Nagar - 10 books and stories free download online pdf in Gujarati

નગર - 10

નગર-૧૦

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ-- શંકર મહારાજ મુંબઇના એક બારમાં બેઠા-બેઠા પોતાનાં અતીતમાં ડુબી જાય છે. એ અતીત, જે તેનાં પિતા રમણીક મહારાજે તેમને જણાવ્યો હતો. તેમને પોતાના પુરખોએ આચરેલા કૃત્યનો અપરાધભાવ થાય છે....! હવે આગળ વાંચો.....)

“” વ્હેર ઇઝ ઇશાન....? ઇશાન કયાં છે....?”” એલીઝાબેથે ગૃપમાં બેસેલા તમામ સભ્યો તરફ જોઇને પુછયું. પાછલા એક અઠવાડિયામાં તેણે ઇશાનનો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશીષ કરી હતી, પરંતુ ઇશાન જાણે અચાનક કયાંક ગાયબ થઇ ગયો હોય એમ તેનાં વિશે કોઇ જાણકારી તેને મળી નહોતી. ઇશાન વગર એક ક્ષણ પણ વિતાવવી તેના માટે આકરી હતી. જ્યારે અહી તો સાત-સાત દિવસ વીતી ગયા હતા. તે ઇશાનને મળવા બહાવરી બની હતી.

“” મને તો એ હમણા મળ્યો જ નથી.....”” માર્ગારીટાએ કહયું. “” એકચ્યુલી ઘણા દિવસથી તે કોલેજ આવ્યો નથી. તેનાં કોઇ પ્રોજેક્ટમાં અટવાયો હશે, અથવાતો એકલો-એકલો સહેલગાહે નીકળી પડયો હશે.”” ઇશાન ઘણી વખત આવું કરતો એટલે માર્ગારીટાએ કહયું હતું. તેનાં માટે આ કોઇ નવી બાબત નહોતી.

“ પરંતુ એટલીસ્ટ મને તો કહીને જાય કે નહી......!!” ” એલીઝાબેથની તપખીરી, ભૂરી આંખોમાં આશ્ચ્રર્ય સમાતુ નહોતું. ચીંતાથી તેના કપાળે સળ પડતા હતા.

““ તે તેનાં ટેનામેન્ટે તપાસ કરી કે નહી...?” ” વીકીએ પુછ્યું. ટોમ અને વીકી બંનેને પણ આ વાતનું આશ્ચર્ય તો હતું જ....

” હું જઇ આવી....ત્યાં નથી તે.....લોક મારેલું છે....””

“ ઓહ....””

આટલી વાતચીત બાદ ગ્રૃપમાં ખામોશી છવાઇ ગઇ. તેઓ બધા યુનિવર્સીટી કેમ્પસમાં ઉભા રહી વાતો કરી રહયા હતા. તેઓ વચ્ચે ચર્ચાનો વિષય ઇશાન હતો. એલીઝાબેથની જેમજ બીજા મિત્રોને પણ ઇશાન ઘણા દિવસથી દેખાયો નહોતો તેનું આશ્ચર્ય થતું હતું, પરંતુ તેઓએ આ બાબતને એટલી ગંભીરતાથી લીધી નહોતી. અહી હરકોઇ પોતાની રીતે જીવવા સ્વતંત્ર હતું....અને એ સ્વતંત્રતામાં કોઇ દખલ દેતું નહી. કયારેય કોઇ બીજાના અંત મામલામાં જાઝી ચંચૂપાત કરતું નહી.

તેઓ હજુ વાતો કરતાંજ હતા કે ઇશાનનાં બાજુનાં ટેનામેન્ટમાં રહેતી સામન્થા ઝડપથી ચાલતી તેમની નજીક આવીને ઉભી રહી. સામન્થા ભરાવદાર શરીરની ગોળ-મટોળ ચશ્મીશ યુવતી હતી. તેને પણ ઇશાન બહુંજ પસંદ હતો. તે હંમેશા ઇશાનનું ધ્યાન પોતાના તરફ ખેંચાય એવા પ્રયત્નો કરતી રહેતી. એલીઝાબેથને આ વાતની ખબર હતી એટલે તેણે સામન્થાને ઇશાન વિશે પુછયું.

