નગર - 4 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

નગર - 4

નગર-૪

( મિત્રો....આગળના ભાગમાં આપણે વાંચ્યુ હતુ કેઃ- ઇશાન જેટ એરવેઝની ફલાઇટમાં ભારત આવવા રવાના થાય છે. તેના મન ઉપર તેની ભુતકાળની યાદો છવાઇ જાય છે....બીજી તરફ એક ખૌફનાક ખતરાથી બેખબર માર્ગી ડીકોસ્ટા તેના મિત્રો સાથે પાર્ટી મનાવવા પોતાની બોટ લઇને સમુદ્રમાં નીકળી પડે છે.... હવે આગળ વાંચો......)

તમે કયારેય સમુદ્રના પાણી ઉપર હિલોળા લેતી બોટના તૂતક ઉપર કાન ફાડી નાંખે એવા મ્યુઝીકના સથવારે પાર્ટી માણી હોય તો જ તમને અત્યારે માર્ગીની બોટ ઉપર કિલ્લોલ કરતા યુવાનીયાઓના આનંદનો અંદાજ આવી શકે. માઇલો સુધી પથરાયેલા સમુદ્રનાં બ્લ્યુઇશ પાણી વચ્ચે રણમાં ભુલા પડેલા કોઇ ઉંટની જેમ માર્ગીની બોટ એકલી અટુલી હિલોળાતી હતી. ડેસ્ક ઉપર એકદમ લાઉડ મ્યુઝીક ચાલી રહ્યુ હતું અને સાથે-સાથે હાર્ડ ડ્રિંક્સની બોટલો ખુલી રહી હતી. બોટની પાળી ઉપર રંગીન લાઇટો ઝળહળતી હતી. એ રંગીન પ્રકાશમાં માર્ગી, રોશન, નતાશા અને સમીરાના બદન ધીમે-ધીમે થીરકવા શરૂ થયા હતા. નતાશા અને સમીરા માટે માર્ગીએ બીયરની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખી હતી. તેને ખબર હતી કે છોકરીઓને હાર્ડ ડ્રિંક્સ નહી ફાવે એટલે તે તેમનાં માટે બીયરનું એક આખુ બોક્સ જ ઉઠાવી આવ્યો હતો. તેણે અને રોશન પટેલે વોડકા વીથ ઓરેન્જના બે-બે પેગ અત્યારથી જ ટટકાવી લીધા હતા. રોશન પટેલ બોટને ઓટોમેટીક મોડમાં રાખીને આવ્યો હતો એટલે તેને હવે બીજી કોઇ ફીકર નહોતી. તેના હાથમાં વોટકા મિશ્રિત ઓરેન્જનો ગ્લાસ ભરેલો હતો અને તે પોતાનાં સ્થૂળકાય શરીરને મ્યુઝીક સાથે મેળ બેસાડવા ભારે કોશીષ કરતો સમીરાની પડખે નાચી રહયો હતો. સમીરાને પણ ખ્યાલ હતો જ કે આજની રાત તેણે આ જાડીયા સાથે વિતાવવાની છે એટલે તે પણ રોશનને પુરેપુરો ભાવ આપતી હતી.

લગભગ કલાકેકના નાચ-ગાન બાદ ભોજન શરુ થયું હતું.....આલ્કોહોલના નશાએ તમામની ભૂખ વધારી દીધી હતી એટલે બધાએ ભરપેટ ખાધું...ભોજન બાદ ફરીથી ડ્રિંક્સનો એક દૌર ચાલ્યો. દસ વાગતા સુધીમાં તો તે બધા ફુલ્લી ટુન થઇ ગયા હતાં.

