વમળ પ્રકરણ -15 લેખક -સ્મિતા શાહ ‘મીરાં’
સલોની માનસિક રીતે સાવ ભાંગી પડી હતી . એનું વીસ વરસનું કુમળું મગજ આવા કોઈ ઝટકા માટે તૈયાર જ ન હતું .
આ રૂપાળી અને શ્રીમંત છોકરીનો પડ્યો બોલ ઝીલવા એના મિત્રો પોતાનું સદનસીબ સમજતા …
આમ પણ “ભારદ્વાજ “નું નામ ફક્ત કેન્યા જ નહિ હવેતો અમેરિકા સુધી મોટા બીઝનેસ ટાઈકુન તરીકે ગાજવાનું હતું .
સોનિયા કરતા પણ સલોની નાની હતી એટલે સહુના લાડપ્યાર થી થોડી જીદ્દી અને બાલીશ થઇ ગઈ હતી .
એનો પડ્યો બોલ બધાજ ઝીલી લેતા .
આજે એને રીજેક્ટ કરીને આર્યને એને છેક અંદર સુધી હચમચાવી દીધી હતી .એનો આત્મવિશ્વાસ ભાંગીને ચકનાચૂર થઇ ગયો હતો .
એનું સ્વમાન ..જે અભિમાન ની લગોલગ જ કહેવાય … ઘવાયું હતું .
રોહિણીએ એને ખોળામાં લઇ લીધી .
“વોટ હેપન્ડ માય લીટલ ચાઈલ્ડ ! વ્હાય આર યુ ક્રાયિંગ ?”
એનો વલોપાત રોહિણીને ઉશ્કેરતો હતો . ” ટેલ મી . આઈ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ .”
પોતાની દીકરીના હાસ્ય માટે એ કંઈ પણ કરી શકે એમ હતી .
સલોનીએ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા વાત કરી .
ઇન્ડિયા ગયા ત્યારે આર્યન એને ગમી ગયેલો .અને એરપોર્ટ પર પોતે એને પ્રપોઝ કરીને આવી હતી . ..પણ આજે એ જ આર્યને એનું દિલ તોડ્યું .
સલોની રડતી હતી ” મોમ , મેં કેટલા પ્રેમથી એને પ્રપોઝ કરેલો બટ હી રીજેકટેડ મી …!! આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ ..!!”
મા જાણતી હતી કે આ એક કાચી ઉંમરની અણસમજુ ડીમાંડ હતી .છતાં એ દીકરી ની ખુશી માટે બધુજ કરવા તૈયાર હતી .
એણે ફેમીલી ડોક્ટરને બોલાવ્યા .
ડોક્ટર ધોળિયો હતો .રોહિણીએ
એને અછડતી વાત કરી .આમ પણ ડોક્ટર અને વકીલને સાચુજ કહેવું પડે .ડોક્ટર સમજી ગયા .
“નો પ્રોબ્લેમ .નથીંગ ટૂ વરી અબાઉટ .શી વિલ બી ઓલરાઈટ . લેટ હર સ્લીપ એન્ડ સ્ટે કામ .”
દીકરીને ડોક્ટર પાસે સીડેશન નું ઇન્જેક્શન અપાવી સુવાડી ત્યાર પછી એનું મગજ કૈક કામ કરતુ થયું . એનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું .આમ પણ પાવર અને પૈસો માણસને પાવરધો અને સ્માર્ટ બનાવી દે છે …
વિનાયક એરપોર્ટ જવા પ્રયાણ કરી ચુક્યો હતો . નિર્મલે સોનિયાનો હવાલો લઇ લીધો .
સોનિયા પાસે ખુબ ઉમળકાથી પેશ આવ્યો એ .જેથી સોનિયા હળવાશ અનુભવી શકી .
“હાય મામા ..! આખરે ભાણીની યાદ આવી ખરી ..!” મીઠું હસી સોનિયા . નિર્મલ ને પણ સારું લાગ્યું .
બંને છોકરીઓ મામા ..મામા કરતી નાનપણથી એને વીંટળાઈ વળતી .