“” અરે....તને નથી ખબર....?”” સામન્થાએ ચશ્મા પાછળ દેખાતી તેની ઘેરી, કાળી આઇ લાઇનર મઢેલી ખુબસૂરત ગોળ આંખોને વધુ પહોળી કરતા આશ્ચર્ય ઉછાળ્યું. ““ એ તો ઇન્ડિયા ગયો....”” આ તમામ વાર્તાલાપ ઇંગ્લિશમાં ચાલતો હતો....અને સામન્થા શબ્દોના ઉચ્ચારણમાં ભયંકર ગોટાળા વાળતી હતી. તેનાંથી ઇન્ડિયા કયારેય સરખું બોલાતું નહી.

““ વોટ....?”” એલીઝાબેથ ભયાનક આશ્ચર્ય અને આઘાતથી ઉછળી પડી. “” તને કોણે કહયું....? મતલબકે તને કેવી રીતે ખબર પડી કે ઇશાન ઇન્ડિયા ગયો છે....””

“” અરે.....તેણેજ તો મને કહયું. એકચ્યુલી વાત એમ બની હતી કે હું ટેક્ષીની રાહ જોઇને મારા ઘર પાસે ઉભી હતી. એ સમયે ઇશાને બુક કરાવેલી ટેક્ષી ત્યાં આવી. તને તો ખબર છે ને કે હું ઇશાનના ટેનામેન્ટની બાજુના ટેનામેન્ટમાં જ રહું છું.....મને એમ કે હું એ ટેક્ષી કરુ. હું એ ટેક્સી તરફ આગળ વધતીજ હતી કે ઇશાન બહાર નીકળ્યો. તેના હાથમાં એક બેગ હતી. ઇશાન ઝડપથી ટેક્ષીમાં બેસી ગયો એટલે હું દોડતી તેની નજીક પહોંચી. મેં તેને પુછયુ કે જો તે યુનિવર્સિટી તરફ જતો હોય તો મને લીફ્ટ આપે....પરંતુ તે એરપોર્ટ જતો હતો. મને આશ્ચર્ય થયું એટલે તેણે મને જણાવ્યુ કે તે બે-ચાર દિવસ માટે ઇન્ડિયા, તેના ગ્રાન્ડ-ફાધરને મળવા જઇ રહયો છે....””

“” તો આ વાત તે મને પહેલા કેમ ન જણાવી....?”” એલીઝાબેથને અચાનક સામન્થા ઉપર ગુસ્સો આવ્યો. સામન્થા ડઘાઇને એલીઝાબેથને તાકી રહી....પછી તેણે મોં બગાડયું....

“” હું કેર ( એવી કોને પડી છે)”...! ” કહીને તે પોતાની સેન્ડલ ટપ-ટપાવતી ત્યાંથી ચાલી ગઇ.

એલીઝાબેથને વિશ્વાસ આવ્યો નહીંકે ઇશાન આમ તેને કંઇપણ જણાવ્યા વગર ઇન્ડિયા જતો રહયો છે.....! તેણે એ સમયેજ ઇન્ડિયા જવાનું મન બનાવી લીધું. તે ઇશાનને ગુમાવવા માંગતી નહોતી. ઇશાન વિનાનું જીવન તે કલ્પના પણ કરી શકતી નહોતી. ઇશાન તેની રગ-રગમાં ધબકતો હતો. તેની વગર તે બહાવરી બની ગઇ હતી.

અને....બીજી પણ એક વાત હતી જે તે ઇશાનને જણાવવા માંગતી હતી. છેલ્લા થોડા સમયથી તેને ભયાનક સ્વપ્નાઓ આવવા શરૂ થયા હતા. એટલા ભયાનક સ્વપ્નાઓ કે તે છળી ઉઠતી હતી.

**********************************

રીટાયર્ડ કર્નલ માથુરે ભારે દુઃખભર્યા હ્રદયે બ્રુનોના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. અચાનક તેમનો વહાલો કુતરો બ્રુનો તેમનાં જીવનમાંથી ચાલ્યો ગયો હતો એ વાત તેમને સ્વીકારતા સમય લાગવાનો હતો. તે બુઢ્ઢા દંપતીનું જીવન બ્રુનોના કારણે હર્યુ-ભર્યુ હતું...અને એ વાત હવે ભુતકાળ બની ચુકી હતી. સૌથી વધારે આઘાતતો તેમને બ્રુનોનું મોત જે રીતે થયું હતું એનાંથી લાગ્યો હતો. કોઇકે ભારે બેરહમીથી એ બેજુબાન જાનવરને બર્બરતાપૂર્વક મારી નાંખ્યો હતો. આ વાત તેઓ માનીજ શકતા નહોતાં. તેમના વિશાળ ઘરમાં બ્રુનોની મોતનો માતમ છવાયેલો સ્પષ્ટ નજરે દેખાઇ આવતો હતો. માથુર સાહેબ પોતાંના પત્ની નીલીમાજી સાથે અત્યારે ઘરના સોફા ઉપર ઉદાસ હ્રદયે બેઠા હતા. તેમનો નોકર જીવો રસોડામાં તેમના માટે કોફી બનાવી રહયો હતો.