“ નતાશા....ચાલ નીચે જઇએ....” નશામાં લથડતા અવાજે માર્ગીએ નતાશાને પોતાની તરફ ખેંચી. નતાશા માર્ગી કરતા પ્રમાણમાં થોડી નીચી હતી. માર્ગીએ તેનો હાથ પકડીને તેને ખેંચી એટલે તે સીધી જ માર્ગીની મજબુત છાતી સાથે અથડાઇ અને પછી તે તેના પર ઢળી હતી. નતાશાનાં શરીરની ગરમી માર્ગીને વિચલીત કરવા પુરતી હતી. તેણે નતાશાને પોતાની મજબુત બાંહોમાં જકડીને ત્યાંજ તેના હોઠ ઉપર એક તસતસતું ચુંબન ચોડી દીધુ....અને પછી તે બેફામ બન્યો હતો. અત્યારે, અહી સમીરા અને રોશન સીવાય બીજુ કોઇ હતું નહી અને ઉપરથી બંનેના દિમાગ ઉપર હાવી થયેલા નશાએ તેમને વધુ ઉત્તેજીત કરી મુકયા હતા. માર્ગીએ નતાશાના મખમલ-સા સુંવાળા હોઠ ઉપર ગહેરું ચુંબન કર્યા બાદ તેના શરીરના બીજા અંગો ખોળવાનું શરૂ કર્યુ હતુ. તેણે નતાશાના કપાળે, ગળા પર, કાનની બુટે બેતહાશા ચુંબન કર્યા..... નતાશા પણ જાણે ભાન ભુલતી જતી હતી. માર્ગીના ગરમા- ગરમ શ્વાસો-શ્વાસ તેના સુંવાળા શરીરે અફળાતા હતા. તેના શરીરમાં પણ પ્રણયનો આવેગ ઉમટયો હતો. માર્ગીના દરેક ચુંબને તેના મોંમાંથી ગરમ ઉચ્છવાસ સાથે ઉંહકારા નીકળતા હતા. બે શરીરો આપસમાં વિંટળાઇને અનંત આકાશ નીચે જાણે એક-બીજામાં એકાકાર થવા અધીરા બન્યા હતા.

માર્ગીએ બહુ સલુકાઇથી નતાશાને પોતાની બાંહોમાં ઉંચકી અને બોટના ભંડાકીયા તરફ ચાલ્યો. ભંડાકીયામાં જવાના પગથીયા ઉતરી તેણે ત્યાં બનેલી બે રૂમોમાંથી તેની રૂમનું બારણું પગથી જ ધક્કો મારી ખોલ્યું. રૂમની અંદર પલંગ હતો અને તેના પર ગાદલું નાખેલું હતુ. ગાદલા પર સફેદ ચાદર પાથરેલી હતી. માર્ગીએ નતાશાને તેના ઉપર હળવેકથી સુવડાવી....અને પછી તેણે સીધા ઉભા થઇ પોતાનું ટી-શર્ટ ઉતાર્યુ. નતાશા માર્ગીની મજબુત, કસાયેલી છાતીને જોઇ રહી. “ ઓહ ડીયર....કમ હીયર....” તેના મોંમાંથી શબ્દો સર્યા અને તેણે પોતાની સુંવાળી બાંહો ફેલાવી. માર્ગી એ બાંહોમાં સમાઇ ગયો....અને...પછી એ નાનકડા અમથા કમરામાં તોફાન મચ્યુ. આપસમાં પ્યાસ બુજાવવા બેતાબ બનેલા બે યુવાન શરીરોની ઉફળતી ગરમીએ કેબીનનું વાતાવરણ ગરમ કરી મુકયુ. શરીરના હિલોળે એક રમત ચાલી.... જે રમત કદાચ સંસારની સર્વશ્રેષ્ઠ રમત હતી. માર્ગીના કસરતી બદન તળે નતાશાનું કોમળ, ગોરુ જીસ્મ દબાઇને ચૂર-ચૂર થઇ ઉઠયુ હતું. એ વજન....એ ભાર નતાશાને ગમતો હતો. તે ઇચ્છતી હતી કે સદીઓ બસ, આ અવસ્થામાં જ વીતે.