પરાણે વ્હાલી લાગે એવી ઢીંગલી જેવી દીકરીઓ હતી બંને .
નિર્મલ ડોક્ટરને મળ્યો .
“પ્લીઝ ડોક . સેવ માય નીસ .વ્હોટ ઈઝ રોંગ વિથ હર ! શી ઈઝ વેરી બ્રીલીયન્ટ એન્ડ હેલ્ધી . હાઉ કુડ ધીસ હેપન્ડ ટૂ હર …!!”
ડોકટરે એને હિંમત આપી . “ડોન્ટ વરી યંગમેન .શી વિલ બી ઓલરાઈટ ..!”
ડોકટરો પાસેથી એણે સોનિયાની
વિચિત્ર બીમારી વિષે ખબર પડી .
એને કઈ સમજાયું તો નહિ પણ ચિંતા જરૂર થઇ .
શુબાન એને અહી એડમીટ કરાવી ગયો હતો જયારે સોનિયા બેહોશ થઇ ત્યારે .સોનિયા ની વિચિત્ર વર્તણુક વિષે શુબાન પાસે સાંભળ્યા પછી ડોકટરે એને સ્વસ્થ થવા દીધી.
પણ એને સતત સઘન સાયકોલોજીકલ ઓબ્સર્વેશન માં રાખવામાં આવી હતી .
જ્યાં વિશ્વ ના સહુથી સારામાં સારા સાયકોલોજીસ્ટ એની માનસિક પરિસ્થિતિ નો તાગ મેળવી રહ્યા હતા .
ડોક્ટર સોનિયાને હસીને કહેતા “ડોન્ટ વરી યંગ લેડી ,જસ્ટ વન મોર ટેસ્ટ એન્ડ યુ વિલ બી એટ હોમ .”
સોનિયા પણ હસી પડતી .એના દાડમના દાણા જેવા સુંદર, સફેદ
દાંત ચમકી ઉઠતા .એને અધિક સુંદર બનાવતા .
એક પછી એક ટેસ્ટ થતા હતા અને રીઝલ્ટ આવતા હતા . આટલી બ્રિલીયન્ટ સોનિયા નાં હાઈ આઈક્યુ થી ડોકટરો પણ પ્રભાવિત હતા .
ધીમે ધીમે એની પાસેથી એક એક વાત કઢાવી ડોક્ટર એટલું તો જાણી શક્યા કે એની લાઈફ માં શુબાન નામનો શખ્સ ખુબ મહત્વ ધરાવે છે અને એને શુબાનની માતાનાં મરણથી ખુબ જ આઘાત લાગ્યો હતો …
ડોક્ટરને એના વિષે વાત કરતા સોનિયા તદ્દન અસ્વાભાવિક થઇ ઉઠતી .
એનું વર્તન અને અવાજ પણ બદલાઈ જતા .’મલ્ટીપલ પર્સનાલીટી ડીસઓર્ડર ‘નું ડેવલપમેન્ટ હતું . જે ડોક્ટર ને ખ્યાલ આવી ગયો હતો .
સોનિયા અને શુબાન સાથે ભણતા ત્યારે શુબાન પાસે અસંખ્ય વાર એની માતા વિષે સાંભળી સાંભળીને એણે મનમાં એક મૂર્તિ કલ્પી લીધી હતી . જાણે અજાણ્યે એ પણ એમના જેવી બનવાનો પ્રયત્ન કરતી …શુબાન ને ગમશે એમ સમજી ને .
એણે મરાઠી પહેરવેશ ,સાહિત્ય , રહેણી કરણી , ભાષા વગેરે ઓનલાઈન શીખવાનો પ્રયત્ન કર્યો હતો ,અને ઘણા અંશે સફળ પણ રહી હતી .
ડોક્ટર હવે થોડા ક્લીયર થયા હતા .પણ હજુ સંપૂર્ણ કોકડું ખુલ્યું ન હતું . આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એને વધારે કાઉન્સેલિંગ અને થેરેપી સીટિંગ ની જરૂર હતી .