“” નિમ્મી....ચાલ બહાર એક આંટો મારી આવીએ...! એ બહાને મન થોડું હળવું થશે....”!” તેમણે તેમની પત્નીને ઉદ્દેશીને કહયું.નીલીમાદેવીને પણ એ પ્રસ્તાવ યોગ્ય લાગ્યો.

““ જીવા.....અમે બહાર એક ચક્કર લગાવી આવીએ....”” તેમણે ઉંચા સાદે બુમ પાડીને જીવા કહયું.

“ “ જી સાહેબ....” ”જીવાએ રસોડામાંથી જ જવાબ આપ્યો અને ગરમ થઇ ઉકળતી કોફીનો ગેસ બંધ કર્યો.

માથુર અંકલે તેમની ગાડી બહાર કાઢી. નીલીમા દેવી કારમાં ગોઠવાયા એટલે તેમણે કારને દરીયા કિનારા તરફ લીધી. વિભૂતી નગરને અદ્દભૂત દરીયાકિનારો મળ્યો હતો. એકદમ શાંત, ચોખ્ખો અને રમણીય...! નગરની વચ્ચોવચથી પસાર થતો આલ્સ્ફાટનો અફલાતૂન રોડ સીધોજ દરીયાકાંઠે આવીને સમાપ્ત થતો હતો. દરીયાકાંઠે થોડે ઉંડે સુધી આર.સી.સી. પાથરીને અહી આવતા લોકો આરામથી ટહેલી શકે એવું પ્લેટફોર્મ આકારનું બાંધકામ કરાયું હતું. સમજોને કે એક રીતનો આર.સી.સી.નો વોક-વે જ બનાવાયો હતો. તે વોક-વે ઉપર ઠેર-ઠેર બાંકડાઓ અને સ્ટ્રીટલાઇટો મુકાઇ હતી. રાત્રે આ બાંકડાઓ ઉપર બેસીને દરીયાકાંઠાનો અદ્દભૂત લૂફ્ત ઉઠાવી શકતો. આર.સી.સી.ના એ વોક-વે થી કિનારાની રેતીનો પહોળો પટ્ટો અને ત્યારબાદ સમુદ્રનું પાણી ઘુઘવતું દ્રશ્યમાન થતું. ત્યાંથીજ દુર ઉગેલા નાળીયેરીના વૃક્ષો અને નગરની એકમાત્ર લાકડાની જેટ્ટી દેખાતી. અત્યારે એ જેટ્ટી ઉપર પોલીસની એક જીપ સીવાય કશીજ ચહલ-પહલ નહોતી. “જલપરી” વાળી ઘટનાને હજુ એકજ દિવસ વીત્યો હતો એટલે ઇન્સ.જયસીંહે એ વિસ્તારમાં નાકાબંધી ફરમાવી દીધી હતી...એટલે ત્યાં કોઇ માણસ નજરે ચડતું નહોતું.

માથુરઅંકલે તેમની કારને વોક-વે ની એક તરફ બનેલા પાર્કિગ એરીયામાં લાવીને ઉભી રાખી. પતી-પત્ની બેઉ કારમાંથી નીચે ઉતર્યા. સવારનો કુમળો તડકો હજુ વાતાવરણમાં પ્રસરેલો હતો. દરીયા ઉપરથી વહેતા ઠંડા પવનમાં થોડી ગરમી ભળવી શરૂ થઇ હતી. સવારના દસેક વાગ્યાનો સમય થવા આવ્યો હતો. નીલીમાદેવીના બંને ગોઠણો ઢળતી ઉંમરના હિસાબે દુખતાં હતાં જેના કારણે તેમને ચાલવામાં થોડી તકલીફ થતી. બંને પતી-પત્ની એકબીજાના સહારે ચાલતાં આર.સી.સી. પ્લેટફોર્મના દાદરા ઉતરી કિનારે પથરાયેલી બીચની રેતીમાં આવ્યા. દરીયામાં રાત્રે આવેલી ભરતીના કારણે કિનારાની ઝીણી ભૂખરી રેતી હજુપણ ભીની લાગતી હતી. માથુરસાહેબ અને નીલીમાદેવીએ ત્યાંજ પોતાના ચંપલ ઉતાર્યા અને ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલતાં તેઓ દરીયાના પાણી તરફ આગળ વધ્યા. પગની ખુલ્લી પાનીઓમાં ભીની રેતીની ઠંડક અડકતા તેમનાં મનમાં એક અજીબ શીતળતા ફેલાઇ ગઇ હતી. થોડેદુર, સમુદ્રમાં ઉઠતી લહેરોનું પાણી ઘુઘવતું હતું. સમુદ્રના પેટાળમાંથી ઉઠતી લહેરો કિનારે આવાને પાછી ફરી જતી હતી.