આ તરફ રોશન પટેલ પણ હરકતમાં આવ્યો હતો. નતાશા અને માર્ગીએ બોટના તૂતક ઉપર જે ક્રિડા ચાલુ કરી હતી એ જોઇને તે સ્તબ્ધ બની ગયો હતો. આમ સરા-જાહેરમાં કોઇની હાજરી હોવા છતા એકબીજાને ચુમવાની તેમની ચેષ્ટાથી તેના જીસ્મમાં પણ ગરમી ફેલાઇ હતી. જેવો માર્ગી નતાશાને લઇને નીચે બનેલા કેબીનના પગથીયા ઉતર્યો કે તે તેની પીઠ પાછળ ઉભેલી સમીરા તરફ ફર્યો હતો.... સમીરાએ રોશનની આંખોમાં ઉભરાતા ભાવ વાંચ્યા હતા અને તે તેની નજીક સરકી હતી....તેના હાથમાં હજુપણ બીયર ભરેલો ગ્લાસ હતો. તેણે તેમાંથી એક ઘૂંટ ભર્યો અને રોશનની આંખોમાં ઝાંક્યુ. એ નજરમાં આહવાહન છલકતુ હતું....ખુલ્લુ આમંત્રણ દેખાતું હતુ. રોશને સમીરાના હાથમાં પકડેલો ગ્લાસ લઇ નીચે મુકયો અને તેની કમર ફરતે પોતાના હાથ વિંટોળી તેને પોતાની નજીક ખેંચી....સમીરા રોશનની છાતી સાથે ભીંસાઇ. તેના મોંમાંથી એક ઉંહકારો નીકળ્યો....અને....રોશન સમીરાના ચહેરા ઉપર ઝૂક્યો.

“ધમ...ધમ...ધમ...ધમ....” અચાનક એક જોરદાર અવાજ તે બંનેના કાને અફળાયો. જાણે કોઇ પતરાની જાડી દિવાલ ઉપર ભારેખમ હથોડો ઠોકતું હોય એવો તે અવાજ હતો. એ અવાજ સાંભળીને તે બંને ચોંકી ઉઠયા. અવાજ એટલો ભયાનક હતો કે તેમના દિલની ધડકનો સુધ્ધા કાંપી ઉઠી હતી.

“ એ શાનો અવાજ હતો...?” સમીરાએ પુછયુ.

“ મને શું ખબર....” રોશને કહયુ અને તે બોટની કિનારીએ આવ્યો. “ધમ....ધમ...ધમ...ધમ....” ફરી વખત એ જ અવાજ આવ્યો. આ વખતે અવાજ સ્પષ્ટ અને વધુ તિવ્રતાથી આવ્યો હતો. લાગતુ હતું કે કોઇ ગુસ્સામાં આવીને વજનદાર ઘણ પતરા ઉપર મારી રહયુ હતુ....હવે સમીરાને બીક લાગવા માંડી હતી. નિતાંત અંધકારમાં એકલી –અટૂલી ઉભેલી બોટના પાછલા ડેસ્ક ઉપર તે અને રોશન, બે જ વ્યક્તિ ઉભા હતા. “ રોશન.... મને બીક લાગે છે....” રોશનની નજીક જતાં તે બોલી અને તેણે તેના હાથમાં પોતાનો હાથ પરોવ્યો.

“ અરે...ડરવા જેવું કંઇ નથી. મને લાગે છે કે બોટના એન્જિનમાં કંઇક ખરાબી આવી ગઇ હશે....આ અવાજ તેનો હશે...” તે બોલ્યો તો ખરો પણ તેની દલીલમાં દમ નહોતો. “ પણ બોટ તો સ્થિર ઉભી છે....” સમીરાએ તેની વાતનો છેદ ઉડાવ્યો. “ એક મીનીટ....હું કેબીનમાં જઇને જોઉં છુ....” રોશન બોલ્યો અને તે બોટની નેવીગેશન કેબીન તરફ આગળ વધ્યો. સમીરા ડરની મારી તેની પાછળ ચાલી....

કેબીનની અંદર રેડીયો હજુ ચાલુ જ હતો. બહાર ડેસ્ક પર ચાલતા લાઉડ મ્યુઝીકના કારણે એ રેડીયોનો અવાજ બહાર સુધી સંભળાતો નહોતો પરંતુ અંદર કેબીનમાં રેડીયોનો ધીમો અવાજ ગુંજતો હતો....રેડીયો ઉપર આંચલ ચૌહાણ હજુ પણ તેના પોગ્રામો રીલીઝ કરી રહી હતી.