ડોકટરે નિર્મલ ને થોડું વધારે રોકાવા માટે આગ્રહ કર્યો . વિનાયક અમેરિકા ગયો હતો અને ઇન્ડીયામાં એની સખત જરૂરત હતી . નિર્મલ ના સોર્સીઝ દ્વારા
જેપી ના ધમપછાડા અને વિનાયક પર થયેલા હુમલાના પ્રયાસ નું સત્ય લગભગ સામે આવી ગયું હતું .
નિર્મલ ને છૂટકો જ નહોતો ગયા વગર .
થોડા દિવસમાં પાછો આવી જવાની ધારણાથી સોનિયાને હોસ્પિટલ માં જ રાખી . એની સિક્યોરીટી ની પુરતી વ્યવસ્થા કરીને એને ઇન્ડિયા જવું પડ્યું …
“આઈ વિલ બી બેક વેરી સૂન માય ડીયર ચાઈલ્ડ . ટેક કેર ઓફ યોર સેલ્ફ . કોલ મી ઇફ એની ઇમર્જન્સી .!” નિર્મલ ગયો .
સોનિયા એકલી પડી પણ હિંમત જાળવી . પહેલા કરતા તબિયત પણ સારી હતી . બીજી બાજુ કેન્યા થી રોહિણી સલોનીને મુકીને આવી શકે એમ નહોતી .
“હાય સ્વીટ હાર્ટ !” શુબાન નો ફોન હતો . ” શું ચાલે છે ..!”
સોનિયાએ વાત કરી કે એના અંકલ – મામાને ઈમર્જન્સીમાં જવું પડ્યું છે . સોનિયા એકલી છે એમ જાણી શુબાન ચિંતામાં પડી ગયો .
“ડોન્ટ વરી .આઈ વિલ બી ધેર બાય ટુમોરો .!”
અને ખરેખર શુબાન પાછો એની પાસે આવી ગયો . હજુ સંજોગો સંતાકુકડી રમાડતા હતા નિર્મલ અને શુબાનને .
ઇન્ડિયા માં શ્વેતા અને દાદાજી માટે કડક બદોબસ્ત થઇ ચુક્યો હતો .
નિર્મલને એમજ ખબર હતી કે સાથે ભણતો કોઈ ફ્રેન્ડ સોનિયાને હોસ્પિટલ લઇ આવ્યો હતો … શુબાન વિષે જાણેતો …!!!
હવેનાં સાયકોલોજીકલ ટેસ્ટ માં શુબાન પણ જોડાયો . રોજ સાયકોલોજીસ્ટ સાથે સીટીંગ થતા. એમાં હિપ્નોથેરેપી પણ ઉમેરાઈ .
સોનિયાના સ્બ્કોન્શીયસ માઈન્ડ ને પોસિટીવ સજેશન્સ અપાતા હતા .
એના મનમાં ધરબાઈને રહેલી એક પછી એક વાત જાણીને શુબાનનું આશ્ચર્ય વધતું ગયું .
એને સખત નવાઈ લાગી કે એને ખુશ કરવા સોનિયાએ આટલું બધું કર્યું ..!
એટલે સુધી કે એની આઈ ને પોતાની આઈ માની લીધેલી …
એટલી હદ સુધી કે શુબાન ને ભાઈ માનવા લાગે .!!!
શું આવું પણ થઇ શકે ! શુબાન પરેશાન હતો .
“પ્લીઝ ડોક્ટર . શી ઈઝ માય ગર્લફ્રેન્ડ . નોટ માય સિસ્ટર.!!”
ડોકટરે એને દિલાસો આપ્યો .
“ડોન્ટ વરી યંગમેન . વી કેન અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ . વેઇટ ફોર ફયુ ડેઝ એન્ડ યુ વિલ ગેટ યોર ગર્લફ્રેન્ડ બેક .”
ડોક્ટર ને એના મગજ માં થી આ
બધું કાઢતા ખાસી જહેમત પડી .
પણ હવે એ વાસ્તવિકતા સમજી ચુકી હતી … એના વર્તનમાં ખુબજ ફરક પડી ગયો હતો . હવે પહેલાની જ સોનિયા હતી જાણે.
