોત અને માત્ર કહ્યું હોત તો પણ ચાલત, આ વાક્ય “તારું શું કહેવું છે ?” ભલે એવું લાગે કે, આપણે પૂછીએ છીએ, પણ જ્યારે આ ગમતી વ્યક્તિ ને તેનો મત જાણવા માટે પૂછવામાં આવે ત્યારે , આ પ્રશ્નાર્થ વાક્ય માં જ એનો ઉતર છે કે, એ તમને ગમતું જ કરશે.

પ્રેમ એક દિવ્ય તત્વ છે, તમાં ઘણા લોકો ને જોતા હશો, ઘણા બધા પૈસા હોય છે, પરંતુ કોઈ પ્રેમ કરે તેવું હોતું નથી, તેથી તેના શરીર નું અને તેની જિંદગી નું તેજ ઓછું થતું જતું હોય છે, કોઈ પ્રેમ થી બોલાવે તો મન ને ગમે છે અને મન આનંદ માં રહે તે જ તો આ બધી વસ્તુઓ જે આપણે કરીએ છીએ તેનો અલ્ટીમેટ ગોલ છે. જેના હૃદય માં પ્રેમ નો પ્રકાશ ઝગમગી ઉઠે છે તેમના જીવનમાં આનંદ જ છવાઈ જાય છે. પ્રેમ ની પ્રેરણા થી સાધારણ મનુષ્ય ઉચ્ચ થી ઉચ્ચતર બનતો જાય છે. પ્રેમ માનવજીવન ની સર્વોચ્ચ પ્રેરણા છે. બાકીની બધી જ પ્રેરણાઓ આ એક જ મૂળ પ્રેરણા ની શાખાઓ જ તો છે. પ્રેમ એ આનંદ અને ઉલ્લાસ નો આદિ તથા અંતિમ સ્ત્રોત છે. એટલે જ તો મીરાબાઈ એ કહ્યું છે કે, “સબસે ઉચી પ્રેમ સગાઈ...”

આ વાક્ય એટલે આમ જુઓ તો એક જાતનું પ્રપોઝલ, લવ મેરેજ થયા હોય કે અરેન્જડ પણ ત્યાર થી આ પ્રશ્ન પૂછવાનો ચાલુ થઇ જ જાય છે, “વિલ યુ મેરી મી ?” નો પણ આમ જુઓ તો ભાવાનુવાદ તો એ જ થયો ને કે, ‘હું તો તને ખૂબ જ પસંદ કરું છું, બોલ ને યાર, હવે તારું શું કહેવું છે ?” છે ને કોળિયો મીઠો લાગે તેવી વાત, આ જ વાક્ય નો ઉપયોગ રુકમણીજી એ માત્ર કૃષ્ણ ની પ્રસંશા સાંભળી ને તેને એક પ્રેમ પત્ર લખ્યો હતો, તેમાં તેમણે પહેલા પોતાનાં વિશે, પછી કૃષ્ણ ની પ્રશંસા વિશે અને પછી તેઓ પોતે તેમના થી કેટલા સંમોહિત થયા તેના વિશે લખ્યું હશે, અને છેલ્લે તો તેમણે લખ્યું જ હશે ને કે, “હવે આપની શું ઈચ્છા છે ?”

આમ આ રીતે છેક પ્રેમ પ્રપોઝલ થી લઈને મેરેજ અને પછી કદાચ જિંદગી ને દરેક પડાવો પર વાગોળાતો તો આ એક જ પ્રશ્ન છે પણ પ્રેમીઓ ને આ દરરોજ ગમે એવો છે. કારણ કે, પ્રેમ સમજદારી ઉપર જ ટકે છે ને...

રાત્રી નું અંધારું હોય અને આપણે આપણી બાઈક પર જતા હોઈએ, ગલી માં સ્ટ્રીટ લાઈટ પણ ચાલુ ન હોય, તે ગલી માં પસાર થવાનો ઘણો બધો ભય લાગતો હોય અને ત્યાં ખૂબ જ અંધારું છે, તો ત્યાં જવામાં ડર લાગે છે પરંતુ સામે ના છેડે થી કોઈ આપણી જ જેવું વાહન લઈને તેના પર થી આવતું હોય ત્યારે આપણ ને ત્યાં પસાર થવાનો દર ઓછો લાગે છે, ભલે તે ગાડી કોણ ચલાવે છે તે પણ આપણ ને દેખાતું નથી હોતું છતાં ત્યાં ચાલવાની હિંમત આવી જાય છે, એટલે પ્રેમ નું આવું જ છે જેવું આપણે સામે વાળા પાસેથી ચાહતા હોઈએ છીએ તેવું જ સામે વાળો આપણી પાસેથી ચાહતો હોય છે, જરૂર હોય છે સમજદારી નિભાવી ને સારી રીતે વર્તવા ની....

એટલે જ, આપણી સાથે સાથે લાગણીસભર દરેક વ્યક્તિ ને પ્રેમ થી પૂછવું જોઈએ કે ,”બોલ ને દોસ્ત, તારું શું કહેવું છે ?” જવાબ હંમેશા તમારી તરફેણ માં જ આવશે...

મૃત્યુ ભ્રમ છે,

માંદગી ભ્રમ છે,

અજ્ઞાન ભ્રમ છે.

માત્ર પ્રેમ, પ્રચંડ પ્રેમ,

થથરાવી મૂકે તેટલો પ્રેમ,

દિંગમૂઢ કરી દે તેવો પ્રેમ,

અને કામ પાર પાડી ગયું !

  • હાર્દિક રાજા