“ આ છોકરી સુતી કયારે હશે....?” રોશન બબડયો અને તેણે રેડીયો બંધ કરવા હાથ લંબાવ્યો જ હતો કે અચાનક રેડીયોમાં વાગતા ગીત બંધ થયા અને આંચલનો મધઝરતો અવાજ સંભળાયો....” હવામાન ખાતાના હાલના અહેવાલ મુજબ, અને ત્યાં ફરજ બજાવતા મી.પંચમ દવેએ આપેલી તાજી જાણકારી પ્રમાણે વિભૂતી નગરના સમુદ્ર કાંઠા તરફ એક ગહેરા ધુમ્મસની ચાદર આગળ વધી રહી છે. જે થોડી જ ક્ષણોમાં સમગ્ર વિભૂતી નગર ઉપર છવાઇ જશે...તમામ લોકોને સાવધ રહેવાની તાકીદ કરવામાં આવે છે....”

“ અરે પણ....અહી તો એવુ કંઇ જ નથી....” રોશને કેબીનના કાચમાંથી બહાર ઝાંકતા કહયુ......તેની વાત પણ સાચી હતી. દુર-દુર સુધી પથરાયેલા ખારા પાણીના સમુદ્રની સતેહ ઉપર કોઇપણ જાતની હિલચાલ વર્તાતી નહોતી. ચો-તરફ શાંત ખામોશી પથરાયેલી હતી.

“ જો હું તમારી જગ્યાએ હોઉ તો હમણા જ ઘરે જાઉ....ગરમા-ગરમ કોફી બનાવું, અને કોફી પીતા-પીતા એકદમ નિરાંતે રેડિયો પર વાગતા ગીતોનો આનંદ ઉઠાવું....” રેડિયોમાં ફરી વખત આંચલનો અવાજ લહેરાયો. તેના મદહોશી ભર્યા અવાજ ઉપરથી લાગતુ નહોતુ કે આજે સવારે જ નગરના બગીચામાં તેને કોઇ ભયાનક અનુભવ થયો હોય.....સમીરા અને રોશન બંનેને તે વાતનું આશ્ચર્ય થતુ હતું. “ સો ફ્રેન્ડસ....એન્જોય ધીસ સોંગ.....” અને રેડિયોના સ્પિકરમાંથી લેટેસ્ટ હિન્દી ફિલ્મનું એક ધમાકેદાર ગીત ગુંજવા લાગ્યુ. સમીરા અને રોશન મોં વકાસીને એકબીજા તરફ જોઇ રહયા. પાર્ટી કરવાનો તેમનો મુડ ખતમ થઇ ગયો હતો. રોશને તેણે પહેરેલી કેપ્રીના ગજવામાંથી સીગારેટનું પેકેટ કાઢયુ અને તેમાંથી એક સીગારેટ સળગાવી પેકેટ સમીરા તરફ લંબાવ્યુ .સમીરાએ પણ એક સીગારેટ સળગાવીને ઉંડો કશ ભર્યો. થોડીવાર સુધી તે બંનેમાંથી કોઇ કંઇ બોલ્યુ નહી. બોટની નાનકડી કેબીનમાં સીગારેટના ધુમાડાની તીવ્ર સુગંધ ફેલાઇ....એ સમય દરમ્યાન ત્યાં ખામોશી ફેલાયેલી રહી...“ મને સખત ઠંડી લાગે છે....” અચાનક સમીરા બોલી ઉઠી.