અહી આવ્યા બાદ તેમનાં ઉદ્વીગ મનને થોડી શાંતા વળી. અહીનું વાતાવરણ તેમનાં જીગરમાં નવો પ્રાણ ફૂંકી રહયું હતું. ધીમીચાલે ચાલતા તેઓ દરીયાના પાણી સુધી આવ્યા અને પાણીમાં પગ પખાળતા ઘડીક એમજ શાંતીથી ઉભા રહયા. બીચ ઉપર અત્યારે દુર-દુર સુધી કોઇજ દેખાતું નહોતું. માત્ર તે બે બુઝુર્ગ માણસો અને દુર લાકડાની જેટ્ટી ઉપર દેખાતી પોલીસ જીપ સીવાઇ કોઇજ નહોતું....

“ “ નિમ્મી....અહી કેટલી શાંતી છે નહી.....!!”” નિલેશ માથુર બોલ્યા. વર્ષોથી તેઓ નિલિમાદેવીને, પોતાની પત્નીને નિમ્મીના હુલામણા નામેથીજ બોલાવતા હતા.

“” હાં....એકદમ ખામોશી ભરેલી શાંતી...! આપણો બ્રુનો સાથે હોત તો જરૂર તેણેં અહી દોડા-દોડી કરી મુકી હોત....”” અચાનક નીલીમા દેવીની આંખોમાં ઝાકળ છવાયું હતું. જે પરિસ્થિતી, જે યાદોથી તેઓ પીછો છોડાવવા અહીસુધી આવ્યા હતા એ યાદો અચાનકજ ઉભરી આવી.

“” અરે....આ શું છે....?”” અચાનક નીલેશ માથુરના પગે કંઇક અફળાયું એટલે ગમગીન વાતોનો તંતૂ તોડવા તેઓ બોલ્યા અને નીચે નમીને તેમણે હમણાંજ પાણીના મોજા સાથે તણાઇ આવેલી નાનકડી ચીજ ઉઠાવીને પોતાના હાથમાં લીધી. પાણીના મોજા સાથે એ ચીજ તણાતી દરીયા કિનારે આવા હતી...જે માથુર સાહેબે ઉંચકી પોતાની હથેળીમાં લીધી. તેઓ અચરજથી એ વસ્તુને જોઇ રહયા. નીલીમાદેવી પણ નજીક સરકયા હતા. તેમણે પણ માથુરસાહેબની હથેળીમાં રહેલી એ નાનકડી ડબ્બી જેવી વસ્તુને જોઇ....હજુ તેઓ એ ચીજનું નીરીક્ષણ કરીજ રહયા હતાકે તેમની પીઠ પાછળથી કોઇક આવતું હોય એવા પગલાઓનો અવાજ સંભળાયો. તેઓ એક સાથે પાછળ ફર્યા....

“ “ અરે મોન્ટું....તું....?”” તેમની સામે એક બારેક વર્ષનો છોકરો ઉભો હતો. તે મોન્ટુ હતો. આંચલ ચૌહાણનો નાનો ભાઇ મોન્ટુ ચૌહાણ. રમતો-રમતો અચાનક તે અહી આવી ચડયો હતો. મોન્ટુને જોઇને માથુર દંપતીના ચહેરા ઉપર મુસ્કુરાહટ પથરાઇ.

“” તું અહી શું કરે છે....?”” એક સ્વાભાવીક પ્રશ્ન પુછાયો.

