જાને કહા ગયે વો દિન... Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાને કહા ગયે વો દિન...

જાને કહા ગયે વો દિન...

દુનિયા દરેક ક્ષણે આગળ વધી ગઈ છે, પાછળ રહી જશું તો કોઈક આગળ નીકળી જશે, લાઈફ ઇઝ અ રેસ, તેઝ ચલના પડેગા.. દુનિયા દરેક ક્ષણે કઈક નવું ને નવું અપનાવતી જઈ રહી છે. સ્વપ્ન માં પણ ન આવે એવા સાધનો આજે આશ્ચર્ય માં પાડી રહ્યા છે. બસ, આગળ વધતા રહેવું અને નવું મેળવતા રહેવું એમાં જ પ્રગતિ છે. અપડેટેડ રહેવું પડે છે નહિતર આઉટડેટેડ થઇ જવાય.

નવું મેળવવા માં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કઈક જુનું જ્યારે છૂટે ત્યારે દિલ નાં તાર હલી જાય છે. આપણે હંમેશા વીતી ગયેલી પડો ને યાદ કરી ને મીસ કરીએ છીએ. યુવાની માં બાળક ને જોઈને બાળપણ નાં એ તોફાનો યાદ કરી ને તેને મીસ કરીએ છીએ તો, યુવાની નો સૂર્ય અસ્ત થાય ત્યાર બાદ યુવાની ને યાદ કરીએ છીએ, તે ઉમરે યુવાની નાં રણકન્કારો અને પડકારો જ સાંભરી આવે.

ખરેખર માણસ બહુ જ સંવેદનશીલ હોય છે નહિ, સતત આગળ ને આગળ વધતા રહેવાની ધૂન માં ક્યાંક નવું મેળવતા જવામાં કઈક છૂટે છે તે આપણ ને અઘરું પડે છે. પેલા આર્જેન્ટીના નાં ક્રાંતિકારી Che Guevara(જેમણે મોટરસાઈકલ પર જ પોતાનાં પ્રદેશ ની સફર કરી હતી, અને ગરીબો ને ફ્રી માં તબીબી સારવાર કરી આપતો) એ તેમની એક બુક ‘મોટરસાઈકલ ડાયરીઝ’ માં મસ્ત લખ્યું છે કે, “હું જ્યારે એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હોઉં ત્યારે હું ભાવુક થઇ ને રડી પડતો, મારી બાઈક ની કીક મારવી જ મને ભારે પડી જતી, ત્યારે યાદ આવતું કે કેવા માણસો હતા, કેવા ભાતભાત નાં પડકારો હતા જ્યારે હું અહીં આવ્યો, પણ સામે એ પણ ખુશ કરી દેતું કે, હજી સામે કેટલા પડકારો હશે, કેટલી નવી જિંદગી હશે જે મને બોલાવતી હશે.”

જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવા માટે હોસ્ટેલ માં જાય છે ત્યારે તેને ઘર છોડવું ગમતું નથી, ત્યારે તે રડે છે, પણ, જ્યારે હોસ્ટેલ છોડવાનો સમય આવે છે ત્યારે તે હોસ્ટેલ ને પણ મીસ કરતો હોય છે, આજ લાગણી નો જાદુ છે, જે માણસ નાં હૃદય માં ક્યારે ઘુસી જાય છે તે પોતે પણ જાણતો નથી, આપણે કદાચ નિર્જીવ વસ્તુ જોડે હોઈએ તો પણ તેની સાથે લાગણી નાં સંબંધો રચવા લાગે છે. ખુદ, ધરતી નાં સર્જનહાર ઈશ્વર કૃષ્ણ ને પણ બંસરી અને મોરપિચ્છ જોડે લાગણી હોય તો આપણે તો નોર્મલ માણસો યાર... અને એમાં જ તો સાચી મજા છે,

ક્યારેક કોઈ જગ્યાએ જતી આવતી વખતે રસ્તામાં કોઈ શિક્ષક વિદ્યાર્થીઓ ને સ્કૂલ નાં મેદાન માં ભણાવતા જોવા મળે તો આપણ ને આપણા સ્કૂલ નાં દિવસો અને આપણા ટીચર્સ યાદ આવી જાય છે. દરેક માણસો થોડા આગળ વધો, દિવસ નાં ઝરા આગળ વધો, કાલ કરતા આગળ વધો તેવું કહે છે અને લાંબા સમયે ઘણા આગળ વધ્યા તેવું દેખાશે.. હાં, તે હકીકત છે, પણ હકીકત તો એ પણ છે કે, ત્યારે આપણે આ દિવસો ને મીસ કરતાં હોઈશું, એટલે જીવી જવી હર પળ, ક્યાંય ન આવે છળ ની રીતે જીવવામાં આવે, જીવન ને મરજી થી જીવવામાં આવે નહિ કે મજબુરી થી.