કેબીનની અંદરનું વાતાવરણ સાવ એકાએક જ પલટાયુ હતું. ઠંડી હવાની એક જોરદાર લહેરખી અચાનક કયાંકથી કેબીનમાં દાખલ થઇ હતી....આ બદલાવ સાવ અન-અપેક્ષિત હતો. સામાન્યતહઃ દરીયા ઉપર વાતા પવનો મોટેભાગે હુંફાળા હોય છે. જ્યારે અહી અત્યારે એકદમ બરફવર્ષા થઇ હોય એવો પવન વહેવા લાગ્યો હતો. સમીરાએ તેની ઉઘાડી બાંહોની અદબ વાળી એ ઠંડીને ખાળવાની કોશીષ કરી......“ રોશન..... જરૂર કંઇક ગરબડ છે. મને સખત ઠંડી અને બીક, બન્ને લાગે છે.....” વળી પાછા તેણે રોશન તરફ સરકી તેનો હાથ પકડી લીધો.

“ હાં યાર....પહેલા પેલો અવાજ અને હવે આ ઠંડી હવા... કંઇક તો ગરબડ છે જરૂર....” રોશન બોલ્યો ખરો પરંતુ તેને કંઇ ગતાગમ પડતી નહોતી કે અચાનક આ બધું શું થઇ રહયુ છે. અંદર ખાનેથી તે પણ ડર અનુભવી રહયો હતો. તેઓ હજુ વાતો જ કરી રહયા હતા કે નીચે ભંડકીયાના દાદરમાંથી માર્ગી અને નતાશા હાંફળા-ફાંફળા થતા ઉપર આવ્યા. તે બંનેના શરીર પરસેવે રેબઝેબ હતા.

“ ઓહ....નીચે તો કેટલી ભયાનક ગરમી છે....!! રોશન....તે હીટર તો ચાલુ નથી કર્યુને.....?” માર્ગીએ તેના ઉઘાડા ડીલ ઉપર બાઝેલા પરસેવાને લુંછતા પુંછયુ. તે હાફ ચડ્ડામાંજ ઉપર દોડી આવ્યો હતો. જ્યારે નતાશાએ ઉપર અને નીચેના આંતરવસ્ત્રો જ પહેર્યા હતા. એ વસ્ત્રો પણ ઉતાવળમાં પહેરાયા હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતુ હતું. તેના સીનાનો ઉભાર બ્રામાં આડેધડ ગોઠવાયેલો હતો.... પરંતુ કેબીનમાં પહોંચતાવેંત જ તે બંને ઠરી ગયા હતા. કેબીનમાં ભયંકર ઠંડી પ્રસરેલી હતી....પણ આ કેવી રીતે શક્ય હોય....? નીચે ભંડાકીયામાં ભયંકર ગરમી....અને ઉપર જબરદસ્ત ઠંડી.....? કોઇને કંઇ સમજ પડતી નહોતી.

“ રોશન....મને લાગે છે કે આપણે અહીથી નીકળવું જોઇએ....” ગભરાતા સ્વરે માર્ગી બોલ્યો. રોશનને તેની વાતમાં તથ્ય લાગ્યુ. તે પાછળ ફર્યો અને બોટના એન્જિનની સ્વીચ ઓન કરી. સ્વીચ દબાવાથી કયાંક કંઇક ખટકો થયો....થોડી ઘરઘરાટી બોલી, પણ એન્જિન ચાલું ન થયું. રોશને ફરી વખત ટ્રાઇ કરી.

“ ઓહ ગોડ....” તેની આંખો ફાટી ગઇ.....“ આ શું બલા છે....?” તે ગભરાહટ ભર્યા સ્વરે બોલ્યો. કેબીનના કાચની બહાર...દુર સમુદ્રના પાણી ઉપર તેની નજર ચોંટી ગઇ હતી. “ આ કયાંથી આવ્યુ.....?” રોશનને પોતાની આંખો પર જ વિશ્વાસ થતો નહોતો કે તે જે જોઇ રહયો છે એ સત્ય છે કે ભ્રમ....!! માર્ગી, નતાશા અને સમીરાએ પણ તે જોયું હતું. તેમની હાલત પણ રોશન જેવી જ થઇ. તેઓ ભયભીત બની ગયા. આશંકા અને ડરના માર્યા તમામના હ્રદયની ધડકનો તેજીથી ધડકવા લાગી હતી....તેમની આંખો જે દ્રશ્ય જોઇ રહી હતી એ અવિશ્વસનીય હતું.