શુબાન બહુ જ ખુશ હતો એની નિકટતા અને અસલિયત થી .આમ પણ એને સોનિયા ખુબ જ વ્હાલી તો હતીજ પણ હવેતો એ એનાં અસ્તિત્વ નો હિસ્સો બની ચુકી હતી .
શુબાન એનો ચહેરો હથેળીમાં લઇ એની આંખમાં જોઈ કહેતો .” ગેટ વેલ સૂન માય ડીયર . અ બ્યુટીફૂલ વર્લ્ડ ઈઝ વેઈટીન્ગ ફોર યુ સ્વીટ હાર્ટ .”
શુબાનના આવવાથી સોનિયા ખુબજ ઝડપ થી સાજી થઇ રહી હતી . બંને હૃદય થી નજીક આવી ચુક્યા હતા . શુબાન એની સખત કાળજી લેતો હતો .સોનિયા ખુશ રહે એવા બધાજ પ્રયત્નો કરતો .
બે ત્રણ દિવસ પછી સોનિયાને રજા મળી .
સોનિયાનાં ઘરે બે ત્રણ દિવસ રોકાયા બંને . શુબાને એની ખુબજ કાળજી લીધી . બ્રેકફાસ્ટ થી માંડી ડીનર પણ બનાવી આપતો .
આમ પણ ભણવા પરદેશ જતા બાળકોને બધુજ આવડી જાય . સોનિયા કલાકો સુધી એના ખોળામાં અથવા ખભા પર માથું ઢાળી સુઈ રહેતી .
શુબાન વ્હાલથી એના માથા પર હાથ ફેરવી સુવાડી દેતો .
સોનિયા ખુબ ખુશ અને નોર્મલ હતી .
પણ શુબાન એને એકલી રાખી જવા માંગતો નહોતો . હવે ઘરે પાછા પણ જવું પડે એમ હતું. શ્વેતા અને દાદાજી એકલા હતા .
“શુબાન ! તને એમ તો નથી ને કે હું માથે પડી … હેલ્થ પ્રોબ્લેમ વાળી …!”
શુબાન એના ગાલ પર હળવી ટપલી મારીને કહેતો
” હા , પાગલ તો તું છે પણ મારા માટે .તું જેવી છે એવી મારી છે ..!”
સોનિયા એને વ્હાલથી વળગી પડતી .
“સોનુ ” “હં ..”
” તું કેન્યા જતી રહેશે ? ”
” કેમ ?”
” મારે ઇન્ડિયા જવું પડશે .અહી તારું કોણ ?”
“ઓકે … તું જેમ કહે તેમ બસ !”
સોનિયાને કેન્યા જઈ થોડો આરામ કરવા સમજાવી .
સોનિયા માની ગઈ . એને કેન્યા રવાના કરી શુબાન ઇન્ડિયા પાછો આવી ગયો …મનમાં એક ગાંઠ વાળીને કે સોનિયાને કોઈ દિવસ દગો નહિ કરે . જિંદગી ભર સાથ નિભાવશે …
વિનાયક અમેરિકા ગયો હતો .ત્યાં મીટીંગો માં વ્યસ્ત હોવા છતાં ઘર સાથે સંપર્કમાં રહેતો .
રોહિણીએ વિનાયકને ફોન કર્યો.
.વિનાયક ઉમળકાથી બોલ્યો ,” હાય માય લવલી બેટર હાફ , મિસિંગ મી હા !! લવ યુ માય ડીયર . હાઉઝ માય લીટલ એન્જલ .!”
એ સલોની માટે પૂછી રહ્યો હતો .
રોહિણીએ નિસાસો મુકીને કહ્યું ,”શીઝ નોટ વેલ . આપણા ઘરને જાણે કોઈની નજર લાગી ગઈ છે. એક બાજુ સોનિયા માંડ સાજી થઇ કેન્યા આવી પણ સલોનીને ઇન્ડિયા માં એક છોકરા સાથે પ્રેમ થઇ ગયેલો . એણે સલોનીને રીજેક્ટ કરી એટલે સલોનીને નર્વસ બ્રેકડાઉન જેવું છે . આખો દિવસ સીડેશન માં રાખવી પડેછે .જાગતા જ રડારોળ કરે છે .”