ગાંધીજી એવું કહેતા કે, “આપણે જાણીએ છીએ કે ગયેલી મિનિટ ફરી પાછી આવવાની નથી, છતાં તે મિનિટ આપણે આરામ થી પસાર કરી દઈએ છીએ.” આનો મતલબ એવો તો નથી જ કે માત્ર કામ જ કર્યા રાખો, જિંદગી નો સાચો આનંદ આજ માં છે. આજ ની અત્યારે ચાલતી મિનિટ માં જ છે. જો આજનું કામ પણ હસતા મોઢે કરીશું, તો ભવિષ્ય માં આપણે આજ નાં દિવસ ને પણ મીસ કરીશું. આ આખીય જિંદગી માં બસ યાદો નો ખજાનો વધતો જ રહેવાનો છે, તો આપણે આપણી યાદો જ એવી બનાવવા ની કે જેને યાદ કરવી પણ ગમે, ભવિષ્ય માં ભુતકાળ તરફ પાછા વળી ને જોઈએ તો આજે કરેલું કામ આપણા મો પર ત્યારે પણ એક મુસ્કાન લાવી દે. બાકી ભવિષ્ય ને સારૂ બનાવવા માટે આજે હસવા નું બંધ કરી સાઈડ માં મૂકી દેશો તો સફળ પણ નહી થાવ. સફળતા પણ ઉત્સાહી ને જ વહેલી મળે છે.

વર્તમાન માં રહેવાની મજા જ અલગ છે. તેટલું સમજી ને જિંદગી જીવાય, કે અત્યારે જે ક્ષણ જીવાઈ રહી છે તેણે પણ આપણે મીસ કરીશું, તો પછી મીસ કરવાના જ છીએ તો વર્તમાન માં તે આપણા હાથ માં છે ત્યારે જ તેને મસ્ત રીતે ન જીવીએ, યાદ કરીએ તો પણ તેવું યાદ આવે કે, ખરેખર ત્યારે ખુબ મજા કરી. અને એક મજાની બીજી વાત કે જીવતી જિંદગી ને કોઈ પણ જાતની શરત વિના પ્રેમ કરો. ખુલા દિલ થી જીવવા દો, પાંખો જ્યારે મળે છે ત્યારે ઉડાન થાય છે. બાકી ચાલી તો બધા જ શકે, સ્ટીવ જોબ્સ એ જ્યારે મેક (કમ્પ્યુટર) ની શોધ કરી ત્યારે તેણે ખુબ જ મહેનત કરી હતી, પણ તોએ પોતાને ગમતું ક્ષેત્ર હોવાને લીધે તે વધુ મહેનત કરી ને તેણે સ્માર્ટફોન ની શોધ કરી બતાવી. પોતાને પ્રેમ કરો, ગમતા ક્ષેત્ર ને પ્રેમ કરો પછી જુઓ જિંદગી ની ઓટોમેટિક ઉત્સવ ની જેમ ઉજવણી થવા લાગશે.