માઇલો દુર...અરબી સમુદ્રનાં પાણી ઉપર ગહેરા ધુમ્મસની એક સુનામી સર્જાઇ હતી. ધુમ્મસના સફેદ વાદળોની ઉંચી...લગભગ સો ફુટ જેટલી ઉંચી દિવાલ રીતસરની તેમની તરફ આગળ વધી રહી હતી. બોટમાં સવાર ચારેય વ્યક્તિઓ આશ્ચર્યચકિત બનીને એ ભયાનક વાદળોને પોતાની તરફ આગળ વધતા જોઇ રહયા હતા. એ વાદળો બોટ તરફ...વિભૂતી નગરના દરીયાકાંઠા તરફ આગળ વધતા હતા.

“ રોશન....શું કરે છે તું.....? જલ્દી બોટ ચાલુ કર....અને ભાગ અહીથી....! મને કંઇ ઠીક નથી લાગતું.....” માર્ગી ચિલ્લાઇ ઉઠયો. પરંતુ રોશને જાણે તેની વાત સાંભળીજ નહોતી. તે સ્થિર બની ફાટી આંખે હજુપણ એ ભયાવહ સફેદ ધુમ્મસના વાદળોને તાકી રહયો હતો. માર્ગી રોશન તરફ આગળ વધ્યો. તેને બે હાથે પકડીને ત્યાંથી દુર હટાવ્યો અને પછી તેણે એન્જિનની સ્વિચો દબાવી એન્જિન ચાલુ કરવાની કોશિષ કરી....એ સમય દરમ્યાન પેલા વાદળો બોટની એકદમ નજીક આવી પહોંચ્યા હતા. “ ડેમ ઇટ....” એન્જિન ચાલુ ન થતા માર્ગી ગુસ્સાથી બરાડ્યો અને ધડા-ધડ બધી સ્વિચો દબાવા માંડયો. નતાશા અને સમીરા તો ડરની મારી થર-થર ધ્રુજી રહી હતી. એક તરફ ભયાનક ઠંડી અને બીજી તરફ આંખો સામે દેખાતું ભયાવહ દ્રશ્ય....તેમના હાંજા ગગડાવવા પુરતું હતું