વિનાયક ચિંતાતુર થઇ ગયો .
અહી પૈસાનું કે વગનું જોર નહિ ચાલે એમ એને બહુજ સારી રીતે અહેસાસ હતો જ .
એક બાજુ એનો બીઝનેસ પુરા જોરમાં હતો અને ફેમિલીમાં એક પછી એક ઘટનાઓ એને હચમચાવી દેતી હતી .
થોડો શાંતિથી વિચાર કરી નિર્મલ ને ઇન્ડિયા ફોન લગાવ્યો . “હેલો ..!” એ બોલતો રહ્યો અને સામેથી “હા”…. “હું ” !! જવાબ માં વાત પતી ગઈ . વિનાયક અને નિર્મલ નું ગજબ ટ્યુનીંગ હતું વર્ષોથી …
એના મોઢા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાતી હતી .” શું કરવા બેઠા છે આ બચ્ચાઓ ..!”
એણે કોઈકને ફોન કર્યો , ” દાદા, બહુજ અરજન્ટ છે .સાંજ સુધીમાં પિક્ચર ક્લીયર જોઈએ .”
નિર્મલે પોતાના બધા જ સોર્સ કામે લગાડી દીધા આર્યન વિષે જાણવા માટે …
જે ઇન્ફર્મેશન આવી એનાથી નિર્મલ ના રૂંવાડા ખડા થઇ ગયા . “કાય સાંગતો દાદા …!”એને વિશ્વાસ નહોતો આવતો કે
આર્યન એમના કટ્ટર શત્રુ જેપી નો એકમાત્ર દીકરો હતો . નિર્મલે
કોમ્પ્યુટર ના સ્ક્રીન પર સોહામણા આર્યન નો ફોટો એકીટશે જોયા કર્યો .
કૈંક વિચાર કરી બધી જ માહિતી વિનાયક ને સેન્ડ કરી . ફૂલ એ .સી.માં પણ એને કપાળે પરસેવો વળી ગયો હતો .
ટેબલ પર મુકેલો પાણીનો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ને ઊંડા શ્વાસ લેતો અન્યમનસ્ક ક્યાંય સુધી બેસી રહ્યો …
ભગવાનને એ મનોમન કોસતો હતો . “તને કસોટી લેવા આ જ કુટુંબ મળ્યું ?”
બેસીને મનોમન છેલ્લા કેટલાક સમયમાં ઘટેલી ઘટનાઓનો તાળો મેળવતો રહ્યો .
“સારું થયું હજુ વિનાયક એની ઉપર થયેલા હુમલાની ડીટેઇલ નથી જાણતો ”
એણે વિનાયકને નહિ કહેવાનું નક્કી કરી લીધું .
વિનાયક મીટીંગ માં થી પરવારી હોટેલ રૂમમાં આવ્યો અને નિર્મલ નો અરજન્ટ મેઈલ જોઈ ચેક કરવા લાગ્યો .
એના ગળામાં મોટી રાડ આવીને પાછી વળી ગઈ . એની દીકરી એના હરીફ નાં દીકરાનાં પ્રેમમાં મરણતોલ હાલતમાં પડી હતી .
જે બધી રીતે એનાથી ઉતરતો હતો ..બાકી એની દીકરીઓ માટે મોટા મોટા
અબજોપતિઓ ના માંગા ક્યારના આવવાના ચાલુ થઇ ગયા હતા .
એનાથી નિસાસો મુકાઇ ગયો .
” હે ભગવાન ..!”
જિંદગી કેવી ચાલ ચાલી રહી હતી …!!
એક એક પળ એનું પ્યાદું ઘેરાઈ જતું હતું … અને પોતે નિસહાય ,નિયતિને આધીન ..!!
ચિંતાના માર્યા એને કૈજ સુઝ્યું નહિ .એણે રોહિણી ને ફોન કર્યો. સલોની અને સોનિયાની તબિયત જાણવા માટે .