“” જુઓને દાદા....” ”તે માથુર સાહેબને દાદા કહીને સંબોધતો...” દીદી તેના રેડિયો સ્ટેશને ગઇ છે. પપ્પા તેમનાં કામમાં બીઝી છે....અને મમ્મી પાસે ટાઇમ નથી...! એટલે હું એકલોજ મારી સાયકલ લઇને ફરવા નીકળી પડયો છું. મને દરીયા કિનારે રમવું બહું ગમે છે એટલે ઘરેથી સીધો જ અહી આવ્યો છું....! અરે....આ તમારા હાથમાં શું છે....?”” અચાનક મોન્ટુનું ધ્યાન માથુરઅંકલની હથેળીમાંની વસ્તુ તરફ ખેંચાયું હતું. તે નજીક આવ્યો.

“ “ આ હમણાં મને દરીયામાંથી જડયું.....”“ કહીને માથુરઅંકલ પણ ધાર-ધારીને એ ચીજને જોવા માંડયા. તે ચીજ એક માદળીયા જેવી હતી. બે-એક ઇંચની સુંવાળી દેખાતી એક ગોળ ડબ્બી જેવી ચીજને ગળામાં પહેરવાની સોનાની ચેન જેવા દોરામાં પરોવેલી હતી. માથુર અંકલે ધ્યાનથી જોયુ ત્યારે તેમને સમજાયું કે તે ગોળ ડબ્બી જુનાં સમયમાં વપરાતી ઘડીયાલ હતી જેને ચેનમાં પરોવીને ગળામાં લટકાડવામાં આવતી હશે.....! તેમણે ડબ્બીની વચ્ચે અંગૂઠાનો નખ ફસાવી તેને ખોલવાની કોશીષ કરી. થોડી મહેનત બાદ એ ડબ્બીનું ઉપરનું પડ ખુલી ગયું....જેવું ઉપરનું ઢાંકણ ખુલ્યું એ સાથે જ....

વાતાવરણમાં એક સુરીલા સંગીતની ધૂન ગુંજી ઉઠી. સંગીતની ધૂન એકદમ શાંત અને કાનને ગમે એવી મનમોહક હતી. એ ધૂન ઘડીયાલના ડાયલની અંદરથી ઉઠતી હતી.

“ “ અરે વાહ....આ તો મસ્ત ઘડીયાળ છે....” ”માથુર અંકલના મોંમાંથી આપોઆપ શબ્દો નીકળ્યા. તે ધૂન ત્યાં હતા એ બધાને ગમી હતી. માથુર અંકલ ધ્યાનથી ઘડીયાલ જોઇ રહયા. ઘડીયાલ ચોક્કસ ઘણી જુની હતી. તેમાં દેખાતા કાંટા સ્થીર હતા.

“” તમને આ પાણીમાંથી મળી....? “” અચાનક મોન્ટુએ પ્રશ્ન પુછયો.

““ હાં.... “”

“” તો હું પણ કંઇક શોધું....મને પણ કંઇક મળશેને....?” ” તે બોલ્યો અને નીચે રેતીમાં ખાંખા-ખોળા કરવા લાગ્યો.

“” ચોક્કસ મળશે....તું ખોળી જો....”” માથુર અંકલ બોલ્યા એટલે એ નાનકડો બાળક તે જ્યાં ઉભો હતો ત્યાં, અને તેની આસ-પાસ બધે શોધ-ખોળ કરવા માંડયો.

“ આ ઘડીયાળ કેટલી સુંદર છે....! કોની હશે....? અહી પાણીમાં કોણે નાંખી હશે....? ” નીલીમાદેવીએ પોતાના પતીનાં હાથમાંથી ઘડીયાલ લઇ ધ્યાનથી નિરખતાં પુછયું....તેમની નજર અચાનક એક ઠેકાણે અટકી. એ સમય દરમ્યાન પેલું ઘડીયાલમાંથી નીકળતું મ્યુઝીક તો સતત વાગતુંજ રહયું હતું.