ધુમ્મસના ઘટ્ટ વાદળો ધીમે-ધીમે સમુદ્રની સતહને પોતાની આગોશમાં સમાવી રહયા હતા....એ વાદળો બોટની એકદમ સમીપ પહોંચી ગયા હતા અને તેમાંથી એક વાદળની પાતળી સેર રચાઇ અને બોટની અંદર ઘુસી....બોટની કેબીનની ફરતે એ સેર વિંટળાઇ. કેબીનના પાર્ટીશને લગાવેલા કાચ તેનાથી ધુંધળા થયા અને બહાર દેખાતું દ્રશ્ય બંધ થયુ. જાણે તે ચારેયને કોઇ કાચની પેટીમાં બંધ કરી દેવામાં આવ્યા હોય એવો માહોલ રચાયો હતો. નજરો ખેંચી-ખેંચીને ચારેય વ્યક્તિઓ એ દ્રશ્ય જોઇ રહયા હતા કે અચાનક....કાચની પેલે પાર ધુમ્મસમાં એક આકાર રચાયો....ધુમ્મસમાં એક ચહેરો ઉપસ્યો....એક ડરામણો ચહેરો....અને બંને યુવતીઓ તે ચહેરાને જોતાંજ ચીખવા માંડી...પછીતો એ ચીખોની શૃંખલા રચાઇ અને કેબીનમાં ધમાચકડી ફેલાઇ. માર્ગી ડરનો માર્યો બહારની તરફ દોડયો...તેણે કેબીનનું બારણુ જોર કરીને ખોલ્યુ અને પાછલા ડેક તરફ દોડયો. ડેક ઉપર પણ ચો-તરફ ધુમ્મસનું આવરણ છવાયેલુ હતુ. કેબીનની અંદર ચીખતી છોકરીઓ અને બહાર ફેલાયેલા ધુમ્મસમાં થતી ખળભળાહટ તેની છાતીના પાટીયા બેસાડી રહી હતી.... એકા-એક તે ઠરી ગયો. “ ટન---ટન....ટન...ટન...” મંદિરમાં વાગતા કોઇ મોટા ઘંટનો અવાજ તેની સામેની દિશામાંથી આવ્યો. આંખો ઝીણી કરી તેણે એ દિશામાં જોવાની કોશિષ કરી....અને....તેની આંખો ફાટી પડી.... મોં ખુલ્યુ અને ખુલ્લુ જ રહી ગયુ....બોટની એકદમ નજદીક, સમુદ્રના ગહેરા પાણી ઉપર ધુમ્મસના આવરણને ચીરતું એક વિશાળકાય જહાજ તેની તરફ આવી રહયુ હતું. સ્તબ્ધ બની માર્ગી જોઇ રહયો. “ ટન...ટન...ટન...ટન....” એ વિશાળકાય જહાજના તૂતક ઉપર ખોડેલા એક થાંભલા ઉપર લટકાવેલો ઘંટ આપમેળેજ વાગી રહયો હતો. ધુમ્મસના વાદળોની અંદર લીપટાયેલા તોતીંગ જહાજના તૂતકની રેલીંગ નજીક કોઇ ઉભુ હતુ. હાથમાં મંદ સળગતુ ફાનસ લઇને કોઇ વ્યક્તિ ત્યાં ઉભેલું દેખાતુ હતું. તેનો ચહેરો અંધકારમાં સ્પષ્ટ દેખાતો નહોતો પરંતુ તેની ફર-ફરતી લાંબી દાઢી હવામાં લહેરાઇ રહી હતી. તે વ્યક્તિએ લાંબો કાળો ડગલો પહેર્યો હતો. માથે ગોળ કીનારીવાળી ટોપી પહેરેલી હતી. એ ટોપી નીચેથી તેના માથાના લાંબા, જથ્થાબંધ વાળ બહાર નીકળી તેના ખભે ઝુલી રહયા હતા. તેણે પહેરેલા લાંબા કોટ જેવા ડગલાની અંદર ઉપરના ભાગે બંધ ગળાનું અજીબ-શું ખમીસ પહેરેલુ હતું. એ ખમીસ તેના ગોઠણ સુધી આવતુ હતુ. તેના કમરના ભાગે પટ્ટો બાંધેલો હતો. એ પટ્ટાની એક તરફના ભાગે તલવાર લટકતી હતી....માર્ગીએ ચંદ સેકન્ડોમાંજ આ બધુ નિરખ્યુ હતુ અને તે આભો બની ગયો હતો....બરાબર એ સમયેજ જહાજના તૂતક ઉપર ઉભેલી વ્યક્તિએ તેના હાથમાં પકડેલુ ફાનસ ઉંચુ કર્યુ અને પોતાના ચહેરા નજીક લઇ ગયો....ફાનસના ઝાંખા પ્રકાશમાં તેનો ચહેરો ઉજાગર થયો....“ ઓહ નો...” માર્ગીના ગળામાંથી ફાટેલો અવાજ નીકળ્યો. ભયનું એક લખ-લખુ તેના શરીરમાં પસાર થયુ. કદાચ બે સેકન્ડ પુરતુ તેનું હ્રદય ધડકતુ બંધ થઇ ગયુ હોય એવુ તેણે અનુભવ્યુ. તે વ્યક્તિનો ચહેરો ખૂબજ ભયાનક હતો.

“ ખૂન કા બદલા ખૂન...” હાડ ધ્રુજી જાય એવા ભયાનક અવાજે તે વ્યક્તિ બોલી. માર્ગીની બોટ કરતા તે જહાજ ઘણું વિશાળ હતું...અને તેના ઉપર ઉભેલો વ્યક્તિ ઘણો દુર લાગતો હતો...છતાં માર્ગીએ તે જે શબ્દો બોલ્યો તે સ્પષ્ટ સાંભળ્યુ હતું.....” ખૂન કા બદલા ખૂન.....”

( ક્રમશઃ ) “””””” “””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

“””””””””””