સોનિયા સ્વસ્થ હતી .
સલોનીની હાલત ચિંતાજનક હતી . એનું કુમળું વદન કરમાઈ ગયું હતું .
આમતો ઘેનમાં જ રહેતી પણ ભાનમાં આવતા જ મમ્મીને વળગીને રડવા લાગતી .
” ચિંતા નહિ કર .કામ પતાવી ઘરેજ આવું છું પાછો . ત્યાં સુધી મક્કમ રહેજે .”
રોહિણીએ પણ એને હિંમત આપી પણ બંને ખુબજ ચિંતામાં હતા . પોતપોતાની રીતે .
રોહિણી દીકરીની ચિંતામાં અને
વિનાયક ….આર્યન જેનો દીકરો હતો એ ચિંતા માં .
સોનિયા અને શુબાન લગભગ વાતો કે મેસેજ કરતા રહેતા. .એમના પ્રેમને પાકો રંગ ચઢી ચુક્યો હતો . ભવિષ્યના કેટકેટલા સપના એમની આંખોમાં અંજાઈ ચુક્યા હતા .
વિનાયક ને ઇન્ડિયા ના ફેમિલીની પણ ખુબજ ચિંતા રહેતી હતી .બાપુ અને છોકરાઓ ની .આમતો નિર્મલ સતત ધ્યાન રાખતો હતો એમનું છતાં મનમાં એક ગુનાહિત ભાવ એને કાયમ ક્નડ્યા કરતો .
જેપી હવામાં રાચતો હતો. વિનાયકનું આખું એમ્પાયર જાણે હાથવેંત માં હતું .
ખુલ્લી આંખે અબજોપતિ બનવાના સ્વપ્ન આવવા માંડ્યા હતા એને .
એના દીકરા માટે એને પુષ્કળ ગર્વ થતો હતો .”મારવો તો મીર” એ કહેવત સાચી પડી ચુકી હતી .
” આખિર બેટા કિસકા હે ..!!” એમ એકલો એકલો પોરસાતો અને ક્લીન શેવ્ડ ચહેરા પર મૂછે તાવ દીધા કરતો .
શ્વેતા અને આર્યન ની ઉપર એનું સતત ધ્યાન રહેતું . ચારેબાજુ માણસો ગોઠવી એમની બધીજ ગતિવિધિ થી વાકેફ રહેતો હતો .
આર્યન અને શ્વેતા આ બધીજ ઘટનાઓથી બેખબર પ્રેમમાં ગળાબૂડ ડૂબી ચુક્યા હતાં .પણ નિયતિનો ખેલ તો કૈંક બીજોજ હતો .
ઓફીસમાં આજે વહેલા આવીને નિર્મલે કામ ચાલુ કરી દીધું હતું . ફોરેઇન થી ડેલીગેટ્સ આવવાના હતા એમને રીસીવ કરવા આખી ટીમ કામે લગાડી દીધી હતી .
એરપોર્ટ થી હોટેલ સુધી લાવવાના એસ્કોર્ટસ અને વૈભવી ગાડીઓ ની લાઈન .યુનિફોર્મમાં ફરતો આખો સ્ટાફ . ઓફીસનાં નામે મહેલ જેવું વિશાળ બિલ્ડીંગ .
બધું જ ગોઠવાઈ ગયું .એણે થોડો શાંતિથી શ્વાસ લીધો . હજુ ઓફિસમાં ચેર પર બેઠોજ હતો ત્યાં અચાનક એનું ધ્યાન ગયું .
ફોનની લાઈટ ઝબુકતી હતી . આમ પણ એના પર્સનલ ફોન પર વિનાયક કે રોહિણી સિવાય કોઈનાં ફોન આવતા નહિ અને ઓફીસ માં બધાને સખ્ત તાકીદ હતી .ઓફીસ અવર્સમાં પર્સનલ ફોન ન કરવા માટે .
એ પોતે પણ રીન્ગર ઓફ રાખતા . વિનાયક ચુસ્ત ડીસીપ્લીન નો આગ્રહી હતો .
ફોન વિનાયકનો હતો . નિર્મલે સહેજ ચિંતાથી કહ્યું “હલો ! બધું બરાબર તો છેને !” એને કૈક અજુગતું બનવાનો ડર લાગ્યા કરતો હતો સતત .
પાંચેક મિનીટ સુધી વિનાયક બોલતો રહ્યો અને નિર્મલ ચુપચાપ સાંભળતો રહ્યો . ઘડી ઘડી એના ચહેરાના રંગો બદલાતા હતા .કપાળે વળતો પરસેવો …નહિ નહિ તોયે પાંચ વાર લૂછ્યો હશે . !
ઓ.કે. કહીને ફોન મુક્યા પછી ક્યાંય સુધી અવઢવ માં બેસી રહ્યો .
થોડીવાર રહી ને જરા ફ્રેશ થઇ પાછો આવ્યો અને હાથમાં ઓફીસ નો ફોન લઇ નંબર ડાયલ કર્યો . . .
સામેથી એક ઠરેલ ,ઘેરો, જમાનાનો ખાધેલ અવાજ બોલ્યો ” બોલો , બાદશાહ ! કેમ આજે આ નાચીઝ ને યાદ કર્યો ..! ”
નિર્મલે માંડ માંડ પોતાનો ધિક્કાર અને ચીડ દબાવી સ્વસ્થતા જાળવવા પ્રયાસ કર્યો .
“થોડું પર્સનલ હતું . ક્યારે મળીયે ?”
જેપી નાં ખુલ્લા મોઢામાં જાણે કોઈએ લડ્ડુ મુક્યો હોય એમ લાગ્યું એને . માંડ માંડ હરખ પર કાબુ રાખી ને સહેજ નાટક કર્યું .
“અરે , તમારા જેવા મોટા માણસો ને અમારી શું જરૂર પડે ! હુકમ કરો હું આવી જાઉં .!”
નિર્મલ ને અત્યારે વિનાયક પર ગુસ્સો આવતો હતો . કેટલું ઝુકી જવાનું આ બે બદામડી ના માણસ પાસે .!
એણે એટલીજ શાંતિ થી કહ્યું ” ના .મારે કામ છે તો હું જ આવીશ .સ્થળ ને સમય નક્કી કરો .”
સાંજનાં સમયે બંનેની મીટીંગ જેપી ની ઓફિસે નક્કી થઇ ગઈ .
જેપી મનમાં શેખચલ્લી ની જેમ ફુલાતો હતો .ડાવરી માં શું શું માંગશે તે પણ નક્કી કરી લીધું એણે તો મનોમન .
દીકરાના ઓવારણાં લીધા મનમાં અને સ્ટાફને સૂચનો આપવા માંડ્યા . યુદ્ધના ધોરણે એની ઓફિસમાં હલચલ મચી ગઈ .
સાંજના ચાર વાગ્યા હતા .જેપીને પાંચ વાગ્યે મળવાનું નક્કી તો થયું .
પણ હજુ એ માણસનો એને વિશ્વાસ થતો ન હતો . મનમાં ઉઠતા નેગેટીવ વાઈબ્સ ને એણે ઇગ્નોર ન કર્યા .
હમેશા આપણું મન આપણને ચેતવતું કે રોકતું હોય છે પણ આપણે સ્વાર્થમાં આંધળા જ નહિ બહેરા પણ થઇ જતા હોઈએ છીએ અને નિષ્ફળતા મળે ત્યારે કિસ્મત કે ભગવાનને કોસતા હોઈએ .
મનમાં ચાલતા વિચારોને લીધે નિર્મલ જાણીજોઈને સમય કરતા સહેજ વહેલો નીકળ્યો .
મનમાં હુમલાની ધાસ્તી તો હતીજ … એને મળેલી બાતમી એણે વિનાયક થી છુપાવી હતી કે એરપોર્ટ જતા થયેલો હુમલો કોણે કરાવેલો … !
વિનાયક હજુ એમજ માનતો હતો કે એના અને જેપી વચ્ચે બીઝનેસ રાઈવલરી જ છે . જેપી આટલી હદે ઈર્ષામાં ડૂબી ગયો હશે એ તો એના વિચાર બહારની જ વાત હતી .!
એક જોતા સારું પણ હતું ,નહીતો અત્યારે નિર્મલ એને મળવા કે સંબંધ જોડવા નહિ પણ જેપીને ઉખાડી નાખવાની પેરવીમાં હોત.
પણ જેપીના નસીબ માં હજુ લાંબુ જીવવાનું હશે એટલેજ આર્યનના પ્રેમ માં વિનાયકની એક નહિ ને બબ્બે છોકરીઓ પડી હતી .
પણ કહેવાય છે ને કે દરેક રાક્ષસ નો જીવ એની મેના માં હોય છે !! વિનાયક અને નિર્મલ બંનેની કમજોરી આ દીકરીઓ હતી .શ્વેતા નહિ પણ સલોની અને સોનિયા .
આજે ન થવાનું થઇ રહ્યું હતું અને સામે ચાલીને કુહાડી પર પગ મુકવા જઈ રહ્યા હતા બંને .
નિર્મલ ને પણ ભાણી અને બેન બનેવી કે મિત્ર પ્રેમે મજબુર કર્યો હતો .
જેપીની ઓફિસથી થોડે દુર ગાડી થોભાવી નિર્મલ ની અનુભવી અને ચાલાક નજરે બધી બાજુ નું નિરીક્ષણ કર્યું .ક્યાય કોઈ ટ્રેપ તો નથીને !!
એની પાછળ ફોલો કરતા એના બોડીગાર્ડ્સ પણ એકદમ એલર્ટ હતા .
એમના તરફથી ઓ.કે. નું સિગ્નલ મળતા નિર્મલે ઘડિયાળ માં જોયું .
બરાબર ત્રીસ સેકન્ડ્સ બાકી હતી નિયત સમય માં .
શર્ટના કોલરમાં છુપાયેલું મરીના દાણા જેટલું માઈક્રોફોન ચાલુ કરી ગાર્ડસ સામે જોયું .
એણે અંગુઠો ઉંચો કરી સંમતિ આપી ત્યાર પછી એણે ગાડી સ્ટાર્ટ કરી .
જેપીના કમ્પાઉન્ડ માં જેવી કાર
એન્ટર થઇ … ઉપર ઓફિસમાં બેઠેલા જેપીને કોમ્પુટર માં એનું માઈક્રોફોન દેખાઈ ગયું .
બીજુકોઈ હથિયાર છે કે નહિ એ સ્કેન થયા પછી ગાર્ડરૂમ માં ગ્રીન સિગ્નલ થયું .
ત્યાર પછી ગાર્ડ અને બીજા બે જણ ગાડી પાસે આવી ગયા .એકે દરવાજો ખોલ્યો અને ગાર્ડે વેલે પાર્કિંગ માટે ચાવી લઇ લીધી .
નિર્મલ હસ્યો . બરાબર એકત્રીસમી મીનીટે એના બોડીગાર્ડ્સ જેપીની ઓફિસમાં દાખલ થઇ જશે એની સુચના મુજબ .અને એની વાતચીત રેકોર્ડ પણ થવાની હતી .
જેપીની ઓફીસના બાકીના બંને વ્યક્તિ નિર્મલ ને રીસ્પેક્ટ થી લીફ્ટ સુધી લઇ ગયા … જેપી ના સુચન મુજબ .
સોનાની માછલી જાળમાં ફસાવા આવી રહી હતી ત્યારે જાળ પણ નવી અને મજબુત વાપરવી પડે . બંને તરફનાં પ્યાદા બરાબર ગોઠવાઈને પોતપોતાની ચાલ ચાલવા તૈયાર ઉભા હતા …
કોર્પોરેટ જગત ની એક મોટી કહી શકાય એવી ઘટના આકાર લઇ ચુકી હતી .
શ્વેતા અને આર્યન આ બધી ઘટનાઓ થી બેખબર વિડીયો ચેટીંગ માં બીઝી હતા ..
ક્રમશ: — સ્મિતા શાહ ‘મીરાં’