લૌટ કર અબ નાં આયેંગે યે મસ્તી ભરે દિન કભી, હાં, જિંદગી દરેક ક્ષણે ઓછી થઇ રહી છે. સરસ મજાની ક્ષણો આપણા હાથ માંથી પાણીની જેમ જઈ રહી છે, આપણે આ બધું જ મીસ કરવાના છીએ, આ દિવસો હવે પાછા આવવા નાં નથી, અને આ તો જિંદગી છે, ન જાને કિસ ગલી મેં ઝીંદગી કી શામ ઢલ જાયે. ઓશો રજનીશે જિંદગી વિશે અદભુત લખ્યું છે. "જિંદગી રોજ બદલતી હૈ, જિંદગી બડી બેઈમાન હૈ, જિંદગી રૂકતી નહી, જિંદગી ઠહરી નહિ હૈ, જિંદગી ભાગતી ચાલી જતી હૈ, જૈસે ગંગા રોજ બદલ રહી હૈ, જો પાની કલ થા ગંગા મેં વહ આજ નહી હૈ, જો અભી થા, વહ અભી નહી હૈ, હેરાક્લતૂને કહા હૈ કિ એક હી નદી મેં દુબારા ઉતર નહી સકતે, જિંદગી કિ નદી મેં ભી દુબારા નહી ઉતર સકતે હો, જો હોને કો થા, વહ હો ચુકા, જો નહી હુઆ હૈ, વહ હોગા ઈસ લીયે જો હો ચૂકે હૈ ઉતર, વે ઉસકે લીયે જો નહી હુએ હૈ કારગર નહી હોંગે.”

નવલકથા વાંચતા તમને એ પાત્ર વધુ પસંદ આવશે, જેની સાથે મનમાં ને મનમાં આત્મીયતા ની ગાંઠ બંધાઈ જાય છે. આવા સમયે એના પર જ્યારે વિપત્તિ આવે છે અથવા એ સફળતા મેળવે છે, વિજયી થાય છે, તો તમારું હૃદય પણ એ રીતે ભાવનાઓથી તરંગિત થાય છે. સિનેમા, નાટક જોવા જઈએ છીએ. જે અભિનેતા સાથે કોઈ કારણવશ આત્મભાવનો પાટલો તાર બંધાઈ જાય છે. કારણ કે સજીવ સંવેદન શીલ છે અને તેમાંય નવી પેઢી તો વધુ લાગણીશીલ છે. ફિલ્મ માં આવતા અભિનેતા ની હાર-જીત, આશા-નિરાશા સાથે આપણું પોતાનું મન પણ તરંગિત થાય છે. મનોરંજન નું મુખ્ય રહસ્ય પણ આજ છે. આપણી દિલચસ્પી પણ આજ રહસ્ય નીચે જળવાઈ રહે છે. જો કોઈ અભિનેતા અથવા પત્ર સાથે આત્મભાવ ન જોડાય તો તે ખેલ જોવામાં અથવા નોવેલ વાંચવામાં તમને જરા પણ મજા આવશે નહી. જોવાલાયક સ્થળો જોઈને કેટલીક વ્યક્તિઓ તો ખૂબ પ્રસન્નતા અનુભવે છે, તરંગિત થાય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જેમની ઉપર એ દ્રશ્યો ની જરા પણ અસર થતી નથી. કારણ કે એ જોવાલાયક સ્થળો સાથે જે વ્યક્તિ માનસિક સંબંધ બાંધે છે, સ્થાપિત કરે છે, એ વાતાવરણ ની અનુભૂતિ થી પોતે આકર્ષિત થાય છે, તેને આનંદ મળે છે.

આ ભગવાન ની સૃષ્ટિ માં મુશ્કેલીઓ નાં ઝંઝાવાત ઓછા નથી કે અભાવ, કષ્ટ અને પીડાઓ પણ ઓછા નથી.પણ દરેક ડગલું ભારે જ છે.અને લક્ષ્ય પ્રાપ્તિ પણ મુશ્કેલ છે. પરંતુ આ તેમના માટે જેઓ જિંદગી ને શરતો માં બાંધી બેઠા છે. જીવન ને પ્રેમ થી જીવો પ્રેમ તો સાગર ની માફક અગાધ છે. તેમાં જેટલા ઊંડાણ માં જઈએ તેટલા જ અમુલ્ય ઉપહાર મળે છે. અને માનવ જીવન ને ધન્ય બનાવતા જાય છે.

આપણે આજ ને મીસ કરવાના જ છીએ, પછી ભલે આજે કોઈ પણ પરિસ્થિતિ માં હોઈએ, તો વર્તમાન ની, જિંદગી ની ક્ષણે ક્ષણ ને વધાવી લો... કારણ કે, જીવન ખૂબ જ સુંદર છે.

જગત માં છે લ્હાવા કદમ પર કદમ પર,

ફક્ત એક શરત છે, ગતિમાન રહેવું,

નવા છે મુસાફિર વિસામે વિસામે,

નવી સગવડો છે ઉતારે ઉતારે.

  • મરીઝ