“ આ શેની નિશાનીઓ દોરેલી છે...? ” ઘડીયાલના ઉપર ખૂલેલા ઢાંકણાની અંદરની બાજુ કોઇક ચિન્હો હતા. એ ચિન્હો જોઇને સહસા નીલીમાદેવી બોલી ઉઠયા. ઢાંકણાની અંદરની સપાટી ઉપર ત્રણ ચિન્હો ઉપસાવેલા હતા. પહેલું ચિન્હ રાજમુકુટ જેવું હતું. બીજુ ચિન્હ હાથીનું અને ત્રીજુ ચિન્હ વજન જોખવાના ત્રાજવા જેવું હતું. નીલીમાદેવીએ તે ચિન્હો ઉપર અંગૂઠો ઘસી તેને સાફ કર્યા. તેનાંથી ચિન્હો સ્પષ્ટ ઉપસી આવ્યા...પરંતુ એ ચિન્હો તેમને ગરમ લાગ્યા. હમણાંજ તપતી આગની ભઠ્ઠીમાંથી બહાર કાઢયા હોય એટલા ગરમ....! તેમનો અંગૂઠો એ ગરમીમાં દાઝી ગયો....! આશ્ચર્યની વાત તો એ હતી કે જે ઢાંકણા ઉપર એ ચિત્રો અંકીત હતા એ ઢાંકણુ એકદમ ઠંડુબોળ હતું. ફક્ત એ હોલમાર્ક જેવી નિશાનીઓજ તપતી હતી. આવું કેમ હશે એ તેમને સમજાયું નહી. તેમણે તરત એ ઘડીયાળ નીલેશ માથુરને આપી દીધી.

“ એ તો ધગે છે...”

“ શું.....?” નીલેશ માથુરને સમજ ન પડી.

“ એ નિશાનો... સળગે છે. હું કહું છું તમે ઘડીયાળને ફેંકી દો. તેને સાથે લેવાની જરૂર નથી....”

“ અરે પણ જોવા તો દે...! ” કહીને નીલેશ માથુરે પણ પોતાનો જમણા હાથનો અંગૂઠો એ નિશાનીઓ ઉપર ફેરવ્યો. જાણે કરંટ લાગ્યો હોય એમ તરતજ તેમણે પોતાનો અંગૂઠો પાછો ખેંચી લીધો. નિશાનો એટલા ગરમ હતાકે તેમના અંગૂઠાની ચામડી સુધ્ધા બળી ગઇ હતી અને ત્યાં ફરફોલો ઉપસી આવ્યો હતો.

“ ઓહ ગોડ...” તેમના ગળામાંથી શબ્દો નીકળ્યા. “ પણ આ છે શું....?” એક કુતુહલ તેમને ઘેરી વળ્યુ. ઘડીયાળનું ઢાંકણુ બંધ કરી તેમણે પોતાના કોટના ખીસ્સામાં સેરવી. ઘરે જઇ આરામથી તે આ ચીજ જોવા માંગતા હતા. તેમની એ ચેષ્ઠાએ નીલીમાદેવીને ભડકાવી મુક્યાં.

“ અરે તમે ઘડીયાલને ખીસ્સામાં શું કામ નાંખી....? એ ચીજ ઠીક નથી. તમે પાછી તેને પાણીમાં ફેંકી દો.....! ” ગભરાયેલા અવાજે નીલીમાદેવી બોલ્યા.

“ ફેંકી જ દઇશ...પહેલા જોવા તો દે કે એ છે શું....? ”

“ પણ....”

“ હવે છોડ એ વાત.....! આપણે અહી થોડુ ટહેલવા આવ્યા છીએ....! પેલો મોન્ટુ જો ત્યાં શું ખોળી રહયો છે...? ” તેમણે ઘડીયાલવાળી વાતનો ત્યાંજ પૂર્ણવિરામ મુકતાં મોન્ટુ તરફ ધ્યાન દોર્યુ. મોન્ટુ પણ કોઇક ચીજ હાથમાં ઉઠાવીને દોડતો તેમની નજીક આવ્યો હતો.

“ જુઓ દાદા....મને શું મળ્યુ...? ” કહીને તેમણે એક ભારેખમ ચીજ માથુર સાહેબના હાથમાં મુકી. માથુરસાહેબ વિષ્મયથી જોઇ રહયા. તે એક ભારે વજનદાર હાથીદાંતનો અરીસો હતો. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ આવો અરીસો વાપરતી. તેનાં કલાત્મક હાથાને એકહાથે પકડી અરીસામાં મોં જોઇને સ્ત્રીઓ શુંગાર કરતી. મોન્ટીને મળી આવેલો અરીસો બહુંજ સુંદર, કળાત્મક અને કિંમતી જણાતો હતો.

“ તને આ ક્યાંથી મળ્યો.....?” માથુરસાહેબને અચાનક જીગ્જ્ઞાસા જાગી. પહેલાં એક પુરાણી પરંતુ કિંમતી ઘડીયાલ, અને હવે આ મોન્ટીને મળેલો કળાત્મક અરીસો...!! તેમનું કુતુહલ વધતું જતું હતું.

( ક્રમશ-)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED